________________
૧૩૫
ભક્તિમાર્ગની આરાધના
આ અગવડની સરસ દવા સમજાવજો રે, સદ્ગુરુ૦ ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી, દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. સદ્ગુરુ પ અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો,
શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. સદ્ગુરુ ૬ જન્મ-મરણ જાયે ગુરુ મારા, નીકળીને દોષો રહે ન્યારા, ‘સંતશિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. સદ્ગુરુ વિરલા
(રાગ-પીલુ અથવા આશા)
આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે. ટેક. એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આતમ
સદ્ગુરુસંગ કરે કોઈ વિરલા, અમૃતફળ કોઈ વિરલા ખાવે. આતમ અંતરમાં જાગે જન વિરલા, કર્મદળોને વિરલા હઠાવે. આતમ
તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે, આતમ આતમ રમણ કરે કોઈ વિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. આતમ
સમજે આત્મસમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. આતમ અર્પી દે પ્રભુ અર્થે વિરલા, ‘સંતશિષ્ય’ વિરલા સમજાવે. આતમ (બ) અધ્યાત્મબોધ :
(૧) જીવન અને ધન : વિવેકપૂર્વકની વિચારણા : માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધુ સૌંદર્ય આત્માને લીધે છે. શરીર અને આભૂષણોની કિંમત આત્માને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org