________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૧૦
લગાવે છે. ઉત્કટ પ્રભુપ્રેમમાં તલ્લીન નરસિહ, દેહભાન ભૂલી જાય છે, પરમાત્મદર્શનને પામે છે અને તેને “દિવ્યચક્ષની પ્રાપ્તિ થાય છે. યથા–
(ઝૂલણા છંદ) “અચેત ચેતન થયો, ભવ તણો અઘ ગયો,
સૂતી ઊઠી મારી આદ્ય વાણી, કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો,
પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટયું.” આ પ્રસંગ પછી નરસિંહ, પ્રભુની ભક્તિમાં વિશેષપણે રહેવા લાગે છે અને ભાઈ-ભાભીની ઈચ્છા પ્રમાણે જુદો રહે છે. ધર્મપત્ની પણ દરેક પ્રકારે અનુકૂળ થઈને રહે છે. તેમની આજીવિકા કઈ રીતે ચાલતી હશે અને પુત્ર શામળ તથા પુત્રી કુંવરબાઈ સહિત સૌનો નિર્વાહ કેવી રીતે થતો હશે તે વિષે કાંઈ માહિતી મળતી નથી, પણ દિવસે દિવસે નરસિંહની ભક્તિની યશોગાથા ચારે દિશાઓમાં ફેલાતી જાય છે. બહારમાં જેમ જેમ ભક્તિગંગા અખ્ખલિતપણે તેમની કલમમાંથી વહેવા લાગે છે તેમ તેમ દિવ્યપ્રેમની અને પ્રભુમસ્તીની ભરતી પણ તેમના જીવનમાં વૃદ્ધિાંત થતી જાય છે અને અતૂટ શ્રદ્ધાવાળા ભક્તનાં સઘળાં કામ પરમેશ્વરની કૃપાથી પાર પડી જાય છે. પુત્રનો વિવાહ, પુત્રીનું મામેરું, હૂંડી અને હાર એવા ચારેય પ્રસંગોની કસોટીમાંથી નરસિંહ શુદ્ધ ભક્તસ્વરૂપે પાર ઊતરે છે.
તેમના જીવનકાળામાં જ પુત્ર અને પત્નીનો વિયોગ થયેલો આલેખવામાં આવ્યો છે અને વિ.સ. ૧પ૩૬ની આસપાસ તેમની જીવનલીલા સંકેલાઈ હશે એમ વિદ્વાનોનું માનવું છે.
જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ : એક મહાન ભક્ત અને શ્રેષ્ઠ કવિ તથા કીર્તનકાર તરીકે નરસિંહ મહેતાનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org