________________
પ્રેમ (મોહ) કરવાથી એટલો બધો ટેવાઈ ગયો છે કે પ્રેમ કરવો એના માટે જાણે કે સહજ-સ્વાભાવિક બની ગયું છે. આવો મનુષ્ય જ્યારે ભક્તિમાર્ગની આરાધના તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે તેણે જગતના પદાર્થો પ્રત્યે વહેતી પોતાના પ્રેમની દિશાને વાળીને ધીમે ધીમે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ સન્મુખ કરવાની છે. આ પ્રક્રિયાને થોડી સમજણપૂર્વક અપનાવવામાં આવે તો તેમાં કઠિનતા અનુભવાશે નહિ. આમ કરવામાં આવતાં ભક્તિમાર્ગની જે એક નબળી કડી-અંધશ્રદ્ધા-તેનો પણ સહેલાઈથી પરાભવ થઈ શકે છે, કારણ કે ભક્તિને સમજણ અને યુક્તિવાળી બનાવવામાં આવી છે.
જેમ જેમ ઔપાધિક પ્રીતિને જાત્યંતર કરીને નિરુપાધિક બનાવવામાં આવે છે તેમ તેમ પાપ-પ્રવૃત્તિ ઘટતી જાય છે, નિઃસ્વાર્થપણું વધતું જાય છે, કામક્રોધાદિ ભાવોનો ધીમે ધીમે ઉપશમ થવા સાથે પુણ્યની સહજ વૃદ્ધિ થતી જાય છે, ચિત્ત પ્રસન્નતા અનુભવે છે અને સદાચારાદિ સુદઢ થતાં જાય છે. કહ્યું છે તેમ : “ભગવાનના દર્શન-પૂજનાદિથી પાપોનો વિનાશ થાય છે, સ્વર્ગના સોપાનની અને મોક્ષના કારણની સિદ્ધિ થાય છે, ઉપસર્ગો ક્ષય પામે છે, વિનોની વેલીઓનો નાશ થાય છે અને મન પ્રસન્નતાને પામે છે.”
આવા વ્યક્તિત્વનો ઉદય થતાં આત્મજ્ઞાનપ્રાપ્તિની ભૂમિકા બંધાય છે; તેમ વળી આ પ્રકાર ભજવામાં વિશેષ કઠિનતા નથી, કારણ કે આપણે જોયું તેમ આ પ્રક્રિયામાં માત્ર પ્રેમની દિશાને બદલવાના પુરુષાર્થ સિવાય કોઈ અન્ય કઠિન પરિશ્રમ કરવો પડતો નથી. બીજાં સાધનો કરતાં ભક્તિ (માર્ગ)માં સુલભતા છે. તેથી જ સંતોએ કહ્યું :
(ચોપાઈ) ભગતિ કરત બિનુ જતન પ્રયાસા. સંસ્કૃતિ મૂલ અવિધા નાસા |
અસિ હરિભગતિ સુગમ સુખદાઈ કો અસ મૂઢ ન જાહિ સોહાઈ ! (૨) માન-અહંકારનો નાશ :
પરમાત્મા અને સદ્દગુરુની નિશ્રામાં કે આશ્રયમાં રહીને આત્મસાધના કરવાથી મનુષ્યભવમાં જે સૌથી મોટા શત્રુરૂપ છે એવા માન-અહંકાર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org