SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૦ર આરંભપરિગ્રહનો ક્રમિક ત્યાગ કરતો થકો, ઉપર ઉપરની સંયમશ્રેણીને સ્પર્શતો થકો, શુદ્ધિ અને સ્થિરતાને વધારતો થકો શ્રાવક કેવી રીતે અંતે સલ્લેખના દ્વારા મૃત્યુ-મહોત્સવ ઊજવીને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે તેનું સુંદર, ભાવવાહી, પ્રેરક અને સર્વાંગસંપૂર્ણ શબ્દચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ (ધર્મામૃત) જ્ઞાનપીઠ તરફથી તથા અગાસ આશ્રમ તરફથી બહાર પડેલો છે. અધ્યાત્મરહસ્ય : ૭ર પદ્યોમાં યોગમાર્ગનું સંક્ષેપમાં વર્ણન કરતો આ સુંદર ગ્રંથ વીર-સેવા મંદિર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. સ્વાત્મા, શુદ્ધાત્મા, સદ્ગુરુ, દષ્ટિ, શ્રુતિ, મનનું સ્વરૂપ વગેરે યોગાભ્યાસી અને અધ્યાત્મ-સાધકોને ઉપયોગી અનેક પારિભાષિક શબ્દોનો સુંદર રીતે અર્થ સમજાવ્યો છે. તેનું બીજું નામ “યોગોદીપન' છે. જિનયજ્ઞકલ્પમાં મંદિરનિર્માણ, મૂર્તિનિર્માણ, જિનપૂજા, અભિષેકવિધિ વગેરેનું વર્ણન છે. ત્રિષષ્ઠિ-સ્મૃતિશાસ્ત્ર અને ભરતેશ્વરઅભ્યદયમાં પૂર્વે થયેલા પવિત્ર પુરુષોનાં ચરિત્રોનું પ્રેરક વર્ણન છે. શ્રીમાન્ આશાધરજીના અનેક સમર્થ શિષ્યો હતા, જેમાં મુખ્યપણે વાદીન્દ્ર વિશાલકીર્તિ, પંડિતવર્ય દેવચન્દ્ર તથા વિનયચન્દ્ર, મહાકવિ મદનાપાધ્યાય તથા બિલ્ડણ મંત્રી અને મદનકીર્તિ તથા ઉદયસેન નામના નિગ્રંથ મુનિઓનો પણ સમાવેશ થાય છે. આ બધા શિષ્યોએ પોતાના ગુરુ પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરતાં તથા અન્ય દર્શનના વિદ્વાનોએ પણ આ મહાપુરુષની પ્રશંસા કરતાં તેમને “નયવિશ્વચક્ષુ', “પ્રજ્ઞાપુંજ', “કલિકાલિદાસ વગેરે વિશિષ્ટ સન્માન શબ્દોથી સંબોધ્યા છે. આવા અનેક ગુણોના ધારક, મૌલિક ચિંતક અને લેખક હોવા ઉપરાંત મહાકવિ શ્રી આશાધરજી એક મહાન શ્રદ્ધાળુ ભક્ત પણ હતા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy