________________
સંત-ભક્તોનાં ચરિત્રો
ઉપસંહાર
ધર્મપ્રચાર, સમાજસુધારણા અને સાધુસંગઠનમાં પણ તેઓએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમના મુખ્ય શિષ્યોમાં મુનિ શ્રી ચુનીલાલજી અને મુનિ શ્રી સંતબાલજી છે. વળી ભિન્ન-ભિન્ન સ્થળોમાં તેમણે પાઠશાળાઓ, પુસ્તકાલયો, ઉપાશ્રયો અને ઔષધાલયોની સ્થાપના માટે પ્રેરણા કરી છે, જેમાં લીંબડીનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય, બોરીવલીની જનરલ હોસ્પિટલ તથા શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર, અને અમદાવાદ તથા લીંબડીનાં જૈન વિદ્યાર્થીગૃહો, સાયલાનું પુસ્તકાલય, દવાખાનું અને પાઠશાળા વગેરે મુખ્ય છે.
૧૩૮
આમ, સમાજ અને સંઘનો પોતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે ઉપકાર કરનાર, સ્વ-પર-કલ્યાણરત શ્રી નાનચન્દ્રજી મહારાજ ગુજરાતના એક મહાન સાધક-સંત અને પ્રસિદ્ધ કીર્તનકાર થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org