________________
૧૧૫
ભક્તિમાર્ગની આરાધના
કહી. આના જવાબામાં જ્યારે મીરાંબાઈએ “વૃન્દાવનમાં એકમાત્ર શ્રીકૃષ્ણ જ પુરુષ છે એવી પરમાર્થ-વાત લખી મોકલી ત્યારે શ્રીગોસાંઈજીને પોતાની ભૂલનો પશ્ચાત્તાપ થયો અને પછી પોતે જ મીરાંબાઈને મળવા ગયા અને પ્રભુકીર્તનનો લાભ લીધો.
મીરાંએ સંત તુલસીદાસને પણ કુટુંબીજનો તરફથી થતી કનડગત અંગે એક પત્ર લખ્યો હતો, જેનો ઉત્તર તુલસીદાસજીની “વિનયપત્રિકામાં પ્રગટ થયેલા–
જાકે પ્રિય ન રામ વૈદેહી– તજિયે તાહિ કોટિ વૈરીસમ, જપિ પરમ સનેહીઆ પદથી આપેલો.
દિલ્હીના શહેનશાહ અકબર અને પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન પણ ગુપ્તરૂપે એક વખત મીરાંબાઈનાં ભજન સાંભળવા આવ્યા હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા હતા, તથા રત્નનો હાર મૂર્તિ સમક્ષ ભેટરૂપે મૂક્યો હતો. પ્રસિદ્ધ ભક્ત રૈદાસને મીરાંએ ગુરુ માન્યાનું કહેવાય છે, પરંતુ આ ગુરુપણું પ્રત્યક્ષ ન હોતાં પરોક્ષ હોવાની વધારે સંભાવના લાગે છે.
વિ.સં. ૧૯૨૪માં, ચિત્તોડથી હારીને તેમના દિયર ઉદયસિંહે ઉદયપુર વસાવ્યું. અહીં પણ દુષ્કાળ આદિ અનેક સંકટોનો તેમને સામનો કરવો પડ્યો ત્યારે પોતાનાં પરમસંત ભાભી મીરાંબાઈ યાદ આવ્યાં. રાણાએ તેમને પોતાના રાજ્યની શાંતિ અને આબાદી માટે દ્વારકાથી પાછાં બોલાવવા બ્રાહ્મણમંડળી અને કુલ-પુરોહિતને મોકલ્યાં. મીરાંનું સંત-હૃદય લોકોનું દુ:ખ સાંભળી દ્રવી ઊઠ્યું. તેઓ પોતાના પ્રભુની રજા લેવા મંદિરના અંદરના ભાગમાં ગયાં, પરંતુ મંદિરમાંથી પાછાં બહાર આવ્યાં જ નહીં. લોકોએ, તેઓ પ્રભુમાં સમાઈ ગયાં એમ માની લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org