________________
સંત-ભક્તોનાં ચરિત્રો
૧૧ ર
ક્રિયાઓમાં જ ધર્મ માનવો તે પ્રભુભક્તનું લક્ષણ નથી, પણ જીવનશુદ્ધિને અનુસરવું એ જ મુખ્ય ધર્મ છે એમ તેઓનું કહેવું છે, યથા–
(ઝૂલણા છંદ) " (i) જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
આતમારામ પરિબ્રહ્મ ન જોયો,. ભણે નરસૈયો તે તત્ત્વચિંતન વિના,
રત્નચિંતામણિ જન્મ ખોયો. (i) કુળને તજશે ને હરિને ભજશે,
સહેશે સંસારનું મહેણું રે, ભણે નરસૈયો હરિ તેને મળશે, બીજી વાતે વહાશે વહાણું રે.
(રાગ બરાજ-તાલ ધુમાળી) (i) વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.. મોહ માયા વ્યાપે નહીં જેને, દઢ વૈરાગ્ય જેનાં મનમાં રે, રામનામ-શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. નરસૈયો એક મહાન કવિ છે, રસસ્ત્રષ્ટા છે. છંદ લય-ભાષાનો જ્ઞાતા છે, ઉત્તમ સજ્જન અને ભક્ત છે, ક્રાન્તિકારી વિચારક અને સમર્થ ઉપદેશક છે, પરંતુ આવા બહુમુખી અને તેજસ્વી વ્યક્તિત્વની નિષ્પન્નતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org