________________
ભક્તિમાર્ગની આરાધના
જ
વડે સંસારમાંથી વહેલા મુક્ત થવાય ? રાગદ્વેષ જ સંસારની અભિવૃદ્ધિનું મૂળ કારણ છે અને આગમોના જ્ઞાનનું ફળ ચારિત્ર્યની અપ્રમત્તદશાએ આરાધના કરવી તે જ છે એમ તેમણે દૃઢપણે માન્યું હતું ને તેને જીવનમાં ઉતાર્યું હતું. આજુબાજુ સાધુઓનો શિથિલાચાર જોઈ નિન્દાને સ્થાને તેમના દિલમાં વૈરાગ્ય અને કરુણાભાવ વૃદ્ધિ પામવા લાગ્યો. જેમ જેમ તેમની જ્ઞાનદશા વધતી ગઈ તેમ તેમ તેઓ ઘણો કાળ ધ્યાનમાં ગાળતા હતા. પૂર્વના સાધુઓની પેઠે સ્મશાન, વન, ગુફા ઇત્યાદિ સ્થાનોમાં કાયોત્સર્ગ કરીને ધ્યાન કરવાની તેમની અભિલાષા અને વૃત્તિ હતી.
૧૧૯
નિઃસ્પૃહતા અને લોકસંગત્યાગ : એક કિંવદંતી અનુસાર તેઓશ્રી ગુજરાતના કોઈ શહેરમાં પર્યુષણનું વ્યાખ્યાન વાંચતા હતા. તે શહેરમાં એવો રિવાજ હતો કે શેઠ આવે પછી જ વ્યાખ્યાન શરૂ થાય. સભા ભરાઈ ગઈ અને શ્રીમદે કલ્પસૂત્રનું વાચન શરૂ કર્યું. કોઈએ તેમને યાદ આપી કે શેઠના આવ્યા પહેલાં વાચન થઈ શકે નહિ. આનંદધનજી થોડો સમય પાટ પર બેસી રહ્યા ને શેઠને સમાચાર કહેવડાવ્યા, પણ શેઠ લાંબા સમય સુધી આવ્યા જ નહિ. તેથી તેમણે વિચાર્યું કે આ રીતે શ્રાવકોના શિષ્ટાચારના બંધનમાં રહી આગમોથી વિરુદ્ધપણે વર્તવું એ યોગ્ય નથી, તેથી તેમણે વ્યાખ્યાન શરૂ કર્યું. શેઠ તરત જ આવ્યા અને પોતાના આવ્યા પહેલાં વ્યાખ્યાન આરંભવા માટે ગુસ્સે થયા. આનંદધનજીએ કહ્યું કે શ્રાવકોના આવા પ્રતિબંધથી આગમોની મહત્તા લોપાય અને તે રીતે મારો સાધુધર્મ હણાય. આ હું પસંદ કરતો નથી. શેઠે જ્યારે કહ્યું કે મારા કહ્યા પ્રમાણે ન વર્તાય તો મારા ઉપાશ્રયમાં રહી શકાશે નહિ. આનંદધનજીએ તત્ક્ષણ નિર્ણય કર્યો કે ગૃહસ્થોના બંધનમાં રહી ધર્મ વિરુદ્ધ આચરણ કરવું તેના કરતાં ગામેગામ વિહાર કરવો અને ધ્યાન તથા સાધુધર્મની વિવિધ ક્રિયાઓનું પાલન કરવા મગ્ન રહેવું, તે જ શ્રેયસ્કર છે. ગુરુ સમક્ષ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org