________________
૧૦૧
ભક્તિમાર્ગની આરાધના
(ર)
ત્યારથી ગૃહવ્યવહારનો ત્યાગ કરી, એકાગ્રપણે સરસ્વતીની આરાધનામાં રહી, શ્રીનેમિનાથ પ્રભુના ચૈત્યાલયના આશ્રયે તેઓએ પોતાની વિશિષ્ટ શ્રુતસાધનામાં સાત્ત્વિકપણે જીવન વિતાવ્યું હતું, તેથી તેઓને ઋષિતુલ્ય ગણવામાં આવ્યા છે. તેઓના દેહવિલય વિષે ચોક્કસ માહિતી મળતી નથી પણ વિ.સં. ૧૩૧૦ની આજુબાજુ તેઓએ જીવનસમાપન કર્યું હશે એમ ઈતિહાસકારો માને છે.
સાહિત્યનિર્માણ, શિષ્ય પરંપરા અને બહુશ્રુત વ્યક્તિત્વ : પોતાની તષ્ણ પ્રજ્ઞા અને અવિરત સાહિત્યસાધના વડે તેઓએ અનેક વિષયો ઉપર પોતાની સિદ્ધહસ્ત કલમ ચલાવી હતી. તેઓએ વીસ સંસ્કૃત ગ્રંથો રચ્યા હતા જેમાંના વધારે અગત્યના નીચે પ્રમાણે છે : (૧) સાગારધર્મામૃત
(૭) આરાધનાસારટીકા અનગારધર્મામૃત (૮) ક્રિયાકલાપ
અધ્યાત્મરહસ્ય (૯) રત્નત્રયવિધાન (૪) જ્ઞાનદીપિકા (૧૦) અમરકોશટીકા (૫) ઈબ્દોપદેશટીકા (૧૧) ભરતેશ્વર-અભ્યદય (૬) જિનયજ્ઞકલ્પ (૧૨) ત્રિષષ્ટિ-સ્મૃતિશાસ્ત્ર
સાગાર-અનગાર-ધર્મામૃત: ગૃહસ્થ અને મુનિના આચારોનું વિવરણ કરતો આ એક મહત્ત્વનો ગ્રંથ છે. ગૃહસ્થધર્મનું વર્ણન આઠ અધ્યાયોમાં વિસ્તારથી કર્યું છે, જેમાં સાત વ્યસનોનો ત્યાગ, મદ્ય-માંસ-મધુનો ત્યાગ, અહિંસાદિ અણુવ્રતોનું ગ્રહણ, પ્રભુપૂજા, ગુરુની ઉપાસના, સુપાત્રદાન આદિ અનેક આચારોનું સાંગોપાંગ વર્ણન કરેલું છે. વળી, આત્મદર્શન સહિત જેમ જેમ શ્રાવક, સંયમમાર્ગમાં આગળ વધતો જાય તેમ તેમ તેની પાક્ષિક, નૈષ્ઠિક અને સાધક એવી ત્રણ કક્ષાઓનું વૈજ્ઞાનિક વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org