________________
૭૧
ભક્તિમાર્ગની આરાધના
રસબસ એકરૂપ થઈ રસિયાને સંગે, વાત ન સુઝે બીજી વાટે .હરિનો રસ, મોટા જોગેશ્વરને જે સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં હાલે હરિનો રસ, અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં હરિનો રસ ભલે મળ્યા રે મહેતા નરસિંહના સ્વામી, દાસી પરમ સુખ પામી હરિનો રસ,
(દોહરા) ૨. વ નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ, પ્રતીત,
વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.* ૩. “જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે (શ્રદ્ધા, સ્મૃતિ, રસાસ્વાદ) તોપણ જે એકપણાથી ચુત થઈ નથી અને જે નિર્મળાપણે ઉદય પામી રહી છે, તેવી અનંત ચૈતન્યચિહ્નવાળી આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી.*
સમતા અને એકતારૂપી ભાવોની સાધના અને તેની અનુભૂતિનો ઉલ્લાસ, અનેક મહાત્માઓએ પોતપોતાની સાધનપદ્ધતિ, કથનપદ્ધતિ અને અનુભૂતિની તરતમાતાને અનુલક્ષીને સ્વશક્તિ પ્રમાણે નીચે મુજબ વ્યક્ત કર્યો છે ?
(૧) “જિન (પરમાત્મા) દાતાર છે, જિન એ “ભોક્તા છે, આ સમસ્ત * શ્રી આત્મસિદ્ધિદાસ - ૧૧૧-શ્રીમદ્ રાજચન્દ્ર. + શ્રીસમયસારકળશ : ૨ -આત્મખ્યાતિ : શ્રીમદ્ અમૃતચન્દ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org