________________
૧૫૫
ભક્તિમાર્ગની આરાધના
(દોહરા) ગણધર ઈન્દ્ર ન કર સકૅ, તુમ વિનતી ભગવાન ધાનત’ પ્રીતિ નિહારમેં, કીજે આપ સમાન. ૧૦
(૧૭)
(રાગ ધનાશ્રીનાલ કેરવા) સેવો ભવિયાં વિમલ જિનેસર, દુલ્લા સજ્જન સંગાજી, એવા પ્રભુનું દરિશન લેવું, તે આલસમાં ગંગા જી. સેવો૧ અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલો જી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલો જી. સે. ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે જી; વિકટ ગ્રંથિ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડે જી. સે૩ તત્ત્વપ્રીતિકર પાણી પાયે, વિમલાલોકે આંજી જી; લોયણ ગુરુ પરમાત્ર દિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજી જી. સે. ૪ ભ્રમ ભાગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલી જી; સરલ તણે જે હઈડે આવે, તે જણાવે બોલીજી. સે. ૫ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું જી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહિ પ્રભુ વિણ નવિ રાચું જી. સે. ૬
(રાગ આશા – તાલ દીપચંદી) સુણો શાંતિ નિણંદ સોભાગી, હું તો થયો છું તુજ ગુણરાગી, તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત સુણો ૧ હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો, હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલ કમલા વરિયો. સુણો, ૨ હું તો વિષયરસનો આશી, તે તો વિષયા કીધી નિરાશી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org