SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભક્તોનાં ચરિત્રો હૃદયમાં માણસાઈની દીવા પ્રગટાવજો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થોડીવાર વિરામ લેતાં શીખજો...ફક્ત પેટ ભરવા માટે રાત-દિવસ વ્યવસાયમાં ઘાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશું આત્મધન મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા જવું એ શું બરાબર છે ? જીવન શા માટે ? આવ્યા શા માટે ? ક્યાંથી આવ્યા ? પાછા ક્યાં જવાનું ? સાથે શું શું આવવાનું ? આપણે કોણ ? શું કરીએ છીએ ? આ બધા આત્મા સંબંધી વિચારો નવરાશ મળ્યે કરતા રહેશો. ૧૩૬ હમેશાં સત્સંગ, સાચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તો આ બધાં દશ્યો એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તો માનવમાત્રમાં હોય પણ શ્રેયાર્થીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશો. (૨) સત્સંગ, સાચન અને સદ્ગુણ દ્વારા પ્રભુમય જીવન : પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપયોગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાચનો, એવો જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાચનથી વધુ વખત ચિંતનમાં ગાળવો. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી-વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશો. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રસો પ્રગટાવવા માટે તમોને મળેલા બધા યોગ સારા છે માટે આ ભાવોનો વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશો. (૩) સ્વરૂપના જ્ઞાનથી મૃત્યુ પર વિજય : જીવનનો વિકાસ એ જ જીવનનું રહસ્ય છે. વિકાસનો ઉપાય સદ્વિચાર. સદાચાર એ સદ્વિચારનું પરિણામ. સમય, શક્તિ, સાધન અને સમજણનો દુરુપયોગ ન થાય તેવી કાળજી તે પણ સદ્વિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જેવો પામર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy