SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ભક્તિમાર્ગની આરાધના અહીં ભક્તની જે નિઃસ્પૃહતા કહી છે, તે સાંસારિક વસ્તુઓ સંબંધી જાણવી. ભક્ત, મોક્ષમાર્ગમાં આગળ વધવા ભક્તિ કરવાની શક્તિ, સંયમ ધીરજ, જ્ઞાન ઇત્યાદિ પારમાર્થિક સદ્ગણોની પ્રાર્થના કરે તો તેનો, કોઈ અપેક્ષાએ બાધ નથી. નિજદોષકથન એ આત્મસુધારણનું એક અગત્યનું અંગ છે, જેવી રીતે વ્યવહારજીવનમાં કોઈનું નજીકનું સ્વજન ગુજરી ગયું હોય અને તે વ્યક્તિ ન રડતી હોય તો તેને રડાવવામાં આવે છે કે જેથી એની અંતરવ્યથા હળવી થઈ જાય, તેવી રીતે પરમાર્થમાં દિનપ્રતિદિનના જીવનથી આપણને જે દોષ લાગ્યા હોય અથવા પ્રમાદથી કોઈ મોટો દોષ થઈ ગયો હોય તો તેનું સગુરુ કે પ્રભુ સમક્ષ નિવેદન કરીને પ્રાયશ્ચિત કરવાથી તે દોષ હળવો થઈ જાય છે, અને ભક્તજન તે દોષથી મુક્ત થઈ શકે છે. આત્મશુદ્ધિની આ પ્રક્રિયાનો સિદ્ધાંતમાં વિપુલપણે વિસ્તાર કર્યો છે ત્યાંથી અભ્યાસીઓએ તેનું અવલોકન કરી લેવું. અત્રે તો એટલું જ કહેવું બસ થશે કે પોતાના દોષોનું કથન ખુલ્લા દિલથી કરવું જોઈએ પૂર્વે થયેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પણ પોતાના દોષોની નિખાલસપણે કથની કરી કેવી કેવી રીતે દોષરહિત થયા છે તે હવે આપણે જોઈએ : ૧. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે શ્રીમદ્ આનંદધનજી મહારાજ * ૧. પ્રાયશ્ચિત્તના નવ પ્રકાર કહ્યા છે. –શ્રી તત્ત્વાર્થસૂત્ર : ૯-૧૨ ૨. દશ પ્રકારના દોષોથી રહિતપણે ચાર પ્રકારે આલોચના કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે. – (અ) ઉપરોક્ત સૂત્રની સર્વાર્થસિદ્ધિની ટીકા - (બ) નિયમસાર – ૧૦૮ ૩. લાલ રણજિતસિંહકૃત બૃહદ્ આલોચના તથા આલોચના - પાઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy