SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત અને ભગવાન ૧૨ ૨. શાસ્ત્ર એ પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર એ પુણ્ય ઉપાર્જન થવાનું કારણ છે, શાસ્ત્ર એ સર્વ (પદાર્થ)ને જણાવનાર ઉત્તમ ચક્ષુ છે, શાત્ર એ સર્વ હેતુઓને સિદ્ધ કરનાર સાધન છે, માટે ધર્મી જીવે નિરંતર શાસ્ત્રમાં યત્ન કરવો શ્રેયસ્કર છે. મોહરૂપી અંધકારવાળા આ લોકમાં શાસ્ત્રરૂપી પ્રકાશ જ પથપ્રદર્શક છે. શ્રી યોગસાઆભૂત-આચાર્યશ્રી અમિતગતિ ૩. અનુભવ સુખ ઉત્પત્તિ કરત, ભવભ્રમ ધરે ઉઠાઈ, ઐસી બાની સંતકી, જો ઉર ભેટે આઈ. શ્રી રામચરિતમાનસ-સંતમહિમાવર્ણન-૨૦ ૪. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચન્દ્રથી ઉજજવળ શુકલ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના ! શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક-પર આ અને આવા અનેકવિધ ગુણોથી અલંકૃત શાસ્ત્રોનું શ્રવણ કરવું, વાંચવું, સમજવું, શ્રદ્ધાન કરવું-એ ઇત્યાદિ અનેક પ્રકારે આવાં શાસ્ત્રોનો સર્વતોમુખી પરિચય કરીને તેના અવલંબનથી પોતાના ભાવોની વિશુદ્ધિ કરવી એ ભક્તજનોને પરમ કલ્યાણકારી છે. આ પ્રકારે ભક્તજનોને પ્રારંભિક ભૂમિકાઓમાં અવલંબનરૂપ એવા શ્રી દેવ-ગુરુ અને શાસના સ્વરૂપનું સામાન્ય કથન પૂર્ણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy