________________
ભક્ત અને ભગવાન
૧
ઉપશમ, પવિત્ર ભાવોની ઊર્મિઓ જાગે. તેમને ભજવાથી ભક્તનું કાર્ય શીઘ્ર સિદ્ધ થાય છે. તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ સત્પરુષોએ આ પ્રમાણે વર્ણવ્યું છે :
(સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિઇ...એ દેશી) જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિઃસ્પૃહ હો ઉપદેશ દિયા, બુદ્ધ વીર જિન હરિહર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસીમેં લીન રહો.૧
(દોહરા) ૨. બાહ્ય તેમ અત્યંતરે ગ્રંથ ગ્રંથિ નહિ હોય,
પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય.* ૩. નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી,
અનંતજ્ઞાની, અનંતદર્શી અને લોક્ય પ્રકાશક.૩ ૪. આત્મિક ઐશ્વર્ય, સંપૂર્ણતા, ધર્મમયતા, સુકીર્તિ, આત્મલક્ષ્મી અને જ્ઞાનવૈરાગ્ય - આ છે જ્યાં હોય ત્યાં ભગવત્પણું હોય છે.
આવા સંપૂર્ણ ગુણોના ધારક પરમાત્માની ભક્તિ પરમ કલ્યાણકારક છે. તેથી અવશ્ય તે ભક્તિ કર્તવ્ય છે. હવે ભક્તિમાં બીજું અવલંબન છે શ્રી સદ્ગુરુદેવ.
(ર) શ્રી સદ્ગુરુનું સ્વરૂપઃ જેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ભક્ત આરાધના કરે છે તે સદ્ગુરુએ પણ પરાભક્તિ અર્થાત્ અનન્ય ભક્તિ પોતાના જીવનમાં સિદ્ધ કરી હોવી જોઈએ. જેઓએ આત્યંતિકપણે પરમાત્મા સાથે પરમ પ્રીતિનો સંબંધ સ્થાપિત કર્યો હોય, જેમનાં નેત્રોમાંથી અને વચનોમાંથી જગતના સર્વ જીવો પ્રત્યે કરુણા અને વાત્સલ્યની અમીધાર હતી હોય, જેઓ સ્વાર્થમય પ્રવૃત્તિનો ત્યાગ કરી કેવળ કરૂણાશીલતાથી અન્ય ભવ્ય ભક્તોને પરમાત્મા સાથે
૧.
મેરી ભાવના-શ્રીમાન જુગલકિશોરજી મુખ્તાર ૨. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૯-૫. ૩. મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬ : શ્રીમદ્ રાજચંદ્ર ૪. વિષ્ણુપુરાણ ૬-પ-૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org