________________
ભજન
· ધૂન – પદ – સંચય
(૧૨)
(રાગ ધનાશ્રી)
તારાં દર્શન માત્રથી દેવ, ભ્રમણા ભાગી રે
મેં તો લોક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. (૧) સહજાત્મનું નીરખી સ્વરૂપ, ઠરે છે નેણાં રે
રૂડાં લાગે છે રસપ, વહાલાં તારાં વેણાં રે (૨) મેં તો પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તોડી રે હવે શ્રી સદ્ગુરુ સંગાથ, બની છે જોડી રે (૩) મેં તો પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાનો રે
(૫)
મેં તો મેલ્યો સર્વ ઉંચાટ, માનો કે ન માનો રે (૪) મેં તો હૃદય રડાવી લોક, રાખ્યા હતા રાજી રે હવે એમ ન બનશે ફોક, બદલી ગઈ બાજી રે તોડો દાસની આશનો પાશ, પૂરો આશા રે મને તો તમારા સુખરાશ, છે દઢ વિશ્વાસા ૨ે (૬) જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારો પ્રીતે રે
તારા રત્નત્રયની સાથ, રહો રસ રીતે ૨ (૭)
(૧૩)
(રાગ સારંગ)
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. ટેક
વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરા સુત ગુણ ગાનમેં. ૧ હર હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહિ કોઈ માનમેં
Jain Education International
For Private & Personal Use Only
૧૫૦
www.jainelibrary.org