________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૭૪
પંચમ તે સત્યને કહ્યું ધર્મતણું મૂળ અંગ, તજીએ નહીં તે ટેકને દુઃખનો હોય પ્રસંગ; ભલે મહાસાગર કે કદી જાય ડગી મેરુગિરિ રે, તથાપિ સત્ય ન ચૂકે સાધક દેહ જતાં જરી રે. ભવિજન ૬ શૌચ અંગ છટ્ટે કહ્યું ચિત્ત વિષે તે ધાર, શુદ્ધ મનની સાધવા, કરીએ તત્ત્વ વિચાર; દર્શન મોહ જતાં ત્યાં મિથ્યાભાવ ટળી જશે રે, ક્ષય થઈ ભાવ શુભાશુભ ત્યાં મનની શુદ્ધિ થશે રે.ભવિજન ૭ સપ્તમ તે સંયમને કહ્યું, ધર્મઅંગ સુખરૂપ, તે સત્તર ભેદે સેવીએ લક્ષી જિન સ્વરૂપ અંતર્મુખ ઉપયોગે રહી તે પદ આરાધીએ રે, અપ્રતિબદ્ધ વિહારી થઈ સ્વરૂપને સાધીએ રે. ભવિજન ૮ અષ્ટમ તે તપને કહ્યું, ધર્મઅંગ સુખ સાજ, તે દ્વાદશભેદે સેવીએ ચેતન શુદ્ધિ કાજ; કરી શેય ભાવ પ્રત્યેના ભોગતણી નિલભતા રે, આવે ઘોર પરિષહ પણ નહિ મનને ક્ષોભતા રે.ભવિજન૯ નવમું બ્રહ્મચર્યને કહ્યું ધર્મ અંગ બળવાન, ત્રિયોગે તે સેવીએ રાખી નિજ પદ ભાન; ભલે કોઈ દેવસુંદરી મોહવશ થઈ આવી છળે રે, છતાં ત્યાં દેહ જતાં પણ સાધક મનથી નહીં ચગેરે. ભવિજન ૧૦ દસમું અકિંચન કહ્યું ધર્મ અંગ નિજભાવ, તત્ત્વમય દષ્ટિ કરી, કરીએ શુદ્ધ સ્વભાવ, છું હું સહજસ્વરૂપી દેહથકી ભિન્ન આત્મા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org