________________
સંત-ભક્તોનાં ચરિત્રો
- ૮૮
વસંતતિલકા છંદમાં લખાયા છે. કલ્યાણમંદિરસ્તોત્ર સાથે આ સ્તોત્રનું ઘણું સામ્ય છે. સમસ્ત જૈન સમાજમાં આ સ્તોત્રનો ખૂબ જ મહિમા છે અને હજારો ભક્તજનો દરરોજ તેનો મુખપાઠ કરે છે. તેના પર અનેક ટીકાટિપ્પણ થયેલાં છે અને તેનો અનુવાદ હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે અનેક ભાષાઓમાં થયેલો છે.
આવી ભાવપ્રેરક, પ્રભુ ગુણવાચક શ્રેષ્ઠ કૃતિના રચયિતા ભક્તપ્રવર આચાર્યશ્રીના ચરણકમળોમાં નમસ્કાર કરી, તેમનાં એક-બે પદ્યનું આસ્વાદન ગુજરાતીમાં કરીએ :–
“જે જેને ભજે તે તેના જેવો થાય' એ ન્યાયને પ્રતપિાદિત કરતું એવું એક, અને “પરમાત્મપદને પામવાનો શ્રેષ્ઠ ઉપાય પરમાત્માને જાણીને, માનીને તેમને ભજવા એ જ છે,” એવા સિદ્ધાંતને રજૂ કરતું બીજું - એમ બે પદો નીચે પ્રમાણે છે :
(મંદાક્રાતાં) એમાં કાંઈ નથી નવીનતા નાથ ! દેવાધિદેવ ! ભક્તો સર્વે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ. લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય.II૧૦ મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે તેજસ્વી છો રવિ સમ અને દૂર અજ્ઞાનથીયે, સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી. ર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org