________________
લઘુતા
૫૪
કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.
–શ્રીમદ્ રાજચન્દ્ર ઃ ૨૬૪-૫, ૧૪
(રાગ ધનાશ્રી) (૬) તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારી રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે.
ગિરુઆરે ગુણ તુમ તણા. –શ્રીમદ્ યશોવિજયજી મહારાજકૃત મહાવીર સ્તવન
(રાગ ખમાજ-તીન તાલ) (૭) મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે. મારી નાડો વિશ્વેશ્વર શું હજી વિસારી, બાજી હાથ છતાં કાં હારો; મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે. મારી નાડo કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી નાડo (બ) વિશ્વાસ : જોકે ભક્તિમાર્ગની આરાધના કરતી વખતે સર્વત્ર પ્રભુમાં વિશ્વાસ તો જરૂરી છે જ, પણ આ કક્ષાએ વિશ્વાસ તેની ચરમસીમાએ પહોંચે છે. અહીં, ભક્તજન થાકી જઈને જાણે કે પ્રભુ કે સદ્દગુરુના ખોળે જઈ બેસે છે, જેમ કોઈ બાળક બહારથી રમી આવીને, થાક્યો પાક્યો થઈ માતાના ખોળામાં જઈ પડે તેમ. જેમ બાળકને માતામાં અતૂટ વિશ્વાસ છે કે તેણી તેના પર હેતથી હાથ ફેરવી તેનો થાક ઉતારશે અને ખાવાપીવાનું આપશે તેવો જ – પણ તેથી અનેકગણો વધારે - વિશ્વાસ ભક્તને ભગવાનમાં છે. એક લૌકિક સજ્જન પણ જો શરણાગતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org