________________
૩૯
ભક્તિમાર્ગની આરાધના
અંતાપુર, સત્તા વગેરેનું સ્મરણ થાય છે તેવી રીતે પ્રભુ કે ગુરુનું નામ લેતાં તેમનાં જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સમાધિ, ક્ષમા, વૈરાગ્ય, પરમ સંયમ વગેરે ઉત્તમ ગુણોનું સ્મરણ વિવેકી ભક્તોને થાય છે. માટે જ નામજપનો કે મંત્રના જપનો મહિમા મહાપુરુષોએ નીચે પ્રમાણે કહ્યો છે :
(દોહરા) સિદ્ધનિકે સુખકો કહૈ, જાને વિરલા કોય, હમસે મૂરખ પુરુષકોં નામ મહાસુખ હોય. ધાનત નામ સદા જલ્પે, સરધાસો મનમાહિં, સિવવાંછા વાંછા વિના, તાકી ભવદુઃખ નાહિં. ધર્મવિલાસ ઃ સુખબત્રીસી : ૩૧-૩ર-કવિવર ઘાનતરાયજી
(દોહરા) પઢને કી હદ સમઝ હૈ, સમઝણકી હદ જ્ઞાન, જ્ઞાનકી હદ હરિનામ હૈ, યહ સિદ્ધાંત ઉર આન.
મહાત્મા કબીરદાસજી ૩. રામનામ ગતિ, રામનામ મતિ, રામનામ અનુરાગી, છે ગયે, હૈ, જે હોહિંગે આગે, તે ગનિયત બડભાગી.
વિનયપત્રિકા : ૪૬ : સંત તુલસીદાસ ૪. કહ નાનક સોઈ નર સુખિયા રામનામ ગુન ગાવે,
ઔર સકલ જગ માઈયા, નિરભય પદ નહિ પાવૈ. આ પ્રમાણે જયારે નામના રટણ અને જાપ દ્વારા નામી પ્રભુ-પરમાત્મા-સદ્ગુરુનું ચિંતન થવા લાગે અને એ રીતે જ્યારે ચિત્તમાં પ્રભુનું સ્મરણ સુસ્થિત બને ત્યારે ભક્તનો બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે જેનું નામ છે –
Jain Education International
nternational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org