________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૫૬
હું તો કર્મને ભારે ભાર્યો, તે તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો. ૩ હું તો મોહ તણે વશ પડિયો, તું તો સઘલા મોહને નડિયો, હું તો ભવ સમુદ્રમાં ખૂતો, તું તો શિવ મંદિર પહોતો. સુણો૪ મારે જન્મ મરણનો જોરો, તે તો તોડયો તેહનો દોરો, મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો ૫ મુને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી, હું તો સમક્તિથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો, ૬ મારે છો તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક, હું તો મનથી ન મૂકું માન, તું માનરહિત ભગવાન. સુણો. ૭ મારું કીધું તે શું થાય, તું તો રંકને કરે રાય, એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુણો૮ એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો, જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો૯ ભવોભવ તુજ ચરણની સેવા, હું તો મારું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી સુણો૧૦
' (૧૯)
(રાગઃ મિશ્ર ખમાજનાલ રૂપક) શીશીતલજિન ભેટિયે, કરી ભક્ત ચોખ્ખું ચિત્ત હો, તેહથી છાનું કહો કિછ્યું, જેને સોંપ્યા તન મન વિત્ત હો-શ્રી. ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો, તે બહુ ખજવાર તગતગે, તું દિનકર તેજસ્વપરૂપ હો....શ્રી. ૨ મોટો જાણી આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો,
૧. સાગર. ૨. આગિયા. ૩. સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org