________________
૮૫
ભક્તિમાર્ગની આરાધના
ઉપરાંત તેમણે મોટા મોટા રાજાઓને પણ પ્રતિબોધ્યા હતા, જેમાં ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય બીજો પણ સમાવેશ પામે છે. તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને તેઓએ જૈન ન્યાય, અનેકાના અને ભગવદ્ભક્તિ વિષયો ઉપર લખેલા નીચેના ગ્રંથો તેમની અલૌકિક સર્વતોમુખી પ્રતિભાનું દર્શન કરાવી જાય છે. તેમની ઉપલબ્ધ કૃતિઓમાં સન્મતિસૂત્ર, શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર અને કેટલા વિદ્વાનોને મતે લાત્રિશિકા (૩૨ શ્લોકની એક એવી ૩૨ સ્તુતિઓ)નો સમાવેશ થાય છે, કે જેમાં ન્યાયાવતાર' પણ આવી જાય છે.
બન્ને આમ્નાયના પ્રથમ કોટિના પ્રાચીન અને અર્વાચીન અનેક મહાન આચાર્યોએ તેમને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે, જેમાં સર્વશ્રી અકલંક આચાર્ય, જિનસેન આચાર્ય, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ આદિ અનેક છે.
ઉપરોક્ત કૃતિઓમાંથી અત્રે આપણે માત્ર કલ્યાણ મંદિર સ્તોત્ર વિષે ટૂંકમાં વિચારીશું.
૩. કલ્યાણમંદિર સ્તોત્ર : અત્યંત ભક્તિભાવથી સભર આ સ્તોત્રમાં ૪૪ પદો છે. ભગવાન પાર્શ્વનાથની તેમાં સ્તુતિ કરેલી છે. તે ભગવાનના નામથી સંસારનાં દુઃખો ક્ષીણ થાય છે. હરિ, હર, બ્રહ્મા વગેરે મહાપુરુષોને પરાજિત કરનાર કામને ભગવાને પરાજિત કરેલ છે, ક્રોધને તો તેમણે નવમાં ગુણસ્થાનકે જીતી લીધો છે અને ક્ષમાથી ક્રોધ જીતી શકાય છે તે પોતાના જીવનથી સાબિત કરી બતાવ્યું છે. આમ, ભગવાનના વિવિધ ગુણોનો મહિમા ગાઈને સૌ કોઈને ભક્તિભાવથી તેમાં લીન થવાનો ઉપદેશ કર્યો છે.
પરંતુ ભાવશૂન્ય ભક્તિ નિરર્થક છે, ભાવપૂર્વક કરેલી ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org