SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ભક્તિમાર્ગની આરાધના ઇચ્છાવાળાએ ૬૩ દુર્ગાનોને અહિતકારી માની, મનને શુભધ્યાનમાં સ્થિર કરવાનો મહાવરો રાખવો. શુભધ્યાનમાં મન લાગે તે માટે દુર્ગાનની સાથે કુસંગતિનો પણ ત્યાગ કરવાનો તેઓશ્રી બોધ આપે છે. આટલું કરતાં યોગ્ય ગુણોનો વિકાસ કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન આમાં મદદરૂપ બને છે, ને ધીમે ધીમે પરમાત્મસ્વરૂપમાં લીન થવાની કેડીએ પ્રગતિ કરી શકાય છે. આનંદધનજી એમ માનતા હતા કે મનને વશ કરવાથી મુક્તિ મળે છે. શુભાશુભ અધ્યવસાયોનું કારણ મન છે, અને આ અધ્યયસાયોનું પરિણામ કર્મબંધન છે. મનમાં ઉદ્ભવતા રાગાદિ અધ્યવસાયો જો ટળે તો આત્મા પરમાત્મારૂપ થાય. વળી તેઓ પ્રતિમાપૂજાને આવશ્યક ગણતા હતા. તેઓશ્રી કહેતા કે સાકારનું ધ્યાન કર્યા પછી નિરાકાર ધ્યાનની યોગ્યતા આવે છે. આત્માના પરિણામની ચંચળતાને તેઓ ભય ગણાવતા અને તેનો ત્યાગ કરી આત્માના સ્થિર પરિણામ કરવા તે જ અભય છે, તેમ ઉપદેશતા. આનંદધનજીકૃત ચોવીશીમાં તીર્થંકરના ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. આ ચોવીશીની રચના પ્રભુભક્તિની આંતરિક સરવાણીઓ ફૂટતાં થયેલી છે અને તેથી તે હૃદયંગમ બને છે. પ્રભુની સમક્ષ વિવિધ રૂપે કેવી રીતે સ્તવના કરી શકાય તે તેમાં બતાવેલ છે. જેમ કે, પ્રભુની આગળ પોતાના દોષને પ્રગટ કરી પ્રભુની ક્ષમા યાચવી તેને સ્વદોષપ્રગટન-સ્તવના કહેવામાં આવે છે. તેમના કહેલા ઉપદેશ વડે પ્રભુની સ્તુતિ કરવી તેને ઉપદેશસ્તવના કહેવાય છે. તેમનાં પદોમાં તેમના આંતરિક ગુણવિકાસની આપણને ઝાંખી થાય છે. દા.ત., સાતમાં પદમાં યોગનો અનુભવ વર્ણવીને યોગજ્ઞાનનો પરિચય આપ્યો છે. આઠમાં પદમાં સુમતિઇત્યાદિ પાત્રો વડે સ્વાનુભવથી આત્મજ્ઞાનને પ્રગટ વાચા આપી છે. દશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોના માધ્યમથી સ્વાનુભવને શબ્દાંક્તિ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy