________________
સંત-ભક્તોનાં ચરિત્રો
८४
સિદ્ધાંતજ્ઞાતા અને અનેકાંતવિદ્યાશિરોમણિ હોવાથી એક યુગપ્રધાન આચાર્ય તરીકે શોભે છે.
જીવનપરિચય : આ મહાપુરુષનો જન્મ ઉજ્જયિનીમાં કાત્યાયન ગોત્રીય બ્રાહ્મણકુળમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવર્ષિ અને માતાનું નામ દેવશ્રી હતું. તેમનો ઉદયકાળ વિ.સં. ૬૨૫ની આસપાસ લેખવામાં આવે છે.
બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના ધરાવનાર એવા આ બ્રાહ્મણ બાળકે વૈદિક કુળપરંપરા પ્રમાણે નાની વયમાં જ સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો, અને મહાન વાદી (વાદવિવાદ દ્વારા ધર્મતત્ત્વનો નિર્ણય કરનાર અને અન્ય સાથે ધર્મસંબંધી ચર્ચા કરનાર) તરીકેની કીર્તિ પણ મેળવી લીધી હતી.
પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીવૃદ્ધવાદીની સાથે વાદવિવાદમાં પરાજય થવાથી, તેમણે તેમનું શિષ્યત્વ સ્વીકાર કરી જૈનદીક્ષા લીધી અને તેમનું નામ કુમુદચંદ્ર રાખવામાં આવ્યું. જ્ઞાનનિપુણતા અને ચારિત્રદઢતાથી કુમુદચંદ્ર ગુરુના બધા શિષ્યોમાં અગ્રગણ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને ગુરુએ પણ તેમને જ ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા.
આગમગ્રંથોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાના મુદ્દા પર તેમને બાર વર્ષ સંઘથી બહિષ્કૃત કર્યાની અને પછી સન્માનપૂર્વક સંઘમાં સ્વીકાર્યોની એક ઐતિહાસિક ઘટના તેમના જીવનમાં નોંધાઈ છે.
' પોતાની જીવનસંધ્યાનાં વર્ષો તેમણે દક્ષિણ ભારતમાં પૃથ્વીરપુર નામના ગામમાં ગાળ્યાં હતા અને સમાધિમરણ દ્વારા સ્વાગરોહણ કર્યું હતું.
જીવનકાર્યનું વિહંગાવલોકન : સ્થળે સ્થળે વિહારમાં ધર્મપ્રચાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org