________________
સંત-ભક્તોનાં ચરિત્રો .
૧ ૨ ૨
તેમનો અંતિમ ઉપદેશ ખરેખર મનનીય છે. મેડતામાં તેમના નામની એક દેરી છે તે પરથી અનુમાન થાય છે કે તેમનો દેહોત્સર્ગ મેડતામાં થયો હતો. તેમના ઉપદેશનો સાર એ હતો કે “મોહને જીતી આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી, એ આ જીવનનો હેતુ છે. સાધુઓએ રાગ, દ્વેષ, નિન્દા, ઇત્યાદિ દોષોને જીતી અન્યને તેનો ઉપદેશ આપવો. અનંત એવા આ સંસારનો પાર પામવા માટે વીતરાગવાણીનું શરણ લેવું, તે જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. સર્વ પ્રકારના ભય અને સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરીને પરમાત્માની ભક્તિમાં તન્મય બનવું જોઈએ. શરીરના અણુ પર પણ મમત્વ રાખવું એ મોક્ષપ્રાપ્તિમાં વિઘ્ન છે. જે જોવાનું છે, જે અનુભવવાનું છે, તે સહુ આત્મામાં જ છે. રાગદ્વેષના ત્યાગી એવા ત્યાગીઓની સેવા કરવાથી આ દોષોનો ત્યાગ કરવાની કૂંચી હાથ લાગશે. સંસારમાં શાન્તિનો માર્ગ એક નિવૃત્તિ જ છે. વૈરાગ્યભાવથી પોતાના આત્માનું ભાવિ નિર્મળ કરવા હરહમેશ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં ગુણ હોય ત્યાંથી તે ગુણ લેવો. ગુણીનો રાગ ધારણ કરવો અને આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી. કર્મરૂપ દોષથી આખી દુનિયા દોષી છે. એમાંથી જે દોષરહિત થવા પ્રયત્ન કરે છે જ ખરો મુમુક્ષુ છે.”
ઉપસંહાર : આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે તુચ્છ મતમતાંતરોથી પાર શુદ્ધ આત્માની સાધનાની તેમણે જે અલખ જગાવી, તેનું પ્રતિબિંબ તેમની વાણીમાં પડે છે. તેમની અનુભવવાણીમાં ઓજસ, પ્રસન્નતા, પ્રભુભક્તિ, ક્રાન્તિકારી આગમાનુસારીપણું અને અધ્યાત્મમસ્તીનાં આપણને દર્શન થાય છે. તેઓનાં પદો વિવિધ રાગ અને છંદોમાં ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષપણે ગવાય છે અને અનેક સાધકોને પ્રેરણા આપે છે.
શ્રીમદ્ યશોવિજયજી, શ્રીમદ્ જ્ઞાનસારજી, શ્રીજ્ઞાનવિમળસૂરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org