SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ભૂમિકા : શ્રવણ-કીર્તનાદિ ભક્તિના પ્રકારોની આરાધનાથી પ્રસ્ફુટિત થયો છે પ્રભુપ્રેમ જેના હૃદયમાં તેવો ભક્ત હવે સ્થૂળ અપેક્ષાએ પણ પ્રભુના ઘનિષ્ઠ સાન્નિધ્યને ઝંખે છે અને આ કાર્યની સિદ્ધિ માટે યથાયોગ્ય ધર્મસ્થાનકોમાં, જઈ પોતાના અંતરંગ પ્રેમના બાહ્ય પ્રતીકરૂપ એવી ભગવાન કે સદ્ગુરુની મૂર્તિ, ચિત્રપટ કે અંકનનું અવલંબન લઈ તેમનાં દર્શન-વંદન-પૂજનસ્પર્શન-સેવા-અભિષેક ઇત્યાદિમાં પ્રવૃત્ત થાય છે, અને જો પ્રત્યક્ષ સદ્ગુરુનો લાભ મળે તેમ હોય તો સર્વ પ્રકારે પોતાનાં તન-મન-ધનથી તેમની સેવા-શુશ્રૂષામાં ઉલ્લાસથી લાગ્યો રહે છે. વન્દન - સેવન પ્રભુની કે સદ્ગુરુની સેવા-પૂજા કરવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ ભિન્ન ભિન્ન મત-સંપ્રદાયોમાં પ્રવર્તે છે અને તેથી પૂજાના પ્રકારો અને વિધિઓ પણ અનેક છે. અહીં નીચેના સિદ્ધાંતોને ખ્યાલમાં રાખીને જો તેમાં પ્રવર્તવામાં આવે તો તે વિશેષ શ્રેયનું કારણ થવા યોગ્ય છે ઃ ૧. ૨. લઘુતમ કરવો. સેવા-પૂજામાં ઓછામાં ઓછાં દ્રવ્યોનો ઉપયોગ કરવો. ફળ-ફૂલ આદિ સચિત્ત વસ્તુઓનો ઉપયોગ ન કરવો અથવા ૩. પાણી, દૂધ, દહીં કે અભિષેકમાં વપરાતાં એવાં બીજાં દ્રવ્યોનો પણ યત્નાપૂર્વક ઉપયોગ કરવો. ૪. મૂર્તિની મહત્તા અને પવિત્રતા જળવાય એ રીતે મન, વચન, કાયની શુદ્ધિથી પ્રવર્તીને જે પ્રકારે ભાવોની નિર્મળતા વધે તે પ્રકારે વર્તવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy