________________
૧૪
મહિના) અભ્યાસ કરવો. આવો અભ્યાસ પૂરો કરીને, પોતે જ્યાં રહેતો હોય ત્યાં પાંચ દસ જિજ્ઞાસુ ભક્તો ભેગા મળી, જો લયબદ્ધ ભાવભક્તિનો પ્રયોગ કરશે તો તેમણે શાસ્ત્રોક્ત ‘કીર્તન' નામની ભક્તિ કરી ગણાશે; જે જનસામાન્યને વિશેષપણે રુચિકર અને પ્રેરક હોવાથી ધીમે ધીમે એક અગત્યનું ધર્મપ્રભાવનાનું કારણ બનશે. આવા ઉચ્ચ કક્ષાના ભાવમય અધ્યાત્મસંગીતની આ કાળમાં ખૂબ જ આવશ્યક્તા છે, અને સ્વ-પર-કલ્યાણમાં - પવિત્રતાની પ્રાપ્તિમાં - તે ખૂબ સહાયભૂત થાય છે એવો આ લેખકના જીવનનો પ્રગાઢ અનુભવ છે.
છેલ્લે, આ ગ્રંથમાં જે કાંઈ પણ સારભૂત લાગે તે સદ્ગુરુ-સંતોની કૃપાનું ફળ છે એમ જાણી, વિવેકી સજ્જનો તેને અપનાવશે અને તેમાં રહી ગયેલી ત્રુટિઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને, ઉદાર ચિત્ત રાખી, લેખકને ક્ષમા ક૨શે એવી ભાવના ભાવી વિરમું છું. ૐ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
—
આત્માનંદ
www.jainelibrary.org