________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૫૨
નાશિત સકલ કલંક કલુષણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અ. ૬ જગચિંતામણિ જગગુરુ, જગહિતકારક જગજનનાથ નમો, ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અ. ૭ અશરણ શરણ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો, બોધ દિયો અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અ. ૮
(૨૧).
(હરિગીત) તુમ તરણ તારણ, ભવનિવારણ, ભકિમન આનંદનો, શ્રી નાભિનંદન, જગતવંદન, આદિનાથ નિરંજનો-હો પ્રભુ આદિ. તુમ આદિનાથ અનાદિ સેવે, સેય પદ પૂજા કરું, કૈલાસગિરિ પર ઋષભ જિનવર, પદકમલ હિરદે ધરું-હો પ્રભુ પદકમલ. તુમ અજિતનાથ અજીત જીતે, અષ્ટકર્મ મહાબલી, ઈહ વિરદ સુનકર સરન આયો, કૃપા કીજ્યો નાથજી.હો પ્રભુ કૃપા. તુમ ચંદ્રવદન સુચંદ લંછન, ચંદ્રપુરી પરમેશ્વરી, મહાસેન નંદન જગતવંદન, ચંદ્રનાથ જિનેશ્વરો-હો પ્રભુ ચંદ્રનાથ. તુમ શાંતિ પાંચ કલ્યાણ પૂજો, શુદ્ધ મન વચ કાય જૂ, દુર્મિક્ષ ચોરી પાપનાશન, વિઘન જાય પલાય જૂ-હો પ્રભુ વિઘન. તુમ બાલબ્રહ્મ વિવેકસાગર, ભવ્યકમલ વિકાસનો, શ્રીનેમિનાથ પવિત્ર દિનકર, પાપતિમિર વિનાશનો-હો પ્રભુ પાપ. જિન તજી રાજુલ રાજકન્યા, કામસેના વશ કરી, ચારિત્રરથ ચઢી હોય દૂલહા, જાય શિવરમણી વરી. હો પ્રભુ જાય. કંદર્પ દર્પ સુસર્પ લચ્છન, કમઠ શઠ નિર્મદ કિયો, અશ્વસેનનંદન જગતવંદન, સકલસંઘ મંગલ કિયો.-હો પ્રભુ સકલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org