________________
ભક્તિમાર્ગની આરાધના
થકો, પોતાની શુદ્ધિને અને ભક્તિનિષ્ઠાને વધારતો થકો તે હવે પરમાત્માનાં દર્શન પોતાના દેહદેવળમાં જ પામે છે. તેને, ભગવાન પોતાના હૃદયમાં જ પ્રગટેલા વારંવાર અનુભવમાં આવે છે, અર્થાત્ આ કક્ષાએ ભક્ત, ભક્તિ અને ભગવાનની ત્રિપુટીનો વિલય થતાં ભક્તિની સર્વોચ્ચ ભૂમિકાની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ દશાને જ પરાભક્તિ, અનન્યભક્તિ, એકત્વભક્તિ, સ્વરૂપભક્તિ, આત્મભક્તિ કે પ્રેમસમાધિરૂપ ભક્તિ કહેવામાં આવે છે.
૭૫
આવા ભક્તના રોમેરોમમાં એક સાત્ત્વિક આનંદ છવાઈ જાય છે. તેનું ચિત્ત પ્રસન્નતાથી ઊભરાઈ જાય છે, અને પોતાના પ્રિયતમની ઉપાસનામાંસેવામાં - તે પોતાના જીવનનો શેષ કાળ સમર્પણતાપૂર્વક વ્યતીત કરે છે. તેનું જીવન હવે એક સત્પુરુષનું - સાચા સંતનું - જીવન બની જઈ, વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણની એક દીવાદાંડી સમું શોભતું રહી અનેક મુમુક્ષુસાધક ભક્તોને આધ્યાત્મિક પ્રેરણાસ્રોત બની રહે છે.
ઉત્તમ ભક્તનું સ્વરૂપ : ઉત્તમ ભક્ત, ઉત્તમ જ્ઞાની અને ઉત્તમ યોગી આ ત્રણેય પ્રકારના મહાત્માઓના જીવનમાં તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં સમાનતા હોય છે. ભક્તના જીવનના વિકાસમાં સંવેદનશીલતાની મુખ્યતા હોય છે, જ્ઞાનીના જીવનના વિકાસમાં વિવેકની ઝળહળતી જ્યોતનું મુખ્યપણે દિગ્દર્શન થાય છે અને યોગીના જીવનના વિકાસમાં દઢપણે શાંતરસ અનુસારિણી જીવનપ્રક્રિયાની મુખ્યતા જોવામાં આવે છે. ગમે તે બાહ્ય પ્રકારની સાધનાપ્રણાલી વડે આ પરમાત્મતત્ત્વની ઉપાસના કરવામાં આવે, તે સઘળીય ઉપાસનાનું ફળ અંતરાત્માની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા છે. આ બે તત્ત્વોની પરમાર્થથી જ્યાં સિદ્ધિ છે ત્યાં ઉત્તમ અધ્યાત્મદશાની પ્રાપ્તિ હોય છે. છેલ્લે, આવી દશાને પામેલા પુરુષોનું જીવંત વ્યક્તિત્વ કેવું હોય છે તેનું જે વર્ણન પૂર્વે મહાત્માઓએ કર્યું છે તે જાણી, તેવા પુરુષોને તત્ત્વથી ઓળખી, તેમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી, સર્વ ભક્તસાધકો તેવી ઉત્તમ ભક્તદશાને પામવાનો પ્રયત્ન કરે તે જ ભાવના.
(૧) જેઓ જીવમાત્ર પ્રત્યે દ્વેષરહિત હોય, સૌ સાથે સમતાવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org