SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વન્દન - સેવન ૩૪ (૪) વાંચન-લેખન-ચિંતન-મનન અને સત્સંગાદિમાં પ્રવૃત્ત થવાથી ઘર-કુટુંબાદિકની મમતા પરમાર્થથી ઘટશે અને સંયમમાર્ગમાં આગળ વધવાની યોગ્યતા પ્રાપ્ત થશે. આ અને આવા બીજા અનેક લાભોની સંભાવના હોવાને લીધે ભક્તજનોને માટે પચાસ વર્ષની શરીરઅવસ્થા બાદ, એક પ્રકારે આ વાનપ્રસ્થ આશ્રમ'નો સહજ-સરળ અવસર બની રહેશે, ભગવદ્ભક્તોની સેવાનો લાભ મળશે અને સ્વ-પર-કલ્યાણની સિદ્ધિ ત્વરાથી થશે. સપુરુષોની વન્દના-સેવા-પૂજા ઇત્યાદિના માહાંલ્મ વિશે પૂર્વાચાર્યો અને સંતોએ શું કહ્યું છે તે હવે આપણે વિચારીએ : (હરિગીત) ૧. જિનવર ચરણકમળ નમે, જે પરમ ભક્તિરાગથી; તે જન્મવેલી-મૂળ છે દે, ભાવ ઉત્તમ શસ્ત્રથી. – ભાવપ્રાભૃત ૧૫૩/–શ્રી કુંદકુંદાચાર્ય ૨. દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ ને તપ; દાન-આ છ અનુષ્ઠાનો, ગૃહસ્થીના દિને દિને. – શ્રી પદ્મનંદપિદિપંચવિંશતિ : ૬-૭ (દોહરા) ૩. મોક્ષમાર્ગના નેતા છે જે, કર્મશેલના ભેદનહાર, વિશ્વતત્ત્વના જાણનારને, વન્દુ તર્ગુણ પ્રામિ નિદાન સર્વાર્થસિદ્ધિ : મંગલાચરણ-શ્રી પૂજ્યપાદસ્વામી (ચોપાઈ) ૧. કર્મરૂપી પર્વતને. ૨. તેમના ગુણોની પ્રાપ્તિ માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy