________________
ભજન – ધૂન – પદ – સંચય
૧૪૮
(૯) (રાગ મિશ્ર ઝિઝોટી-તાલ કરવા) પરમ કૃપાળુ દીન દયાળુ જીવનના આધાર પ્રભુજી, સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર. પ્રભુજી. ૧ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સિંચનાર. પ્રભુજી. અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહી પાપે પડીએ, ભકિતની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર. પ્રભુજી. ૩ જોગીશ્વર ના જાણે ભેદો, ગુણલા ગાતાં થાકે વેદો, પામર ક્યાંથી જાણે પુનિત, ગુણગણના ભંડાર. પ્રભુજી. ૪
(૧૦) (રાગ યમનકલ્યાણતાલ કેરવા) સહજાન્મસ્વરૂપ, ટાળો ભવકૂપ, અખિલ અનુપમ બહુનામી, પ્રભુ નિષ્કામી અંતરજામી, અવિચળધામી હે સ્વામી ! જય જય જિનેન્દ્ર, અખિલ અજેન્દ્ર, જય જિનચન્દ્ર હે દેવા; હું શરણ તમારે, આવ્યો દ્વારે, ચઢજો હારે કરું સેવા, સુખશાંતિદાતા, પ્રભુ પ્રખ્યાતા, દિલના દાતા હે સ્વામી.
સહજા...૧ જય મંગલકારી, બહુ ઉપકારી, આશ તમારી દિલ ધરીએ, અભયપદ ચહું છું કરગરી કહું છું, શરણે રહું છું સ્તુતિ કરીએ, આ લક્ષચોરાસી, ખાણ જ ખાસી, જઉં છું ત્રાસી હે સ્વામી.
સહજા૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org