________________
૧૭૫
ભક્તિમાર્ગની આરાધના
રહી તે લક્ષ સેવે સાધક પદ પરમાત્મા રે. ભવિજન ૧૧ અંગ કહ્યાં દસ ધર્મનાં જિન વચન પરમાણ, તે સમભાવે સેવતાં પામે પદ નિર્વાણ,
સ્વાતમ કરુણા લાવી તે સૌ જન વિચારીએ રે, નિજપદ અર્થે તે કહે ધ્યાનવિજય સ્વીકારીએ રે. ભવિજન ૧૨
[૬] પ્રકીર્ણ પદો
(૪૪)
(રાગ : લાવણી) પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ; તો તેનું ફળ લેશ ના નામે, ભવ રોગો કદી જાય નહિ. ટેક -પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. જીવ સકલ આતમ સમ જાણી દિલ કોઈનું દુભવાય નહિ; પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. - દંભ દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ; પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ. હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ. - શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; " સ્વાર્થ તણા પણ કામ વિષે કદી અધર્મને અચરાય નહિ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org