SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા - એક્તા જગત જિન છે. જગતમાં સર્વત્ર જિન છે, જે જિન છે તે હું પોતે જ છું.” શ્રીજિનસહસ્ત્રનામમંત્ર : ૩ : આચાર્ય સિદ્ધસેન દિવાકર. (૨) મોક્ષપ્રાપ્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ મહાન છે. પોતાના આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું તેને જ ભક્તિ કહેવામાં આવે છે. –શ્રી વિવેકચૂડામણિ : ૩૨-શ્રીમદ્ શંકરાચાર્ય (૩) દેહબુદ્ધિથી હું તમારો દાસ છું, જીવબુદ્ધિથી હું તમારો અંશ છું અને તત્વબુદ્ધિથી હું અને તમે એક છીએ, એમ મારી દઢ મતિ છે. – અધ્યાત્મરામાયણ (દોહરા) (૪) રામ કબીરા એક હૈં, કહન સુનનકે દોય; દો કર જો કોઈ જાની, ગુરુ મિલા નહિ હોય. મેરા મન સુમિરે રામકું, મેરા મન રામહિ આહિં, અબ મન રામહિ હૈ ગયા, સીસ નવાવો કાહિ. માલા જપૂ ન કર જપું, મુખસે કહ્યું ન રામ, રામ હમારા હમકો જપે, (મ) બૈઠ કરું વિશ્રામ. –કબીરજીનાં આધ્યાત્મિક પદો (રાગ મલ્હાર) (૫) અહો! અહો! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. –શ્રીમદ્ આનંદધનજીકૃત શાંતિનાથ સ્વામીનું સ્તવન (શ્રી શ્રેયાંસ જિન અંતરજામી...એ દેશી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy