________________
સમતા – એક્તા
૭૬
ક્ષમાવાન, સંતુષ્ટ, યત્નવાન, દઢ નિશ્ચયી અને પ્રભુ પ્રત્યે અર્પણતાવાળા હોય, જે લોકોથી ડરતા નથી અને લોકો જેનાથી ડરતા નથી, જે ભય, હર્ષ, ઈષ્ય અને સર્વ આરંભોના ત્યાગી હોય તથા જે હર્ષ, દ્વેષ, શોક અને આકાંક્ષાથી રહિત અને શુભાશુભ (કર્મો)ના ત્યાગી હોય તથા જે શત્રુ મિત્રમાં, માન-અપમાનમાં, ઠંડી-ગરમીમાં, સુખ-દુઃખમાં તથા સ્તુતિ-નિંદામાં સમતાવાન હોય તથા નિઃસંગ, સહજપણે સદૈવ સંતુષ્ટ, ગૃહરહિત અને સ્થિર બુદ્ધિવાળા હોય, તે ભક્તો ભગવાનને બહુ પ્રિય હોય છે.
–શ્રીમદ્ ભગવદ્ગીતા : અધ્યાય ૧૨૧૩થી ૧૯
(રાગ-ખમાજ, તાલ-ધુમાળી) (૨) વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ધ્રુ સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, ૧ સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. ૨ મોહમાયા વ્યાપે નહિ જેને, દઢવૈરાગ્ય જેના મનમાં રે, રામનામશું તાળી લાગી સકળ તીરથ તેના તનમાં રે. ૩ વણલોભી ને કપટ-રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org