________________
ભજન – ધૂન – પદ – સંચય
Jain Education International
અહંકાર કી લાટ |॥ ૧ ॥ કામ ક્રોધ દો પર્વત ઠાડે
લોભ ચોર સંઘાત ॥ ૨ ॥ મદ મત્સરકા મેહ બરસત હૈ
માયા પવન વહે દાટ ॥ ૩ ॥
કહત કબીર સુનો ભાઈ સાધો
ક્યોં તરના યહ ઘાટ || ૪ ||
(૨૭)
(રાગ મિશ્ર ભૂપાલી - તાલ કેરવા) શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેનાં બદલે નહિ વ્રતમાન રે, ચિત્તની વરતી જેની સદાય નિરમળી
જેને મા'રાજ થયા મે'રબાન રે...શીલવંત
ભાઈ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં જેને પરમારથમાં પ્રીત રે,
મન ક્રમ વાણીએ વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત રે....શીલવંત ભાઈ રે ! આઠે પો'ર મનમસ્ત થઈ રે’વે જેને જાગી ગયો તુરીયાનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે....શીલવંત ભાઈ રે ! સંગચું તમે જ્યારે એવાની કરશો ને ત્યારે ઊતરશો ભવપાર રે....
ગંગાસતી એ બોલિયાં ને
જેને વચનુંની સાથે વે'વાર રે....શીલવંત
For Private & Personal Use Only
૧૬૨
www.jainelibrary.org