________________
ભક્તિમાર્ગની આરાધના
ભાવસમાધિ કે પ્રેમસમાધિ કહે છે. પહેલી ભૂમિકામાં દાસોઽહં હતું પછી સોડહં થયું અને છેવટે “અહં” માત્રનો અનુભવ રહી ગયો. આ અહં તે દેહ નહીં, વાણી નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, પરંતુ તે સર્વથી પાર રહેલું એવું શુદ્ધ, અનુપમ, સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મપદ છે, જે વાણીનો વિષય નથી. આ સ્થિતિનો અનુભવ તે જ છે એક્તા
એક્તા
જ્યાં ભક્ત, ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે તે જ આ નિજ અનુભવપ્રમાણ પોતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ સર્વ આધ્યાત્મિક સાધાનાની ચરમસીમા છે. આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા પણ આ જ છે. આ સ્થિતિને ખરેખર જાણવા માટે તેનો અનુભવ જ કરવો જોઈએ. તેને જ જ્ઞાનીઓ સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને યોગીઓ નિર્વિકલ્પ સમાધિ કહે છે. તે ભૂમિકામાંથી પાછા ફર્યા બાદ જુદા જુદા ભક્તજનોએ તેને મૂંગાની ભાષામાં ઇશારાથી સમજાવ્યું છે. તેઓએ જે કાંઈ કહ્યું તેમાં તેનું સંપૂર્ણ દિગ્દર્શન નથી, કારણ કે તે તો અનિર્વચનીય છે, પરંતુ તેનો અંગુલિનિર્દેશ માત્ર તેઓએ કર્યો. જ્ઞાનીઓએ પણ તેને ગાયું. પોતપોતાની સાધર્રાપદ્ધતિમાં અને કથનપદ્ધતિમાં ભેદ હોવાને લીધે તથા પોતાના અનુભવની પ્રગાઢતા વિભિન્ન હોવાને લીધે ભલે તેનું વર્ણન ભિન્ન ભિન્ન પદ્ધતિમાં થયું હોય, પરંતુ તે પદ, સ્થિતિ અનુભૂતિ, ભાવ તો એક જ છે.
23
સમતા-એક્તાની પ્રાપ્તિની વિવિધ ભૂમિકાઓ :
સુપાત્ર અને અભ્યાસી જીવોની વિશેષ વિચારણા અર્થે, સમતાની સાધનાના સ્વરૂપ વિષે, અત્રે, થોડી વિચારણા, ભક્તની ભાષામાં પ્રસ્તુત કરીએ છીએ. જોકે આ વાત મુખ્યપણે તો ગુરુગમ દ્વારા સમજાય છે, તોપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org