SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભક્તોનાં ચરિત્રો ૧૩૪ સાવા, અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. ૧ બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યો બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો, સહુ દૂષિત વ્યવહારો થકી દીનુંબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો. ૨ પ્રભુ ! સત્ય-ન્યાય-દયા-વિનય-જળ હૃદયમાં વરસાવજો, બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવજો, હે દેવના પણ દેવ ! અમ ઉપર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો, ૩ સુખ-સંપ-સજજનતા-વિનય-યશ રસ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો, શુભ “સંતશિષ્ય” સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪ ગુરુ મહારાજને વિનંતી (રાગ-દેશ. ઢબનવિમળા નવ કરશો ઉચાટ) સદગુરુ મુકત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે, બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે, ટેક. ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો, લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે. સદ્દગુર૦ ૧ તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું, અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. સદ્ગુરુ. ૨ દર્દીના છે અનેક દોષો જડતા સામું કદી નવ જોશો, વિશાળ દૃષ્ટિ કરીને અમી વરસાવજો રે. સદ્ગુરુ. ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિનો આવી નડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy