________________
ભજન
-
ધૂન – પદ – સંચય
-
જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી;
શુદ્ધ ભાવના પરિણામ હો ત્યારે મને છેલ્લી ઘડી. આ હાથપગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળું ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાન્તિભરી નિદ્રા મને છેલ્લી ઘડી. આ અગણિત અધર્મો મેં કર્યા, તન-મન-વચન-યોગે કરી; કહે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આવ૦ અંત સમયે આવી મુજને, ના ક્રમે ઘટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આવ૦ (૪૮)
(દોહરા)
ઝળહળ જ્યોતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજનગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫
Jain Education International
For Private & Personal Use Only
૧૭૮
www.jainelibrary.org