________________
૧૩
વ્યક્તિરાગ છોડી ગુણાનુરાગ કેળવવો યોગ્ય છે.
ગ્રંથની ઉપયોગિતા :
(૧) નિજભાવનાની વૃદ્ધિ : આ ગ્રંથ લખતી વખતે અને સંકલન કરતી વખતે અનેક શાસ્ત્રો, મહાપુરુષોનાં ચરિત્રો અને પદ-ભજનો વગેરે વાંચવાનું, વિચારવાનું અને અભ્યાસવાનું સૌભાગ્ય લેખકને પ્રાપ્ત થયું, તે દ્વારા તેની ધર્મભાવનામાં વૃદ્ધિ થઈ છે.
(૨) પાથેયનું એકીકરણ : સમયની તંગીના આ જમાનામાં ભક્તસાધકોને એક જ ગ્રંથમાં ભક્તિમાર્ગનું વિવિધલક્ષી અને ઉપયોગી પાથેય મળી રહે, જેથી તેમને અનેક ગ્રંથોનો આશ્રય કરવાનો પરિશ્રમ અને સમય બચી જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
(૩) અધ્યાત્મજીવનમાં ભક્તિનું વિશિષ્ટ સ્થાન : ઘણાં મુમુક્ષુઓ એમ માનતા હોય છે કે ‘અધ્યાત્મશાસ્ત્રો વાંચીને જ્ઞાનની પ્રાપ્તિ કરી લઈશું, તેમાં સદ્ગુરુ કે પરમાત્માની ભક્તિની શી આવશ્યક્તા છે ?' બુદ્ધિની મલિનતા દ્વારા કુતર્કનો આશ્રય કરવાથી ઊપજેલો તેમનો આવો ભ્રમ આ ગ્રંથના સમ્યક્ પરિશીલનથી દૂર થવા યોગ્ય છે.
(૪) અધ્યાત્મ-સંગીતથી ભાવવિશુદ્ધિ : આ ગ્રંથના પ્રથમ ખંડમાં આપેલાં વિવિધ અવતરણોનું, તથા તૃતીય ખંડમાં ઉધૃત કરેલાં ભક્તિપદોનું, ભજનોનું, ગાથાઓનું, ધૂનોનું, મંત્રોનું કે એવા બીજાં પદોનું શાંત પવિત્ર વાતાવરણમાં રહીને, લયબદ્ધ અધ્યાત્મસંગીત સહિત ભાવપૂર્વક ઉચ્ચારણ કરતાં વિશિષ્ટ ભાવોલ્લાસ, રોમાંચ, પવિત્ર સ્પંદનોનું વેદન અને ભાવોની વિશુદ્ધિ આદિ અનેક પ્રકારની અનુભૂતિ થાય છે. આ કારણથી બને તેટલાં પદોનાં છંદ, રાગ, ઢાળ તે તે પદોને મથાળે આપ્યા છે. આવી ભક્તિ વારંવાર કરવા વાચકવર્ગને ખાસ ભલામણ છે. આ અર્થે જિજ્ઞાસુઓએ જાણકાર કે નિષ્ણાત અનુભવી સંગીતજ્ઞ ભક્ત પાસે થોડા સમય (છ-બાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org