________________
સંત-ભક્તોનાં ચરિત્રો
“રાતી માતી પ્રેમકી, વિષમ ભગતિકી મોડ, રામ-અમલ માતી રહે, ધન મીરાં રાઠોડ !”
*
[૧૨]
પરમભક્ત અધ્યાત્મયોગી શ્રી આનંદધનજી
જ્ઞાન, ભક્તિ અને યોગની આરાધના દ્વારા, અંતરમાં જ આનંદનો ભંડાર ભર્યો છે એવો જેમણે સ્વાનુભવ કર્યો હતો, તેવું જ આત્માનંદનિર્ભર જીવન જેઓ જીવ્યા હતા, અને જેના ફળરૂપ આપણને ઉત્તમ ચોવીશી અને અનેક અધ્યાત્મપદોની પ્રસાદી જેઓ આપી ગયા છે તે, શ્રીમદ્ આનંદધનજી, સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા તેમ વિવિધ પ્રમાણો દ્વારા જાણી શકાય છે.
૧૧૮
તેમની ચોવીશી અને પદો પરથી એમ અનુમાન કરવામાં આવ્યું છે કે તેઓ ગુજરાતમાં જન્મ્યા અને વિહર્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ મારવાડમાં ગયા હોય તે સંભવિત છે. તેઓ શ્રીમદ યોશવિજ્યજી ઉપાધ્યાયના સમકાલીન હતા.
દીક્ષા અને સાધના : જ્ઞાન અને વૈરાગ્યના યોગે તેમણે તપાગચ્છીય મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનું દીક્ષા નામ લાભાનંદજી હતું. તેમનું ચિત્ત વૈરાગ્ય અને અધ્યાત્મથી રંગાયેલું હતું અને હંમેશાં મધ્યસ્થ દૃષ્ટિથી સત્યને નિહાળવાની અને સત્યનો આદર કરવાની તેમને તત્પરતા હતી. ગચ્છભેદની તકરારોથી અલિપ્ત રહી તે અધ્યાત્મજ્ઞાન વડે પોતાના આત્માની શુદ્ધિ પ્રત્યે લક્ષ આપતા હતા. તેઓ સદૈવ વિચારતા હતા કે કર્મની સાથે અનાદિ કાળથી આત્માનો સંયોગ થયો છે તો હવે કેમ અને ક્યા ઉપાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org