________________
૧૬૭
ભક્તિમાર્ગની આરાધના
(૩૪) (રાગ : મિશ્ર ખમાજ-તાલ કરવા) મનુષ્ય દેહનું ટાણું રે, વાલીડા પાછું નહીં તો મળે. અને મનખો તારો નહીં આવે વારંવાર. મનુષ્યા. બળદ થઈને ચીલા રે, વાલીડા ઘણા કાપશો હો જી, અને ખાવા પડશે, પરૂણી કેરા રે માર, આરડિયાના ગોદા રે, વાલીડા તમને લાગશે હો જી.મનુષ્યા... ઊંટ જ થઈને રે વાલીડા, બોજો ઘણો લાદ હો જી અને ખાવાં પડશે, કંથેરી કેરાં રે પાન, જીભલડીમાં કાંટા રે વાલીડા, તમને લાગશે હો જી.મનુષ્યા ઝાડ થઈને રે વાલીડા, વનમાં ખૂરશો હો જી. અને ખાવા પડશે કુહાડી કેરા રે માર, ડાળે ને પાંખડીએ રે પંખીડા માળા ઘાલશે હો જી.મનુષ્યા ગુરુને પ્રતાપે રે જેઠીરામ બોલિયા હો જી, ને જેઠીરામ ઘટ રે ગંગાજી કેરો રે દાસ મનુષ્યા,
(૩૫) (રાગ : મિશ્ર માઢ - તાલ કેરવા) આપ સ્વભાવમેં રે, અબધુ સદા મગન મેં રહના, જગત જીવ હૈં કર્માધીના, અચરિજ કછુઆ નલીના. આપ૦ તુમ નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસમે, અવર સર્બ અનેરા. આપ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org