________________
ભક્તિમાર્ગની આરાધના
ધર્મપ્રરૂપક શાસ્ત્રોની ભક્તિ કરવી. આવી ભક્તિનું પ્રયોજન પોતાના ચિત્તને નિર્મળ અને સ્થિર કરવાનું છે કારણ કે આવા નિર્મળ હૃદયમાં જ ભગવાનનાં દર્શન સહેજે થઈ શકે છે. કહ્યું છે કે
૧. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમનિધાન જિનેસર ! હૃદયનયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેસર ! ધર્મજિનેશ્વર ગાઉં રંગશું
—શ્રીમદ્ આનંદધનજીકૃત ધર્મનાથસ્વામીનું સ્તવન
(દોહરા)
૨. મન ઐસા નિર્મલ ભયા, જૈસે ગંગાનીર । પાછે પાછે હરિ ફિરે, કહત કબીર કબીર ||
સરળ હૃદય સહિત એવી શુદ્ધ વસ્તુનું અવલંબન લેવું જોઈએ કે જેની સાથે સંપર્ક થતાં, પરિચય થતાં, મગ્નતા થતાં ભક્તનું જીવન પણ ત્વરાથી શુદ્ધિને પ્રાપ્ત કરે.
(૧) ભગવાન અથવા પરમાત્મા : લૌકિક કાર્યોમાં આપણે જેવા થવું હોય તેવો આદર્શ ખ્યાલમાં રાખીને તે આદર્શની આરાધના કરીએ છીએ. જેમ કે ધનનો અર્થી રાજાને સેવે છે અથવા ભારતનો દેશભક્ત મહાત્મા ગાંધીજી અથવા સુભાષચંદ્ર બોઝને ખ્યાલમાં રાખીને પોતાનું જીવન ઘડે છે. પરમાર્થ માર્ગમાં આ જ પ્રમાણે ભક્ત પણ તેવા પરમાત્માને ભજે છે, જેમાં સર્વ સદ્ગુણો પૂર્વપણે પ્રગટી ગયા હોય. પરમાત્માના અનન્ત ગુણો મધ્યે તેમનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ અને વક્તાપણું મુખ્ય છે. જ્ઞાનને રોકનારાં એવાં જ્ઞાનાવરણીય કર્મોનો, આનંદને રોકનારી એવી ચિત્તની અસ્થિરતાનો અને વક્તાપણાને રોકનાર એવા પક્ષપાતનો અને અલ્પજ્ઞતાનો જેમણે પૂર્ણપણે પરાભવ કર્યો છે અને તેના ફળસ્વરૂપે જેઓએ પૂર્ણ જ્ઞાનાનંદદશા સહિત સર્વોત્કૃષ્ટ વક્તાપણું પ્રગટ કર્યું છે તેવા વીતરાગ પરમાત્માની ભક્તિ વિવેકી ભક્તોને પરમ પ્રિય હોય છે. આવા પરમ શાંત ભાવને પ્રાપ્ત થયેલા પરમાત્મા, જેમના દર્શનથી ભક્તમાં અત્યંત શાંત, શીતળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org