________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૩૦
ઓગણીસમેં ને સુડતાલીસ, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા
નિજ સ્વરૂપ અવભાસ્યું રે... ધન્ય એકાંતવાસ અને નિવૃત્તિ પ્રત્યે : વિ.સં. ૧૯૪૭ પછીનો કાળ શ્રીમદ્જીના જીવનમાં વધતી જતી એકાંતસાધનાનો હતો, જેમાં ૧૯૫૧ પછી તો તેમની નિવૃત્તિક્ષેત્રની સાધના ખૂબ જ વેગવંતી બની હતી. ૧૯૪૭માં રાળજ (ખંભાત)માં, ૧૯૫૧માં હડમતિયા (સૌરાષ્ટ્ર)માં, ૧૯૫રમાં કાવિઠા, વડવા, રાળજ, વવાણિયા, મોરબી અને સાયલામાં, ૧૯૫૪માં મોરબી તથા ઉત્તરસંડામાં, ૧૯૫૫માં ઈડરની આસપાસનાં જંગલો અને પહાડોમાં અને ૧૯૫૬માં ધરમપુરમાં તેઓશ્રી રહ્યા હતા. અહીં મુખ્યપણે તેઓ સ્વાધ્યાય, મૌન, ચિંતન-મનનમાં પોતાનો સમય વિતાવતા. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુઓ-મુમુક્ષઓ-મુનિઓને પણ તેમના સમાગમનો લાભ મળતો, પરંતુ મુખ્યપણે પોતાને જે અપૂર્વ અવસરબાહ્યાંતર નિગ્રંથપદ - પ્રગટ કરવું હતું તે પ્રગટાવવા માટે જાણે કે આ એક ઘનિષ્ઠ તૈયારી (Intensive Training Period)નો કાળ તેમના માટે હતો.
વિ.સં. ૧૯૫૬માં તેઓશ્રીનું શરીર-સ્વાથ્ય બગડવા લાગ્યું હતું. તેઓએ સર્વસંગ-પરિત્યાગની તૈયારી કરીને માતાજી પાસે તેની આજ્ઞા પણ માગી લીધી હતી, પરંતુ શરીર ધીમે ધીમે વધારે કૃશ થવા લાગ્યું અને વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમને મંગળવારના દિવસે બપોરે ૨-૦૦ વાગ્યે તેઓએ રાજકોટમાં આ પાર્થિવ શરીરનો ત્યાગ કરી સ્વર્ગારોહણ કર્યું.
સાહિત્યનિર્માણ અને જીવનકાર્ય : શ્રીમદ્ રાજચન્દ્ર વર્તમાનકાળના એક યુગપ્રધાન પુરુષ હતા. તેમના જીવનમાં તેમના પૂર્વભવોની આરાધનાની સ્પષ્ટ ઝલક મળી આવે છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org