________________
ભજન – ધૂન - પદ - સંચય
૧૭૬
૬
૧૦
કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. નામતણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ મનાય નહિ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ, ઊંચ નીચનો ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ. નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; એ પથ્થોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. પથ્ય રસાયણ બને સેવે, માયામાં લલચાય નહિ; તો “હરિદાસ તણા સ્વામીને મળતાં વાર જરાય નહિ.
(૪૫) (રાગ-જળ ભરવા દીયો જમુના તણાં રે) મહાવીર તણા ભક્ત એને માનવા રે,
પહેરે સત્ય-શીલના જે શણગાર. મહા૧ સત્યાસત્ય સ્યાદ્વાદથી સમજેલ છે રે,
દિવ્ય-દષ્ટિ વડે એક દેખનાર. મહા નિર્દભ મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે,
વિશ્વ વાત્સલ્યમય એનો વ્યવહાર. મહા. ૩ રોમેરોમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે.
દિવ્ય ગુણમણિઓના ભંડાર. મહા૪ જેણે તનમનધન અર્થી પ્રભુચરણમાં રે,
શ્વાસોચ્છવાસ એનું રટણ રટનાર. મહા૫ ગ્રંથિ-ભેદ કરી ભેદ જ્ઞાન પામિયા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org