________________
૧૦૯
ભક્તિમાર્ગની આરાધના
[૧૦] ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા પશ્ચિમ ભારતમાં અનન્ય એવી પ્રેમભક્તિના પ્રથમ પ્રવર્તક, ગુજરાતી ગિરાના આદ્યકવિ તથા પરમાત્મપ્રેમને ધરાઈ ધરાઈને પીવાથી અને પિવરાવવાથી સમસ્ત ભારતમાં ઉત્તમ વૈષ્ણવજન તરીકે પ્રસિદ્ધ એવા શ્રી નરસિંહ મહેતાએ, સંતોની અને શૂરાઓની સોરઠભૂમિને પોતાના જીવન-કવનથી પાવન કરી હતી.
જીવનપરિચય : તેઓનો જન્મ વિ.સં. ૧૪૬૬ની આજુબાજુ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. તેઓ જન્મ વડનગરા નાગર હતા. નાનપણમાં માતાપિતાનો વિયોગ થવાથી તેઓ મોટાભાઈ સાથે જૂનાગઢ રહેવા ગયા હતા, જે તેમની કર્મભૂમિ રહી.
નાનપણથી જ નરસિંહને ભજનકીર્તનની રુચિ હતી. વળી ગિરનારની તળેટીમાં રહેવાથી અનેક સત્સંગીઓનો, સંતોનો અને હરિભક્તોનો સમાગમ મળી રહેતો. મંદિરમાં અને મહાદેવમાં, પૂજામાં, કીર્તનમાં કે હરિકથામાં તેમનો રસ વધતો જોઈ, તેમને સંસાર પ્રત્યે આકર્ષવા લગભગ ૧૪૮૪માં માણેક સાથે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં, પરંતુ ભવિ_ય કાંઈક જુદું જ હતું.
बहूनां जन्मनामन्ते ज्ञानवान मां प्रपद्यते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥* જીવન-પરિવર્તનઃ નવપરિણીત નરસિંહને આજીવિકા ન રળતો જોઈને ભાભી મહેણું મારે છે અને નરસિંહ વગડાની વાટે ચાલતાં એક જૂના ગોપીનાથ મહાદેવના મંદિર પાસે આવી પ્રભુની સાથે સાત સાત દિનરાત સુધી અલખ
* શ્રીમદ્ ભગવદ્ગીતા, અ. ૭, શ્લો. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org