Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan
Catalog link: https://jainqq.org/explore/004810/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રભાવક સ્તોત્ર શ્રી ભક્તામરનો ભક્તિમાર્ગ - મનુભાઈ દોશી Page #2 -------------------------------------------------------------------------- ________________ છે મહાપ્રભાવક સ્તોત્ર શ્રી ભક્તામરનો ભક્તિમાર્ગ સંપાદક – વિવેચક મનુભાઈ દોશી કકા જ્ઞાનદીપ પ્રકાશન ૧૫, શ્રીજી કોમ્લેક્ષ, એલિસબ્રીજ પો. ઓ. પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. etc............. – ----------------------------------- ------ " ક ર શો.org Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અને વિતરક : જ્ઞાનદીપ પ્રકાશન ૧૫, શ્રીજી કોમ્પ્લેક્ષ, એલિસબ્રીજ પો. ઓ. પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૬. ફોન : ૬૫૭ ૭૦ ૫૪, ૬૫૭૬૨ ૮૫ © મનુભાઈ દોશી પ્રથમ આવૃત્તિ : ૧૯૯૮ નકલ : ૧૦૦૦ મૂલ્ય : રૂા. ૬૦/ મુદ્રક : સાહિત્ય મુદ્રણાલય પ્રા. લિ. સીટી મીલ કમ્પાઉન્ડ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ - ૩૮૦૦૨૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રના લાખો ભક્તોના કરકમળમાં – તેઓની રાજ્ય - સ્વર્ગ કે મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ ની મનોકામના. તેમના યથાર્થ પુરુષાર્થ દ્વારા પૂર્ણ થાઓ તે અભ્યર્થનાસહ, ---- - - Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન પ્રભાવના માટે આ પુસ્તકની અગાઉથી નકલો નોંધાવનાર શુભેચ્છકોની યાદી ક્રમ નામ નકલ ૧૦૧ ૧૦૦ ૭૧ - ૪ જી \ જી ) જે જ ! ૨૦ ૧ ર ૧ મનુભાઈ રમણલાલ દોશી ૨ શેઠ વર્ધમાનભાઈ મોહનલાલ પરિવાર ૩ શૈલેષકુમાર બુદ્ધિલાલ દોશી ૪ શેઠ કુમારપાળ સુખલાલ પરિવાર ૫ શ્રી વિશ્વનંદીકર જૈનસંઘ (પાલડી) ૬ રમેશચંદ્ર કાંતિલાલ શાહ ૭ સ્વ. જેસીંગભાઈ મંગળદાસ શાહ ૮ જયસુખભાઈ આર. શાહ ૯ ચંદ્રકાંતભાઈ એચ. શાહ ૧૦ શેઠ રમેશચંદ્ર અમરચંદ ૧૧ શેઠ સુરેશચંદ્ર અમરચંદ ૧૨ શ્રી પાર્શ્વશાંતિ અરિહંત જૈનસંઘ (શ્રી રેવાસંઘ-વાસણા) ૧૩ બાબુલાલ ચીમનલાલ દોશી ૧૪ પ્રમોદચંદ્ર શાંતિલાલ દોશી ૧૫ ચીનુભાઈ હિંમતલાલ ચોક્સી ૧૬ જશવંતલાલ પરસોત્તમદાસ શાહ ૧૭ જૈમીનભાઈ હિંમતલાલ શાહ ૧૮ શેઠ મહેન્દ્રકુમાર જેંતીલાલ ૧૯ કેશવલાલ ચીમનલાલ શાહ પરિવાર ૨૦ અરવિંદકુમાર પોપટલાલ શાહ ૨૧ જયંતિભાઈ પી. શાહ (કલકત્તાવાળા) ૨૨ હર્ષદકુમાર રમણલાલ દોશી ૨૩ હિમાંશુભાઈ સી. શાહ ૨૪ શેઠ વિનુભાઈ અમરચંદ ૨૫ સંજીવકુમાર સી. શાહ ૨૬ સુનીલકુમાર સી. શાહ ૨૭ દીપેનકુમાર કે. શાહ ૨૮ ભરતભાઈ અમરચંદ શેઠ ૨૯ પ્રવિણચંદ્ર શાંતિલાલ ગાંધી ૩૦ ડાહ્યાભાઈ કરસનદાસ દોશી ૩૧ ચંપકલાલ સી. ચોકસી ૩૨ કાંતિલાલ સોમચંદ શાહ ૩૩ મંગળદાસ પ્રેમચંદ વોરા ૩૪ શૈલેષકુમાર બુધાલાલ શાહ ૩પ કૌશિકકુમાર કકલદાસ વોરા ૩૬ ધીરૂભાઈ સી. દોશી Private & Personal Use Only ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧0 ૧૦ ૧૦ ૧ ო ო ო ო ო ო Jain Educaton Internatio Page #6 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૧. ૨. 3. ૪. ૫. ૬. વિષય અનુક્રમણિકા અભિવાદન – સુનંદાબેન વોહોરા પ્રસ્તાવના – રમણીક શાહ લેખકના બે બોલ મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્ર શ્રી ભક્તામર બ્લોક પર વિવેચન સ્તોત્રની મહિમાવંતી કથાઓ શ્લોકના મંત્રવિધિ અને ફળ શ્રી ભક્તામર મહાપૂજન વિધિ પરિશિષ્ટ - ૧ શ્રી ભક્તામર સ્તોત્રના અન્ય ચાર શ્લોકનું વિવેચન Jain cation international પૃષ્ઠાંક ૧-૨૩ ૨૪-૧૭૦ ૧૭૧-૧૯૭ ૧૯૮-૨૧૦ ૨૧૧-૨૧૪ ૨૧૫-૨૨૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ અભિવાદન : સુનંદાબેન વોહોરા શ્રી મનુભાઈ દોશીએ હાર્દિક ભાવે આલેખેલા પૂ. આ. શ્રી માનતુંગસુરીશ્વરજી રચિત શ્રી ભક્તામરસ્તોત્રનો ભાવાનુવાદ આંશિકપણે જોવાનો લાભ મળ્યો. પવિત્રતમ, ગંભીર, વિશદ તથા ભક્તિરસથી સભર સ્તોત્રનો ભાવાનુવાદ કરવા માટે તેમનું અભિવાદન કરું છું. આમ તો ભાવાનુવાદ પૂર્વે પ્રસિદ્ધ થયા છે. પણ આ સ્તોત્રનો મહિમાજ એવો છે કે તેને વિષે યથાશક્તિ વ્યક્ત કરવાની કોઈને ભાવના થાય. આ પવિત્ર સ્તોત્ર તેના નામને સાર્થક કરે તેવું છે. જો કે તેનો મહિમા સવિશેષ ચમત્કારી છે. વાસ્તવમાં વિચારીએ તો તે ચમત્કારના આવિર્ભાવની પાછળ અતિ પવિત્રભાવની ભક્તિના સ્ત્રોતનું અગમ્ય વહેણ છે. જેના રટણથી કર્મની બેડીઓ તૂટે તેની પ્રતીતિનું એ પ્રદાન છે. નવસ્મરણમાં દરેક સ્તુતિ - સ્તોત્ર-મંત્ર વિગેરેનો મહિમા અભુત છે, છતાં તેમાં શ્રી ભક્તામર સ્તોત્રમાં ભક્તિ પ્રદાનતાની વિશેષતા છે. આચાર્યશ્રીને તેમાં ચમત્કાર માટેની કલ્પના પણ ન હોય, પરંતુ તે સહજપણે હૃદયના ઉદ્ગાર છે. પ્રથમ જિનેશ્વર આદિનાથ પ્રત્યેની અત્યંત પૂજનીયતા તેમાં પ્રગટ થાય છે. ભક્તિની નિર્મળતાનું સામર્થ્ય પણ અદ્ભુત છે કે બાહ્યપણે લોખંડની બેડી તૂટે અને અંતરંગમાં કર્મની ગ્રંથીને પણ તોડે. આવા અદ્ભુત સ્તોત્રનું જે રટણ કરશે, તેના ભાવાનુવાદનું મનન ચિંતન કરશે તેને અવશ્ય આત્મશ્રેય થશે. - મનુભાઈએ ભક્તિ-પ્રધાન શ્રી ભક્તામર સ્તોત્રના ભાવાનુવાદમાં ભક્તિની મુખ્યતા રાખીને યથામતિ તાત્ત્વિક પદાર્થો પણ રજૂ કર્યા છે. વળી તેમાં જીવનને બોધરૂપ કેટલાક વ્યવહારૂ દ્રષ્ટાંતો પણ મૂક્યા છે જેથી વાચક વર્ગ પોતાની રુચિ પ્રમાણે આત્મલાભ લઈ શકે. તેમનો આ પરિશ્રમ ધન્યવાદને પાત્ર છે. પ્રભુ તેમને આવા સત્કાર્યો કરવાની શક્તિ આપે. તેઓની આધ્યાત્મિક ભાવના અનુમોદનીય છે. આચાર્યશ્રીએ આ સ્તોત્રનો સાર ૪૪મી ગાથામાં ભરી દીધો છે. “હેજિનેશ્વર મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગૂંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારી સ્તોત્રરૂપી માળાને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે તે ચિત્તની ઉન્નતિવાળા પુરુષને અથવા માનતુંગસૂરિને, કોઈને વશ નહિં થયેલી એવી રાજ્ય - સ્વર્ગ અને મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” શુભભાવના સાથે, For Private & Personal Us સુનંદાબહેન વોહોરાainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભક્તોને અમર બનાવતું સ્તોત્ર જિન ભગવંતોએ મોક્ષમાર્ગના ત્રણ સોપાનો પ્રબોધ્યા છે. (૧) સમ્યફ દર્શન (૨) સમ્યફ જ્ઞાન અને (૩) સમ્યફ ચારિત્ર. આ ત્રણમાંથી પસાર થઈને જીવ મુક્ત થાય છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. પહેલું સોપાન છે સમ્યફ દર્શન. સમ્યક દર્શન એટલે સાચી દષ્ટિ, સાચી શ્રદ્ધા, વિવેકપૂર્ણ શ્રદ્ધા. જિન ભગવંતોએ જગતનું જે યથાર્થ નિરૂપણ કર્યું છે તે યથા તથ તત્ત્વોમાં શ્રદ્ધા અને પ્રતીતિ. આ સંપૂર્ણ પ્રતીતિની શરત પૂરી થતાં જે જ્ઞાન થાય છે તે સાચું જ્ઞાન થાય છે. તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે સમ્યફ જ્ઞાન. અને પછી તે જ્ઞાનાનુસાર ક્રિયા એટલે સમ્યક ચારિત્ર. આમ, સમગ્ર માર્ગ મોક્ષ પ્રતિ પ્રયાણ કરાવે છે. તો, સમ્યક દર્શન વિના આગળ ચલાય તેમ નથી. આ સમ્યક્ દર્શન આવે ક્યાંથી? કં તો કુદરતી રીતે, કં તો બાહ્ય નિમિત્તથી – ત્રિસાધના || (તત્ત્વાર્થ સૂત્ર, ૧.૩) સમ્યફ દર્શનની પ્રાપ્તિના બાહ્ય સાધનોમાં સૌથી અદ્ભુત અને અનુપમ સાધન છે “ભગવદ્ ભક્તિ”. સંયમ અને તપશ્ચરણ કઠિન માર્ગો છે, જ્યારે ભક્તિનો માર્ગ સરળ છે. એટલે જ પ્રબુદ્ધ આચાર્યોએ જનસામાન્યને માટે જિનપૂજા, જિન-સ્તુતિ અને જિન-ગુણ સંકીર્તનનો ઉપદેશ આપ્યો છે. જિનસ્તુતિ દ્વારા મનુષ્ય જિનના ગુણોનું સંકીર્તન કરતાં-કરતો તન્મય બની જાય છે. અને તે ગુણોને ક્રમે આચરતો અંતે મુક્તિના માર્ગે પ્રયાણ કરી શકે છે. જૈન ધર્મમાં ઈષ્ટ દેવ છે જિનો-તીર્થકરો. તીર્થકરો વીતરાગ છે, તે કશું આપતા નથી અને છતાં તેમની સ્તુતિ કરનાર ઘણું પામી જાય છે. જૈન સાહિત્યમાં આથી જ સેંકડો નહીં બલ્ક હજારો સ્તુતિ સ્તોત્રો રચાયા છે. પ્રાકૃત ભાષામાં, સંસ્કૃત ભાષામાં અને ભારતની અનેક ભાષામાં અઢી હજાર વર્ષથી આવા સ્તોત્રો રચાતાં રહ્યાં છે. આ સ્તોત્રોમાં પણ જૈનોના હૃદયને ગમતું અદ્વિતીય સ્તોત્ર છે, આચાર્ય માનતુંગસૂરીએ રચેલું “ભક્તામર સ્તોત્ર”. ભક્તામર સ્તોત્ર સંસ્કૃત ભાષામાં છે. તે ૪૪(કે ૪૮) શ્લોકોનું બનેલું છે. પણ એના ૪૪ શ્લોકોમાં જે અક્ષર બ્રહ્મની લીલા છે, જે શબ્દોની ગરિમા છે, જે ભાવની ભંગિમા છે તે અનુપમ છે. શ્લોક શ્લોકે જૈન આચાર્યશ્રીના બંધનોની બેડીઓ કાપી નાંખી હતી તેમ તેનો શ્લોક શ્લોક સ્વાધ્યાય કરનાર ભક્તના કર્મના બંધનોને કાપી નાખવા સમર્થ છે. વસંતતિલકા જેવો વહેતોછંદ અને પ્રત્યેક શ્લોકમાં ગૂંથી લીધેલ અદ્ભુત Page #9 -------------------------------------------------------------------------- ________________ અર્થ ભક્તના અંતરને ઝકઝોરીને શુદ્ધ બનાવવા સમર્થ છે. આવું ભક્તામરસ્તોત્ર છઠ્ઠી-સાતમી શતાબ્દીમાં રચાયું ત્યારથી લાખો ભાવિકોના હૃદયને એના મંત્રગાનથી જ નિર્મળ કરતું આવ્યું છે. પણ એમાં રહેલ અનુપમ અર્થનો પણ એટલો જ વિસ્તાર છે. આ અર્થનો પાર પામવાનો પણ અનેક આચાર્યો, મુનિજનો અને વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત પુસ્તક આવો જ એક પ્રયત્ન છે. પરંતુ આ પ્રયત્ન કોઈ મુનિ કે વિદ્વાનો નથી પણ ગૃહસ્થ જીવનમાં રહીને અંતરથી સદા સાધક થવા મથતા એક સરળ સજ્જનનો છે. શ્રી મનુભાઈ દોશી સાચા અર્થમાં ખરેખર સાધક રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેમણે નિરંતર જ્ઞાન સાધનાનો એક લઘુયજ્ઞ આરંભ્યો છે. મનુષ્યોના શરીરના વીમા ઉતારતા-ઉતારતા તેઓને આત્માના વિમાની વધારે જરૂર લાગી. તેમાંથી શરૂ થઈ આધ્યાત્મિક ચિંતનની મથામણ અને પરિણામ સ્વરૂપે આપણી પાસે આવે છે આ પુસ્તક. આમ તો, શ્રી મનુભાઈ મારા બાલ સહાધ્યાયી હતા અને બચપણથી તેઓ સાહિત્ય રસિક અને કવિ હોવાનું મને સ્મરણ છે. તે જીવન વીમા નિગમમાં ડેવલપમેન્ટ ઓફિસર હતા ત્યારે તેમના સંગઠનમાં વિભાગીય મહામંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય હોવાના નાતે એક પ્રખર વક્તા તરીકે તેમની જોશીલી જબાન અને સિંહ ગર્જનાવાળી વાણી સાંભળવા દેશભરના તેમના સાથીઓ ઉત્સુક રહેતા. આ ઉપરાંત “નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પામિસ્ટ્રી એન્ડ એસ્ટ્રોલોજી”ના તેઓ આદ્યસ્થાપક અને “એસ્ટ્રોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ગુજરાતના મહામંત્રી હતા. તેમને વિવિધ સંસ્થાઓ દ્વારા જ્યોતિષની અનેક પદવીઓથી નવાજવામાં આવ્યા છે. પરંતુ ન્યાય વિજય વિદ્યોત્તેજક ટ્રસ્ટ દ્વારા આજ સુધી ગુજરાતમાં બે જ જ્યોતિષીઓનું બહુમાન કરવામાં આવ્યું છે તેમાં, ૧. શ્રી મનુભાઈ દોશી અને ૨. ગાયત્રી પંચાંગના કર્તા શ્રીરઘુનાથ શાસ્ત્રી. ફળાદેશ ઉપરની અદભુત પક્કડ અને સચોટતાના કારણે ટ્રસ્ટ દ્વારા તેમને “જ્યોતિષ ફલિત શિરોમણિ”ની પદવી આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. આમ શ્રી મનુભાઈની બહુમુખી પ્રતિભામાં સૌથી વધુ અનેરી વસ્તુ તેમનું આત્મચિંતન અને અધ્યાત્મ તરફની ખૂબ જ ઊંડી રુચિ છે. મારી જાણ પ્રમાણે છેલ્લા ૧૨-૧૩ વર્ષથી તેમણે અનેક સાધુ, સાધ્વીજી મહારાજને તત્ત્વજ્ઞાનના ઊંડા ગ્રંથોનો સ્વાધ્યાય કરાવ્યો છે. અને જ્યોતિષવિદ્યા પણ શીખવી છે. તેમનું ચિંતન વિશાળ ફલક ઉપર હોવાથી એક બાજુ, તત્ત્વાર્થ સૂત્ર અને Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશરહસ્ય જેવા અનેક ગ્રંથોનો સ્વાધ્યાય કરાવ્યો છે. તો બીજી બાજુ, સમયસાર જેવા નિશ્ચયનયના કઠિન ગ્રંથોનો પણ સ્વાધ્યાય કરાવ્યો છે. આ પુસ્તકમાં શ્રી મનુભાઈએ ભક્તામરના પ્રત્યેક શ્લોકની છણાવટ કરી તેમાં રહેલા રહસ્યને ખોલી આપવા પ્રયત્ન કર્યો છે. સ્તોત્રકાર આચાર્ય ભગવંતના શબ્દોમાં રહેલી નમ્રતા દ્વારા સામાન્ય જીવની ક્ષુદ્રતા અને વીતરાગ ભગવત વિશે વપરાયેલા શબ્દોમાંથી પ્રગટ થતી જિનેશ્વરદેવની ઉત્તમતાને તેમણે ક્રમે-કમે સરળ શબ્દોમાં સમજાવી છે. અને આમ, સમગ્ર સ્તોત્રનું સરળ શબ્દોમાં, સાથે જ પોતાના દ્રષ્ટાંત-દાખલાઓ આપીને, રહસ્યોદ્ઘાટન કર્યું છે. શ્રીમનુભાઈનું હૃદય એક ભક્તનું નિર્મળ હૃદયછે. આવા નિર્મળ આયના જેવા હૃદયમાં ઝીલાયેલા ભક્તામરસ્તોત્ર જેવા સર્વકાલીન ઉત્તમ સ્તોત્રનું પ્રતિબિંબ આ પુસ્તક દ્વારા અનેક ભાવિકો ઝીલશે અને લાભાન્વિત થશે તેની મને ખાતરી તા. ૨૮-૨-'૯૮ રમણીક શાહ અધ્યક્ષ, પ્રાકૃત – પાલિ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, Page #11 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે બોલ મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રની રચના કરીને તેના સમર્થ રચયિતા આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરિશ્વરજી એ સમગ્ર જૈનશાસન ઉપર પરમ ઉપકાર અને કરુણાની વર્ષા કરી છે. આ સ્તોત્ર ચારેય આમ્નાયમાં દરેક ઘરમાં અત્યંત લોકપ્રિય છે. આ સ્તોત્ર દ્વારા વ્યક્તિ પોતાની વિભિન્ન મનોકામનાઓને પૂર્ણ કરે છે, તો આત્માર્થી ભક્તિવંત બની સમર્પિત હૃદય દ્વારા અહંકાર શૂન્ય થઈ મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે. જૈન દર્શન એ પુરુષાર્થપ્રધાન દર્શન છે. આત્માની સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે. આમ છતાં જૈનદર્શને પણ ૧૫ ભેદે મોક્ષનો સ્વીકાર કર્યો છે. તેથી આ પડતા કાળમાં આત્મ કલ્યાણ માટે ભક્તિ માર્ગ એ રાજમાર્ગ છે. ભક્તિમાર્ગ સમર્પણનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. અહમ્ - મમત્વનો ત્યાગ કરીને પ્રભુને સમર્પિત થવાનો માર્ગ છે. વિકલ્પ એમ પણ કહી શકાય કે ત્રણ લોકના નાથ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનો મહિમા અને ભક્તિ, ભક્તના હૃદય અને રોમેરોમમાં જેમ - જેમ વધતા જાય તેમ-તેમ અહમ્ - મમત્વ સહજપણે છૂટતા જાય છે. આમ, જેના હૃદયમાં પ્રભુ વસે તેને સહજપણે સર્વત્ર ચારગતિના જીવમાં પ્રભુના દર્શન થાય છે. અને તેનું ભક્ત હૃદય સર્વ જીવો તરફ સમ્યફ - પણે આત્મગુણોથી વિભૂષિત એવો વ્યવહાર કરે છે. આવા ભક્તિમાર્ગને પામવા માટે, તે માર્ગે જવા માટે મહાપ્રભાવક શ્રી ભક્તામરસ્તોત્ર આ કાળમાં દરેક જીવ માટે પરમ ઉપકારી છે. આ સ્તોત્રના યથાર્થ ચિંતન, મનન અને ભક્તિ વડે ભક્તની મનોકામના આજેપણ આશ્ચર્યજનક રીતે પૂર્ણ થતી જોવાય છે. છેલ્લા ૧૨-૧૩ વર્ષથી આપણા સાધુ-સાધ્વીજી, મહારાજ સાહેબો સાથે સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલે છે. તેમાં તત્ત્વના ગ્રંથોનો સ્વાધ્યાય મુખ્યત્વે ચાલે છે. તાજેતરમાં વિક્રમ સંવત ૨૦૫૩ના ચાર્તુમાસ દરમ્યાન શ્રી ભક્તામર સ્તોત્રનો સ્વાધ્યાય શરૂ કર્યો. થોડાક જ શ્લોકના સ્વાધ્યાય પછી તે શ્લોકો ઉપર લઘુનિબંધ લખવાની અંતઃસ્કુરણા થઈ. આંખોનું તેજ અત્યંત ક્ષીણ હોવાથી શ્રુતલેખન દ્વારા અન્ય વ્યક્તિ પાસે પ્રથમ ૩ શ્લોક ઉપર લઘુનિબંધ તૈયાર કરી આપણા આચાર્ય ભગવંત, સાધુ સાધ્વીજી – મહારાજસાહેબ તેમજ અન્ય ચિંતકો, વિવેચકો વગેરેને તે વાંચવા આપતા તેમણે મને પ્રોત્સાહિત કર્યો અને આ ગ્રંથનું નિર્માણ થયું. મને પોતાને તત્ત્વના ગ્રંથોનો અભ્યાસ ઘણો ગમે છે. મારી કાર્યપ્રવૃત્તિનો સ્વાધ્યાય એક ભાગ છે. આમ છતાં મારું હૃદય કવિનું છે અને છેક બાલ્યાવસ્થાથી ભક્તિમાર્ગ તરફ મને અનન્ય આકર્ષણ છે. આ સ્તોત્ર ઉપર લઘુ નિબંધ લખવાની Page #12 -------------------------------------------------------------------------- ________________ અંતઃસ્કુરણા એટલા માટે થઈ કે શ્રી ભક્તામરસ્તોત્રના લગભગ તમામ ગ્રંથોમાં મને ક્યાંય શ્લોકના ભાવાર્થ ઉપર વિવેચન જોવા મળ્યું નથી, તેથી સરળ ભાષામાં ભક્તિભાવવાળા હૃદયમાંથી સહજ પણે જે ઉદ્ગાર નીકળ્યા તે લઘુનિબંધરૂપે આ ગ્રંથમાં આલેખાયા છે. દરેક શ્લોક ઉપરનો લઘુનિબંધ એક જ બેઠકે સીધા શ્રુતલેખન દ્વારા લખાવાયો છે. હું માનું છું કે આ પ્રકારનો લઘુનિબંધવાળો ગ્રંથ શ્રી ભક્તામરના આરાધકોને ઉપયોગી થશે.આ ગ્રંથમાં જે લખાણ છે તે હૃદયની નૈસર્ગિક ભાવ ઊર્મિઓ છે, તેથી લખાણમાં ક્યાંય લાંબું કે ટૂંકું જણાય તો ક્ષમ્ય ગણવા વિનંતી છે. વળી, આ શ્રુતલેખન પણ વિવિધ વ્યક્તિઓ દ્વારા લખાયું અને તેના મુફ રીડીંગમાં પણ વારંવાર મુફરીડર બદલાતા રહ્યા. આમ આ પ્રકારની કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરી આ ગ્રંથ લખાયો છે. તેથી ઘણી તકેદારી રાખવા છતાં ભાષાશુદ્ધિમાં કે વિચારોમાં ક્યાંય ક્ષતિ રહી હોય તો દરગુજર કરવા સાથે અમારું ધ્યાન અવશ્ય દોરવા વિનંતી છે. આ પુસ્તકના લેખનમાં મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમનો સાથ - સહકાર, હૂંફ, પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યા છે તે સહુનો હું અત્યંત ઋણી અને આભારી છું. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકરસુરિશ્વરજી મહારાજ સાહેબ, પ.પૂ. મુક્તિદર્શન વિજયજી મહારાજ સાહેબ વગેરે ગુરુજનો આ સંદર્ભમાં મારા વિશેષ પરમ ઉપકારી છે અને હું તેમનો ઋણી છું. આ ઉપરાંત પ.પૂ. નગીનભાઈ, પ.પૂ. ગોકુળભાઈ, તથા પ.પૂ. સુનંદાબેન વહોરા વિ. પણ મારા ઉપકારી છે અને તેમનો હું ખૂબ જ આભારી છું. ગુજરાત યુનિર્વસિટીના પ્રાકૃત અને પાલી વિભાગના અધ્યક્ષ ડૉ. આર. એમ. શાહ, વિધિકાર શ્રી જશુભાઈ શાહ, મારા પરમમિત્ર દેવેન્દ્રભાઈ ભટ્ટ, તથા અધ્યાત્મપ્રેમી શ્રી રમણભાઈ જેમણે આ ગ્રંથના પ્રારંભથી પૂર્ણ રસ લીધો અને દેવેન્દ્રભાઈએ તો અંતિમ વાચન કરી આ પુસ્તકને આખરી ઓપ આપ્યો છે. આ બધા પરમમિત્ર હોવાથી તેમનો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું? ધર્મધારાના તંત્રી ડૉ. મનહરભાઈ શાહ, સુઘોષાના તંત્રી શ્રી અશ્વિનભાઈ શાહનો પણ હું આ તકે આભાર માનું છું. તેમણે મારા આ લેખનકાર્યમાં રસ લેવા ઉપરાંત ઉપરોક્ત બન્ને સામયિકોમાં આ સ્તોત્રના શ્લોક ઉપરના લઘુનિબંધને પ્રસિદ્ધ કરી મને વિશેષ આભારી કર્યો છે. આ પુસ્તકના પ્રકાશનમાં ભાઈશ્રી ચિંતન લાખિયા જે મારા ગાઢ સ્નેહી અને પુત્ર સમાન છે, તેમણે કોમ્યુટર ઉપર ડી.ટી.પી. વર્કમાં ખૂબજ ભારે જહેમત ઉઠાવી અમારા વારંવારના સુધારાઓને મઠારીને આ પુસ્તકનું ઉત્કૃષ્ટ ટાઈપસેટીંગ કામ કર્યું છે, તે માટે તે ધન્યવાદને પાત્ર છે. સાહિત્ય મુદ્રણાલયે જે Page #13 -------------------------------------------------------------------------- ________________ ચીવટ અને કાળજીપૂર્વક પુસ્તકને પ્રકાશિત કર્યું છે તે માટે મારા પરમ સ્નેહી મિત્ર શ્રી શ્રેયસભાઈ પંડ્યાનો પણ હું ખૂબ આભારી છું. આ ઉપરાંત આ પુસ્તકના પ્રકાશનમાં વિવિધ રીતે ઉપયોગી થનાર મારી ઓફિસના કર્મચારીગણ, મુફરીડર્સ, આર્ટીસ્ટ શ્રી અશ્વિનભાઈ પટેલ, શિલ્પી પ્રોસેસ ટુડીયોવાળા મારા પરમમિત્ર શ્રી ભરતભાઈ પટેલનો પણ હું આભારી છું. મારા કુટુંબીજનો અને સ્નેહસંબંધી, પરિચિતો અને શુભેચ્છકોએ આ પ્રકાશનમાં ભારે રસ દાખવી પુસ્તક પ્રસિદ્ધ થયા પહેલા અગાઉથી તેની નકલો નોંધાવી મને ભારે પ્રોત્સાહિત અને આભારી કર્યો છે. મારો સંકલ્પ આ ગ્રંથની ૧૦૦ થી વધુ નકલો સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને વહોરાવવાનો છે. હું અંગત રીતે ૧૦૧ નકલ આ રીતે જરૂર હોય ત્યાં આપનાર છે. અને મને શ્રદ્ધા છે કે મારો સંલ્પ પૂરો કરવામાં કોઈને કોઈ પ્રકારે સત - શ્રુતના આરાધકો તરફથી સહકાર મળી રહેશે. અંતમાં આ પુસ્તક ભક્તિમાર્ગનું છે. અંતરના ભાવોની અભિવ્યક્તિ છે. લઘુનિબંધદ્વારા આ પ્રકારે આ સ્તોત્રના દરેક શ્લોકના ઊંડાણમાં જવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. અંતરના બધા ભાવોને વાચા આપી શક્યો નથી. આમ છતાં, નિષ્ઠાપૂર્વકનો અને ભક્તિભાવવાળો મારો આ પ્રથમ પ્રયાસ છે. તેમાં રહેલી મારી ક્ષતિઓને ઉદારભાવે ક્ષમ્ય ગણવા વિનંતી છે. સાધકોને તેઓની આરાધનામાં આ ગ્રંથ જ્ઞાનદીપ બની રહે તેવી અંતરમાં બિરાજતા પ્રભુને પ્રાર્થના કરું છું. સમગ્ર ગ્રંથમાં જે કાંઈ સારું જણાય તે ગુરુકૃપા અને જિનભક્તિની પ્રસાદી છે અને જાણે અજાણે કોઈપણ પ્રકારે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો તે પરત્વે ત્રિવિધ-ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ સાથે ક્ષમા પ્રાર્થી છું. ૧૧, જીવનદર્શન સોસાયટી મનુભાઈ દોશી બેરેજ રોડ, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. તા. ૯-૪-૯૮ (મહાવીર જયંતિ) Page #14 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય તીર્થાધિરાજ શ્રી આદિશ્વર ભગવાન Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧. મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્ર ભક્તામર શ્લોક ૧ ભક્તામર પ્રણતમૌલિમણિપ્રભાણા, મુદ્દદ્યોતક દલિત પાપતમોવિતાનમ્ | સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાલમ્બનું ભવજલે પતતાં જનાનામ્ |૧|| દીપાવે જે મુકદમણિ ના તેજને દેવતાના, સંહારે જે અતિમિરને માનવોના સદાન; જે છે ટેકારૂપ ભવમહિ ડૂબતા પ્રાણીઓને, નિશે એવા પ્રભુચરણમાં વંદનારા અમોએ. / ૧ // ભાવાર્થ : ભક્તિવંત દેવોના નમેલા મુગટોને વિષે રહેલ મણિઓની કાંતિને ઉદ્યોત કરનારા પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર યુગની આદિમાં સંસારરૂપ સમુદ્રમાં ડૂબી રહેલા માણસોને આધારરૂપ જિનેશ્વર ભગવાનના ચરણયુગલને મન, વચન, કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરીને. !!! ભક્તામર શ્લોક ૨ ય: સંસ્તુતઃ સકલ વામય તત્ત્વબોધા, દુદ્દભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાર્થઃ | સ્તોૌર્જગતિયચિત્ત હરેદાર , સ્તોમ્બે કિલાકમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ / રા. જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે ઇન્દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવઆણી; ત્રિલોકીના જનમન હરે સ્તોત્રોમાંહિ અધીશ, તે શ્રી આદિ જિનવરતણી હું સ્તુતિ કરીશ. / // ભાવાર્થ : સકલ શાસ્ત્રોના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા દેવેન્દ્રોએ ત્રણે જગતના જીવોના ચિત્તને હરણ કરનારા અને મહાન અર્થવાળા ઉદાર સ્તોત્રો વડે જેમની સારી રીતે સ્તુતિ કરેલી છે; એવા પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ. //રા (૧) Page #17 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક 3 બુદ્ધયા વિનાઽપિ વિબુધાર્ચિત પાદપીઠ ! સ્તોતું સમુઘત મતિર્લિંગત ત્રપોઽહમ્ । બાલં વિહાય જલ સંસ્થિતમિન્દુ બિમ્બ - મન્ય: ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ॥૩॥ દેવો સર્વે મળી કરે પૂજના આપકેરી, મૂકી લજ્જા મતિહીન છતાં ભક્તિ મારી અનેરી; જોઈ ઇચ્છે ગ્રહણ કરવા પાણીમાં ચંદ્રને જે, નિશ્ચે એવી હઠ નહિ કરે બાલ વિના સહેજે. || ૩ || ભાવાર્થ : દેવોએ જેમના પાદપીઠને પૂજેલ છે એવા હે પ્રભુ ! તમારી સ્તુતિ કરવામાં મારી કાંઈપણ બુદ્ધિ નથી, છતાં પણ મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ પાણીમાં પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રના બિંબને વગર વિચાર્યે પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજો કોણ કરે? ।। ભક્તામર શ્લોક ૪ વસ્તું ગુણાન્ ગુણસમુદ્ર! શશાૐ કાન્તાન્, કસ્તે ક્ષમઃ સુરગુરુ પ્રતિમોઽપિ બુદ્ધયા? કલ્પાન્ત કાલ પવનોદ્ધત નક્રચક્ર, કો વા તરીતુમલમમ્બનિધિ ભુજાભ્યામ્? ||૪|| સદગુણોથી ભરપુર તમે ચંદ્રવત શોભનારા, દેવોના એ ગુરુ નવ શકે ગુણ ગાઈ તમારા; જે સિંધુમાં પ્રલય સમયે છળે પ્રાણીઓ રે, તેને ક્યારે પણ તરી શકે કોણ રે બાહુ જોરે. ॥૪ | ભાવાર્થ : હે ગુણના સાગર પ્રભુ ! ચંદ્ર જેવા ઉજ્જવળ તમારા ગુણોને કહેવા માટે બુદ્ધિ વડે બૃહસ્પતિ જેવો પણ કો વિદ્વાન સમર્થ છે? જેમકે પ્રલયકાળના વાયુથી જેમાં મગરમચ્છોના સમૂહો ઊછળી રહ્યા હોય એવા મહાસાગરને પોતાની બે ભૂજા વડે કોણ તરી શકે ? જેમ આવો સમુદ્ર તરવાને અશક્ય છે તેમ તમારા ગુણોનું વર્ણન કરવું અશક્ય છે.૪|| For Private & Cartonal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર બ્લોક ૫ સોડહં તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ ! કમ્ સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ । પ્રીત્યાત્મ વીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાન્યેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થમ્ || ૫ || એવો હું છું ગરીબજન તોયે પ્રભુભક્તિ કાજે, શક્તિ જોકે મુજમહીં નથી ગુણ ગાઈશ આજે; જો કે શક્તિ નિજમહીં નથી તોયે શું મૃગલાઓ, રક્ષા માટે નથી, શિશુતણી સિંહસામે જતાએ. || ૫ || ભાવાર્થ : હે મુનીશ્વર ! હું શક્તિરહિત છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ મૃગ પોતાનાં બચ્ચાનાં રક્ષણ માટે સિંહની સન્મુખ શું યુદ્ધ કરવા નથી દોડતો ? દોડે છે જ. સિંહ સામે મૃગનું પરાક્રમ હાંસીપાત્ર છે તેમ તમારું સ્તોત્ર ક૨વામાં હું હાંસીપાત્ર થઈશ. ॥ ૫ ॥ ભક્તામર શ્લોક ૬ અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ ધામ, ત્વદ્ ભક્તિરેવ મુખરી કુરુતે બલાત્મામ્ । યત્ કોકિલઃ કિલ મધૌ મધુર વિૌતિ, તચ્ચારુચૂત કલિકા નિકરૈકહેતુઃ ।।૬।। જો કે હું છું મતિહીન ખરે લાગુ છું પંડિતોને, તોયે ભક્તિવશ થકી પ્રભુ હું સ્તવું છું તમોને; કોકિલાઓ ટહુટહુ કરે ચૈત્રમાંહી જ કેમ? માનું આવે પ્રતિદિન અહા આમ્રનો મો૨ જેમ. ।। ૬ ।। ભાવાર્થ : હે સ્વામી ! હું અલ્પજ્ઞાનવાળો- જ્ઞાનરહિત છું, તેથી વિદ્વાનોમાં હું હાંસીપાત્ર છું, તો પણ તમારી ઉપરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવા વાચાળ બનાવે છે, તે યોગ્ય જ છે; કેમકે વસંતઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે. તેનું કારણ નિશ્ચે સુંદર આંબાના મ્હોરનો સમૂહ જ છે. (3) Page #19 -------------------------------------------------------------------------- ________________ આંબાના મ્હોર કોયલના મધુર સ્વરમાં કારણરૂપ છે તેમ તમારી ભક્તિ સ્તુતિમાં કારણરૂપ છે.દ ભક્તામર શ્લોક ૭ ત્વત્સસ્તવેન ભવસન્તતિસશિબદ્ધ, પાપં ક્ષણાૠયમુપૈતિ શરીર ભાજામ્ 1 આક્રાન્તલો કમલિનીલમશે માશું; સૂર્યાંશુભિમિવશાર્વરમન્ધકારમ્ જન્મોના જે બહુબહુ કર્યા પાપ તો દૂર થાય, ભક્તો કેરી પ્રભુગુણમહીં ચિતવૃત્તી ગૂંથાય; વિટાયું જે તિમિર સઘળું રાત્રિને વિશ્વમાંય, નાસે છે રે સૂરજ ઉગતાં સત્વરે તે સદાય. || ૭ || ભાવાર્થ : ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પ્રાણીઓનું પાપ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. જેમકે લોકમાં વ્યાપેલું અને ભ્રમર જેવું કાળું કૃષ્ણપક્ષની રાત્રિનું સર્વ અંધકાર પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી ભેદ પામીને નાશ પામે છે. ભાવાર્થ : જેમ સૂર્યોદય અંધકારના નાશનું કારણ છે તેમ જિનેશ્વર ભગવાનની સ્તુતિ પાપના નાશનું કારણ છે. II ભક્તામર બ્લોક ૮ મત્વતિ નાથ! તવ સંસ્તવનું મયેદ - મારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત્ । ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલે, મુક્તાફલઘુતિમુપૈતિ નનૂદબિન્દુ: 11911 એવું માની સ્તવન કરવાનો થયો આજ ભાવ, તેમાં માનું મનમહીં ખરે આપનો છે પ્રભાવ; મોતી જેવું કમળ પરનું વારિ બિંદુ જ જે છે, તેવી સ્તુતિ મનહર અહા સજ્જનોને ગમે છે. । ૮ ।। હરનાર છે. એમ માનીને Jain Education international ઉપર મુજબ તમારું સ્તોત્ર કરવું દુષ્કર છે તો પણ તે સર્વ પાપને ||૮|| For Private & Personal Only (૪) પણ મેં આ તમારું Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્ર રચવાનો પ્રયત્ન કર્યો છે તે તમારા જ પ્રભાવથી છે. વળી તે સપુરુષોના મનનું રંજન કરશે. કેમકે કમલિની પર પડેલ જળનું બિંદુ મોતીની શોભા પામે છે. તમારા પ્રભાવથી મારા જેવા મંદબુદ્ધિનું સ્તોત્ર પુરુષોને આનંદકારક થશે. [૮ ભક્તામર શ્લોક ૯ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ, વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ / દૂરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેછુ જલજાનિ વિકાસભાજ્જિ ||૯|ી. દૂર રાખે સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપો નાસે જગજન તણાં નામ માત્ર તમારાં; જો કે દૂર રવિ રહી અને કિરણોને પ્રસારે, તો યે ખીલે કમલદલ તે કિરણોથી વધારે. / ૯ //. ભાવાર્થ : હે સ્વામીનું ! સમસ્ત પ્રકારના દોષને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું માત્ર તમારી આ ભવ અને પરભવની ચરિત્રની કથા જ અથવા તમારું નામ સ્મરણ ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે. જેમ સૂર્ય તો દૂર રહે માત્ર તેના કિરણોની કાંતિ સરોવરમાં રહેલ કમળોને વિકસિત કરે છે. // ૯ || ભક્તામર બ્લોક ૧૦ નાયભુત ભુવનભૂષણ ભૂત ! નાથ! ભૂર્ત ગુર્ણભુવિ ભવન્તમભિ દ્વન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા, ભૂત્યાશ્રિત ચ ઈહ નાત્મસમે કરોતિ // ૧૦ના એમાં કાંઈ નથી નવીનતા નાથ દેવાધિદેવા, ભક્તો સર્વે પદપ્રભુ તણું પામતા નિત્યમેવ; લોકો સેવે કદી દાનીકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદતણી આપ જેવા જ થાય. // ૧૦ (પ) Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જગતના ભૂષણસમાન હે સર્વ જીવોના નાથ! આ પૃથ્વી પર તમને તમારા વાસ્તવિક સત્યગુણોથી સ્તુતિ કરનારાં પ્રાણીઓ તમારા જેવા થાય છે. તેમાં કોઈ પણ આશ્ચર્ય નથી કારણ કે આ જગતમાં જે કોઈ સ્વામી પોતાના સેવકોને પોતાના જેવી સમૃદ્ધિવાળા ન કરે તેવા સ્વામીથી શું ફાયદો? કાંઈ જ નહીં. અર્થાત્ તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો થઈશ એવો કવિનો આશય છે. /૧૦ ભક્તામર શ્લોક ૧૧ દૃષ્ટવા ભવન્તમનિમે જ વિલોકનીય, નાડન્યત્રા તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ: | પીવા પયઃ શશિકરઘુતિદુપ્પસિન્ધો , ક્ષાર જલ જલનિધે રશિતું ક ઈચ્છે ત્! ||૧૧|| જોવા જેવા જગમહીં કદી હોય તો આપ એક, બીજા સર્વે પદ પ્રભુતણુ પામતાં નિત્યમેવ; પીધું હોય ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં જલધિજળને કો પીએ કેમ માનું ? / ૧૧ // ભાવાર્થ : હે પ્રભુ! સ્થિર દૃષ્ટિએ જોવા લાયક એવા આપને જોયા પછી માણસની દષ્ટિ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. જેમ ચંદ્રના કિરણ જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રના જળનું પાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે? અર્થાત્ કોઈ ન કરે. તીર્થકર ભગવાનનું દર્શન ક્ષીરસાગરના જળ જેવું છે અને અન્ય દેવોનું દર્શન લવણસમુદ્રના જળ જેવું છે. ||૧૧|| ભક્તામર બ્લોક ૧૨ હૈ : શાન્તરાગચિભિઃ પરમાણુભિન્દ્ર, નિમપિતસ્ત્રિ ભુવને ક-લલામભૂત ! તાવન્ત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યો ! યત્તે સમાનમપર ન હિ રુપમસ્તિ ||૧૨|| જે જે ઊંચા અણુજગતમાં ઠામ ઠામે પડ્યા છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા આપ માંહી જડ્યા છે; For Private sonal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આ પૃથ્વીમાં પરમ અણુઓ તેટલા માત્ર દીસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે. | ૧૨ / ભાવાર્થ : ત્રણ લોકના અદ્વિતીય અલંકાર તુલ્ય હે પ્રભુ! શાંત રસની કાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે એમ જણાય છે, કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું રૂપ દેખાતું નથી. જો તેવા પરમાણુ હોત તો તમારા જેવું બીજું રૂપ પણ મળત.l/૧રી/ ભક્તામર શ્લોક ૧૩ વાંક્વ તે સુરનરોરગ નેટ હારિકનિઃશે ખનિર્જિત જગત્રિાતયોપમાનમ્ ? બિલ્બ કલમલિનં ક્વ નિશાકરસ્ય ? યદ્રાસરે ભવતિ પાડુ પલાશકલ્પમ્ ||૧૩ી. જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવોના ને જનગણ તણા ચિતને ખેંચતી તે; થાતો ઝાંખો શશી પણ પ્રભુ આપના મુખપાસે, મેલા જેવો દિનમહીં અને છેક પીળો જ ભાસે. જે ૧૩ //. ભાવાર્થ : દેવ મનુષ્ય અને નાગકુમારના નેત્રને હરણ કરનારું તથા ત્રણે જગતની સમગ્ર ઉપમાને જીતનારું તમારું મુખ ક્યાં? અને કર્મ કલંકથી મલિન થયેલ ચંદ્રનું બિંબ ક્યાં? કે જે ચંદ્ર બિંબ દિવસે ફક્કા ખાખરાના પાંદડા જેવું થાય છે. અર્થાત તમારા મુખને ચંદ્રની ઉપમા આપીએ તે બરાબર નથી. || ૧૩ // ભક્તામર બ્લોક ૧૪ સપૂર્ણ મડલ શશી કલા કલાપશુભ્રા ગુણાસ્ત્રિભુવન તવ લäયન્તિ | યે સંશ્રિતાસ્ત્રિ જગદીશ્વરનાથમે કે, કસ્તાનિવારયતિ સભ્યરતો યથેષ્ટમ્ ૧૪ો. વ્યાપ્યા ગુણો ત્રિભુવન મહીં હે પ્રભુ શુભ એવા, શોભે સર્વે સકળ કળના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણાં આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીંતહીં જતાં કોણ રોકી શકે છે. ( ૧૪ | or Prival (9) For Private Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે ત્રણે જગતના ઈશ્વર ! પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજ્જવળ તમારા ગુણ ત્રણે જગતને વ્યાપીને રહેલા છે તે યોગ્ય જ છે. કેમ કે જેઓ અદ્વિતીય નાથને આશ્રયીને રહ્યા હોય તેમને ઇચ્છા પ્રમાણે કરતાં કોણ રોકી શકે? અર્થાત્ તમારા ગુણો ત્રણે જગતમાં પ્રસરેલા છે. જગતના સર્વ જીવો ભગવાનના ગુણોનું કીર્તન કરે છે. ૧૪ ભક્તામર શ્લોક ૧૫ કલ્પાન્તકાલમતા ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાઙનાભિનીતં માનપિ મનો ન વિકારમાર્ગમ્ । ચલિતાચલેન, કિં મન્દારદ્રિશિખર ચિલત કદાચિત્ ॥૧૫॥ ઇંદ્રાણીઓ ચલિત કરવા આદરે જો પ્રકારો, તોયે થાતા કદી નહીં અહા આપનેરે વિકારો; હાલે જોકે સકલ મહીંધરો કલ્પના વાયરાથી, ડોલે તોય કદી નવ અહા મેરુ એ વાયરાથી. ।। ૧૫ ।। ભાવાર્થ : હે પ્રભુ! દેવાંગનાઓએ શૃંગાર વગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહિ. તેમાં કોઈ આશ્ચર્ય નથી. કારણકે જેણે બીજા પર્વતોને કંપાવ્યા છે તે પ્રલયકાળનો પવન શું મેરુપર્વતના શિખરને કંપાવી શકે ખરો? નહીં જ. ।।૧૫।। ભક્તામર શ્લોક ૧૬ નિમવર્તિ૨૫વર્જિત તૈલપૂરઃ કૃત્નું જગાયમિદં પ્રક્ટીકરોષિ ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ ।।૧૬।। ક્યારે હોતા નથી કદી અહા ધૂમ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખુબી છે જ તેમાં; ના ઓલાયે કદી પવનથી હો કદીએ નમેરો, એવો કોઈ કેરો. ॥ ૧૬ | Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે નાથ ! હેષરૂપી ધુમાડા અને કાળદશારૂપી વાટ રહિત તથા સ્નેહરૂપી તેલ રહિત એવા તમે આ સમસ્ત ત્રણ જગતને પ્રકાશિત કરો છો. આ રીતે તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીવારૂપ છો. કેમ કે તમારા જ્ઞાનરૂપ દીપકને જેણે પર્વતોને ચલિત કર્યા છે. તે પ્રલયકાળનો પવન પણ કાંઈ કરી શકતો નથી || ૧૬ | ભક્તામર શ્લોક ૧૭ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય , સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગત્તિ ! નાખ્ખો ધરોદર નિરુદ્ધમહાપ્રભાવ: સૂર્યાતિશાયિ મહિમાડસિ મુનીંદ્ર! લોકે // ૧૭ જેને રાહુ કદી નવ ગ્રસે અસ્ત થતો નથી જે. આપ સૌને પ્રભુ રુપ રવિ તેજ લોકો મહીં જે; જેની કાંતિ કદી નવ હણે, વાદળાઓ સમીપે, એવો કોઈ અભિનવ રવિ આપનો નાથ દીપે. // ૧૭ છે. ભાવાર્થ : હે મુનીન્દ્ર! આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. કેમકે તમે કોઈપણ વખત અસ્ત પામતા નથી. રાહુ વડે ગ્રસિત થતા નથી. તત્કાળ એકી વખતે ત્રણે જગતને પ્રકાશિત કરો છો. તથા મેઘના મધ્યભાગ વડે તમારો મહાપ્રભાવ રોકાતો નથી. આથી તમને સૂર્યની ઉપમા આપવી યોગ્ય નથી. II૧૭ની ભક્તામર બ્લોક ૧૮ નિત્યોદય દલિતમોહમહાકાર, ગમ્ય ન રાહુ વદનસ્ય ન વારિકાનામ્ | વિભ્રાજવે તવ મુખાજમનલ્પકાન્તિ, વિદ્યોતજ્જગદપૂર્વ શશાબિચ્છમ્ // ૧૮. શોભે રૂડું મુખ પ્રભુતણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એવો મુખશશિ અહા હે પ્રભુ આપ કેરો, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો. || ૧૮ // For Private jersonal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે ભગવાન! તમારું મુખરૂપ કમળ અપૂર્વ અલૌકિક ચંદ્રબિંબની સમાન શોભે છે. કેમ કે તે નિરંતર ઉદય પામતું મોહરૂપ અંધકારને નાશ કરનારું, રાહુથી ગ્રસિત નહીં થનારું, મેઘથી આચ્છાદિત નહીં થનારું, ઘણી કાંતિવાળું અને સમગ્ર જગતને પ્રકાશિત કરનારું છે. તે ૧૮ || ભક્તામર બ્લોક ૧૯ કિં શર્વરી શશિનાડતિ વિવસ્વતા વા, યુ ખૂ—ખેÇદલિતેવુ તમસુ નાથ! નિષ્પક્ષ શાલિવન શાલિનિ જીવલો કે. કાર્ય કિજલધરે જંલ ભારનરૈઃ ૧૯ા અંધારાને પ્રભુ મુખરૂપી ચંદ્રમાં જો નસાડે, રાત્રે ચાંદો દિનમહીં રવિ માનવા તોજ આડે; જે ક્યારામાં શુભારીત વડે શાલિ પાકી અતિશે, તેમાં ક્યારે પણ નવગહા મેઘનું કામ દીસે. / ૧૯ // ભાવાર્થ : હે નાથ! તમારા મુખરૂપી ચંદ્રવડે પાપરૂપ અંધકારનો નાશ થાય છે? અથવા દિવસે સૂર્યનું શું કામ છે? કાંઈ જ નહીં, જે જીવલોક પાકેલી શાલિના વનવડે શોભતું હોય તો પછી જળના ભારથી નમી ગયેલા મેઘનું શું કામ છે? કાંઈ જ નહીં. ૧૯ો. ભક્તામર શ્લોક ૨૦ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિહરાદિષ નાયકે પુ ! તેજ: સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ, નૈવ તુ કાચશકલે કિરણા કુલેડપિ ૨૦ની જેવું ઊંચું પ્રભુમહીં રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહીં નવદીસે જ્ઞાન એવું રૂપાળું; જેવી કાંતિ મણિમહીં અહા તેજના જમાંથી તેવી કાંતિ કદી નવદીસે કાચની રે કદાપી. || ૨૦ || For Private Personal Use Only ૧ O) Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે પ્રભુ! અનંતપર્યાયવાળી વસ્તુને પ્રકાશ કરનારું જ્ઞાન-કેવળજ્ઞાન જે રીતે તમારે વિષે શોભે છે તે રીતે હરિ હર વિગેરે નાય કોને વિષે એવું શોભતું નથી. જેમકે જે પ્રકારે દેદીપ્યમાન મણિઓને વિષે તેજ મહત્ત્વને પામે છે તે પ્રકારે તેજસ્વ. કાચના ટુકડામાં મહત્ત્વ પામતું નથી. હરિ – હરાદિક દેવો વિર્ભાગજ્ઞાની છે. તે ૨૦. ભક્તામર બ્લોક ૨૧ મન્ય વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટપુ યેષુ હૃદયં ત્વયિ તો અમેતિ | કિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય , કશ્ચિન્મનો હરતિ નાથ! ભવાન્તરેડપિ ! ર૧// જોયા દેવો પ્રભુજી સઘળા તે થયું ઠીક માનું, જોયા તેથી તુજમહીં અહા ચિત્ત તો સ્થિર થાતું; જોયા તેથી મુજ મનમહીં ભાવના એ ઠરે છે, બીજો કોઈ તુજવણ નહીં ચિત્ત મારું હરે છે. . ર૧ || ભાવાર્થ : હે નાથ ! હરિહરાદિક દેવો જે મેં પ્રથમ જોયા તે સારું થયું એવું હું માનું છું કેમ કે જે હરિહરાદિક દેવોને જોયા છતાં મારું મન તમારે વિષે સંતોષને અનુભવે છે. વધુમાં તમને જોવાથી એ ફળ થયું કે ભવાંતરમાં પણ બીજો કોઈ દેવ મારા મનને સંતોષ નહિ આપી શકે, તમને જોયા એથી સંતોષ છે કેમકે તે સંતોષના પરિણામે ફરી બીજા દેવોને જોવાનું મન નહિ થાય. // ૨૧ // ભક્તામર શ્લોક ૨૨ સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાનું, નાન્યા સુત તદુપમ જનની પ્રસૂતા ! સર્વા દિશો દયાતિભાનિ સહસ્રરમ્િ, પ્રાચ્ચેવ દિનયતિ- ફુરદંશુજાલમ્ //ર રા/ સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહીં પુત્રને જન્મ આપે; નક્ષત્રોને વિધવિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિકિરણને પૂર્વ દિશા જ એક. | ૨૨ // " (૧૧) Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સેંકડો કરોડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે. પરંતુ તમારા જેવા પુત્રને બીજી કોઈ માતાએ જન્મ આપ્યો નથી. સર્વ દિશાઓ નક્ષત્રોને ધારણ કરેછે, પરંતુ પૂર્વ દિશા જ દેદીપ્યમાન કિરણોવાળા સૂર્યને જન્મ આપેછે. ।૨૨।। ભક્તામર શ્લોક ૨૩ ત્મામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ-, માદિત્યવર્ણમમાં તમસઃ પરસ્તાત્ ત્વામેવસમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીંદ્ર પન્થાઃ ||૨૩।। મોટા મોટા મુનીજન તે માનતા નાથ તો તે, અંધારામાં વિરૂપ સમા નિર્મળા આપ પોતે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે કદી બીજો માનો માર્ગ આથી. ॥ ૨૩|| ભાવાર્થ : હે મુનીન્દ્ર ! મુનિઓ તમને ઉત્કૃષ્ટ પુરુષરૂપે – પરમાત્મારૂપ સૂર્ય જેવી કાંતિવાળા નિર્મલ અને અંધકારથી દૂર રહેલા માને છે તથા તમને જ અંતઃકરણની શુદ્ધિ વડે પામીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે. સિદ્ધ થાય છે. આ સિવાય બીજો કોઈપણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી. મિથ્યાત્વી જીવ બહિરાત્મા કહેવાય છે. સમ્યક્ દૃષ્ટિ સકર્માજીવ અંતરાત્મા કહેવાય છે અને કર્મરહિત જીવ પરમાત્મા કહેવાય છે . ॥ ૨૩ ભક્તામર બ્લોક ૨૪ સ્વામવ્યયં વિભુમચિન્ત્યમસખ્યમાર્ઘ, બ્રહ્માણીમીશ્વરમનન્તમનઙ્ગ કેતુમ્ । યોગીશ્વર વિદિતયોગમને કર્મ કં, જ્ઞાનસ્વરૂપમમલં પ્રવદન્તિ સન્તઃ ||૨૪॥ સંતો માને પ્રભુજી તમને આદિ ને અવ્યયી તો, બ્રહ્મા જેવા અનધિ પ્રભુ કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છો, જ્ઞાની રૂપે વળી વિમળતા પૂર્ણ તત્ત્વ ભર્યા છો. ॥ ૨૪|| (૧૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે પ્રભુ! સંતજનો આપને ક્ષયરહિત, પ્રભુ, અચિત્ય, ગુણ સંખ્યારહિત, પહેલા તીર્થકર બ્રહ્મરૂપ ઈશ્વર, અનંત, કામનો નાશ કરવાને કેતુ સરખા યોગીશ્વર, યોગવેત્તા, અનેક, એક જ્ઞાનસ્વરૂપ તથા પાપમલથી રહિત કહે છે. ર૪ll ભક્તામર શ્લોક ૨૫ બુદ્ધત્વમેવ વિબુધાચિતબુદ્ધિ બોધાત્, – શÉરોડસિ ભુવનરાય શÉરતાત્ | ધાતાસિ ધીર ! શિવમાર્ગવિધર્વિધાનાતુ, વ્યક્ત ત્વમેવ ભગવદ્ ! પુરુષોત્તમોડસિ / રપપી દેવે પૂજ્યા વિમળમતિથી છો ખરા પૂજ્ય આપ, ત્રિલોકીને સુખ દીધુ તમે તો મહાદેવ આપ; મુક્તિ કેરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી સઘળા ગુણથી કૃષ્ણ આપ. // ૨૫ // ભાવાર્થ : દેવોથી પૂજાયેલા હે પ્રભુ! પદાર્થોમાં બુદ્ધિનો પ્રકાશ કરવાથી તમે જ બુદ્ધછો. ત્રણ ભુવનના પ્રાણીઓને સુખ આપનાર હોવાથી તમે જ શંકર છો. હે ધીર! મોક્ષમાર્ગની વિધિના બતાવનાર હોવાથી તમે જ ધાતા સર્જનહાર છો. હે ભગવાન! તમે જ પ્રગટ રીતે પુરુષોને વિષે ઉત્તમ હોવાથી પુરુષોત્તમ છો. |રપો. ભક્તામર બ્લોક ૨૬ તુભ્ય નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ! તુભ્ય નમઃ ક્ષિતિતલાલ ભૂષણાય ! તુભ્ય નમસ્ત્રિજગત: પરમેશ્વરાય. તુભ્ય નમો જિન! ભવોદધિશો ગણાય || રદી, થાઓ મારા નમન તમને દુ:ખને કાપનારા, થાઓ મારા નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારા નમન તમને આપ દેવાધિદેવા, થાઓ મારા નમન તમને સંસ્કૃતિ કાળ જેવા. / ર૬ |. ભાવાર્થ : હે નાથ! ત્રણ લોકની પીડા હરનાર તમને નમસ્કાર હો. હે પૃથ્વીના For Prive(93) rsonal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ નિર્મલ અલંકારરૂપ! તમને નમસ્કાર હો. હું ત્રણ જગતના પરમેશ્વર! તમને નમસ્કાર હો. હેજિનેશ્વર! ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર એવા તમને નમસ્કાર હો. |રદી ભક્તામર શ્લોક ૨૭ કો વિસ્મયોડી યદિ નામ ગુણે રશે ર્ષ – સ્તવ સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દો બ રુ પારા વિવિધ શ્રેય જા ત ગ વૈ : સ્વપ્રાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ || ર૭ા સર્વે ઊંચા ગુણ પ્રભુ અહા આપમાંહિ સમાયા, તેમાં કાંઈ નથી નવીનતા ધારીને છત્રછાયા; દોષો સર્વે અહીં તહીં ફરે દૂર ને દૂર જાયે, જોયા દોષો કદી નવ પ્રભુ આપને સ્વપ્રમાંયે. || ર૭ ભાવાર્થ : હે મુનીશ્વર! અમને એમ લાગે છે કે અન્ય સ્થળે આશ્રય નહિ મળવાથી જ બધા ગુણોએ તમારો આશ્રય કર્યો છે. એમાં શું આશ્ચર્ય ? તેમજ અનેક સ્થળે આશ્રય પામવાથી જેમને અભિમાન થયું છે તે દોષીએ કોઈ વખત, સ્વપ્રમાં પણ તમને જોયા નથી તેમાં પણ શું આશ્ચર્ય ? અર્થાત બધા ગુણોએ તમારામાં આશ્રય કર્યો છે. કેરી ભક્તામર બ્લોક ૨૮ ઉચ્ચ અશોકતરુસંશ્રિતમુન્મયૂખ - માભાતિ રૂપમમાં ભવતો નિતાન્તમ્ | સ્પષ્ટો લસકિરણ મસ્ત તમો વિતાન, બિલ્બ રવેરિવ પયોધર પાર્થવર્જાિ // ૨૮ ઊંચા એવા તરુવર અશોક પ્રભુ અંગ શોભે, જાણે આજે રવિરૂપ ખરું દીપ, છેક મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય, નિરો પાસે ફરી ફરી વળ્યાં વાદળાંરૂપ તોયે. / ૨૮ // ભાવાર્થ : હે ભગવાન! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું તમારું દેદીપ્યમાન નિર્મલરૂપ મેઘ મંડલની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહને (૧૪) Page #30 -------------------------------------------------------------------------- ________________ નાશ કરનાર એવા સૂર્યના બિંબ જેવું ખૂબ જ શોભે છે. તે ૨૮ ! ભક્તામર બ્લોક ૨૯ સિંહાસને મણિમયૂખશિખાવિચિત્રો, વિભ્રાજવે તવ વપુઃ કનકાવદાતમ્ | બિમ્બ વિયદિલસદંશુલતાવિતાન, તો દયાદ્રિશિરસીવ સહસ્રરમે : ૨૯ રત્નોકેરા કિરણ સમૂહે ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન પર પ્રભુ આપનો દેહ રાજે; વિસ્તાર છે રૂપ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઊંચા ઊંચા ઉદયગિરિના શિખરે તેમ માનું. / ૨૯ || ભાવાર્થ : હે ભગવાન્ ! રત્નના કિરણોના અગ્રભાગથી વિવિધરંગવાળા સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવું સુંદર શરીર ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપર જેનાં કિરણોનો સમૂહ આકાશમાં શોભી રહ્યો છે એવા સૂર્યના બિંબ જેવું શોભે છે. |૨૯ો ભક્તામર બ્લોક ૩૦ ફ દાવદાચ લચામરચાશો ભં, વિભ્રાજવે તવ વપુઃ કલધૌતકાન્તમ્ | ઉદ્યચ્છશાશુચિનિર્ઝરવારિધાર - મુચ્ચ સ્ત૮ સુરગિરિવ શાતકૌભમ્ II ૩૦ શોભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું, વિંઝે જેને વિબુધ જનતા ચામરો એમ માનું; દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય, મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય? | ૩૦ || ભાવાર્થ : મોગરાના ફૂલ જેવા સફેદ વીંઝાતા ચામરો વડે સુંદર શોભાને ધારણ કરનારું અને સુવર્ણ જેવી કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા પવિત્ર ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત મેરુ પર્વતની સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. તે ૩૦ || (૧૫) Page #31 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૧ છટાટાય તવ વિભાતિ શશાફેંકાન્ત - મુચ્ચે સ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ્ | મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ધ શોભે, પ્રખ્યાયિતુત્રિાજગતઃ પરમેશ્વરત્વમ્ || ૩૧il શોભે છશો ઉપરતો ઉજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિકિરણના તેજ ને દેવદેવા; મોતીઓથી મનહર દીસે છત્રી શોભા અનેરી, દેખાડે છે ત્રણ ભુવનની સ્વામીતા આપ કેરી. | ૩૧ // ભાવાર્થ : હે પ્રભુ! તમારા મસ્તક ઉપર ચંદ્રના જેવા મનોહર સૂર્યના કિરણોના પ્રતાપને ઢાંકી દેનાર, મોતીના સમૂહની રચનાથી વિશેષ શોભતાં ત્રણ છત્રો તમારું ત્રણ જગતનું સ્વામીપણું સૂચવે છે.' દેશના સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દુંદુભિ હોય જ છે એટલે અશોકવૃક્ષનું વર્ણન કર્યું તેમાં ઉપલક્ષણથી બાકીના ચાર પ્રાતિહાર્યનું વર્ણન થઈ ગયું સમજવું. // ૩૧ | ભક્તામર શ્લોક ૩૨ ઉદ્રિોમનવપટ્ટજપુન્નકાન્તિ, પલ્લસણખમયૂખશિખાભિરામ | પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્ત , પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પત્તિ // કરો સોના જેવા નવીન કમળો રૂપ શોભા ધરી છે, એવી જેના નખસમૂહની કાંતિ શોભી રહી છે; જ્યાં જ્યાં વિષે પ્રભુજી પગલાં આપ કેરાં ઠરે છે, ત્યાં ત્યાં દેવો કમલદલની સ્થાપના કરે છે. / ૩૨ // ભાવાર્થ : હે જિનેનદ્ર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળના સમૂહની કાંતિવાળા તથા ચોતરફ પ્રસરતા નખના કિરણોની શ્રેણીવડે મનોહર એવા તમારા બે ચરણ જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળોને રચે છે. ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેમના ચરણકમળ નીચે દેવતાઓ For Private 1 € )onal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણના નવ કમળો વખતો-વખત પરાવર્તન કરી રચે છે. / ૩૨ // ભક્તામર શ્લોક ૩૩ ઇન્દુ યથા તવ વિભૂતિભૂજ્જિનેન્દ્ર ! ધર્મો પદેશનવિધ ન તથા પરસ્ય | યાદ પ્રભા દિનકૃત પ્રહતાધકારા, તાદે કુતો ગ્રહગણમ્ય વિકાશિનો ડપિ //૩૩ દીસે એવી પ્રભુજી વિભૂતિ આપ કેરા ખજાને, દેતા જ્યારે જગતભરમાં ધર્મની દેશનાને; જેવી કાંતિ તિમિર હરતી સૂર્યકેરી દીસે છે, તેવી ક્યાંથી ગ્રગણ તણી કાંતિ વાસો વસે છે ? | ૩૩ // ભાવાર્થ : હે જિનેશ્વર! આ પ્રમાણે ધર્મોપદેશના સમયે જેવી તમારી વિભૂતિ હોય છે તેવી અન્ય દેવોની હોતી નથી કારણ કે સૂર્યની કાંતિ જે પ્રકારે અંધકારનો નાશ કરે છે તે પ્રકારે બીજા સર્વગ્રહો વિકસ્વર હોય તો પણ કરી શકે નહીં. ૩૩ી. ભક્તામર શ્લોક ૩૪ શ્નો તમંદાવિલ વિલો લ ક પ લ મૂલ - મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકો પમ્ | ઍ રા વ તા ભમિ ભ મ દ્ધ ત મા ૫ ત તું , દેવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્ //૩૪ll જે કોપ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદઝરણથી છેક ભીનું જ દીસે; આવો ગાંડોતૂર કરી કદી આવતો હોય સામે, તેને કાંઈ ભય નવ રહે હે પ્રભુ આપ નામે. / ૩૪ || ભાવાર્થ : હે ભગવાન! ઝરતા મદ વડે વ્યાપ્ત અને ચપળ તથા ગંડસ્થળને વિષે મન્દોન્મત્તપણે નમતા એવા ભમરાઓના ઝંકાર શબ્દથી જેનો કોપ વધી ગયેલો છે, એવા ઐરાવત હાથી જેવા મોટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોયા છતાં તમારા આશ્રિતોને - ભક્તજનોને લેશ પણ ભય થતો નથી. // ૩૪ || (૧૭) Page #33 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૫ I ભિન્નેભકુમ્ભગલદુજ્જવલશોણિતાક્ત - મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગઃ બદ્ધક્રમઃ ક્રમગતું હરિણાધિપોઽપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિત તે ।।૩૫|| જે હાથીના શિર મહીં રહ્યા રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યા ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદી આવતો જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી આપનું જે ગ્રહે છે. II ૩૫ || ભાવાર્થ : હે ભગવાન! વિદારેલા હાથીના કુંભસ્થળમાંથી પડેલા રુધિરથી ખરડાયેલા ઉજ્જવળ મોતીના સમૂહવડે પૃથ્વીને શોભાવનાર, ફાળ ભરવા માટે (બે પગ) ભેગા કર્યાછે, જેણે એવો સિંહ પણ પોતાની એક જ ફાળમાં આવેલા તમારા ચરણાશ્રિત સેવકને મારી શકતો નથી. * અર્થાત્ તમારા આશ્રિત સેવકને સિંહ પણ મારી શકતો થી. ।।૩૫।। ભક્તામર બ્લોક ૩૬ કલ્પાન્તેકાલપવનો દ્ધતવ6િકલ્પ, દાવાનલં જવલિતમુજ્જવલમુત્ફ લિગ્નમ્ । વિષં જિસુમિવ સમ્મુખમાપતi, ત્વશામકીર્તિનજલં શમયત્યશેષમ્ ॥૩૬॥ કલ્પો કે૨ા સમય પરના વાયરાથી અતિશે, ઉડે જેમાં વિવિધ તણખા અગ્નિકેરા ય મિષે; એવો અગ્નિ સમીપ કદીયે આવતો હોય પોતે, તારાં નામ-સ્મરણ જળથી થાય છે શાંત તો તે . ।। ૩૬ ।। ભાવાર્થ : હે ભગવાન! તમારા નામરૂપી કીર્તનજળ પ્રલયકાળના વાયુથી ઉદ્ધત થયેલા અગ્નિના જેવા જાજ્વલ્યમાન, ઊંચી ઉડતી જ્વાળાવાળા, ચોતરફ તણખા ઉડતા હોય તેવા અને સમગ્ર જગતને ગળી જવાને, બાળી નાખવાને ઇચ્છતા હોય તેવા દાવાનળને પણ શાંત કરી દે છે. (૧૮) Page #34 -------------------------------------------------------------------------- ________________ અર્થાત હે પ્રભુ! તમારું નામ ગ્રહણ કરવાથી અગ્નિના ઉપદ્રવો શાંત થઈ જાય છે. / ઉદી ભક્તામર શ્લોક ૩૭ રક્ત ક્ષણે સમદ કોકિલકંઠનીલ. ક્રોધો દ્વતં ફણિનમુલ્ફણમાપતખ્તમ્ | આક્રામતિ ક્રમયુગેન નિરસ્તશ - સ્વગામનાગદમની હદિ યસ્ય પુસઃ ૩૭ના કાળો કાળો અતિશય બની લાલ આંખો કરેલી, કો ધે પૂરો બહુવિધ વળી ઉછળે કેન જેની; એવો મોટો મણિધર કદી આવતો હોય સામે, નિત્યે થંભે તુરત અહિ તે પ્રભુ આપ નામે. // ૩૭ // ભાવાર્થ : હે પ્રભુ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની મંત્ર રહેલ હોય તે પુરુષ રક્તનેત્રવાળા મદોન્મત કોયલના કંઠ જેવા કાળા, ક્રોધથી છંછેડાયેલા, ઊંચી ફેણવાળા અને સન્મુખ દોડી આવતા એવા સર્પને પણ શંકા વગર પોતાના બે પગ વડે ઉલ્લંઘે છે. ' અર્થાત્ હૃદયમાં આપનું ધ્યાન ધરનારને ભયંકર સર્પ કશું કરી શકતા નથી. / ૩૭ / ભક્તામર શ્લોક ૩૮ વગ , ર ગ જગજિત ભીમ નાદ - માજ બલ બલવતામપિ ભૂપતીનામ્ | ઉઘ દ્િ વા કરમ યુ ખશિખા પવિદ્ધ , તત્કીર્તનાત્તમ ઈવાશુ ભિદામુપૈતિ //૩૮|| અશ્વો કૂદે કરિગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમરભૂમિમાં રાજતી જિતમિષે; ભદાયે તે તુરત પ્રભુજી આપના કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યના કિરણોથી. / ૩૮ // ભાવાર્થ : હે ભગવાન! તમારું નામ સ્મરણ કરવાથી જેયુદ્ધમાં યુદ્ધ કરતા ઘોડાઓ, હાથીઓના ગર્જારવ તથા મારો-મારોના યુદ્ધનાદો થતા હોય એવું બળવાન (૧૯) Page #35 -------------------------------------------------------------------------- ________________ રાજાઓનું સૈન્ય ઉદય પામતા સૂર્યના કિરણોના અગ્રભાગ વડે વિધાયેલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે. અર્થાત્ યુદ્ધમાં તમારું નામ સ્મરણ કરે તો શત્રુનું સૈન્ય પાછું હઠી જાય છે. [૩૮] ભક્તામર શ્લોક ૩૯ કુન્તાગ્રંભિશગજશોણિતવારિવાહ -, વે ગાવતારતરણાતુરયોધભીમ | યુદ્ધ જયં વિજિતદુર્જયજયપક્ષા, સ્વપાદપજવનાશ્રયિણો લભત્તે //૩૯ ભોંકાતા જ્યાં કરિ શરીરમાં લોહીધારા વહે છે, તેમાં હાલી અહીંતહીં અહા સૈનિકો તો રહે છે; જે સંગ્રામે નવ રહી કદી જિતકે રી નિશાની, લીધું જેણે શરણ તુજ તો હાર હોયે જ શાની ? || ૩૦ || ભાવાર્થ : હે ભગવાન! ભયંકર મગરના સમૂહપાઠીન અને પીઠ જાતિના મત્સ્યો અને ભયંકર દેદીપ્યમાન વડવાનળ સળગે છે, જેમાં આવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા તરંગોના મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલાં છે, એવા સાંયાત્રિક લોકો તમારું માત્ર સ્મરણ કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે ઇચ્છિત સ્થાને પહોચે છે. તમારું સ્મરણ કરે તો નિર્વિઘ્ન પાર પહોંચે છે. તે ૪૦ || ભક્તામર બ્લોક ૪૦ અસ્મોનિધૌ યુભિતભીપણનકચક્ર, પાઠીનપીઠભયદોબૂણવાડવાન્ની | રત્તરશશિખરસ્થિતયાનપાત્રા સ્ત્રાસ વિહાર ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ || ગી જ્યાં ત્યાં કુદાકુદ કરી રહ્યાં નકચક્રો કરે છે, જેમાં મોજાં અહીંતહીં બહુ જોરથી છળે છે; એવા અશ્વમહીં કદી અહા યાત્રિકો જો ફસાયે, સંભારે જો પ્રભુજી તમને ભીતિ તો દૂર થાય. li ૪૦ | (૨૦) Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે ભગવાન! ભયંકર મગરના સમૂહપાઠીન અને પીઠ જાતિના મત્સ્યો અને ભયંકર દેદીપ્યમાન વડવાનળ સળગે છે જેમાં આવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા તરંગોના મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલાં છે એવા સોયાત્રિક લોકો તમારું માત્ર સ્મરણ કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે ઇચ્છિત સ્થાને પહોંચે છે. તમારું સ્મરણ કરે તો નિર્વિબે પાર પહોંચે છે, ૪૦ ભક્તામર શ્લોક ૪૧ ઉદ્ભૂતભીષણ જલોદરભારમ્ભગ્ના, શોચ્યાં દશામુપગતાશ્રુતજીવિતાશા: | cત્પાદપ જરજો મૃતદિધ-દે હા, મર્યા ભવન્તિ મકરધ્વજતુલ્યરૂપા //૪૧ / અંગો જેના અતિશય વળ્યા પેટમાં વ્યાધિઓથી, જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; તેવા પ્રાણી શરણ પ્રભુજી આપનું જો ધરે છે, તેઓ નિશ્ચે જગતભરમાં દેવરૂપે ફરે છે. / ૪૧ || ભાવાર્થ : જેઓ ભયંકર જલોદર રોગ ઉત્પન્ન થવાથી વાંકા વળી ગયેલા શોક કરવા લાયક-દયા ખાવા જેવી દશાને પામેલા હોય અને જેમણે જીવનની આશા છોડી દીધી હોય એવા મનુષ્યો પણ તમારા ચરણકમળની રજરૂપી અમૃતને પોતાના શરીર પર ચોપડવાથી કામદેવના જેવા સ્વરૂપવાળા થાય છે [૪૧] ભક્તામર બ્લોક ૪૨ આપાદકઠ મુ શ્ર લ વે બ્રેિતા કા , ગાઢ બૃહત્રિગડકો ટિનિધૃષ્ટ જર્ધાઃ | ત્વશામ મામનિશ મનુજાઃ સ્મરક્ત, સઘઃ સ્વયં વિગતબન્ધભયા ભવન્તિ //૪રા. જે કેદીના પગમહીં અરે બેડીઓ તો પડી છે, માથાથી તે જકડી લઇને જાંઘ સુધી જડી છે; એવા કેદી મનુજ પ્રભુજી આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી છૂટથી તે ફરે છે. ૪૨ // (૨૧). Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળોથી બાંધેલા હોય અને જેમના સાથળો બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતા હોય એવા મનુષ્યો પણ છે સ્વામી! નિરંતર તમારા નામરૂપ મંત્રનું (ૐ ઋષભાય નમઃ ) સ્મરણ કરવાથી તત્કાળ પોતાની મેળે બંધનથી ભયરહિત થઈ જાય છે. ૪૨ ભક્તામર શ્લોક ૪૩ માદ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિસંગ્રામ-વારિધિ-મહોદર-બંધનોત્થમ્ । તસ્યાશ નાશમુપયાતિ ભયં ભિષેવ, યસ્તાવકું સ્તવમિમંમતિમાનધીતે ।।૪।। ગાંડા હાથી સિંહ દવ અને સર્વ શુદ્ધ થયેલી, અધ્ધિ કેરી ઉદર દરદે બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ મારું સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે. II ૪૩ || ભાવાર્થ : જે બુદ્ધિમાન મનુષ્ય તમારા સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધન એ આઠથી ઉત્પન્ન થયેલો ભય જાણે પોતે જ ભય પામ્યો હોય તેમ શીઘ્ર નાશ પામેછે. ૪૩ ભક્તામર શ્લોક ૪૪ સ્તોત્રસર્જ તવ જિનેન્દ્ર ! ગુણૈર્નિબદ્ધાં, ભક્ત્વા મયા રુચિ૨વર્ણવિચિત્રપુષ્પાન્ । ધત્તે જનો ય ઇહ કંઠગતામજä ; તં માનતુઙ્ગમવા સમુપૈતિ લક્ષ્મીઃ ।।૪૪) જેને ગૂંથી ગુણ ગણ રૂપે વર્ણ ફૂલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી; તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખેથી જગમાં માનતુંગી વરે છે. ॥ ૪૪ ॥ ભાવાર્થ : હે જિનેશ્વર! મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગૂંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપી માળાને આ જગતમાં (૨૨) Page #38 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે તે ચિત્તની ઉન્નતિવાળા પુરુષને અથવા માનતુંગસૂરિને કોઈને વશ નહીં થયેલી એવી રાજ્ય-સ્વર્ગ અને મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૪૪ો. (૨૩) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રી ભક્તામર સ્તોત્રનું વિવેચન ભક્તામર શ્લોક ૧ भक्तामर प्रणतमौलिमणिप्रभाणा, मुद्द्योतकं दलित पापतमोवितानम् । सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा वालम्बनं भवजले पततां जनानाम् ।। १ ।। ભાવાર્થ : ભક્તિવંત દેવોના નમેલા મુગટોને વિષે રહેલ મણિઓની કાંતિને ઉદ્યોત કરનારા પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર યુગની આદિમાં સંસારરૂપ સમુદ્રમાં ડૂબી રહેલા માણસોને આધારરૂપ જિનેશ્વર ભગવાનના ચરણયુગલને મન, વચન, કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરીને. // ૧// પ્રભુતરન્ની ભક્તિ અને સમર્પણના કારણે દેવોના મુગટના મણિઓ ઝળહળે છે! ચાર ગતિમાં ભ્રમણ કરતાં જીવોમાં મનુષ્ય અને દેવયોનિમાં વિરલ જીજ્ઞાસુઓ ઉત્તમ એવા મોક્ષસુખને ઝંખતા હોય છે. સંસારી મનુષ્યો અશાતા વેદનીયના વિપરીત પ્રસંગોમાં હારી થાકીને પ્રભુ સ્મરણનો આશ્રય લે એમ સામાન્ય રીતે જોવા મળે છે. શાતા વેદનીયના ઉદય અને પ્રસંગોમાં બહિરમનવાળો જીવ તેવા ઉદયને અને પ્રસંગોને અત્યંત રાગપૂર્વક મોહાંધ થઈને ભોગવે છે. આ દશા સંસારના સામાન્ય મનુષ્યોની અને દેવલોકમાં ઘણા દેવોની હોય છે. આ પ્રથમ શ્લોકમાં જે દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેઓ પરમાત્મા તરફ ભક્તિવંત છે. દેવયોનિના વિપુલ ઐશ્વર્ય અને પ્રચુર ભોગસામગ્રીની વચ્ચે પણ જે દેવોએ આ સુખોની નશ્વરતાનો યથાર્થ નિર્ણય કર્યો છે. અને આ દેવયોનિ પણ જે પુણ્યયોગે પ્રાપ્ત થઈ છે તે દેવગતિના સુખ અને પુણ્ય પણ વિનશ્વર છે. એટલું જ નહીં પરંતુ તે ભવભ્રમણના હતુરૂપ છે એમ જેણે જાણ્યું છે તેવા દેવોના ભક્તિપૂર્વક નમેલા (મસ્તકોનો) તેમના મુગટોને વિશે રહેલ મણિની કાંતિનો જે ઉલ્લેખ કર્યો છે, તેનું રહસ્ય એ છે કે આ ભક્તિવંત દેવો વિપુલ સુખ ઉપભોગની સામગ્રીની પ્રાપ્તિ છતાં (૨૪) & Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ તેમની રે -પરમાત્માની ભક્તિ તરફ છે. ભક્તિ એટલે પ્રભુ તરફની પ્રીતિ. પરમાત્માના અનંતા દિવ્યગુણોનો મહિમા જેમના હૃદયમાં યથાયોગ્ય રીતે વ્યાપ્યો છે તેવા દેવો સમર્પિત હૃદય વડે પ્રભુને નમસ્કાર કરે છે. પોતે ઊંચી ગતિમાં હોવા છતાં તેનાથી નિર્મોહી થઈને, અહંકારની શૂન્યતા હૃદયમાં ધારણ કરીને જ્યારે પરમાત્માને નમસ્કાર કરે છે, ત્યારે પોતાના આત્માની અંદર જે દિવ્યતા પ્રકાશિત થાય છે તે પરમાત્મા તરફના સમર્પણના કારણે છે. આ રીતે પરમાત્માના અનંતા દિવ્યગુણોને ભક્તિની ગંગામાં સ્નાન કરતાં તે દેવો જ્યારે (ઝીલે છે) ત્યારે પરમાત્માને નમન કરી રહેલા તે દેવોના) નમેલા મસ્તક ઉપર રહેલા મુગટના મણિ વગેરે રત્નો પરમાત્માની ભક્તિરૂપી, સમર્પણરૂપી સ્થિતિના કારણે દિવ્ય તેજથી દેદીપ્યમાન બની ઝળહળી રહ્યા હોય તેમ લાગે છે. હવે આ વાતને આપણે બીજી રીતે વિચારી શકીએ. પરમાત્મા તરફ દેવો કેવા ભક્તિવંત છે? એમ કહી શકાય કે, “ભક્તિતણા જ્યાં પૂર ઉમટે, મોતની પરવા નથી ” અથવા વિકલ્પ એમ કહી શકાય કે, “ ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ” આવી અત્યંત પ્રબળ ઝંખનાવાળા આત્માઓ જ પોતાના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને જે દેવો ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. તેમની ભક્તિની ઉત્કૃષ્ટતાનો ઉપર નિર્દેશ આપ્યો છે. આ દેવોની આવી ભક્તિમય સ્થિતિને આપણે અંતરાત્મદશા કહી શકીએ. બાહ્યસુખોની નિરર્થકતાનો નિર્ણય કરી અંતરાત્મદશા તરફ વળેલા અને પરમાત્મા તરફ ભક્તિવંત એવા દેવોના અંતરતજ જાણે કે પરમાત્માના અનંતા દિવ્યગુણોના તેજસ્વી અંશો તેમના હૃદયમાં પ્રતિબિંબિત થઈ તેની તેજ પ્રભા જાણે કે તેમના મુગટના મણિઓને શોભાવી રહી હોય તેમ જણાય છે. ભવાટવિમાં અટવાતા જીવોને આચાર્ય ભગવંતનું અભયવચન અને માર્ગદર્શન પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિથી જ આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી સ્પષ્ટ ફરમાવે છે કે મહાપુણ્યયોગે પ્રાપ્ત થયેલ દેવગતિના શાતા વેદનીય આપનારા સર્વોત્તમ સુખોની નિરર્થકતાનો નિર્ણય કરી જેમ દેવો પરમાત્મા ઋષભદેવ તરફ ભક્તિવંત અને સમર્પિત થયા છે. તેજ એકમાત્ર ઉપાદેય કરવા યોગ્ય કર્તવ્ય છે અને તે વિનાનું સઘળું હેય ત્યજવા (૨૫). Page #41 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે. આ રીતે જે કોઈ ભક્ત યથાર્થ નિર્ણય કરે છે અર્થાત્ ૫૨માત્માને સમર્પિત થાય છે, તેના માટે તે પાપરૂપી અંધકારનો નાશ થાય છે. જગતમાં સઘળા પરપદાર્થો – સ્ત્રી, પુત્ર, ધન, પરિવાર આદિ તેમાં જીવની આસક્તિ અને મોહબુદ્ધિના કારણે ડગલે અને પગલે પાપને વધારનારાં છે. અનાદિકાળથી ભવભ્રમણ કરતાં જીવને આ બધામાં આસક્તિ અને મોહ રહેલો છે. જે પાપરૂપી અંધકારને નિરંતર ઘનિષ્ઠ બનાવે છે અને અનાદિથી તે પ્રકારના સંસ્કાર દૃઢપણે ઘૂંટાતા જાય છે. વળી પોતાના માતા, પિતા, ભાઈઓ, બહેનો, કુળ, પરિવાર અને સમસ્તલોક આ પ્રવાહમાં જ બળવાન વેગથી તણાતો હોઈ પોતે પણ તે ગતાનુગતિક્તાને યથાર્થ ગણી સહજપણે અનુસરે છે. અને પોતે એમ જ માની બેસે છે કે આમાંથીછૂટવું કે મુક્ત થવું અત્યંત દુષ્કર છે. આવા મનુષ્યોને અને સમસ્ત લોકને પોકાર કરીને અત્યંત દ્રઢતાપૂર્વક અભયવચન આપતા હોય તે રીતે આચાર્ય ભગવંત ફરમાવે છે કે ૫રમાત્માને સમર્પિત થનારા માટે પ્રભુ પાપરૂપી અંધકારનો નાશ કરનાર છે અને સાચા શાશ્વત સુખનો માર્ગ બતાવનાર છે. સંસાર સમુદ્રની અંદર ડૂબી રહેલા જીવોને માટે જિનેશ્વર ભગવાન આધારરૂપ છે. આ સમસ્ત સંસાર રાગ, દ્વેષ અને અજ્ઞાનના પાયા ઉપર રચાયો છે. આસક્તિ અને મોહના કારણે સંસાર સમુદ્રની અંદર જીવ ડૂબી જાય છે. જેમ તરવૈયો તરવાની કળા જાણતો હોવાથી સમુદ્રમાં ડૂબતો નથી, જેમ હોડીમાં બેઠેલો માણસ નાવિક નાવ ચલાવતો હોવાથી સમુદ્રમાં ડૂબતો નથી. તેવી રીતે જે જીવ સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહેવાની કળાને જાણે છે અથવા જે જીવ જિનેશ્વર ભગવંતને સમર્પિત થઈ તેમનો આધાર લે છે તે સંસાર સમુદ્રને તરી શકે છે. આત્માનો સ્વભાવ અનુભવવાનો અને સમજવાનો છે. ત્રણેય કાળમાં શુદ્ધાત્મા સર્વથી ભિન્ન છે. પોતાના સ્વભાવથી બહાર આવી વિભાવમાં રમણતા કરતો જીવ સંસાર સાગરમાં ડૂબે છે. પરંતુ જળમાં જેમ કમળ રહે તેવી રીતે આત્માનુભવ થયા પછી જ્ઞાતા દૃષ્ટાપણે સંસારમાં રહીને સહજભાવમાં સંસાર તરી શકે છે. મુમુક્ષુ માટે જ્ઞાનયોગની આ વાત છે. તો ભક્તિવંત માટે જિનેશ્વર ભગવંતનો આધાર લઈ તેમના શ્રીચરણે પૂર્ણપણે સમર્પિત થઈ સંસાર સાગર તરી શકાય છે. આ રીતે જીવ કાં જ્ઞાતાદ્રષ્ટા થઈને કાં સમર્પિત ધઈને સંસાર સાગરને તરી શકે છે. (૨૬) Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ચરણયુગલને વંદન કરવાનું રહસ્ય પ્રથમ શ્લોકના અંતિમ ચરણમાં એમ કહેવાયું છે કે મન, વચન અને કાયાના યોગથી જિનેશ્વર ભગવંતના ચરણયુગલને જે નમસ્કાર કરે છે તે પરમાત્માને પામ્યા છે. ચરણ યુગલનો અહીં અર્થ એમ પણ ઘટાવી શકાય કે માર્ગ ઉપર ચાલનાર ચરણ એક જ દિશામાં એક પછી એક લયબદ્ધ રીતે ચાલે તો માર્ગ કપાય છે. તેમ જ્ઞાન અને ભક્તિરૂપી બન્ને ચરણના સંયોગે જિનેશ્વર પ્રભુના દર્શન કરી શકાય છે. બીજી રીતે એમ પણ ઘટાવી શકાય કે જે માર્ગ ઉપર ચાલીને પરમાત્મદશાને પ્રથમ જિનેશ્વર ભગવંત શ્રી ઋષભદેવે પ્રાપ્ત કરેલ તે ચરણયુગલ અર્થાત્ તેમણે પોતે જે રીતે દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય દ્વારા જે માર્ગ ઉપર ગમન કરી પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તે ચરણયુગલને અનુસરનાર પોતે પણ પરમાત્મદશાને પામી શકે છે. અહીં ગર્ભિત રીતે એમ પણ ઘટાવી શકાય કે જે મનુષ્ય પોતાનો એક પગ સંસાર તરફ પશ્ચિમમાં અને બીજો પગ પૂર્વ તરફ આત્મામાં રાખવાનો પ્રયાસ કરી બંને પગ દ્વારા પરસ્પર વિરુદ્ધ દિશામાં ચાલવા મથે તો પણ ચાલી શકતો નથી. તેથી આચાર્ય ભગવંત પ્રથમ શ્લોકના ચોથા ચરણમાં ભગવાનના ચરણયુગલને વંદન કરવાનું એ રીતે જણાવે છે કે પ્રભુ પોતે જે માર્ગે ચાલીને પરમાત્મપદને પામ્યા તેમના તે ચરણયુગલને અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યને સંપૂર્ણપણે લક્ષમાં લઈ મન, વચન અને કાયાના યોગથી જે વંદે છે, તેને જે સમર્પિત થાય છે અથવા તેને જે ગ્રહણ કરે છે તે પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. (૨૭). Page #43 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨ यः संस्तुतः सकल वाङ्मय तत्त्वबोधा, दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः ।। स्तोत्रैर्जगत्रितचित्त हरैस्दारैः, स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ।। २ ।। ભાવાર્થ : સકલ શાસ્ત્રોના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વડે ચતુર એવા દેવેન્દ્રોએ ત્રણે જગતના જીવોના ચિત્તને હરણ કરનારા અને મહાન અર્થવાળા ઉદાર સ્તોત્રો વડે જેમની સારી રીતે સ્તુતિ કરેલી છે; એવા પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ. //રા. પંડિત અને જ્ઞાનીનો તફાવત પ્રથમ શ્લોકમાં પરમાત્માના ચરણ યુગલને નમસ્કાર કરતાં ભક્તિવંત દેવોની સ્થિતિનો નિર્દેશ કરેલો છે. બીજા શ્લોકમાં આવા પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા સમસ્ત શાસ્ત્રોની વાત કરી છે. આ અર્થ ગંભીર જ્ઞાનપૂર્ણ સ્તોત્ર સમ્યગુ દર્શનને આપનાર મોક્ષમાર્ગ પ્રકાશક દીપક સમાન છે. તે કઈ રીતે (એમ) છે તેનો સંદર્ભ એ રીતે ઘટાવી શકાય કે શાસ્ત્ર માત્ર તેમાં આલેખાયેલા જે તે વિષયની માહિતી આપે છે. સકલ શાસ્ત્રોના અભ્યાસથી અને તેના ચિંતન મનનથી કોઈ પણ વ્યક્તિ ઉગ્ર પુરુષાર્થ કરી મહાન પંડિત બની શકે છે. જગતભરના વિદ્વાનોમાં યશ, માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે તે અત્યંત આદરણીય વ્યક્તિ પણ બની શકે છે પરંતુ અહીં જેનો ઉલ્લેખ કર્યો છે તે દેવેન્દ્રો છે. આ દેવેન્દ્રો મહાન પંડિત નથી. પરંતુ સકળ શાસ્ત્રોના અભ્યાસથી તેને યથાર્થ રીતે આત્મસાત કરીને પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ્ઞાન માહિતીનું જ્ઞાન નથી પરંતુ અનુભવનું જ્ઞાન છે. દેવલોકના સમસ્ત સુખોને પણ તૃણવત ગણી પોતાની સમસ્ત જ્ઞાનપ્રજ્ઞાના આધાર ઉપર ઉત્પન્ન થયેલી તેમની પ્રજ્ઞા અતિશય સુક્ષ્મ અને તીક્ષ્ણ છે. પોતે મહાન પુરુષાર્થ દ્વારા જે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. તેવા અનુભૂતિ સંપન્ન દેવેન્દ્રો પ્રથમ જિ ઘર ભગવંત ઋષભદેવ પરમાત્માની સ્તુતિ કરે છે. (૨૮) Page #44 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા સાથે દેવોની તુલના સમસ્ત શાસ્ત્રોના અનુભવ જ્ઞાનથી તીક્ષ્ણ પ્રજ્ઞા વડે જેમણે પરમાત્માનો યથાર્થ મહિમા જાણ્યો છે. શ્રી તીર્થંકર પ્રભુ કેવા અનંતાગુણોથી વિભૂષિત છે તેનું તેમના રોમે રોમમાં જ્ઞાન છે. અનંતાગુણોના ધારક એવા પરમાત્મા પાસે મહા ઐશ્વર્યથી યુક્ત દેવેન્દ્રોની સ્થિતિ અત્યંત પ્રકાશમાન સૂર્યની સામે આગિયાની સ્થિતિ હોય તેવી છે. પરમાત્મા તરફ તેઓ સમર્પિત છે, અભિભૂત છે અને એથી જ તેઓ તેમની સ્તુતિ કરે છે. ચતુર દેવો દ્વારા જીવોને સાચું માર્ગદર્શન જ્ઞાન વૈભવથી જેમની પ્રજ્ઞા તીક્ષ્ણ બનેલી છે. તેવા દેવેન્દ્રો ખરેખર અત્યંત પ્રજ્ઞાવાન છે. આવા બુદ્ધિમાન દેવેન્દ્રોની વિવેકશીલ નિર્મળતાની વાત શી કરીએ? મરડાના રોગીને અને તે પણ એવો રોગી કે જેનો રોગ ઘણાં લાંબા કાળથી ચાલ્યા કરતો હોય તેને ઉત્તમ દ્રવ્યોથી યુક્ત શુદ્ધ ઘીમાં બનાવેલ ગરમાગરમ શીરો પીરસવામાં આવે તો તે લેશમાત્ર હિતકર નથી અને આવા શીરાને પ્રસન્ન ચિત્તે રોગની ઉપેક્ષા કરી દરદી આરોગે તો તે તેના માટે કેટલો અહિતકર છે તે તો નિષ્ણાત અને અનુભવી વૈદ જ નક્કી કરી શકે. અહીં આ દ્રષ્ટાંત એટલા માટે પ્રસ્તુત કર્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનમાં ભવભ્રમણ કરતા જીવો આસક્ત અને મોહાંધ છે. આ જીવોની સ્થિતિ પેલા મરડાના દરદી જેવી છે, દેહાદિકથી માંડીને સ્ત્રી, પુત્ર પરિવાર ઇત્યાદિમાં, ધન વૈભવ, યશ, માન, પ્રતિષ્ઠા વગેરે સમસ્ત પદાર્થોમાં જેની એકત્વ બુદ્ધિ છે એવા તમામ આત્માઓ મરડાના દરદી જેવા છે. દેવો દ્વારા ભક્તિમાર્ગનો મહિમા ઉપર જણાવ્યું તેમ દેવેન્દ્રો મહા પ્રજ્ઞાવાન અને વિવેકશીલ છે. પોતે પણ એક સમયે મરડાના રોગી જેવી સ્થિતિમાંથી પોતાના અત્યંત પ્રબળ પુરુષાર્થ દ્વારા અને મહા પુણ્ય યોગે દેવેન્દ્ર સુધીની સ્થિતિએ પહોંચ્યા પછી સકલ શાસ્ત્રોના જ્ઞાનનું દહન કરીને પરમાત્મા તરફ અત્યંત ભક્તિવંત એવા દેવોએ પોતાની અનુભૂતિ વડે નિર્ણય કર્યો, કે જગતના સામાન્ય જીવોને આત્મપ્રાપ્તિનો ઉપાય તત્વજ્ઞાન દ્વારા વ્યવહારનય કે નિશ્ચયનય દ્વારા કે બીજી કોઈ પણ રીતે બતાવવો તે તો શીરો કે અન્ય સ્વાદિષ્ટ મીઠાઈ દ્વારા રોગીનો ઉપચાર કરવા બરાબર છે. જેમ કોઈ પણ (૨૯) Page #45 -------------------------------------------------------------------------- ________________ રોગમાં એક સુપથ્ય આહાર હોય છે, તેમ દેવેન્દ્રોએ ભક્તિપૂર્વક ત્રણે જગતના જીવોના ચિત્તનું હરણ કરવા માટે સ્તોત્ર રચના દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે અને સમસ્ત જગતના જીવો માટે આ સ્તોત્રો સુપથ્ય આહાર છે. અને તેજ ઉપચાર યથાર્થ હોવાનો ઇશારો કર્યો છે. આત્મજ્ઞાન કોને થાય? ભક્તિમાર્ગ રાજમાર્ગ છે. સ્તુતિ સ્તોત્રો શા માટે મહિમાવંત્તા છે ? આત્મજ્ઞાનને પ્રાપ્તિ સાથે શ્વેતાંબર આમ્નાયમાં જૈન દર્શને પંદર ભેદે મોક્ષનો સ્વીકાર કર્યો છે. મોક્ષની પ્રાપ્તિમાં સમ્યગુ દર્શનને મહત્ત્વપૂર્ણ પ્રાધાન્ય મળ્યું છે. સંબો સત્તરી નામના ગ્રંથમાં આનો સ્પષ્ટ નિર્દેશ છે. શ્લોક આ પ્રમાણે છે : सेयाम्बरो य आसम्बरो, बुद्धोवा अहवअन्नो । समभाव भावी अप्पा, लह ए मुखम न संदेहो । ભાવાર્થ : શ્વેતાંબર હો કે દિગમ્બર હો, બૌદ્ધ મતનો હો કે અન્ય કોઈ મતના હો પરંતુ જે આત્મભાવથી યુક્ત છે તે મોક્ષને પામે છે તેમાં કોઈ સંદેહ નથી. આત્મજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના અનેક ઉપાય અને સાધન છે. જપ, વ્રત, તપ, ભક્તિ, સ્વાધ્યાય, ચિંતન, મનન, ધ્યાન,શ્રવણ અને આ સિવાયનો કોઈ પણ ઉપાય કે કોઈ પણ માર્ગ જ્ઞાનમાર્ગ હો કે ભક્તિમાર્ગ - આત્મા જેને ગ્રહણ કરવો હોય તેને ગ્રહણ કરીને ભાવપૂર્વક આરાધે તો તે સમભાવ (સમ્યગ દર્શન) આપનાર અને મોક્ષ અપાવનાર છે. અને જો તે ભાવરહિત થાય તો તે ભવ ભ્રમણના હેતુરૂપ છે. ભક્તિમાર્ગ એ રાજમાર્ગ છે. પરમાત્માના અનંતાગુણોનું યથાર્થ મહિમા લાવી ભક્તિભાવપૂર્વક પ્રભુના ચરણમાં માર્ગમાં) સમર્પિત થઈ બહિર આત્મા અંતરમુખ થઈ – અંતર આત્મા બની, પરમાત્મા થઈ શકે છે. સમસ્ત શાસ્ત્રોના જ્ઞાન વડે ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા ચતુર દેવેન્દ્રોએ પરમાત્માની સ્તુતિ વડે પરમ પદની પ્રાપ્તિ માટે રાજમાર્ગ એવા ભક્તિમાર્ગને પ્રાધાન્ય આપી ત્રણે જગતના જીવોના ચિત્તને હરણ કરનારા સ્તોત્રો વડે પરમાત્માની સ્તુતિ કરી છે. સ્તુતિ વડે મહિમાવાનનો મહિમા આવે છે અને પોતાની અલ્પતાનું ભાન થાય છે. સ્તુતિ ચિત્તને પ્રસન્ન કરનાર છે. (૩૦) Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ચિત્તને આનંદ આપનાર છે. સ્તુતિ એકાગ્રતા આપનાર છે. સ્તુતિ સમર્પણના ભાવને જન્મ આપનાર છે. સ્તુતિ હૃદયના મલિન કે અશુદ્ધ ભાવોને શુદ્ધ કરનાર છે. સ્તુતિ જગતના જીવોની વિભાવ તરફની રુચિને તોડી પરમાત્મા સાથે જોડનાર છે. સ્તુતિ હૃદયમાં કોમળતા, ઋજુતા, શુદ્ધતા અને નિર્મળતાને જન્મ આપનાર છે. એવી સ્તુતિની અને એવા સ્તોત્રોની કે જેમાં સમસ્ત શાસ્ત્રોનો સાર સમાયો હોય. જે સાગર સમાન ધીરગંભીર અને ઊંડા અર્થવાળા હોય, બિંદુમાં સિંધુની જેમ સઘળું કહેવાયું હોય અને તેથીજ જે ત્રણે જગના સર્વ જીવોના ચિત્તનું હરણ કરનાર હોય તેવા સ્તોત્રોની રચના વડે દેવોએ ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરેલ છે. આ સ્તોત્રો અત્યંત ઉદાર અને ભાવનાવાળા હોવાથી ત્રણે જગતના જીવોને તે સ્તોત્ર જાણે કે પોતાના માટે જ રચાયું હોય તેવી અનુભૂતિ સાથે તેમના ચિત્તનું હરણ કરનાર છે. તેથી બીજા શ્લોકના અંતે આત્માનંદમાંથી બહાર આવી સ્તોત્રના રચયિતા કવિવર આચાર્યદેવ માનતુંગસૂરિશ્વરજી કહે છે કે, દેવેન્દ્રોની જેમ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની હું પણ સ્તુતિ કરીશ. (૩૧) Page #47 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩ बुद्धया विनाऽपि विबुधार्चित पादपीठ! स्तोतुं समुद्यत मतिर्विगत त्रपोऽहम् । बालं विहाय जल संस्थितमिन्दु बिम्बमन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ।।३।। ભાવાર્થ : દેવોએ જેમના પાદપીઠને પૂજેલછે એવા હે પ્રભુ! તમારી રતુતિ કરવામાં મારી કાંઈપણ બુદ્ધિ નથી, છતાં પણ મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ પાણીમાં પ્રતિબિંબરૂપે પડેલા ચંદ્રના બિંબને વગર વિચાર્યે પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજો કોણ કરે? વા પ્રભુની પાદપીઠના પૂજનનું રહસ્ય પ્રથમ શ્લોકમાં પરમાત્માના ચરણ યુગલને નમસ્કાર કરતાં ભક્તિવંત દેવોની સ્થિતિનો નિર્દેશ કરેલો છે. બીજા શ્લોકમાં દેવેન્દ્રો દ્વારા ત્રણેય જગતના જીવોના કલ્યાણ માટે તેમના વડે રચાયેલા ઉદાર સ્તોત્રો કે જેના થકી પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે તેની વાત કરી છે. ત્રીજા અર્થગંભીર રહસ્યપૂર્ણ શ્લોકનાં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે હે, પ્રભુ! દેવોએ આપની પાદપીઠનું પૂજન કરેલ છે. તત્ત્વના સૂક્ષ્મ રહસ્યને અત્યંત ગુપ્ત રીતે અપ્રગટ રાખવા છતાં સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિચારણા કરતાં અર્થાત્ મરજીવો જેમ નિધાનની પ્રાપ્તિ માટે મહાસાગરમાં વારંવાર ઊંડી અને ઊંડી ડૂબકી મારીને મહામૂલ્યવાન મોતીને પ્રાપ્ત કરે છે, તેમ શા માટે મરજીવા સમાન દેવો પ્રભુની પાદપીઠનું પૂજન કરે છે તેનું રહસ્યોદ્ઘાટન આ રીતે ઘટાવી શકાય. અનંતકાળથી સંસારમાં જીવ ભ્રમણ કરતો આવ્યો છે. ચાર ગતિમાં તેનું ભ્રમણ થયા કરે છે. તેમાં વિરલ આત્માઓ વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા ઉન્નતિ સાધી શકે છે. મહાન ઐશ્વર્ય અને બુદ્ધિમાન દેવોએ પોતાના જ્ઞાન અને અનુભવ થકી એવી વિચારણા કરી કે ઘડિયાળનું લોલક એક દિશામાંથી બીજી દિશામાં અર્થાત્ પરસ્પર વિરુદ્ધ દિશામાં જેમ ગમન કરે છે તેવી રીતે અનંતકાળથી આ આત્મા પોતાના રાગદ્વેષ અને અજ્ઞાનથી આસક્તિ અને For Privat( 32 )onal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ મોહથી સુખોપભોગમાં એકત્વ બુદ્ધિ કરતો આવ્યો તેમાં લોલુપ થઈ તેને ભોગવતો આવ્યો. આ સ્થિતિ ઘડિયાળના લોલકની એક દિશાનું સૂચન આપતી સ્થિતિ હતી. આવા સુખોપભોગથી ઉબકી ગયેલો જીવ તે સુખોમાં સાચા સુખની પ્રાપ્તિ નહીં થતાં ખરેખર અત્યંત ત્રાસી જવાથી રાગને છોડીને ઘડિયાળના લોલકની જેમ લોલકની બીજી દિશારૂપી ત્યાગ ઉપર સ્થિત થઈ સંસારના સુખોનો ત્યાગ કરી ત્યાગ દ્વારા સાચા સુખની શોધ કરે છે. પરંતુ રાગ અને ત્યાગમાં પોતાના અહંકાર અને મમત્વને પકડી રાખેલા હોવાથી તે બેમાંથી એકપણ જગાએથી તેને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી, અર્થાત્ આત્મજ્ઞાન અને સમ્યગુદર્શન થતું નથી. મહાપુણ્યયોગે રિદ્ધિ-સિદ્ધિ અને ઐશ્વર્યયુક્ત વિરલ એવી દેવગતિ પ્રાપ્ત થવા છતાં જ્ઞાનસાગરમાં મહામંથન કરીને દેવોએ એ અમૃતકુંભની શોધ કરી કે સાચું સુખ અહમ્ મમત્વ સહિતના રાગ અને ત્યાગમાં નથી અર્થાત્ દેવાદિકગતિના સર્વોત્કૃષ્ટ ભોગોમાં કે એકાંત વન-જંગલમાં રહી ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગવાળા જીવનમાં પણ નથી. આત્માનું સાચું સુખ તેના અનંતગુણોના સ્વાનુભવમાં અને પરમ વીતરાગ દશામાં રહેલું છે. અહંકાર અને મમત્વથી રહિત એવી પરમ વીતરાગદશા પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભ જિનેશ્વરની જાણી દેવો પ્રભુશ્રીની પાદપીઠનું પૂજન કરે છે. પરમાત્માએ-શ્રી ઋષભ જિનેશ્વરે સર્વ બાહ્ય અભ્યતર શત્રુઓ પર વિજય મેળવી, સર્વ કર્મનો ક્ષય કરી, આત્માના અનંતા, શાશ્વત અને અક્ષય સુખને જે માર્ગ ઉપર ચાલીને જે રીતે પ્રાપ્ત કર્યું તેનો મહિમા, તેની રુચિ, અને તે તરફની પ્રીતિ દેવોના રોમેરોમમાં છે, અને આવી રુચિ અને પ્રભુનો મહિમા, પ્રભુની વીતરાગતાનો મહિમા, પ્રભુના વીતરાગ માર્ગનો મહિમા દેવોના હૃદયમાં નિઃશંકપણે હોવાથી આવા રિદ્ધિ-સિદ્ધિ વાળા ઐશ્વર્યયુક્ત દેવો હૃદયમાં અહમ-મમત્વને શૂન્ય કરી તેનો ક્ષય કરી, તેને અતિ અલ્પ કરી એ નિર્ણય યથાર્થપણે લે છે, કે રાગ અને વિવેક વિનાના ત્યાગરૂપી એક અતિથી બીજા અતિ ઉપર ઘડિયાળના લોલકની જેમ ઝૂલવા કરતાં જેનો મહિમા સમસ્ત પ્રાણમાં વ્યાપ્યો છે તેવા તીર્થકર ભગવંતનું પૂજન જ અત્યંત શ્રેયકર છે. આ જ સંદર્ભમાં આ જ શ્લોકમાં શા માટે દેવોએ પ્રભુની પાદપીઠનું પૂજન કરેલ છે તેનું રહસ્ય રહેલું છે. સ્વાનુભૂતિના બળ ઉપર ભક્તામરની રચના ભક્તામર સ્તોત્રના સમર્થ રચયિતા આચાર્યદેવ માનતુંગસૂરીશ્વરજી For Private Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે દેવોએ જેમની પાદપીઠનું પૂજન કરેલ છે તેવા હે પ્રભુ, આપની સ્તુતિ કરવામાં મારી કાંઈ પણ બુદ્ધિ નથી. શ્લોકના બંને ચરણમાં કેવો અદ્ભુત સમન્વય છે કે મહાઐશ્વર્યયુક્ત અને બુદ્ધિમાન દેવો પોતાના ઐશ્વર્ય અને બુદ્ધિને તૃણવત્ કરીને પ્રભુને પૂજેછે. પ્રભુને સમર્પિત થાય છે. પ્રભુના આત્માના અનંતાગુણોને પૂજે છે અને તે ગુણોને પોતાનામાં હવે જાણે કે પ્રગટ કરવા માટે તત્પર થતા હોય તેવો પુરુષાર્થ સમર્પણ દ્વારા કરે છે. તેજ રીતે આચાર્ય ભગવંત પણ પોતાની વિશિષ્ટ સાધના, પોતાનો મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ, પોતાનું આચાર્યપદ અને પોતાનામાં અનેક શક્તિઓ હોવા છતાં અત્યંત વિનમ્રપણે કહે છે કે હે પ્રભુ આપની સ્તુતિ કરવામાં મારી કાંઈપણ બુદ્ધિ નથી. આ વિનમ્રતા જ તેમની ઉચ્ચ આત્મદશાની પરિચાયકછે. તેઓ એમ કહે છે કે મર્યાદાનું ઉલ્લંઘન કરીને તમારી સ્તુતિ કરવા હું તૈયાર થયો છું. અહીં એમ અભિપ્રેત છે કે પ્રભુના ગુણોની સ્તુતિ યથાર્થપણે કરી શકવા વાણી દ્વારા કોઈ સમર્થ નથી. એક દષ્ટાંતથી વિચારીએ તો સરોવરમાં જામેલી લીલ ઉપર કિનારાના વૃક્ષ ઉપરથી કોઈ પાકું ફળ પડે ત્યારે ક્ષણિક સમય માટે ફળનો આઘાત થવાથી લીલ છિન્ન-ભિન્ન થતી હોય છે. આવી લીલની નીચે પાણીમાં રમતી માછલી, લીલના દૂર થયેલા ભાગ તરફ ધસી આવે અને આકાશમાં દેખાતા પૂર્ણચન્દ્રના દર્શન કરી જેમ આનંદ-વિભોર થઈ જાય તેવી રીતે મહાકવિ માનતુંગસૂરીશ્વરજી પ્રભુના ગુણોના મહિમા માં અને તેવા પ્રકારના અનુભવમાં અત્યંત આનંદ-વિભોર થવાથી પ્રભુની સ્તુતિનો પ્રારંભ કરે છે. પોતાને જે અનુભૂતિ થઈ છે તે વાણીમાં વ્યક્ત થાય તેવી નથી. તે અનિર્વચનીય છે. તેની અભિવ્યક્તિની ઘણી મર્યાદા છે. છતાં હૃદયમાં છળતાં સ્વાનુભવના, આનંદના, ઉલ્લાસના મોજાં એટલા પ્રબળ અને વેગવાન છે કે સઘળી મર્યાદાનું ઉલ્લંધન કરીને શબ્દરૂપે-સ્તુતિરૂપે તે આ સ્તોત્રમાં વહેવા લાગ્યા છે. આચાર્ય ભગવંતની આત્મદશા અને વિનમ્રતા આચાર્ય ભગવંતની આત્મદશા કેટલી ઉચ્ચ છે અને વિનમ્રતા કેટલી ઉચ્ચકક્ષાએ ખીલી છે એ આ જ શ્લોકના પછીના ચરણમાં પ્રતિબિંબિત થાય છે. પોતાની તુલના પોતે બાળકની સાથે કરે છે અને દૃષ્ટાંતથી એમ જણાવે છે કે બાળક કોઈપણ પ્રવૃત્તિ કરે તે બાળક બુદ્ધિથી કરે છે, વગર વિચારે કરે છે. જેમ કોઈ બાળક આકાશમાં રહેલા ચંદ્રના પાણીમાં પડતા (૩૪) Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબને પકડવાની કોશિષ કરે છે તે તેની બાળચેષ્ટા છે. ચંદ્ર આકાશમાં છે. પ્રતિબિંબ પાણીમાં છે, અને પ્રતિબિંબને પકડવાની ચેષ્ટા જેમ બાળકબુદ્ધિ કરે છે તેવી રીતે અત્યંત વિનમ્રતાથી કવિરાજ જણાવે છે કે હે ઋષભદેવ પ્રભુ! તમારી સ્તુતિ કરવા માટે મારી બુદ્ધિ સમર્થ નથી. આપની સર્વજ્ઞતા અને આપના અનંતાગુણોને હું કોઈપણ રીતે અભિવ્યક્ત કરી શકું તેમ નથી. છતાં પણ સરોવરની લીલ દૂર થતાં તેની નીચે રહેલી માછલી ચંદ્રનું ક્ષણિક દર્શન થતાં જે ભાવવિભોર થાય છે તેમ મારા અલ્પજ્ઞાનમાં આપની પ્રભુતાનું દર્શન થતાં ભાવવિભોર થઈ, હે ઋષભ જિનેશ્વર ! આપની વીતરાગતા, આપની સર્વજ્ઞતા અને આપના અનંતાગુણોનો મહિમા મારા હૃદયમાં પ્રગટ થતાં અનાયાસે સહજભાવે આપની સ્તુતિ કરું છું. તેના પ્રારંભ વખતે વિનમ્રતાપૂર્વક પોતાને બાળકબુદ્ધિના ગણાવી પોતાનામાં અસમર્થતા હોવાછતાં પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પરમાત્મા તરફના પોતાના અતિ ઉત્કટ પ્રેમને વશ થઈને પોતે સ્તુતિ કરવા તૈયાર થયા છે તેમ મહાપ્રભાવક ભક્તામર સ્તોત્રના રચયિતા મહાવિ આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. * (૩૫) Page #51 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૪ वक्तुं गुणान् गुणसमुद्र ! शशाककान्तान् करते क्षमः सुरगुरु प्रतिमोऽपि बुद्धया ? कल्पान्त काल पवनोद्धत नक्रचक्रं को वा तरीतुमल मम्बुनिधिं भुजाभ्याम् ? ।।४।। ભાવાર્થ : હે ગુણના સાગર પ્રભુ ! ચંદ્ર જેવા ઉજ્જવળ તમારા ગુણોને કહેવા માટે બુદ્ધિ વડે બૃહસ્પતિ જેવો પણ ક્યો વિદ્વાન સમર્થ છે? જેમકે પ્રલયકાળના વાયુથી જેમાં મગરમચ્છોના સમૂહો ઊછળી રહ્યા હોય એવા મહાસાગરને પોતાની બે ભૂજા વડે કોણ તરી શકે? જેમ આવો સમુદ્ર તરવાને અશક્ય છે તેમ તમારા ગુણોનું વર્ણન કરવું અશક્ય છે.ll પ્રભુ ગુણસાગર શા માટે ? આત્માના સાચા ગુણો કેમ પ્રગટે ? મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રના ચોથા શ્લોકના પ્રારંભમાં ઋષભદેવ ભગવાનને ગુણોના સાગર સમાન સંબોધન કરવામાં આવ્યું છે. આ સંબોધન પાછળ આશય એ છે કે પરમાત્મા અનંતાગુણોને ધારણ કરનાર છે. આત્માની વિકાસ યાત્રા નિગોદમાંથી પરમાત્મપદ સુધીની છે. જીવ સામાન્ય રીતે જ્યાં સુધી સ્વસમ્મુખ થતો નથી, ત્યાં સુધી તે પરસન્મુખ હોય છે. પરસમ્મુખ એવો જીવ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકતો નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે, તેનું તેને ભાન હોતું નથી. તેની આ સ્થિતિ માટે તે પોતે જવાબદાર છે. જૈનદર્શને આત્માની પૂર્ણ સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો છે. તેથી આત્માએ સ્વભાવમાં ઠરવું કે વિભાવમાં ભ્રમણ કરવું તે તેના સવળા કે અવળા પુરુષાર્થ પર આધારિત છે. જીવની પરસમ્મુખ દૃષ્ટિનો અર્થ એ છે કે આત્મા સિવાયના તમામ બાહ્ય સ્વરૂપ પદાર્થો, સંબંધો અને બાહ્ય ગુણ-અવગુણોમાં તેની પ્રીતિ અને રુચિ હોય છે. આ રીતે અનંતકાળથી સંસારમાં ભ્રમણ કરતો અને સર્વ પર પદાર્થમાં For Privat( 38 )onal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આસક્ત એવો જીવ પોતાના સ્વાનુભવના બળ ઉપર અનંત સંસાર અને પરપદાર્થની નિરર્થક્તાનો જેમ જેમ અનુભવ કરતો જાય છે, તેમ તેમ તેને પોતાની પરાધીન દશાનું ભાન થાય છે. અને સ્વાધીનતાની પ્રાપ્તિની ઝંખના જાગે છે. આ રીતે પરપદાર્થોને છોડવા માંગતો અને છોડનારો આત્મા જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે તેની અંતરાત્મદશામાં સ્વાધીનતાના સુખની આછી ઝલક મળે છે. પોતાના આત્મતત્ત્વ અને આત્મગુણોનું દર્શન થાય છે. ત્યારે સ્વાનુભૂતિમાં આપોઆપ જણાય છે કે પોતે જે બાહ્યગુણોના દંભી, પાખંડથી કે લૌકિક દૃષ્ટિએ પકડીને પોતાના કુળ, પરિવાર અને સમાજમાં સજ્જનતાની, ઉદારતાની અને દાનાદિકની પ્રતિભા ઊભી કરી જે ગુણોને સાચા હીરા સમાન માન્યા હતા, તે ફક્ત અહંકારના પાયા ઉપર ઊભેલા ચમકતા કાચના ટુકડાથી વિશેષ કાંઈ જ નહોતા. ગુણોની તુલના ચંદ્ર સાથે કરવાનું રહસ્ય આ શ્લોકમાં અંતરાત્મદશાની ઊંચી ભૂમિકા ઉપરથી મહાકવિને પોતાના આત્મગુણોની ઝાંખી થવા સાથે પરમાત્માના અનંતાગુણોનું જે વિરાટ દર્શન થયું તેના આધારે તેમના શ્રી મુખેથી પરમાત્માની તુલના ગુણોના સાગર સાથે થઈ છે. પરમાત્માને એક તરફ ગુણોના સાગર કહ્યા છે. તો બીજી તરફ તે ગુણોની સરખામણી ચંદ્રની ઉજ્જવળતા સાથે કરેલી છે. ગુણોને ઉજ્જવળ કહ્યા છે. અર્થાત્ ચંદ્ર જેવા ધવલ કહ્યા છે તો તેમાં એ પણ અભિપ્રેત છે કે આ ગુણો ચંદ્ર જેવા શીતળ પણ છે. અહીં પ્રતીક તરીકે ચંદ્રને જે રીતે લેવામાં આવ્યો છે તેથી એમ કહી શકાય કે તેની ધવલતા અને શીતળતાનો સંબંધ પૂર્ણ શુદ્ધતા સાથે રહેલો છે. વિશેષ સમજૂતીના સંદર્ભમાં એમ કહી શકાય કે સૂર્ય આત્માનું પ્રતીક છે તો ચંદ્ર મનનું પ્રતીક છે. સંસારના પ્રત્યેક માનવી આધિ-વ્યાધિ અને ઉપાધિ જેવાં ત્રિવિધ તાપની દાહકતામાં શેકાયા કરે છે. આમ થવાનું કારણ દરેક માનવી મનની ભૂમિકા ઉપરથી સુખની કલ્પના કરી તેની શોધમાં કસ્તુરી મૃગની જેમ ભટક્યા કરે છે તેમ કહેવાયું છે કે : “कस्तूरी कुंडल वसे, मृग ढूंढे वनमांही __ ऐसे घटी घटी राम है, दुनिया देख्ने नाहीं ।" સુખની શોધમાં ભટકતા માનવીને અંતરનું સુખ અંતરમાં છે એનું ભાન નથી. જેમ મૃગની અંદરથી જે કસ્તૂરીની સુવાસ આવતી હોવા છતાં સુવાસને બહારથી આવેલી માની વન-વન, જંગલ-જંગલ કસૂરી માટે મૃગ (૩૭). www.jainéfibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ ભટકે છે. તેવી રીતે મનના આશ્રયે સુખની શોધમાં બહાર ભટકતા જીવને એ ભાન નથી કે સુખની શોધ માટે તેણે જે મનનો આશ્રય લીધો છે તે મન તેનો મિત્ર નથી પણ શત્રુ છે. તે મન ચોકીદાર નથી પણ ચોર છે. તે મન જ તેને અનંતકાળથી ભવભ્રમણમાં ભમાવનાર છે. મોહ અને વિકલ્પથી ઘેરાયેલું મન સુખની શોધમાં ચોતરફ ઝાવાં મારે છે. આપણે ઉપર જણાવ્યું તેમ આવું ભટકતું મન જ્યારે સ્વયં નિર્ણય લે છે કે અંતરનું સુખ અંતરમાં છે અને મોહ અને વિકલ્પના કારણે આ સમસ્ત સંસાર ઊભો થાય છે અને વધતો જાય છે. ત્યારે યથાર્થ નિર્ણય લીધા પછી મન ઉપશાંત દશાને પામે છે. વિકલ્પોની જાળ તૂટે છે. છેવટે મોહ પણ ક્ષીણ થતો જાય છે ત્યારે અંતર્મુખતાની એ દશામાં આત્મગુણોની પ્રતીતિ થાય છે. તેની ઉજ્જવળતાનો અનુભવ થાય છે. તેની સાચી શીતળતાનો અનુભવ થાય છે. અને આત્મદશાની ઉન્નતિના આ વિકાસક્રમને ચંદ્રની કળા સાથે સરખાવીને એમ કહી શકાય કે જ્ઞાન દશાનો પ્રારંભ અને તેની સ્થિતિ શુક્લ પક્ષના એકમના ચંદ્રની કળા જેવી છે તો પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ અને પરમાત્મપદની સ્થિતિ સોળે કળાએ ખીલેલા પૂનમના ચંદ્ર જેવી છે. જે સંદર્ભમાં આ શ્લોકમાં પરમાત્માના ગુણોને ચંદ્ર સમા ઉજ્જવળ જણાવાયા છે. જે જાણે છે તે બોલતો નથી, જે બોલે છે તે જાણતો નથી. ગુણોના સાગર સમાન પરમાત્માના ગુણોને ચંદ્ર સમાન ઉજ્જવળ જણાવીને આગળ એમ કહેવામાં આવ્યું છે કે, આ ગુણો કેવા છે તેનો યથાર્થ અને સાચું વર્ણન કરવા માટે બુદ્ધિનો ગમે તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે તો પણ બૃહસ્પતિ જેવા સમર્થ દેવોના ગુરુ પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી. આ વાત તદ્દન સાચી છે. કેમ કે જે દશા, સ્થિતિ કે ભૂમિકા પર દેવોના ગુરુ બૃહસ્પતિ ઊભા છે તે ભૂમિકા ઉપરથી પરમાત્માના અનંતાગુણો અને તેમની સર્વજ્ઞતા ઇત્યાદિનું વર્ણન કરવું અશક્ય છે કેમ કે બુદ્ધિના કોઈ પણ સીમા પ્રદેશની પેલે પાર અનંત અતિન્દ્રીય ગુણો રહેલા છે. ઇન્દ્રિયો દ્વારા કે બુદ્ધિ દ્વારા આ ગુણોનું વર્ણન કરવું સર્વથા અસંભવ છે. મૂંગો માણસ ગોળના સ્વાદનું વર્ણન જેમ ઇશારાથી સમજાવી ન શકે. તેવી રીતે પરમાત્માના ગુણોને વિશે કથન તો થઈ જ ન શકે થઈ શકે તો મારા અંગુલીનિર્દેશ થઈ શકે. આત્માના અનંતાગુણ અને સુખનો અનુભવ તે અતિન્દ્રીય જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયો દ્વારા તે કદાપિ કહી શકાય તેમ નથી. જે અનુભૂતિનો વિષય છે, જે સ્વસંવેદનનો વિષય છે, જે અનિર્વચનીય (૩૮) Page #54 -------------------------------------------------------------------------- ________________ છે, તે વાણી દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એટલું જ નહીં પણ દઢતાપૂર્વક કહી શકાય કે “જે જાણે છે તે બોલતો નથી, અને જે બોલે છે તે જાણતો નથી.” આવી વસ્તુસ્થિતિનો વિષય હોવાથી દેવોના ગુરુ સ્વયં બૃહસ્પતિ પણ પરમાત્માના આ ગુણોનું વર્ણન કરવા કેવી રીતે સમર્થ હોઈ શકે? તેમ આ શ્લોકમાં જણાવાયું છે. પરમાત્માના ગુણોનું વર્ણન અસંભવ છે. પરમાત્માના ગુણોનું વર્ણન કરવું કેટલું બધું અશક્ય છે ?તે સમજાવવા માટે આ જ શ્લોકમાં એમ કહેવાયું છે કે સમસ્ત પૃથ્વીના નાશનો - મૃત્યુસમાન જેમ પ્રલયકાળ આવ્યો હોય એવા પ્રલયકાળ કલ્પનાતીત વેગથી જેમ ઝંઝાવાતી વાયુ ફૂંકાતો હોય અને સમુદ્રની અંદર થોડા ઘણાં નહીં પરંતુ મગરમચ્છોના ટોળેટોળાં પ્રલયકારી ગગનચુંબી મોજાંની સાથે છળી રહ્યાં હોય તેવાં મહાભયંકર વિનાશકારી સમયે શું કોઈ વ્યક્તિ ફક્ત પોતાની બે ભુજા વડે આવા મહાસાગરને તરી શકે? જેમ પ્રલયકાળના ઝંઝાવાતી ગગનચુંબી છળતાં મોજાંવાળા મહાસાગરને તરવો અશક્ય છે તેવી રીતે હે પ્રભુ, આપના ગુણોનું વર્ણન પણ અશક્ય છે. તેમ આ શ્લોકમાં જણાવાયું છે. ભગવાનના અનંતાગુણોનું વર્ણન અશક્ય હોવાનું કારણ ફક્ત એટલું જ છે કે આપણે બુદ્ધિ દ્વારા દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય વગેરે ગુણો વિશે વિચાર કરી શકીએ છીએ. જ્યારે પરમાત્માના ગુણો અનંત છે અને એક એક ગુણની અંદર અનંત ઊંડાણ અને સામર્થ્ય રહેલું છે. જે ફક્ત અનુભૂતિનો વિષય છે અને તે અનુભૂતિ પણ જ્ઞાનીની હોય ત્યારે જ્ઞાની તેને જાણી અને અનુભવી જરૂર શકે. પરંતુ પરમાત્માના ગુણો સ્વયં અતિન્દ્રીય જ્ઞાનનો વિષય હોવાથી તેનું ઇન્દ્રિય દ્વારા વર્ણન સર્વથા અસંભવ આમ શ્રી ઋષભદેવ પરમાત્માના ગુણોનો મહિમા આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજીએ આ ચોથા શ્લોકમાં જણાવ્યો છે. (૩૯). Page #55 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૫ सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश ! कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृतः । प्रीत्यात्म वीर्यमविचार्य मृगो मृगेन्द्र, नाभ्येति किं निजशिशो: परिपालनार्थम् ।।५।। ભાવાર્થ : હે મુનીશ્વર ! હું શક્તિરહિત છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેમ મૃગ પોતાનાં બચ્ચાનાં રક્ષણ માટે સિંહની સન્મુખ શું યુદ્ધ કરવા નથી દોડતો? દોડે છે જ. સિંહ સામે મૃગનું પરાક્રમ હાંસીપાત્ર છે તેમ તમારું સ્તોત્ર કરવામાં હું હાંસીપાત્ર થઈશ. || પ. મનને સાધે તે મુનિ અને પરમાત્મા છે મુનિશ્વર! ભક્તામર સ્તોત્રની આ પાંચમી ગાથામાં પરમાત્માને સંબોધન કરતાં રચનાકાર એમ કહે છે કે હે, મુનિશ્વર ! અહીં સંબોધન મુનિશ્વર તરીકે જે કરવામાં આવ્યું છે તે ઘણું અર્થગંભીર છે. જેમ જેમ ગાથાઓ આગળ વધતી જાય છે તેમ તેમ તેના ઊંડાણમાંથી રહસ્યો અને નિધાનની પ્રાપ્તિ થતી હોય તેમ જણાય છે. મુનિશ્વર શબ્દને જરા વિસ્તારથી સમજીએ. પ્રથમ દષ્ટિએ તો એમ જણાય કે મુનિશ્વર એટલે મુનિઓના ઈશ્વર, મુનિઓના પરમાત્મા અર્થાત્ મુનિ માટે જે પરમેશ્વર છે તે આ વાત બરાબર છે. પરંતુ મુનિ કોને કહેવા? જેણે કાયાને શાંતમુદ્રામાં સ્થિર કરી કાયા દ્વારા મૌન ધારણ કર્યું હોય, જેણે વાણી દ્વારા મૌન ધારણ કર્યું હોય, જેણે ચિત્તની વિભાવનાઓને શાંત કરી ચિત્તનું મૌન ધારણ કર્યું હોય, જેણે મનના સંકલ્પ, વિકલ્પોને શાંત કરી, મનનું મૌન ધારણ કર્યું હોય અને જે હૃદયમાં ઊઠતા નૈસર્ગિક ભાવો તરફ પણ મૌન હોય, તેને મુનિ કહેવાય. જેણે મન, વચન, કાયા, ચિત્ત અને ભાવ આ સઘળાં પરત્વે મૌન ધારણ કર્યું હોય તેને મુનિ કહેવાય. આવા મૌનની ઉત્તમ સ્થિતિ કાંઈ એકાએક ઉપલબ્ધ થતી નથી. મનની આસક્તિ અને રુચિ હોય ત્યાં મન દોડ્યા કરતું હોય છે. મને હંમેશા For Private Desonal Use Only XO ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ચંચળ રહ્યું છે, ગતિશીલ રહ્યું છે, એક ક્ષણની અંદર મન સમસ્ત બ્રહ્માંડોની પરિક્રમા કરીને પાછું આવી શકે છે. મન બેલગામ અશ્વ જેવું છે, મન બાબરાભૂત જેવું છે, એક સમય માત્રાના માટે પણ મન શાંત રહેતું નથી. આ મન જ બંધન અને મોક્ષના કારણરૂપ છે. આ મનની વિચિત્રતા તો જુઓ ! ગણિકાના મહાલયમાં બેઠેલા નૃત્ય નિહાળતાં શરાબના નશામાં મદહોશ બનેલા માનવીનું મન પોતાની જાતને ભારે ધિક્કારી, પશ્ચાતાપના વમળમાં પરમાત્માની ભક્તિ ઝંખતુ હોય છે. તો મંદિરમાં પરમાત્માની ભક્તિ કરતાં વેપારીનું મન વેપારની આંટીઘૂંટીમાં અટવાયું હોય છે. એક ભોગમાં ડૂબેલો ભક્તિને ઝંખે છે. બીજો ભક્તિ કરતાં સંસાર વધારે છે ! આવી ચિત્ર-વિચિત્ર ગતિ-વિધિ વાળા મનને મિત્ર બનાવી મનને સાધના દ્વારા સાધીને સાધુ બનેલો માનવી મન, વચન, કાયા, ચિત્ત અને ભાવનું મૌન ધારણ કરી સાચા અર્થમાં મુનિ બને છે. આવું મુનિપણું એક અવસ્થા છે. અને પરમાત્મપદ એ સર્વોચ્ચ સ્થિતિ છે. એટલે મુનિઓ માટે જે રાહબર છે, મુનિઓ માટે જે માર્ગદર્શક છે, મુનિઓ માટે જે આરાધ્ય છે તે પરમાત્મપદને અને તે પરમાત્મા ઋષભ જિનેશ્વરને મુનિશ્વર કહેવામાં આવ્યા છે. ભક્તનું “સ્વ” નિરીક્ષણ નીચે જણાવ્યું તેવું હોય. આચાર્ય ભગવંત એમ કહે છે કે હું શક્તિરહિત છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર થયો છું. અહીંયા સૌ પ્રથમ પોતાને શક્તિરહિત જણાવે છે. આ જગતમાં જ્યાં સુધી જીવ પોતાની તુલના બીજાની સાથે કરતો હોય છે. ત્યારે તે હંમેશા પોતાને સમર્થ માને છે, તે પોતાને બળવાન માને છે, તે પોતાને બુદ્ધિશાળી માને છે, તે પોતાને જ્ઞાની માને છે. અહંકાર જીવને પુષ્ટ કરી કરીને પોતાની મહત્તાનું ભાન વારંવાર કરાવે છે. અહંકાર ધૂળ કે સૂક્ષ્મ જે રીતે અને જેટલા પ્રમાણમાં જીવમાં રહ્યો હોય ત્યાં સુધી તેને સાચી સ્થિતિનું ભાન થતું નથી. અહંકારી માણસની સ્થિતિ તળેટીમાંથી પહાડ ઉપર ચડતા માણસના જેવી છે, કે જે નીચે રહેલા, પાછળ રહેલા સેંકડો માણસો કરતાં પોતાની જાતને ઉન્નત માને છે. આ સ્થિતિ પોતાના સ્વભાવને ભૂલીને વિભાવમાં રમણતા કરતાં મોહાસક્ત સામાન્ય જીવની છે. જ્યારે આ આસક્તિ, મોહ અને અહંકારના કારણે પોતાની પરાધીનતાનો જેને ખ્યાલ આવ્યો છે. અને જે જન્મ-મરણ રૂપી ગુલામીની જંજીરોને તોડી સંસાર રૂપી કેદખાનામાંથી મુક્ત થવા માટે For Private Personal Use Only ૪૧ ) Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્સુક છે તેવો આત્માર્થી જીવ જ્યારે ઉન્નતિના ગિરીશિખર તરફ, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરે છે અને જેમ ઉપર ચડે છે તેમ પર્વતની ટોચ ઉપર રહેલા ૫૨માત્માનું સ્મરણ કરતાં તેને પોતાની અલ્પતાનું અને શક્તિહીનતાનું ભાન થાય છે. અહંકારી વ્યક્તિ જ્યારે પોતાને શક્તિશાળી માનતો હતો ત્યારે તે શક્તિહીન હતો. અને અહંકારથી મુક્ત થતો જીવ જ્યારે પોતાને શક્તિહીન માને ત્યારે ખરેખર તે સાચા અર્થમાં શક્તિવાન થતો જતો હોય છે. ભક્તિમાર્ગનો આધારસ્તંભ : સંપૂર્ણ શરણાગતિ (અહંકાર શૂન્યતા) પરમાત્માના અનંતા ગુણો અને અનંતા સામર્થ્યને સ્વીકારતાં તેનો મહિમા પોતાના રોમેરોમની અંદર પ્રગટ થતાં પરમાત્મા પાસે પોતે અત્યંત શક્તિહીન છે, તેમ આચાર્ય ભગવંત ખૂબજ વિનમ્રપણે જણાવે છે. આ વિનમ્રતા એ કવિના આત્માના ગુણની પ્રસાદી છે. આત્મદશાના પ્રગટ થયેલા અનુભવમાં ભાવવિભોર બનેલા મહાકવિ પરમાત્મા તરફ અત્યંત ભક્તિભાવવાળા છે. આ ભક્તિની સાથે અતૂટ રીતે પરમાત્મા સાથેનું તેમનું સમર્પણ પણ સંકળાયેલું છે અને તેથી તેઓ એમ જણાવે છે કે હે પ્રભુ, હું તો શક્તિરહિત છું છતાં પણ તમારી ઉપરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવા તૈયાર છું. આ કથન જરા વિગતથી સમજીએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં ઘણાં સાધનો અને ઘણા માર્ગ ઉપયોગી છે. કોઈ જપ, વ્રત, તપ, ક્રિયાની આરાધના દ્વારા મોક્ષમાર્ગે જવા ઝંખે છે. અને કહે છે કે વ્યવહારમાં સૌ પ્રથમ આ બધું હોય તો સમય આવે વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય થઈ માર્ગ મળે તો બીજી તરફ નિશ્ચયનયના આગ્રહવાળા પ્રથમ નિશ્ચય અને પછી જ વ્યવહાર એમ વાત કરે છે. આ જ રીતે બીજા સાધનો અને માર્ગોમાં કોઈ એક પક્ષની તરફેણ કરે છે તો કોઈ અન્યપક્ષની તરફેણ કરે છે. ક્યાંક સમન્વયવાદી ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષઃ' ની વાત કરે છે. બધાં સાધનો અને બધા માર્ગનો વિવેકપૂર્વક વિચાર કર્યા પછી અહીં ભક્તિમાર્ગ તરફ વિચારણા કરી છે. આ કાળમાં ભક્તિમાર્ગને રાજમાર્ગ કહેવાયો છે. ભક્તિમહિમા સિવાય આવી શકે નહીં. ભક્તિમાર્ગ સમર્પણનો માર્ગ છે. ભક્તિવંત જીવ અહંકાર શૂન્ય બને છે. ભક્તિવંત જીવ પરમાત્માના ચરણકમળમાં સર્વસ્વનું સમર્પણ કરે છે અર્થાત્ પોતાના સમગ્ર બાહ્ય અસ્તિત્વનો લોપ કરી (૪૨) Page #58 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની આજ્ઞાને માથે ચડાવી પરમાત્માએ જે રીતે, જે માર્ગે, જે ગુણપ્રાગટ્ય દ્વારા પરમપદને પ્રાપ્ત કર્યું બરાબર તે જ રીતે, તે જ માર્ગે ભક્તિવંત બનેલો જીવ પોતે પણ પરમપદની પ્રાપ્તિને ઝંખે છે. શ્રી ઋષભદેવ પરમાત્મા તરફ કવિની આવી ઉત્કૃષ્ટ ભક્તિ છે. તેને લીધે પોતે પ્રભુની સ્તુતિ કરવા તૈયાર થયા છે. જ્યાં ભક્તિ હોય ત્યાં સ્તુતિ હોય, ભક્તિરૂપી પર્વતમાંથી પ્રગટ થતું સ્તુતિરૂપી ઝરણું, ધીમે ધીમે વિકાસ પામી મહાનદીનું સ્વરૂપ ધારણ કરી પરમાત્મપદ રૂપી સાગરમાં અંતે વિલીન થાય છે. આ શ્લોકમાં કવિની વિનમ્રતા તો જુઓ ! પોતે એમ જણાવે છે કે જેમ હરણ પોતાના બચ્ચાંના રક્ષણ માટે સિંહની સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. પોતાના બચ્ચાં ઉ૫૨ના પ્રગાઢ પ્રેમના કારણે સિંહની સામે લડવા જતાં હરણની સ્થિતિ આમ તો ખરેખર હાંસીપાત્ર છે. પણ પ્રેમ હરણને હાંસીપાત્ર બનાવે તો પણ તે સિંહની સામે અવશ્ય લડે છે. આવી રીતે પ્રભુની સમર્થતા અને પ્રભુના અનંતાગુણો જેનું વર્ણન કરવું અત્યંત દુષ્કર છે અને કદાચિત્ કોઈ તેમ કરે તો તે હાંસીપાત્ર ગણાય તો અહીં હાંસીપાત્ર થવાના ડરને ફંગોળી દઈ આચાર્ય ભગવંત ભક્તિરૂપી પૂરમાં તણાતા હોવાથી સ્તોત્ર રચના કરી રહ્યા છે. તેમના હૃદયના અતુલ ઊંડાણમાંથી પરમાત્મા તરફના ઉત્કટ સમર્પણના કારણે જે ભાવો વહેવા લાગ્યા છે. તે સ્તોત્રરૂપે પ્રગટ થઈ જગતના જીવો ઉપ૨ પ૨મ ઉપકારનું કારણ બન્યા છે. (૪૩) Page #59 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર બ્લોક ૬ अल्पश्रुतं श्रुतवतां परिहास धाम, त्वद् भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिल: किल मधौ मधुरं विरौति, तच्चाम्रचारु कलिका निकरैकहेतुः ॥६॥ ભાવાર્થ : હે સ્વામી! હું અલ્પજ્ઞાનવાળો- જ્ઞાનરહિત છું, તેથી વિદ્વાનોમાં હું હાંસીપાત્ર છું, તો પણ તમારી ઉપરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવા વાચાળ બનાવે છે, તે યોગ્ય જ છે; કેમકે વસંતઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે. તેનું કારણ વિશે સુંદર આંબાના મહોરનો સમૂહ જ આંબાના મોર કોયલના મધુર સ્વરમાં કારણરૂપ છે તેમ તમારી ભક્તિ સ્તુતિમાં કારણરૂપ છે.ll સ્વામી સેવકને પોતાના જેવો જ બનાવે છે. શ્રી ભક્તામર સ્તોત્રના ચોથા શ્લોકમાં પ્રભુને ગુણોના સાગર સમાન કહેવામાં આવ્યા છે. અને પાંચમા શ્લોકમાં મુનિશ્વર કહ્યા છે. આપણે જે તે શ્લોકમાં તે સંબોધનો અંગે વિચારણા કરી છે. અહીં છઠ્ઠા શ્લોકમાં જાણે કે તે પરમાત્માને એમ કહે છે કે હે સ્વામી ! હું અલ્પજ્ઞાન વાળો છું, જ્ઞાનરહિત છું. અહીં આ પ્રમાણેના કથન સાથે પરમાત્માને પોતાના સ્વામી તરીકે સ્વીકાર કરે છે. સ્વામી તરીકેના સંબંધના સ્વીકાર સાથે પોતે તેમના સેવક છે, તેમના દાસ છે, તેમના કિંકર છે, તેમની ચરણરજ છે. સ્વામી અને સેવકના સંબંધમાં દાસત્વના સ્વીકાર કરતાં આજ્ઞાંકિતતાનો સ્વીકાર વિશેષ અભિપ્રેત છે. સ્વામી તરફની નિઃશંક ભક્તિ અને આજ્ઞાપાલન સેવકને પણ સ્વામી સમાન બનાવે છે. જગતના કોઈપણ દર્શન, કોઈપણ સંપ્રદાય કે કોઈપણ ધર્મનો અનુયાયી મંદિરમાં, દેરાસરમાં, મસ્જિદમાં કે ગુરદ્વારામાં જાય છે ત્યારે તેની સાથે તેનો લોકાચાર, કુળ પરંપરા, ગતાનુગતિક્તા અને અહંકાર પૂરતા પ્રમાણમાં મોજૂદ હોય છે. તેથી તેને નથી પ્રભુના દર્શન થતાં કે નથી થતી સેવક સ્વામીભાવની અનુભૂતિ! કોઈક શાંત સ્થિતિમાં કે ઓછા For Privale odrsonal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ કોલાહલવાળા વાતાવરણમાં પ્રભુની પૂજા કરીને આવે, ત્યારે ગર્વભેર વ્યક્તિ બધાંને એમ કહે છે કે, આજના જેવી પૂજા મેં ક્યારેય કરી નથી. એમાં પણ સાધારણ રીતે એમજ સમજવું રહ્યું કે ઘણાં કોલાહલમાં બીજે ભટકતાં ચિત્તે પૂર્વે જે રીતે પૂજા થતી હતી, તેના કરતાં થોડી વિશેષ સારી રીતે થઈ. જ્યારે આપણે અહીંયા જે સેવક સ્વામીભાવની વાત કરીએ છીએ તે તો ઇશારાથી સમજવું હોય તો એમ કહી શકાય કે ધનના ઢગલાનું સમર્પણ કેવું અદ્ભુત રીતે ભામાશાહે પોતાના સ્વામી રાણા પ્રતાપના ચરણકમળમાં કર્યું હતું. અહીંયા આચાર્ય ભગવંતનો ૫રમાત્મા તરફનો ભક્તિભાવ જાણે કે સ્વામી સેવકનો છે . સ્વામી સમૃદ્ધિના શિખર ઉપર હોય છે. તો સેવક પાસે સામાન્ય ધન હોય છે. સ્વામી સર્વજ્ઞછે. તો સેવક અલ્પજ્ઞાનવાળો છે. પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે, તો સેવક આનંદ પિપાસુ છે. પરમાત્મા અનંતગુણના સાગર છે. તો ભક્ત જ્ઞાન પ્રાગટ્યની ભૂમિકાવાળા પુરુષાર્થી છે. અહીં પરમાત્માની સર્વજ્ઞતાનો અર્થ ત્રણ કાળ, ત્રણ લોકના સર્વ પદાર્થની, સર્વ પર્યાય યુગપત એક જ સમયે જાણે છે તે છે.અને અલ્પજ્ઞતા વર્તમાનમાં પોતાને ક્ષયોપશમથી પોતાના જ્ઞાનમાં જેટલો ઉઘાડ હોય અને જેટલું જ્ઞાન જણાતું હોય તે છે. જરા વિસ્તારથી સમજીએ તો એમ કહી શકાય કે આત્મા બહિર્મુખી હોય ત્યારે બહારના પદાર્થોના જ્ઞાનમાં રોકાયેલો હોયછે, આત્મા અંતર્મુખી હોય ત્યારે અંદરના ગુણ તરફ અભિમુખ થઈ સ્વભાવમાં ઠરવા માટે પુરુષાર્થવાન હોય છે. જ્ઞાતા દૃષ્ટાની ભૂમિકાથી સર્વજ્ઞતા સુધી પહોંચનાર આત્મા અંદરના સ્વભાવનો અને બહારના તમામ પદાર્થનો જાગૃતપણે જ્ઞાતા દષ્ટા હોય છે. આ ભૂમિકા જ્ઞાનીની છે. ક્યાં ભક્તની જ્ઞાનદશા અને ક્યાં પંડિતની વિદ્વતા! પોતે જ્ઞાનદશાની ઊંચી ભૂમિકા ઉપર હોવા છતાં આચાર્યશ્રી દરેકે દરેક શ્લોકમાં પોતાની નમ્રતા પ્રગટ કરતા આવ્યા છે. તેથી અહીં પણ પોતાને અલ્પજ્ઞાનવાળા અને જ્ઞાનરહિત હોવાનું જણાવે છે. એમ જણાવી તેઓ કહે છે કે હું આવો અલ્પજ્ઞાનવાળો હોવાથી વિદ્વાનોમાં હાંસીપાત્ર છું. આ વાત એક દૃષ્ટિએ સાચી છે! કેમ કે વિદ્વાનો શાસ્ત્રોના જાણકાર હોય છે. અનેક શાસ્ત્રોનું તેમણે અધ્યયન કર્યું હોય છે. તેઓ મોટા પંડિત કહેવાય છે. શાસ્ત્રોના આધારે ગમે તેવા અટપટા અને મૂંઝવતા સવાલોના તર્કબદ્ધ અને ન્યાયપૂર્ણ ઉકેલ આપી શકે છે. તેમની વિદ્વતાથી જગત પરિચિત હોય છે. (૪૫) Page #61 -------------------------------------------------------------------------- ________________ અને પોતાની વિદ્વતાથી પોતે જ્યારે અતિપરિચિત હોય ત્યારે અહંકાર પુષ્ટ થાય છે. આવા વિદ્વાનોની સામે કવિ પોતાને અલ્પજ્ઞાનવાળા જણાવે છે. ખરેખર તો એમ છે કેઃ સા વિદ્યા યા વિમુચે | મુક્તિને (મોક્ષને) અપાવે તે જ વિદ્યા સાચી. કવિ આ સાચી વિદ્યાના, સાચા જ્ઞાનના આરાધક છે. બીજી રીતે એમ પણ ઘટાવી શકાય કે ફળ, ફૂલ અને શાખાઓ વધે તેમ ઊંચું વૃક્ષ પણ ધરતી તરફ નમેલું હોય છે. તેજ રીતે જ્ઞાનદશા જેમ વધતી જાય તેમ નમ્રતા વધતી જાય. વિદ્વત્તા ગમે તેટલી ઉચ્ચ કોટિની હોય પણ જે વિદ્વતા અહંકારને પુષ્ટ કરતી હોય તે વિદ્વતા જ્ઞાન નથી, પરંતુ તેને માહિતીનો ખજાનો જરૂર કહી શકાય. સર્વજ્ઞતા તરફ વધતી જતી જ્ઞાનદશા દરેક તબક્કે આત્માને પોતાની પૂર્વની અલ્પજ્ઞતાનું ભાન કરાવી વિકાસક્રમ તરફ આગળ વધારે છે. વિદ્વાનોની સભામાં સાચા જ્ઞાની અલ્પજ્ઞ હોઈ શકે. પરંતુ ભક્તિમાર્ગના આરાધકોમાં આ આચાર્ય ભગવંત હોય કે અન્ય મતપંથના ભક્તકવિ નરસિંહ કે મીરાં કોઈપણ હોય તો તેની પરમાત્મા તરફની ભક્તિ, સમર્પણ અને આજ્ઞાપાલન અત્યંત મૂલ્યવાન છે. ભક્ત જ્યારે ઊંચો અનુભવ અને જ્ઞાનદશાએ પહોંચે ત્યારે વિદ્વાનોમાં પણ તે શિરોમણી બની શકે છે. પરંતુ વિદ્વાન ઊંચી અનુભવ અને જ્ઞાનદશાએ ન પણ પહોંચી શકે. સ્તુતિરૂપી ઝરણાં કેવી રીતે પ્રગટે છે ? આ શ્લોકમાં કવિ આગળ જણાવે છે કે હે પ્રભુ તમે મારા સ્વામી છો, હું તમારો સેવક છું. તમારા તરફની મારી ભક્તિ નદીમાં આવેલા ઘોડાપૂરની જેમ ઉત્તરોત્તર વધતી જાય છે. મારા રોમેરોમની અંદર આપની ભક્તિ સિવાય કશું છે નહીં. આપના ગુણોની ભક્તિમાં મારો પુરુષાર્થ જેમ જેમ ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે તેમ તેમ પાતાળમાંથી પથ્થરોને તોડીને જેમ પાણીનો અક્ષયપ્રવાહ ધોધરૂપે બહાર આવે, પાણીનો પ્રવાહ જેમ બળાત્કારે પથ્થરોને તોડીને બહાર આવે છે; તેમ અંતરરૂપી પાતાળમાંથી તમારા તરફની ભક્તિ અનંતકાળના જળ–સાથેના એકમેક બનેલા મારા તે સંસ્કારોનો બળાત્કારે નાશ કરી આપની સ્તુતિરૂપે બહાર આવે છે. હૃદયમાંથી નિર્મળ ભક્તિનાં ઝરણાં બહાર આવે છે. ભક્તિરૂપી પાવનગંગા સ્વયં મને વાચાળ બનાવે છે, હે પ્રભુ, ક્યારેક તો મને એમ થાય છે કે હવે મને મુક્તિ પણ ન ખપે, ભવોભવ મને આપની ભક્તિ જોઈએ. ભક્તામર સ્તોત્રના આ છઠ્ઠા શ્લોકમાં ભક્તિનો અપરંપાર મહિમા કવિએ ગાયો છે. ભક્ત અને ભગવાનના અંત સંબંધને પ્રસ્થાપિત કર્યો છે. For Private Personal Use Only ( ૪ ) Page #62 -------------------------------------------------------------------------- ________________ આ ભક્તિનું સુક્ષ્મરૂપ સમજવા જેવું છે. ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેના બાહ્યરૂપ, શક્તિ કે શરીર ઇત્યાદિની ભક્તિ નથી કરતો પરંતુ ભગવાનમાં રહેલી ભગવત્ શક્તિની ભક્તિ કરે છે. પરમાત્માના ગુણોની ભક્તિ કરે છે, સત્તામાં રહેલા તથા અનેક પ્રકારના પોતાના ગુણોને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. અહીં એ પણ એટલું જ અભિપ્રેત અને સાચું છે કે ભક્તિની અંદર પૂર્ણરૂપે ડૂબેલો જીવ પરમાત્મામાં જે પરમ ચૈતન્યનું દર્શન કરે છે અને સત્તામાં રહેલા પોતાના પરમ ચૈતન્યનો સ્વીકાર કરે છે તેવીજ રીતે ચારે ગતિના સમસ્ત જીવરાશિમાં રહેલા પરમ ચૈતન્યનો પણ એક જ સમયે સ્વીકાર કરે છે. વસંત હતું, કોયલ અને આંબો. એટલે ભક્તિ, કવિ અને પરમાત્મા પરમાત્મા તરફની ભક્તિ આચાર્ય ભગવંતની એટલી સ્વયંભૂ છે કે આ શ્લોકના અંતિમ ચરણમાં તે એમ જણાવે છે કે વસંતઋતુમાં કોયલ દ્વારા થતા મધુર ટહુકાનું કારણ તે ઋતુમાં આવેલો સુંદર આંબાના મોરનો સમૂહ છે. તેવી જ રીતે પરમાત્મા તરફની ભક્તિ તે વસંત ઋતુ છે. કોયલ માટે જેમ આંબાનો હોર નિમિત્ત છે, તેમ મહાપુણ્યયોગે નિમિત્તરૂપે મહાકવિને સ્વયં શ્રી ઋષભ જિનેશ્વર મળ્યા છે. આંબાના મોરને જોઈ કોયલ ટહુકાર કર્યા વિના રહી જ નથી શકતી અને સતત મધુર ટહુકાર કરે છે તેવી રીતે પરમાત્માને જ્ઞાનચક્ષુથી જોઈને ભક્તિરૂપી વસંતઋતુમાં મહાકવિ પ્રભુની નિરંતરસ્તવના કરેછે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુના મધુરગાન ગાયછે, જેના ફળ સ્વરૂપે ભક્તામર સ્તોત્રની જગતને ભેટ મળી છે. (૪૦) Page #63 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૭ त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं, पापं क्षणात्क्षयमुपैति शरीर भाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु; सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ||७|| ભાવાર્થ : ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પ્રાણીઓનું પાપ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. જેમકે લોકમાં વ્યાપેલું અને ભ્રમર જેવું કાળું કૃષ્ણપક્ષની રાત્રિનું સર્વ અંધકાર પ્રાતઃકાળે સૂર્યના કિરણોથી ભેદ પામીને નાશ પામે છે. જેમ સૂર્યોદય અંધકારના નાશનું કારણ છે તેમ જિનેશ્વર ભગવાનની સ્તુતિ પાપના નાશનું કારણ છે. IIII આ રોજની પૂજા, પાપથી કાં ન ઉગારે આતમને? શ્રી ભક્તામર સ્તોત્રના સાતમા શ્લોકમાં એમ જણાવ્યું છે કે ભવની પરંપરા એ ઉપાર્જન કરેલું પ્રાણીઓનું પાપ હે પ્રભુ, તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. આ વાત તદ્ન સત્ય છે અને સચ્ચાઈના મજબૂત પાયા ઉપર ઊભેલીછે, અને સાથે સાથે એ પણ હકીકત છે- સામાન્ય જનોનો અનુભવ છે કે વર્ષોના વર્ષો સુધી નિયમિતપણે પ્રભુની સ્તુતિ કરવા છતાં નથી તો પાપનો નાશ થયો કે નથી કોઈ અંતર પરિવર્તન થયું. ગમે તેટલા પાણીએ ધોવા છતાં કાકડી કડવી ને કડવી જ રહી છે! દેરાસરની અંદરપછી તે શત્રુંજ્ય મહાતીર્થ હોય કે શંખેશ્વર હોય, એકલા કે સમૂહમાં, સામાન્ય કે મધુરકંઠે, લોકોએ અસંખ્યવાર ગાયું છે કે, “માતા મરુદેવીના નંદ દેખી તાહરી મૂર્તિ, મારું મન લોભાણુંજી'. જે પરમાત્મા સન્મુખ મોટા અવાજે પોકાર કરીને પોતાનું મન લોભાયું હોવાના સ્તવન દ્વારા જાહેરાત કરતો માનવી એકવાર પણ પોતાના હ્રદય ઉપર હાથ મૂકીને પોતાની જાતને ઢંઢોળીને પૂછી જુએ કે પોતાનો સદ્ભાવ, પોતાનો અનુરાગ, પોતાની ચિત્તવૃત્તિ શેમાં રોકાયેલી છે ? શેમાં લોભાયેલી છે ? ધન, વૈભવ, ઐશ્વર્ય, પત્ની, સંતાનો, પરિવાર, યશ-માન-પ્રતિષ્ઠા અને જગતના તમામ પરપદાર્થો તરફ રોકાયેલી છે? અને સચ્ચાઈની પ્રતીતિ જોઈતી હોય તો જરા ઊંડાણમાં For Priva(૪૮)sonal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ જઈને એમ પણ પૂછી જુઓ કે પરમાત્મા અને પરમાત્માના ગુણો અને તે ગુણપ્રાપ્તિના માર્ગ સિવાય બીજે બધે જ સ્થળે બધા જ વિષયોમાં અનાદિકાળથી ચિત્તવૃત્તિ દઢતાથી જોડાયેલી છે? જો એમ જ છે તો એમ શા માટે? આત્મા અનાદિકાળથી મોહમાં રમણતા કરતો આવ્યો છે. રાગ, દ્વેષ, અજ્ઞાન અને આસક્તિએ ભવભ્રમણની પરંપરા સર્જી છે. પોતાના માની લીધેલા સુખની પ્રાપ્તિ કરવા માટે તેણે પાપાચરણ કરવામાં પાછું વળીને જોયું નથી, તેના સંસ્કાર અને દઢ માન્યતા પણ એવી જ છે કે સંસારમાં આવ્યા છે તો પાપ કર્યા વિના ઓછું ચાલી શકવાનું છે? ફરજના ભ્રામક મોહમાં અને તેના અંચળા હેઠળ નવતત્ત્વની શ્રધ્ધાનું પડીકું વાળીને હૃદયની તિજોરીના ગુમખાનામાં મૂકી દઈ એમ કહે છે કે આ કુટુંબ, આ પત્ની, આ પરિવાર અને જીવનનિર્વાહ માટે કોણ પાપ નથી કરતું ? ધર્મ તો થાય એટલો કરીએ છીએ. સંસારમાં રહીને બધાં જ કંઈ ઓછા ભરત ચક્રવર્તી કે પુણ્યશ્રાવક જેવાં સમ્યમ્ દષ્ટિ આત્મા થઈ શકે એમ છે? પોતાની માન્યતા, પોતાના આગ્રહો, પોતાની કુળપરંપરા, પોતાની ગતાનુગતિક્તાવાળી સમજણ અને પોતાનો પાપાભિમુખ દષ્ટિકોણ આ સઘળાં જીવને અનંતકાળથી ભવભ્રમણ કરાવી રહ્યાં છે. જૈનદર્શનમાં આત્માની વિચારણા. જૈન દર્શને આત્માની સંપૂર્ણ સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો છે, આત્માની શુદ્ધતાનો સ્વીકાર કર્યો છે, આત્માના અનંતાગુણો અને કેવળજ્ઞાનનો સ્વીકાર કર્યો છે, આત્માની સ્વાધીન દશાનો સ્વીકાર કર્યો છે. પરમાત્માના ઓમકારના દિવ્ય ધ્વનિમાંથી પ્રગટેલા આ સત્યો ત્રણેકાળના માટે અબાધિત સત્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં હવે એ સ્પષ્ટપણે સમજી શકાશે કે નિગોદથી માંડીને આજ સુધીના ભાવોમાં, અનાદિથી માંડીને આ ક્ષણ પર્યત તમામ સમયે આત્મા સદા સર્વદા સંપૂર્ણ સ્વતંત્ર હતો. સ્વભાવની પસંદગી કરવી કે વિભાવમાં રમણતા કરવી તે તેનો સંપૂર્ણ સ્વતંત્ર અને અબાધિત અધિકાર હતો. જગતનાં તમામ જીવો એકીસાથે, એકીમતે રાગ, દ્વેષ, અજ્ઞાન અને આસક્તિનો સ્વીકાર કરે તો પણ એવો નિયમ નથી કે ભવિષ્યમાં અનાદિકાળ સુધી તેઓ ભવભ્રમણ કર્યા જ કરે. વિભાવ અને મિથ્યાત્વની આ સ્થિતિમાંથી ભૂતકાળમાં અનંતાજીવો તેની નિરર્થકતાનો યથાર્થ નિર્ણય કરી વિભાવમાંથી ખસીને સ્વભાવમાં જઈ શક્યા હતાં, વર્તમાનમાં જઈ રહ્યા છે અને અનાગતકાળે અવશ્ય જવાના છે, તે જ આત્માની સ્વતંત્રતા For Private Personal Use Only (૪૯) Page #65 -------------------------------------------------------------------------- ________________ અને સ્વાધીન દશાનો પુરાવો છે. કેવી રીતે કરવામાં આવેલી સ્તુતિ પાપનો નાશ કરે ? આપણે આ સંદર્ભમાં સાતમા શ્લોકની આ પંક્તિઓને સમજવાની છે કે ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પાપ પ૨માત્માની સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. ભવની પરંપરાનું સર્જન કરનારો જીવ પરમાત્માથી વિમુખ હતો એટલે પરમાત્મદશાથી વિમુખ એવી પાપ સર્જતી સર્વ સાધનસામગ્રી તેને નિત્ય નિરંતર મળતી રહી. જ્યારે જીવ પરમાત્માની સન્મુખ થાય ત્યારે તેજ ક્ષણે તે પાપથી વિમુખ થાય છે. રાગ, દ્વેષ, અજ્ઞાન, અને આસક્તિથી વિમુખ થાય છે, તેની નિરર્થકતાનો યથાર્થ નિર્ણય થતાં તે સર્વેને પળમાત્રમાં છોડી દે છે. અને પરમાત્માના ગુણોમાં પ્રીતિવાન થાય છે. અનાદિકાળથી પોતે પરમાત્માથી વિમુખ રહ્યો તેનો તેને પારાવાર ખેદ થાય છે. એક કવિએ સાચું જ કહ્યું છે કે : “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.” મિથ્યાત્ત્વમાં વિતાવેલા સમયને કારણે અનંતકાળથી ખેદ પામેલો અને પસ્તાવો કરતો જીવ હવે પરમાત્મા તરફ પ્રીતિવાન થઈ પરમાત્માના ગુણગાન ગાય છે. અહીં આચાર્ય ભગવંત કહે છે કે, હે પ્રભુ, જેના હૃદયમાં અને રોમેરોમમાં આપના અનંતાગુણોનો મહિમા આવ્યો છે તે આપની સ્તુતિ કર્યા વિના કેવી રીતે રહી શકે ? તેમના હૃદયમાંથી નિર્મળ ઝરણરૂપે વહેતી આપની સ્તુતિ આપના ગુણગાન જેવાં શરૂ થાય છે કે તરતજ ભવની પરંપરાએ ઉપાર્જન કરેલું પાપ તત્કાળ નાશ પામે છે. એક રૂપક દ્વારા તેઓ જણાવે છે કે લોકમાં વ્યાપેલ અને ભ્રમર જેવો કાળો કૃષ્ણપક્ષની રાત્રિનો અંધકાર પ્રાતઃકાળે જેમ સૂર્યના કિરણોથી ભેદાઇને નાશ પામે છે તેમ અંતઃકરણમાં આત્મારૂપી સૂર્ય પ્રકાશિત થતાં અર્થાત્ જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થતાં અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. જે રીતે સૂર્યોદય અંધકારના નાશનું કારણછે તેજ રીતે જિનેશ્વર ભગવાનની સ્તુતિ પાપનો નાશનું કારણ છે. આ રૂપકને આપણે જરા વિસ્તારથી સમજીએ. કઈ રીતે ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો પાપનો નાશ થાય ? જે જીવને ધનનો અત્યંત મોહ હોય, ધનનો અત્યંત મહિમા હોય તે જેમ ધન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે, રાત-દિવસ જોયા વિના મહેનત કરે છે, ભૂખ તરસ વેઠીને ધનની પ્રાપ્તિ માટે લાખ ઉપાયો કરે છે. ખાતાં-પીતાં, જાગતાં-સૂતાં, મહેફિલોમાં કે (૫૦) Page #66 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાં, તનથી અને મનથી નિરંતર તેના વિચારોમાં અને તેના પુરુષાર્થમાં ખોવાયેલો રહેછે. આવી જ સ્થિતિ ક્ષણેક્ષણ માટે પરસ્ત્રીમાં આસક્ત કામી અને વિષયી પુરુષની હોય છે. જેને જેનો મહિમા હોય અને તે મહિમા જેટલો વિશેષ અને ઉત્કટ હોય તેના પ્રમાણમાં તે મહિમાવંતી વસ્તુને પ્રાપ્ત કરવા માટે જીવ સર્વસ્વનું બલિદાન કરી દે છે. જેમ કંચન અને કામિનીમાં આસક્ત જીવ તેનાથી ઊબકી જાય, તેની નિરર્થકતાનું તેને ભાન થાય કે તરત જ તેનો કંચન કામિની તરફનો મોહ ભાંગીને ભૂક્કો થઈ જાય તેમ તેવી જ ઉત્કટતાથી તેવા જ પ્રેમને વશ થઈ આત્મા જ્યારે પરમાત્મપદ તરફ ગતિ કરે છે ત્યારે તેના હૃદયમાંથી જે સ્તુતિ પ્રગટ થાય છે, પરમાત્મા તરફની ભક્તિ પ્રગટ થાય છે તે સર્વ પાપોનો નાશ કરનાર હોય છે. એક વખત પરમાત્મા તરફ તેને સાચી પ્રીતિ જાગે તેને જિનેશ્વર ભગવાનની પરમોચ્ચ સ્થિતિનો તેનો યથાયોગ્ય મહિમા આવે અને તે મહિમા પણ નિરંતર વર્ધમાન દશામાં આવ્યા જ કરે ત્યારે તેવા આત્માને પરમાત્માની સ્તુતિ કઈ રીતે કરવી તે શિખવાડવું પડતું નથી. તેનાથી સહજપણે અનાયાસે સ્વયંભૂપણે પરમાત્માની સ્તુતિ થયા જ કરતી હોય છે. તે બોલતો હોય કે મૌન હોય, મંદિરમાં હોય કે માર્ગ પર હોય તેનું હૃદય અને નેત્રો, તેના મન-વચન અને કાયા, અને તેના રોમેરોમમાં પરમાત્માની સ્તુતિ હોય છે. આવી સ્તુતિ જ સર્વ પાપોનો નાશ કરનાર છે. પોતાના સમગ્ર અસ્તિત્વનો ભક્તિભાવમાં ડૂબીને જ્યારે લોપ કરવામાં આવે, પરમાત્મામાં જ્યારે સંપૂર્ણપણે ખોવાઈ જવાય ત્યારે સ્તુતિરૂપી બીજ પરમાત્મપદરૂપી વૃક્ષરૂપે ફૂલીફાલીને મોટું થાય છે. અત્રે યાદ રહે કે વૃક્ષની અવસ્થાએ પહોંચતાં પહેલાં બીજે ધરતીમાં દટાવું પડે છે. પોતાના સમગ્ર અસ્તિત્વનો લોપ કરવો પડે છે. પરમાત્માના ચરણમાં જે સર્વસ્વનું સમર્પણ કરે છે તે પરમપદને પામે છે. એક કવિએ સાચું જ કહ્યું છે કે : " मिटा दे अपनी हस्ती को, अगर कुछ मरतबा चाहे के दाना खाक में मिलकर, गुले गुलजार होता है ।” જમીનમાં બીજ દટાઈને જ્યારે પોતાના અસ્તિત્વનો લોપ કરે છે ત્યારે જ તે નવપલ્લવિત વૃક્ષ તરીકે મનોહર પુષ્પોથી છવાયેલા વૃક્ષ તરીકે પોતે નવું અસ્તિત્વ પામે છે. આ જ રીતે પરમાત્માની સ્તુતિમાં ડૂબેલો આત્મા પરમાત્મપદને પામે તેમાં શું આશ્ચર્ય છે? આ રીતે આચાર્ય ભગવંતે ભક્તિ અને સ્તુતિનો મહિમા સાતમા શ્લોકમાં ગાયો છે. *k * (૫૧) * Page #67 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર બ્લોક ૮ मत्वेति नाथ ! तव संस्तवनं मयेदमारभ्यते तनुधियाऽपि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु, मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ।।८।। ભાવાર્થ : ઉપર મુજબ તમારું સ્તોત્ર કરવું દુષ્કર છે તો પણ તે સર્વ પાપને હરનારું છે. એમ માનીને હે નાથ ! અલ્પબુદ્ધિ છતાં પણ મેં આ તમારું સ્તોત્ર રચવાનો પ્રયત્ન કર્યો છે તે તમારા જ પ્રભાવથી છે. વળી તે સપુરુષોના મનનું રંજન કરશે. કેમકે કમલિની પર પડેલ જળનું બિંદુ મોતીની શોભા પામે છે. તમારા પ્રભાવથી મારા જેવા મંદબુદ્ધિનું સ્તોત્ર પુરુષોને આનંદકારક થશે. ||દો. પરમાત્માની સ્તુતિ કરવી શા માટે દુક્કર છે ? આઠમા શ્લોકના પ્રારંભમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ! આપનું સ્તોત્ર કરવું દુષ્કર છે. અર્થાત્ પરમાત્માની સ્તુતિ કરવી તેમ જ સ્તુતિની રચના કરવી ખૂબ જ દુષ્કર છે. ખૂબજ કઠણ છે. છતાં તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાત જરા વિગતથી સમજીએ. આત્માનું સ્વરૂપ સ્ફટિક મણિ જેવું છે. ચંદ્રના જેવી ઉજ્જવળ કાંતિવાળું ધવલ છે. પારદર્શક છે.આત્મા સ્વયં (સ્વ૫૨)પ્રકાશક છે. સ્ફટિક મણિને હાથમાં લઈ તેના ઉપર પારદર્શક લાલ કાગળ વીંટાળવામાં આવે તો સ્ફટિક મણિ લાલ દેખાય છે. તેના ઉપર બીજા કોઈ રંગનો કાગળ વીંટાળવામાં આવે તો જેવા રંગનો કાગળ વીંટવામાં આવે તેવા રંગનું સ્ફટિક મણિ દેખાય છે. જે રંગનો કાગળ જ્યાં સુધી સ્ફટિક મણિ ઉપર વીંટાળ્યો હોય ત્યાં સુધી જ તે તેવા રંગનો દેખાય છે. કાગળ હટાવી લઈએ તો સ્ફટિક મણિ મૂળ જેવો હતો તેવો જ દેખાય છે. કાગળના રંગના કારણે તે કાગળના રંગ જેવો જણાયો તે સાચું, પરંતુ કાગળનો રંગ સ્ફટિક મણિમાં ઉતર્યો નથી. ટૂંકમાં જુદા જુદા રંગના કાગળને આપણે રાષ, અજ્ઞાન, આસક્તિ કે કામ, ક્રોધરૂપ કહી શકીએ ખરાં, પરંતુ તે બધું તો કાગળની સાથે સંકળાયેલાં છે, સ્ફટિક મણિની સાથે નહીં. અર્થાત્ આત્મા ઉપર તેનું For Private ( 42 )onal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જેવું સ્વરૂપ જણાવ્યું તેવો છે. તે જ્ઞાન સ્વભાવી છે, તે શુદ્ધ છે. તે આનંદકંદ છે. તે પૂર્ણાનંદનો નાથ છે. અનંતાગુણો અને ઐશ્વર્યથી યુક્ત છે. રાગ, દ્વેષ, કે કામ, ક્રોધ જેવા વિકારી ભાવોવાળો તે અજ્ઞાન દશામાં હોઈ શકે. પણ તે વિકારી ભાવો તેનું સ્વરૂપ નથી. અનાદિકાળથી પોતે વિકારી ભાવો સાથે એકત્વ બુદ્ધિ કરેલી હોવાથી પોતાના શુદ્ધ સ્વરૂપને તે જાણી કે અનુભવી શક્તો નથી. અને પોતાના શુદ્ધ સ્વરૂપનો માહિતી ખાતર પણ સ્વીકાર કરી શક્તો નથી એટલું જ નહી પરંતુ આનાથી વિપરીત ક્યારેક તે પોકાર કરીને કહે છે કે “હે વીતરાગ પરમાત્મા તમે પૂર્ણ વીતરાગી છો. તમે સર્વજ્ઞ છો. તમે પૂર્ણાનંદી છો. તમે ત્રણલોકના નાથ છો. જેવો તમારો આત્મા છે, તેવો જ મારો આત્મા છે. જેવું તમારા આત્માનું સ્વરૂપ છે. તેવું જ મારા આત્માનું સ્વરૂપ છે. છતાં હે પ્રભુ! તમે વીતરાગી છો. હું રાગી છું. તમે ક્ષમાસાગર છો. હું ક્રોધી છું.'’ આ રીતે જીવ પોકારમાં પોતાને પરમાત્મ સ્વરૂપ ગણાવે છે. પરંતુ તેની અતૂટ અને સાચી શ્રદ્ધા તેના હૃદયમાં નિઃશંકપણે હૃદયના અતલ ઊંડાણમાં અનાદિના સંસ્કારના કારણે, ભવોની પરંપરાના કારણે એવી દૃઢ પડેલી હોય છે, કે પોતે રાગી છે, દ્વેષી છે, ક્રોધી છે, લોભી છે, અહંકારી છે અને મમતાવાળો છે. જ ઉપરના લખાણના અનુસંધાનમાં આઠમા શ્લોકમાં કવિ કહે છે કે હે પ્રભુ, આપનું સ્તોત્ર રચવું દુષ્કર છે. આ વાત અહીં સ્પષ્ટ રીતે સમજી લેવાની છે કે આત્માના શુદ્ધ સ્વરૂપનો જેને અંતરમાં સ્વીકાર નથી, જેની શુદ્ધ દ્રવ્યો ઉપર દૃષ્ટિ નથી અને જેની પર ભાવ અને વિકારી ભાવો ઉપર એકત્વ બુદ્ધિ છે તે લૌકિક અર્થમાં દુન્યવી વિષયો ઉપર ગમે તેવી મહાન કૃતિ, કાવ્યરચના, કે મહાકાવ્યની રચના કરી શક્તો હોય તો પણ તેના માટે ૫૨માત્માના સ્તોત્રની રચના કરવી દુષ્કર છે. શુદ્ધાત્માની જેને યથાર્થ શ્રદ્ધા હોય, વિકારી ભાવોથી એકત્વ બુદ્ધિ ટળી જેનું મન નિર્મળ દશાને પામ્યું હોય તે હૃદયમાં પરમાત્માની ભક્તિને ધારણ કરી શકે છે. તે પરમાત્માની સ્તુતિ કરી શકે છે. તે પરમાત્માના સ્તોત્ર રચી શકે છે. કેમ કે તેણે પરમાત્માના શુદ્ધ સ્વરૂપને, તેમના અનંતાગુણોને, તેમની પૂર્ણાનંદની દશાને નિઃશંકપણે મન-વચન અને કાયાના યોગથી સ્વીકારી છે, તેને પરમાત્માનો મહિમા છે. તે પરમાત્માના પ્રભાવમાં છે એટલે જ આચાર્ય ભગવંત આઠમા શ્લોકના પ્રારંભમાં જણાવે છે કે હે પ્રભુ, તમારું સ્તોત્ર કરવું દુષ્કર છે- બીજાઓ માટે પરંતુ હેનાથ, મારી અલ્પબુદ્ધિ છતાં તમારું સ્તોત્ર રચવાનો મેં પ્રયત્ન કર્યો છે તે તમારા મારા ઉપરના પ્રભાવના કારણે. (૫૩) Page #69 -------------------------------------------------------------------------- ________________ આ પંકિતઓમાં કવિની નમ્રતા અને પ્રભુ તરફની ભક્તિના દર્શન થાય છે. પોતાને અલ્પબુદ્ધિ કહીને એમ જણાવે છે કે પરમાત્માની સર્વજ્ઞતા સામે પોતે અલ્પજ્ઞ છે, અલ્પબુદ્ધિવાળા છે. પરંતુ તે સાથે અહીં એ પણ સ્પષ્ટપણે અભિપ્રેત છે કે લૌકિક બુદ્ધિ, દુન્યવી બુદ્ધિ, જગતના પરપદાર્થો અને વિકારીભાવો તરફ રાગવાળી નઠારી બુદ્ધિનો હવે તેમનામાં સર્વથા અભાવ છે. તેમની બુદ્ધિ શુદ્ધ દ્રવ્યોમાં રમણતા કરે છે. તેમને જેટલે અંશે શુદ્ધ આત્મદ્રવ્ય તરફની દષ્ટિપ્રગટ થઈ છે. તે દષ્ટિમાં પરમાત્માનું જ સ્વરૂપ જણાયું છે તેનાથી તેઓ જે રીતે પ્રભાવિત થયા છે. તે પ્રભાવના બળનો આશ્રય કરી નમ્રતાપૂર્વક પોતાને અલ્પબુદ્ધિ ગણાવી પોતે સ્તોત્ર રચવા તૈયાર થયા છે તેમ જણાવે છે. સપુરુષ કોને કહેવાય? સ્તોત્ર શા માટે તેમને ગમે છે? આ શ્લોકમાં તેઓ આગળ એમ જણાવે છે કે કમળ ઉપર પડેલું જળનું બિંદુ જેમ શોભા પામે છે અને મોતીની જેમ ચમકે છે, તેવી રીતે હે પરમાત્મા, તમારા પ્રભાવથી મારા જેવા મંદબુદ્ધિ દ્વારા રચાયેલું તમારું સ્તોત્ર સત્પષોના મનને આનંદ આપનાર થશે. આ અર્થગંભીર ભાવને જરા વિસ્તારથી સમજીએ. અહીં પુરુષની તુલના રૂપકરૂપે કમળની સાથે થઈ છે. કમળ માટે સમાનાર્થી શબ્દ પંકજ છે. પંકજ એટલે કાદવમાં જન્મેલું, સરોવરમાં નીચે રહેલા કાદવ કીચડમાંથી જેનો જન્મ થાય છે, તે કમળ કાદવ-કીચડ અને પાણીમાં રહેલું હોવા છતાં તે કાદવ-કીચડ અને પાણીથી ભિન્ન રહે છે. કમળની જેમ પુરુષો સંસારરૂપી સાગરમાં, રાગદ્વેષ અને અજ્ઞાનરૂપી કીચડ વચ્ચે રહેતા હોવા છતાં તેઓ કમળની જેમ તેનાથી ભિન્ન રહે છે. સામાન્ય માણસો જ્યાં જન્મે છે, જેની કુખે અવતાર લે છે તે માતાપિતા અને સર્વ સંબંધોમાં તેમજ કાદવ-કીચડ રૂપી અજ્ઞાનમાં એકત્વ બુદ્ધિ કરે છે. જ્યારે પુરુષો “સત્' નો આશ્રય કરે છે. “સતું એટલે આત્મા, સત્' એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ. “સત્' એટલે આત્માના શુદ્ધ ગુણો. આવા “સત્' નો જેને આશ્રય હોય તે પુરુષો અને તેમની બુદ્ધિ જેમાં રમણતા કરે છે તે શુદ્ધ આત્મ દ્રવ્ય છે. કમલપત્ર ઉપર જળબિંદુ મોતીની જેમ ચમકે છે તેવી રીતે પુરુષોના હૃદયની અંદર મંદબુદ્ધિ એવાં મેં રચેલું તમારું આ સ્તોત્ર શોભાયમાન થઈ રહેશે. તે સત્યરુષોના મનનું રંજન કરનાર અને હૃદયને આનંદ આપનાર છે. કારણકે સત્વરુપોની બુદ્ધિ ઉપર For Private Personal Use Only (૫૪) Page #70 -------------------------------------------------------------------------- ________________ કહ્યું તેમ સમાં રહેલી છે અને પરમાત્માના ગુણોનું ગાન કરતું આ સ્તોત્ર પવિત્ર ભાગીરથીના ઝરણ જેવું પવિત્ર છે. મનને આનંદ-ઉલ્લાસ આપનાર છે. પુરુષોની પરમાત્મા તરફની ભક્તિને પ્રબળ બનાવનાર છે. તો પછી ભક્તામર સ્તોત્રરૂપી પવિત્ર ગંગામાં પુરુષો સ્નાન કરી આનંદ-વિભોર બને તેમાં શું આશ્ચર્ય છે? જલબિંદુ કમલપત્ર ઉપર મોતીની જેમ ચમકી તેની શોભા વધારે છે. તો ભક્તામર સ્તોત્ર સપુરુષોના હૈયાનો હાર બની શોભા વધારે તે સહજ છે. અર્થાત્ આ સ્તોત્ર તેમના આત્માને અત્યંત આનંદ આપનાર અને પ્રમુદિત કરનાર છે. (૫૫). Page #71 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર બ્લોક ૯ आस्तां तव स्तवनमरतसमस्तदोष, त्वत्सडकथाऽपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्त्रकिरणः कुरुते प्रभैव, पद्माकरेषु जलजानि विकासभाञ्जि || ९ || ભાવાર્થ : હે સ્વામીન્ ! સમસ્ત પ્રકારના દોષને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું માત્ર તમારી આ ભવ અને પરભવની ચરિત્રની કથા જ અથવા તમારું નામ સ્મરણ ત્રણ જગતના પ્રાણીઓના પાપનો નાશ કરે છે. જેમ સૂર્ય તો દૂર રહે માત્ર તેના કિરણોની કાંતિ સરોવરમાં રહેલ કમળોને વિકસિત કરે છે. || ૯ || પરમાત્માનું સ્તવન કઈ રીતે સમસ્ત દોષોનો નાશ કરનાર છે ? નવમા શ્લોકના પ્રથમ ચરણમાં એમ કહેવામાં આવ્યું છે કે હે સ્વામી! તમારું સ્તવન સમસ્ત પ્રકારના દોષનો નાશ કરનારું છે. આ અર્થગંભીર અને રહસ્યપૂર્ણ શ્લોકની એક એક પંક્તિને વિગતથી અને વિસ્તારથી સમજવી આવશ્યક છે. અગાઉના શ્લોકમાં આપણે જોયું કે સ્તવન કરવા કોણ સમર્થ હોય છે? સ્તોત્રની રચના કરવાની પાત્રતા ક્યારે આવે? અને તે પાત્રતા એવી તે કેવી ઉચ્ચ કોટિની હોય કે સમસ્ત દોષોનો નાશ કરે? ભૌતિક કે લૌકિક વિષય ઉપર હજારો કાવ્યની રચના કરનારા કે રાજાના ગુણગાન કે સ્તુતિની રચના કરનારા અને તે પ્રકારના અનેક કાવ્યગ્રંથોની રચના કરનારા કવિઓની સંખ્યા જગતમાં ઓછી નથી. તેવા કવિઓની રચના જગતના લોકોનું ચિત્ત હરનાર કે વિશ્વમાં પ્રશંસા પામનાર હોય તો પણ તેમાં આત્માના ગુણોનું પ્રતિબિંબ હોતું નથી. તેમાં પરમાત્માની સર્વજ્ઞતા કે તેમના ગુણો પ્રતિબિંબિત થતા નથી. લૌકિક વિષયથી વિરક્ત થયેલો આત્મા જ્યારે સંસારના પદાર્થો અને તેમાં તેણે માનેલા સુખની નિરર્થકતાનો અનુભવ કરે છે ત્યારે પોતે જે સુખની ભ્રાંતિમાં હતો, અર્થાત્ ભ્રાંત કલ્પનામાં હતો તેનું તેને સ્વાનુભવના બળ ઉપર સ્પષ્ટ દર્શન થાય છે. આ રીતે ભ્રાંતિ તૂટતાં તે સાચા સુખની શોધમાં નીકળેછે. પરમાત્માના (૫૬) Page #72 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ગુણોની તેને લગની લાગે છે. સાપ જેમ કાંચળી ઉતારી નાખે તેમ જગત તરફના તેનો મોહ અને આસક્તિ ખરી પડે છે. આંતર પ્રજ્ઞા પ્રગટે છે. અંતરાત્મ દશા પ્રગટે છે. હવે બહિરાત્મ દશા છૂટી ગઈ છે. રચિ આત્મદશામાં લીન બને છે. હેય ઉપાદેયની બુદ્ધિ સ્પષ્ટ અને નિર્મળ થાય છે. પરમાત્મ પદ તરફની પ્રાપ્તિનો પુરુષાર્થ બળવાન બને છે. આવા આત્માની હૃદય ગંગામાંથી પરમાત્મ ભક્તિના ઝરણાં સ્વયંભુ વહેવા લાગે છે. સહજપણે અને અનાયાસે રચનાઓ થાય છે. સ્તુતિ અને સ્તવન લખાય છે. સ્તોત્રોની રચના થાય છે. આત્મદશાની આ નિર્મળ અવસ્થાને એવી પાત્રતા કહેવાય કે જે પાત્રતા સ્તોત્ર રચના કરવામાં સમર્થ હોય છે. ઉપર જણાવેલી અવસ્થાના સંદર્ભમાં એ સ્પષ્ટ જ છે કે પરમાત્મામાં પ્રીતિવાન બનેલ આવી નિર્મળ આત્મદશાવાળો જીવ ક્રમે ક્રમે આ શ્લોકમાં કહેવાયું તેમ સમસ્ત પ્રકારના દોષોથી મુક્ત થાય છે. દોષાદિકવાળી દૂષિત અવસ્થાથી મુક્ત એવો જીવ પાત્રતા પ્રગટ કરી નિર્મળ દશાને જ પામે છે. - એક સત્યઘટનાની વાત ઉપર જે વિગત જણાવી છે તેના અનુસંધાનમાં એક સત્ય ઘટનાનો અત્રે નિર્દેશ અપ્રસ્તુત નહીં ગણાય. કવિવર મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોરે અસંખ્ય કાવ્યો રચ્યાં. ગીતાંજલિ ગ્રંથની રચના થતાં તેમને નોબેલ પારિતોષિક મળ્યું. તેમની રચનાઓમાં ભક્તિના, પ્રભુની સ્તુતિના ઘણા ચમકારા મળતા. ગીતાંજલિ રચાતાં સમસ્ત વિશ્વમાં તેમની ખ્યાતિ પ્રસરી. તે સમયે એક સંત તેમને દરરોજ મળીને એક જ પ્રશ્ન પૂછતા“શું તમને આત્માનો સાક્ષાત્કાર થયો છે? તમારી રચનાઓ તેના ઉપર આધારિત છે?” કવિવર સદેવ મૌન રહેતા. મનમાં ખૂબ જ મુંઝાતા. આત્મા અને પરમાત્મા તરફ તેમની ભક્તિ જરૂર હતી, તેની ઝંખના જરૂર હતી, પરંતુ સાક્ષાત્કાર થયો નહતો. એક વખત વર્ષાકાળે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા ગયેલા કવિએ સમુદ્રના જળમાં ઊગતા સૂરજના પ્રતિબિંબને જોયું. આ દશ્ય તેમના દૈનિક ક્રમનું હતું, છતાં આજે અતિશય ભાવવિભોર થઈ ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તાની બાજુ ઉપર પાણીથી ભરાયેલા અનેક નાના-મોટાં ખાબોચિયામાં તેમણે સૂર્યનું પ્રતિબિંબ જોયું. ગહન અંતર્મુખતામાં સ્પષ્ટ નિર્ધાર થયો. જળની અવસ્થા ગમે તે હોય, ગમે ત્યાંની હોય, મલિન હોય કે સ્વચ્છ હોય પણ સૂરજનું પ્રતિબિંબ સર્વત્ર છે. સૂરજ સચરાચર સૃષ્ટિને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે કોઈપણ યોનિમાં રહેલા કોઈપણ જીવની (પ ) Page #73 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા ગમે તે હોય પરંતુ દરેકમાં પરમ ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ ભગવાન આત્મા પ્રકાશે છે. કવિવર ટાગોરની આ સ્વાનુભૂતિનું જોર એટલું બળવાન હતું કે પ્રથમ ત્રણ દિવસ સુધી જે મળે તેને પછી તે મનુષ્ય હોય કે પશુ હોય કવિ રોમાંચિત થઈ જતા, તેને ભેટી પડતા, ગદ્ગદિત થઈ જતા અને નેત્રોમાં પરમ આનંદના અશ્રુ ઊભરાતાં, પછી તો જીવનપર્યત તેમને આ જ દષ્ટિ રહી હતી. તે પછીની તેમની રચનાઓમાં સત્યાનુભૂતિ પ્રતિબિંબિત થાય છે. પ્રભુનું નામ સ્મરણ સર્વ પાપનો નાશ કરનાર છે. બીજી પંક્તિમાં એમ જણાવાયું છે કે, હે પ્રભુ! તમારું નામ સ્મરણ પણ જગતના પ્રાણીઓનાં પાપનો નાશ કરનાર છે. અહીં આશય એ છે કે મહાન પુરુષાર્થી અને વિરલ આત્માઓ પોતાના આત્મપુરુષાર્થ દ્વારા પરમાત્માને સમર્પિત થઈ રોમેરોમમાં પ્રભુ તરફની ભક્તિ પ્રગટ કરી, સ્તોત્રો રચવાની પાત્રતાને પામે છે અને તેવી રચનાઓ પણ કરે છે. જગતના તમામ જીવો આવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ન પણ કરી શકે. તે સંદર્ભમાં એમ કહે છે કે હે પ્રભુ તમારું સ્તવન કે જે સમસ્ત પ્રકારના દોષોનો નાશ કરનાર છે તે પુરુષાર્થની નબળાઈને લીધે કદાચ જીવો ન કરી શકે તો પણ તમારી આ ભવની અને પરભવની ચરિત્રકથાને સાંભળે, વિચારે, સમજે અને અંત:કરણપૂર્વક તમારું સાચું નામ સ્મરણ કરે તો આ સાચું નામસ્મરણ પણ ત્રણેય લોકના પ્રાણીઓનાં પાપનો નાશ કરનાર છે. અહીં નામસ્મરણને થોડી વિગતથી અવલોકીયે. અર્થાત્ આ કળિયુગમાં ભવસમુદ્રમાં ડૂબતા જીવોના માટે પરમાત્માનું નામ, પરમાત્માનું સ્મરણ, પરમાત્માનું ચિંતન, પરમાત્માનું જીવનચરિત્ર આધારરૂપ છે. ભવસમુદ્રમાં ડૂબતા જીવોને તે બચાવનાર છે. જેના હૃદયની અંદર ખાતા, પીતા, ઊઠતાં, બેસતા કે પ્રવૃત્તિઓની વચ્ચે પરમાત્માનું સ્મરણ રહેતું હોય તેનાં પાપોનો નાશ થાય છે. “હું તો હાલ ચાલું ને પ્રભુ સાંભરે રે.....” આ કવિતાની આ પંક્તિ જેવી જેની દશા હોય તેના પાપનો નાશ થાય તેમાં શું આશ્ચર્ય છે? પ્રભુ સ્મરણ તરફની આવી સ્થિતિ ક્રમે ક્રમે ભક્તિભાવમાં ઉત્કૃષ્ટતા લાવી જીવને પરમાત્મા તરફ સમર્પિત બનાવે છે. સર્વ પાપોનો નાશ થવાથી ઉત્પન્ન થતી નિર્મળ દશા સ્વાનુભૂતિ દર્શન - સમ્યગુદર્શન - પરમાત્મદર્શન કરાવે છે. આથી ઊલટું રાગ-દ્વેષ-અજ્ઞાનમોહ અને આસક્તિનાં પૂરમાં તણાતો જીવ નિત્યપ્રતિ પ્રભુ સ્મરણ કરે, (૫૮) Page #74 -------------------------------------------------------------------------- ________________ અનેક માળાઓ ગણે અને પ્રભુના નામના કરોડો જાપ કરે તો પણ તેની સ્થિતિમાં કાંઈ ફરક પડતો નથી. કોઈપણ પ્રકારનું ફળ મળતું નથી. તેના પાપનો નાશ થતો નથી. તેનું ભવભ્રમણ અટકતું નથી, કારણકે તેની સ્થિતિ “માતા તો રમેં ફિર, મનવા રે વÉ હિરા” જેવી હોય છે. હાથમાં માળા ફરતી હોય અને તેનું મન પ્રગટપણે પરપદાર્થોમાં આસક્ત હોવાથી, ચારેય દિશામાં ભટકતું હોવાથી તેને કાંઈ જ લાભ થતો નથી. નવમા શ્લોકના અંતિમ ચરણમાં એમ કહેવામાં આવ્યું છે કે જેમ સૂર્ય દૂર રહે તો પણ તેનાં કિરણોની કાંતિ સરોવરમાં રહેલા કમળને ખીલવે છે તેવી રીતે આપનું સ્મરણ માત્ર પ્રાણીઓના હૃદયમાં રહેલા પાપનો નાશ કરનાર છે, અને આત્મદશાને ખીલવનાર છે. હે પ્રભુ! આપ સૂર્ય સમાન તેજસ્વી અને સર્વજ્ઞ છો. આપના જ્ઞાનરૂપી કિરણો પડતાં અર્થાત્ સરોવરમાં રહેલાં કમળો જે બિડાયેલાં છે (સંસારના જીવો જે કમળની જેમ બિડાયેલા છે) તેને અડતાં જ તે કમળ ખીલી ઊઠે છે. અહીં સ્પષ્ટ આશય એ છે કે જ્ઞાનરૂપી પ્રકાશના કિરણ જે જીવ પામે છે, પામવાની પાત્રતા કેળવે છે તે જીવના અજ્ઞાનરૂપી અંધકાર અને પાપનો નાશ થાય છે. (૫૯) Page #75 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૦ नात्यद्भुतं भुवनभूषण भूत! नाथ ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा, भूत्याश्रितं च इह नात्मसमं करोति ॥ १० ॥ ભાવાર્થ : જગતના ભૂષણસમાન હે સર્વ જીવોના નાથ! આ પૃથ્વી પર તમને તમારા વાસ્તવિક સત્યગુણોથી સ્તુતિ કરનારાં પ્રાણીઓ તમારા જેવા થાય છે. તેમાં કોઈ પણ આશ્ચર્ય નથી કારણ કે આ જગતમાં જે કોઈ સ્વામી પોતાના સેવકોને પોતાના જેવી સમૃદ્ધિવાળા ન કરે તેવા સ્વામીથી શું ફાયદો? કાંઈ જ નહીં. અર્થાત્ તમારી સ્તુતિ કરવાથી હું પણ તમારા જેવો થઈશ એવો કવિનો આશય છે. ।।૧૦। પરમાત્મા ત્રણે લોકના ભૂષણ સમાન છે. શ્રી ભક્તામર સ્તોત્રના દસમા શ્લોકમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતાં પ્રારંભમાં જ એમ કહેવાયું છે કે જગતના ભૂષણ સમાન હે પ્રભુ! આપ સર્વ જીવોના નાથ છો. સમસ્ત લોકની અંદર સર્વોચ્ચ એવા પરમાત્મપદને પામેલા સર્વજ્ઞ ભગવાન ઋષભ જિનેશ્વરને જગતના ભૂષણ સમાન કહેવામાં આવ્યા છે. એમ કહેવાનું કારણ એજ છે કે પોતાનામાં રહેલા શુદ્ધ પરમાત્મ સ્વરૂપને પ્રભુએ સંપૂર્ણ રીતે પ્રગટ કર્યું છે. પ્રભુ પૂર્ણાનંદના નાથ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ આત્માના અનંતગુણોને પ્રભુએ પ્રગટ કર્યા છે. સંપૂર્ણ પ્રકાશિત એવા આ ગુણોને લીધે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ત્રણે લોકના તમામ જીવોની, તમામ સ્થિતિ અને અવસ્થા અર્થાત્ પર્યાયને વર્તમાનવત્ જાણે છે. કેવળ પ૨માત્મા જ સર્વજ્ઞ અને ગુણ સાગર હોવાથી શ્લોકના પ્રારંભમાં જગતના ભૂષણ સમાન કહ્યા છે. જીવ અનાથ છે, પરમાત્મા તેના નાથ છે. આ જ પંક્તિમાં તેમને સર્વ જીવોના નાથ કહેવામાં આવ્યા છે. જગતના સઘળા જીવો અનાથ છે. શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ પરમ ત્માના પરમ ચૈતન્ય સ્વરૂપમાં અને પ્રત્યેક જીવોના સત્તામાં રહેલા પરમ ચૈતન્ય સ્વરૂપમાં For Private( : C) nal Use:Only Page #76 -------------------------------------------------------------------------- ________________ લેશમાત્ર તફાવત નથી. પરંતુ જગતના જીવોએ આત્માને અત્યંત ગૌણ કરી આત્મા સિવાય બીજે બધે પોતાના ઉપયોગ અને પરિણામ રાખ્યા હોવાથી તેઓ અનાથ છે. પોતાના આત્મસ્વરૂપને અત્યંત ગૌણ કરીને જે ત્રણ કાળમાં પોતાનું નથી તેમાં તે પોતાનું હોવાની એકત્વબુદ્ધિ કરી છે. અર્થાત્ ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, પરિવાર સર્વ સંબંધો અને જડ શરીરને વિષે એકત્વ બુદ્ધિ કરેલ હોવાથી આ જીવ ખરેખર અનાથ છે. સમસ્ત લોકના સર્વજીવોને અનાથ અને પરમાત્માને સર્વ જીવોના નાથ કહેવાનું તાત્પર્ય શું છે? નિગોદમાંથી નિકળી પરમાત્મપદ સુધીની યાત્રા કરનાર જિનેશ્વર ભગવંતને જગતના સર્વ જીવો તરફ ભારે કરુણા છે. કરુણા શબ્દ અત્યંત મૂલ્યવાન છે. કોઈના પર કોઈ દયા કરે ત્યારે દયા કરનાર અને દયા પામનાર વચ્ચે નાના મોટાનો ભેદ હોય છે. દયા સૂક્ષ્મ રીતે અહંકારને પુષ્ટ કરનાર પણ ગણી શકાય, પરંતુ કરુણાની શી વાત કરવી? કરુણા આપવાનો ગુણ છે કરુણા ઉચ્ચ નીચનો ભેદ જોતી નથી. કરુણા પાત્ર કુપાત્રની ભેદરેખા તોડતી નથી. ઉપવનમાં ખીલેલું ફૂલ તેની સુગંધ પ્રસરાવે છે. ફૂલની પાસેથી સંત નીકળે કે ચોર નીકળે તે સુવાસ જ આપે છે. સૂરજના કિરણોથી સમસ્ત પૃથ્વી પ્રકાશિત થાય છે. સૂરજનું તેજ ગરીબ-તવંગર સૌના ઘરમાં જાય છે. ફૂલ અને સૂરજનો ધર્મ સુગંધ અને પ્રકાશ આપવાનો છે, તેજ રીતે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઋષભજીણંદની કરુણા સમસ્ત લોકના સર્વ જીવો તરફ એકસમાન છે. એટલે જ તો એક સ્તવનમાં કહેવાયું છે કે હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી” ઉપરની વિગતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે શા માટે પરમાત્માને જગતના ભૂપણ સમાન અને સર્વ જીવોના નાથ કહેવામાં આવ્યા છે. પરમાત્માના સાચા ગુણને ગ્રહણ કરે તે પરમાત્મા થાય. આ શ્લોકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી ઉપર તમને તમારા વાસ્તવિક સત્યગુણોથી સ્તુતિ કરનારા જીવો તમારા જેવા થાય છે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. આ બાબત જરા વિસ્તારથી સમજીએ. પહેલી વાત એ છે કે પરમાત્માના વાસ્તવિક સત્ય ગુણોથી પરમાત્માની સ્તુતિ કરનાર પરમાત્મા જેવા થાય છે. એનો અર્થ એમ પણ ઘટાવી શકાય કે પરમાત્માના વાસ્તવિક સત્યગુણોવાળી વ્યક્તિ જ પરમાત્માની યથાર્થ સ્તુતિ કરી શકે છે. અને પોતે પરમાત્મા જેવા થાય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે પરમાત્માના ગુણોને ગૌણ કરીને પરમાત્માની સાચી સ્તુતિ થઈ જ ના શકે અને કદાચ કરવામાં આવે Page #77 -------------------------------------------------------------------------- ________________ તો પણ જીવ પરમાત્મા જેવો થઈ ના શકે. એ પણ એટલું જ સત્ય છે કે બાહ્ય ગુણોથી પુષ્ટ થયેલા અહં સ્વભાવી જીવને અત્યંતર ગુણોનું પ્રગટપણું ના હોય તો તે પરમાત્મદશાને પ્રાપ્ત કરી શકતો નથી. પુન્ય બંધાતા મનુષ્ય કે દેવાદિક ગતિના સુખ પ્રાપ્ત કરે તે જુદી વાત છે પરંતુ તેથી ભવ ભ્રમણ ટળતું નથી. આ પરિપ્રેક્ષ્યમાં એમ પણ કહી શકાય કે જ્યાં સુધી પરમાત્માના વાસ્તવિક ગુણો તરફ જીવને યથાર્થ પ્રીતિ થતી નથી, સાચી રુચિ જાગતી નથી, અને પરમાત્માના વાસ્તવિક ગુણોનો યથાર્થ મહિમા આવતો નથી ત્યાં સુધી તે પરમાત્માની સાચી સ્તુતિ કરી શકતો નથી અને પરમાત્મા જેવો થઈ શકતો નથી. અંહી પ્રશ્ન એ થાય છે કે પરમાત્માના વાસ્તવિક સત્યગુણોની પ્રીતિ કેવી રીતે થાય? એમાં રુચિ કેવી રીતે વધે ? તેનો યથાયોગ્ય મહિમા કેવી રીતે આવે? આ માટે શું કરવુ જોઈએ ? આનો જવાબ સ્પષ્ટ છે, સીધો સટ છે. ત્રણે કાળને માટે એકસરખું સત્ય છે. અને તે એ છે કે જીવે અભ્યાસ દ્વારા, ચિંતન દ્વારા, મનન દ્વારા, વિચારણા દ્વારા, પોતાની જાત સાથે મુલાકાત કરવી જોઈએ. પોતાને શેમાં પ્રીતિ છે. પોતાને શેમાં રુચિ છે, અને પોતાને શેનો મહિમા છે તેના નિષ્કર્ષ ઉપર ફરજીયાતપણે સૌથી પહેલાં આવવું જોઈએ. પરમાત્મા તરફની પ્રીતિ, રુચિ અને મહિમા યથાર્થપણે અનંતકાળથી નહીં આવવાનું કારણ તેની પોતાની રુચિ પરમાત્મા સિવાય બીજે ગમે ત્યાં છે તે છે. આ પરીક્ષણ અને નિરીક્ષણ જીવે જાતે કરવાનું છે. અહંકારથી, મમત્વથી, ભ્રાંતિથી કે આત્મવંચનાથી આ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જીવ પોતાને છેતરીને ગમે તેવો પુરુષાર્થ કરે તો પણ પરમાત્માના વાસ્તવિક સત્યગુણોને તે કદી પ્રાપ્ત કરી શકતો નથી અને તે તેમની સાચી સ્તુતિ કરી શકતો નથી. આ સંદર્ભમાં શ્રીભક્તામર સ્તોત્રના રચયિતા મહાકવિ, આચાર્યદેવ માનતુંગસૂરિશ્વરજી પોતાની સ્વાનુભૂતિના આધારે પોકાર કરી જગતને જણાવે છે કે શ્રી ઋષભ જિનેશ્વર એવા સ્વામી છે જેની તેમના વાસ્તવિક સત્યગુણોને ધારણ કરી સ્તુતિ કરવામાં આવે તો તે સ્તુતિ કરનારને પોતાના જેવો બનાવેછે. સ્વામી અને સેવક વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. શ્રી ઋષભ જિનેશ્વર લૌકિક પારસમણી જેવા નથી કે જે લોખંડને સુવર્ણ બનાવે. આ તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા છે. એવા વિરલ પારસમણી છે કે જે બીજા પારસમણીનું નિર્માણ કરે છે. આમ દસમાં શ્લોકમાં યથાર્થ જ કહેવાયું છે કે ૫રમાત્માના વાસ્તવિક સત્યગુણોને હૃદયમાં ધારણ કરી જે પરમાત્માની સ્તુતિ કરે છે, તેના આત્માના પ્રદેશે પ્રદેશે વીતરાગતા પ્રગટે છે અને પરમપદને પ્રાપ્ત કરી તે પરમાત્મા જેવો થાય છે. * * * (૬૨) Page #78 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૧ दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं, नाऽन्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः क्षारं जलं जलनिधेशितुं क इच्छेत् ।। ११ ।। ભાવાર્થ : પ્રભુ! સ્થિરદૃષ્ટિએ જોવા લાયક એવા આપને જોયા પછી માણસની દષ્ટિ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. જેમ ચંદ્રના કિરણ જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રના જળનું પાન કર્યા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની ઇચ્છા કોણ કરે? અર્થાત્ કોઈ ન કરે. તીર્થકર ભગવાનનું દર્શન ક્ષીરસાગરના જળ જેવું છે અને અન્ય દેવોનું દર્શન લવણ સમુદ્રના જળ જેવું છે. /૧૧/ પ્રભુદર્શનનો મહિમા અને સ્થિર દૃષ્ટિનું રહસ્ય. અગિયારમાં શ્લોકના પ્રારંભમાં એમ જણાવ્યું છે કે હે પ્રભુ! સ્થિર દષ્ટિએ જોવાલાયક આપ એકમાત્ર છો. આ પંક્તિમાં ધર્મનું અને મોક્ષમાર્ગનું અત્યંત પ્રગટ તેમજ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. પ્રગટ રહસ્ય એ છે કે જગતમાં પરમાત્મદર્શનથી બીજું કાંઈ શ્રેષ્ઠ નથી. એક તરફ સમસ્ત બ્રહ્માંડના અને ચૌદે લોકના તમામ વૈભવ અને ઐશ્વર્યો મૂકવામાં આવે તો પણ પરમાત્મદર્શનની તુલનામાં એ તણખલાની તોલે છે. દેદીપ્યમાન સૂરજની સામે તે આગિયા સમાન છે. તેથી એમ કહેવાયું છે કે આ જગતમાં સ્થિર દષ્ટિએ જોવાલાયક તો હે પ્રભુ! આપ એક જ છો. આ પંક્તિમાં અપ્રગટ અને ગુપ્ત રહસ્ય ઉપર વિચાર કરતાં એમ જણાય છે કે આવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું દર્શન કરવું હોય તો તે ચર્મચક્ષુથી સંભવ નથી. પરમાત્માની પ્રતિમાના ચર્મચક્ષુથી દર્શન કરવામાં આવે તો પણ ભાવવિભોર થઈ સ્વાનુભૂતિ દર્શન થાય તો તે સાચું દર્શન છે. આવું દર્શન કઈ રીતે થઈ શકે તેની ગુપ્ત ચાવી પણ આચાર્ય ભગવંતે આ પંકિતમાં અત્યંત ઉદારભાવે જીવોના હિતને લક્ષમાં રાખીને આપી છે. પ્રભુનું દર્શન એમણે સ્થિર દષ્ટિએ કરવાનું કહ્યું છે. અહીં સ્થિર દષ્ટિનો અર્થ એકીટશે જોવાને કે ત્રાટક કરીને પ્રભુના દર્શન કરવાનો નથી. પરંતુ For Privale 3) sonal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્થિર દૃષ્ટિમાં ભાવપૂર્વક અને એકાગ્રતાપૂર્વક દર્શન કરવાની વાત છે.. એક જાણીતા દૃષ્ટાંતથી વિચારીએ તો કથાનુયોગ.માં ગુરુ શ્રી દ્રોણાચાર્યએ ધનુર્વિદ્યાની પરીક્ષા લેતી વખતે તેમના શિષ્યોને વૃક્ષ અને તેના ઉપર રહેલા પંખીને જોવાનું કહ્યું ત્યારે કોઈએ આકાશ, વૃક્ષ અને પંખી દેખાતું હોવાનું કહ્યું, કોઈએ વૃક્ષ અને પંખી દેખાતું હોવાનું કહ્યું, કોઈએ માત્ર પંખી ઉપર એકાગ્રતા કેન્દ્રિત કરી ત્યારે સર્વશ્રેષ્ઠ ધનુર્વાર અર્જુને માત્ર પંખીની આંખ દેખાતી હોવાનું કહ્યું. બાણ છોડીને પંખીની આંખ વિંધીને ધનુર્વિદ્યામાં તે સર્વોત્તમ સિદ્ધ થયો. અહીં પ્રભુના દર્શન સ્થિર દષ્ટિએ કરવાની જે વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે આત્મા માટે જ્યારે મન, વચન અને કાયાના યોગથી સંપૂર્ણ ભાવપૂર્વક પૂરી એકાગ્રતા સાથે પોતાના તમામ ઉપયોગને પ્રભુના દર્શનમાં પરોવે ત્યારે જ પરમાત્માની અનુપમ દિવ્યતાનું દર્શન થાય છે. આવું દર્શન બધાને કેમ નહીં થતું હોય? આવી સ્થિરતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? તો તેનો જવાબ એક દષ્ટાંતથી એ રીતે આપી શકાય કે સરોવરના જળમાં સરોવરના કિનારે બેસીને પૂનમની ચાંદની રાતે ચંદ્રના પ્રતિબિંબનું સ્પષ્ટ દર્શન કરવું હોય તો બે શરતો પૂરી કરવી પડે. એક તો વાયુ શાંત હોય અને બીજુ તેમાં બહારથી કોઈ પથ્થર કે તેવા પદાર્થ ન ફેંકવામાં આવે તો સંપૂર્ણપણે શાંત અને સ્થિર એવા સરોવરના જળમાં પૂનમના ચંદ્રનું સ્પષ્ટ દર્શન થાય. પોતાના ચિત્તરૂપી સરોવરમાં રાગ-દ્વેષ-અજ્ઞાન-લોભ-મોહ-અહંકાર આવા વિવિધ પ્રકારના પથ્થરો દ્વારા નિત્ય નિરંતર એક સમય માત્રના વિક્ષેપ વગર જળ ડહોળાતું રહેતું હોવાના કારણે ડોહળાતા જળમાં પ્રતિબિંબ પડે કેવી રીતે? અને દર્શન થાય કેવી રીતે? વિભાવો અને કષાયોના કારણે મનના સમુદ્રમાં વિચાર તરંગોના મોજાં ખૂબ ઊંચા ઊછળતા હોય છે અને આ મોજાં ઊછળતા બંધ ન થાય ત્યાં સુધી પરમાત્માના અનુપમ દિવ્ય સ્વરૂપ અને ગુણોનું દર્શન થતું નથી. ઉપર જણાવ્યા પ્રમાણે આ રીતે સ્થિર દષ્ટિના યોગ વડે આત્મા જ્યારે પોતાની આત્મ સ્થિરતાને પ્રાપ્ત કરે, પોતાના ઉપયોગ અને પરિણામને પણ સ્થિર કરે, આત્મદર્શન તરફ તેને રુડા ભાવ જાગે, પરમાત્મદર્શનની તીખી તમન્ના પ્રગટે ત્યારે સ્થિર દષ્ટિને પ્રાપ્ત થયેલો એવો જીવ અનંતા ગુણોથી ભરેલા એવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના (પ્રજ્ઞા ખુલી હોવાથી અને આંતરદષ્ટિ સ્થિર થઈ હોવાથી) અનુપમ દિવ્ય સ્વરૂપનું દર્શન કરે તેમાં શું આશ્ચર્ય છે! (૬૪) Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવ શા માટે કોડી-છીપલાંથી રમે છે? આ જ શ્લોકમાં આગળ એમ કહેવામાં આવે છે કે આપને જોયા પછી માણસની દષ્ટિ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. અહીં પણ ઘણો ગૂઢાર્થ સમાયેલો છે. પહેલી વાત તો એ છે કે આપનું રૂપ અને આપના ગુણો અનિર્વચનીય છે. ઇન્દ્રિયો દ્વારા તે દર્શનીય નથી તેમજ વાણી દ્વારા તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એટલે અનાદિથી તૃષાતુર જીવની તૃષા આપનું દર્શન થતાં અભૂતપૂર્વ એવા સંતોષને પામે છે. જેને નિધાનની પ્રાપ્તિ થઈ હોય તે કોડી તરફ દષ્ટિ પણ કરતો નથી તો પછી કોડીને ગ્રહણ કરે ખરો? અને કોડીને ગ્રહણ કરવાથી તેને શું સંતોષ મળે? અર્થાત આપના દર્શન પછી માણસની દૃષ્ટિ બીજાને જોવામાં લેશમાત્ર સંતોષ પામતી નથી. હવે આથી વિપરીત એમ પણ કહી શકાય કે જ્યાં સુધી આપનું દર્શન થતું નથી ત્યાં સુધી આ જીવ કોડી, લખોટી અને છીપલાં જેવા પદાર્થોથી રમ્યા કરે છે અને તેમાં સંતોષ પણ માને છે. આ કોડી અને લખોટી એટલે ભવ ભ્રમણ વધારનારો સંસાર. પછી તે સંસાર ગૃહસ્થીનો હોય કે ત્યાગીનો, તેથી કોઈ ફરક પડતો નથી. સંસારી ધન, વૈભવ યશ, માન પ્રતિષ્ઠારૂપી કોડા-છીપલાને પકડવાં અને એ રીતે પોતાના અહંકારને પુષ્ટ કરવામાં રાખને માટે અમૂલ્ય એવા આ આત્માને રોળી નાખે છે તો બીજી તરફ જેની આંતર દષ્ટિ કે આત્મલક્ષી સુનિશ્ચિત પ્રવૃત્તિને આત્માની પ્રવૃત્તિ માનીને જ્યારે આત્મલક્ષ ચૂકી જાય ત્યારે તેવા પ્રકારની પ્રવૃત્તિરૂપી કોડા-છીપલાં દ્વારા તેમનો પણ અહંકાર પુષ્ટ થાય છે અને તેમનો પણ સંસાર વધે છે. પરંતુ આ જ શ્લોકમાં અગાઉ જણાવ્યા પ્રમાણે જેની દૃષ્ટિમાં અગાઉ વર્ણવેલી સ્થિરતા આવતી જતી હોય, અંતર્મુખતા પ્રગટી હોય, એક આત્મા સિવાય સઘળું જેને ગૌણ થતું જતું હોય અને પરમાત્માના દર્શનની તીખી તમન્ના જાગી હોય તેને તેવી આત્મદષ્ટિ અને પ્રભુના અનુપમ દિવ્ય સ્વરૂપ અને ગુણોનું દર્શન થાય છે. એટલું જ નહીં પરંતુ પરમાત્મ સ્વરૂપનું આ દર્શન થતાં જીવ સંસારી હોય કે ત્યાગી હોય પરંતુ તેનાં કોડાં-છીપલાં તેનાં હાથમાંથી અનાયાસે, સહજ પણે છૂટી જ જાય છે. નિધાનની પ્રાપ્તિ થતાં કોડીઓ હાથમાં કેવી રીતે રહી શકે? આ રીતે ગહનતાથી વિચારીએ તો કંઈક “પકડવાની” કે કંઈક “છોડવાની” પ્રવૃત્તિ અનાદિથી આજ સુધી ભવભ્રમણના હેતુરૂપ બની છે, અને આ જીવ તે દ્વારા પોતાના અહંકાર, મિથ્યાત્વ કે પોતાની ભૂલના કારણે સંસારી થઈને પણ ઠગાયો છે અને For Private Personal Use Only દ૫) Page #81 -------------------------------------------------------------------------- ________________ ત્યાગી થઈને પણ ઠગાયો છે. આ શ્લોકના આગળના ચરણમાં એમ કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ! આપનું દર્શન એ તો અનાદિથી ભટકતા તૃષાતુર જીવના માટે ચંદ્રના કિરણ જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીરસમુદ્રના જળના પાન સમાનછે. આમ કહીને પરમાત્માના દર્શનની સર્વોત્કૃષ્ટતા પ્રસ્થાપિત કરવા સાથે સ્વાનુભૂતિ સંપન્ન આ મહાકવિ અને મહાત્મા એમ જણાવે છે કે આત્મદર્શન અને ૫૨માત્મદર્શન એ ક્ષીરસમુદ્રના જળ સમાન છે તો અનાત્મદર્શન બહિરાત્મદર્શન એ લવણસમુદ્રના ખારા જળ સમાન છે. ક્ષીરસમુદ્રનું જળ અનાદિની તૃષા છિપાવી સંસારનો ક્ષય કરનાર છે, જ્યારે લવણસમુદ્રનું જળ સંસારને વધારનાર છે. વિકલ્પે એમ પણ કહી શકાય કે તીર્થંકર ભગવાનનું દર્શન ક્ષીરસાગરના જળ સમાન છે અને અન્ય દેવોનું દર્શન લવણસમુદ્રના ખારા જળ સમાન છે. (૬૬) Page #82 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૨ यैः शान्तरागरुचिभिः परमाणुभिस्तव, निर्मापितस्त्रि भुवनैक-ललामभूत ! तावन्त एव खलु तेप्यणवः - पृथिव्यां! यत्ते समानमपरं न हि रुपमस्ति ।। १२ ।। ભાવાર્થ : ત્રણ લોકના અદ્વિતીય અલંકાર તુલ્ય હે પ્રભુ! શાંત રસની કાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુઓ પૃથ્વી પર તેટલા જ છે એમ જણાય છે, કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું રૂપ દેખાતું નથી. જો તેવા પરમાણુ હોત તો તમારા જેવું બીજું રૂપ પણ મળત.I/૧રી પરમાત્મા ત્રણે લોકનું અદ્વિતીય આભૂષણ શા માટે? શ્રી ભક્તામર સ્તોત્રના બારમાં શ્લોકના પ્રારંભમાં પરમાત્માશ્રી ઋષભ જિનેશ્વરની સ્તુતિ કરતાં એમ જણાવાયું છે કે આપ ત્રણે લોકના અદ્વિતીય અલંકાર સમાન છો. હે પ્રભુ! આપ એવા અનુપમ આભૂષણ સમાન છો કે જેનો જોટો ત્રણેય લોકમાં ક્યાંય મળે તેમ નથી. આવી ઉત્તમ સ્તુતિ કવિ દ્વારા પ્રભુની જે થઈ છે તે શું સૂચવે છે? આચાર્ય ભગવંતના અંતરના ઊંડાણમાંથી સહજ પણે સરી પડેલી આ પંક્તિ એ કોઈ રૂપાળી ઉપમા નથી પરંતુ તેમના હૃદયનો સાચો ભાવ છે. આમ કહેવાનું કારણ એ જ છે કે તેમને પ્રભુની પ્રભુતાનો યથાર્થ મહિમા આવ્યો છે. તે વિના આવી સ્તુતિ થઈ ના શકે. પોતાની અંતરાત્મ દશામાં જે અંશે પ્રભુતા પ્રગટી છે તે અંશોમાં પરમાત્માની વિરાટ પ્રતિભાનું દર્શન થતાં સ્વાનુભૂતિના બળ ઉપર મહાકવિએ પરમાત્માને ત્રણે લોકના અદ્વિતીય અલંકાર સમાન કહ્યા છે. ચારે ગતિના જીવોમાં પરમ રિદ્ધિ સિદ્ધિ અને ઐશ્વર્યથી દેવલોકના દેવો શોભે છે. તે દેવોમાં દેવેન્દ્રો અને એકાવતારી દેવો પણ છે. મનુષ્ય જેની કલ્પના પણ ન કરી શકે તેવી રિદ્ધિ સિદ્ધિ અને જ્ઞાનવાળા દેવો પરમાત્માના ચરણને સેવે છે. તેઓ પરમાત્માને સમર્પિત છે. પરમાત્માની ભક્તિમાં લીન છે. તેમને પરમાત્માનો યથાર્થ મહિમા છે. એટલે જ આ સ્તોત્રના પ્રથમ શ્લોકમાં તે ભક્તિવંત દેવોની વાત આપણે વિચારી છે. આવા દેવો દ્વારા અને જ્ઞાનીઓ દ્વારા જેની નિરંતર સ્તવના થાય છે તે પરમાત્મા ત્રણે For Priv(89) rsonal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ લોકના અદ્વિતીય અલંકાર સમાન હોય તેમાં આશ્ચર્ય શું છે? સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઋષભ જિનેશ્વર ત્રણે લોકમાં અનુપમ આભૂષણ છે. તે એક સનાતન સત્ય છે. જીવ શા માટે અશાંત રસના પરમાણુથી ઘેરાયો છે? આ શ્લોકમાં પ્રભુના શરીરને શાંત રસની કાંતિવાળા પરમાણુ વડે બનેલ છે, તેમ જણાવાયું છે. પરમાત્માની આ પ્રકારે જે સ્તુતિ થઈ છે તે અર્થ ગંભીર છે, તેને જરા વિગતથી સમજીએ. સમસ્ત લોક અને સર્વે જીવો શાંતિની શોધમાં છે. શાંત રસને ઝંખે છે. ચારે ગતિના જીવો આ રીતે સાચા સુખની શોધમાં છે. સાચા સુખ અને શાંતિની શોધમાં ભટકતા જીવો શા માટે અનાદિથી આજ સુધી ભટકી રહ્યા છે? શા માટે શાંત રસના પરમાણુ બધા પરમાત્મા તરફ ખેંચાયા અને તેથી તેની કાંતિવાળું પરમાત્માનું શરીર બન્યું? આ પ્રશ્નનો ઉત્તર જીવની પાસે માહિતીમાં તો કંઈ કેટલાય જન્મોથી પડ્યો છે, પરંતુ ક્યાં સાચું સમજવાની તૈયારી નથી અને સાચું સમજે તો તે સમજણને જીવનમાં ચરિતાર્થ કરવાનો તેનો પુરુષાર્થ નથી. એટલું જ નહિ પણ પુરુષાર્થની નબળાઈ સાથે પ્રમાદ પણ કામ કરે છે અને અહંકારવાળું ચિત્ત ભૂલાવામાં નાખી ભવ ભ્રમણ કરાવે છે. સરળતાથી આ વાત સમજવા માટે એમ કહી શકાય કે જો કોઈને ધન કમાવું હોય તો વેપાર કરવો પડે. વેપારમાં મૂડી રોકાણ કરવું પડે અને આ મૂડી રોકાણમાં જેમ ટર્નઓવર વધતું જાય તેમ નફો પણ વધતો જાય અને વ્યક્તિ એ રીતે ધનવાન થઈ શકે. જો ધનની પ્રાપ્તિ માટે ધનનું રોકાણ કરવું પડે અને ધનનું ટર્નઓવર કરવું પડે, નહીં તો ધન કમાવાય કેવી રીતે! તેમ સાચા સુખની પ્રાપ્તિ માટે, પોતે સાચા સુખનું રોકાણ કરવું પડે, સાચા સુખનું ટર્નઓવર કરવું પડે અને તોજ સાચું સુખ નિરંતર વધતું રહે. પરંતુ સામાન્ય જીવોની માન્યતા એવી છે કે, મારા સુખની પ્રાપ્તિ માટે તેના જતન માટે અને તેની વૃદ્ધિ માટે હંમેશા બીજાઓએ જ કંઈક કરવું જોઈએ. જીવ પોતાના અધિકાર માટે સંપૂર્ણ જાગ્રત છે અને પોતાની ફરજ બાબતોમાં સંપૂર્ણ પ્રમાદી છે, આવો જીવ પોતે કેટલો બધો નિષ્ઠાવાન અને ફરજ પરસ્ત છે તેની વાત જીવનભર સીને કહ્યા કરે છે અને તે જ ભ્રાંતિમાં જીવન પૂરું કરે છે. પરમાત્માના શાંતરસના પરમાણુઓના બનેલા શરીરનું રહસ્ય આ શ્લોકમાં પરમાત્માનું શરીર શાંત રસના પરમાણુઓથી બનેલું છે For Private Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અને શાંત રસની કાંતિવાળુ શરીર અનુપમ અને અદ્વિતીય છે તેમ જણાવ્યું છે, તેનું રહસ્ય જ એ છે કે આત્માથી પરમાત્મા સુધીની યાત્રા પૂરી કરનાર સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પ્રભુને ત્રણે લોકના સમસ્ત જીવો ઉપર એક સરખો પ્રેમ છે. એક સરખી કરુણા છે. એક સરખી દિવ્ય દૃષ્ટિ છે. પોતે જે પરમશાંત રસની અવસ્થાએ પહોંચ્યા છે, તે શાંત રસની સુધા સર્વ જીવો તરફ વહાવી છે. આ બધુ કંઈ એક બે દિવસમાં કે થોડા વર્ષોમાં, કે થોડા જન્મોમાં બન્યું નથી. ત્રણે કાળની અંદર જે અરિહંત પદને પામે છે કે સિદ્ધ પદને પામે છે તે પણ આપણી જેમ જ ભવભ્રમણ કરતાં કરતાં પોતાની ઊંધી સમજણ અને મિથ્યાત્વને છોડી સમ્યકત્વને પામીને પરમાત્મ દશાએ પહોંચ્યા છે. જીવને પરમાત્મા ગમે, પરમાત્માના ગુણો ગમે, શાંત રસની કાંતિથી બનેલું અનુપમ અને અદ્વિતીય પ્રભુનું શરીર ગમે તો પ્રભુ તરફ પ્રીતિ ન જાગે તેમ બને જ કઈ રીતે? જેને જે વસ્તુ ગમતી હોય તેને તેમાં રુચિ અને પ્રીતિ થાય જ. તે તરફ ભક્તિ અને સમર્પણ અવશ્ય થાય. તેનો મહિમા પણ તેના રોમેરોમમાં વ્યાપે. તેથી આ બ્લોકમાં આગળ એમ જણાવે છે કે હે પ્રભુ! શાંત રસની કાંતિવાળા જે પરમાણુ વડે તમારું શરીર બન્યું છે તે પરમાણુ પૃથ્વી ઉપર એટલાજ છે એમ જણાય છે, તીર્થંકર પરમાત્માનું શરીર કેવળ જ્ઞાન થયા પછી પરમ દારિક બની જાય છે. તીર્થકર નામ કર્મ દ્વારા જે શરીર રચના થાય છે તે પરમાણુની સંખ્યા પણ તેટલી જ હોય છે. ભરતક્ષેત્રમાં એક કાળે એક તીર્થકર હોય છે. કેમકે આ જગતમાં તમારા જેવું બીજા કોઈનું રૂપ દેખાતું નથી. જો તેવા પરમાણુઓ બીજા હોત તો તમારા જેવું બીજું રૂપ જોવા મળવાની સંભાવના હતી. ટૂંકમાં બીજા કોઈનું એવું રૂપ નથી અને ત્રણે લોકમાં આપ અનુપમ અને અદ્વિતીય છો. આ શ્લોકમાં પરમાત્માના શરીર વર્ણનની કાંતિનો આધાર શાંત રસના પરમાણુઓને ગણાવ્યો છે એટલે વાસ્તવિક રીતે તો આત્મરૂચિવન જીવે તેમજ સમજવાનું છે કે પરમાત્મપદની પ્રાપ્તિ સાથે પરમ શાંત રસની ઉપલબ્ધી સહજ પણે આપો આપ જ હોય છે, અને તે પરમશાંત રસ આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપેલો હોવાથી પરમાત્માના શરીરની કાંતિને પણ ત્રણે લોકમાં અનુપમ અને અદ્વિતીય બનાવી છે. તેમ આ સ્તોત્રના રચયિતા આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી જણાવે છે. (૬૯) Page #85 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૩ वक्त्रं क्व ते सुरनरोरंग - नेत्रहारि, निःशेष निर्जित जगत्त्रि तयोपमानम् ? बिम्बं कलडकमलिनं कव निशाकरस्य ? यद्वासरे भवति पाण्डुपला शकल्पम् || १३ | ભાવાર્થ : દેવ મનુષ્ય અને નાગકુમારના નેત્રને હરણ કરનારું તથા ત્રણે જગતની સમગ્ર ઉપમાને જીતનારું તમારું મુખ ક્યાં? અને કર્મ કલંકથી મલિન થયેલ ચંદ્રનું બિંબ ક્યાં? કે જે ચંદ્ર બિંબ દિવસે ફીક્કા ખાખરાના પાંદડા જેવું થાય છે. અર્થાત્ તમારા મુખને ચંદ્રની ઉપમા આપીએ તે બરાબર નથી. II ૧૩ II શા માટે પરમાત્માના મુખની શોભા અલૌકિક છે? ભક્તામર સ્તોત્રના તેરમા શ્લોકમાં પ્રભુના અનુપમ મુખનું વર્ણન કરવામાં આવે છે. બારમા શ્લોકમાં પ્રભુના શરીરને શાંત રસની કાંતિવાળા પરમાણુ વડે બનેલું હોય તેમ જણાવ્યું હતું. આ શ્લોકમાં પ્રભુના મુખારવિન્દને દેવ, મનુષ્ય અને નાગકુમારના નેત્રને હરણ કરનારું હોય તેમ જણાવ્યું છે. આશય એ છે કે અનિર્વચનીય આત્મતેજની આભાથી પ્રભુનું અલૌકીક મુખ દેવો, મનુષ્યો અને નાગકુમા૨ના નેત્રને હરનાર છે. તેઓના ચિત્તને અતિશય પ્રસન્ન કરનાર છે. કવિના આ પંક્તિ પાછળના આશયને સમજવા જતાં પ્રથમ દૃષ્ટિએ જ એ સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્માના મુખની કાંતિ અવર્ણનીય છે ત્રણેય લોકમાં તે સર્વોત્તમ અને અદ્વિતીય છે. આમ શા માટે? તેનું રહસ્ય શું સમજવું? તે વિશે વિચારતાં બે વાત વિશેષ ધ્યાન ખેંચે છે. પહેલું એમ જણાવાયું છે કે પ્રભુનું મુખ નેત્ર હરનાર છે. નેત્રોને પ્રસન્ન કરનાર છે. દેવો, મનુષ્યો અને નાગકુમારો પ્રભુના બાહ્યરૂપથી આકર્ષાયા નથી. બાહ્ય રૂપ જ જો આકર્ષણનું કારણ હોત તો વૈક્રીઈક રૂપ ધારણ કરી પરમાત્માના મુખ જેવી પોતાના મુખની રચના કરી દેવો પોતેજ મનુષ્યો અને નાગકુમા૨ોના ચિત્તનું હરણ ના કરી શકત? અહીં તો જગતના સર્વે જીવો પરમાત્માના મુખની કાંતિથી પ્રભાવિત થયેલા જણાયા છે. આ અનુપમ દિવ્ય કાંતિનું રહસ્ય એ છે કે પરમાત્મા ભવભ્રમણનો અંત લાવી જે પરમાત્મ પદને પામ્યા છે તે પરમાત્મ પદવાળા આત્માના પ્રદેશે પ્રદેશે (૭૦) Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રગટતું અનુપમ દિવ્ય સૌન્દર્ય પ૨માત્માની મુખાકૃતિને શોભાયમાન કરી રહ્યું છે અને તેમનું શરીર શાંત રસની કાંતિવાળા દિવ્ય પરમાણુઓનું બનેલું અત્યંત તેજસ્વી જણાય છે. દેવો, મનુષ્યો અને નાગકુમા૨ોનું ભવભ્રમણ પુરું થયું નથી. તેમની શરીર રચના અને શરીરના તેજ રૂપ આદિ કર્મફળ આધારિત છે. તો કર્મ તે રીતે મળ્યા કરે છે. અહીં ગુઢ રહસ્ય એ છે કે ભવભ્રમણનું કારણ જ્યાં સુધી ઊભું રહે ત્યાં સુધી ભવ પણ ઊભા રહે છે અને ભ્રમણ પણ ઊભું રહે છે. આથી જ મહાપુન્ય યોગે દેવગતિને પામેલા અનુપમ રૂપવાળા દેવો પણ જાણે છે કે એક વખત તો અવશ્ય પોતાના આ રૂપનો અને આયુષ્યનો પણ ક્ષય થવાનો છે. કર્મજન્ય સૌંદર્ય અને આત્માનું સૌંદર્ય પરમાત્માના મુખ ઉપરની કાંતિ અનુપમ છે. દિવ્ય છે, અને તે શાશ્વત પણછે. આત્મા જ્યારે પરમાત્મદશાને ઝંખે ત્યારે તે પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપ તરફ વાળે છે. પોતાના અનંતાગુણોની સત્યતા અને તેના અસ્તિત્વ ઉપર નિઃશંકપણે વિશ્વાસ કરે છે. પોતે પોતાના અતિન્દ્રીય આનંદની પ્રાપ્તિ માટે અતિ ઉગ્ર પુરુષાર્થ કરે છે. સંકલ્પ અને વિકલ્પથી પર એવા ઇચ્છાના સર્વથા અભાવવાળા પોતાના સ્વરૂપ ઉપર મેરુ જેવી અવિચળ આસ્થા રાખે છે. આવા પરમપદની મહાયાત્રાએ ગમન કરનાર જીવ સમયે સમયે ઇચ્છાઓ વિશે, રાગ વિશે, વિકલ્પો વિશે, સંકલ્પો વિશે, પુણ્ય પાપ વિશે, સૂક્ષ્માતિસૂક્ષ્મ પણે અવલોકન કરતો રહી, વારંવાર આજ પ્રકારનો અભ્યાસ કરી, પોતાના સ્વભાવની પ્રતીતિ થતાં સિંહ ગર્જના કરી, આ સર્વથી પોતાની ભિન્નતાની ઘોષણા કરી આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મ સ્વરૂપની સ્થિરતા જેમ જેમ વધતી જાય તેમ તેમ નિર્વિકલ્પતાના રમણીય સરોવરમાં સ્નાન કરતો જીવ આનંદ વિભોર બને છે. આત્માના પ્રદેશે-પ્રદેશે રહેલા આત્મગુણોનો અનુભવ કરે છે. સ્વાનુભૂતિ દર્શનની આ યાત્રા પરમાત્મપદ સુધી લઈ જાય છે. સ્વરૂપમાં સ્થિર થવાની યાત્રાના પ્રથમ ચરણથી પરમાત્મ પદ સુધીની પ્રાપ્તિની યાત્રામાં જે લાંબો પંથ કપાય છે તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માના સર્વે ગુણોના વિકાસની યાત્રા છે. આ યાત્રાનો પ્રારંભ થતા તેના વિકાસક્રમમાં સહજ પણે જ પંચમહાવ્રત આદિ આવે છે. દેવો મનુષ્યો અને નાગકુમારો વ્રત, નિયમ અને પુન્યની સામગ્રી પ્રાપ્ત કરીને પોતપોતાની સ્થિતિએ પહોંચ્યા છે. પોતપોતાના પુણ્ય બળ પ્રમાણે શરીરના રૂપ કાંતિ (૭૧) Page #87 -------------------------------------------------------------------------- ________________ આદિને પ્રાપ્ત કર્યા છે. પરમાત્મા અને આ જીવોની વિકાસ યાત્રાના મૂળમાં જો કોઈ તફાવત હોય તો તે એટલો જ છે કે શુભ રાગ અને પુણ્ય કર્મ તરફ નિરંતર સાવ અને તેવા પ્રકારની પ્રવૃત્તિ કરતાં જીવો દેવ ગતિ સુધી પહોંચ્યા છે. જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈ તેમાં જ નિરંતર રમણતા કરી કોઈ પણ આત્મા પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે, કે જે પદ વર્તમાન ચોવીસીના પ્રથમ તિર્થંકર શ્રી ઋષભ જિનેશ્વરે પ્રાપ્ત કર્યું છે. તેથી આત્માના પ્રદેશ પ્રદેશ પ્રગટેલી પૂર્ણ શુદ્ધતાના કારણે પ્રભુનું મુખારવિંદ નિહાળીને દેવ, મનુષ્ય અને નાગકુમારોના નેત્રો પ્રસન્નતાથી નાચી ઊઠ્યા છે. કર્મ જન્ય સૌંદર્ય દેવોને પણ હોઈ શકે, પરંતુ આત્મપ્રદેશની શુદ્ધતાથી નીકળતું અવર્ણનીય સૌદર્ય ત્રણે લોકમાં પરમાત્માની મુખાકૃતિ સિવાય બીજે ક્યાં હોઈ શકે? તેથી જ એમ કહેવાય છે કે પરમાત્માના મુખની શોભા જગતની સમગ્ર ઉપમાઓને જીતનાર છે. પરમાત્માના મુખની શોભા સામે ચંદ્ર શી વિસાતમાં? આ જ શ્લોકમાં આગળ એમ જણાવાયું છે કે પરમાત્માના મુખ ચંદ્રની શોભાને ગગનમાં વિહરતા પૂર્ણિમાના ચંદ્રની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. ચંદ્રના બિંબની અંદર પણ લંક જણાય છે. સમસ્ત પૃથ્વીને શરદઋતુની પૂર્ણિમાનો ચંદ્ર પોતાના ધવલ તેજથી અને શીતળતાથી આચ્છાદિત કરે છે તેવા ચંદ્રની અંદર પણ જે કલંક જણાય છે તે તેનું કર્મ જન્ય કલંક છે. તેથી તે રીતે આવો ચંદ્ર પણ ખરેખર તો દૂષિત જ જણાય. તેથી ચંદ્ર ગમે તેટલો રૂપાળો જણાતો હોય તો પણ પરમાત્માના મુખારવિંદ સાથે તેની તુલના કઈ રીતે થઈ શકે? તેમ કદાપિ થઈ શકે તેમ નથી, કારણકે તે કર્મ કલંકથી દૂષિત છે જ્યારે પરમાત્માએ સર્વ કર્મનો ક્ષય કર્યો છે. પોતાની સર્વજ્ઞતા અને વીતરાગતાને પ્રગટ કરી છે. પ્રભુના આત્માના પ્રદેશ-પ્રદેશ રહેલી શુદ્ધતા પૂર્ણ પણે પ્રગટ થઈ તેમના શરીરને અને મુખને અલૌકિક સૌન્દર્ય અર્પી રહેલ છે. વળી પ્રભુના મુખારવિંદને ચંદ્ર સાથે બીજા કારણે પણ કદાપિ સરખાવી શકાય તેમ નથી. કેમ કે ચંદ્રબિંબ રાત્રે જે શોભાને ધારણ કરે છે તે દિવસે ખાખરાના પાંદડા જેવું પીળું બની જાય છે. આમ ચંદ્ર બીજા કર્મ કલંકથી મલિનછે. રાત્રે શ્વેત અને સુશોભિત અને દિવસે પીળું ફક્યું છે, અને આ ચંદ્રબિંબની કળામાં વધઘટ થાય છે અને તેનો ક્ષય પણ થાય છે. જ્યારે પરમાત્માનું મુખ આત્મપ્રદેશની શુદ્ધતાના ઓજસથી સુશોભિત છે. સર્વ પ્રકારના ઘાતી કર્મનો ક્ષય થયા પછી મળેલી કાંતિવાળો નિરંતર એક સરખી શાશ્વત આભાવાળો છે. આમ આ તેરમા શ્લોકમાં આચાર્ય ભગવંતે પરમાત્માના મુખની શોભાના વર્ણન દ્વારા ગૂઢ રીતે પરમાત્મપદની પ્રાપ્તિનું રહસ્ય જણાવ્યું છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૪ सम्पूर्णमण्डल शशाक कला कलाप शुभ्रा गुणास्त्रिभुवनं तव लड्धयन्ति । ये संश्रितास्त्र जगदीश्वरनाथमेकं कस्तान्निवारयति सञ्चरतो यथेष्टम् || १४ || " ભાવાર્થ : હે ત્રણે જગતના ઈશ્વર ! પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજ્જવળ તમારા ગુણ ત્રણે જગતને વ્યાપીને રહેલા છે તે યોગ્ય જ છે. કેમ કે જેઓ અદ્વિતીય નાથને આશ્રયીને રહ્યા હોય તેમને ઇચ્છા પ્રમાણે કરતાં કોણ રોકી શકે? - અર્થાત્ તમારા ગુણો ત્રણે જગતમાં પ્રસરેલા છે. જગતના સર્વ જીવો ભગવાનના ગુણોનું કીર્તન કરે છે. ૧૪ પ્રભુ શા માટે ત્રણેલોકના નાથ કહેવાય છે? શ્રી ભક્તામર સ્તોત્રના ચૌદમા શ્લોકના પ્રારંભમાં પરમાત્માથી ઋષભ જિનેશ્વરને સંબોધન કરતાં એમ કહેવામાં આવ્યું છે કે હે પ્રભુ, તમે ત્રણે જગતના નાથ છો. અહીં આશય એ છે કે અધોલોક, પૃથ્વીલોક અને ઊર્ધ્વલોક આ ત્રણે જગતની અંદર ચારેગતિમાં જે જે જીવો અનાદિથી આજ પર્યંત ભવભ્રમણ કરી રહ્યાં છે; તેમનાં માટે હે પ્રભુ, તમે ખરેખર ઈશ્વર હૈ છો. ત્રણેલોકના જીવો પછી તે શાતાવેદનીયમાં હોય કે અશાતાવેદનીય માં હોય પણ ઈશ્વરનું શરણ તો તેમના માટે આશ્રયરૂપ છે. જીવ એટલો નગુણો તો નથી બનતો કે સુખના સમયમાં ઈશ્વરનું સ્મરણ સાવ ન જ કરે. ઊલ્ટું ઘણીવાર એમ બને છે કે પોતાની કલ્પનાનું માની લીધેલું સુખ પ્રાપ્ત થતાં વધુ સુખની પ્રાપ્તિ માટે તે ઈશ્વરનું સ્મરણ કરે છે. તો બીજી તરફ પોતાને જે અપ્રિય છે તેવાં દુ:ખો વેઠવાનાં આવે ત્યારે તે દુઃખની પીડામાં જીવ વારંવાર ઈશ્વરનું સ્મરણ કરે છે. જન્મ, જરા, મરણ, વ્યાધિ અપ્રિયનો યોગ અને પ્રિયનો વિયોગ આ બધાં દુ:ખો સંસારમાં જીવને ભોગવવાં પડે છે. અને આવાં દુ:ખની વેળાએ તે ઈશ્વરનું સ્મરણ કરે છે. જીવ અપૂર્ણ છે અર્થાત તેની અવસ્થામાં વિભાવ છે. પરમાત્મા પૂર્ણ છે. જીવ રાગી છે. પરમાત્મા વીતરાગી છે. જીવ રાગ, દ્વેષ અને અજ્ઞાનથી ઘેરાયેલો છે. (93) Page #89 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા આ સર્વથી મુક્ત જિતેન્દ્રિય છે. જીવ કર્મ-બંધનથી ઘેરાયેલો છે. પરમાત્માએ સર્વ કર્મનો ક્ષય કર્યો છે. જીવ વિભાવમાં છે-પરમાત્મા સ્વભાવમાં છે. મિથ્યાત્વી જીવની ગતિ મિથ્યાત્વવાળી છે. પરમાત્માની સ્થિતિ સમ્યગ્ દર્શનરૂપી શુક્લ પક્ષની એકમથી સર્વસત્તારૂપી પૂર્ણિમાના ચંદ્રની જેમ સોળે કળાએ ખીલેલી છે. એટલે જ અહીં આદિનાથ પ્રભુને પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવાં ઉજ્જવળ ગુણોના ધારક કહ્યા છે. અને પરમાત્માના આ ઉજ્જવળ ગુણો ત્રણે જગતને વિશે વ્યાપીને રહેલા છે, તેમ કહ્યું છે. જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર પોતાના તેજ અને શીતળતા દ્વારા સમસ્ત પૃથ્વીના જીવોને આહ્લાદકતાનો અનુભવ કરાવે છે. તેવી રીતે પરમાત્માના અનંતાગુણો ત્રણે જગતને વિશે વ્યાપીને રહેલા છે. અહીં વીતરાગ પરમાત્માના અનંતગુણો ત્રણે જગતમાં વ્યાપીને રહેલા છે. તેનો અર્થ એ રીતે ઘટાવવો યથાર્થ ગણાશે કે ત્રણે લોકના ચારે ગતિના સર્વજીવોમાં જે પરમ ચૈતન્ય રહેલું છે. તે ચૈતન્ય તત્ત્વ પરમાત્માના ચૈતન્ય તત્ત્વ જેવું જ છે. પરમાત્માનું ચૈતન્ય તત્ત્વ, પરમાત્માના અનંતગુણો અને પ૨માત્માની સર્વજ્ઞતા પ્રગટરૂપે જણાય છે. જ્યારે સર્વજીવોમાં રહેલા આ ગુણો સત્તામાં રહેલા હોવાથી પ્રગટરૂપે જણાતા નથી. જેવી રીતે મૂલ્યવાન હીરાને એક ડબ્બીમાં મૂકી તે એક પછી એક એમ મૂળ ડબ્બીને સાત ડબ્બીની અંદર બંધ કરવામાં આવી હોય અને સૌથી મોટી ડબ્બી તીજોરીમાં મૂકવામાં આવે અને તિજોરી મોટા મહેલના સાતમા રૂમના ખૂણામાં રાખેલી હોય તો પણ ડબ્બીમાં રહેલો હીરો, તેનું મૂલ્ય કે તેની ગુણવત્તા કાંઈ ઘટી જતી નથી. હવે એ આશય સ્પષ્ટ થઈ શકશે કે જે ગુણો પરમાત્મામાં છે, તે જ ગુણો પ્રત્યેક આત્મામાં છે. હીરો તો દૃષ્ટાંતમાં લીધેલું જડ દ્રવ્ય છે. જ્યારે પરમ ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય તો ત્રણે જગતમાં વ્યાપીને રહેલું છે. પ્રભુનું શરણ આપે સાચી સ્વતંત્રતા : ભૌતિક અને આધ્યાત્મિક ! ઉપરના સમગ્ર લખાણના સંદર્ભમાં આપણે બે વાત અહીં વિચારીએ છીએ. એક તો જીવ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો છે. અને પરમાત્મા પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ છે. અહીં આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે જેઓ આ ત્રણલોકના નાથને અદ્વિતીય એવા પરમાત્માને આશ્રયે રહ્યા હોય તેમને તેમની ઇચ્છા પ્રમાણે કરતાં કોણ રોકી શકે. અહીં આ પંક્તિઓ દ્વારા અર્થગંભીર અને રહસ્યપૂર્ણ વાત જણાવવામાં આવી છે. આ વાતને આપણે લૌકિક અને આધ્યાત્મિક બંને દષ્ટિએ વિચારીશું એટલે For Private&rsonal Use Only (૭૪)nal Page #90 -------------------------------------------------------------------------- ________________ તેનું રહસ્ય સમજાશે. લૌકિક દૃષ્ટિએ વિચારતાં સંસારના જીવો પોતે જીવનમાં સુખ ઓછું અનુભવે છે અને દુ:ખ વધારે અનુભવે છે. સુખની શોધમાં ભ્રમણ કરતો જીવ આશા અને તૃષ્ણાના સહારે જીવન વિતાવે છે. હવે આ જીવ પોતાની લૌકિક ઇચ્છાની પૂર્તિ માટે હંમેશા પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુના ચરણમાં જાય છે. પ્રભુનું શરણ સ્વીકારે છે. આવી રીતે જ્યારે જીવ પરમાત્માના શરણે જઈ પોતાની દુન્યવી ઇચ્છા પૂરી કરવા માટે પરમાત્માને વિનંતી કરે છે ત્યારે જેમ જેમ તેની ઇચ્છાઓ પૂરી થતી જાય; તેમ તેમ પરમાત્મા તરફની તેની ભક્તિ અને સમર્પણ વધતાં જાય છે. અહીં સાચી વાત એ છે કે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કાંઈ તેની ઇચ્છા પૂરી કરતા નથી, પરંતુ તેના અંતરનો આર્તનાદ તેને કર્મફળ પ્રમાણે મળનાર લાભ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ પાંચ સમવાયના અનુસંધાનમાં આવીને મળે છે. ફળપ્રાપ્તિ અંગેની તેની માન્યતા અને પ્રાપ્તિ અંગેનું ખરું કારણ બંને ભિન્ન હોવા છતાં માન્યતાને લીધે તેનો ભક્તિભાવ લૌકિક ઇચ્છાઓ પૂરી થતાં વધતો જોવાય છે. અને તે સંદર્ભમાં એમ વિચારી શકાય કે જેની લૌકિક ઇચ્છાઓ પરમાત્મા તરફની ભક્તિના કારણે પૂરી થતી જતી હોય તે જીવ જગતમાં મનફાવે તેમ હરતો ફરતો હોય છે. ટૂંકમાં પોતાની ઇચ્છા પ્રમાણે પુણ્યરૂપી બેલેન્સ વાપરતાં તેને કોઈ રોકી શકતું નથી. આ જ વાતને આધ્યાત્મિક રીતે વિચારતાં એમ કહી શકાય કે સર્વજ્ઞા વીતરાગ પરમાત્માના આત્મગુણોને આશ્રયીને જે આત્મા તે દિશામાં પુરુષાર્થ કરે છે. તે પરમાર્થી છે. તેની દૃષ્ટિમાં પરમાત્મા જે રીતે પરમપદને પામ્યાં, જે માર્ગે ચાલી સર્વજ્ઞતાને પ્રગટ કરી તે રીત અને તે માર્ગ જ આત્માર્થી માટે આશ્રય લેવા જેવો હોવાથી તેની ઇચ્છા તેનો પુરુષાર્થ અને તેનાં ભાવ એક માત્ર આત્માને આશ્રયીને રહેવાના હોય છે. તેનો ઉપયોગ અને પરિણામ કેવળ આત્મામાં જ રહે છે. પોતાના શુદ્ધ સ્વભાવ સિવાય બીજો કોઈ આશ્રય તેને ખપતો નથી. એટલે અહીં તત્ત્વ દૃષ્ટિએ એમ કહેવામાં આવ્યું છે કે, સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું આશ્રય ગ્રહણ કરી જેઓ પોતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા કરે છે. જેમનું વિચરણ પોતાના શુદ્ધ સ્વભાવ સિવાય બીજે ક્યાંય નથી તેમને સ્વરૂપમાં રમણતા કરતાંસ્વરૂપમાં ફરતાં- સ્વરૂપમાં કરતાં કોણ રોકી શકે? અર્થાત્ કોઈ જ રોકી ન શકે. આમ ચૌદમા શ્લોકમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ આત્મ તત્ત્વનું રહસ્ય જણાવવામાં આવ્યું છે. ૭૫) Page #91 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૫ चित्रं किमत्र यदि ते त्रिदशाग्डनाभि - नीतिं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरुता चलिताचलेन, किं मन्दराद्रिशिरवरं चलितं कदाचित् ? ।। १५ ।। ભાવાર્થ : હે પ્રભુ! દેવાંગનાઓએ શૃંગાર વગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહિ. તેમાં કોઈ આશ્ચર્ય નથી. કારણકે જેણે બીજા પર્વતોને કંપાવ્યા છે તે પ્રલયકાળનો પવન શું મેરુપર્વતના શિખરને કંપાવી શકે ખરો? નહીં જ. ૧પો. શ્રી ભક્તામર સ્તોત્રના પંદરમા શ્લોકમાં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે હે પ્રભુ, દેવાંગનાઓએ શૃંગાર વિગેરેની ચેષ્ટા વડે તમારા મનને સહેજ પણ વિકાર પમાડ્યો નહીં. આ શ્લોક પણ તત્ત્વની સર્વાધિક મહત્ત્વપૂર્ણ વાત આપણને સમજાવે છે. જરા વિશદતાથી વિચારીએ તો એમ સમજાશે કે દેવાંગનાની ચેષ્ટા હોય કે વિકારોનું પ્રચંડ ઉલ્કાપાત જન્માવનાર ગમે તે તત્ત્વ હોય તો તે પરમાત્માને સહેજ પણ વિકાર પમાડી શકતી નથી. જે સાધારણ હાવ-ભાવો સામાન્ય માનવીના મનને વિચલિત કરી નાખે છે. તે તેમ કઈ રીતે કરી શકે છે? માનવીનું મન શું છે? મનનો સ્વભાવ શું છે? શું મન વિકારોને હંમેશા વશ થઈ જાય છે? જો એમ હોય તો પરમાત્માનું મન એવું તો કેવું છે કે જેને સહેજ પણ વિકાર થતો નથી. શા માટે આ મન સામાન્ય માનવીને બંધનમાં જકડી રાખે છે? પરાધીન બનાવે છે, અને નિરંતર ભવભ્રમણ કરાવે છે? જે મન બંધનનું કારણ છે તે મન મોક્ષનું કારણ કઈ રીતે બની શકે? મનુષ્ય બહુચિત્તવાન છે: મનની ગતિવિધિ ખૂબ વિચિત્ર છે! ઉપરના પ્રશ્નો વિષે જેમ ઊંડાણથી અને ચિંતનપૂર્વક વિચારણા કરવામાં આવે તેમ તેમ મનની સ્થિતિનો અવશ્ય તાગ પામી શકાય છે. શ્રી પરમાત્માએ મનુષ્યને એક અર્થમાં “બહુચિત્તવાન” કહ્યો છે. આજનું વિજ્ઞાન આ જ સંદર્ભમાં મનુષ્યને “MultiPsychic' કહે છે. એનો For Private( gę )onal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ છે કે મનુષ્યનું મન જ્યારે અનેક ખંડ-ખંડ વિભાગોમાં ખંડિત થાય. ત્યારે તે બહુચિત્તવાન છે. બહુચિત્તવાન મનુષ્યને બાહ્ય દેખાવ અને ચહેરો એક જ હોય છે, પરંતુ તેનું આંતરરૂપ અને અંતરમાં અનેક ચહેરા હોય છે. એક અધિકારી પોતાના માલિક સાથે વાત કરે ત્યારે નમ્રતાનો ચહેરો ધારણ કરે છે, અને પોતાના હાથ નીચેના ક્લાર્ક સાથે વાત કરે ત્યારે અધિકાર જમાવતો અહંકારી ચહેરો ધારણ કરે છે. આ રીતે વ્યક્તિ દરેક સંબંધમાં દરેક વખતે સંબંધને અનુરૂપ ચહેરો ધારણ કરે છે. સ્વાર્થબુદ્ધિના પાયા ઉપર રચાયેલી વિભિન્ન ચહેરાઓની એક જ વ્યક્તિની દુનિયા કેટલી બધી વિચિત્ર હોય છે. વ્યક્તિનો સમસ્ત વ્યવહાર બહારનો અને અંતરનો નિત્ય નિરંતર ભિન્ન હોય છે. જે વ્યક્તિને તે મનમાં ધિક્કારે છે, તેને બહારથી આવકારે છે. મનની આવી ખંડિત અને વિકેન્દ્રીત વિભાવનાઓના કારણે તેને બહુચિત્તવાન કહેવામાં આવ્યો છે. તેના ચિત્તનો દરેક ટુકડો નિરંતર સુખની શોધમાં ભટકે છે. તેના સુખની કલ્પના પરિસ્થિતિ અને પર્યાય બદલાતા હંમેશા બદલ તી રહે છે. પૂર્વે જે આત્મા મલિનતા અને ગંદકીની વચ્ચે વાસનાના નશામાં ભૂંડરૂપે જે ભૂંડણીના પ્રેમમાં હતો, તે ભવ અને પર્યાય બદલાતાં હવે પૂર્વભવની સુખની કલ્પનાઓને ધિક્કારે છે. જો કેટલાક ભવો સુધી કે એકજ ભવમાં એકજ પ્રકારના સુખમાં ગળાડૂબ ખૂંપેલો રહે તો તેનાથી ઊબકી જઈને બીજાભવમાં તે તેનાથી અતિવિરુદ્ધ એવી સ્થિતિને પ્રિય ગણે છે. ઉદાહરણ તરીકે – જે જાર સ્ત્રી જીવનભર અસંખ્ય પુરુષો સાથે રતિક્રીડા કરે, તેજ સ્ત્રી તે સુખની તીવ્રતાથી ઉબકીને પછીના કોઈ ભવે સહજ રીતે બાલ્યાવસ્થાથી કામવિકારો તરફ અત્યંત ઉદાસીન રહી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી ઉગ્રપણે સંન્યાસીનું જીવન વીતાવે તે શક્ય છે! આ બધી વિગતને શાંતિથી વિચારીએ તો જે મન ખંડિત છે, જે મન વિભાજિત છે, તે મન વિકારોને વશ થાય તેમાં આશ્ચર્ય શું છે? તે મન અનાદિથી આવા સંસ્કારોથી રંગાયેલું છે. તેથી ધનના, પદના, પ્રતિષ્ઠાના, રૂપના વિકારો તરફ સુખની શોધમાં ભટક્યા કરે છે. માર્ગમાં ચાલતા ઊંટની સાથે તેના લબડતા હોઠનો ટુકડો નીચે પડી જશે અને પોતાને સ્વાદિષ્ટ ભોજન મળશે એ આશાએ શિયાળ ગમે તેટલું ઊંટની સાથે ચાલ્યા કરે તો પણ શિયાળની આશા ઠગારી જ નિવડવાની છે. તેજ રીતે વિભાજિત મન સુખને પામી શકતો નથી અને સુખની આશામાં આગળ જણાવ્યા તેવા વિકારોને વશ થયા વિના રહેતું નથી. (૭૭) Page #93 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય દૃષ્ટિ મેરુ જેવી અડગતા અને અવિકારી સ્વભાવની પ્રતીતિ આપે છે. ઉપર આપણે બહુચિત્તવાન મનની અવસ્થા વિષે વિચાર્યું. અહીં આપણને એમ જણાવવામાં આવ્યું છે કે દેવાંગનાની ચેષ્ટાઓ અને શૃંગાર ૫૨માત્માને સહેજ પણ વિકાર પમાડતાં નથી. આ કઈ રીતે? સમ્યગ્ દર્શનથી સર્વજ્ઞતા સુધીની જે ભૂમિકા છે, તે ભૂમિકામાં જે ચિત્ત અનેક ખંડોમાં વિભાજિત હતું, તે ચિત્ત પોતાના જ અનુભવના બળ ઉપર પોતાની ખંડિત અવસ્થાનું ભાન થતાં ખોટી માન્યતા અને મિથ્યાત્વ બુદ્ધિને તેમજ સુખની ખોટી કલ્પનાઓને સાપ કાંચળી ઉતારે તેમ સહજપણે ત્યાગી દે છે. અને ક્રમશઃ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થિર થતાં પોતાના અનુપમ શુદ્ઘ દ્રવ્યના રસમાં નિમગ્ન થાય છે. ત્યાં રહેલા અપૂર્વ આનંદને વંદે છે. પ્રજ્ઞારૂપી છીણી વડે જડ ચેતનનો ભેદ પડે છે. પોતાના જ્ઞાતાદ્રષ્ટાપણાના સ્વભાવનો અનુભવ થાય છે. કર્તૃત્ત્વ બુદ્ધિ છૂટી જાય છે. અહંકાર અને મમત્વ મોહ વિગેરે અત્યંત ક્ષીણ થાય છે. સંકલ્પ અને વિકલ્પની ભૂમિકામાંથી ખસી જઈ નિર્વિકલ્પ અતીન્દ્રિય આનંદની અંદર ભગવાન-આત્મા ડૂબે છે. આ સ્તોત્રમાં જેની સ્તુતિ થઈ છે; તે પરમાત્મપદને પામેલા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ જિનેશ્વર ત્રિલોકપતિ પૂર્ણાનંદના નાથ છે. નિત્ય નિરંતર અવિકારી છે. તો આવા સમર્થ પ્રભુને દેવાંગનાઓના શૃંગાર કે ચેષ્ટાઓ(જે ત્રિકાળી જડ છે) તે શું અસર કરી શકે? ના, કદાપિ નહીં, એક સમયમાત્રાના માટે પણ તે અસર ન કરી શકે. આ જ શ્લોકમાં આગળ જણાવાયું છે કે પ્રલયકાળનો ઝંઝાવાતી પવન અને પવનનું તાંડવ નૃત્ય બીજા પર્વતોને કંપાવી શકે તે માની શકાય તેમ છે. પરંતુ તે મેરુપર્વતના શિખરને કદાપિ કંપાવી શકતો નથી. તેવી જ રીતે કોઈપણ વિકારો ભવાટવિ માં ભ્રમણ કરતાં સમર્થ વ્યક્તિને લોભાવી શકે તેમ બની શકે છે, દેવાંગનાઓના શૃંગાર અને ચેષ્ટાઓ ભલભલા દેવોને લોભાવી શકે તેમ બની શકે પરંતુ શ્રીઋષભ જિનેશ્વર તો અડોલ મેરુશિખર સમાન છે તેને ત્રણકાળના કોઈપણ પ્રકારનો વિકાર એક સમય માત્રના માટે પણ અસર કરી શકે તેમ નથી. તેમ આ શ્લોકમાં જણાવાયું છે. For Privatonal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૬ निर्धूमवर्तिरपवर्जित तैलपूरः, कृत्सनं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां, दीपोऽपरस्त्वमसि नाथ! जगत्प्रकाशः ।। १६ ।। ભાવાર્થ : હે નાથ ! દ્વેષરૂપી ધુમાડા અને કાળદશારૂપી વાટ રહિત તથા સ્નેહરૂપી તેલ રહિત એવા તમે આ સમસ્ત ત્રણ જગતને પ્રકાશિત કરો છો. આ રીતે તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીવારૂપ છો. કેમ કે તમારા જ્ઞાનરૂપ દીપકને જેણે પર્વતોને ચલિત કર્યા છે. તે પ્રલયકાળનો પવન પણ કાંઈ કરી શકતો નથી. // ૧૬ || શ્રી ભક્તામર સ્તોત્રના સોળમા શ્લોકમાં પરમાત્માને માટે એમ કહેવાયું છે, કે હે પ્રભુ તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીપક સમાન છો. પરમાત્માની તુલના દીપકની સાથે કરીને એમ કહેવામાં આવ્યું છે, કે તે એક અલૌકિક દીપક છે. જે દીપકમાં સ્નેહરૂપી તેલ નથી, કાળરૂપી વાટ નથી અને દ્વેષરૂપી ધુમાડો નથી અર્થાત્ પરમાત્મા રાગ દ્વેષથી રહિત છે અને કાલાતીત છે. આ શ્લોકની આ પંક્તિઓ પણ કેટલો ઉત્તમ બોધ આપનાર છે તે આપણે જોઈએ. સામાન્ય રીતે તો દીવામાં વાટ પણ જોઈએ. તેલ પણ જોઈએ અને દીવો પ્રકાશિત હોય ત્યારે તેમાંથી ધુમાડો પણ નીકળતો હોય છે. પરમાત્માની જેમ દરેક મનુષ્ય પણ એક દીપક સમાન છે. એમ પણ કહી શકાય કે ચારગતિનો પ્રત્યેક જીવ એક દીપક સમાન છે. પરંતુ જરા વિસ્તારથી તો એમ કહી શકાય કે દરેક દીપકના પ્રકાશની ક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે આગિયો, મીણબત્તી, કોડિયું, ફાનસ અને વધતાં ક્રમે કહીએ તો સૂરજ આ દરેકના પ્રકાશની ક્ષમતા- અંધકારને દૂર કરવાની શક્તિ ભિન્ન-ભિન્ન છે. એક પ્રકાશમાન દીપકને ફાનસમાં પ્રગટાવવામાં આવે અને તે ફાનસને એક બોક્સમાં બંધ કરી દેવામાં આવે તેના ઉપર શ્યામવસ્ત્રનું પેકીંગ કરવામાં આવે તો અંદરના ફાનસમાંથી પ્રકાશનું એક કિરણ પણ બહાર આવી શકતું નથી અને છતાં પણ ફાનસમાં દીપકનો પ્રકાશ નથી તેમ કહી ન શકાય. For Privatp & Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જીવોની સ્થિતિ જગતના સામાન્ય જીવોની સ્થિતિ કાપડની અંદર રહેલાં બોકસમાં પેક કરેલા ફાનસ જેવી છે. પોતાની અંદર પ્રકાશ હોવા છતાં પોતાના પ્રકાશનો પોતાને અનુભવ થતો નથી. આપણે આ વિગત બે અર્થમાં તપાસીએ છીએ, એક તો અજ્ઞાનરૂપી બોક્સમાં જ્ઞાનરૂપી દીપકને ઢાંકી દેવામાં આવ્યો છે. તેના ઉપર રાગ, દ્વેષ, અહંકાર, મોહ જેવા જુદા-જુદા અનેક વસ્ત્રો વડે તેનું પેકિંગ કરવામાં આવ્યું છે. ફાનસનો દીપક તો જડ છે પરંતુ જે ચૈતન્ય સત્તા પ્રત્યેક જીવમાં એકસરખી પ્રકાશમાન છે તે ઉપર જણાવેલા આવરણોના કારણે તેના હોવાનો પણ અનુભવ થતો નથી. કોઈપણ જીવ નાનો હોય કે મોટો તે તો જીવની બહારની પર્યાય કે અવસ્થા છે. પરંતુ ચારગતિના કોઈપણ જીવનો આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે. તે પ્રદેશો પ્રત્યેક જીવમાં સમાન છે. આમ છતાં આવરણોના કારણે જીવ આવરણથી યુક્ત છે. જેમ આગિયાનો પ્રકાશ કૃષ્ણ પક્ષના ઘોર અંધકારને કદાપિ દૂર કરી શકતો નથી. પરંતુ આગિયાના પ્રકાશની પ્રતીતિ ગમે તેવા અંધકારમાં પણ તેને જોવાથી થઈ શકે છે. તેવી જ રીતે ગમે તેટલો અજ્ઞાનરૂપી અંધકાર હોય અને ગમે તેટલા રાગ, દ્વેષ, મોહ, અહંકારના વસ્ત્રથી પ્રકાશને છૂપાવવામાં આવ્યો હોય આત્મારૂપી પ્રકાશને, તો પણ તેની પ્રતીતિ અવશ્ય થઈ શકે છે. કેમ કે આત્મારૂપી દીપક સ્વપરપ્રકાશક છે. તેનો સ્વભાવ જાણવાનો અને દેખવાનો છે. આવું સ્પષ્ટપણે શાસ્ત્રોમાં જણાવ્યું છે. છતાં તેવો આત્મા અનુભવમાં કેમ નથી આવતો? તેની પ્રતીતિ કેમ થતી નથી? શું પ્રયત્ન કરવામાં આવે અથવા કેવી રીતે પ્રયત્ન કરીએ તો તેનો અનુભવ થાય? આનો જવાબ એ છે કે અનાદિથી ભવભ્રમણ કરતાં જીવે, અનાદિના સંસ્કાર અને અભ્યાસના કારણે, રાગ, દ્વેષ અને અજ્ઞાન સાથે એકત્વ બુદ્ધિ કરી છે. અહંકાર દ્વારા કર્તુત્વ બુદ્ધિ કરી છે. મમત્વ દ્વારા મોહાધીન છે. આ દશા ચારગતિની સમસ્ત જીવ રાશિની છે. તેથી જ અહંકાર અને મમત્વથી પુષ્ટ થયેલો જીવ જો સંસારી હોય છે; તો તે ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા અને સંબંધોની માયાજાળમાં અહંકારથી પુષ્ટ થયેલો હોય છે. અને સન્યાસી હોય તો ઘર-બહાર છોડ્યાં, સંસાર ત્યાગ્યો અને બીજુ શું શું કંઈ કેટલુંયે છોડ્યું તે છોડવા અને ત્યાગવાની બાબતમાં તેનો અહંકાર અને કર્તુત્વ બુદ્ધિ બળવાન થતાં જતાં હોય છે. આમ વિવેકરહિત જીવ કોઈ પરિગ્રહ દ્વારા તો કોઈ અપરિગ્રહ દ્વારા પોતાના va(co) one Page #96 -------------------------------------------------------------------------- ________________ અહંકારને જાણે અજાણે બળવાન બનાવે છે તેવી સ્થિતિમાં સંસારી હોય કે સંન્યાસી હોય, પોતે યોગ કરે કે ધ્યાન કરે, જપ કરે કે તપ કરે, ત્યારે પોતાના પુરુષાર્થની આવી વિપરીત દશા અને વિપરીત દિશા હોવાથી ધ્યાનમાં, યોગમાં, તપમાં, જપમાં તેને આત્માની પ્રતીતિ થવાના બદલે તેનો અનુભવ અને પરિચય વારંવાર રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ ઈત્યાદિ કષાયોથી પહેલો થાય છે. અને તે કષાયોરૂપી આવરણમાં છૂપાયેલા આત્માની તેને પ્રતીતિ થતી નથી. આત્મપ્રતીતિનો ઉપાય શું? આ પ્રતીતિ થવાનો ઉપાય તેની અહંકાર શૂન્યતામાં રહેલો છે. તેના કર્તુત્વપણાની શુન્યતામાં રહેલો છે. તેના મમત્વની શૂન્યતામાં રહેલો છે. આ બધા સાથેની પોતાની એકત્વ બુદ્ધિ કોઈપણ રીતે ચાલુ રાખીને જીવ ત્રણે કાળમાં આત્માની પ્રાપ્તિ કરી શકે તે બની શકે તેમ જ નથી. આત્મપ્રાપ્તિનો ઉગ્ર પુરુષાર્થ અને રુચિ આત્મ પ્રતીતિ સહજમાં કરાવી શકે તેમ છે. તરવાનાં પુસ્તકો વાંચીને તરવૈયા થવાતું નથી. કિનારે બેસીને પાણીમાં છબછબિયા કરવાથી જ્ઞાનરૂપી સાગરમાં સાચા સ્નાનનો આનંદ મળી શકતો નથી. સાગરના તળિયેથી મરજીવો જ ઊંડી ડૂબકી મારીને મૂલ્યવાન મોતીને પ્રાપ્ત કરી શકે છે. કિનારે બેસીને છબછબિયાં કરવાથી હાથમાં કશું આવતું નથી. જીવને અનુભવ-દશા પ્રગટ ન થઈ હોય કે, પ્રગટ ન થતી હોય , આત્માની પ્રતીતિ ન થતી હોય તો એમ સમજવું કે કિનારે બેસીને છબછબિયાં કરે છે અથવા તરવાની કળાનું પુસ્તક વાંચી તરવૈયો હોવાના ભ્રમમાં રાચતો હોય છે. પરમાત્માનો આત્મદીપક કેવો મહિમાવાન છે! સોળમાં શ્લોકમાં એક અન્ય અર્થઘટન તરીકે એમ પણ કહેવાયું છે કે જગતને પ્રકાશિત કરતા પરમાત્મા એવા દીપક સમાન છે કે જે દીપકમાં કાળરૂપી વાટ નથી, સ્નેહરૂપી તેલ નથી, અને દ્વેષરૂપી ધુમાડો નથી, જે પરમાત્મામાં છે તે ચાર ગતિના અન્ય જીવોમાં નથી અને જે ચારગતિના અન્ય જીવોમાં છે. તે પરમાત્મામાં નથી. ચારગતિના તમામ જીવાત્માનો દીપક સ્નેહ અર્થાત્ સાગરૂપી તેલ દ્વારા અનાદિકાળથી પ્રકાશે છે. તેના પ્રકાશમાંથી શ્રેષરૂપી ધુમાડો નિરંતર નીકળ્યા કરે છે. કાળરૂપી વાટ આ દીપકને અનાદિથી પ્રજ્જવલિત રાખતી આવી છે. પરંતુ આ શ્લોકના For Private e qysonal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવેચનમાં ઉપર જણાવ્યું તેમ રાગ અને દ્વેષથી એકત્વ બુદ્ધિ કરી, તેને પોતાનો સ્વભાવ માની આ જીવ અનંતકાળ વીતવા છતાં ભવભ્રમણથી મુક્ત થઈ શક્યો નથી. ક્યારેક તે આગિયાનો પ્રકાશ છે તો ક્યારેક કોડિયાનો, આ દશા સામાન્ય જીવોની છે. જ્યારે પરમાત્મા ઋષભ જિનેશ્વર રાગ દ્વેષથી રહિત છે. સર્વ-કર્મનો ક્ષય કર્યો છે. સર્વ કાર્યોનો નાશ થયો છે. તેથી પરમાત્મા એક એવા દીપક સમાન છે જે અનુપમ અને અદ્વિતીય છે. સૂરજનો પ્રકાશ તો ફક્ત પૃથ્વીને અજવાળે છે, પરંતુ પરમાત્માનો પ્રકાશ ત્રણેલોકને પ્રકાશિત કરે છે. પરમાત્મા સર્વજ્ઞ છે. પરમાત્માનો જ્ઞાનરૂપી દીપક અવિચળ અને અડોલ છે. વિભાવમાં રહેલા આત્મદીપને તે વિભાવમાં હોવાથી રાગ કે શ્રેષરૂપી પવનની નાની લહેર પણ પ્રકંપિત કરી શકે છે. પરંતુ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા ઋષભ જિનેશ્વરના જ્ઞાનરૂપી દીપકને પરમાત્મા સમયે-સમયે નિત્ય નિરંતર નિજ સ્વભાવમાં હોવાથી પર્વતો ને ચલિત કરનાર પ્રલયકાળનો પવન તેમના પરમાત્મ દીપકને સહેજ પણ ચલિત કરી શકતો નથી. જરા પણ પ્રકંપિત કરી શકતો નથી. કેમકે આ જ્ઞાનદીપ તે પરમાત્મદીપ છે અને દીપકની સ્વભાવરૂપી તોતિંગ દિવાલોનું આરક્ષણ છે. તો કોઈપણ પ્રકારનો પવન કેવી રીતે તેને પ્રકંપિત કરી શકે? અર્થાત્ પરમાત્મા ખરેખર અલૌકિક દીપક સમાન છે. ત્રણે લોકને પ્રકાશિત કરનાર છે. અને પર્વતોને ચલિત કરનાર પ્રલયકાળનો પવન પણ તેમની દીપશીખાને લેશમાત્ર પ્રકંપિત કરી શકતો નથી. For Private Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૭ नास्तं कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदर निरुद्धमहाप्रभावः, સૂર્યાતશય મહિમસિ મુનીન્દ્ર! નો || ૭ // ભાવાર્થ : હે મુનીન્દ્ર! આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. કેમકે તમે કોઈપણ વખત અસ્ત પામતા નથી. રાહુ વડે ગ્રસિત થતા નથી. તત્કાળ એકી વખતે ત્રણે જગતને પ્રકાશિત કરો છો. તથા મેઘના મધ્યભાગ વડે તમારો મહાપ્રભાવ રોકાતો નથી. આથી તમને સૂર્યની ઉપમા આપવી યોગ્ય નથી. ૧ળા. શા માટે પરમાત્માને મુનીન્દ્ર કહ્યા છે ? શ્રી ભક્તામર સ્તોત્રના સત્તરમા શ્લોકમાં પરમાત્માને સંબોધન કરતાં રચનાકારે તેમને મુનીન્દ્ર કહ્યા છે. જેમ દેવગતિમાં સૌથી ઊંચું પદ દેવેન્દ્રનું છે તો તેનાથી પણ સર્વોત્તમ ઉપમા પરમાત્માને કવિએ મુનીન્દ્ર તરીકે આપી છે. જેણે મૌનવ્રત ધારણ કર્યું હોય તે મુનિ કહેવાય. આ મૌનવ્રત વિષે અર્થાત્ મુનિપણા વિષે થોડી વિચારણા કરીએ. અહીં મુનિપણાનો અર્થ કાયાની સ્થિરતા અને અડોલતા, વાણીનું મૌન અને સંકલ્પ, વિકલ્પો અને મનમાં ચાલતા વિચારોનું પણ સંપૂર્ણ મૌન. મન, વચન અને કાયાના સંપૂર્ણ મૌનને ધારણ કરેલા અને નિર્વિકલ્પ સમાધિમાં હોય તે સાચા મુનિ કહેવાય. પરમપદની પ્રાપ્તિના આરાધક કહેવાય. જેના આત્મપરિણામની સ્થિરતા સમાધિરૂપે પરિણમી હોય તે મુનિ કહેવાય. તેવા મુનિઓના સમૂહની અંદર પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વર મુનીન્દ્રની જેમ બિરાજે છે. આત્મદશાની આવી ઉત્કૃષ્ટ ભૂમિકામાં જે મુનિઓ રહેલા છે, તે મુનિઓના સમૂહમાં પ્રભુ મુનીશ્વર સમાન છે. પ્રભુની તુલના સૂર્ય સાથે થઈ જ ન શકે! આ શ્લોકમાં પ્રભુને ઉપર પ્રમાણેનું સંબોધન કરીને આચાર્ય ભગવંત જણાવે છે કે આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે. તમને સૂર્યની ઉપમા આપવી કોઈપણ રીતે યોગ્ય નથી.કેમકે પૂર્વ દિશામાં ઉદય For Priva( € 3)sonal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ પામતો સૂર્ય સાયંકાળે પશ્ચિમ દિશામાં અસ્ત પામે છે. જ્યારે પરમાત્મા એવા કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે, કે જે તેજસ્વી હોવા સાથે પોતાના તેજ સાથે ત્રણેકાળમાં પ્રકાશે છે. અને ત્રણેલોકને પ્રકાશિત કરે છે. આ રીતે પ્રભુના અવર્ણનીય તેજપુંજની સામે સૂરજનું તેજ આગિયા સમાન છે. આમ કોઈ રીતે પરમાત્માની તુલના સૂરજની સાથે થઈ શકે તેમ નથી. સૂર્યની બાબતમાં આ ગાથામાં આગળ એમ પણ કહેવાયું છે કે સૂર્ય રાહુ વડે ગ્રસિત થાય છે. અને વાદળો વડે ઢંકાઈ જાય છે. તે માત્ર પૃથ્વીનેજ પ્રકાશિત કરે છે. આ વાત બરાબર છે. કેમકે સૂર્ય-ચંદ્ર-મંગળ આદિ ગ્રહો છે. જૈન દર્શન અનુસાર તેમાં સમ્યમ્ દષ્ટિ દેવો રહે છે. આ ગ્રહોના આધારે તેમની ગતિ વિગેરે ઉપરથી ગ્રહ-ગણિત, મુહૂર્ત, પંચાંગ અને જ્યોતિષશાસ્ત્રની રચના થઈ છે. આ બાબતમાં એમ કહી શકાય કે ચોક્કસ ગતિ અને સ્થિતિના સંદર્ભમાં સૂર્ય તેમજ ચંદ્ર રાહુ સાથે સંબંધમાં આવે ત્યારે ગ્રહણ થતું હોય છે. તેથી આ શ્લોકમાં એમ જણાવાયું છે કે સૂર્ય રાહુ દ્વારા ગ્રસિત થાય છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પણ સૂર્ય ગ્રહણ થાય, ત્યારે તે રાહુથી ગ્રસિત થતો હોવાથી દિવસના ભાગમાં પણ તેનો કેટલોક ભાગ અથવા આખો સૂર્ય રાહુ દ્વારા ગ્રસિત થાય છે. તેમ થવાથી અલ્પકાળ માટે પણ પૃથ્વી સૂર્યના પ્રકાશથી પણ વંચિત થાય છે. ધોળે દિવસે સાંજનું વાતાવરણ થાય છે. આવી જ રીતે આકાશમાં ગતિ કરતાં વાદળાઓ પણ સૂરજને અલ્પકાળ માટે ઢાંકી દે છે. અને ચોમાસામાં તો વાદળછાયું આકાશ હોય ત્યારે સૂરજ દેખાતો પણ નથી. આમ સુરજના ઉદયાત તે, રાહુ દ્વારા કે વાદળો દ્વારા ઢંકાઈ જવું, અને માત્ર પૃથ્વીને , કાગત કરવાની તેની શક્તિ આ બધી વાતોને લક્ષમાં લેતાં તેની સરખામી પરમાત્મા સાથે થઈ જ કેવી રીતે શકે. કેમ કે પરમાત્મા તત્કાલ એક જ સમયે સોલકને પ્રકાશિત કરે છે. ત્રણે કાળમાં પ્રકાશિત સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને શાન-પ્રકાશ ત્રણે લોકની કોઈપણ શક્તિ કે તત્ત્વ દ્વારા ગ્રસિત થઈ શકે તેમ નથી. કે તેના ઉપર તેનું કોઈપણ આવરી તેને ઢાંકી શકે તેમ નથી. આપણે સત્તરમાં લોકની બધી વિગતોને જે રીતે સ્થળ અર્થમાં નું પાણી છે તે જ રીતે હવ તને સુમ રીતે તથા ગર્ભિત અર્થમાં તપાસીએ. તત્ત્વ દૃષ્ટિએ સૂર્ય (આત્મા) વિશે વિચારણા : પરમાત્માની અને સૂર્યનું સરખામણીને હવે તત્ત્વ દૃષ્ટિએ વિચારીએ. Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂર્યને આત્મા કહીએ તો શ્રી ઋષભ જિનેશ્વરને પરમાત્મા કહીએ. આત્માની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મપણામાં છે. આત્મામાંથી પરમાત્મા થવાનું ધ્યેય સર્વજીવોનું હોવું જોઈએ. પણ તેમ થતાં પહેલાં મોક્ષમાર્ગની આ યાત્રામાં શું બને છે, તે વિચારીએ. જેમ સૂર્યનો ઉદય અને અસ્ત છે. તેમ જીવનું જન્મ અને મરણ છે. પ્રાતઃકાળે ઉદય પામેલો સૂર્ય દરેક સમયે સૂર્યાસ્ત તરફ ગતિ કરતો હોય છે. જીવ જન્મ ધારણ કરે તે જ સમયથી તેની મૃત્યુની યાત્રાનો પણ આરંભ થઈ જાય છે. અનાદિથી સૂરજ રોજ ઊગે છે અને રોજ આથમે છે. અનાદિથી આ જીવ પણ જન્મ-મરણના ફેરા ઉદય અને અસ્તરૂપે ફરતો જ રહ્યો છે. જેમાં એક મુસાફર પ્રવાસમાં નજીકમાં દષ્ટિગોચર થતાં વૃક્ષને કારણે તેની પાછળ ઘણે દૂર રહેલાં વૃક્ષથી હજારો ઘણા મોટા પર્વતને જોઈ નથી શકતા. જેમ વાદળ ઓથે ઢંકાયેલા સૂર્યને વાદળ કરતાં તે અસંખ્ય ઘણો મોટો હોવા છતાં આપણી નજીકમાં રહેલા વાદળે તેને ઢાંક્યો હોવાથી સૂરજને આપણે જોઈ શકતા નથી. તેથી સૂરજનું કે ડુંગરનું અસ્તિત્વ કેવી રીતે નકારી શકાય. વાદળ અને વૃક્ષ જરા પણ મૂલ્યવાન નથી, અને છતાં પણ તેઓ સૂરજ અને ડુંગરના અસ્તિત્વને અલ્પકાળ માટે ઢાંકતા જણાય છે. અહીં ડુંગર કે સૂરજ તરીકે આપણે આત્માને લેવાનો છે. તે સૂર્ય સમાન મૂલ્યવાન હોવા છતાં, સહજપણે દષ્ટિગોચર થાય તેવો હોવા છતાં જ્યાં સુધી આપણે વાદળ ઉપર દૃષ્ટિ કરીએ ત્યાં સુધી તે દેખાતો નથી. વાદળ અંધકારનું પ્રતીક છે. અજ્ઞાનનું પ્રતીક છે. અહંકાર અને મોહનું પ્રતીક છે. વાદળ હંમેશા અલ્પકાળ માટે આવે છે. પરંતુ આ અલ્પકાળ એટલે – પોતાનો ભવ અર્થાત્ જીવન પૂરું થાય ત્યાં સુધી જો જીવ વાદળ ઉપરથી દષ્ટિ ન ખસેડે તો તેને આત્મારૂપી સૂરજના દર્શન થાય કેવી રીતે? જીવ એટલી બધી દૃઢ મિથ્યા માન્યતામાં રાચે છે કે તે પોકારી પોકારીને વાદળને મિથ્યા કહેતો હોવા છતાં નિઃશંક પણે તેને સત્ય માને છે. અને આત્માને નિઃશંકપણે સત્ય કહેતો હોવા છતાં અંતરથી તેને કાં મિથ્યા માને છે, તે અંગે સંપૂર્ણ શંકાશીલ છે, તેને સ્વીકારતો નથી. સૂર્ય સમ્યગુ દષ્ટિ આત્માનું પ્રતીક છે. કદાચિત્ કોઈ કાળે તે રાહુથી ગ્રસિત થાય તો પણ તે અવશ્ય પુનઃ સમ્ય દર્શન પ્રાપ્ત કરી પરમપદને પામે છે. રાહુથી ગ્રસિત સૂરજ જેમ કેટલાક કાળ માટે જણાતો નથી તેવી રીતે સમ્ય દર્શન વમી જાય તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ તે તેની મર્યાદા છે. તે પછી જીવ ફરીથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. (૮૫) Page #101 -------------------------------------------------------------------------- ________________ આમ આ ગાથામાં જીવની વિભિન્ન અવસ્થાનું વર્ણન સૂર્યના ઉદયઅસ્ત દ્વારા અનાદિથી થતાં જન્મ-મરણ અને ભવ-ભ્રમણથી સૂશ્ચિત થયું છે. વાદળોથી ઢંકાતા સૂરજની ઉપમા રાગ, દ્વેષ, અજ્ઞાન અને અહંકારરૂપી વાદળોથી ઢંકાયેલા આત્મા સાથે કરી શકાય, જે વાદળો આત્મા ઉપર આવરણરૂપે છવાયાં છે તે ખસે તે પહેલાં જન્મ-મરણનું ચક્ર ચાલુ થઈ જાય છે. કોઈક સુભાગીજીવ સમ્યગદર્શન પામે અને તે વમી જાય તો રાહુથી ગ્રસિત થયેલા સૂરજ જેવી તેની સ્થિતિ થાય છે. અને શ્લોકના પ્રારંભમાં જે જણાવ્યું તે રીતે જે ભવ્ય આત્મા મન-વચન અને કાયાના યોગથી મૌનધારણ કરી મુનિ થઈ, સર્વ કામનાઓથી રહિત થઈ, પોતાના સ્વરૂપમાં ઠરે છે, તે પરમપદને પામે છે. આ શ્લોકમાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વર આ પરમોચ્ચ સ્થિતિ-પદને પામ્યા છે. તે અર્થગંભીર રહસ્યપૂર્ણ માર્મિક વાત આ શ્લોકમાં આ રીતે જણાવી છે. (૮૬). Page #102 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૮ नित्योदयं दलितमोहमहान्धाकारं, गम्यं न राहु वदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति, विद्योतयज्जगदपूर्व शशाङकबिम्बम् ॥१८।। ભાવાર્થ : હે ભગવાન! તમારું મુખરૂપ કમળ અપૂર્વ અલૌકિક ચંદ્રબિંબની સમાન શોભે છે. કેમ કે તે નિરંતર ઉદય પામતું મોહરૂપ અંધકારને નાશ કરનારું, રાહુથી ગ્રસિત નહીં થનારું, મેઘથી આચ્છાદિત નહીં થનારું, ઘણી કાંતિવાળું અને સમગ્ર જગતને પ્રકાશિત કરનારું છે. // ૧૮ // પ્રભુના વદનકમળની તુલના ચંદ્રબિંબ સાથે કરવાનું કારણ શ્રી ભક્તામર સ્તોત્રના અઢારમા શ્લોકમાં એમ જણાવ્યું છે કે તમારું મુખરૂપી કમળ અપૂર્વ અલૌકિક ચંદ્રબિંબની જેમ શોભે છે. અહીંયા પરમાત્માના મુખરૂપી કમળને ચંદ્રબિંબની સાથે સરખાવવામાં આવ્યું છે. કારણકે વદનકમળની શોભા માટે કવિઓએ હંમેશા પૂર્ણિમાના ચંદ્રને પસંદ કર્યો છે. તેના ત્રણ કારણ છે. એક તો જગતના તમામ દશ્ય પદાર્થોમાંથી જ ઉપમા માટે સર્વોત્તમ પદાર્થની પસંદગી કરવાની હોય તો વદનકમળની ઉપમા માટે ફક્ત પૂર્ણિમાનો ચંદ્રજ સર્વોત્તમ છે. બીજું ચંદ્રનું રૂપ અનુપમ છે. અને તેના રૂપમાંથી નિખરતી ચાંદની શીતળતાનો ગુણ ધરાવે છે. ત્રીજું જેનું વર્ણન કરવાનું હોય દા.ત. અહીં પરમાત્માનું મુખકમળ તો તે મુખની શોભા અવર્ણનીય અને અદ્વિતીય હોવા સાથે જગતના કોઈપણ પદાર્થ કરતાં તે કરોડો ઘણું તેમજ ચંદ્ર કરતાં કરોડો ઘણું ઉત્તમ હોવાથી બીજી કોઈ ઉપમા નહીં મળવાથી તેની સરખામણી ચંદ્રબિબની સાથે કરવામાં આવી છે. તેથી આ સરખામણીને અંગુલીનિર્દેશ સમાન ગણી શકાય. કર્મ, પુનર્જન્મ અને સાધનાનું રહસ્ય આ શ્લોકમાં પરમાત્માના વદનકમળની જે વાત કરવામાં આવી છે. તે સાલંબન ધ્યાનના સંદર્ભમાં પણ છે. આત્મજ્ઞાનની સાધનામાં જ્યારે આત્મા પ્રવેશ કરે ત્યારે સાધારણ રીતે વિવિધ પ્રકારના સાધનોનો આશ્રય લઈ અને આગળ વધવા પ્રયત્ન કરે છે. કોઈ વ્રત કરે છે, કોઈ જપ કરે છે, કોઈ તપ કરે (૮૭) Page #103 -------------------------------------------------------------------------- ________________ છે, કોઈ સ્વાધ્યાય કરે છે તો કોઈ ધ્યાન અને યોગ કરે છે. એક વાત નિશ્ચિત છે કે જીવ જે સાધના પદ્ધતિને અપનાવે છે તે સાધના પદ્ધતિને તેના પૂર્વજન્મના સંસ્કારો અને કર્મથી પ્રગાઢ સંબંધ હોય છે. તીવ્ર સ્મરણશક્તિ અને મધા ધરાવતાં મેધાવી બાળકો પૂર્વજન્મના સંસ્કારોના કારણે તે કરી શકે છે. નાના બાળકોથી માંડીને મોટા ત્યાગીઓ આ જન્મમાં વિવિધ પ્રકારની જે ઉગ્ર તપશ્ચર્યા કરે છે તે પણ તેમણે પૂર્વે કરેલી તપશ્ચર્યાઓ અને સંસ્કારોનું પુનરાવર્તન હોય તેમ જણાય છે. એટલે પોતાની સાધનામાં કોઈ ગમે તે પદ્ધતિ કે સાધનનો આશ્રય લે તો તેમાં તેના પૂર્વસંસ્કાર અને પૂર્વકનો પ્રતિઘોષ હોય છે, તેમ કહી શકાય. આના સંદર્ભમાં એક શ્લોક એવો છે કે : पुनर्युक्तम चया विद्या पुनर्युक्तम चया भार्या । पुनर्युक्तम च यदधनम अग्रे धावति धवति ।। ભાવાર્થ :- પૂર્વનાં કરેલાં કર્મ પ્રમાણે જ ધન, વિદ્યા અને સ્ત્રી નવા જન્મમાં આગળ અને આગળ મળ્યા કરે છે. (અર્થાત આ જન્મમાં જે ધન વિદ્યા અને સ્ત્રી મળ્યાં છે તે પૂર્વ જન્મના કર્મનાં ફળ પ્રમાણે મળ્યાં છે.) આ તથ્યને હવે જરા સૂક્ષ્મતાથી વિચારીએ. જો જીવ જન્મોજન્મ આવી કોઈ સાધના કરતો હોય, ફરી ફરી તેનું પુનરાવર્તન કરતો હોય તો પણ શા માટે તે મોક્ષ માર્ગ પકડી શક્તો નથી આનો જવાબ સ્પષ્ટ છે. પૂર્વજન્મમાં તેમજ આ જન્મમાં શુભક્રિયાઓનું પુનરાવર્તન કરતો જીવ આવું પુનરાવર્તન મિથ્યાત્વ સહિત અને આત્મલક્ષ વિના કરે છે. માટે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, “જીવે અનંતીવાર સાધુપણું ગ્રહણ કર્યું, ચારિત્ર્ય પાળ્યું, નવમી ગ્રેવયક સુધી જઈ આવ્યો તો પણ તેનું ભવભ્રમણ ટળ્યું નથી.” આ બધી વિગતના સંદર્ભમાં વિચારતાં આ શ્લોકમાં સાલંબન ધ્યાનની જે વિગતનું પરોક્ષ રીતે ઉલ્લેખ છે તેની વિચારણા કરીએ. અંતર્મુખતા અને ધ્યાનનું મહત્ત્વ એક આત્માના લક્ષ વિના મિથ્યાત્વ સહિત બાહ્ય-અત્યંતર કોઈપણ સાધનનો આશ્રય લેવા છતાં આ જીવ સમ્યગુ દર્શન પામી શક્યો નથી. તેના વ્રત, તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય આદિ શુભક્રિયાઓ પુણ્યબંધનું કારણ બની હોય તેમ બનવા જોગ છે. પરંતુ સમ્ય દર્શન આપી શકી નથી. કારણ? અંદરના શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ માટે તેણે બહારના સાધનોનો આશ્રય બહિર્મુખતા સાથે લીધો છે. આ જ સાધનોનો આશ્રય તેણે અંતર્મુખતા સાથે લીધો હોત તો કામ થઈ જાત. આના અનુસંધાનમાં અનુપમ અને અદ્વિતીય સુંદરતાવાળા પ્રભુના મુખકમળને ચંદ્રબિંબની સાથે સરખાવી આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે, હે પ્રભુ, આપનું વદન નિરંતર ઉદય પામતા મોહરૂપી અંધકારનો નાશ (૮૮) Jain Education Interational Page #104 -------------------------------------------------------------------------- ________________ કરનારો છે. શ્રી ભક્તામર સ્તોત્રના સર્જક મહાકવિ આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરીશ્વરજી બુલંદ અવાજે આ શ્લોકમાં જાણે કે એમ કહી રહ્યા છે કે હે જીવો, હવે એક ઘડીના પણ પ્રમાદ વિના પરમાત્માના આ અલૌકિક સૌંદર્યો અને વદનકમળનું સાલંબન ધ્યાન કરો કે જેથી નિરંતર ઉદય પામતાં તમારા મોહરૂપી અંધકારનો નાશ થાય. જગતના બાળજીવો માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિરંજન નિરાકાર અરૂપી ભગવાન આત્માનું દર્શન, ધ્યાન, ચિંતન, મનન વિગેરે પ્રાયઃ ઘણું દુષ્કર છે. અને સંસારી જીવોના મોતનું કારણ પ્રમુખપણે કંચન અને કામિની હોય છે. અનાદિથી આ જીવને રૂપના મોહે ઘેલો કર્યો છે. જગતની સર્વોત્તમ રૂપવતી સ્ત્રીના મુખની ઉપમા ચંદ્રથી અધિક તો થઈ નથી શકતી અને સ્ત્રીના મુખ કરતાં ચંદ્રનું મુખ અનેક ગણું સુંદર છે. તો કવિ અહીં કહે છે કે કરોડો ચંદ્રની મુખની શોભા કરતાં પણ જેના વદનકમળની શોભા અનુપમ અને અદ્વિતીય છે, તેવા પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વરના વદનકમળનું તમે ધ્યાન ધરો, તેમાં એકાગ્ર થાવ, તેમાં તલ્લીન બનો કે જેથી નિરંતર ઉદય પામતાં તમારા મોહરૂપી અંધકારનો નાશ થાય. પરમાત્મા તરફ પરમાત્માના ગુણો તરફ અને તેમના પરમપદ તરફ જેને જેને પ્રીતિ જાગે છે, જેને જેને રુચિ જાગે છે અને જેઓ પરમાત્માને સમર્પિત થાય છે, તે સર્વના મોહરૂપી અંધકારનો નાશ થાય છે. તે સર્વે અહંકારરૂપી રાક્ષસની પકડમાંથી છૂટેછે. તે સર્વે અજ્ઞાનરૂપી અજગરની નાગચૂડમાંથી છૂટે છે. તે સર્વે મુક્તિના પંથને પામે છે. પૃથ્વીને પ્રકાશતો પૂર્ણિમાનો ચંદ્ર દિવસે ફુક્કો બને છે. વાદળાંઓથી ઘેરાતાં તે અદશ્ય થાય છે. રાહુ દ્વારા ચંદ્રગ્રહણ થાય ત્યારે પણ તે આકાશમાં જણાતો નથી. તે ફક્ત પૃથ્વીને રાત્રિએ જ પ્રકાશિત કરે છે. અને પૂર્ણ પ્રકાશિત તો ફક્ત પૂર્ણિમાની રાત્રિએ જ કરે છે. જ્યારે પરમાત્માનું વદનકમળ ત્રણેકાળમાં ત્રણે લોકને અને ત્રણે લોકના સર્વજીવોને એક સરખાં પ્રકાશિત કરે છે અને એક સરખી શીતળતા આપે છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ નિણંદના વદનકમળને કોઈ વાદળ ઢાંકી શકતું નથી. કોઈ રાહુ ગ્રસી શકતો નથી. પરમાત્મપદની સર્વોત્તમ અવસ્થામાં રહેલા શ્રી તીર્થકરના આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રફુટિત થતાં અલૌકિક, અનુપમ, અદ્વિતીય અને અવર્ણનીય આત્મતેજને ત્રણે લોકમાંની કોઈપણ સત્તા કે કોઈપણ તત્ત્વ લેશમાત્ર અવરોધરૂપ બની શકતો નથી. ખરેખર તો તેથી ઊલ્ટે સત્ય એ છે કે પરમાત્માના આ તેજથી ત્રણેલોક, ત્રણેકાળ માટે પ્રકાશિત છે અને ત્રણેલોકના સર્વજીવોને પરમાત્માના વદનકમળનું સાલંબન ધ્યાન અનિર્વચનીય સુખ અને શાંતિ આપનાર છે. (૮૯) Page #105 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૯ किं शर्वरीषु शशिनाडमि विवस्वता वा, युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ! निष्पन्न शालिवन शालिनि जीवलोके, कार्य कियज्जलधरैर्जल भारनदै : । १९ ।। ભાવાર્થ : હે નાથ! તમારા મુખરૂપી ચંદ્રવડે પાપરૂપ અંધકારનો નાશ થાય છે? અથવા દિવસે સૂર્યનું શું કામ છે? કાંઈ જ નહીં, જે જીવલોક પાકેલી શાલિના વનવડે શોભતું હોય તો પછી જળના ભારથી નમી ગયેલા મેઘનું શું કામ છે? કાંઈ જ નહીં. ૧૯ો. શ્રી ભક્તામર સ્તોત્રના ઓગણીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ! તમારા મુખરૂપ ચંદ્ર વડે પાપરૂપી અંધકારનો નાશ થાય છે. આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં અત્યંત ઊંડા અર્થગંભીર રહસ્યો રહેલાં છે, કેટલીકવાર તો એમ જણાય છે કે આ સ્તુતિમાં પ્રાથમિક દૃષ્ટિએ ઘણીવાર સમાનાર્થી શબ્દો વાપર્યા હોય કે તેવા પ્રકારની ઉપમા આપી હોય અને સ્થૂળ દૃષ્ટિએ વિચારીએ ત્યારે વિશેષ અર્થ સમજવાની ચાવી હાથમાં આવતી નથી પરંતુ ઉપર જણાવ્યું તેમ આ માત્ર મનોહર છંદ-રચના નથી કે પરમાત્માની સામાન્ય સ્તુતિ પણ નથી. એક એક શ્લોક તેના અર્થગંભીર રહસ્ય સાથે રચાયેલો છે. વારંવાર આ સ્તોત્રનું ચિંતન, મનન અને ઘોલન કરવામાં આવે અને તેમ કરીને વધુ અને વધુ સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે તો તેના ઊંડા રહસ્યો તરફ જઈ શકાય. અહીં તર્ક કે ન્યાય દ્વારા સૂક્ષ્મ વિગતને પકડવાની વાત નથી. પરંતુ અંત:કરણના શુદ્ધતાના આશ્રયે ભાવપૂર્વક આ સ્તોત્રના શાંતરસમાં આ સ્તોત્રના ભક્તિરસમાં જેમ જેમ અતિ રસિકતાપૂર્વક તેનું પાન કરવામાં આવે તેમ તેમ તેની સૂક્ષ્મતાઓ અને આશય હૃદયરૂપી આરસીમાં પ્રતિબિંબિત થઈ શકે તેમ છે. પ્રભુના મુખચંદ્રનો મહિમા અને જીવની સ્થિતિનું વર્ણન અઢારમા શ્લોકની જેમ અહીં પણ પ્રભુના મુખરૂપી ચંદ્ર, પાપરૂપી અંધકારનો નાશ કરનાર છે, તેમ જણાવ્યું છે. અઢારમા શ્લોકમાં પ્રભુના મુખને નિરંતર ઉદય પામતાં મોહરૂપી અંધકારનો નાશ કરનાર જણાવ્યું હતું. ટૂંકમાં પ્રભુનું મુખ રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ, આસક્તિ, અંધકાર For Prive( o)rsonal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિગેરેનો સર્વથા નાશ કરનાર છે. આ એક સનાતન સત્ય છે. આપણે આગળના શ્લોકમાં સાલંબન ધ્યાન દ્વારા આ કઈ રીતે સિદ્ધ થઈ શકે તેની વિચારણા પણ કરી છે. તો ફરી ફરીને પ્રશ્ન એ થાય છે જીવો શા માટે રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ અને પાપરૂપી અંધકારમાં અથડાયા કરે છે, ભટક્યા કરે છે? શું તેઓ આ પ્રકારના અંધકારમાં છે? માટે પ્રભુના મુખનું દર્શન કરી શકતાં નથી. એક તરફ પ્રભુના મુખનું દર્શન આ સર્વનો નાશ કરનાર છે તે વાતને સનાતન સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. તો બીજી તરફ અસંખ્ય જીવો આ પ્રકારના અંધકારમાં અનાદિથી ભટક્તા રહ્યાં છે. એક તરફ એમ કહેવામાં આવે છે કે પ્રભુના મુખનું દર્શન મોહ અને પાપરૂપી અંધકારનો નાશ કરી સાચા સુખને અપાવે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે પ્રભુની કરુણાનો કોઈ પાર નથી. વળી એમ પણ કહેવાયું છે કે પરમાત્માના તેજ પ્રકાશથી ત્રણે લોક પ્રકાશિત છે. હવે જે સનાતન સત્ય છે અને જે વાસ્તવિકતા છે તેનો ભેદ ઉકેલ્યા વિના છૂટકો જ નથી તેનું રહસ્ય ઉકેલાશે તો જ સાચી વસ્તુસ્થિતિનું ભાન થશે. સનાતન સત્ય અને વાસ્તવિકતાની ઉદાહરણ સાથે સમજૂતી વહેતી નદીના નિર્મળ નીરને અને તેના પ્રવાહને વિષે વાત કરીએ તો એમ કહી શકાય કે નદીના વહેતા પ્રવાહમાં નિર્મળ નીર નિરંતર વહ્યાં જ કરે છે. તે નીર જેને જરૂરત હોય તે પોતપોતાની રીતે લઈ જાય છે. કોઈ ઘડામાં તો કોઈ અલગ અલગ નાના મોટા પાત્રમાં તે લઈ જાય છે. કોઈ નદીના પાણીને ગ્રહણ જ કરતું નથી. કોઈ નદીના પાણીને દૂષિત કરે છે. નદીના કિનારે વાઘ પણ પાણી પીવે છે, બકરી પણ પીવે છે. સંત પણ તેનો ઉપયોગ કરે છે. અને દુરાચારી પણ તેનો ઉપયોગ કરે છે. નદી દાતા છે, તે અક્ષયપાત્ર જેવી છે, તે નિરંતર જેને જેટલું જળ જોઈતું હોય તેટલું લેતાં તેને રોકતી નથી. આ દષ્ટાંતથી એટલું જ સમજવાનું છે કે પરમાત્માની કરુણાનો કોઈ પાર નથી. તેમના પરમચૈતન્યનો પ્રવાહ રૈલોકપ્રકાશક છે. તેમની કરુણા ત્રણે લોકમાં સર્વજીવો તરફ એક સરખી વરસે છે. પરંતુ આ કરુણારૂપી વરસાદ આ કરુણારૂપી કૃપા ત્રણે લોકમાં સર્વજીવો તરફ અખંડપણે વરસ્યા કરતી હોઈ જેના પાત્ર સવળા હોય (દા.ત. ઘડો) તે તેની કૃપાથી ભરાય છે. અને જે અસંખ્ય ઘડાઓ ઊંધાજ પડેલાં હોય તેના ઉપરથી તે કૃપા વરસીને વહી જાય છે. પાત્રમાં એક ટીપું પણ પ્રવેશી શકતું " (૯૧) Page #107 -------------------------------------------------------------------------- ________________ નથી. જે જીવો પરમાત્માના મુખચંદ્રનું દર્શન કરી ન શકતાં હોય અને જેમના પાપરૂપી અંધકારનો નાશ ન થતો હોય તે પેલા ઊંધા ઘડા જેવા છે. પરમાત્માથી વિમુખ છે. નિરંતર કરુણા કરનારા પરમાત્માની કરુણાનો જેને અનુભવ નથી થતો તે તેની પોતાની ભૂલોના કારણે નથી થતો. નદી અને મધની જેમ દાતા તો નિરંતર આપવા માટે તૈયાર છે. પણ લેનાર પીઠ ફેરવે તો તેમાં વાંક કોનો? અંતરનું સુખ અંતરમાં છે. આમ આ શ્લોકમાં તો સિંહગર્જના સાથે એમ જણાવ્યું છે કે, હે પ્રભુ! જ્યારે આપ પાપરૂપી અંધકારનો નાશ કરનાર છો. તો આપના મુખચંદ્રના દર્શન વિના બીજા કોઈને મુખનું દર્શન શા માટે કરીએ? પરમાત્મા તરફની અભુત ભક્તિની આ સિંહગર્જના છે. અને જેને પરમાત્માના મુખના દર્શનની ઝંખના હોય તેને તેના દર્શન થાય જ પણ આ દર્શનની તીખી તમન્ના પેલા સ્તવનની પંક્તિ જેવી હોવી જોઈએ. લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશન દીજે.” આજ શ્લોકમાં આગળ એમ કહેવાયું છે કે, આપના મુખચંદ્ર સિવાય પૃથ્વીને અજવાળતાં સૂરજ અને ચંદ્રની શી જરૂર છે, વળી આગળ એમ પણ જણાવ્યું છે કે ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હોય, અનાજ ઉગી ચૂક્યું હોય ત્યારે જળના ભારથી નમેલા વાદળોનું શું કામ છે? અહીં આશય એ છે. કે જીવ જ્યાં સુધી બહિર્મુખી હોય જગતના પદાર્થો તરફ આસક્ત હોય, ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠામાં પરોવાયેલો હોય ત્યાંસુધી તે અંતર્મુખ થઈ શક્તો નથી. તેને પૃથ્વીને પ્રકાશ આપતા સૂરજ અને ચંદ્ર ગમે છે. દિવસ અને રાત ગમે છે. સુખની શોધમાં તે બહાર ભમ્યા કરે છે. પરંતુ આ રીતે તેના બહારના પરિભ્રમણથી તેને કોઈ લાભ થતો નથી. ભવ-ભ્રમણ ચાલુ રહે છે. ખેતરોની ફસલ હોય, ચંદ્ર હોય કે જગતનો કોઈપણ પદાર્થ હોય બહારનો પદાર્થ તેને બહારનું અલ્પસુખ અને ઝાઝું દુઃખ આપવા સિવાય બીજું કાંઈ કરતો નથી. પરંતુ અંતરનું સુખ અંતરમાંથી પ્રાપ્ત થતાં બહારના સુખની કોઈ જરૂર રહેતી નથી, અંદરમાં જ્ઞાનરૂપી ફસલ તૈયાર થયા પછી બહારના વાદળાંની પણ જરૂર રહેતી નથી. આ જીવ પોતે પાંચ ઇન્દ્રિયોના બહારના વિષયોમાંથી ભટકવાનું બંધ કરી અંતર્મુખ થાય તો જ તેને સાચું સુખ મળે. પરમાત્માના મુખચંદ્રના દર્શન કરવા માટે અંતર્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. (૯૨) Page #108 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિયો વડે સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શ્રવણ ઇત્યાદિના જે જીવ બહારમાં અનુભવ કરે છે તે અનુભવોની નિરર્થકતાનો નિર્ણય કરી અને તે જ પંચેન્દ્રિયોને અંદર વાળી અંતર્મુખતા માટેનો ઉગ્ર પુરુષાર્થ કરે તો તેને અવશ્ય અવનવા અદ્ભુત અને ચમત્કારિક અનુભવ થાય. બંધ આંખે ધ્યાનમાં પ્રારંભમાં પ્રભુના મુખચંદ્રને બદલે અંધકાર દેખાય તો તેના દર્શન કરે તેવી જ રીતે દરેક ઇન્દ્રિયો વડે પ્રારંભમાં અંદરમાં ભલે વિભિન્ન પ્રકારના અનુભવ થાય; પરંતુ તે અનુભવ તરફ તે જાગૃત થઈ તેને ઝીલવાની તૈયારી અને પોતાની રુચિ અને પુરુષાર્થને ક્રમશ : જેમ જેમ વધારતો જશે તેમ તેમ વધતા ક્રમે સ્વાનુભૂતિ એક દિવસ અવશ્ય તેને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ જિનેશ્વરના મુખચંદ્રનાં દર્શન કરાવશે. ભાવવિભોર બનેલા અને અતિન્દ્રિય રસાસ્વાદમાં ડૂબેલા એવા તેના મોહ અને પાપરૂપી અંધકારનો તો નાશ થાય જ છે. પરંતુ પ્રભુના મુખના આ દિવ્ય દર્શનથી તે જરા પણ ધરાશે નહીં અને એક સમયમાત્રના માટે પણ પ્રભુના મુખદર્શનથી તેના પ્રજ્ઞાચક્ષુ હટશે નહીં તેવી અર્થગંભીર રહસ્યપૂર્ણ વાત આચાર્ય ભગવંતે આ શ્લોક દ્વારા જણાવી છે. * (૯૩) Page #109 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૦ ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं, नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं, नैवं तु काचशकले किरणाकुलेऽपि ||२०|| ભાવાર્થ : હે પ્રભુ ! અનંતપર્યાયવાળી વસ્તુને પ્રકાશ કરનારું જ્ઞાન-કેવળજ્ઞાન જે રીતે તમારે વિષે શોભે છે તે રીતે હરિ હર વિગેરે નાયકોને વિષે એવું શોભતું નથી. જેમકે જે પ્રકારે દેદીપ્યમાન મણિઓને વિષે તેજ મહત્ત્વને પામે છે તે પ્રકારે તેજસ્વી કાચના ટુકડામાં મહત્ત્વ પામતું નથી. હિર - હરાદિક દેવો વિભંગજ્ઞાની છે. | ૨૦ || શુદ્ધ આત્મદશા કેવી રીતે પ્રગટે છે? શ્રી ભક્તામર સ્તોત્રની વીસમી ગાથા સમસ્ત જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને અને તેના સારને જાણે કે રજૂ કરતી હોય તેમ જણાય છે. અહીં એમ કહેવાયુંછે. કે હે પ્રભુ અનંત પર્યાયવાળી વસ્તુ પ્રકાશ કરનારું જ્ઞાન આપનામાં છે. આપ કેવળજ્ઞાની છો. કેવળજ્ઞાનીનો અર્થ એ છે કે ત્રણેકાળના ત્રણે લોકના સર્વ પદાર્થોની અવસ્થા પરમાત્માને વર્તમાનવત્ જણાય છે. આ અર્થગંભીર સૂક્ષ્મ તત્ત્વની વાત છે. જરા શાંતિથી વિચારીએ તો ચારે ચાર ગતિના અનંતાજીવોની તમામ પર્યાય અર્થાત્ અવસ્થાને પરમાત્મા જાણે છે. એક જીવ અનાદિથી ભૂતકાળમાં ક્યા-ક્યા જન્મ ધારણ કરી ચૂક્યોછે. વર્તમાનમાં ક્યાં જન્મ ધારણ કર્યો છે. અને અનાગત કાળે અર્થાત્ ભવિષ્યમાં ક્યા જન્મને ધારણ કરનાર છે તે પરમાત્માના કેવળજ્ઞાનમાં વર્તમાનવત્ જણાય છે. જૈન દર્શનમાં પાંચ પ્રકારનાં જ્ઞાન જણાવાયા છે જેમાં મતિ, શ્રોત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. આત્માની ઉન્નત સ્થિતિમાં તે સર્વોત્તમ અવસ્થાએ પહોંચે, પરમાત્મ પદની ભૂમિકાએ પહોંચે ત્યારે તેને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અગાઉના એક શ્લોકમાં દૃષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે સ્ફટિકમણિ ઉપરના એક પછી એક જેમ આવરણો દૂર થાય છે. તેમ બધા જ આવરણો દૂર થતાં સ્ફટિકમણિ અસલ સ્વરૂપમાં તેના ગુણ અને કાંતિ સહિત પ્રકાશેછે આવી રીતે સર્વ પ્રકારના કર્મનો ક્ષય થતાં તમામ રાગદ્વેષ અને કષાયોનો અભાવ થતાં શુદ્ધ આત્મદશા વર્તે છે. શુદ્ધાત્મા અનંત ગુણો અને સર્વજ્ઞતાથી યુક્ત છે. આ પરમ વીતરાગ દશામાં (૯૪) Page #110 -------------------------------------------------------------------------- ________________ તેની ચતુર્યામિ સહજ અવસ્થામાં સમસ્ત જીવ રાશિની ત્રણે કાળની સર્વ પર્યાયો વર્તમાનવત્ - યુગ્મત્ ઝળકતી હોય છે, શુદ્ધાત્મામાં પ્રકાશતી હોય છે. સર્વશ વીતરાગ પરમાત્મા તે સહજ રીતે જાણે છે. પરિણામે બંધ અને પરિણામે મોક્ષની વાત. જે સર્વજ્ઞતા અને વીતરાગતા પરમાત્માએ પ્રગટ કરી તેને પ્રગટ કરી શકવાની સંભાવના દરેક જીવમાં રહેલી છે. એ રીતે જૈન દર્શન પુરુષાર્થ પ્રધાન છે. તેમાં આત્માની સંપૂર્ણ સ્વતંત્રતા અને સ્વાધીન દશાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અહીં કદાચ ઉપર જણાવેલી આગળની વિગતને વાંચીને કોઈને એમ શંકા કે પ્રશ્ન થાય કે દરેક જીવના ભવો અતીતના, વર્તમાનના અને ભવિષ્યના પરમાત્માના જ્ઞાનમાં હોય અને જીવનો ક્યારે મોક્ષ થવાનો છે. કેટલા ભવ પછી મોક્ષ થવાનો છે, તે પણ જો નક્કી હોય તો મોક્ષપ્રાપ્તિના પુરુષાર્થની આવશ્યકતા શી છે ? અહીં જૈન કથાનુયોગનું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જાણીતું દાંત અને તે અંગે ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પ્રસન્ન ચંદ્ર રાજર્ષિની બે ભિન્ન-ભિન્ન અવસ્થાઓ અંગેનો આપેલ જવાબ આ શંકાના અનુસંધાનમાં અત્યંત સૂચક અને નિર્ણાયક છે. તેમની પ્રથમ ધ્યાનસ્થ અવસ્થામાં મુનિપણામાં હોવા છતાં પુત્ર-મોહના વિચારોમાં તેના કલ્યાણ અર્થે જે ઉગ્રતાયુક્ત વિચારોમાં ગતિ કરે છે. ત્યારે બહારમાં તે ધ્યાન ધરતા હોવા છતાં પ્રભુએ તેમને નરકાદિ ગતિમાં જનાર કહ્યા અને એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ થોડા સમય પછી પોતાની હીન સ્થિતિનું ભાન થતાં શુદ્ધાત્મદશામાં વર્તે છે ત્યારે વીરપ્રભુએ તેમને મોક્ષગામી કહ્યા. આ જૈનદર્શનની વિશિષ્ટતા છે. ઉચ્ચકોટિની તટસ્થતા છે. અને તે ન્યાયપૂર્ણ સિદ્ધાંત પ્રસ્થાપિત કરે છે કે આત્માના ઉપયોગ અને પરિણામ ઉપર જ તેના બંધ અને મોક્ષનો આધાર છે. તેના ભવ-ભ્રમણ અને ભવ અંતનો આધાર છે. પરમાત્માની અન્ય દેવો સાથેની તુલના આત્મા પોતાનાં કર્મ પ્રમાણે ચારેગતિમાં ભ્રમણ કરે છે. તેમાં દેવાદિક ગતિમાં હોય ત્યારે તેની પાસે રિદ્ધિ, સિદ્ધિ, ઐશ્વર્ય અને વિશેષ પ્રકારનાં જ્ઞાન હોય છે. તે વૈક્રીયિક રૂપ પણ ધારણ કરી શકે છે. આમ તેનું જ્ઞાન, બુદ્ધિ અને ઐશ્વર્ય વિપુલ પ્રમાણમાં હોય છે. અહીં આ શ્લોકમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ! આપનામાં જે રીતે કેવળજ્ઞાન પ્રકાશે છે તેવી રીતે તે હરિહર આદિ દેવોમાં પ્રકાશતું નથી. આપનું કેવળજ્ઞાન અત્યંત મૂલ્યવાન દેદીપ્યમાન રત્નમણિની (૯૫) Page #111 -------------------------------------------------------------------------- ________________ સાથે સરખાવવામાં આવે તો હરિહર આદિ દેવોનું જ્ઞાનચમકતા કાચના ટુકડાની સાથે સરખાવી શકાય તેવું હોય છે. સૂર્યના પ્રકાશમાં ચમકતો કાચનો ટુકડો પ્રકાશના કારણે ચમકે છે. કાચના ટુકડાનો પોતાનો કોઈ ચળકાટ હોતો નથી અને સૂર્યનો પ્રકાશ ન હોય ત્યારે કાચનો ટુકડો ચમકતો પણ નથી જ્યારે મૂલ્યવાન રત્નમણિ સ્વયં પોતે જ પ્રકાશનું પુંજ છે. તે સૂર્યની હાજરીમાં કે ગેરહાજરીમાં, દિવસે કે રાત્રે, સર્વ-સમયે રત્નમણિ પ્રકાશેછે. અને તે પોતાનાજ તેજથી પ્રકાશે છે. આ રીતે પરમાત્માનું કેવળજ્ઞાન આ શ્લોકના પ્રારંભમાં જણાવ્યું તેમ અત્યંત મહિમાવંતુ અને સર્વોત્તમ છે. હરિહરાદિક દેવોનું જ્ઞાન તેની તુલનામાં સાચા રત્નમણિની તુલનામાં કાચના ટુકડા જેવું છે. પરમાત્માના સમવસરણની અંદર બિરાજમાન ચારેગતિના જીવો કેવળજ્ઞાની પરમાત્માના ૐ ના દિવ્ય ધ્વનિ દ્વારા પોતાના ઉપયોગ અને પરિણામ ને પલટાવી શ્રેણી માંડીને પોતાના ઉગ્ર પુરુષાર્થ દ્વારા પોતે સ્વયં પણ પરમાત્મા જેવા કેવળજ્ઞાની થઈ શકે છે. જ્યારે અન્ય દેવો પોતે જ કેવળજ્ઞાની નથી તો તેમનાં આશ્રયે રહી જીવ કેવળજ્ઞાન કેવી રીતે પામી શકે? શક્તિશાળી દેવો ભારે રિદ્ધિ, સિદ્ધિ અને ઐશ્વર્યના સ્વામી હોવાથી તેમની ભક્તિ કરનારને લૌકિક સુખ આપી શકે તેમ બની શકે પરંતુ તે લૌકિક સુખ આવા દેવોની ભક્તિ ક૨ના૨ જીવના માટે ભવભ્રમણનાં હેતુરૂપ છે. અને ખુદ દેવો પણ જો તેઓ સમ્યક્ દૃષ્ટિવાળા ન હોય તો તેમને પણ ભવ-ભ્રમણનો અંત આવ્યો નથી. તેમના રિદ્ધિ, સિદ્ધિ અને ઐશ્વર્ય પણ નાશવંત છે. અને તેઓ જ કેવળજ્ઞાનથી જોજનો દૂર હોવાથી જેણે પોતાનું આત્મકલ્યાણ સાધ્યું નથી તે બીજાનું કલ્યાણ કેવી રીતે કરી શકે? આમ વીસમા શ્લોકમાં પરમાત્માનો મહિમા તેમની પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન યુક્ત સ્થિતિના સંદર્ભમાં જણાવાયો છે અને જુદા-જુદા પાંચ જ્ઞાનોની સ્થિતિના સંદર્ભમાં દેવો પણ આ કેવળ જ્ઞાનથી કેટલા દૂર છે અને પરમાત્માના કેવળજ્ઞાન અને દેવોના વિશિષ્ટ જ્ઞાન વચ્ચે કેટલો આસમાન જમીનનો તફાવત છે તે સાચા મૂલ્યવાન, દેદીપ્યમાન, સ્વ-પર પ્રકાશક રત્નમણિ અને સૂર્યના તેજમાં ચમકતા કાચના ટુકડાની તુલના દ્વારા જણાવ્યું છે તે યથાર્થ છે. (૯૬) Page #112 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૧ मन्ये वरं हरिहरादय एव दृष्टा, दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येन नान्य :, कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥२१॥ ભાવાર્થ : હે નાથ ! હરિહરાદિક દેવો જે મેં પ્રથમ જોયા તે સારું થયું એવું હું માનું છું કેમ કે જે હરિહરાદિક દેવોને જોયા છતાં મારું મન તમારે વિષે સંતોષને અનુભવે છે. વધુમાં તમને જોવાથી એ ફળ થયું કે ભવાંતરમાં પણ બીજો કોઈ દેવ મારા મનને સંતોષ નહિ આપી શકે, તમને જોયા એથી સંતોષ છે કેમકે તે સંતોષના પરિણામે ફરી બીજા દેવોને જોવાનું મન નહિ થાય. / ૨૧/L સરાગીદેવોને ભજનાર જીવ અને પરમાત્માનો ભક્ત કેવો હોય? શ્રી ભક્તામર સ્તોત્રના એકવીસમાં શ્લોકમાં પણ આગળના શ્લોકમાં જે રીતે જણાવ્યું છે તે દેવોનો ઉલ્લેખ કરી આચાર્ય ભગવંત એમ જણાવે છે કે હે નાથ, હરિહરાદિ દેવોને મેં જોયા તે સારું જ થયું કેમ કે તેમને જોવા છતાં મારું ચિત્ત આપને વિષે જ સંતુષ્ટ થાય છે. હરિહર આદિ દેવો સરાગી દેવો છે. તેઓ રાગયુક્ત છે. જ્યારે પરમાત્મા ઋષભદેવ પરમ વીતરાગી છે. અહીં જીવની બે અવસ્થા સમજવા જેવી છે. એક તો જીવ જ્યાં સુધી પોતે રાગવાળી સ્થિતિમાં છે, પોતાને જ્યાં સુધી સંસારનું આકર્ષણ છે અને જ્યાં સુધી તેની યથાર્થ વિવેક બુદ્ધિ જાગ્રત નથી થઈ ત્યાં સુધી પોતાની તે પ્રકારની વર્તમાન પર્યાયમાં તેને સંસારના સુખો આપનાર દેવો તરફ પ્રીતિ થાય છે. એટલું જ નહીં પણ તે હરિહર આદિ દેવોને ભજે છે. કારણ કે તેમની પાસેથી તેને લૌકિક સુખોની કામના હોય છે. આગળના શ્લોકમાં જોયું તેમ દેવો પોતે જ જ્યારે અપૂર્ણ છે અને તેમની ભક્તિ કરનારો જીવ પણ અપૂર્ણ છે. ત્યારે બંને વચ્ચે જે સંબંધ રચાય છે તે નિષ્કામ સેવક સ્વામીનો નથી હોતો પરંતુ જીવની સ્વાર્થપ્રેરિત લૌકિક સુખની આકાંક્ષા ઉપર રચાયેલો હોય છે. જો એક દેવની ભક્તિ કરવાથી પોતાનું માનેલું સુખ ન મળે તો જીવ દેવની પણ અદલાબદલી કરી ત્વરિત કામના પૂર્ણ કરનારની શોધમાં લાગી જાય છે. અને તે પ્રકારના દેવને તે ભજે Page #113 -------------------------------------------------------------------------- ________________ છે. સામાન્ય જીવોની આ વાત કરીએ છીએ ત્યારે તે વાત જૈનકુળમાં જન્મેલા જીવોને પણ વિચારવી આવશ્યક ગણાશે કે તેની રુચિ શ્રીભક્તામર સ્તોત્ર દ્વારા આત્મકલ્યાણની છે. કે તેના ઋદ્ધિ, મંત્ર અને આરાધન દ્વારા લૌકિક કલ્યાણની છે? જો લૌકિક કલ્યાણની તેની કામના હોય તો તે હરિહરાદિક સામાન્ય દેવોને પૂજનારા મનુષ્ય જેવો જ ભવભ્રમણ કરનારો જૈનકુળમાં જન્મેલો આત્મા છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ સ્તોત્રના આરાધન દ્વારા ઇચ્છિત લૌકિક લાભ પ્રાપ્ત ન થાય તો તે અન્ય સ્તોત્રના આરાધન દ્વારા તે લાભની પ્રાપ્તિ માટે તેમ કરશે તેમ માની શકાય. સામાન્ય જીવોની ભૌતિક ઇચ્છાઓના સંદર્ભમાં ગમે તે કુળમાં તે જન્મેલાં હોય તો પણ ઇચ્છાપૂર્તિ માટે તે કેવાં લોલુપ હોય છે. તેના અનુસંધાનમાં આ વાતનો નિર્દેશ કરી આ સ્તોત્રના રચનાકાર પોતાની શુદ્ધ આત્મદશાના સંદર્ભમાં શું ત્યજવા યોગ્ય છે અને શુ ભજવા યોગ્ય છે, તેનો સ્થિર બુદ્ધિથી નિર્ણય કરી અહીં એમ જણાવે છે કે “લૌકિક સુખની કામનાવાળા લોકો અને તેમની તે પ્રકારની ઈચ્છાઓને સંતોષતા દેવો આ બધું જોયા જાણ્યા પછી મને એ વાતનો અજબનો સંતોષ છે કે મારું ચિત્ત તો હે સર્વજ્ઞ પરમાત્મા આપનામાં જ રોકાયું છે. ” અહીં આચાર્ય ભગવંત પોતે પોતાના આ નિર્ણયથી પરમ સંતુષ્ટ છે. આ જગતમાં આશ્રય કરવારૂપ એક માત્ર આત્મા છે અને તે આત્મામાંથી પૂર્ણ સ્વરૂપે પોતાની પૂર્ણ કેવળજ્ઞાનની પરમ વીતરાગ દશાને શ્રી ઋષભ જિનેશ્વરે પ્રગટ કરી છે. તેમ થતાં જન્મ-મરણનો નાશ થયો છે. ભવ-ભ્રમણનો નાશ થયો છે. સર્વ ઇચ્છાઓ અને કામનાઓ નાશ પામી છે. રાગદ્વેષ અને કષાયથી રહિત થયા છે. સર્વકર્મનો ક્ષય થયો છે. અને પ્રભુ પરમ આનંદમાં અતિન્દ્રિય આનંદમાં, અનંત ગુણોના સાગરમાં, સ્વરૂપ રમણતામાં લીન છે. આવા પરમાત્મપદનો યથાર્થ મહિમા આવ્યા પછી જગતના નશ્વર સુખો અને ભવભ્રમણ જેને ગમે છે અને લૌકિક કામના માટે જે દેવોને ભજે છે, તેમનાથી સિંહ-ગર્જના કરી કવિ અલગ પડી ગયાં છે. તેમના માટે વીતરાગ પરમાત્માની ભક્તિ, તેમના તરફનું સમર્પણ અને પરમ વીતરાગ દશા તે તેમનું આત્મ લક્ષ છે, અહીં કવિની આત્મદશા અને હેય-ઉપાદેયનો નિર્ણય એટલો બધો સ્પષ્ટ છે કે તેમને પોતાને આત્મસ્વરૂપની સ્થિરતા સિવાય અને પરમાત્માની ભક્તિ સિવાય બીજું કાંઈ ખપતું નથી. અહીં આત્મબોધ એ છે કે જ્યાં સુધી સંસાર ખારો ઝેર લાગે નહીં અને સંસારના દરેક પદાર્થો, દરેક સંબંધો અને દરેક વસ્તુ અકારી ન લાગે અને સર્વથા નિરર્થક ન જણાય ત્યાં સુધી વીતરાગ પરમાત્મા તરફ સાચી પ્રીતિ થતી નથી, અંતર્મુખતાનો જન્મ થતો નથી, આત્માનુભૂતિના (૯૮). Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સોપાન સુધી આવી શકાતું નથી. પરમાત્મદર્શન થયા પછી ભવાંતરે પણ સરાગીદેવ લોભાવી શકે નહીં. આ શ્લોક રચનાકાર સમ્યક્ દષ્ટિ હતા તેમ નિઃશંકપણે જણાવે છે. રચનાકારની સ્થિતિ અને આત્મદશા ઘણી ઉન્નત છે. તેથી આ જ શ્લોકમાં તેઓ આગળ જણાવે છે કે આ લોકમાં હે પ્રભુ આપને દેખી લેવાથી વિશેષ, લાભ એ થયો કે કોઈપણ જન્માંતરમાં હવે કોઈ અન્ય દેવ મારા મનને હરી શકશે નહીં. આ વાક્યોમાં તેમના આત્મબળના સ્વાનુભવ પર રચાયેલી આ પંકિતઓ દ્વારા તેમની નિઃશંક આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે. અહીં તેમણે એમ જણાવ્યું છે કે, “આ લોકમાં આપને દેખી લેવાથી.’' અર્થાત્ પૂર્વના ક્ષયોપક્ષમથી અને વર્તમાન આત્મ પુરુષાર્થથી પોતાની ભક્તિ, પોતાની રુચિ અને પોતાના પરમાત્મા તરફના સમર્પણના કારણે અંતર્મુખ થઈ પ્રભુની પરમ વીતરાગ મુખમુદ્રાની જે અનુભૂતિ થઈ, પરમાત્મ દર્શનનો જે અતીન્દ્રિય અનુભવ થયો તે પછી તેમને એટલી બધી અજબ દૃઢતા સાથે રણટંકાર કર્યોછે કે તેમને જે અનુભૂતિ થઈછે, પ્રભુનું જે દર્શન થયું છે તેની આત્મારૂપી દર્પણ ઉપર એવી અમર છબિ ચિત્રાઈ ગઈછે કે હવે ગમે તેટલા ભવ બાકી હોય તો પણ જન્માંતરોમાં પણ ભવિષ્યના કોઈપણ જન્મની અંદર કોઈપણ દેવ તેમને લોભાવી શકે તેમ નથી. શ્રીભક્તામર સ્તોત્રનો આ એકવીસમો શ્લોક એક દસ્તાવેજી પુરાવા સમાન છે કે મહાકવિ આચાર્ય પ્રવર માનતુંગસૂરીશ્વરજીને સમ્યગ્ દર્શન થયેલું જ છે. તેની પ્રતીતિ એછે કે હવે પછીના જન્માંતરોમાં અન્ય દેવો તેમના ચિત્તને હરી શકે તેમ નથી, તેમના ચિત્તને લોભાવી શકે તેમ નથી. સમ્યગ્ દર્શન વિના આટલી દૃઢતાપૂર્વક આ રજૂઆત થઈ શકે નહીં, તેમની અનુપમ ભક્તિ અને સમર્પણ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વર તરફ એટલું ઉત્કૃષ્ટ છે કે તેમાંથી નિષ્પન્ન થતી નિઃશંક શ્રદ્ધાએ ગગનભેદી ગર્જના કરી છે કે હવે પછી ગમે તે જન્મ ધારણ કરવો પડે, ગમે તે યોનિમાં જાય, ગમે તેટલા જન્માંતર થાય તો પણ જિનેશ્વર ભગવાન શ્રીઋષભદેવના આ લોકમાં વર્તમાન પુરુષાર્થ જે અતીન્દ્રિય દર્શન થયાં છે. ( જે સમ્યગ્ દર્શન થયું છે.) તે દરેક અનાગત જન્મમાં તેમની સાથે રહી તેમને પરમપદ અપાવશે. (૯૯) Page #115 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૨ स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधातिभानि सहस्त्ररश्मि, प्राच्चेव दिग्जनयति- स्फुरदंशुजालम् ।।२२।। ભાવાર્થ : સેંકડો કરોડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે. પરંતુ તમારા જેવા પુત્રને બીજી કોઈ માતાએ જન્મ આપ્યો નથી. સર્વદિશાઓ નક્ષત્રોને ધારણ કરે છે, પરંતુ પૂર્વદિશા જ દેદીપ્યમાનકિરણોવાળા સૂર્યને જન્મ આપે છે. રેરા સામાન્ય જીવનું જીવન. શ્રી ભક્તામર સ્તોત્રના બાવીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે, હે પ્રભુ સેકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે, પરંતુ આપ સરખા પુત્રને કોઈ બીજી માતા જન્મ આપી શકતી નથી. આ પંક્તિઓ દ્વારા એમ જણાવાયું છે કે જગતની અંદર અસંખ્ય મનુષ્યનો જન્મ થાય છે. તેઓ જન્મે છે, જીવે છે અને મરી જાય છે. તેમનું જીવન, બાળપણ, યુવાની, સ્ત્રીપુત્ર, પરિવાર અને વૃદ્ધાવસ્થામાં વિલીન થાય છે. લૌકિક કામનાઓની પૂર્તિ માટે મનુષ્ય જીવનભર દોડધામ કરે છે. આવા કરોડો મનુષ્યો જન્મ અને સામાન્ય જીવન ગુજારી પરલોક જાય એ જગતની સામાન્ય ઘટમાળ રહે છે. જગતમાં માનવી ગમે તે કાળમાં જન્મ્યો હોય પણ આહાર, નિદ્રા, ભોજન, વસ્ત્ર, મકાન આ બધાની પાછળ આખું જીવન વીતી જાય છે. સ્ત્રી પુત્ર અને પરિવાર પાછળ જીવન ખર્ચી નાંખે છે. એટલા માટે એક કવિએ કહ્યું છે કે : જનની જણતો ભક્તજન, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. કવિનું કહેવાનું તાત્પર્ય એ છે કે આ જગતમાં દાનવીર, શૂરવીર કે ભક્ત એવા જે વિરલ પુરુષોને જન્મ આપે છે તે માતા ધન્ય છે, તે નગર પણ ધન્યછે. અને તે નગરજનો પણ ધન્ય છે કે, જ્યાં અપ્રતિમ શૂરવીર, મહાન દાનવીર કે પરમાત્માના પરમ ભક્તો જમ્યા હોય. એક દૃષ્ટાંતથી સમજૂતી આ વાત આપણે એક સામાન્ય દષ્ટાંતથી વિચારીએ તો જ પરમાત્માના For Privé.200 )onal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિરલ મહિમાનો ખ્યાલ આવશે. જો કોઈ નગરની વસ્તી એક લાખ લોકોની હોય અને આખું નગર બહેરું હોય તે નગરમાં જન્મતા તેમનાં સંતાનો પણ બહેરાં જન્મતાં હોય તો તેવા નગરના લોકો કોઈ ચોક્કસ સંજ્ઞા કે પદ્ધતિ દ્વારા પોતાનો તમામ વ્યવહાર સુગમતાથી ચલાવતાં હોય છે. એટલું જ નહીં પરંતુ બહેરાપણાનું તેમને કોઈ દુઃખ કે અફસોસ પણ હોતો નથી. આ શારીરિક ખોડને એટલી સહજપણે સ્વીકારી લે છે કે કોઈ શ્રવણેન્દ્રિય ધરાવતો માનવી ક્યારેક તેમના માટે આશ્ચર્યકારક ઘટના બની જાય. અહીં તાત્પર્ય એ છે કે અજ્ઞાનરૂપી બહેરાશનો અહીં ઉલ્લેખ કર્યો છે તે નગરમાં જ નહી પરંતુ સમસ્ત લોકમાં વ્યાપેલી હોય ત્યારે અજ્ઞાની હોવા બાબતનો જીવને સહેજ પણ અફસોસ નથી હોતો અને તે અજ્ઞાનદશાને તેણે સાવ સ્વભાવિક રીતે સ્વીકારી હોય છે. જરા આગળ વધીએ તો એમ કહી શકાય કે પોતે જે કુળ, સંપ્રદાય કે ધર્મને માનતો હોય, પોતાનાં માતા-પિતા, કાકા, મામા, માસી, ફુવા-ફોઈ, સગાંવહાલાં, સ્નેહી-સંબંધી, પરિચિતો, પોતાના સમાજના લોકો અને સમાજ જે રીતે જીવતો હોય, જે રીતે આચરણ કરતો હોય, જે રીતે દૈનિક જીવન અને સમસ્ત જીવન વિતાવતો હોય તે જ રીતે દરેક વ્યક્તિ જીવન વિતાવે છે. પ્રાતઃકાળે જાગવાથી માંડીને રાત્રે ઊંઘવા-સૂવા સુધીની દરેક પ્રક્રિયા બધાં જે રીતે કરે છે તે રીતે પોતે પણ કરે છે. તેથી એક શ્લોકમાં એમ કહેવાયું છે કે : હિર, નિદ્રા, મય, મૈથુન ૨ | सामान्यमेतद् पशुभिर्नराणाम् । આહાર, નિદ્રા, ભય અને વિષયવાસના આ ચારેય મનુષ્યમાં અને પશુઓમાં એકસરખી રીતે રહેલા છે. આ બધી વિગતનો એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે ખોરાક, વસ્ત્ર, મકાન, જીવન-નિર્વાહ માટે આર્થિક પ્રવૃત્તિ અને સ્ત્રી, પુત્ર, પત્ની, પરિવારના લૌકિક સંબંધોમાં ઘાંચીના બળદની જેમ સમસ્ત જીવન વ્યતીત થઈ જાય છે. રાખના માટે અમૂલ્ય ચિંતામણિ રત્નસમાન માનવભવને જીવ હારી જાય છે. અને બહેરાંના નગરની જે વાત જણાવી તે મુજબ જીવને આ બધું સ્વભાવિક લાગે છે અને તેનો કોઈ અફસોસ પણ હોતો નથી. આ સંદર્ભમાં જ આ શ્લોકમાં જણાવાયું છે કે સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે પણ તેનાથી કાંઈ અર્થ સરતો નથી, પ્રભુ , પૂર્વ દિશાના સૂરજ છે તો સામાન્યજીવો દશે દિશાના અનંતા તારા સમાન છે. શ્લોકમાં એમ કહેવાયું છે કે હે પરમાત્મા, હે નાભિનંદન, હે માતા For Pri(109)sonal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ મરુદેવીના નંદ, આપનાં માતા-પિતાને ધન્ય છે કે જેણે આપ જેવા તીર્થંકર પરમાત્માને જન્મ આપ્યો. આપનાં નગરજનો અને આપના દેશને પણ ધન્ય છે કે જ્યાં આપ વિચર્યા. આપનાં ચરણ જ્યાં પડ્યાં તે રજકણો પણ ધન્ય થયાં. આકાશની અંદર ચારે દિશામાં અનંત તારાઓ પ્રકાશે છે. પરંતુ સમસ્ત લોકને પ્રકાશિત કરનાર સૂરજ તો ફક્ત પૂર્વદિશામાં જ ઊગે છે. અનંતા તારાઓની જેમ ગમે તે દિશામાં અને ગમે તે દશામાં અનંતી માતાઓ દ્વારા જન્મેલાં અનંતા બાળકો ઉપર જણાવ્યું તેમ ગતાનુગતિક્તામાં જન્મ પૂરું કરે તેનો કોઈ અર્થ નથી. આવાં જીવોનું ભવભ્રમણ અનંતકાળ સુધી ચાલુ રહેવાનું, કારણકે તેઓ ગતાનુગતિક્તામાં જીવે છે. યંત્રવત્ જીવે છે. સંસારમાં સંસારની લોલુપતા સાથે જીવે છે. ભવભ્રમણનું તેમને કોઈ દુ:ખ કે રંજ નથી. પોતાની પાસે પરમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન-આત્મા હોવા છતાં તેને સર્વથા સર્વ પ્રકારે ગૌણ કરી સમયે-સમયે મિથ્યાત્વ સહિત સંસાર વધાર્યા જ કરે છે. જ્યારે નાભિનંદન શ્રીઋષભ જિનેશ્વરે સંસારને ગૌણ કર્યો. સંસારના મોહનો નાશ કર્યો. તેનો સર્વથા અભાવ કર્યો. સર્વ કર્મનો ક્ષય કરી પરમ વીતરાગ દશાને પ્રાપ્ત કરી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું અને ત્રણે લોકનો અને ત્રણે લોકના સર્વજીવોને પોતાનાં પરમ તેજ એ પરમજ્ઞાનથી પ્રકાશિત કર્યા. સંસાર અને ભવભ્રમણ વધારનાર ગુપ્ત કારણ આ શ્લોક દ્વારા અહીં અત્યંત અર્થ ગંભીર અને રહસ્યપૂર્ણ વાત એ જણાવવામાં આવી છે કે ઉપર જણાવ્યા પ્રમાણે રાગ, દ્વેષ અને અજ્ઞાન સહિત સંસારને વધારનારા જીવો માટે અનંતા ભવ-ભ્રમણ સહિત બીજો કોઈ વિકલ્પ નથી અને અંતર્મુખ થઈ આત્મ પુરુષાર્થ દ્વારા પરમપદની પ્રાપ્તિના સંકલ્પવાળા માટે તેની પ્રાપ્તિનો માર્ગ સુલભ છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં આહારમાં, વિહારમાં, નિહારમાં જીવનની સર્વપ્રવૃત્તિઓમાં પછી તે સંસારની હોય કે ધર્મની હોય પણ જો તેમાં યંત્રવત્તા હશે, ગતાનુતિકતા હશે અને અહંકારની પુષ્ટિ થતી હશે તો તે પ્રવૃત્તિ ગમે તેટલી શુભાશુભ હશે તો પણ સંસારનું ભ્રમણ વધારશે અને તેથી પરમાત્મભક્તિનો અપૂર્વ મહિમા લાવી પરમાત્માના માતાપિતાને આ શ્લોકમાં અત્યંત ભક્તિપૂર્વક સ્મરણ કરી આવા વિરલ પુત્રને જન્મ આપવા બદલ કવિશ્રીએ તેમની ભૂરિ-ભૂરિ પ્રશંસા અને અનુમોદના કરી છે. * ** (૧૦૨) Page #118 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૩ त्वामामनन्ति मुनयः परमं पुमांस, मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेवसम्यगुपलभ्य जयन्ति मृत्युं, નાન્યઃ શિવઃ શિવવવસ્ય મુનીન્દ્ર ! વન્યાઃ ॥ ૨૩ II ભાવાર્થ : હે મુનીન્દ્ર ! મુનિઓ તમને ઉત્કૃષ્ટ પુરુષરૂપે – પરમાત્મારૂપ સૂર્ય જેવી કાંતિવાળા નિર્મલ અને અંધકારથી દૂર રહેલા માને છે તથા તમને જ અંતઃકરણની શુદ્ધિ વડે પામીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે. સિદ્ધ થાય છે, આ સિવાય બીજો કોઈપણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી. મિથ્યાત્વી જીવ બહિરાત્મા કહેવાય છે. સમ્યક્ દૃષ્ટિ સકર્માજીવ અંતરાત્મા કહેવાય છે અને કર્મરહિત જીવ પરમાત્મા કહેવાય છે. ।। ૨૩ શ્રી ભક્તામર સ્તોત્રના ત્રેવીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે હે મુનીન્દ્ર, મુનિઓ આપને પરમ પુરુષ માને છે. સૂર્ય જેવી કાંતિવાળા નિર્મલ અને અંધકારનો સર્વથા અભાવ કરનારા માને છે. આ શ્લોકમાં તત્ત્વની અનુપમ ગૂંથણી કરવામાં આવી છે. જ્યાં પ્રકાશ પથરાયેલો હોય ત્યાં અંધકારનું અસ્તિત્વ કેવી રીતે કલ્પી શકાય? પરમાત્મા સર્વજ્ઞ કેવળજ્ઞાની છે. તેમનો જ્ઞાનરૂપી પ્રકાશ ત્રિકાળી ત્રણે લોકને વિષે પ્રકાશે છે. તેથી અજ્ઞાનરૂપી અંધકારનો સર્વથા અભાવ હોવાનું જણાવાયું છે. બહિરાત્મદશાવાળા જીવની સ્થિતિ અંધકારનાંથી પ્રકાશની યાત્રા તરફ જેમનો પુરુષાર્થ વેગવાન બન્યો છે, તેવા મુનિઓનું આ માનવું છે તેવા મુનિઓનું આ સત્ય દર્શન છે. અને તેથી એમ કહી શકાય કે, મિથ્યાત્વી જીવ બહિરાત્મા છે. સમ્યક્ દિષ્ટ જીવ અંતરાત્મા છે અને કર્મ રહિત જીવ પરમાત્મા છે. આ સંદર્ભમાં સમ્યક્ ષ્ટિ મુનિવરો દ્વારા પરમાત્મા વિશે આ કથન કરવામાં આવ્યું છે તે સનાતન સત્ય છે. મિથ્યા દૃષ્ટિ જીવ બહિરાત્મા હોવાથી તેની દૃષ્ટિ હંમેશા પંચેન્દ્રિયના સુખમાં અને બહારના વિષયોના સુખની શોધમાં નિરંતર રહેલી હોય છે. તેની અવસ્થા રાગ, દ્વેષ અને અજ્ઞાન વાળી છે. તેથી રાગ દ્વેષ અને અજ્ઞાનયુક્ત જીવ યથાર્થ માર્ગનો, મોક્ષ માર્ગનો કદાપિ નિર્ણય કરી શકતો For Pr(૧૦૩)sonal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નથી. કદાચિત તે બીજાના કહેવાથી પોતાની કુળપરંપરા કે કુળધર્મના કારણે યથાર્થ માર્ગનો તે રીતે નિર્ણય કરે તો પણ તે માર્ગ ઉપર ટકી શકતો નથી, ચાલી શકતો નથી. અનાદિકાળથી બહિરાત્મદશા વાળા જીવને મિથ્યાત્વના કારણે આ રીતે ભવ-ભ્રમણ ચાલુ રહ્યું છે. તેનું આત્મદ્રવ્ય નિરંતર બહારમાં રોકાયેલું હોવાથી અનેક કામનાઓની પૂર્તિ અર્થે તેનું જીવન એ રીતે જ વ્યતીત થઈ જાય છે. કૂવામાંથી પાણી ભરેલી ડોલ બહાર ખેંચીને લાવવામાં આવતી હોય અને જો તે ડોલ કાણાંવાળી હોય તો કૂવામાંથી પાણી તે ડોલમાં પૂરું ભરાયેલું હોવા છતાં તે ડોલ ઉપર આવે ત્યાં સુધીમાં કાણાંમાંથી તે પાણી ફરી કૂવામાં પડી જતું હોવાથી ડોલ ખાલી જ બહાર આવે છે. આ રીતે આત્મદ્રવ્ય બહિરાત્મદશામાં કાણાંવાળી ડોલની જેમ જરા પણ સંગ્રહિત થઈ શકતું નથી, પામી શકાતું નથી કે તેનો અનુભવ થઈ શકતો નથી. બહિરાત્મદશાવાળા મિથ્યાત્વીજીવને પોતે જે તૃષ્ણાઓ પાછળ અનંત ભવ ગુમાવી ચૂક્યો છે તે તૃષ્ણાઓની વ્યર્થતાનો નિર્ણય પોતાના સ્વાનુભવના બળ ઉપર કરે ત્યારે જ સાચી દિશા તરફનું તેનું પહેલું કદમ ઊપડતું હોય છે. આ જીવે મિથ્યાત્વ દશામાં ગમે તેટલું સાંભળ્યું, ગમે તેટલું વિચાર્યું ગમે તેટલા ગુરૂ કયાં, ગમે તેટલાં વ્રત-નિયમો પાળ્યાં તો પણ મિથ્યાત્વ ન છૂટ્યો. તે તેની પોતાની ભૂલના કારણે. તે તેની પોતાની મિથ્યાત્વ બળવાન કરનાર બુદ્ધિ અને સચિના કારણે. જીવ મિથ્યાત્વમાંથી કેવી રીતે અને ક્યારે છૂટી શકે? આ સંદર્ભમાં આ શ્લોકના અનુસંધાનમાં સ્વ-રચિત એક દોહરો નીચે જણાવ્યો છે. अनुभवके बल पर दोउ खड़े, तामे साचो एक ? जोगी त्यजे न जोगको भोगी त्यजे न भोग । સ્વાનુભવના બળ ઉપર ઊભેલા જોગીને સમ્યગ્દષ્ટિ મુનિ યોગ અર્થાત્ આત્મા જ સત્ય જણાવાય છે. જ્યારે સંસારીને ભોગ-વિલાસ સત્ય જણાય છે. વાસ્તવમાં આ બંનેમાં સમ્યગૃષ્ટિ મુનિ સાચા છે. આ સંદર્ભમાં બહિરાત્મદશામાંથી, મિથ્યાત્વમાંથી જીવ ક્યારે છૂટી શકે? કઈ રીતે છૂટી શકે ? આનો ઉત્તર એક જ છે, જે સ્વાનુભવના બળ ઉપર જીવની રુચિ ભોગ-પ્રધાન બની અને અનંત જન્મ કર્યા તે જીવ અનંત કાળે પણ જ્યારે છૂટશે ત્યારે પોતાના સ્વાનુભવના બળ ઉપર ભોગની નિરર્થકતાનો નિર્ણય કરી પોતાની રુચિ પલ્ટાવી અને પલટાયેલી સચિને ઉત્તરોતર બળવાન કરી For Private goxhal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મદશામાંથી અંતરાત્મદશા પ્રગટાવી અને સમ્યગ દષ્ટિ થશે. અંતરાત્મદશા અને મોક્ષપ્રાપ્તિનો ઉપાયઃ ઉપરના સંદર્ભમાં અને આ શ્લોકની આગળની પંક્તિઓમાં હવે વિચારીએ તેમાં એમ જણાવાયું છે કે હે પ્રભુ, તમને અંતઃકરણની શુદ્ધિ વડે પામીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે અને સિદ્ધ થાય છે. આ સિવાય બીજો કોઈપણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી. અહીંયા ઘણી ગૂઢ વાત ઘણી સરળ રીતે કહેવામાં આવી છે. જીવ જ્યારે બહિરાત્મદશાનો ત્યાગ કરી અંતરાત્મદશા તરફ વળે ત્યારે સહજ રીતે જ અંતઃકરણની શુદ્ધિનું કાર્ય શરૂ થઈ ચૂક્યું હોય છે. મલિન જળને જે રીતે કતકફળ વડે નિર્મળ અને પીવા યોગ્ય શુદ્ધ જળ બનાવાય છે. તે રીતે અંતર્મુખતા દ્વારા આત્માર્થીઓ અને મુનિવરો અંતઃકરણની શુદ્ધિમાં ઉગ્ર પુરુષાર્થ ઉપાડી પ્રજ્ઞા છીણી વડે ભેદ વિજ્ઞાનમાં પારંગત થઈ પોતાનાં આત્મસરોવરને એવું પારદર્શક અને નિર્મળ બનાવે છે કે ક્રમે-ક્રમે તે મન:પર્યવ, અવધિ અને કેવળજ્ઞાનની કક્ષાએ પહોંચે છે. અંતઃકરણ શુદ્ધ થતા કમરહિત થયેલો આત્મા પરમાત્મપદને પામે છે. તેનાં જન્મ-મરણ ટળે છે. તે મૃત્યુ ઉપર વિજય મેળવે છે. તે સિદ્ધ પદને પામે છે. આ પદને પામ્યા પછી ફરી જન્મ લેવાનો કે મરણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સિદ્ધ દશામાં આત્મા અનંતકાળ સુધી સમાધિ સુખમાં બિરાજે છે. અતીન્દ્રિય આનંદ અને પોતાનાં પૂર્ણજ્ઞાન અને અનંતાગુણો સહિત તે પરમપદને પામે છે. આમ આ શ્લોકમાં સામાન્ય જીવ પોતાના ભવ-ભ્રમણને ટાળી સમ્યગદર્શન પામી સિદ્ધ દશાને પ્રાપ્ત કરતાં તે પરમપદને પામે છે કે જે પરમપદ પ્રથમ તીર્થકર શ્રી ઋષભ જિનેશ્વરે પ્રાપ્ત કર્યું તે વિષે આ સ્તોત્રના ત્રેવીસમાં શ્લોકમાં સૂક્ષ્મ તત્ત્વ અને મોક્ષમાર્ગ ની વાત જણાવી છે. (૧૦૫). Page #121 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૪ त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं , ब्रह्माणमीश्वरमनंतमनडग केतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरूपममलं प्रवदंति संतः ।। २४ ।। ભાવાર્થ : હે પ્રભુ! સંતજનો આપને ક્ષયરહિત, પ્રભુ, અચિંત્ય, ગુણ સંખ્યારહિત, પહેલા તીર્થકર, બ્રહ્મરૂપ ઈશ્વર, અનંત, કામનો નાશ કરવાને કેતુ સરખા યોગીશ્વર, યોગવેત્તા, અનેક, એક જ્ઞાનસ્વરૂપ તથા પાપમલથી રહિત કહે છે. શ્રી ભક્તામર સ્તોત્રના ચોવીસમા શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરતાં આચાર્ય ભગવંતે તેમને વિવિધ ઉપમા-નામ વિગેરેથી સંબોધન કર્યું છે. તેમને સંબોધીને લખાયેલ દરેક શબ્દ અર્થગંભીર અને એક-એક શબ્દ ઉપર શાસ્ત્રો રચી શકાય તેટલા મહત્ત્વપૂર્ણ છે. અહીં આપણે તેમનાં હૃદયની ભાવધારાને યકિંચિત પણ સમજી શકીએ તો તે મહત્ત લાભનું કારણ બની રહેશે. પરમાત્મા અચિંત્ય વિભ, અક્ષય વગેરે અનંતગુણના ધારક છે. પરમાત્માને કરવામાં આવેલા સંબોધનમાં એમ કહેવાયું છે કે હે પ્રભુ, આપ અવ્યયછો. અહીં અવ્યય દ્વારા એમ સૂચિત થાય છે કે પરમાત્મા અનંત જ્ઞાનાદિ સ્વરૂપ છે. અને તેમનું સ્વરૂપ એવું છે કે તેમાંથી કાંઈપણ ક્ષય થનાર નથી, નાશ પામનાર નથી. ચંદ્રની કળામાં વધ-ઘટ થાય છે. શુક્લપક્ષમાં પૂર્ણિમા સુધી તે વધે છે. અને કૃષ્ણ પક્ષમાં અમાવસ્યા સુધી તે ઘટે છે. જ્યારે પરમાત્માના અનંત જ્ઞાન અને ગુણ અક્ષય છે. પોતાનાં અનંત જ્ઞાન-ગુણ સ્વરૂપમાંથી એક સમયમાત્રાના માટે પણ ચલાયમાન નહીં થતાં હોવાથી પરમાત્મા માટે અવ્યય શબ્દ દ્વારા સંબોધન થયું છે. સંતપુરૂષો પરમાત્માને વિભુ પણ કહે છે. આમ તેઓ પરમ ઐશ્વર્યવાન છે. જ્ઞાન અપેક્ષાએ તેમને વ્યાપક કહી શકાય, સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કેવળજ્ઞાની છે. તેમના જ્ઞાનમાં ત્રણે લોકના સમસ્ત પદાર્થો ઝળકે છે. ચારેગતિના સમસ્ત જીવોની અતીતની વર્તમાનની અને ભવિષ્યની સર્વપર્યાય-અવસ્થા (૧ (૬) Page #122 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સર્વ જન્મોને વર્તમાનવત જાણે છે. આમ પરમાત્માનું કેવળજ્ઞાન આટલું વ્યાપક હોવા છતાં પરમાત્મા જીવોની પર્યાય, દશા અને સ્થિતિને જાણવા માટે પોતાનો ઉપયોગ કે પુરુષાર્થ તેમાં મૂકતા નથી. કેવળજ્ઞાની પરમાત્માની સહજ અવસ્થામાં તેમના જ્ઞાનમાં સહજપણે આ બધું આવતું હોય છે. પરમાત્માને અચિત્ય પણ કહેવાયા છે તે એટલા માટે કે આપણા સામાન્ય ચિંતનમાં સત્ય, અહિંસા, દયા, શાંતિ, સમતા, ક્ષમા વિગેરે ગુણો સરળતાથી આવી શકે છે. પરંતુ અહીં તો અચિંત્ય દ્વારા એમ કહેવાયું છે કે મહાજ્ઞાનીઓ કે વિદ્વાનો પણ આપનામાં રહેલા અનંતાગુણો વિષે ગમે તેટલું ચિંતન કરે તો પણ તે અનંતાગુણો અને તેનું યથાર્થ સ્વરૂપ તેમના ચિંતનમાં આવી શકતું નથી. તેટલા માટે પરમાત્માને અચિત્ય કહેવામાં આવ્યા છે. આમ પરમાત્માના ગુણો અનંતા છે, તે સંખ્યાતીત છે. તેથી પરમાત્માને એક સંબોધન “અસંખ્ય” પણ કરવામાં આવેલ છે. પરમાત્માને આદ્ય પણ કહેવામાં આવ્યા છે કેમ કે વર્તમાન ચોવીસીના તે પ્રથમ તીર્થકર છે તે આદિમાં છે, પ્રથમ છે. શરૂઆતમાં છે. તેથી તેમને આદ્ય કહેવાયા છે. પરમાત્માને બ્રહ્માના નામથી પણ સંબોધન કરવામાં આવ્યું છે. અહીં આપણે બે રીતે અર્થઘટન કરી શકીએ અત્યંત પ્રાચીનકાળમાં કર્મભૂમિના પ્રારંભકાળમાં જીવનનિર્વાહની તમામ પદ્ધતિઓનું, કળાઓનું શિક્ષણ આપનાર તેઓ શિક્ષાગુરુ હતા. તેથી તે અર્થમાં તેમને બ્રહ્મા કહી શકાય અને બીજું અર્થઘટન એ છે કે બ્રહ્મ એટલે આત્મા, પોતાનું નિજ સ્વરૂપ તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. તેની પ્રાપ્તિનો માર્ગ કયો છે. આ બધાનું જ્ઞાન આપનાર આત્મ પ્રાપ્તિ કરાવનાર મોક્ષમાર્ગ પ્રકાશક પરમાત્મા હોવાથી તેમને બ્રહ્મા શબ્દથી સંબોધન કરવામાં આવે છે. તે બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર હોવાથી બ્રહ્મા કહેવાયા છે. પરમાત્માને તેઓ અનંત-ગુણોના ધારક હોવાથી અનંત કહેવામાં આવે છે. તેઓ અનંત-શક્તિના ધારક હોવાથી તેમને ઈશ્વર કહેવામાં આવે છે. યોગીઓ તેમનું ઈશ્વર તરીકે આરાધન કરતા હોવાથી તેઓ યોગીશ્વર પણ કહેવાય છે. સંતો તેમને જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ પણ કહે છે. પરમાત્માને અનંગ-કેતુ પણ કહેવામાં આવ્યાં છે. અનંગ-કેતુનો અર્થ શરીર રહિત કે અનુપમ સુંદર એવા કામદેવનો નાશ કરનારા કેતુરૂપ કહેવામાં આવ્યા છે. For Prvate & Personal Use Only (૧૦) Page #123 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યગુણપર્યાયની વાત - દ્રવ્ય દૃષ્ટિ અને પર્યાય દૃષ્ટિની વાત પરમાત્મા ગુણ-પર્યાયની દૃષ્ટિએ અનેક છે તો દ્રવ્યદષ્ટિએ એક છે. અહીં પણ એ સમજવાનું છે કે શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિએ આત્મ દ્રવ્ય એક જ છે. પણ પર્યાય અર્થાત અવસ્થાની દષ્ટિએ વિચારીએ અથવા ગુણોના અનુસંધાનમાં વિચારીએ તો તે અનેક છે. આ એક અને અનેકની ભૂલભૂલામણી એવી છે કે જીવ પોતાના શુદ્ધ દ્રવ્ય અને તેનાં અનેક ગુણો જેનાથી વિશેષ મહત્ત્વપૂર્ણ અને લાભકર્તા ત્રણે કાળમાં તેના માટે કોઈ નથી. તેને તે વિસ્તૃત કરી સ્મૃતિ પટલ ઉપર જગત અને જગતના અનેક પદાર્થોને રાખે છે. ત્રણેકાળ માટે પોતાના ઉપયોગ અને પરિણામની જેને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેવો જીવ વિભાવદશામાં હોવાથી કર્મના ઉદય વખતે પછી તે કર્મ શાતા વેદનીયનું હોય કે અશાતાવેદનીયનું, તેમાં એવો એકત્વ બુદ્ધિથી જોડાય છે કે નવા કર્મ બંધાતા જાય છે. કર્મોની અનંત શૃંખલા રચાતી જાય છે. અનંત જન્મ સુધી તે આ ચોરાશીના ચક્કરમાંથી મુક્ત થઈ શકતો નથી. આવા જીવોની મુક્તિ મળે તેમની બ્રાંતિ દૂર થાય, સાચી વસ્તુસ્થિતિનું ભાન થાય તેના માટે પરમ કરુણા કરી આચાર્ય ભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજીએ આ સ્તોત્રની રચના કરી છે. આ શ્લોકમાં વીતરાગ પરમાત્મા શ્રી ઋષભ જિનેશ્વરને જે વિવિધ સંબોધનોથી સંબોધ્યા છે. તેમાનાં કોઈપણ સંબોધનનો હૃદયના અતલ ઊંડાણમાંથી મહિમા લાવી પરમાત્માની ભક્તિ કરવામાં આવે તો દ્રવ્ય ઉપર દષ્ટિ થાય. અર્થાત્ આત્મા હાથમાં આવે, આવે અને આવે જ. અને એક વાર આત્મા હાથમાં આવે તો જ્યારે પણ આવે ત્યારે તે તેના અનંતાગુણો સાથે જ હાથમાં આવવાનો છે. આ અનંતાગણો તો નિધાન સમાન છે. તે અનંતાગુણો એવો અનુપમ ખજાનો છે કે જે દૃષ્ટિ ગોચર થતાં જ અર્થાત્ દ્રવ્ય ઉપર દૃષ્ટિ થતાં પરમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન-આત્માનું સ્વાનુભૂતિયુક્ત દર્શન થતાં તમામ પર-પદાર્થો, ધન, વૈભવ, ઐશ્વર્ય, પદ-પ્રતિષ્ઠા અને દેહાદિકનો મોહ જે અદ્યાપિ પર્યત પોતાને વળગેલાં છે. એવી ભ્રાંતિરૂપ જે તેની અડગ શ્રદ્ધા અને માન્યતા હતી. તેનાથી તે અનાદિથી કેટલો છે. અને મુક્ત હતો તેનો પ્રથમ અનુભવ થાય છે. આવા અનુભવોની શૃંખલા વધે તે માટે કરુણાભાવે મહાકવિએ પરમાત્માની સ્તુતિ કરી છે અને જગતને આ સ્તોત્રની ભેટ ધરી છે. (૧૦૮) Page #124 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૫ बुद्धस्त्वमेव विबुधार्चित ! बुद्धिबोधात्, त्वं शड़करोऽसि भुवनत्रय शङ्करत्वात् । धाताऽसि धीर! शिवमार्गविधेर्विधानात्, વ્ય ત્વમેવ મવન્ ! પુરુષોત્તમોઽસ II ૨૧ || ભાવાર્થ : દેવોથી પૂજાયેલા હે પ્રભુ! પદાર્થોમાં બુદ્ધિનો પ્રકાશ કરવાથી તમે જ બુદ્ધ છો. ત્રણ ભુવનના પ્રાણીઓને સુખ આપનાર હોવાથી તમે જ શંકરછો. હે ધી૨! મોક્ષમાર્ગની વિધિના બતાવનાર હોવાથી તમે જ ધાતા સર્જનહારછો. હે ભગવાન! તમે જ પ્રગટ રીતે પુરુષોને વિષે ઉત્તમ હોવાથી પુરુષોત્તમ છો. I॥૨૫॥ પરમાત્માના વિવિધ સંબોધનોની યથાર્થતા શ્રી ભક્તામર સ્તોત્રના પચ્ચીસમા શ્લોકમાં પણ અગાઉના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે પરમાત્માના અનેક નામ હોવાથી તેમાના કેટલાકનો અહીં સંબોધન દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ કહેવાયું છે કે હે પ્રભુ, આપ બુદ્ધદેવછો અને તેથી દેવો આપને પૂજે છે. એમ પણ કહી શકાય કે આપ કેવળજ્ઞાની હોવાથી ગણધર આદિ પણ આપને પૂજેછે. ચારેગતિમાં જીવની અવસ્થા ાં ‘“બદ્ધ” ની હોય અથવા ‘‘બુદ્ધ’' ની હોય. બુદ્ધ એ બંધનનો પર્યાયવાચી શબ્દ છે. બુદ્ધ એ મુક્તિનો પર્યાયવાચી શબ્દ છે. એક કર્મબંધનમાં ઘેરાયેલો છે. તો અન્ય સર્વ કર્મથી રહિત હોવાથી મુક્ત છે. આમ પરમાત્માએ સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યું હોવાથી તે બુદ્ધ કેહવાય છે. વળી પરમાત્મા ત્રણે લોકના સમસ્ત જીવોનું કલ્યાણ કરનાર હોવાથી તેમને “શંકર' તરીકે સંબોધન કરવામાં આવેલછે. વળી રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગનો તે સાચો ઉપદેશ આપનાર હોવાથી - મોક્ષપુરીનો માર્ગ બતાવનાર હોવાથી તેમને વિધાતા અર્થાત્ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. આમ જગતના જીવો તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ વિગેરે નામથી પણ ઓળખે છે. સંસારીજીવો આ નામે દેવોને સંબોધન કરે છે. પરંતુ આપ અદ્વિતીય લોકોત્તર ગુણોના ધા૨ક હોવાથી ખરેખર આપ જસાચા દેવછો. આ શ્લોકમાં પરમાત્માને રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પ્રકાશક કહ્યા છે. પરમાત્મા ત્રિપદીનું સાચું સ્વરૂપ બતાવનાર છે. પરમાત્માએ વસ્તુનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું અને અનુભવ્યું For P(૧૯)rsonal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ તેવું બતાવે છે. આ સંદર્ભમાં પરમાત્મા ખરેખર બુદ્ધ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શ્રીકૃષ્ણ કહેવાય છે. નવતત્ત્વનું સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ ખરેખર તો જીવ અને અજીવ આ બે ભાગમાં વહેંચાયેલું છે. જડ અને ચેતન એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. જે જડ છે તે ત્રણેકાળમાં જડ છે અને જે ચેતન છે તે ત્રણે કાળમાં ચેતન છે. જડ અને ચેતનનો સ્વભાવ હંમેશા ભિન્ન છે. જડ કદાપિ ચેતન થઈ શકતો નથી અને ચેતન કદાપિ જડ ન થઈ શકે. આમ છતાં સંયોગ સંબંધ જડ અને ચેતન બંને સાથે હોય તેમ બની શકે. દૂધ અને પાણી જેમ સાથે હોય તો તે એકરૂપ દૂધ દેખાતું હોવા છતાં તેમાં દૂધ, દૂધરૂપેછે અને પાણી પાણીરૂપે છે. દૂધને ગરમ કરવાથી ગરમ થયેલું પાણી વરાળરૂપે દૂધથી છૂટું પણ પડી શકે. આ રીતે સંયોગ સંબંધે જડ શરીરના પુદ્ગલ પરમાણુઓ અને આત્માના આત્મપ્રદેશો એકીસાથે રહેલા છે. સામાન્ય જીવોને મૃત્યુ આદિ પ્રસંગો વખતે શરીરથી આત્મા જુદો છે; તેટલી જાણ હોય છે, માહિતી અને શ્રદ્ધા બંને અલગ છે. જીવની માહિતીમાં જડ-ચેતન ભિન્ન છે. પરંતુ અનાદિના સંસ્કાર અને અભ્યાસના કારણે શ્રદ્ધામાં તે શરીર અને આત્માને એક માને છે. જેને તત્ત્વદષ્ટિએ દેહાધ્યાસ કહેવામાં આવે છે. દેહાધ્યાસની તેની આ દઢ શ્રદ્ધાના કારણે તે કર્મ બાંધે છે. તેથી તે કર્મનો કરનાર હેવાથી જીવ ર્તાપણાના કારણે કર્મ-બંધનમાં લપેટાતો જાય છે. જે કર્મ તેણે બાંધ્યું હોય તે જ કર્મનું ફળ પણ તેણે ભોગવવું પડે છે. તેથી તે કર્મનો ભોક્તા પણ છે. જીવ કર્મનો કર્તા અને ભોક્તા હોવાથી તેને શુભકર્મનું શુભફળ મળે છે અને અશુભકર્મનું અશુભફળ મળે છે અને તેવા ફળોને તે ભોગવે છે. તેથી શુભાશુભકર્મના કારણે પુણ્ય-પાપનાબંધ પણ થાય છે. જીવના કર્મરતપણાને કારણે આશ્રવ પણ ચાલુ રહે છે. આશ્રવ એટલે કર્મબંધની સતત ચાલતી પ્રક્રિયા પણ કહી શકાય. અહીં સુધી જીવના ભવ-ભ્રમણના કારણની તાવિક વાત આપણે કરી. આ જ વાતને સરળ દષ્ટાંતથી એ રીતે સમજી શકાય કે જીવ જ્યારે પોતાના દેહ સહિત સ્ત્રીપુત્ર આદિમાં તેમનાં જડ શરીર પર પોતાપણું કરે અર્થાત આ બધાં મારાંછે એમ માને અને આ માન્યતા એટલી દઢ શ્રદ્ધાવાળી હોય છે કે જીવનમાં દરેક પ્રસંગે, દરેક મિનિટે, જાગતાં કે સ્વપ્રમાં, નિદ્રામાં તે આ માન્યતાના આધારે જ જીવે છે. એક આત્મા સિવાય તેનું પોતાનું કંઈ નથી. જે પોતાનું નથી તેણે તેને પોતાનું માન્યું છે. અને જે પોતાનું છે તેની તેને વિસ્મૃતિ કરી છે કે ઘોર ઉપેક્ષા કરી છે. તેના કારણે તેની બુદ્ધિ જે ખોટું છે તેને સાચું માની બેઠી છે. અને જે સાચું છે તેનો શ્રદ્ધામાં For Priva(290)nal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સાચા હોવા છતાં સ્વીકાર કરતો નથી. માહિતીમાં આત્માનો સ્વીકાર કરતો હોવા છતાં શ્રદ્ધામાં મિથ્યાબુદ્ધિ અનંતકાળથી સમયે-સમયે આજ દિવસ સુધી મિથ્યાત્વમાં પ્રવર્તેછે. આમ આ મિથ્યાત્વ કર્મ, કર્તાપણું, ભોક્તાપણું, પુણ્ય, પાપ, આશ્રવ આ બધાં પરસ્પરથી જાણે કે એક શૃંખલારૂપે જોડાયેલા હોય તેમ જણાય છે. આવી સ્થિતિમાંથી જીવ જ્યારે વસ્તુનું સાચું સ્વરૂપ યથાર્થપણે સમજે, તેને દૃઢ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે અને તે પછી જડ-ચેતનનો ભેદ નક્કી કરી જડને જડ તરીકે જ જુએ અને એકમાત્ર ચેતનનો આશ્રવ ગ્રહણ કરે ત્યારે સંવર-કર્મનું અટકવું, કર્મની નિર્જરાની શરૂ થવું બને છે. એક તરફ કર્મ આવતાં અટકે અને બીજી તરફ બાંધેલા કર્મમાંથી મુક્ત થતો જાય અર્થાત્ કર્મની નિર્જરા થતી જાય ત્યારે તે આત્માર્થી મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે. જીવની સ્થિતિ અને પરમાત્મપદની પ્રાપ્તિ પરમાત્માએ આ આત્માનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું અને અનુભવ્યું તેવું સર્વ જીવોના ક્લ્યાણ અર્થે પ્રકાશ્યુંછે. આ આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેમાં તેની શુદ્ધતાને એક લેશમાત્ર પણ કોઈ અશુદ્ધ કરી શકતો નથી. તે આત્મા પરમ ચૈતન્ય સ્વરૂપ છે. અનંત ગુણોવાળો છે, સર્વજ્ઞછે, સ્વ-પર પ્રકાશક છે. જ્ઞાનસાગર છે, આનંદસાગર છે, પ્રેમસાગર છે. તેવા તેના સ્વરૂપનો અનુભવ કઈ રીતે થઈ શકે. તેનું સંપૂર્ણ રહસ્ય અને મોક્ષ પ્રાપ્તિની ચાવી રત્નત્રય દ્વારા ભગવાને જીવોના કલ્યાણઅર્થે બતાવી છે. પરમાત્મા પોતે પણ કોઈક ભવમાં કર્મથી ઘેરાયેલા હતા. તેમને પણ મિથ્યાત્વ વળગેલું હતું. તેઓ પણ આપણી જેમ ભવભ્રમણ કરતા હતા. આજની આપની હાલત અને તેમની ભવભ્રમણ વાળી સ્થિતિમાં લેશમાત્ર તફાવત નહોતો. પરંતુ આપણને આ સ્થિતિનો ખેદ નથી. પરમાત્માનેતે અકારી અને અસહ્ય લાગેતેથીતેમનો સવળો પુરુષાર્થ તેમને આત્મામાંથી પરમાત્મપદ સુધી લઈ ગયો. શ્રી તીર્થંકર નામગોત્ર બાંધ્યુ. આદે પુરુષ કહેવાયા. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર તરીકે શ્રીઋષભ જિનેશ્વરે ત્રણે લોકની સમસ્ત જીવરાશિને માટે આ કલ્યાણકારી મોક્ષમાર્ગ પ્રકાશ્યોછે. જેમાર્ગેચાલીને શ્રી ઋષભ તીર્થંકર થયા તે જ માર્ગેચાલનારા વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી છે. અને અનાગત કાળે પણ જે જે તીર્થંકર થશે તેઓ આ જ માર્ગે ચાલીને થવાના છે. * (૧૧૧) Page #127 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૬ तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ! तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ।। २६ ॥ ભાવાર્થ : હે નાથ! ત્રણ લોકની પીડા હરનાર તમને નમસ્કાર હો. હે પૃથ્વીના નિર્મલ અલંકારરૂપ! તમને નમસ્કાર હો. હું ત્રણ જગતના પરમેશ્વર! તમને નમસ્કાર હો. હેજિનેશ્વર! ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર એવા તમને નમસ્કાર હો. મેરા જીવની શંકા અને તેનું સમાધાન અને પરમાત્માનો મહિમા. શ્રી ભક્તામર સ્તોત્રના છવ્વીસમા શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે હે નાથ, ત્રણે લોકની પીડાને આપ હરનાર છે. તેથી હે પ્રભુ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો. આ શ્લોકની પ્રથમ પંક્તિમાં પ્રભુને ત્રણેલોકની પીડા હરનાર કહ્યા છે. ત્રણેલોકના જીવોના દુઃખોનો નાશ કરનાર કહી શકાય. ત્રણેલોકના જીવોની આધિ-વ્યાધિ અને ઉપાધિનો નાશ કરનાર કહી શકાય. આમ કહેવાનું કારણ અને તાત્પર્ય એ છે કે પરમાત્મા પોતે ત્રણે લોકના નાથ છે. સર્વજ્ઞ છે. પરમ વીતરાગી છે. અહીં કોઈ એવો તર્ક કરે કે પરમાત્મા કયા કારણે ત્રણે લોકના જીવોની પીડા અને દુ:ખોનો નાશ કરનાર છે? શું તેઓ ત્રણે લોકના નાથ છે માટે પીડાને દૂર કરનાર છે કે સર્વજ્ઞ હોવાથી, ત્રણે લોકના જીવોના દુઃખોને જાણનાર હોવાથી તેનો નાશ કરનાર છે. જો તેઓ પરમ વીતરાગી છે તો તેમને જીવોના દુ:ખોને નાશ કરવાની કત્વ બુદ્ધિ કે રાગ ક્યાંથી આવ્યા. આ અને આવા અનેક પ્રશ્નો જે બુદ્ધિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવે છે તે બુદ્ધિ અભાગણી છે. જીજ્ઞાસાના નામે બુદ્ધિ કે અહંકારના જોર ઉપર પ્રશ્ન કરનાર પ્રશ્નકર્તા ઉપર કરુણા જ લાવવી ઘટે. ધોમ ધખતા વૈશાખમાં સહરાના રણમાં પ્રચંડ ગરમી સિવાય બીજો શેનો અનુભવ થાય. અને હજારો આમ્રવૃક્ષોથી ઘટાટોપ ઘેરાયેલા વનમાં વૃક્ષની છાયા નીચે શીતળતા સિવાય બીજો શેનો અનુભવ થાય. સંસારના જીવો ત્રિવિધ તાપે શેકાય છે. અને પરમાત્માનો (૧૧૨). Page #128 -------------------------------------------------------------------------- ________________ આશ્રય તેમના માટે આમ્રવાટિકામાં શીતળ છાયા સમાન છે. અહીં આશય એ છે કે પરમાત્માના ગુણોનો આશ્રય લેવો હિતાવહ છે. પરમાત્મા જે માર્ગે ચાલીને પરમપદને પામ્યા તે માર્ગે ચાલવું હિતાવહ છે. પરમાત્માએ જે પ્રક્રિયા, જે સમજણ, જે અંતર્મુખતા, જે આત્મપુરુષાર્થ અને જે સ્વભાવ ૨મણતા દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરી પરમ વીતરાગતા પ્રાપ્ત કરી તે જ ત્રણે કાળમાં ત્રિવિધ તાપથી પીડાતાં સર્વ જીવો માટે પરમ હિતકારી માર્ગછે. આ જ અર્થમાં અહીં પરમાત્માને ત્રણે લોકની પીડાને હરનાર કહેવાયાછે. આ શ્લોકમાં આગળ એમ કહેવાયું છે હે પ્રભુ, આપ પૃથ્વીના નિર્મલ અલંકારરૂપ છો. તેથીઆપને નમસ્કાર હો, નમસ્કાર હો. પૃથ્વી ઉપર વિચરતાં મનુષ્યોમાં જેઓ અત્યંત સમૃદ્ધ હોય તેઓ મૂલ્યવાન રત્નજડિત મણિ વગેરેથી શોભતાં જેની કિંમત આંકતા ઝવેરીઓ પણ વિચારમાં પડી જાય તેવા અત્યંત મૂલ્યવાન આભૂષણો ધારણ કરે છે. પરંતુ સમસ્ત લોના સર્વ ધન-કુબેરોના તમામ આભૂષણોને એકઠા કરવામાં આવે તો પણ પરમાત્માના કેવળજ્ઞાનરૂપી આભૂષણની સામે તેમના આભૂષણો પથ્થર, કાંકરાથી વિશેષ કંઈ વિસાતમાં નથી. બીજી રીતે એમ પણ કહી શકાય કે આ પૃથ્વી ઉપરના સર્વ જીવોમાં મહાપુણ્યયોગે પ્રાપ્ત થયેલાં શાતાવેદનીયના સુખોને ભોગવતાં જીવો અને તેમના તે સુખો આપના કેવળજ્ઞાનરૂપી સુખની સામે ધૂળ બરાબર છે. અને તેથી જ પરમાત્માને આ ભૂતલ ઉપરની શોભારૂપ કહેવામાં આવ્યા છે. તેઓ શા માટે પરમેશ્વર કહેવાય છે. આગળ એમ કહેવાયું છે કે હે ત્રણે જગતના પરમેશ્વર તમને નમસ્કાર હો, નમસ્કાર હો. ઉપરની પંક્તિમાં પૃથ્વી ઉપરના નિર્મલ અલંકારરૂપ કહ્યાં પછી અહીં તેમને ત્રણે લોકના પરમેશ્વર કહેવામાં આવ્યા છે. આ ત્રણેલોકમાં પૃથ્વીલોક હો કે દેવલોક હો તે સર્વજીવો માટે તેઓ પરમેશ્વર છે. દેવગતિમાં દેવેન્દ્રો અને બીજા અનેક દેવો જ્ઞાની પણ છે. અને ઐશ્વર્યયુક્ત પણ છે. અને છતાં પણ પરમાત્મા ત્રણે લોકના સર્વજીવો માટે એટલા માટે પરમેશ્વર છે કે કોઈપણ જીવ જ્યાં સુધી પોતાના સર્વ કર્મનો ક્ષય કરી પોતાના નિર્મળ કેવળજ્ઞાનને પ્રગટ ન કરી શકે ત્યાં સુધી તે પરમાત્મપદને પામી શકતો નથી. આમ આ ભૂમિકા અને તેનાથી નીચેની ભૂમિકાવાળા ત્રણે લોકના સર્વજીવો માટે ખરેખર તે પરમેશ્વર છે, પરમશક્તિવાન છે. પ્રચુર વૈભવ અને જ્ઞાન હોવા છતાં આ જ કારણે દેવેન્દ્રો પરમાત્માની વિનમ્રપણે પૂજા અને ભક્તિ કરે છે. પરમાત્મા તરફ તેઓ સમર્પિત છે. કેમ કે પરમાત્મપદની પ્રાપ્તિ તે તેમનો આદર્શ છે અને (૧૧૩) Page #129 -------------------------------------------------------------------------- ________________ તેમની ઝંખના પણ છે. ઉત્પાદ - વ્યય - ધ્રુવની ત્રિપદીનું સ્વરૂપ આ શ્લોકના અંતિમ ચરણમાં કવિ એમ કહે છે કે હે જિનેશ્વર, ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર એવા આપને નમસ્કાર હો,નમસ્કાર હો. જિનેશ્વર ભગવાને પોતે જે પરમોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી તેના કારણે તેમના માટે ઉત્પાદ, વ્યય અને ધ્રુવની ત્રિપદીમાંથી ઉત્પાદ અને વ્યયનો અંત આવ્યો. જ્યાં સુધી જીવ સર્વ કર્મથી રહિત થતો નથી; ત્યાં સુધી જીવ ભવભ્રમણ કર્યા કરે છે. નવાનવા જન્મ ધારણ કરે છે. તેથી ઉત્પાદ દ્વારા નવા-નવા જન્મ સ્વરૂપે ઉત્પન્ન થવું એમ સૂચવાયું છે. જ્યાં સુધી કર્મબંધન ચાલુ રહે, આશ્રવ ચાલુ રહે ત્યાં સુધી જીવ ચારે ગતિમાં ભ્રમણ કરે છે અને તેનાં જન્મ મરણ નિરંતર ચાલ્યા કરે છે. અર્થાત ઉત્પન્ન થયેલા જીવનો મરણ થતા તેના તે ભવનો વ્યય થાય છે. તેથી આ આત્મતત્ત્વ જે નિરંતર ધ્રુવ અને અવિચલ છે તે ધ્રુવ હોવા છતાં જન્મ અને મરણના કારણે ઉત્પન્ન અને વ્યય થતું જણાય છે, જન્મતું અને નાશ પામતું જણાય છે, જન્મે છે અને મરણ પામે છે. અનંતકાળથી અનંતભવના ભ્રમણ થતા હોવાથી આ ભવસાગરમાં જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે, તેને પાર કરી શક્તાં નથી. આવા અસંખ્યતા ભવરૂપી સાગરને અને તેના ઊંડાણને કોણ પામી શકે. પૃથ્વી ઉપર પ્રકાશતાં સૂરજ જેવો સૂરજ પણ અસહ્ય ગરમી ફેંકવા છતાં પૃથ્વી ઉપરના સમુદ્રના જળનું શોષણ કરી શકતો નથી. પરંતુ પરમાત્માએ ભવરૂપી સમુદ્રનું કેવળજ્ઞાનરૂપી આત્મસૂર્ય દ્વારા સંપૂર્ણ શોષણ કર્યું છે. ભવરૂપી સમુદ્રમાં ભટકાવનાર પર્યાયરૂપી જળનું એક બિંદુ પણ બચી શક્યું નથી. સર્વ ભવનો અભાવ કરીને, જન્મ-મરણનો અંત લાવીને, ઉત્પાત અને વ્યયનો વિનાશ કરીને પરમાત્મા કેવળજ્ઞાનરૂપી આભૂષણ વડે આ પૃથ્વી પર શોભે છે. ત્રણે લોકના જીવો માટે તે પરમેશ્વર છે. પરમાત્માની જે ભક્તિ કરે છે. પરમાત્માનો જે આશ્રય કરે છે. પરમાત્માને જે સમર્પિત થાય છે. પરમાત્માના દિવ્યગુણોનું અહર્નિશ ચિંતવન કરી તેને આત્મસાત કરવાનો જે જે જીવોએ પુરુષાર્થ ઉપાડ્યો હતો. વર્તમાનમાં જે જે જીવો તેવો પુરુષાર્થ ઉપાડશે. તેમના માટે તે તેમની સર્વપીડા હરનાર અને ભવરૂપી સમુદ્રનું શોષણ કરનાર નિમિત્તરૂપ હોવાથી આચાર્ય ભગવંત શ્રી માનતુંગસૂરીશ્વરજીએ શ્લોકમાં આદિશ્વરદાદાને વિવિધ પ્રકારે વારંવાર નમસ્કાર કર્યા છે. For Priva(298) nal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૭ को विस्मयोऽत्र यदि नाम गुणैरशेष स्त्वं संश्रितो निखकाशतया मुनीश ! दोषैरुपात्तविविधाश्रयजातगर्वै:, स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ||२७|| ભાવાર્થ : હે મુનીશ્વર! અમને એમ લાગે છે કે અન્ય સ્થળે આશ્રય નહિ મળવાથી જ બધા ગુણોએ તમારો આશ્રય કર્યો છે. એમાં શું આશ્ચર્ય ? તેમજ અનેક સ્થળે આશ્રય પામવાથી જેમને અભિમાન થયું છે તે દોષોએ કોઈ વખત સ્વપ્રમાં પણ તમને જોયા નથી તેમાં પણ શું આશ્ચર્ય ? અર્થાત્ બધા ગુણોએ તમારામાં આશ્રય કર્યો છે. ૨ના પરમાત્મા ગુણસાગર છે શ્રી ભક્તામર સ્તોત્રના સત્તાવીસમા શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે હે મુનિવર, અમને એમ લાગે છે કે અન્ય સ્થળે આશ્રય નહીં મળતા બધા ગુણોએ તમારો આશ્રય લીધો છે. તેનું આશ્ચર્ય પણ શા માટે થાય ? કેમકે જેને બીજા કોઈએ પણ આશ્રય ન આપ્યો તે સર્વગુણોને આપે આશ્રય આપેલો છે. આ રીતે પ્રભુને ગુણોના સાગર પણ કહી શકાય. આ શ્લોક કેટલાક સ્પષ્ટ સત્યોને રજૂ કરે છે. આ જગતમાં બે તત્ત્વો પ્રધાનપણે રહેલા છે. ગુણ અને અવગુણ. જેની પાસે સાચી બુદ્ધિ અને દૃષ્ટિ હોય છે તે ગુણને ગ્રહણ કરે છે અને મિથ્યાબુદ્ધિ અને મિથ્યાદૃષ્ટિ હોય છે તે અવગુણને ગ્રહણ કરે છે.આ શ્લોકમાં પરમાત્મા આ રીતે ગુણસાગર કહેવાતા હોવાનું કારણ તેમની સત્યબુદ્ધિ અને સાચી દષ્ટિ છે.જ્યાં સુધી જીવમાં મિથ્યાબુદ્ધિ અને મિથ્યાદષ્ટિ હોય ત્યાં સુધી તે અવગુણોનો આશ્રય લે છે. અથવા તે સ્વયં અવગુણોનું આશ્રયસ્થાન બને છે. ઉન્નતિ અને પતનનો ક્રમ, પર્વતના રૂપક દ્વારા સમજૂતી આ વસ્તુ જરા સ્પષ્ટતાથી વિચારીએ તો એમ કહી શકાય કે પર્વત ઉપરથી પાણીને હંમેશા ઢાળ તરફ વહેવું ગમે છે. અનુભવ પણ એમ કહે છે કે ઢાળ ઉતરવો સહેલો છે પણ ઢાળ ઉપર ચઢવું કઠણ છે. પર્વતની ઊંચાઈએ શિખર (૧૧૫) Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉપર પહોંચવું સામાન્ય રીતે બધાને મુશ્કેલ જણાય છે. વળી ચઢતાં-ચઢતાં ઘણાને થાક પણ લાગી જાય છે. ઘણાં ચઢતાં-ચઢતાં થાક લાગે ત્યારે વારંવાર વિશ્રામ પણ કરે છે. પરંતુ શિખર ઉપરથી તળેટી તરફ આવવામાં વાર નથી લાગતી. ઢાળ હોવાથી ઝડપથી ઉતરી શકાય છે. આ ચિત્ર દ્વારા એમ કહી શકાય કે જીવનમાં પ્રગતિ કરવી, ઉન્નતિ કરવી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું, મોક્ષ મેળવવું એ બધી વાત પર્વત ચઢવા જેવી કઠણ છે. જ્યારે ગુણોની દૃષ્ટિએ આ જ ઉન્નતિને વિચારીએ ખાસ કરીને આત્મોન્નતિના સંદર્ભમાં વિચારીએ ત્યારે ક્ષમાના ગુણને ધારણ કરવું તે પર્વત ઉપર ચઢવા બરાબર છે, અને ક્રોધને આશ્રય આપવો તે પર્વત ઉપરથી ઉતરવા બરાબર છે. એ જ રીતે ગુણરૂપી સોપાનો ચઢતાં-ચઢતાં પરમ વીતરાગનો આશ્રય કરવો તે પર્વતના શિખર તરફ જવા બરાબર છે. અને ક્રોધાદિ સોપાનો ઉતરતાંઉતરતાં અનેક અવગુણો, દોષો અને કષાયોનો આશ્રય કરવો તે તળેટીમાં જવા બરાબર છે. ગુણોનો આશ્રય કરવો તે ઉન્નતિની નિશાનીછે. અવગુણોનો આશ્રય કરવો તે પતનની નિશાની છે. અહીં એમ જણાવ્યું છે કે ૫૨માત્મા એ સમસ્ત ગુણોને આશ્રય આપ્યો છે.ત્રણેલોકના જીવોએ જેને આશ્રય ન આપ્યો અથવા જેમને આશ્રય આપવા માટે રુચિ પણ ન દર્શાવી તે સર્વગુણોને એકમાત્ર પરમાત્માએ આશ્રય સ્થાન આપ્યું તેથી સર્વગુણો એકમાત્ર પરમાત્મામાં રહેલા છે. તેમ કહેવામાં આવ્યું છે. આ પરમાત્મપદની યાત્રા-સર્વગુણોને પોતાનામાં આશ્રય આપવાની આ વાત કાંઈ સહેલી નથી. તે અત્યંત વિકટ અને દુષ્કર છે. એટલા માટે આત્મસાધનાના પંથે ચાલનારાં યાત્રિકો જ્યારે થાકીને વચ્ચે વિશ્રાંતિ લેવા લલચાય છે. તેમના માટે એક કવિએ કહ્યું છે કે ઃ “ એ ક્યારેને કેવી રીતે પહોંચી શકશે નિજધામ સુધી, જે ચાર દિવસની યાત્રામાં લલચાય ઉતારા શોધે છે.’ ૫રમાત્મપદ પ્રાપ્તિનો માર્ગ કેવો કઠણ છે. કોણ તે માર્ગે જઈ શકે અને તે માર્ગે ચાલતાં કેવી તૈયારી કરવી પડે તેની વાત પણ એક પ્રાચીન કાવ્યમાં આ રીતે જણાવી છે : “ હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જોને. ,, આ બંને કાવ્યપંક્તિઓ દ્વારા ઘણું-ઘણું કહેવાનુંછે. સંસાર છોડી મોક્ષના હેતુ માટે આ જીવે અનંતવાર ચારિત્ર્ય ગ્રહણ કર્યુંછે. અનંતી વાર નવમી ત્રૈવેયક સુધી જઈ આવ્યો તો પણ કેમ ઠેકાણું ન પડ્યું. એનો જવાબ “નમુથુણં સૂત્રમાં” આ રીતે આવે છેઃ-“ તિન્નારું તારયાણં’” પ્રભુ પોતે તર્યા અને બીજાને તાર્યા. (૧૧૬) Page #132 -------------------------------------------------------------------------- ________________ જ્યારે અહીં તો જીવ પોતે તર્યો ન હોય અને બીજાને તારવા મથતો હોય. અહીં જીવ ક્યાં તો મિથ્યાત્વના કારણે રોકાયો ક્યાં મોક્ષમાર્ગની યાત્રામાં લલચાઈને ઉતારા શોધવા માંડ્યો. આવા ઉતારા તેણે જીવોના કલ્યાણના નામે બહિર્મુખતાથી પ્રગટ રીતે સંબંધિત જ્યારે-જ્યારે શોધ્યા ત્યારે-ત્યારે તેના ફળસ્વરૂપે શુભમાં પ્રવૃત્ત હોવાથી પુણ્ય અર્જિત કર્યું અને તેના ફળ ભોગવ્યાં પણ મોક્ષમાર્ગ ઉપર આગળ વધી શક્યો નહીં. ખાંડાની ધાર જેવો આ માર્ગ છે. ગામઠી ભાષામાં કહીએ તો માથા સાટે માલ છે. આમ ગુણોને આશ્રય આપતાં-આપતાં સર્વગુણોને આશ્રય આપી આત્મામાંથી પરમાત્મા સુધી આદિપુરુષ શ્રી ઋષભ જિનેશ્વર પહોંચ્યા અને જગતમાં તે એકમાત્ર એવા હતા જેણે સર્વગુણોને આશ્રય આપ્યો. અને જેનાથી સમસ્ત દોષી ત્રણેકાળને માટે નિરંતર જોજનો દૂર રહ્યાં. તાત્પર્ય કે તેમનામાં દોષોનો સર્વથા અભાવ હતો. જીવ વિભાવ અવસ્થામાં સ્વપ્રમાં પણ પ્રભુનું દર્શન કરી શક્તો નથી? આગળ જણાવ્યું છે તેમ ઉન્નતિ કરતાં પતન સહેલું છે. શિખર પર ચઢવા કરતાં ઢાળ ઉતરવો સહેલો છે. તે રીતે જે સહેલું જણાયું તે જગતના જીવોએ કર્યું. દોષોને તેમણે આશ્રય આપ્યો. અવગુણોને પંપાળી-પંપાળીને મોટા કર્યા. તેમનામાં જ તેમણે નિરંતર રુચિ અને પ્રીતિ રાખી. તેથી ખુદ અવગુણોને અભિમાન આવ્યું. ભલે પ્રભુએ અમને આશ્રય ન આપ્યો પણ ત્રણે લોકના જીવોમાં કેવા મોજથી અમે રહીએ છીએ. અનંતકાળથી દરેકેદરેક ભવમાં ત્રણેલોકના જીવો માટે અને પરસ્પરને આશ્રયરૂપ છીએ, આ કાંઈ અમારી જેવી તેવી મહત્તા છે ? અહીં આગળ એમ પણ કહેવાયું છે કે જગતના જીવોમાં ત્રણેલોકમાં દોષો આશ્રયસ્થાન પામ્યા છે. તેથી તેઓ ત્રણેલોકના જીવોથી પરિચિત છે. તેમના પરમસખા અને સ્નેહી છે. પરંતુ હે ગુણસાગર પ્રભુ આપનાથી તે એટલાં બધાં અપરિચિત છે કે આપને આ અવગુણોએ કદાપિ જોયા, જાણ્યા કે અનુભવ્યા નથી. આપના વિષે તેમને કદાપિ કોઈ વિચાર પણ આવ્યો નથી. તો પછી નિદ્રામાં કે સ્વપ્રમાં પણ તેઓએ આપને ન જોયા હોય તેમાં શું આશ્ચર્ય છે. અહીં આશય અને ગૂઢ રહસ્ય એ છે કે અવગુણ અને દોષોથી ભરેલો જીવ, રાગદ્વેષ અને અજ્ઞાનથી સંયુક્ત જીવ, મોહ અને આસક્તિથી ઘેરાયેલો જીવ, જાગૃતિ કે સ્વપ્રમાં પણ કદાપિ પ્રભુના દર્શન કરી શકતો નથી. જેને તે પ્રભુના દર્શન કરી શકતો નથી તેમ પ્રભુમાં કોઈ દોષ કદાપિ પ્રવેશી શકતો નથી. એનો અર્થ એ છે કે પરમાત્માના શુદ્ધ દ્રવ્ય જેવું જ For Pr(993 rsonal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જીવનું પણ શુદ્ધ દ્રવ્ય છે. અને તેમાં રાગ કે દ્વેષ, અજ્ઞાન કે મોહ ત્રણેકાળમાં એક સમય માત્રાના માટે પણ પ્રવેશી શકે તેમ નથી અને આમ છતાં અનુભવ દશા ભિન્ન છે કે સ્વભાવમાં નિમગ્ન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પોતાના શુદ્ધ દ્રવ્યમાં રમણતા કરે છે અને આનાત્મદશાવાળો જીવ વિભાવમાં હોવાથી પોતાની શુદ્ધતાનું સ્વપ્રમાં પણ દર્શન કરી શકતો નથી અને અવગુણો અને દોષોમાં નિરંતર સહવાસ અને અધ્યાસમાં ભવભ્રમણ કર્યા કરે છે. આ શ્લોક દ્વારા પણ કવિએ તત્ત્વના અભુત રહસ્યો સમજાવ્યાં છે. (૧૧૮) Page #134 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૮ ૩જોરશોતરુસંશ્રિતમુન્નપૂરā - , माभाति रुपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं, વિíાં રવ પયોઘરપાર્શ્વર્તિ ર૮ || ભાવાર્થ : હે ભગવાન! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું તમારું દેદીપ્યમાન નિર્મલરૂપ મેઘ મંડલની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહને નાશ કરનારા એવા સૂર્યના બિંબ જેવું ખૂબ જ શોભે છે. ૨૮ | અશોકવૃક્ષનો મહિમા : વિચાર, ધ્યાન અને વેશ્યાનું | સ્વરૂપ શ્રી ભક્તામર સ્તોત્રના અઠ્ઠાવીસમાં શ્લોકના પ્રારંભમાં એમ કહેવાયું છે કે હે ભગવાન, ઊંચા અશોક વૃક્ષની નીચે આપનું દેદીપ્યમાન નિર્મલરૂપ શોભી રહ્યું છે. અશોકવૃક્ષ આઠ પ્રાતિહાર્યોમાંથી એક છે. આ પ્રાતિહાર્યોની રચના સ્વયં ઇન્દ્ર કરે છે. પ્રાતિહાર્યો એટલે ભગવાનનો વિશેષ મહિમા બતાવતાં ચિહ્નો-અશોકવૃક્ષ શ્રી તીર્થંકર પરમાત્માની કાયાથી બારગણી ઊંચાઈ ધરાવતું હોય છે. સમવસરણમાં શ્રી પરમાત્મા અશોકવૃક્ષની નીચે સિંહાસન ઉપર બેઠેલા હોય છે. અશોકવૃક્ષના નામ પ્રમાણે ગુણ છે. અશોકવૃક્ષ નીચે બેસવાથી કોઈપણ પ્રકારનો શોક કે સંતાપ થતો નથી. વ્યાકુળતા દૂર થાય છે, અને શાંતિ મળે છે. શ્રી તીર્થંકર પરમાત્માના ચારિત્ર્યવાંચન વખતે આ પ્રાતિહાર્યની વિગતો સરસ રીતે જણાવવામાં આવેલી છે. અને તે દરેક પ્રાતિહાર્યનો મહિમા પણ બતાવવામાં આવ્યો હોય છે. એમ કહેવાય છે કે અશોકવૃક્ષ છાયા ધરીને પરમાત્માની સાથે જ ચાલતું હોય છે. પરમાત્મા વિહાર કરે ત્યારે આજુબાજુના ચોતરફના વિસ્તારમાં રોગાદિકનો કોઈ ઉપદ્રવ નથી હોતો. રસ્તા ઉપરના કંટકો પણ નમીને વળી જતા હોય છે. આ રીતે પરમાત્માનો મહિમા બતાવનાર છે જે વિગતો એમના ચરિત્ર વર્ણનમાં આવે છે. તે દરેક ખૂબ ગર્ભિતાર્થવાળી છે. અને જરા વિગતથી સમજીએ તો આપણું શરીર જે પુદ્ગલોનું બનેલું હોય છે. તેની આસપાસ થોડી ઊંચાઈ ઉપર આપણાં બે અન્ય શરીર તેજસ શરીર અને કાર્પણ શરીર રહેલાં હોય છે. (૧૧૯) Page #135 -------------------------------------------------------------------------- ________________ આપણી આજુબાજુ રહેલી વેશ્યાની વાત પણ જાણીતી છે. આપણે જેવા પ્રકારના ધ્યાનમાં હોઈએ છીએ. જેમ કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન વિગેરે તે ધ્યાનના પ્રકાર પ્રમાણે વેશ્યાનો રંગ હોય છે.આ બધા ધ્યાન આપણાં બંધન અને મુક્તિથી સંબંધ ધરાવે છે. ધ્યાન છ પ્રકારના છે અને વેશ્યાઓ પણ છ પ્રકારની છે. તેમાં સૌથી ઉત્તમ ધ્યાન શુક્લ ધ્યાનછે અને તે સમયે વેશ્યા પણ શુક્લ પ્રકારની હોય છે. આપણી આજુબાજુના તેજસ અને કાર્મણ શરીરને આભામંડળ પણ કહી શકાય. આ આભામંડળની આજુબાજુ વર્તુળાકારે નિરંતર વિચારોનું સંક્રમણ ચાલુ હોય છે. કોઈ પણ કર્મ ઉદયમાં આવે તે પહેલાં તે વિચાર દ્વારા મનમાં આવે છે. મન તે વિચારને જેટલા રસ અને આસક્તિપૂર્વક સ્વીકારી કાયારૂપ પ્રતિભાવ આપે છે, તેમ-તેમ નવા કર્મની શૃંખલા બનતી જાય છે. આ વિચારોની દુનિયા પણ અજબ-ગજબની છે. જો તમે સૂક્ષ્મ ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરશો તો રાગ દ્વેષની ધરી ઉપર વર્તુળાકારે વિવિધ કષાયોમાં જેનું વિભાજન કરી શકીએ તેવા વિચારો નિયમિતપણે નિરંતર ચાલતા હોય છે. વિચારો સ્વયે જડ હોવા છતાં તેની સાથે આપણે એકત્વ બુદ્ધિ કરી છે. અને સમસ્તજીવન વિચારદશાના આધારે મનની ભૂમિકા ઉપર ચાલ્યા કરે છે અને એ રીતે કર્મબંધ અને ભવભ્રમણ ચાલ્યા કરે છે. અનુભવથી દરેકને જણાશે કે પોતે વિચારથી કદાપિ મુક્ત રહી શકતો નથી. વિચારો સતત ચાલ્યા કરે છે. અને જે વિચારો ચાલે છે તે આત્મનિવેદનપૂર્વક નિખાલસતાથી કોઈ કબૂલ કરે તો એમ સ્પષ્ટ જણાશે કે તમામ વિચારો આત્મા સિવાયના જ વિચારો હોય છે. કોઈ આત્માના વિચારો કરતું નથી તેથી આ પ્રકારનો વર્ગ, જે સૌથી વિશાળ વર્ગ છે, તેને તો આત્માના વિચારો સાથે કાંઈ લેવા-દેવા નથી તેમ કહી શકાય કેમ કે આ મોટો વર્ગ તો આત્માના વિચારો જ કરતો નથી પછી તેને આત્માથી શી રીતે નિસ્બત હોઈ શકે? “વિચારક”નું પરિવર્તન થાય પછી આત્મજ્ઞાન થાય. ઉપરની બધીજ બાબતોને આ શ્લોકના અશોકવૃક્ષ સાથે કઈ રીતે સંબંધ છે તે વિચારણા હવે આપણે આગળ કરીશું. જે લોકો આત્માના વિચારો કરે છે. આત્મચિંતન કરે છે. હિમાલય, જૂનાગઢ, તારંગા કે ઈડરની ગુફાઓમાં જઈને બેસે છે. તેમને પણ ઘણું-ઘણું આત્મચિંતન કરવા છતાં આત્મા હાથમાં નથી આવતો તેનું શું કારણ? તેનો જવાબ એક જ છે, સંસારી સંસારના વિચારોમાં તલ્લીન છે. સાધુ આત્માના વિચારોમાં લીન છે તો પણ આત્માનો અનુભવ For Prica 2o)onal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે નથી થતો કે “વિચારક”નું પરિવર્તન કર્યા વિના કેવળ વિચારોમાં પરિવર્તન કરવાથી આત્મા હાથમાં આવે તેમ નથી. વિચારકનું પરિવર્તન એટલે અંતર્મુખતાનો અભ્યાસ, પોતાના સ્વરૂપની શોધ, તેના તરફની તેની તીવ્ર રુચિ અને પુરુષાર્થ આ બધું અંતરઆત્મદશામાંથી પરમાત્મદશા તરફ જતાં આત્માના સ્વાનુભવમાં અવશ્ય આવે, આવે અને આવેજ. જેના સ્વાનુભવમાં આસન સ્થિરતા પ્રગટી હોય લાંબાકાળ સુધી ધ્યાન થઈ શકતું હોય. સાલંબન ધ્યાનમાંથી નિરાકાર ધ્યાન તરફ જઈ શકાયું હોય અને તો પણ આત્મા હાથમાં ન આવ્યો હોય તો સમજવું શું? આપણે દયા, શાંતિ, અહિંસા આદિગુણોને ભારે જહેમત ઊઠાવીને, ઉગ્ર પુરુષાર્થ કરીને બહારથી કેળવીએ એટલે લોકોમાં ખ્યાતિ મળે છે. અને જગતમાં વાહ-વાહ થઈ જાય છે. અને આટલું બધું કરવા છતાં પાછો આત્મા હાથમાં નથી આવતો તેનું કારણ શું? આસન સ્થિરતા, સાલંબન ધ્યાન કે બાહ્યગુણોને પ્રગટ કરવાનો પુરુષાર્થ પછી પણ સ્વાનુભૂતિ રોકાવાનું કારણ જીવનો સત્તામાં આત્મા સિવાય બીજે પડેલો ભાવ છે. એટલું જ નહી પરંતુ સ્વભાવની રુચિ અને પ્રીતિ, ધ્યાન પણ સહજપણે આપે છે. ગુણોને પ્રગટપણ સહજપણે કરે છે. આગળ વધીને ત્યાં સુધી કહી શકાય કે સ્વભાવની બળવાન રુચિ અને પ્રીતિ પંચમહાવ્રતને પણ જન્મ આપે છે. આમ પંચમહાવ્રત પણ સ્વયંભૂ પ્રગટે છે. પરમાત્મપદની યાત્રા કેવી હોય? ત્રણે કાળમાં તે સમાન છે. હવે પરમાત્માની આત્મામાંથી પરમાત્મપદની યાત્રાને સૂક્ષ્મતાપૂર્વક અવલોકો. આ યાત્રા અતીતના, વર્તમાનના કે અનાગતકાળના ગમે તે તીર્થકરની હશે તો પણ તે સમાન હશે. શ્રી તીર્થકર ભગવંતોને જન્મથી જે જ્ઞાન હોય છે તે પૂર્વની આરાધનાના ફલસ્વરૂપ હોય છે. આત્મામાંથી પરમાત્મપદની યાત્રા જેની પણ જ્યારે શરૂ થઈ ત્યારે તે આત્માની અંતર્મુખતાના લક્ષે શરૂ થઈ છે. શુદ્ધ દ્રવ્ય ઉપર એક સમય માત્રાના માટે પણ જો દષ્ટિ સ્થિર થઈ જાય, એક ક્ષણ માટે પણ જો સ્વાનુભૂતિપૂર્વક આત્મદર્શન થાય તો આ આત્માને ત્રણે કાળમાં પછી બહારના પદાર્થ કે વસ્તુ ઉપર રુચિ કે આસક્તિ રહેતી નથી. જેને આત્મામાં પ્રીતિ જાગે છે. તેના આત્મામાંથી પંચમહાવ્રત પ્રગટે છે. જેની રુચિ અને વીર્ય આત્મામાં ઠરે છે. તે સંકલ્પ-વિકલ્પોથી પર થઈ નિર્વિકલ્પ દશામાં ઠરે છે. એટલું જ નહીં પરંતુ આત્માના પ્રદેશ-પ્રદેશથી નિધાનરૂપે આત્મગુણોની પ્રાપ્તિ થાય છે અને પ્રગટે છે. (ત કેળવવા પડતા નથી.) તેઓ આત્મ For Priate & Personal Use Only ૧ ૨ ૧ ) Page #137 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મદશાને પામે છે. શ્રી ઋષભ જિનેશ્વરની સ્તુતિ કરતાં આ સ્તોત્રમાં પ્રભુને સંબોધીને કવિ કહેછે કે પરમાત્માનું રૂપ મેઘ-મંડળની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવા સૂર્યના બિંબ જેવું શોભી રહ્યું છે. પ્રભુની કાયાથી બારગણું ઊંચું અશોકવૃક્ષ વિષે એમ પણ કહી શકાય કે તે જેટલું ઊંચું છે તેટલી ઊંચાઈ સુધી અને તેના પરિઘની અંદર સમવસરણમાં બેઠેલાં ચારેગતિના જીવોને કોઈપણ પ્રકારની વ્યાકુળતા નથી હોતી. કોઈપણ પ્રકારની અશાંતિ નથી હોતી. સર્વ પ્રકારનાં શોકથી રહિત એવાં આ જીવો પોતાના જાતિ સ્વભાવને ભૂલીને, પારસ્પરિક વેરને ભૂલીને, પરમાત્માના દિવ્ય ધ્વનિને અશોકવૃક્ષની નીચે ઝીલી રહેલા એવા તે કાળે આત્માની અનુપમ શાંતિને વેદે છે. અશોકવૃક્ષ નીચે રહેલાં ભગવાનની વાત આ શ્લોકમાં કહીને આચાર્ય ભગવંતે ઘણો અર્થગંભીર બોધ આપ્યો છે. * For Priva૨ ૨ sonal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૯ सिंहासने मणिमयूखशिखाविचित्रे, विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानं, तुड्गदयाद्रिशिरसीव सहस्त्ररश्मे : ॥ २९ ।। ભાવાર્થ : હે ભગવાન્ ! રત્નના કિરણોના અગ્રભાગથી વિવિધરંગવાળા સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવું સુંદર શરીર ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપર જેનાં કિરણોનો સમૂહ આકાશમાં શોભી રહ્યો છે એવા સૂર્યના બિંબ જેવું શોભે છે. || રેલી પ્રભુના સિંહાસનનો મહિમા અને વર્ણના શ્રી ભક્તામર સ્તોત્રનો ઓગણત્રીસમો શ્લોક પણ આગળના અઠ્ઠાવીસમાં શ્લોક જેવી બોધની ઉત્તમ વાત લઈને આવે છે. આ શ્લોકમાં એમ જણાવ્યું છે કે હે પ્રભુ, આપ એવા અલૌકિક સિંહાસન પર બિરાજમાન છો. જે રત્ન અને મણિઓથી જડેલું છે. અને તે રત્નોમાંથી નીકળી રહેલાં વિવિધ કિરણોથી સિંહાસન ખૂબ શોભી રહ્યું છે. આગળ જે અષ્ટપ્રતિહાર્યની વાત કરી છે તે દરેક ચિન્હ દેવેન્દ્ર દ્વારા સર્જાયેલ હોય છે. અને તે દરેકને તેની પોતાની વિશિષ્ટતા પણ છે. સમવસરણની અંદર જે અલૌકિક સિંહાસન ઉપર સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા બિરાજમાન છે. તેની શોભાની શી વાત કહેવી ! સિંહાસન રત્નજડિત છે. તેના અત્યંત બહુમૂલ્યવાન રત્નોમાંથી વિવિધ પ્રકારનાં કિરણો નીકળી રહ્યાં છે. અહીં આ વાત જરા વિગતથી વિચારીએ કોઈ રાજાની સભામાં સામંતો, મંત્રીઓ, સેનાપતિ વિગેરેના આસનો તેમના પદ અને અધિકારના સંદર્ભમાં તેમને અપાય છે. તેથી સભામાં રાજાનું સિંહાસન બધાથી ઊંચું અને સર્વાધિક મૂલ્યવાન હોય છે. રાજાઓમાં પણ જે સર્વશ્રેષ્ઠ રાજવી છ ખંડનો સ્વામી અને ચક્રવર્તી હોય તેનું સિંહાસન કેટલું બધું મૂલ્યવાન હોય! આવા ચક્રવર્તીના સિંહાસન કરતાં દેવેન્દ્રનું સિંહાસન અધિક મૂલ્યવાન છે. અને તે દેવેન્દ્ર જ્યારે પોતાના સ્વામી અને ત્રણેલોકના નાથ વીતરાગ પરમાત્મા માટે પોતે જે સિંહાસન બનાવ્યું હોય, પોતાના હૃદયમાં જેમના માટે અખંડભક્તિની ધારા વહેતી હોય, પોતે જેને સમર્પિત હોય અને મન-વચન-કાયાના યોગથી જેના અણુએ અણુમાં પરમાત્માનો અપૂર્વ મહિમા હોય તેવા તીર્થંકર પ્રભુનું આસન કેટલું સર્વોત્કૃષ્ટ હોય એ આપણી કલ્પનામાં પણ આવી શકે તેમ નથી! For Pr(923)sonal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ અને આવાં સર્વોત્કૃષ્ટ સિંહાસનની પોતાની શોભા પરમાત્મા તેના પર બિરાજમાન હોવાથી અનેકગણી વધી છે. પરમાત્માનું ઔદારિક શરીર સિંહાસનથી હંમેશા ચાર આંગળ ઊંચું બિરાજમાન હોય છે. આમ અહીં ખૂબી તો એ છે કે પરમાત્માનું દારિક શરીર એટલું બધું તેજસ્વી અને પ્રકાશમાન છે. ક્યારેક તો એમ લાગે છે કે પરમાત્માના શરીર પાસે સિંહાસન સ્વયે ફીકું જણાય છે.સમવસરણમાં સિંહાસન પર જ્યારે પરમાત્મા બિરાજે છે ત્યારે ચારેગતિના જીવો પ્રભુની દેશના સાંભળવા પધારેલા હોય છે. સાપ અને નોળિયો, ઉંદર અને બિલાડી, વાઘ અને બકરી અને મત્સ્યગલાગલના ન્યાયવાળા વેરવૃત્તિવાળા એકમેકથી ચઢિયાતા શક્તિમાન ચારેગતિના જીવો પ્રભુની દેશના શાંતિથી સાંભળે છે. પ્રભુની દેશના જીવો કેવી રીતે સમજી શકે છે? ઉપર જે વાત કહી તેના અનુસંધાનમાં કોઈને એમ પ્રશ્ન થાય કે આવાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, મનુષ્યો, નાગકુમારો, દેવો આ બધા પ્રભુની દેશના કેવી રીતે સાંભળી શકતા હશે? તેમના ૐના દિવ્યધ્વનિને કેવી રીતે ઝીલી શકતા હશે? તો એનો ઉત્તર એ છે કે સૂર્યના કિરણો જેના ઉપર પડે તે સર્વ પદાર્થ પ્રકાશિત થતા હોય છે. વળી સૂર્યના કિરણો જે જે પદાર્થને પ્રકાશિત કરે છે. તે તે પદાર્થને પ્રકાશિત કરતી વખતે સૂર્યના પોતાનામાં કોઈ સ્વાર્થબુદ્ધિ હોતી નથી. સૂર્યના પ્રકાશના કિરણો એવું વિચારતા નથી કે મારા પ્રકાશના કારણે દુરાચારી વધારે દુરાચારી બનશે, પાપી વધારે પાપી બનશે, હિંસક વધારે હિંસક બનશે. સૂર્યનો સ્વભાવ કેવળ પ્રકાશવાનો છે. અને તેનો પ્રકાશ જ્યાં પડે તે સર્વ પદાર્થો પ્રકાશિત થતા હોય છે. આ દૃષ્ટાંત પણ સાચી સમજ રજૂ કરવા માટે કંઈક અંશે અધૂરું છે. કેમકે સૂર્યનો પ્રકાશ જડ અને ચેતન પદાર્થો ઉપર પડે છે. પરંતુ અહીં તો સમવસરણમાં બિરાજમાન ચારેગતિના જીવો અને પરમાત્મા પોતે પરમ ચૈતન્યથી યુક્ત છે. ચારેગતિના જીવોનું પરમ ચૈતન્ય સત્તામાં અપ્રગટ રહેલું છે. જ્યારે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું પરમચૈતન્ય કેવળજ્ઞાન સાથે પૂર્ણ પણે પ્રકાશિત છે. તેમનો કેવળજ્ઞાનરૂપી સૂર્ય, કરોડો સૂર્ય કરતાં વધુ તેજસ્વી છે અને છતાં તેમના તેજમાં ચંદ્રના જેવી શીતળતા રહેલી છે. દરેક જીવ અને પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ હોવાથી પરમાત્માના પ્રગટ તેજ પ્રકાશના કિરણોને દરેક જીવની ચૈતન્યસત્તા આનંદપૂર્વક આવકારે છે.પ્રેમથી સ્વીકારે છે. સમવસરણમાં દરેક જીવને અપૂર્વ શાંતિ અને આનંદનું વદન થાય છે. અને એ વાત સ્પષ્ટપણે સમજી લેવા જેવી છે કે આત્માને કોઈ ભાષા નથી, આત્માની કોઈ યોનિ નથી, દરેક જીવનું સત્તામાં રહેલું આત્મતત્ત્વ, પ્રગટ For Privf q 2X]onal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મતત્ત્વ શું કહે છે તે ભાષાના માધ્યમવિના સહજપણે સરળતાથી સમજી શકે છે અને આનંદમાં તરબોળ થાય છે. આ શ્લોકમાં આગળ એમ જણાવ્યું છે કે પરમાત્માનું સુવર્ણ જેવું સુંદર શરીર ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપરથી પ્રગટેલા સૂર્યના બિબ જેવું શોભે છે. જેમ સૂર્યના કિરણોનો સમૂહ આકાશમાં શોભી ઉઠે છે તેમ ઊંચા સિંહાસન ઉપર બેઠેલા પરમાત્માનું શરીર કરોડો સૂર્યના તેજ કરતાં પણ અધિક તેજસ્વી છે. અને તેમના શરીરમાંથી નીકળતા અલૌકિક સુંદર પ્રકાશ કિરણો સમવસરણમાં બિરાજમાન ચારેગતિના દરેક જીવ ઉપર પડતાં હોવાથી તેમનામાં રહેલા મોહરૂપી અંધકારનો તત્કાળ નાશ કરી રહ્યાં છે. આમ પરમાત્માના સમવસરણમાં બિરાજમાન ચારગતિના જીવો ખરેખર મહાભાગ્યશાળી છે એમ કહી શકાય. અઠ્ઠાવીસ અને ઓગણત્રીસમાં શ્લોકની ગાથાનો અભુત મહિમા હૃદયમાં ધારણ કરીએ ત્યારે સંભવ છે કે સહેજે એવો પ્રશ્ન થઈ જાય કે તે ચારગતિના જીવોને ખરેખર ધન્ય છે કે જેમને તીર્થંકર પ્રભુના સમવસરણમાં બિરાજવાનો અને તેમની દિવ્યવાણી સાંભળવાનો લાભ મળ્યો. આપણને જો આવો અવસર મળ્યો હોત તો આપણું કામ થઈ જાત! આ બાબતમાં એમ કહી શકાય કે પરમાત્માની દેશના સાંભળીને પણ જીવ પોતે આત્મકલ્યાણ ન કરી શક્યો હોય તે સંભવિત છે. કેમ કે પરમાત્માની દેશના સાંભળીને બહાર આવ્યા પછી જેણે-જેણે પોતાના જાતિસ્વભાવને ધારણ કર્યો. વેરવૃત્તિ અને અન્ય કષાયોમાં ફરીથી લુબ્ધ થયા તેવા જીવો પ્રભુની દેશના સાંભળવા છતાં પણ પાછા ભવભ્રમણના ચક્કરમાં પડી જાય છે. ડનલપપિલોની ગાદી ઉપર બેસીએ છીએ ત્યાં સુધી તે દબાયેલી રહે પરંતુ ઊભા થઈ જઈએ તો તેની સ્થિતિસ્થાપકતા ધારણ કરી અસલ મૂળ સ્વરૂપમાં આવી જાય છે. તેવી રીતે દેશના પરમાત્માની હોય કે વ્યાખ્યાન આચાર્ય ભગવંતનું હોય પરંતુ જેટલો સમય સાંભળવાનો આવે તેટલો સમય મોહરૂપી અંધકાર નાશ પામતો જણાય છે. પરંતુ તે સાંભળીને બહાર આવ્યા પછી કોઈ-કોઈ જીવો ડનલપપિલોની ગાદીની જેમ ફરીથી મિથ્યાત્વરૂપ, સ્થિતિસ્થાપકતા ધારણ કરી લે છે. આમ છતાં નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. પરાધીનદશાનો જ્યારે અતિ ભારે ખેદ વર્તે અને સ્વાધીનતાની ઝંખના જાગે ત્યારે જીવ યથાર્થ માર્ગ ગ્રહણ કરીને જ જંપે છે. આમ આ શ્લોક દ્વારા પણ આચાર્ય ભગવંતે પરમાત્માની સ્તુતિ કરતાં આપણને ઉત્તમ બોધ આપ્યો છે. For Prvate Personal Use Only (૧ ૨ ૫) Page #141 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૦ कुन्दावदातचलचामरचारुशोभं, विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाकशुचिनिर्झरवारिधार - मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ।।३०।। ભાવાર્થ : મોગરાના ફૂલ જેવા સફ્ટ વીંઝાતા ચામરો વડે સુંદર શોભાને ધારણ કરનારું અને સુવર્ણ જેવી કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા પવિત્ર ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત મેરુ - પર્વતની સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. | ૩૦ | સ્વયં મેરુ પણ પ્રભુ પાસે તણખલાની તોલે છે! શ્રી ભક્તામર સ્તોત્રના ત્રીસમા શ્લોકમાં સ્તુતિ કરતાં એમ જણાવવામાં આવ્યું છે કે પ્રભુનું શરીર મેરુપર્વતની સુવર્ણભૂમિ જેવું શોભે છે, અને મોગરાના ફૂલ જેવા સફેદ ચામરો વડે તેમને જે પવન નંખાય છે તે સફેદ ચામરો ઉદય પામેલા ચંદ્રમાના જેવા ધવલ છે. વળી, પવિત્ર ઝરણાના પાણીની ધારાઓ જાણે વહી રહી હોય અથવા તેવી ધારાઓ સમાન તે ચામરો શોભી રહ્યા છે. અહીં પરમાત્માના શરીરને મેરુપર્વતની સુવર્ણમયભૂમિ જેવું જણાવવામાં આવ્યું છે. આ મેરુપર્વત સુવર્ણ જેવા કિંમતી દ્રવ્યથી બનેલો છે. આમ, તો પ્રભુના શરીરની તુલનામાં આવી શકે અથવા જેની સાથે પ્રભુના શરીરને સરખાવી શકાય તેવો કોઈ જ પદાર્થ ત્રણે લોકની અંદર નથી. છતાં અહીં તેને મેરુપર્વતની સુવર્ણમય ભૂમિ સાથે એટલા માટે સરખાવવામાં આવ્યો છે કે સુવર્ણ એક એવી ધાતુ છે કે જેનું મૂલ્ય અનાદિથી આજ સુધી કિંમતી રહ્યું છે. સુવર્ણને કાટ લાગી શકતો નથી. અને દુનિયામાં લૌકિક એષણાવાળા લોકો સુવર્ણના અલંકારોને સૌથી વધુ પ્રિય ગણે છે. તાત્પર્ય એ છે કે સુવર્ણની જેમ આત્મા પણ અનાદિથી સૌથી મૂલ્યવાન ચૈતન્ય પદાર્થ છે. આ આત્મા અનેક જન્મ ધારણ કરવા છતાં, અનેક વખત કરવા છતાં પોતે સ્વયં અમર છે. તે જડ, પૌગલિક શરીરોને અનંતીવાર ગ્રહણ કરે છે અને અનંતીવાર છોડે છે. ચારેય ગતિમાં ભ્રમણ કરતા જીવે ચોરાશી લાખ ભાવમાં ભ્રમણ કરવા છતાં આત્મા ઉપર એક પણ ભવની છાપ પડી નથી. અર્થાત આત્મા કોઈપણ ભવ દ્વારા કોઈપણ ભવમાં પ્રસાયો (૧૨૬) Page #142 -------------------------------------------------------------------------- ________________ નથી. ભવે-ભવે આત્મા જે શરીરથી જોડાયો છે તેના પુદ્ગલ પરમાણુઓનો નાશ થયો છે, પરંતુ આત્માના અસંખ્ય પ્રદેશો ગમે તે ભવમાં તે હતો ત્યારે જેટલા હતા તેટલાને તેટલા જ રહે છે. આમ, મેરુપર્વત જે તેની સુવર્ણમય ભૂમિથી સુશોભિત છે તે સ્વયં જડ છે અને તેની સુવર્ણમય ભૂમિ પણ જડ છે. સમસ્ત લોકના પર્વતોમાં તે સૌથી ઉત્તમ અને અડોલ પર્વત છે. માણસ પાસે સો, બસો કે હજાર તોલા સોનું હોય તો તેનો કેટલો મહિમા હોય છે! અને તેની તુલનામાં આખા સુવર્ણના કરોડો ટન મેરુપર્વતની તુલના કે મહિમા કલ્પનામાં પણ ન આવી શકે તેટલો મોટો છે! અને છતાં તે પર્વતની સમસ્ત સંપત્તિનું મૂલ્ય પરમાત્માના કેવળજ્ઞાનરૂપી મેરુ પાસે એક તણખલાથી પણ ઓછુંછે! મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે”..... મેરુપર્વત વિશે હવે વિશેષ વિચારણા કરીએ તો એમ પણ કહેવાય છે કે પ્રલયકાળનો ઝંઝાવાતી પવન કે ભૂકંપ જગતના કોઈપણ પર્વતને હચમચાવી શકે છે. તેના ગિરશિખરોને કે તેના કોઈપણ ભાગને તોડી-ફોડી શકે છે. પરંતુ મેરુપર્વત તો અડોલ છે. અચલ છે. તે એટલો બધો સ્થિર અને અકંપ છે કે તેને જગતની કોઈ સત્તા કે શક્તિ ડોલાવી શક્તા નથી કે કંપાવી શકતા નથી. માનવીના મનની યાત્રા સ્થૂળભૂમિકામાં જ્યાં સુધી તે સંસારના પદાર્થોમાં રસ ધરાવે છે અને જ્યાં સુધી તે ભવભ્રમણમાં ભટકે છે ત્યાં સુધી તેનું મન અસ્થિર અને ડોલાયમાન છે. પરંતુ આ જ માનવી જ્યારે અંતર્મુખ થાય, આત્માના સ્વભાવમાં રમણતા કરે, પોતાની સ્વાધીન દશાનો અનુભવ કરે અને એમ આગળ વધતો--વધતો અતીન્દ્રિય આનંદના સરોવરમાં સ્નાન કરે ત્યારે તેનું મન આત્મદ્રવ્ય ઉપર સંપૂર્ણપણે એકાકાર હોવાથી તે અકંપ અને અડોલ હોય છે. ત્રણેય લોકની અંદર કોઈ સત્તા કે શક્તિ તેને તેની નિર્વિકલ્પ દશામાં ડોલાવી શકતી નથી, અને આવા રસાસ્વાદનો અનુભવ જેણે કર્યો હોય છે તેમના શ્રીમુખેથી કોઈ વખત જ્યારે નીચે જણાવી છે તે પંક્તિ સરી પડે ત્યારે જ તે કેવા અતીન્દ્રિય આનંદમાં હશે તેનો જગતને પરિચય થાય છે. એક ભજનમાં ગંગાસતી એમ જણાવે છે કે : 66 મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આ પંક્તિઓ દ્વારા તેઓ જણાવે છે કે આખા બ્રહ્માંડનો નાશ થાય, મેરુપર્વત ચલાયમાન થાય પણ જેનો આત્મા અકંપ ને અડોલ રહે છે, પરમાત્મામાં પૂર્ણ સમર્પિત રહે છે અથવા પરમાત્મદશામાં તલ્લીન રહે છે તે જ For (૧ ૨૭)ersonal Use Only 33 Page #143 -------------------------------------------------------------------------- ________________ સાચો આત્મજ્ઞાની છે. આ શ્લોકમાં પરમાત્માના આવા અલૌકિક દિવ્ય શરીરને જે ચામરો વડે પવન નંખાય છે તેની પણ વાત કરી છે. આ ચામરોને મોગરાના ફૂલ જેવા સફેદ કહેવામાં આવ્યા છે. આ ચામરો પરમાત્માના દિવ્ય શરીરની શોભામાં, સમવસરણમાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે. અહીં તેમના શરીરને ઉદય પામેલા ચંદ્રમાના પવિત્ર ઝરણાંના પાણીની ધારાઓથી સુશોભિત મેરુપર્વત જેવું જણાવ્યું છે. આ ગાથામાં તુલનાત્મક પ્રતીકો વડે સફેદ ચામરો જેને મોગરાના સદ્દ ફૂલ જેવા કહ્યા, મેરુપર્વત જેવું સુવર્ણમય શરીર જેને ઉદય પામેલા ચંદ્રમાના જેવા પવિત્ર ઝરણાંઓની ધારા સાથે સરખાવ્યું તે બધા જ પ્રતીકો અને તુલનાઓ વિશે એમ ઘટાવી શકાય કે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી ઋષભજિનેશ્વરના ઔદારિક શરીરના વર્ણન સાથે તેમના આત્માના પ્રદેશ-પ્રદેશે જે નિર્મળ કેવળજ્ઞાન ઝળકે છે તેના અનુસંધાનમાં પવિત્ર ધવલ ઝરણાંની ધારા નિરંતર વહેતાં શુક્લ ધ્યાનનાં ધારા પ્રવાહ સમાન છે તેમ કહી શકાય, અને જે બે પવિત્ર ચામરો વડે પ્રભુને વીંઝવામાં આવતો પવન તે પવનની લહેરો સમવસરણમાં બિરાજમાન ચારેય ગતિના સમસ્ત જીવોને સ્પર્શીને તેમને અપૂર્વ શાંતિ આપે છે. આ ચારેય ગતિના જીવો જે ત્રિવિધ તાપની દાહકતામાં સમવસરણની બહાર શેકાતાં હતાં તે અહીં આવ્યા પછી આ પવનની લહેરો દ્વારા જાણે કે અદ્ભુત શાંતિ અને શીતળતાનો અનુભવ ન કરી રહ્યાં હોય! આમ, આ ગાથામાં મેરુપર્વતની જેવી સુવર્ણમય ભૂમિને અને ચામરોને લઈ તેમણે વિશેષ પ્રકારનો તત્ત્વબોધ આપ્યો છે. For Priyate & Personal Use Only (૧ ૨૮) Page #144 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૧ छत्रत्रयं तव विभाति शशांककान्त - मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालयिवृद्ध शोभं, प्रख्यापयत्रिजगतः परमेश्वरत्वम् ।। १ ।। ભાવાર્થ : હે પ્રભુ! તમારા મસ્તક ઉપર ચંદ્રના જેવા મનોહર સૂર્યના કિરણોના પ્રતાપને ઢાંકી દેનાર, મોતીના સમૂહની રચનાથી વિશેષે શોભતાં ત્રણ છત્રો તમારું ત્રણ જગતનું સ્વામીપણું સૂચવે છે. દેશના સમયે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દુંદુભિ હોય જ છે એટલે અશોકવૃક્ષનું વર્ણન કર્યું તેમાં ઉપલક્ષણથી બાકીના ચાર પ્રાતિહાર્યનું વર્ણન થઈ ગયું સમજવું. / ૩૧ || પરમાત્માના છત્રનો મહિમા શ્રી ભક્તામર સ્તોત્રના એકત્રીસમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે હે પ્રભુ તમારા મસ્તક ઉપર ચંદ્ર જેવા ધવલ, મનોહર ત્રણ છત્રો શોભી રહ્યાં છે જે સૂર્યના કિરણો ને ઢાંકી રહ્યા છે. આ છત્રો મોતીઓના સમૂહની રચનાથી વિશેષ રૂપે શોભી રહ્યાં છે. ત્રણેય છત્ર આપ ત્રણેય જગતનાં સ્વામી છો એમ પણ સૂચવે છે. વળી પ્રભુની દેશના સમયે, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ અને દુંદુભિ હોય છે. એટલે અશોકવૃક્ષના વર્ણનની સાથે બાકીના ચાર પ્રાતિહાર્યનું વર્ણન પણ આ રીતે આવી જાય છે. આ અને આગળના શ્લોકમાં પરમાત્માના પ્રાતિહાર્યનું વર્ણન વિવિધ રીતે જણાવવામાં આવ્યું છે. તીર્થંકર પરમાત્માની અદભુત પુણ્ય સામગ્રીના કારણે દેવેન્દ્ર દ્વારા આઠ પ્રાતિહાર્યની રચના કરવામાં આવી છે. જેમાં આપણે અશોકવૃક્ષ, સિંહાસન, ચામરો વિશે આગળના શ્લોકોમાં જોઈ ગયા છીએ. અહીંયા આ શ્લોકમાં ત્રણ છત્રોની વાત કરવામાં આવી છે. છ ખંડના ધણી ચક્રવર્તી રાજાને માથે પણ તેઓ સિંહાસન ઉપર બેસે ત્યારે એક છત્ર ધરવામાં આવે છે. આવા ચક્રવર્તીના છત્ર કરતાં પણ અલૌકિક છત્ર દેવેન્દ્રનું હોય છે. પરંતુ દેવેન્દ્ર પોતે જ જ્યારે પરમાત્મા માટે છત્રની રચના કરે ત્યારે તે કેટલું અદ્ભુત હોય! જો કોઈ ચિત્રકાર મનુષ્ય લોકો તે સર્વશ્રેષ્ઠ ચિત્રકાર હોય અને For Price 2 e)sonal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ તેને સર્વોત્તમ સુંદર પ્રભુનું ચિત્ર બનાવવું હોય તો તે પ્રભુનું ચિત્ર તે તેની પોતાની ગમે તેટલી સર્વોત્કૃષ્ટ શક્તિ અને પ્રાણ રેડીને તે ચિત્ર બનાવે તો પણ તે ચિત્ર મનુષ્યલોકના મનુષ્યના પૂર્ણરૂપને પ્રતિબિંબિત કરતું જ ચિત્ર હશે. તેવી રીતે દેવેન્દ્ર આઠ પ્રાતિહાર્યની રચના દ્વારા પરમાત્માના અદ્દભુત મહિમાને જે રીતે દર્શાવે છે તે ઘણી અર્થગંભીર હકીકતો તરફ આપણું લક્ષ દોરે છે. તે હવે જરા વિગતથી જોઈએ. છત્ર જીવોને શાતા આપે છે. આ શ્લોકમાં પરમાત્માના મસ્તક ઉપર ત્રણ છત્રની રચના કરવામાં આવી છે. તે ત્રણેય છત્ર ચંદ્રના જેવી ધવલ કાંતિથી પ્રકાશિત છે અને સૂર્યની ગરમીને રોકનાર છે.પ્રથમ દૃષ્ટિએ આમ જણાય તે વાત સાચી છે પરંતુ જરા ધ્યાનથી વિચારીએ તો જણાશે કે સફેદ રંગ પ્રકાશનું પરાવર્તિત કરે છે, અર્થાત આ ત્રણેયછત્રો એ પ્રતીકરૂપ છે કે જે એમ સૂચવે છે કે પરમાત્મા ત્રણેય લોકના નાથ છે. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ લોકના તે સ્વામી છે. ત્રણેય લોકમાં તે સર્વોત્તમ છે. સમવસરણની રચનામાં આઠ પ્રાતિહાર્યોમાના આ ત્રણછત્રો ચંદ્રની ધવલ કાંતિ અને શીતળતા સાથે પરમાત્માના માથે શોભી રહેલાં છે. આ છત્રો અસંખ્ય મોતીઓના સમૂહની રચનાથી વિશેષ પ્રકારે શોભી રહ્યાં છે. અહીં તાત્પર્ય એ છે કે પરમાત્માના માથે શોભી રહેલાં આ ત્રણ છત્રો ઉપર પડતો સૂર્યનો પ્રકાશ તે છત્રોના વિશે રહેલી ચંદ્ર સરખી તેની શીતળતાને ગ્રહણ કરી તે કિરણો પરાવર્તિત થઈ સમવસરણમાં રહેલાં ચારે ગતિના જીવોને પરોક્ષ રીતે શાંતિનો અનુભવ કરાવે છે. બીજી રીતે એમ પણ ઘટાવી શકાય કે આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યાં-ઝળ્યાં ચારેય ગતિના જીવો સમવસરણમાં પ્રવેશતાંની સાથે તેમના ત્રિવિધ પ્રકારનાં તાપ સમવસરણની બહાર જ રહી ગયાં અને ધગધગતાં સૂર્યના તેજ કિરણો સાથે ભસ્મીભૂત થઈ તે વિલીન થયાં અને પરમાત્માનું છત્ર જે ચંદ્ર જેવી ધવલ શીતળતાને ધારણ કરેલું છે તેના સૌમ્ય અને અદેશ્ય કિરણો વડે સમસ્ત ત્રણેય લોકના સર્વ જીવો ને અપૂર્વ શાંતિ અને શાતા આપી રહ્યું છે. આમ ત્રણેય લોકના ચારેય ગતિના સર્વ જીવો પરમાત્મા માટે રચાયેલાં અષ્ટ પ્રાતિહાર્યોમાંથી પોતે વિવિધ પ્રકારે અપૂર્વ શાતાને અનુભવતાં હોય તેમ જણાય છે. અષ્ટપ્રાતિહાર્યની રચનાનું રહસ્ય સમવસરણમાં ચારે ગતિના જીવો પરસ્પરનાં જાતિવેરને ભૂલીને પ્રભુની For Private Personal Use Only (૧૩૦) Page #146 -------------------------------------------------------------------------- ________________ દેશના સાંભળવા આવે છે. આ જીવો અહીં આવે છે તે પહેલાં તેમને પ્રભુ સિવાય પોતાના માનેલાં સુખનો મહિમા હતો. સુખની તેમની પોતાની માન્યતાઓ હતી. જેમ કે મનુષ્ય લોકના જીવોને અર્થાત્ માનવીને ધન, વૈભવ, હીરા, માણેક, રત્નો વગેરેનો મહિમા હોય છે તો દેવોને દેવલોકના સુખોનો મહિમા હોય છે અને આ દરેક જીવને પોતાની પાસે જે સુખ હોય છે તેનાં કરતાં અધિક સુખની ઝંખના હોય છે.દેવેન્દ્ર પોતે ત્રણેય લોકના સર્વજીવોની આવી પ્રકૃતિથી પૂરેપૂરા વાકેફ અને માહિતગાર છે. દરેક જીવને શેનો મહિમા છે તે ચતુર દેવેન્દ્ર સારી રીતે જાણે છે. એટલે પરમાત્માના યથાર્થ મહિમાનું ભાન ત્રણેય લોકના જીવોને થાય તે માટે દેવેન્દ્ર અષ્ટપ્રાતિહાર્યની રચના કરે છે. આવી અદભુત રચના સમવસરણના જીવોએ સ્વપ્રમાં પણ જોઈ કે વિચારી હોતી નથી. તેથી અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ભામંડલ અને દુંદુભિવાળું અલૌકિક ઐશ્વર્ય ધરાવતા પ્રભુનો મહિમા તેમને આવે છે. આમ, જ્યાં સુધી જીવ આત્મા વિશે યથાર્થ નિર્ણય કરી શક્યો હોતો નથી ત્યાં સુધી જીવને અનાત્મદશાના કોઈપણ પદાર્થ કે વસ્તુનો મહિમા વિશેષ હોય છે. સમવસરણમાં પધારતાં પહેલાંની જીવોની સ્થિતિ આત્મદશાથી વેગળી છે. તેથી દરેક જીવને પોત પોતાની રીતે જુદી-જુદી વસ્તુનો મહિમા છે. પરંતુ ચતુર ઇન્દ્રએ જોયું કે દરેક જીવને આવી રીતે જુદી-જુદી ચીજ વિશે મહિમા હોવાથી તેણે અષ્ટપ્રાતિહાર્યની રચના કરી. જેમાં પ્રભુના દિવ્યધ્વનિ દ્વારા જ્યારે જીવોને આત્મશાંતિનો બોધ મળ્યો ત્યારે તેમને પ્રભુના સામર્થ્ય અને સર્વજ્ઞતાનો ખ્યાલ આવ્યો. પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દુંદુભિ દ્વારા તેઓ અતિશય પ્રભાવિત થયા. સિંહાસનથી ચાર આંગળ ઉપર રહેલાં પ્રભુનાં ઔદારિક દિવ્ય શરીર ને જોઈ તેઓ તેમને સમર્પિત થયાં, ત્રણેય પ્રકારના છત્રો દ્વારા ત્રણેય લોકનાં જીવોને શાંતિની અનુભૂતિ થઈ. અશોકવૃક્ષે તેમનાં હૃદયમાં રહેલા શોક અને વ્યાકુળતાનો વિધ્વંશ કર્યો. આમ સમવસરણમાંના આઠ પ્રાતિહાર્યોએ અને પરમાત્માના દર્શન અને દિવ્યધ્વનિએ ત્યાં ઉપસ્થિત ચારે ગતિના જીવોને અદભુત અને અભૂતપૂર્વ આત્મશાંતિ અને આત્માનંદ આપ્યાં. એમ કહી શકાય કે ખરેખર તે જીવો ધન્ય છે કે જેમને સમવસરણમાં પ્રથમ તીર્થકર શ્રી જિનેશ્વર ભગવંત ઋષભદેવ પરમાત્માની દેશના તેમના મદિવ્યધ્વનિ દ્વારા સાંભળવા મળી. For Priyate & Personal Use Only ' (૧૩૧) Page #147 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર બ્લોક ૩૨ उन्निद्र हे मनवपङ्कजपुञ्जकान्ति, पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्त : ; પનિ તંત્ર વિધા: પરિપત્તિ રૂ। ભાવાર્થ : હે જિનેનદ્ર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળના સમૂહની કાંતિવાળા તથા ચોતરફ પ્રસરતા નખના કિરણોની શ્રેણીવડે મનોહર એવા તમારા બે ચરણ જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળોને રચે છે. ભગવાન જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેમના ચરણકમળ નીચે દેવતાઓ સુવર્ણના નવ કમળો વખતો-વખત પરાવર્તન કરી રચે છે. II ૩૨ ॥ નવકમળની રચનાનું રહસ્ય શ્રી ભક્તામર સ્તોત્રના બત્રીસમા શ્લોકમાં એમ જણાવાય છે કે, પરમાત્માના બે ચરણ વિહાર વખતે જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ કમળની રચના કરે છે. દેવતાઓ સુવર્ણના નવ કમળો વડે વખતો વખત પરાવર્તન કરી તેની રચના કરતા રહે છે જેથી તેમનું એક ચરણ ઉપડે ત્યારે આગળ વધેલા તે ચરણની આજુબાજુ પરાવર્તન દ્વારા નવ કમળની રચના થતી રહે છે. સુવર્ણના આ કમળો પૂર્ણ પણે વિકસિત હોય છે અને અનુપમ કાંતિવાળા હોય છે ત્યારે તે કમળ પરથી વિહાર કરતા કેવળજ્ઞાની ભગવંતના પગના નખના કિરણોની શ્રેણી વડે મનોહર રચના થતી હોય છે. પરમાત્માના ચરણ કમળથી ચાર અંગુલ ઉપર ચાલતા હોય છે. આ શ્લોકને ધ્યાનથી વિચારતા સહુથી પ્રથમ એ લક્ષમાં આવે છે કે વિહાર કરતા પરમાત્માના અનુપમ મહિમાને જીવો પોતાના હૃદયમાં ધારણ કરી શકે તે માટે કમળની રચનાનું આ મનોહર દશ્ય રચાયછે. દેવતાઓ પોતાની સર્વોત્તમ કળા અને શક્તિના સંદર્ભમાં કમળની અનુપમ રચના કરે છે તે ગમે તેટલી અનુપમ હોય તો પણ દેવતાની શક્તિ અને મર્યાદાને આધીન છે. તે જગતનાં સામાન્ય જીવોને પરમાત્માનો યથાર્થ મહિમા આવે તે માટે ભક્તિવંત દેવો દ્વારા તેમની ભક્તિ અને સમર્પણના પ્રતીકરૂપે આ રચના કરવામાં આવેલી છે. બાકી તો પરમાત્માના હ્રદય કમળમાં જે કેવળજ્ઞાન પ્રકાશ્યું છે તેની સામે For Priv(૧૩૨)nal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓની આ રચના કંઈજ વિસાતમાં નથી. નવ-નવ કમળની રચના એમ પણ સૂચવે છે કે અંકગણનામાં નવનો આંક સૌથી મોટો છે. વળી તે આંક પુરુષાર્થનું પ્રતીક છે. કાદવ અને કીચડમાં જન્મેલું કમળ કાદવ કીચડની વચ્ચે રહેતું હોવા છતાં તેનાથી અલિપ્ત અને ઊંચુ રહે છે. જળમાં કમળની જે સ્થિતિ સાથે ત્યાં જ રહેવાપણું છે તેને જ્ઞાતાદષ્ટાની સ્થિતિ સાથે સરખાવી શકાય. એટલે કમળ જ્ઞાતાદ્રષ્ટાની સ્થિતિનું પ્રતીક છે. સુવર્ણના કમળ, સુવર્ણની જેમ શુદ્ધ નિષ્કલંક, કદાપિ કાટ ન લાગે તેવા અને જેમ-જેમ કસોટી થતી જાય તેમતેમ પોતાની શુદ્ધતા વધારનાર હોવાના પ્રતીક સમાન છે. આવા રહસ્યપૂર્ણ ગૂઢ સંકેતરૂપ નવ કમળની રચના કરનારા દેવો કે જેઓ પરમાત્મા તરફ ભક્તિવંત અને સમર્પિત છે તેઓ સુવર્ણના નવ કમળની જેમ પુરુષાર્થ કરી કઈ સ્થિતિએ પહોંચ્યા છે તેનો આપણને ખ્યાલ આપે છે. આ દેવોને આટલા પુરુષાર્થ પછી તેમના અનુભવ વિશેષ નમ્ર બનાવી પરમાત્મા તરફ સમર્પિત બનાવ્યા છે. તેવા દેવોની આ કમળ રચનાને વિહાર વખતે જરા પણ સ્પર્શ કર્યા વિના ચાર અંગુલ ઉપર પરમાત્માના ચરણ ચાલે છે. તે પરમાત્માની વીતરાગતાની અને કેવળજ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા અને સ્થિતિનો નિર્દેશ આપે છે. આત્મજ્ઞાન શા માટે થતું નથી? તેની પ્રાપ્તિનો સાચો માર્ગ – ઉપાય પરમાત્માના બે ચરણ જ્યાં જ્યાં પાદનિક્ષેપ કરે છે ત્યાં ત્યાં દેવતાઓ પરાવર્તન દ્વારા નવીન કમળની રચના કરતા જાય છે. અહીં વધુ સૂક્ષ્મ અર્થ અભિપ્રેત થાય છે. પરમાત્માના ચરણ યુગલને કમળની રચનાને અને તેમના વિહારને દેવતાઓ અને ચારે ગતિના જીવો માટે આપણે મોક્ષ માર્ગ કહી શકીએ. પરમાત્માના આ પ્રકારના વિહાર દ્વારા ત્રણે લોકના સર્વ જીવોના કલ્યાણનો ભાવ પણ સમાયેલ છે. જગતના સામાન્ય જીવો પોતે ઘણો આત્મ પુરુષાર્થ કરે અને છતાં પોતાની સ્થિતિ કાણાંવાળા ખાલી ઘડાની જેમ કાયમ જળ ભરાયા વિનાની અને ખાલીને ખાલી રહે તેવી હોય છે તેનું કારણ એ છે કે જીવના બાહ્ય પુરુષાર્થ અને આંતર પુરુષાર્થમાં ભારે તફાવત હોય છે. તેની તૃષ્ણા અને કામના મોક્ષમાર્ગમાં પણ બળવાન રહે છે. પોતે ગમે તેવો પુરુષાર્થ ઉપાડે તો પણ સત્તામાં તેને રુચિ અને સદ્દભાવ જો બીજે રહેલા ના હોય તો શા માટે તેને તેના ઉગ્ર પુરુષાર્થનું ફળ ના મળે ? જીવનું સતત ધ્યાન પોતાના પુરુષાર્થ ઉપર રહે છે, અને પોતાનો સદ્દભાવ કે રુચિ અપ્રગટ પણે કે બળવાન પણે ક્યાં રહેલા છે તેની તે ઘોર ઉપેક્ષા કરે છે. For F (૧૩૩) al Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ અને આવી રીતે થતી ઉપેક્ષા અંગે તે ક્યાં સર્વથા અજાણ રહી જાય છે, ક્યાં પૂરેપૂરો બ્રાંતિમાં રહે છે. જ્યાં સુધી જીવ પોતાના સદ્દભાવ અને રુચિ વિશે યથાર્થ જ્ઞાન અને નિર્ણય નહી કરી શકે ત્યાં સુધી તેનો દેખીતો સવળો પુરુષાર્થ પણ નિષ્ફળ જતો જણાશે. અને ખરેખર આ એક કરુણતા છે કે પોતે પુરુષાર્થ કરતો હોય અને ફળ પ્રાપ્ત ના થતું હોય ત્યારે તે સાચી દિશામાં વિચારવાને બદલે આશામાં અને તૃષ્ણામાં નિષ્ફળ પુરુષાર્થને વધુને વધુ બેવડાવતો જઈ ખોટી દિશામાં આગળ વધતો જતો હોય છે. જેને-જેને માર્ગની પ્રાપ્તિ થઈ છે તેણે યથાર્થ સૂક્ષ્મ વિવેકબુદ્ધિ દ્વારા પોતાની રુચિ અને સભાવ અંગે પહેલાં સાચો નિર્ણય કર્યો છે. અને વિપરીત પણે વહેતી રુચિ અને સદ્ભાવને પહેલાં પોતે પકડ્યા છે. અને જેમ-જેમ તે પકડાતા ગયા તેમ-તેમ પોતે સત્યથી કેટલો દૂરછે તેનો આત્મ નિર્ણય થતો ગયો કારણકે એ નિયમ જ છે કે સાચી આત્મચિ ભ્રાન્ત માન્યતા અને ખોટા સભાવનું સહજ પણે નિરસન કરી નાખે છે. આજ સાચી રીત છે, આજ સાચો માર્ગ છે એમ આ શ્લોક દ્વારા પરમાત્મા આપણને એ રીતે સૂચવી રહ્યા છે કે જળના કમળની જેમ કે સુવર્ણના કમળની જેમ જ્ઞાતાદૃષ્ટાપણાની સ્થિતિ ન આવે ત્યાં સુધી પરમાત્મદશા પ્રગટતી નથી અને કેવળજ્ઞાની તો આવી જળકમળ સ્થિતિ કરતાં પણ ચાર આંગળ ઊંચે ચાલે છે એટલે તે સ્થિતિ પરમોચ્ચ સ્થિતિ છે. તેજ પરમાત્મા પદ છે. આ શ્લોક દ્વારા પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સૂક્ષ્મ રહસ્ય અને બોધ આચાર્ય ભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજીએ આપણને આપ્યો છે. (૧૩૪) Page #150 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક 33 इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र, धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा, ताक कुतोग्रहणस्य विकाशिनोऽपि ॥ ३३ ॥ ભાવાર્થ : હે જિનેશ્વર! આ પ્રમાણે ધર્મોપદેશના સમયે જેવી તમા૨ી વિભૂતિ હોય છે તેવી અન્ય દેવોની હોતી નથી કારણ કે સૂર્યની કાંતિ જે પ્રકારે અંધકારનો નાશ કરે છે તે પ્રકારે બીજા સર્વગ્રહો વિકસ્વર હોય તો પણ કરી શકે નહીં. ।૩૩।। જિનેશ્વર વિશે વિચારણા. શ્રી ભક્તામર સ્તોત્રના તેત્રીસમાં શ્લોકમાં એમ જણાવાયું છે કે હે જિનેશ્વર ! સમવસરણમાં દેશના આપતી વખતે અંધકારનો નાશ કરનાર પ્રકાશમાન સૂર્ય જેવી આપની કાંતિ હોય છે. આપના જેવી કાંતિ બીજા દેવોની હોતી નથી. બીજા ગ્રહોનો પ્રકાશ આપના તેજ પાસે કંઈ વિસાતમાં નથી. અહીં શ્લોકના પ્રારંભમાં જ પરમાત્માને જિનેશ્વર કહેવામાં આવ્યા છે. અગાઉના શ્લોકોમાં આપણે પરમાત્માને કરવામાં આવેલા સંબોધનો જેવા યોગીશ્વર, મુનીશ્વર વગેરે વિશે વિચારણા કરી હતી. ‘જિન’ શબ્દથી સૌ અતિ પરિચિત છે. જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય તે જિન કહેવાય. આત્માને વિભાવદશામાં ભ્રમણ કરાવનાર બહારના અને અંદરના શત્રુઓ ઉપર જેણે વિજય મેળવ્યો હોય તે જિન કહેવાય. તમામ જિતેન્દ્રિય આત્માઓને જિન કહી શકાય. તેવા સર્વ જિતેન્દ્રિય લોકોત્તમ પુરુષોમાં પણ જે લોકોત્તર પુરુષ સમાન છે તે જિનેશ્વર કહેવાય છે. અહીં આપણે આંતર બાહ્ય શત્રુઓ ઉપર વિજય પ્રાપ્તિના રહસ્ય વિશે અવશ્ય વિચારણા આવશ્યક છે. તે વિચારણા દ્વારા જ કયા પ્રકારે અને કયા માર્ગે જિન થઈ શકાય છે અને શા માટે પરમાત્માને જિનેશ્વર કહેવામાં આવ્યા છે તેનો સાચો ખ્યાલ આવી શકશે. શ્રીઋષભ પ્રથમ જિનેશ્વર કેવી રીતે થયા? પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને પોતે જે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું તેની તેમની આત્મામાંથી પરમાત્મપદ સુધીની યાત્રાનું રહસ્ય એ હતું કે તેમણે (૧૩૫) For Priva Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ સત્ય અને અસત્યનો નિર્ણય કર્યો. મિથ્યા અને સમ્યનો નિર્ણય કર્યો. હેય અને ઉપાદેય નો નિર્ણય કર્યો. જીવ અને અજીવનો યથાર્થ નિર્ણય કર્યો. આ તમામ નિર્ણય પાછા અસંખ્ય ભવભ્રમણ પછી પોતાના સ્વાનુભવના બળ ઉપર કર્યા. સત્યને ગ્રહણ કર્યું. સમ્યક્ ગ્રહણ કર્યું. ઉપાદેય સ્વીકાર્યું, અને એક માત્ર આત્માને ઉપાદેય તરીકે સ્વીકારી સમયે-સમયે પ્રમાદ રહિત પણે વર્ત્યા. સ્વભાવમાં રમણતા કરી, અંતર્મુખ થઈ અતીન્દ્રિય આનંદના સાગરમાં સ્નાન કરી આત્માના પ્રદેશે-પ્રદેશે સહજપણે પોતાની પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રગટ કરી. તીર્થંકર નામ કર્મ બાંધ્યુ હોવાથી તે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર થયા. આ મોક્ષમાર્ગની સંક્ષિપ્ત રૂપરેખા છે. આત્મપ્રાપ્તિના અવરોધના કારણ અને તે પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય જેને આત્મામાં રુચિ થાય, મિથ્યાત્વછૂટે, વિભાવથી ખસે, સ્વભાવમાં વસે અને અંતર્મુખતા થાય એટલે સહજપણે જ આ બધું થવાની સાથે ઇન્દ્રિયોના બહારના રસો અને આસક્તિ છૂટી જાય. આંતરશત્રુઓ - ક્રોધાદિક કષાયોનું સાચું સ્વરૂપ સમજાય અને તેનાથી પોતાની પૃથકતાનો નિર્ણય થઈ જાય. આમ, પંચેન્દ્રિયની રસ લોલુપતા અને કષાયોનું જોર જેમ-જેમ અંતર્મુખતા વધતી જાય, સ્વભાવમાં ઠરવાનો પુરુષાર્થ અને રુચિ વધતાં જાય તેમ-તેમ મૃતઃપ્રાય થઈ છેવટે નિષ્પ્રાણ થઈ જાય છે. આત્મપ્રાપ્તિનો આ જ માર્ગ શ્રી જિનેશ્વર દેવે કહ્યો છે. ત્રણે કાળમાં સર્વે જીવો આ જ માર્ગે આત્મજ્ઞાન પ્રગટ કરી આત્માના સહજ સ્વરૂપને પામ્યા છે, પામે છે અને પામશે. જિતેન્દ્રિય થવાનો આ સાચો રાજમાર્ગ છે, આ જ માર્ગે શ્રી ઋષભ આ શ્લોકમાં જિનેશ્વર કહેવાયા છે. ક્રોધ ઉપર વિજય મેળવીને કે ભય, લોભ, માન વિગેરે ઉપર વિજય મેળવીને ક્ષમા, અભય, નિર્મોહીપણું આદિ ગુણો પ્રાપ્ત કરવાનો કે પ્રગટ કરવાનો જીવ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે અહંકાર મોજૂદ હોવાથી આવા કષાયો ઉપર જે વિજય મેળવી શકે છે તે વિજય “કામચલાઉ’ હોવાનો જીવનમાં વારંવાર અનુભવ થાય છે. આવું જ ઇન્દ્રિયોના બહારના રસની બાબતમાં પણ છે. તેથી વિજય અને પરાજયનું આ ચક્કર સમગ્ર જીવનકાળ દરમ્યાન ચાલતું જ રહેછે અને ભવિષ્યના ભવભ્રમણનું કારણ પણ તે બને છે. અહીં એ વાતનો સ્પષ્ટ ખુલાસો આવશ્યક છે કે ઇન્દ્રિય નિગ્રહના નિષેધ રૂપે આ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ કર્તૃત્વ બુદ્ધિ અને અહંકાર સહિત જિતેન્દ્રિય થવાના પુરુષાર્થને સફળતાનો જે સંભવ છે તે ક્ષણિક અથવા કામચલાઉ છે, જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી For Privsonal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર ભગવંતના કહેલા માર્ગે રુચિ અને પુરુષાર્થ ફેરવી આત્મા જિતેન્દ્રિય થઈ શકે છે. 'જિનેશ્વરનો મહિમા આવા જિનેશ્વર સંબોધન દ્વારા આ શ્લોકમાં એમ કહેવાયું છે કે સમવસરણમાં - ધર્મસભામાં દેશના આપતી વખતે આપનું તેજ અને વિભૂતિ અલૌકિક હોય છે. ત્યાં ઉપસ્થિત ચારેય ગતિના સર્વ જીવોના અજ્ઞાન અને મોહરૂપી અંધકારનો આપના જ્ઞાનપ્રકાશરૂપી દેશના દ્વારા તત્કાલ નાશ થાય છે. અને તે સર્વ જીવો પરમશાંતિ, પરમશાતા અને આત્મસુખનો અનુભવ કરે છે. કેમકે આપ પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંત સર્વજ્ઞ વીતરાગી આપની દિવ્ય દેશના દ્વારા તેમને તે પ્રકારે પ્રમુદિત કરો છો. અહીં પરમાત્માના રૂપ અને કાંતિને અંધકારનો નાશ કરતાં તેજસ્વી સૂર્ય સમાન જણાવ્યું છે, જ્યારે અન્ય દેવોનું તેજ ગ્રહો અને નક્ષત્રોના તેજ જેવું છે. આ ગ્રહો અને નક્ષત્રો જ્યાં પ્રકાશતા હોય ત્યાં જ પ્રકાશ જણાય છે. તેઓ સૂરજની સરખામણીમાં અતિ અલ્પ પ્રકાશવાળા છે. કેમકે સૂરજ સમસ્ત પૃથ્વીને પ્રકાશિત કરે છે અને તેનાથી પણ ઉત્તમ એવા શ્રી તીર્થકર ત્રણે લોકના સર્વજીવોના આત્માને પ્રકાશિત કરે છે. દેવો અને ગ્રહો રાગી છે. તેમનો વિકાસ કે સ્થિતિ તેમના પુણ્યબળ ઉપર આધારિત છે અને છતાં તે નશ્વર છે. જ્યારે શ્રી તીર્થકરને કેવળજ્ઞાન પ્રગટ થતાં ત્રણે લોકમાં સૌથી વધુ સર્વાધિક પરમોચ્ચ પુણ્યબળ હોય છે અને તેથી પ્રભુના સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્યની રચના પણ હોય છે. આમ શ્રી તીર્થકર પ્રભુનું પુણ્ય પણ સર્વોત્તમ છે અને તેમની વીતરાગતા અને સર્વજ્ઞતા પણ સર્વોત્તમ છે, તેથી આ શ્લોકમાં જિનેશ્વરના સંબોધન સાથે કવિશ્રીએ ઉત્તમ રહસ્યબોધ આપ્યો છે. (૧૩૭). Page #153 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૪ श्च्योतन्मदाविलविलोलकपोलमूलमत्तभ्रमभ्रमरनादविवृद्धकोपम् । ऐरावताभमिभमुद्धतमापतन्तं, दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।।३४।। ભાવાર્થ : હે ભગવાન! ઝરતા મદ વડે વ્યાપ્ત અને ચપળ તથા ગંડસ્થળને વિષે મન્દોન્મત્તપણે ભમતા એવા ભમરાઓના ઝંકાર શબ્દથી જેનો કોપ વધી ગયેલો છે, એવા ઐરાવત હાથી જેવા મોટા અને ઉદ્ધતપણે સામે આવતા હાથીને જોયા છતાં તમારા આશ્રિતોને-ભક્તજનોને લેશ પણ ભય થતો નથી. તે ૩૪ . યમદૂત જેવા ઐરાવતથી આપના ભક્તો લેશમાત્ર ભયભીત થતા નથી. શ્રી ભક્તામર સ્તોત્રના ચોત્રીસમાં શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે, હે પ્રભુ! જે આપનો આશ્રય ગ્રહણ કરે છે, જે આપણા ભક્તજન છે તેઓ ભયરહિત છે. હાથી સ્થૂળ હોવાછતાં ઘણો બુદ્ધિશાળી ગણાય છે. તે હાથીઓમાં સૌથી ઉત્તમ ઈન્દ્રનો ઐરાવત હાથી ગણાય છે. આ ઐરાવત હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરતો હોય તેના કારણે તે મદોન્મત થયો હોય અને તેની એવી સ્થિતિ વખતે તે મદ ઉપર ભમરાઓનો સમૂહ જોરશોરથી ભમતો હોય ત્યારે આ ઐરાવત હાથી અત્યંત ક્રોધિત થઈને ઉદ્ધતપણે નાસભાગ કરતો હોય છે. આવી રીતે હસ્તશિરોમણિ દેવેન્દ્રનો ઐરાવત હાથી મદોન્મત થઈ ક્રોધિત અને ઉદ્ધત અવસ્થામાં જ્યાં જાય છે ત્યાં, જેની સામે જાય છે તેનો તે કાળ બની જાય છે. તેના માટે તે સાક્ષાત યમરાજ બની જાય છે. વૃક્ષો, પ્રાણીઓ, મનુષ્યો અને સર્વ કોઈ માટે તે ખરેખર મૃત્યુના સંદેશરૂપ સાબિત થાય છે. આવો ઐરાવત હાથી જો પોતાની સામે ધસીને આવતો હોય તો પણ આપના ભક્તજનોને તેનો લેશમાત્ર ભય લાગતો નથી. અને આપના આશ્રિત હોવાના કારણે તેઓ આવી વિકટ સ્થિતિમાં પણ નિર્ભય અને સ્વસ્થ રહે છે. આત્માર્થી અભયનો આરાધક છે. આ શ્લોક ઘણો જ અર્થગંભીર અને રહસ્યપૂર્ણ છે. અહીં પ્રભુના ભક્તોને (૧૩૮) Page #154 -------------------------------------------------------------------------- ________________ અને આશ્રિતોને ભયરહિત જણાવાયા છે. એમ પણ કહી શકાય કે ત્રણે લોકના જે જે જીવો પ્રભુનો આશ્રય લે છે તેમને કોઈપણ પ્રકારનો ભય કે ડર સતાવી શકતો નથી. આગળ વધીને એમ પણ કહી શકાય કે જેઓ પોતાના આત્મસ્વભાવ તરફ રુચિ કરે છે તેઓ અભયને પ્રાપ્ત કરતા જાય છે. આત્મસ્વભાવનો સચિવાન જીવ સ્વભાવ રમણતામાં નિર્વિકલ્પ સ્થિતિએ પહોંચે ત્યારે તે ભયનો સર્વથા અભાવ કરી અને અભયને પ્રાપ્ત કરે છે, આત્માની અભયવાળી સ્થિતિ નિર્ભયતાની સ્થિતિ કરતાં પણ ઊંચી છે. જે નિર્ભય છે તે કોઈથી ભયભીત નથી એમ કહી શકાય જ્યારે જે અભય છે તે પોતે સ્વયં ભયથી દૂર છે અને તેનાથી અથવા તેને જોઈને કોઈપણ જીવ ભય પામતો નથી, આમ આ શ્લોકમાં પરમાત્માના આશ્રિતો અને ભક્તજનોને ભયરહિત એટલા માટે કહ્યાં છે કે તેઓ પોતાના આત્મામાં પ્રીતિવાન થયાં છે. અને જે પોતાના આત્મામાં પ્રીતિવાન થાય છે તે જ પરમાત્મામાં પ્રીતિવાન થાય છે. જેને પોતાના આત્માના અનંતાગુણો તરફ રુચિ થાય છે તેને જ તેના જ અંતરમાં પરમાત્મા તરફની યથાર્થ ભક્તિ અને સમર્પણ જાગે છે અને તે જ પરમાત્માનો સાચો આશ્રયી કહેવાય છે. આ રીતે જે પરમાત્માના આશ્રયે રહે છે તે આત્માર્થીઓ – આત્મજ્ઞાનીઓ અને ઉચ્ચ ભૂમિકાના સર્વે આત્માઓ ઉપર જણાવ્યું તેમ અભયપદના આરાધક અને અભયને પ્રાપ્ત કરતા જતા હોવાથી ભયરહિત હોય તેમાં આશ્ચર્ય શું છે? આત્મજ્ઞાનની સાધનાનો સાચો માપદંડ સામાન્ય મનુષ્યો આહાર, નિદ્રા, ભય અને મૈથુનને આધીન છે. તે તેમની પરાધીન અવસ્થા છે. આત્મા અણાહારી છે, ત્રિકાળી જ્ઞાતા દષ્ટા છે. અભય સ્વરૂપ છે, અને સ્વભાવમાં રમણતા કરતો હોવાથી તે બ્રહ્મ છે. જે પોતાના સ્વભાવના પરિચયમાં આવે છે અને જેને પોતાના સ્વભાવની યથાર્થ રુચિ પ્રગટે છે તેને તેની વર્તમાન અવસ્થા થવા સાથે આહારમાંથી અણાહારની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે આહાર સંયમ, આહાર જય અને અણાહારની સ્થિતિએ પહોંચે છે. તેની મોહનિદ્રાનો નાશ થઈ પોતે જ્ઞાતા દષ્ટા સ્વરૂપને ક્રમે-ક્રમે પ્રગટ કરે છે. તે ભયરહિત થયેલો આત્મા અભયને જાણે છે અને અભયને પ્રગટ કરે છે. આ નૈસર્ગિક ક્રમ છે, તે સ્વભાવની રુચિ અને રમણતા સાથે અવિભાજ્ય રીતે સંલગ્ન છે. કર્તુત્વબુદ્ધિ દ્વારા આ બધા ઉપર વિજય મેળવવાના મરણિયા પ્રયાસો પણ મરણ પછી અને ભવાંતરે પણ સફળ નહીં થવા પાછળ પણ જીવની કર્તુત્વબુદ્ધિ અને અહંકાર કારણભૂત હોય છે. એટલા માટે જ For Priyate & Personal Use Only (૧૩૯) Page #155 -------------------------------------------------------------------------- ________________ મોટાભાગના સાધકોનો એ અનુભવ હોય છે કે સાધના કરતાં હોય છતાં અનેક પ્રકારના ભયથી તેઓ મુક્ત થઈ શકતા નથી. જાગતો જીવ અભયની આરાધનામાં ક્રમે-ક્રમે જો ઉત્તમ અવસ્થાને પ્રગટ થતી અનુભવી શકે તો જ તેની આરાધના સાર્થક છે અને તો જ તેની જાગૃતિ સાર્થક છે. તેથી આહાર, નિદ્રા, ભય અને કામ આ ચાર સંજ્ઞાઓ સહજ પણે કેવી અને કેટલી ક્ષીણ થતી જાય છે તે આત્મજ્ઞાન ની સાધનામાં સાધકનો સાચો માપદંડ છે. માત્ર કથાનુયોગમાં જ નહીં પરંતુ વર્તમાનકાળમાં પણ આત્મજ્ઞાની સાધકો પાસે એકાંત વનજંગલમાં વાઘ, સિંહ, નાગ આદિ આવીને મિત્રભાવે તેમની પાસે બેસતાં જોવાયા છે. ઉપરના સંદર્ભમાં આ શ્લોકમાં પરમાત્માના આશ્રિત ભક્તજનોની સામે ગંડસ્થલ ઉપર ભમરાઓથી ઘેરાયેલો મદોન્મત્ત કુદ્ધ અને ઉદ્ધત ઐરાવત હાથી આવે તો પણ તેઓ ભય પામતા નથી. તેનું રહસ્ય અને અર્થઘટન એ છે કે આત્મજ્ઞાનની સાધનામાં લીન પરમાત્માને સમર્પિત ભક્તિવાન જીવો તેમના સાધનાકાળમાં તેમને પંચેન્દ્રિયના રસો કે બાહ્ય શત્રુઓ અને કષાયાદિક આત્યંતર શત્રુઓ ગમે તેવું વિકરાળ રૂપ ધારણ કરીને આવે તો પણ તેમને ડરાવી શકતાં નથી, કારણ કે જેને આત્માના સાચા સ્વભાવનો પરિચય થયો છે, આત્માના અનંત ગુણોમાં રુચિ થઈ છે અને પરમાત્મામાં ભક્તિ થઈ છે, તેમને માટે આ કે કોઈ પણ પ્રકારના વિકરાળ સ્વરુપો કેવળ બ્રાંતિ કે કલ્પના જેવાં કે તૃણવત જણાય છે. કેમકે સૌથી મૂલ્યવાન એવા આત્મામાં અને તેની સ્વાધીન દશામાં તેઓ સ્થિર થયાં હોય છે. આ શ્લોક દ્વારા રચનાકારે ઘણો અર્થગંભીર અને રહસ્યપૂર્ણ બોધ આત્માર્થીઓને આપ્યો છે. (૧૪૦) Page #156 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૫ भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्त, - मुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि, नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ।।३५।। ભાવાર્થ : હે ભગવા! વિદારેલા હાથીના કુંભસ્થળમાંથી પડેલા રુધિરથી ખરડાયેલા ઉજ્જવળ મોતીના સમૂહવડે પૃથ્વીને શોભાવનાર, ફાળ ભરવા માટે (બે પગ) ભેગા કર્યા છે, જેણે એવો સિંહ પણ પોતાની એક જ ફાળમાં આવેલા તમારા ચરણાતિ સેવકને મારી શકતો નથી. અર્થત તમારા આશ્રિત સેવકને સિંહ પણ મારી શકતો નથી. રૂપા પ્રભુના ભક્તને કોઈ હણતું નથી. શ્રી ભક્તામર સ્તોત્રના પાંત્રીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે વનરાજ સિંહ હાથી જેવા હાથીને પણ હણી શકે છે. હાથીના કુંભસ્થળમાં મહાભયાનક પ્રહાર કરીને સિંહ હાથીને હણે છે. આવી રીતે સિંહ દ્વારા જ્યારે હાથી હણાયછે ત્યારે એક બાજુ તેના કુંભસ્થળમાંથી રુધિર નીકળે છે અને તે કુંભસ્થળમાં રહેલા મોતીઓ પૃથ્વી ઉપર પડીને પૃથ્વીને સુશોભિત કરે છે. આવો ખૂંખાર વનરાજ સિંહ પણ ફાળ ભરવા માટે બે પગ ભેગા કરીને તૈયાર થઈ ચૂક્યો હોય અને તેને જેનો શિકાર કરવો હોય તેનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ ચૂક્યું હોય તેવી કટોકટીની પળમાં પણ અન્ય મનુષ્યોના મૃત્યુ થાય છે જ્યારે તમારા આશ્રિત સેવકને તે સિંહ હણતો નથી. ટૂંકમાં, હે પ્રભુ! જે તમને ભજે છે, જે તમારો સેવક છે તેને મારવા માટે તત્પર થયેલો સિંહ પણ પોતાના શિકારને અજ્ઞાતપણે કોણ જાણે કેમ તે છોડી દે છે. આ રીતે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મરણતુલ્ય ઉપાધિમાંથી પણ તમારો સેવક મુક્ત થાય છે. સિંહ, હાથી અને ગજમુક્તા અનુક્રમે મિથ્યાત્વ, અહંકાર અને સમ્યકત્વના પ્રતીક છે. આ જ પ્રકારના ચોત્રીસમા શ્લોકમાં આપણે વિસ્તારથી ભય વિશે વિચારેલું અને પ્રભુનો સેવક કેવી રીતે અભયપદને પ્રાપ્ત કરે છે તેની વાત કરી For Prate & Personal Use Only (૧૪૧) Page #157 -------------------------------------------------------------------------- ________________ હતી. આ શ્લોકમાં બે વાત જણાવી છે. વનરાજ સિંહ કે જેને પોતાની સૂંઢમાં પકડીને હવામાં ઉછાળીને ધરતી પર પડતાં જ સિંહને પોતાના પગની અતુલ તાકાત વડે હણી શકવાની શક્તિ ધરાવનાર હાથીને સિંહ પોતે હણે છે. એટલે એ રીતે વિચારી શકાય કે શત્રુ શક્તિશાળી હોવા છતાં યોગ્ય સમયે, યોગ્ય સ્થળે પૂરી તાકાતથી પ્રહાર કરીને કદમાં નાનો હોવા છતાં મહાકાય સિંહ ગજરાજને હણી શકે છે. તેથી એનો અર્થ એ થયો કે વનમાં વિચરતા સમસ્ત પ્રાણીઓમાં હાથી સૌથી વિશાળ મહાકાય પ્રાણી છે. તેની એટલી બધી તાકાત છે કે તે વનનાં વૃક્ષોનો પણ વિનાશ કરી શકે છે. આમ, એ સ્પષ્ટ થાય છે કે ગજરાજ ઉપર વનરાજ સિંહ પણ વિજેતા થતો હોવાથી તે વનમાં ગમે તે પ્રાણીને હણી શકે છે અને તે સ્વાભાવિક પણ છે. આ શ્લોક આપણને આ બધી વાત દ્વારા ગર્ભિત બોધ એ આપે છે કે વનરાજ સિંહ એ મિથ્યાત્વનું પ્રતીક છે અને મિથ્યાત્વના કારણે જીવના જન્મમરણના ચક્કર ચાલુ રહે છે. ગમે તેટલા ભવ વીતે અને અનંતકાળ વીતે તો પણ મિથ્યાત્વરૂપી સિંહ દ્વારા જીવના પ્રારબ્ધમાં મરવાનું જ લખાયું છે. આ ભવભ્રમણનો દેખીતી રીતે કોઈ અંત પણ જણાતો નથી. આ શ્લોકના આ દૃષ્ટાંતમાં વિશાળકાય હાથીને મારી શકનાર સિંહના રૂપકથી એમ માનવું રહ્યું કે હરણ આદિ પ્રાણીઓ જેવા સંસારી મનુષ્યો છે કે જેઓ પળવારમાં મિથ્યાત્વરૂપી સિંહનો શિકાર થઈ જાય છે. પરંતુ ગજરાજ તો મહાકાય છે, એટલે વિવિધ પ્રકારની મહાકાયા ધરાવનાર કોઈની પાસે તપની મહાકાયા હોય, કોઈની પાસે ક્રિયાની મહાકાયા હોય, કોઈની પાસે જ્ઞાનની મહાકાયા (પંડિતાઈ) હોય પરંતુ જ્યાં સુધી આવી વિશાળકાયા સાથે તેવો મનુષ્ય ગજરાજ સમાન અર્થાત અહંકાર સહિત હોય છે.(ગજ એટલે અભિમાન) ત્યાં સુધી મિથ્યાત્વરૂપી સિંહ તેને પણ હણી શકે છે. પરંતુ હાથીના કુંભસ્થળમાં જેમ મોતીઓનો સમૂહ રહેલો છે તે ધવલ મોતીઓના સમૂહને ગજમુક્તા કહેવામાં આવે છે. તેનું ભાન હાથીને હોતું નથી. તેવી જ રીતે આ આત્મામાં ગજમુક્તારૂપી ધવલ મોતીઓના સમૂહ જેવા દર્શન - જ્ઞાન - ચરિત્ર જેવા અનંતા ગુણો રહેલાં છે. તેનું સમ્યફજ્ઞાન મનુષ્યને જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી મિથ્યાત્વ દ્વારા - મિથ્યાત્વરૂપી સિંહ દ્વારા અનંતકાળ સુધી અનંતી વાર હણાતું તે ભવભ્રમણ કર્યા કરે છે. કથાનુયોગની સિંહની વાર્તા આ શ્લોકમાં આગળ એમ જણાવાયું છે કે વનરાજ સિંહ ફાળ ભરવા માટે બે પગ ભેગા કરીને શિકાર કરવા માટે તત્પર થઈ ચૂક્યો હોય અને શિકારનું મૃત્યુ પણ નિશ્ચિત થઈ ચૂક્યું હોય તેવી મૃત્યુની અંતિમ ક્ષણે પણ તે વ્યક્તિ જો For Privata aygonal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ આપનો આશ્રિત કે ભક્ત હોય તો તે વનરાજ તેને હણી શકતો નથી. આમ, અહીં એ સ્પષ્ટ અભિપ્રેત છે કે પ્રભુના સેવકને વનરાજ સિંહ હણી શકતો નથી. તેશિકાર ઉપર દયા કરી પોતાના મારણને છોડી દે છે એમ નથી પરંતુ પરમાત્માના ભક્તને અત્યંત ક્રૂર, હિંસક, ચતુર અને તાકાતવાન સિંહ જેવો સિંહ પણ હણી શકતો જ નથી. એમ સ્પષ્ટપણે કહી શકાય કે પરમાત્માના સેવકને હણવા માટે વનરાજ સિંહ સર્વથા અસમર્થ છે. શ્રી ભક્તામર સ્તોત્રની મહિમાવંતી કથાઓ પૈકી એક કથામાં એમ આવે છે કે વિદેશ જવા નીકળેલા મુસાફરો અને શેઠ વનમાંથી પસાર થતા હતા ત્યારે તેમનો શિકાર કરવા આવેલા સિંહની સામે શેઠે જ્યારે શ્રી ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું ત્યારે સિંહ પરવશ થઈ તેમને આધીન થયો, તેમના ચરણોમાં ગજમુક્તાની ભેટ ધરી અને શેઠે તેને પ્રતિબોધ આપતાં જાતિસ્મરણજ્ઞાન થતાં તે વનરાજે શેષ જીવન અહિંસક રીતે વિતાવવાની પ્રતિજ્ઞા લીધી. દ્રવ્ય દૃષ્ટિ થતાં મિથ્યાત્વ છૂટે આ શ્લોકના ઉતરાર્ધની પંક્તિઓ એમ સ્પષ્ટ જણાવે છે કે જેઓ પરમાત્માનો આશ્રય લે છે, તેમની ભક્તિ કરે છે અને તેમને સમર્પિત થાય છે તેમને મિથ્યાત્વરૂપી સિંહ કદી હણી શક્તો નથી, અને મિથ્યાત્વરૂપી સિંહ તેમને હણવા માટે અસમર્થ થાય છે એટલે તેઓ જન્મ-મરણના બંધનથી મુક્ત થાય છે, આમ, જેને જન્મ-મરણના બંધનથીમુક્ત થવું હોય તેણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. પરમાત્માના આશ્રિત થવું જોઈએ. પરમાત્માને સમર્પિત થવું જોઈએ. પરમાત્માની ભક્તિ કોને કહેવી ? પરમાત્મા તરફ સમર્પણ ક્યારે થયું કહેવાય? પરમાત્માના ચરણમાં ક્યારે આશ્રય મળે? તેનો જવાબ એ છે કે પરમાત્માની બાહ્ય આવ્યેતર ભક્તિ થાય. પરમાત્માના ગુણોની ભક્તિ થાય ત્યારે આ થઈ શકે. એ ક્યારે થાય? એ તો ત્યારે જ થાય કે જ્યારે પોતાના અંતરઆત્મામાં નિઃશંક શ્રદ્ધા જે પરમ દુર્લભ છે તે પ્રગટે ત્યારે જ થાય અને ત્યારે જ જીવને પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય, જીવમાં તે શ્રદ્ધા પ્રગટે કે જેમાં પરમાત્માના પરમચૈતન્ય, સર્વજ્ઞતા, વીતરાગતા અને અનંતાગુણોમાં અને પોતાનામાં પણ તે જ પરમ ચૈતન્ય, સર્વજ્ઞતા, વીતરાગતા અને અનંતાગુણો રહેલા છે. તેની પરમ શુદ્ધ, અવિચળ, નિશંક અને મેરુ જેવી અડોલ શ્રદ્ધા થાય. ગજરાજના કુંભસ્થળમાં રહેલા ગજમુક્તાની જેમ પોતાના શુદ્ધ સ્વભાવની, સમ્યક્તની, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી અનંતાગુણોની પરમ દુર્લભ સત્ય શ્રદ્ધા થતાં મિથ્યાત્વરૂપી સિંહદુમ દબાવીને ભાગે છે, આમ, આ શ્લોકમાં ઘણો અર્થગંભીર અને રહસ્યપૂર્ણ બોધ અપાયો છે. For Pri(983)sonal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૬ कल्पान्तकालपवनोद्धतवह्निकल्पं, दावानलं ज्वलितमुज्ज्वलमुत्फुलिङ्गम् । विश्वं जिधत्सुमिव संमुखमापतन्तं, त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ।।३६।। ભાવાર્થ : ' હે ભગવાન! તમારા નામરૂપી કીર્તનજળ પ્રલયકાળના વાયુથી ઉદ્ધત થયેલા અગ્નિના જેવા જાજ્વલ્યમાન, ઊંચી ઉડતી જ્વાળાવાળા, ચોતરફ તણખા ઉડતા હોય તેવા અને સમગ્ર જગતને ગળી જવાને, બાળી નાખવાને ઇચ્છતા હોય તેવા દાવાનળને પણ શાંત કરી દે છે. અર્થાત્ હે પ્રભુ! તમારું નામ ગ્રહણ કરવાથી અગ્નિના ઉપદ્રવો શાંત થઈ જાય છે. ઉદા પ્રભુનું કીર્તન દાવાનળને શાંત કરે છે શ્રી ભક્તામર સ્તોત્રના ૩૬માં શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે હે પ્રભુ આપનું નામરૂપી કીર્તન જળ ખરેખર ખૂબ જ ચમત્કારી છે. કારણ કે મહાભયંકર પ્રલયકાળ આવ્યો હોય અને આવા સમયે અગ્નિની જ્વાળાઓ ચોતરફ ફ્લાઈ હોય ત્યારે પ્રલયકાળના વાયુ સાથે અગ્નિનું જ તાંડવ રચાય છે. તેના જે તણખા ઉડતા હોય તે જાણે સમસ્ત જગતને બાળી નાખવા માટે તત્પર હોય તેવી પરિસ્થિતિમાં તેના દાવાનળની કટોકટીવાળા સમયમાં પણ હે પ્રભુ તમારું નામ ગ્રહણ કરવાથી આવું મહાભયંકર તાંડવ પણ શાંત થઈ જાય છે. દાવાનળ એટલે કામાગ્નિરૂપી દાવાનળા આ શ્લોક ઘણો અર્થગંભીર અને રહસ્યપૂર્ણ છે. બાહ્યદષ્ટિએ તો પરમાત્માનું નામ સ્મરણ તે એવું ચાલે છે કે જે ગમે તેવા દાવાનળને શાંત કરી શકે છે તેમ અહીં જણાવ્યું છે. આ શ્લોકમાં દાવાનળનો જે અર્થ અભિપ્રેત થાય છે; તે જીવની વિકાસ યાત્રામાં તેને અવરોધતી પ્રગતિ સાથે સૂચક છે. જીવ નિગોદમાંથી જન્મ્યો ત્યારથી આજ પર્યન્ત ચારે ગતિમાં તેની એ કેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીનું જેજે શરીર ધારણ કર્યું તે શરીર સાથે તેને સ્પર્શ સુખનો અનુભવ અવશ્ય થયેલો છે. આ રીતે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવને જો કોઈ એક For Private & Peponal Use Only (૧૪૪) Page #160 -------------------------------------------------------------------------- ________________ સુખ દરેક ઈન્દ્રિયવાળા શરીર વખતે મળ્યું હોય તો તે વિષય સુખ છે. વિષયવાસનાનાં સુખમાં જે સુખ માનીને ચાલ્યા છે તેવા દરેક જીવને અંતે તો દાવાનળ સમાન જણાય છે. એટલે અહિંયા કહેવાયું છે કે હે પરમાત્મા આપના નામ અને જળરૂપે કીર્તનરૂપે જળને ગ્રહણ કરીને કામાગ્નિરૂપી દાવાનળ ઉપર છાંટવામાં આવે તો તે શાંત થઈ જાય છે. જીવની હાલત કેવી છે? આ જીવ સંસારના પરિભ્રમણમાં વારંવાર ભવભ્રમણ કરતો રહેશે તેમાં તેની કામવાસના અને કામના સેવન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ બાબતને વિગતવાર જોઈએ તે પહેલાં એક કવિની પંક્તિને આલોકીયે : “હંસા માનસના વસનાર, ચારો મુક્તિનો ચરનાર, માતામાની પરની નાર કાયા કંચનની કરીએ.” | વિષયવાસના ઉપર જે વિજય મેળવે છે તે રાજા ઉપર વિજય મેળવે છે અને તેનો વિજય ચક્રવર્તી થાય છે. હવે આ વિગતને સૂક્ષ્મતાથી અવલોકીયે તો જીવનો સામાન્ય અનુભવ એ છે કે તે કામ અને કામનાઓથી કદાપિ મુક્ત થઈ શક્યો નથી. કામ એટલે વિષયવાસના અને કામનાઓ એટલે ઇચ્છાઓ. એક ઇચ્છા પૂરી થઈ બીજી ઇચ્છા જાગેછે બીજી પૂરી થતા ત્રીજી ઇચ્છા જાગે છે અને આમ તૃષ્ણાનું વિષવર્તુળ અનંત પ્રકારે ચાલ્યા કરે છે. તેનો અંત આવતો નથી અને જીવનનો અંત આવી જાય છે. અને આજ રીતે વિષય વાસનાનું પણ સમજવું, એટલે જ્યાં સુધી જીવ બર્ણિમુખ રહે, સંસારના પદાર્થોમાં સુખ માને અને કંચન અને કામિની તરફની તેની લોલુપતામાં કાંઈપણ ઘટાડો ન થાય ત્યાં સુધી તે આ કામાગ્નિ રૂપી દાવાનળમાં બળ્યા કરે છે અને આ કામરૂપી દાવાનળથી બહાર આવવા માટે પ્રભુનું કીર્તનરૂપ જળ તે જ એકમાત્ર ઉપાય છે. કામ અને કામનાઓ વિશે યથાર્થ સમજ જરૂરી છે. અહીં પ્રશ્ન એ થાય છે કે ઘણા લોકો ઘણી વખત પ્રભુનું નામ લે છે અને છતાં પણ તેમની તૃષ્ણાનો અંત આવતો નથી. ઘણા સાધકો આજીવન બ્રહ્મચર્ય પાળે છે અને છતાં પણ કામાગ્નિનો સર્વથા અભાવ થતો નથી તેવું તેઓ અંતરથી જાણે છે અને છતાં પ્રભુનું કીર્તન એ જ સચોટ ઉપાય છે. એમ સંતો પોકારીપોકારીને કહે છે. આનું રહસ્ય શું? શું સંતો સાચા છે કે સંસારી અને સાધકોનો અનુભવ સાચો છે? આનો જવાબ સ્પષ્ટ છે જ્યાં સુધી કામ અને કામનાઓ વિષે પૂરેપૂરી સત્ય સમજ કેળવી તેનો યથાર્થતા કે અયથાર્થતાનો સાચો નિર્ણય ન For Pri(axu)rsonal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યાં સુધી પ્રભુનું કીર્તન રામબાણ ઔષધ હોવા છતાં સફળ થતું નથી. જીવના અંતરમાં સદ્દભાવ કોઈપણ કામના તરફનો રહ્યો હોય, કોઈપણ ઇચ્છા તરફ સદ્દભાવ રહ્યો હોય તો ઇચ્છા તરફનો અભાવ છે તેના માટે પ્રભુનું સ્મરણ સફળ થવામાં બાધક પરિબળ તરીકે કામ કરે છે. ઇચ્છાઓ ક્યાંથી જન્મે છે અને કામ શું છે તેની જેમ જેમ સૂક્ષ્મ વિચારણા પ્રગટે તેમ તેમ તેના સાચા સ્વરૂપ વિષેની સમજ કેળવાતી જાય. કામ અને કામના વિશે વિશેષ વિચારણા કામ પોતે અધોગમનના સ્વરૂપમાં હોય ત્યારે જીવ વિષય વાસનારૂપે તેને અનુભવે છે અને તે જ કામ જ્યારે ઉર્ધ્વ સ્વરૂપમાં પરિણમે છે ત્યારે તે બ્રહ્મનો અનુભવ કરાવે છે. આત્માનંદનો અનુભવ કરાવે છે, જેવી રીતે બહુ મૂલ્યવાન કીમતી હીરા પાસે તેના જેવા જ ચમકતા કાચના ટુકડાની કોઈ કિંમત નથી તેવી રીતે જેને બ્રહ્માનંદ અથવા આત્માનંદનો અનુભવ કર્યો હોય તેને કામાગ્નિ બાળી શકતો નથી. આ શ્લોકમાં ગર્ભિત રીતે આ વાત જણાવવામાં આવેલી છે, પરંતુ તે ઉપર જેને સૂક્ષ્મતાપૂર્વક રુચિ પ્રગટે તેને તેનું રહસ્યદર્શન થઈ શકે. નિસ્તેજ ચહેરા સાથે ફરતા બ્રહ્મચારી સાધકો અને ત્યાગીઓ શા માટે પ્રભુના નામરૂપી જળનો છંટકાવ કરી કામરૂપી દાવાનળને શાંત નથી કરી શક્યા તેનું રહસ્ય હવે સમજાયું હશે. જ્યાં સુધી પરમશુદ્ધ ચૈતન્ય પરમાત્મા ઉપર યથાર્થ રુચિ અને પ્રીતિ જાગે નહીં ત્યાં સુધી કામ અને કામના જીવને પરાસ્ત કરતા રહે છે, તેને હરાવે છે, તેને મૂંઝવે છે, તેને પછાડે છે. જીવ કામ અને કામનાને નાથવા માટે લાખ કોશિશ કરે, હજારો પ્રતિજ્ઞાઓ કરે અને તેના દમન માટે ગમે તેટલી યુક્તિ પ્રયુક્તિ કરે તો પણ તે સફળ થઈ શકતા નથી, અને એટલા માટે જ આ શ્લોકમાં જે અગ્નિ અને જે દાવાનળની વાત કરી છે, જે પ્રલયકાળના પવનની વાત કરી છે અને તેના ઊડતા તણખા દ્વારા જે સર્વનાશની વાત કરી છે તે એક રીતે યથાર્થ છે, પરંતુ તેમાં અભય વચન આપતા હોય તે રીતે આ તેત્રના રચનાકાર આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી જણાવે છે કે જેના હૃદયમાં પરમાત્મા તથા પરમાત્માના ગુણો તથા પરમાત્માએ ચિંધેલા માર્ગ તથા સાચી રુચિ અને પ્રીતિ જાગી છે તે પરમાત્માનું નામ અને પરમાત્માનું ભજન યથાર્થ રીતે કરી શકે છે અને તેના કરેલા સાચા ભક્તિભાવવાળા કીર્તનરૂપી જળનો જ્યાંછંટકાવ કરે છે ત્યાં કામાગ્નિરૂપી કામનારૂપે સમસ્ત દાવાનળ સદા સર્વદા માટે શાંત થઈ જાય છે. આમ આ શ્લોક દ્વારા કવિશ્રીએ ભક્તિમાર્ગનું ગૂઢ રહસ્ય જણાવ્યું છે. (૧૬) Page #162 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૭ रक्तक्षणं समदकोकिलकण्ठनीलं, क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशड्क - स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥३७॥ ભાવાર્થ : હે પ્રભુ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની મંત્ર રહેલા હોય તે પુરુપ રક્તનેત્રવાળા મદોન્મત કોયલના કંઠ જેવા કાળા, ક્રોધથી છંછેડાયેલા, ઊંચી ફેણવાળા અને સન્મુખ દોડી આવતા એવા સર્પને પણ શંકા વગર પોતાના બે પગ વડે ઉલ્લંઘે છે. અર્થાતુ હૃદયમાં આપનું ધ્યાન ધરનારને ભયંકર સર્પ કશું કરી શકતા નથી. તે ૩૭ || આપનો ભક્ત મહાભયંકર નાગથી પણ ડરતો નથી. શ્રી ભક્તામર સ્તોત્રના સાડત્રીસમાં શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે હે પ્રભુ! જેના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની મંત્રો હોય તેને ગમે તેવો વિષધર ઝેરી નાગ પણ કંઈ કરી શકતો નથી. આ નાગના વર્ણનરૂપે એમ જણાવાયું છે કે ક્રોધથી છંછેડાયેલો, ઊંચી ફણાવાળો અને મદોન્મત્ત કોયલના કંઠ જેવો કાળો, લાલ આંખોવાળો નાગ સન્મુખ દોડી આવતો હોય તો તેવા નાગથી લેશમાત્ર ભયભીત થયા વિના, કોઈપણ જાતની શંકા વિના સામાન્ય રીતે પસાર થતો હોય તે રીતે આવા નાગને ઓળંગીને એવી વ્યક્તિ જ પસાર થઈ શકે છે જે હૃદયમાં આપનું ધ્યાન ધરે છે અને એ રીતે ધ્યાન ધરવાના કારણે જાણે કે તેણે નાગદમની મંત્ર સિદ્ધ કર્યો હોય તે રીતે તે નાગને ઓળંગી જાય છે. ક્રોધ કષાય - ચંડકૌશિકનું દ્રષ્ટાંત આ શ્લોક પણ છત્રીસમા શ્લોકની જેમ અર્થગંભીર રહસ્યનો સૂચક છે. અહીં જે નાગનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં તેને ક્રોધથી છંછેડાયેલો અને રક્તનેત્રવાળો કહ્યો છે. આમ, નાગ સ્વયં ક્રોધનું પ્રતીક છે. ક્રોધ એ એવો કષાય છે કે જેને ઋષિમુનિઓ પણ પરાસ્ત કરવામાં વિષમ પ્રસંગે હારી જતા હોય તેવા કથાનુયોગમાં દષ્ટાંતો જોવા મળે છે. અહીં, નાગ સ્વયં ક્રોધનું પ્રતીક For Pr(989) sonal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ છે, અને ક્રોધ જ્યારે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય ત્યારે નાગ હોય કે મનુષ્ય હોય નેત્રોમાં લોહી ધસી આવે છે અને રક્તવર્ણા નેત્રો થાય છે. ક્ષમાને શ્વેત રંગની ઉપમા આપીએ તો ક્રોધને કોયલના કંઠ જેવો કાળો કહેવો પડે, અને ક્રોધ હંમેશા નાગની જેમ કોઈપણ વ્યક્તિની સન્મુખ તેના પૂરા બળ સાથે ધસી જતો હોય છે. કર્મફળના સિદ્ધાંતમાં ક્રોધના ફળ અને પરિણામ કેવા ભોગવવા પડે તેના સંદર્ભમાં એમ કહેવાયું છે કે, “કડવાં ફળ છે ક્રોધના” આમ, ક્રોધ આત્માની વિભાવ અવસ્થાનો કષાય છે. ચારે ગતિમાં ભ્રમણ કરતો જીવ સર્પાદિકની ગતિમાં જઈને આવ્યો હોય અને તે સંસ્કારો દઢપણે આગળ-આગળ નવા જન્મમાં સંગ્રહાયા હોય તો મનુષ્યના ભવમાં તેને ક્રોધ કષાય વિશેષ જોવામાં આવે છે. કથાનુયોગમાં વૈરાગ્નિમાં અને ક્રોધાગ્નિમાં બળતા ચંડકૌશિક નાગને બુઝ - બુઝ” ના ઉપદેશ દ્વારા ભગવાન મહાવીર સ્વામીએ શાંત પાડેલ. શ્રી વીર પ્રભુના ભક્ત એક જ શબ્દથી અને તેમના નેત્રોમાંથી વહી રહેલી અખંડ પ્રેમ અને કરુણાએ ચંડકૌશિક જેવા નાગની વેરની આગને ઠારી દીધી. અને આટલા અલ્પબોધ આવો નાગ જે પામી ગયો અને તેણે જે પ્રાપ્ત કર્યું તે ખરેખર અદ્ભુત છે. ક્રોધનું વિજ્ઞાન આપણે અહીં ક્રોધ વિષે જરા શાંતિથી વિચારીએ. જગતના જીવોને એમ લાગે છે કે રોજ-બ-રોજનો અનુભવ હોવાથી ક્રોધ જાણે કે પોતાનો સ્વભાવ છે! આ ક્રોધનું થોડું ધીરજથી અવલોકન કરીએ તો ખ્યાલ આવશે કે વ્યક્તિનો અહંકાર છંછેડાય કે તરત જ ક્રોધ ભભૂકી ઊઠે છે. તેની માત્રા વ્યક્તિએ-વ્યક્તિએ જુદી હોય છે. પહેલાં માણસ ક્રોધ કરે છે, પછી પસ્તાય છે. પછી તેનું મન તેને એમ ઠસાવે છે કે તું ખરેખર સારો માણસ છે. ક્રોધ બુરી ચીજ છે. પરંતુ ક્રોધ કરીને તેને તેનો અફસોસ થયોછે માટે તું સારો છે. આ રીતે છેતરપિંડીવાળું મન હંમેશા એમ ઠસાવે છે કે જે ક્રોધ કરે છે અને પછી પસ્તાવો કરે છે તે સજ્જન છે. આમ, જે મન ચોર છે, તે સજ્જનતાનો ઇલકાબ આપે છે. તેથી વ્યક્તિ હંમેશા ક્રોધ કરે છે. હંમેશા અફસોસ કરે છે. અને અફસોસ કરીને પોતાને સજ્જન માનીને ક્રોધનું પુનરાવર્તન ચાલુ રાખે છે. આ રીતે છેતરપિંડી કરતું મન ક્રોધરૂપી કષાયને નિરંતર પંપાળ્યા કરે છે. તેથી ક્રોધને કષાય તરીકે નહીં પણ સ્વાનુભવના બળ ઉપર જીવ સ્વભાવ તરીકે સ્વીકારીને ચાલે છે. આમ, ક્રોધ એક એવો કષાય છે કે જે જન્મ મરણના ચક્કર ને હંમેશા વધારે છે. એ હંમેશા યાદ રાખવા જેવું છે કે મફતમાં કોઈ ગાળ પણ દેવા આવતું નથી. આપણો અહંકાર છંછેડાતા For Priv(982)onal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં આપણે બીજાના અહંકારને જે રીતે છંછેડ્યો હતો તેનું બદલારૂપે થતું વર્તમાનમાં પુનરાવર્તન છે. ખોટી અને સાચી ભક્તિનું વિશ્લેષણ આ શ્લોકમાં પ્રારંભમાં જ એમ જણાવ્યું છે કે હે પ્રભુ! આપના નામને જે હૃદયમાં ધારણ કરે છે. તેણે હૃદયમાં નાગદમની મંત્ર ધારણ કર્યો હોય તેવી તેની સ્થિતિ છે. તાત્પર્ય એ છે કે નાગદમની મંત્ર દ્વારા નાગ વશ થાય છે. તેવી રીતે પરમાત્માને હૃદયમાં ધારણ કરવાથી ક્રોધનો સર્વથા અભાવ થાય છે. અહીં પ્રશ્ન એ થાય કે પરમાત્માનું નામ લેનારા પરમાત્માના નામનો જપ કરનારા, પરમાત્માની માળા ફેરવનારા અને પરમાત્માની પૂજા કરનારા અસંખ્ય લોકો એકી અવાજે એમ પૂછી શકે તેમ છે કે અમે આટલું-આટલું કરીએ છીએ; છતાં અમારા હૃદયમાંથી ક્રોધનો સર્વથા અભાવ કેમ થયો નથી? આ લોકોની વાત પણ સાચી છે. પણ જો જીવ વિચાર કરે કે પ્રભુ પ્રત્યે મારા પ્રેમનું ઊંડાણ કંચન અને કામિની પ્રત્યેના પ્રેમના ઊંડાણ જેટલું છે? ઉપલક દૃષ્ટિએ પરમાત્માને પરંતુ હૃદયમાં કંચન અને કામિની તરફ મોહ રાખી માત્ર હોઠ ફફડાવી ને કરોડો જાપ કરે તો શું ક્રોધનો અભાવ થઈ શકે? આ શ્લોકમાં પરમાત્માને - પ્રભુના નામ અને હૃદયમાં ધારણ કરવાની જે વાત કરી છે તે આ અર્થમાં મૂલવી શકાય કે, એ વ્યક્તિના હૃદયમાં પરમાત્મા તરફ એવી ભક્તિ જાગે કે જ્યારે તે એમ કહી શકે કે, “હૃદયના સર્વે ધબકારે તમારું નામ ગુંજે છે.” અહીં નામના ગુંજનનો અર્થ કેવળ ભગવાનના નામનો નથી પરંતુ પરમાત્માના ગુણોનું હૃદયમાં ગુંજન થાય તે છે. તેવા ગુણો તરફ ભક્તિ થાય છે, તેવા ગુણો તરફ સમર્પણ થાય છે. આમ, આ રીતે પરમાત્મા તરફ જે ભક્તિવંત અને સમર્પિત છે, જેનાં હૃદયના સર્વ ધબકારે પ્રભુનું નામ ગુંજે છે તેવા ભક્તની સામે ક્રોધરૂપી એક નહીં પણ અનેક નાગના ટોળા ચાલ્યા આવતા હોય તો પણ તેના હૃદયમાં શાશ્વત શાંતિ પ્રવર્તે છે. અને તેના પ્રત્યેક વર્તનમાં તે ક્ષમાના સાગરની જેમ વર્તે છે. આમ, આ શ્લોક પણ ઉત્તમ બોધને આપનાર છે. For Priyate & Personal Use Only (૧૪૯) Page #165 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૮ वल्गत्तुरङ्गजगजितभीमनादमाजौ बलं बलवतामपि भूपतीनाम् ।। उद्यद्दिवाकरमयूखशिखापविद्धं, त्वत्कीर्तनात्तम इवाशु भिदामुपैति ।।३८।। ભાવાર્થ : હે ભગવાન! તમારું નામ સ્મરણ કરવાથી જે યુદ્ધમાં યુદ્ધ કરતા ઘોડાઓ, હાથીઓના ગર્જારવ તથા મારો-મારોના યુદ્ધનાદો થતા હોય એવું બળવાન રાજાઓનું સૈન્ય ઉદય પામતા સૂર્યના કિરણોના અગ્રભાગ વડે વિધાયેલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે. અર્થાત્ યુદ્ધમાં તમારું નામ સ્મરણ કરે તો શત્રુનું સૈન્ય પાછું હઠી જાય છે. ૩૮. નામસ્મરણનો મહિમા શ્રી ભક્તામર સ્ત્રોતના આડત્રીસમા શ્લોકમાં પણ અગાઉના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે પરમાત્માના નામ સ્મરણની ભૂરિ-ભૂરિ અનુમોદના કરવામાં આવી છે. આપણે છત્રીસમા શ્લોકમાં એ જોયું કે પરમાત્માનું નામ સ્મરણ ગમે તેવી કામના અને કામાગ્નિની જ્વાળાને શાંત કરી દે છે. સાડત્રીસમા શ્લોકમાં એ જોયું કે પરમાત્માનું નામ સ્મરણ ગમે તેવા ફૂંફાડા મારતા ક્રોધરૂપી નાગને વશ કરી લે છે. હવે આડત્રીસમા શ્લોકમાં એમ જણાવે છે કે રણમેદાન ઉપર મહાભયંકર યુદ્ધ ચાલી રહ્યું હોય, અસંખ્ય હાથીઓ અને ઘોડાઓ હણહણી રહ્યા હોય અને મારો-કાપો ના યુદ્ધનાદ થઈ રહ્યા હોય તેવા ભીષણ સંગ્રામ વખતે પણ જો આપના નામનું સ્મરણ કરવામાં આવે તો શત્રુનું સૈન્ય પાછું હઠી જાય છે. આગળ વધીને એમ પણ કહી શકાય કે આપનું નામ સ્મરણ પૂર્વ ક્ષિતિજમાં ઉદય પામતા સૂર્ય જેવું છે, જે રાત્રિના અંધકારરૂપી સૈન્યને ઊભી પૂંછડીએ નસાડી મૂકે છે. પ્રભુની દેશના વખતે પ્રાણીઓ એકબીજાના વેરને કેવા ભૂલે છે! શ્રી ભક્તામર સ્ત્રોતનો એકે-એક શ્લોક અર્થગંભીર અને રહસ્યપૂર્ણ છે. આખા સ્ત્રોતમાંથી ગમે તે શ્લોકને પસંદ કરવામાં આવે અને તેના ગૂઢ For Privél 240)onal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ રહસ્યને આત્મસાત્ કરવામાં આવે તો આ મહાપ્રભાવક સ્ત્રોતનો કોઈપણ શ્લોક જીવને શિવ બનાવી શકે તેમ છે. આત્માને પરમાત્મા બનાવી શકે તેમ છે અને જન્મ મરણને ટાળી ભવભ્રમણને અટકાવી શકે તેમ છે. આપણે આગળના શ્લોકોમાં એ જોયું છે કે સમવસરણમાં પ્રભુ દેશના આપે છે ત્યારે ચારગતિના જીવો પોતાના જાતિવેરને ભૂલીને પ્રભુની દેશના સાંભળે છે. અને પોતપોતાની રુચિ અને પુરુષાર્થ પ્રમાણે તે બોધને ગ્રહણ કરે છે. આ દેશના વખતે એક જ સમયે એક જ સ્થળે ઉંદર-બિલાડી, વાઘ-બકરી, સાપ-નોળિયો આવા યુગ યુગના પરસ્પરના વેરીજીવ પોતાની પ્રકૃતિને તે સમય પૂરતી ભૂલીને, વિસ્મૃત કરીને, બાજુ ઉપર મૂકીને, પ્રભુની દેશના ભાવપૂર્વક સાંભળે છે. જીવનના સંગ્રામમાં આ ચારે ગતિના જીવોમાં પરસ્પર શત્રુ હોવાછતાં પરમાત્માની પરમ વીતરાગતા, સર્વજ્ઞતા, પરમાત્માના અનંતાગુણો અને અષ્ટ-પ્રાતિહાર્યયુક્ત અતિશયોવાળો પુણ્યપ્રભાવ, આ બધાને કારણે તે જીવો સમવસરણમાં શાંત થઈને એકચિત્તે પરમાત્માની દેશના સાંભળે છે. આજના પડતા કાળમાં જીવની સ્થિતિ! વર્તમાન ચોવીસીના તમામ તીર્થકરોની દેશના સમવસરણમાં આ રીતે જીવોએ સાંભળી છે. આ કાળના જીવો હાલ હુંડાવસર્પિણી કાળમાંથી પસાર થઈ રહ્યા છે. જૂના સમયમાં આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે રાજાઓ વચ્ચે યુદ્ધ ખેલાતા હતા. આ કાળમાં દરેકે દરેક જીવ જીવનસંગ્રામ ખેલી રહ્યો છે. તે કાળમાં યુદ્ધમાં હાથી-ઘોડાના નાદ અને મારો-કાપોની ગર્જના હતી. તો આ કાળમાં જીવ પોતાની જાત સાથે ભીષણ સંગ્રામ ખેલી રહ્યો હોય તેમ જણાય છે. તે હળુકર્મી જીવોની સરખામણીમાં આ કળયુગનો જીવ જીવન સંગ્રામમાં ભારે યાતના અને વેદના ભોગવી રહ્યો છે. તેની વાત જરા વિગતથી વિચારીએ તો એમ જણાશે કે પરમાત્માની દેશના વખતે ચારગતિના પ્રાણીઓ જાતિવેરને ભૂલીને સમવસરણમાં આવતા હતા. પડતો કાળ હોવાથી વર્તમાનમાં ગમે તે ધર્મના, ગમે તે સંપ્રદાયના મહાત્માની સભામાં હજારોની સંખ્યામાં માનવમેદની ઊમટતી હોય તોપણ તે જીવો પોતાના રાગ-દ્વેષ અને અજ્ઞાનને અકબંધ રાખીને સભામાં આવે છે. અને પ્રવચનો અને વ્યાખ્યાનો સાંભળે છે. પ્રવચનમાં એક જ ધર્મ કે સંપ્રદાયના લોકો પ્રવચન સાંભળવા સામાન્યતઃ એકઠા થાય છે. પરંતુ તેમના પારસ્પરિક વેર-દ્વેષ, રાગ અને અજ્ઞાન પોતાનાં જ સગાં-વહાલાં તરફ ગજબ રીતે ગુંથાયેલા હોય છે. પ્રવચન કે વ્યાખ્યાન સાંભળતો જીવ, દોષ દષ્ટિને કારણે પોતે કદી પણ સત્યને સ્વીકારી શકતો નથી. ભરપૂર આત્મવંચના (૧૧) Page #167 -------------------------------------------------------------------------- ________________ કરે છે. પોતાની જાતને નિર્દોષ માને છે. અને સામેવાળાના દોષને મોટા કરી જગતની સામે પણ પોતાની સજ્જનતા પ્રસ્થાપિત કરવા મથે છે. સાચા નામસ્મરણ દ્વારા ચમત્કાર આજે પણ બને છે. આ કાળમાં ધર્માત્માને સાંભળવા જીવો ઘણું કરીને પોતાની લોકેષણા, અહંભાવ અને પ્રતિષ્ઠાને પોષવા માટે જાય છે. અથવા ગતાનુગતિક્તાથી પણ જતા હોય છે. આમ, આ કાળમાં જીવનસંગ્રામ ઘરમાં જ ખેલાતો હોય છે. આવડા મોટા વિશ્વમાં દરેકનો પોતાનો સંસાર બસો-ચારસો વ્યક્તિઓમાં સીમિત છે. તેમાં પણ રાગ-દ્વેષ પાંચ-પચ્ચીસ વ્યક્તિથી વધારે વ્યક્તિ સાથે નથી. છતાં આ રાગ-દ્વેષ એવો જોરદાર રીતે ચાલે છે કે નવા કર્મબંધનની શૃંખલા રચાતી જ જાય છે. આ સંદર્ભમાં કવિ કહે છે કે જીવન સંગ્રામમાં રાગ-દ્વેષરૂપી મારોકાપોના નાદ ચાલતા હોય. અઢાર કષાયોરૂપી અઢાર અક્ષૌહિણી સેના સામે ઊભી હોય અને તેવા કપરાકાળમાં પણ જે જીવ સાચા અંતઃકરણથી પરમાત્માને ભજે છે. પરમાત્માની ભક્તિમાં લીન થાય છે. પોતાનું સર્વસ્વ પરમાત્માના ચરણે ધરે છે. બસ, આટલું જ કરે છે ત્યાં તો અનંતકાળથી કદાપિ ના જોયો હોય તેવો ચમત્કાર સર્જાય છે. આત્મસાક્ષાત્કાર થાય છે. સમ્યગદર્શન થાય છે. આત્માના અનંતાગુણો અને અનંતશક્તિનો પરિચય થાય છે. પોતાની સ્વાધીન દશાનું ભાન થાય છે. અને નિદ્રામાંથી આળસ મરડીને માણસ બેઠો થાય તો રાત્રિના સ્વપ્રનું જેમ અસ્તિત્વ નથી રહેતું તેવી રીતે જીવન સંગ્રામ પણ રહેતો નથી. રાગ-દ્વેષના મારો-કાપોનો નાદ પણ રહેતો નથી. અને પોતાના શુદ્ધ સ્વરૂપનું વદન જેટલા અંશે પોતાનો પુરુષાર્થ ઉછા હોય તેટલાં અંશે અનુભવમાં આવે છે. આમ, આડત્રીસમા શ્લોકમાં પણ ઘણો રહસ્યપૂર્ણ બંધ આપવામાં આવ્યો છે. (૧પર) Page #168 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૯ कुंताग्रभिन्नगजशोणितवारिवाह - वेगावतारतरणातुरयोधभीमे । युद्धे जयं विजितदुर्जयजेयपक्षा - स्त्वत्पादपंकजवनायिणो लभन्ते ॥३९।। ભાવાર્થ : હે પ્રભુ!તમારા ચરણ કમળનો આશ્રય કરનાર મનુષ્યો ભાલાના અગ્રભાગથી ભેદાયેલા હાથીઓના રૂધિરરૂપી જળપ્રવાહને વિષે વેગથી પ્રવેશ કરી તેને પાર કરવા માટે વ્યાકુળ થયેલા વીરો વડે ભયંકર દેખાતા યુદ્ધને વિષે દુર્જય શત્રુઓનો પરાભવ કરી વિજય પામે છે. ૩લા અહંકારરૂપી ગજરાજને પ્રભુનું નામસ્મરણ જ હણી શકે. શ્રી ભક્તામર સ્ત્રોતના ઓગણચાલીસમાં શ્લોકમાં પણ રણસંગ્રામની વાત જણાવી છે. જેમાં મનુષ્યોના ભાલાના ઉગ્ર પ્રહાર વડે ગંડસ્થળ ભેદાતાં હાથીઓના ચીત્કાર અને તે સાથે વહેતી લોહીની નદીઓ અને તેના પ્રવાહની વાત કરી છે. રણ સંગ્રામના વીરો વડે જે ભયંકર યુદ્ધ ખેલાય છે તેમાં દુર્જય શત્રુઓનો પરાજય કરીને વિજય ફક્ત તે લોક જ પામે છે. જેમણે પ્રભુના ચરણ કમલનો આશ્રય લીધો હોય. આમ, અહીં પણ એમ કહેવાયું છે કે પ્રભુના ચરણનો આશ્રય લેનાર દુર્જય શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે. પ્રથમ દષ્ટિએ તો આ શ્લોક આડત્રીસમા શ્લોક સમાન જણાય છે. અને ખરેખર તેમાં સમાનતા પણ છે. પરંતુ અહીં આશયની ભિન્નતા છે અને તેથી રહસ્ય પણ ભિન્ન છે. અહંકારનું સૂક્ષ્મ વિજ્ઞાન અહીં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે આ રણ સંગ્રામમાં વીરો ભાલાના અગ્રભાગ વડે હાથીઓના ગંડસ્થળને ભેદી નાખે છે. તેથી પર્વત જેવા હાથીઓ ધરાશાયી થતાં લોહીની નદીઓનો પ્રવાહ વેગથી વહેવા લાગે છે. આ વાત એક સૂક્ષ્મ રૂપક તરીકે વિચારવી રહી. પ્રાણીઓમાં હાથી મહાકાય પ્રાણી છે. તે તાકાતવાન પ્રાણી છે. હાથી ગાંડો થાય તો વન-જંગલનો નાશ કરી નાંખે. શહેરમાં હોયતો માલ-મિલ્કત અને મનુષ્ય સહિત નાનાં-મોટાં પ્રાણીઓનો For P(943 jersonal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ નાશ કરી શકે છે. હાથી સ્થૂળકાય હોવા છતાં જાડી બુદ્ધિનો નહીં પણ ચતુર જણાય છે. હાથીના સકંજામાં જો સિંહ ફસાઈ જાય તો સિંહ જેવા સિંહને પણ મોતને ઘાટ ઉતારી દે છે. આવો હાથી મૃત્યુ પામે ત્યારે લોહીની નદીઓ વહે તેમ કહી શકાય. આમ, હાથીનો એક અર્થ ગજરાજ પણ છે. અને ગજ શબ્દનો અર્થ અભિમાન થાય છે. કથાનુયોગ પ્રમાણે બાહુબલીને કેવળજ્ઞાન પ્રગટતા અટક્યું હતું. ત્યારે તેમને એમ કહેવામાં આવે છે કે, “ગજ થકી હેઠા ઉતરો રે....” આત્મજ્ઞાનની અતિ ઉગ્ર સાધનામાં લીન બાહુબલીના કેવળજ્ઞાનને પ્રગટ થતું એ અહંકારે રોકી રાખ્યું હતું. અહંકાર હાથીના જેવો મહાકાય છે. તેના જેવો ચતુર છે. અહંકાર સર્જક પણ છે અને વિનાશક પણ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં ગુણસ્થાનકની શ્રેણીમાં છેલ્લે અહંકાર વિદાય લે છે. હાથી મૃત્યુ પામે ત્યારે જેમ લોહીની નદીઓ વહે છે તેમ અહંકાર મૃત્યુ પામે ત્યારે અજ્ઞાન નાશ પામે છે. હાથીના મૃત્યુ અને લોહીના પ્રવાહ દ્વારા અહંકારના મૃત્યુ અને સર્વ અશુદ્ધિના નાશની વાત સૂચિત થાય છે. પણ આવા અહંકારનો નાશ થાય શી રીતે? સંસારયોગ ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા અને સંબંધોને પકડીને તેના સહારે જીવે છે. તેથી અહંકાર બળવાન બને છે. ત્યાગીઓ, સાધુઓ, સંન્યાસીઓ માતા-પિતાને છોડે છે. ધન-વૈભવને છોડે છે. પરિવારને છોડે છે. પદ-પ્રતિષ્ઠાને છોડે છે. અને આમ બધું છોડવાની કર્તુત્વ બુદ્ધિ અહંકારને પુષ્ટ કરે છે. એક ઘરને છોડીને અનેક ઘર બાંધે છે ભિક્ષા માટે). થોડા સંબંધો છોડીને અસંખ્ય અનુયાયીઓથી સંબંધો બાંધે છે. સંસારના પદ-પ્રતિષ્ઠા છોડીને સાધુપણામાં વિવિધ પદ-પ્રતિષ્ઠા અને નામાભિધાન ધારણ કરે છે. આમ, વ્યક્તિ સજગ ન રહે તો ચતુરાઈપૂર્વક આ ગજરાજ(અભિમાન) સંસારી અને સાધુમાં ભરપૂર માત્રામાં રહે છે. સાધકદશામાં અને આત્મજ્ઞાનની સાધનામાં મોક્ષમાર્ગના પ્રવાસી માટે આ અહંકાર અત્યંત બાધક પરિબળ છે. તેમ છતાં તે વિવિધરૂપે, વિવિધ બહાના હેઠળ, વિવિધ કારણોના આશ્રય નીચે પ્રગટ કે અપ્રગટપણે ધૂળ કે સૂક્ષ્મપણે જીવાત્મા સાથે રહે છે. ભક્તિમાર્ગ અહમ શૂન્યતાનો માર્ગ આ શ્લોક દ્વારા આચાર્ય ભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજી એમ ફરમાવે છે કે અહંકારરૂપી ગજરાજને હણવા માટે ભક્તિરૂપી ભાલો એ અમોઘ શસ્ત્ર છે. અને તે જ એક માત્ર શસ્ત્ર છે કે જે હાથીને હણી શકે. અહંશૂન્ય થવા માટે ભક્તિ સિવાય કોઈ શસ્ત્ર કામયાબ થઈ શકે તેમ નથી. અને આ ભક્તિ એ શૂરવીરની ભક્તિ છે. આ ભક્તિ એટલે ખાંડાની ધાર ઉપર ચાલવું. આ ભક્તિમાં “હું” For Prive(૧૫૪)nal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ નું અસ્તિત્વ જ રહેતું નથી. અહીં ભક્ત “હું તને સમર્પિત છું તેમ નથી કહેતો, કારણકે તેમ કહે તો પણ અહંકાર ઊભો રહે છે. તેથી તેના કથનમાં તો પ્રભુ તું જ સત્ય છે. પ્રભુ તારી આજ્ઞા જ સત્ય છે.” એમ ભાવ રહેલો હોય છે. પ્રભુના ચરણનું આશ્રય કરનાર જીવ હવામાં ઊડતા પીંછા જેવો હોય છે. પીંછાને હવા લઈ જાય ત્યાં જાય છે. પ્રભુનો ભક્ત નદીમાં વહેતાં તણખલાં જેવો હોય છે. તેને પ્રવાહ લઈ જાય ત્યાં જાય છે. અહીં વધુ સૂક્ષ્મ રીતે એમ જ સમજવાનું છે કે જે માર્ગ ઉપર ચાલ્યા તે માર્ગનો આશરો લે છે. અર્થાત મોક્ષ માર્ગ ઉપર પ્રભુના ચરણે જે રીતે ચાલ્યા તે જ રીતે ભક્ત તેના ચરણ દ્વારા ચાલે છે. તેથી એમ પણ ઘટાવી શકાય કે જે આત્માનો આશ્રય લે છે અને એક આત્માને યથાર્થ રીતે ગ્રહણ કરે છે તેનાથી અહંકાર અનાયાસે, સહજપણે, છૂટો પડી જાય છે. વાસ્તવમાં આત્માના ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સાથે અહંકાર કદાપિ હતો જ નહીં. તેનો સ્વાનુભવ પ્રગટ થાય છે. અને સ્વાનુભવના પ્રકાશમાં આત્મા સ્પષ્ટપણે અનુભવે છે કે રાગ-દ્વેષ અજ્ઞાન કે અહંકાર પોતાની સાથે કદાપિ હતા જ નહીં. અર્થાત્ પોતાનો આ અનુભવ, સ્વાનુભવ પોતે પ્રત્યેક યથાર્થથી કેટલો ભિન્ન હતો. તેનું ભાન કરાવે છે. આમ, આ શ્લોક દ્વારા જે પ્રભુના ચરણનો આશ્રય લે છે તે અહંકારરૂપી ગજરાજને હણી અન્ય દુર્જય શત્રુઓનો પણ નાશ કરી વિજય પામે છે. આ તેનો શાશ્વત વિજય હોય છે. આમ, આ શ્લોકમાં પણ આપણને ઉત્તમ બોધની પ્રાપ્તિ થાય For Private Personal Use Only (૧૫) Page #171 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૪૦ अम्भोनिधौ क्षुभितभीषणनक्रचक्र पाठीनपीठभयदोल्वणवाडवाग्नौ । रंगत्तरङ्गशिखरस्थितयानपात्रा स्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ||४०|| ભાવાર્થ : હે ભગવાન! ભયંકર મગરના સમૂહ પાઠીન અને પીઠ જાતિના મત્સ્યો અને ભયંકર દેદીપ્યમાન વડવાનળ સળગે છે, જેમાં આવા સમુદ્રમાં જેમના વહાણો ઉછળતા તરંગોના મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલાં છે, એવા સાંયાત્રિક લોકો તમારું માત્ર સ્મરણ કરવાથી જ ભયરહિત થઈ નિર્વિઘ્નપણે ઇચ્છિત સ્થાને પહોંચે છે. તમારું સ્મરણ કરે તો નિર્વિઘ્ને પાર પહોંચે છે. ॥ ૪૦ ગમે તેવા તોફાનો ભક્તને મંઝિલે પહોંચતા રોકી નથી શકતા. શ્રી ભક્તામર સ્ત્રોતના ચાલીસમા શ્લોકમાં એમ જણાવાયુંછે કે સમુદ્રની અંદર વહાણો લઈને લોકો નીકળ્યા હોય ત્યારે તેમાં દરિયાઈ મુસાફરીમાં ઘણીવાર જુદા-જુદા પ્રકારની અનેક મુસીબતો આવે છે. દરિયામાં આખા વહાણને ઉથલાવી નાંખે તેવા મગરમચ્છો અને મહાકાય વ્હેલ જેવી માછલીઓ રહેછે. જેવી રીતે જંગલમાં લાગેલી આગ જંગલને ભસ્મીભૂત કરે છે તેવી રીતે દરિયામાં પણ જો વડવાનળ સળગી ઊઠે તો ભારે વિનાશ સર્જે છે. વળી, દરિયામાં જ્યારે દરિયાઈ તોફાન જાગે ત્યારે પાણીનાં મોજા ડુંગરની જેમ ઊંચી ઊંચી ઊંચાઈએ ઉછળતા હોય છે. અને આ મોજાનાં અપ્રતિમ પ્રહારો વહાણને તોડી નાંખે તેવા હોય છે. તેમાં રહેલા મુસાફરોનો જાન જોખમમાં હોય છે. આવી મહાવિપત્તિના સમયે પણ જેઓ પ્રભુનું સ્મરણ કરે છે. તેઓ આ મુસીબતમાંથી ઉગરી જાય છે અને નિર્વિઘ્ને પોતાના ઇચ્છિત સ્થાને પહોંચે છે. જીવનો સંસાર સાગર સમાન છે. આ શ્લોક પણ એક અનોખા રહસ્યને ખુલ્લું કરે છે. આ સંસાર એક સાગર જેવોછે. સાગરમાં વહાણનો વિનાશ કરનારા વિવિધ પ્રકારનાં પ્રાણીઓ (૧૫૬) Page #172 -------------------------------------------------------------------------- ________________ જે રીતે રહેતા હોય છે. તે રીતે સંસાર સાગરમાં પણ મિથ્યાત્વ, અહંકાર આદિ મોટા મગરમચ્છો રહેછે. સંસાર સાગરમાં સંલ્પ અને વિકલ્પરૂપી મોજાં નિરંતર ઉછળે છે. આ દેહ તો એક વહાણ છે. તે વહાણને અનંતકાળથી સંકલ્પવિકલ્પોના પ્રચંડ મોજાં વડે હંમેશા તોડી નાખ્યું છે. દેહરૂપી વહાણને મિથ્યાત્વ અને અહંકારરૂપી મગરમચ્છો અને વ્હેલોએ હંમેશા ઉથલાવી માર્યું છે. વહાણમાં મુસાફર છે તો દેહમાં જીવ છે. અને આ જીવ સંસાર સમુદ્રમાં, ચારે ગતિમાં નાના-મોટાં વહાણરૂપે અનંતકાળથી દેહ ધરીને જન્મ-મરણનાં ભવભ્રમણમાં ફર્યા કરે છે. વહાણ જેમ મધદરિયે હોય અને નજર નાંખે ત્યાં ફક્ત પાણી જ દેખાય . કિનારાની કોઈ સંભાવના ના જણાય તે રીતે સંસાર સાગરમાં ભવ ભ્રમણ કરતાં જીવની અનંત વાર જન્મ-મરણ કરવા છતાં કિનારો હાથ લાગ્યો નથી અને તે રીતે તેના ભવનો અંત આવ્યો નથી. દ્રવ્ય દૃષ્ટિ અને પર્યાય દૃષ્ટિ વિશે વિચારણા જીવ જન્મે છે અને મરે છે. તેનું દેહરૂપી વહાણ કોઈ વખત તરાપા જેવું હોય છે, કોઈ વખત હોડી જેવું હોય છે તો કોઈ વખત વહાણ હોય છે. પણ એક વાત નિશ્ચિત છે કે નાશ અથવા મૃત્યુ દેહનું થાય છે. જીવન જે જે શરીર ધારણ કરે છે તે તે શરીરોને તેછોડેછે. આમ, શરીર ઉત્પન્ન થાય છે. અને તેનો વ્યય થાય છે. પરંતુ જીવ દ્રવ્ય ધ્રુવ છે, એકછે, અખંડ છે. જીવ ત્રિકાળી ધ્રુવ, દ્રવ્ય છે. તે અજર અમર છે. તેનો કદાપિ નાશ થતો નથી. જે અખંડ ધ્રુવ-દ્રવ્ય છે તે વિષે હવે તત્ત્વદૃષ્ટિએ થોડું વિચારીએ. ઉપર જણાવ્યું તેમ આત્મા ત્રિકાળી ધ્રુવ-દ્રવ્ય છે. તે સર્વજ્ઞ છે. તે વીતરાગી છે. તે સર્વ કર્મથી રહિત પૂર્ણાનંદનો નાથ છે. તે અનંતગુણોવાળો અને અનંતશક્તિવાળો છે. તે શું છે અને કેવો છે તેની કલ્પના કે વિચારણા ઇન્દ્રિયો કે બુદ્ધિ દ્વારા થઈ શકે તેમ નથી. તેની સ્વાધીન દશા અને સ્વતંત્રતા ત્રિકાળી અબાધિત છે. તે જ્યાં સુધી જ્ઞાતા દૃષ્ટાપણે રહે ત્યાં સુધી તેની સ્વાધીનતા અકબંધ રહે છે. પોતાના ઉપયોગ અને પરિણામ અને ભાવ ઉપર તેની સ્વતંત્રતાની સ્થિરતાનો આધાર છે. આવા શુદ્ધ દ્રવ્યના ગુણોનો જેને પરિચય નથી. અને જે આત્માને પર્યાય સ્વરૂપે જુએ છે તે પર્યાય દૃષ્ટિવાળો જીવ શુદ્ધ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકતો નથી. મ્યાન અને તલવાર જુદા છે. દૂધ અને પાણી એકમેક તરીકે સાથે હોવા છતાં દૂધ-દૂધ છે અને પાણી-પાણી છે. તે રીતે જ્યાં સુધી આ જીવે જે જે દેહને ધારણ કર્યો તે તે પ્રમાણેની દેહ-બુદ્ધિ અને મોહ કર્યોછે પરંતુ આત્મદૃષ્ટિ કરી નથી. બિલાડીના ભવમાં તેને ઉંદરથી વેર રહ્યુંછે અને મનુષ્યના (૧૫૭) Page #173 -------------------------------------------------------------------------- ________________ ભવમાં તે જ રીતે તેને મનુષ્ય અને જુદા-જુદા પ્રાણીઓ સાથે વેર રહ્યું છે. જીવ જે જે ઇચ્છા કરે છે તે તે ઇચ્છાની પૂર્તિ માટે પ્રયત્ન કરે છે અને તે રીતે કર્મબંધ અને તેની હારમાળા રચાતી જાય છે. તલવારથી કાકડી કાપવાના જેવું સમર્થ ત્રણલોકના નાથ ભગવાન આત્મા પાસે તેણે નાની નાની ઇચ્છાઓ પ્રગટ કરી તેની પૂર્તિ માટે તેને ત્રિલોકાધીશપદેથી જાતે પદભ્રષ્ટ કરી અનંતકાળથી ચારે ગતિમાં રખડતો કરી મૂક્યો છે. અનાદિકાળથી ચાલ્યું આવતું જગતનું આ મોટામાં મોટું આશ્ચર્ય છે! પરમશાંતિનો ઉપાય આવી રીતે અનંતી ઇચ્છાઓ દ્વારા તેની પરિતૃપ્તિના અવળા પુરુષાર્થ દ્વારા જીવ ભવભ્રમણ પામ્યોછે. કોઈ એમ પૂછે કે આ ઇચ્છાઓને કેવી રીતે દૂર કરવી અથવા ઇચ્છારહિત થઈ શકાય ખરું ? કોઈ પણ વ્યક્તિ શંખેશ્વર, પાલીતાણા કે પોતાની મનગમતી જગાએ જ્યારે જાય છે ત્યારે ત્યાં તે કેટલી બધી શાંતિ અને નિરાંતનો અનુભવ કરે છે! આ શાંતિ જ તે વાતનો પુરાવો છે કે જ્યાંથી તમે આવ્યા છો તે જગ્યાએ ઇચ્છાઓ, ચિંતાઓ અને સંઘર્ષના દબાણ નીચે જીવો છો. જો એક નાનકડી યાત્રા પણ આટલી શાંતિ આપી શકતી હોય તો અને એ શાંતિ તમે ધારો ત્યારે પ્રાપ્ત કરી શકતા હો તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને સર્વકામના અને ઇચ્છાઓ રહિત થઈ,સર્વ કર્મનો ક્ષય કરી, પોતાનામાં રહેલી પૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞતા અને કેવળજ્ઞાનને પ્રગટ કરી શકે કે નહીં ? પ્રગટ કરી જ શકે અને તે તેમણે પ્રગટ કરીને બતાવ્યું છે. તેથી જેઓ ટૂંકી જીંદગીની ગુંચવણભરી જંજાળથી કંટાળ્યા હોય, જેમને પરમશાંતિ જોઈતી હોય; જે પોતાની ઇચ્છાઓ અને કામનાઓનો સાપ કાંચળી ઉતારે તેમ ત્યાગ કરવા તૈયાર થયા હોય અને તે રીતે જેના હૈયામાં શ્રી તીર્થંકરપ્રભુનું નામસ્મરણ હોય તેને સંસારનો કામ કે ક્રોધરૂપી વડવાનલ સળગાવી શકતો નથી. તેને મિથ્યાત્વ કે અહંકારરૂપી મગરમચ્છ ઉથલાવી નથી શકતો. તેને સંકલ્પ કે વિકલ્પરૂપી મોજાં તોડી-ફોડીને છિન્ન-ભિન્ન કરી શકતા નથી. એવો પ્રભુ સ્મરણનો અજબ મહિમાછે તેમ આ ગાથામાં આચાર્ય ભગવંતે જણાવ્યું છે. (૧૫૮) Page #174 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૪૧ उद्भूतभीषणजलोदरभारभुग्नाः, शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः । त्वत्यादपंकजरजोऽमृतदिग्ध - देहा, मर्त्या भवन्ति मकरध्वजतुल्यरूपाः || ४१ || ભાવાર્થ : જેઓ ભયંકર જલોદર રોગ ઉત્પન્ન થવાથી વાંકા વળી ગયેલા શોક કરવા લાયક-દયા ખાવા જેવી દશાને પામેલા હોય અને જેમણે જીવનની આશા છોડી દીધી હોય એવા મનુષ્યો પણ તમારા ચરણકમળની રજરૂપી અમૃતને પોતાના શરીર પર ચોપડવાથી કામદેવના જેવા સ્વરૂપવાળા થાય છે. ૪૧॥ શ્રી ભક્તામર સ્તોત્રના એકતાલીશમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે ભયંકર જલોદર ાગ ઉત્પન્ન થવાથી આવા રોગનો ઉપચાર કરવા છતાં તે અસાધ્ય થઈ ચૂક્યો હોય અને તેનાં કારણે રોગીનું શરીર દયાજનક સ્થિતિને પામ્યું હોય અને આવા દર્દીએ જ્યારે જીવનની આશા છોડી દીધી હોય ત્યારે તેવી વિચિત્ર સ્થિતિમાં પણ જો પ્રભુનાં ચરણકમળની રજને અર્થાત્ રજરૂપી અમૃતને પોતાના શરીર ઉપર ચોપડવામાં આવે તો રોગીનો રોગ સંપૂર્ણ નિર્મૂળ થાય છે અને તેનું શરીર કામદેવ જેવું સ્વરૂપવાન થાય છે. પુનઃરુક્તિ કરીને પણ એમ ફરીથી કહેવું પડશે કે અગાઉના શ્લોકોની જેમ અહીં પણ ઘણું અર્થગંભીર રહસ્ય અને બોધ રહેલા છે. રોગની જનેતા કોણ ? તન કે મન. આયુર્વેદમાં એમ કહેવામાં આવે છે કે બધાજ રોગનું મૂળ પેટમાં રહેલું છે. તેવી લોકોક્તિ પણ છે કે ‘પેટ સાફ તો રોગ માફ.' આમ, પેટમાં ઊભી થતી કોઈપણ અશુદ્ધિ કે કચરો પેટના વ્યવસ્થિત તંત્રને અસ્તવ્યસ્ત કરી વિચિત્ર અને અસાધ્ય રોગને પણ જન્મ આપે છે. અહીં જલોદરનો નિર્દેશ કર્યો છે. આ જ રીતે શિરોશીસ ઓફ લીવર અને લીવર કેન્સર જેવાં અસાધ્ય રોગો પણ પેટમાંથી થાય છે. અને તેમાં પણ લીવરનું કેન્સર થાય ત્યારે તે એટલું બધું છેતરામણું હોય છે કે ઘણું કરીને તે ત્રીજા કે ચોથા તબક્કામાં પહોંચે ત્યારે પકડાય છે. અને તે વખતે રોગીના બચવાની આશા નહિવત્ હોય છે. તબીબી વિજ્ઞાન પેટને રોગની જનેતા ગણે છે તો મનોવિજ્ઞાન મનને રોગની જનેતા ગણે છે. અને For (૧૫૯)rsonal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ તેની તે માન્યતા સાચી હોવાનું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ પણ થઈ ચૂક્યું છે. મન જુદા-જુદા પ્રકારની વિચિત્ર ખેંચતાણ, સંઘર્ષો, ઉગ્રતા, દ્વેષભાવ, ક્રોધ અને અનેક ભિન્ન-ભિન્ન વિષમ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેનાં ફલસ્વરૂપે એસીડીટી, અલ્સર, ડાયાબીટીસ, બ્લડકેન્સર, માનસિક રોગો, અનિદ્રા, સાયટીકા, ચામડીના રોગ અને બીજા ઘણા રોગો થતા જોવાય છે. રોગની જવાબદારી કર્મ અનુસાર જીવની છે. આ શ્લોકમાં શરીરમાં થતો અસાધ્ય રોગ અને તેના કારણે મરણ જેવી સ્થિતિ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. આમાં આયુર્વેદ પેટને જવાબદાર ગણે છે, મનોવિજ્ઞાન મનને જવાબદાર ગણે છે. અને ધર્મ આત્માને જવાબદાર ગણે છે. આત્મા પોતે સારા-નરસાનો વિવેક ભૂલીને, શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય તેનો વિવેક ભૂલીને જ્યારે સ્વચ્છંદી બને અને મન ફાવે તેમ વર્તે ત્યારે આ બધા રોગો થતા હોય છે. જેનું પૃથક્કરણ વિજ્ઞાન હજી સુધી કરી શક્યું નથી તે લીવરના કેન્સરનું કારણ કર્મજન્ય સ્થિતિના કારણે એમ કહી શકાય તેમ છે કે પૂર્વજન્મમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોય તેના ફલસ્વરૂપે નવા જન્મમાં જો તે બે વ્યક્તિ એકબીજાને પતિ-પત્ની તરીકે મળે અને પોતે ભોગવેલા ત્રાસનો બદલો એક વ્યક્તિ ઉપર બીજી વ્યક્તિ લે તો ગત જન્મમાં ત્રાસ આપનાર વ્યક્તિને લીવરનું કેન્સર થવાનો સંભવ હોય છે. મનોવિજ્ઞાન આનું અર્થઘટન એ રીતે કરશે કે દંપતિમાં જે વ્યક્તિ અન્યના પ્રભાવ અને માનસિક ત્રાસ નીચે સતત રીબાયા કરતી હોય અને ઘરમાં કે સમાજમાં હસતું મોઢું રાખીને ફરતી હોય તેને આવું કેન્સર થાય છે. આ તમામ ધારણાઓ ભવિષ્યના સંશોધન અને જ્ઞાનીના જ્ઞાનનો વિષય હોવાથી તેની ચર્ચા અપ્રસ્તુત છે. શરીરનો રોગ - ભવનો રોગ - આત્મભ્રાંતિ એ સૌથી મોટો રોગ. ઉપરની વિગતોને ધ્યાનથી વિચારીએ છીએ ત્યારે એમ જણાય છે કે રાગ-દ્વેષ, અહંકાર, ક્રોધ, માન, લોભ આ બધા જે કષાયો છે તેનો અતિરેક અથવા તેનું વારંવારનું સેવન તત્ત્વદષ્ટિએ ભવભ્રમણ કરાવે છે. અને દેહદષ્ટિએ શરીરમાં નાના-મોટા રોગને તે જન્મ આપે છે. સ્વભાવની ઉગ્રતા હૃદયરોગ અને બાયપાસ સર્જરી આપે છે. તે જ રીતે દરેક કષાય શરીરને રોગી, મહારોગી અને અસાધ્ય રોગીપણાની ભેટ આપે છે. અને વર્તમાનમાં આ ભવમાં વ્યક્તિમાં (૧ ૬O} Page #176 -------------------------------------------------------------------------- ________________ જોવા મળતા ક્ષાયો તે તેની કર્મભનિત અવસ્થા અને પૂર્વકર્મોનું પરિણામ છે. આમ થવાનું કારણ જીવની સુખની કલ્પના શરીર સુખમાં રહેલી છે. એક આત્માના સુખ સિવાય બીજે બધે તેણે સુખ માનેલું છે અને સુખની કલ્પના કરી છે. શરીરના નિરોગીપણામાં સુખ માને છે. ધનમાં સુખ માન્યું છે. પદ-પ્રતિષ્ઠામાં સુખ માન્યું છે. આમ, આત્મા કે જે તેનો પોતાનો છે તે સિવાય બીજે બધે ભટકી-ભટકીને સુખ પ્રાપ્ત કરવા તે ફાંફા મારે છે. જડને ચેતન માન્યું છે અને ચેતનમાં જડની ભ્રાંતિ કરી છે. દેહને આત્મા માન્યો છે અને આત્મામાં દેહની ભ્રાંતિ કરી છે. તેથી દેહમાં અસાધ્ય રોગ થતાં તેને મટાડવા લાખ કોશિશો કરે છે. આમ, રોગ. દેહમાં નથી પણ તેની આત્માની ભ્રાંતિમાં છે. તે ભવનો રોગી છે. તેનો ભવ રોગ અસાધ્ય જેવો થતો જાય છે. આત્મભ્રાંતિને કારણે જીવને ભવનો અસાધ્ય રોગ લાગુ પડ્યો છે. આ ભવરોગ નો ઉપાય સદ્ગુરુ જેવો વૈદ જ કરી શકે તેમ છે. અને તે સદ્દગુરુની આજ્ઞારૂપી પથ્યનું પાલન કરવામાં આવે તો વિચાર અને ધ્યાનરૂપી ઔષધ દ્વારા ભવના રોગમાંથી મુક્ત થઈ શકાય તેમ છે. અહીં સદ્ગુરુ તરીકે પ્રત્યક્ષ સદ્દગુરુ અથવા પોતાનો આત્મા લઈ શકાય. આ બધી બાબતોના સંદર્ભમાં આ સ્તોત્રના રચનાકાર તેમ જણાવે છે કે ભવના અસાધ્ય રોગમાંથી મુક્ત થવું હોય તો પરમાત્માની ચરણરજનું આત્મા ઉપર વિલેપન કરવાથી ભવના રોગનો નાશ થઈ અમરપદની પ્રાપ્તિ થાય છે. પરમાત્માની ચરણરજ અર્થાત્ પરમાત્માના ચરણ જે માર્ગ ઉપર ચાલ્યા છે તે માર્ગે ચાલીને જે રીતે પરમાત્માએ સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રગટ કરી છે તે રીતે કોઈપણ આત્મા તેમ કરી શકે તેમ છે. ફરીથી એક કવિની પંક્તિને વિચારણમાં લઈએ તો યથાર્થ ગણાશે તે “ભજીને ભગવંત ભવ અંત લો.” આમ, પ્રભુની ભક્તિ કરનારના ભવનો અંત આવે છે અર્થાત તેના ભવરૂપી અસાધ્ય રોગનો નાશ થાય છે. For Priyate & Personal Use Only (૧૬ ૧) Page #177 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૪૨ आपादकण्ठमुरुशृङ्खलवेष्टितागा, गाढं बृहन्निगडकोटिनिजधृष्ट जवाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः स्मरन्तः, सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ ભાવાર્થ : જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળોથી બાંધેલા હોય અને જેમના સાથળો બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતા હોય એવા મનુષ્યો પણ છે સ્વામી! નિરંતર તમારા નામરૂપ મંત્રનું (ઉૐ ઋષભાય નમઃ ) સ્મરણ કરવાથી તત્કાળ પોતાની મેળે બંધનથી ભયરહિત થઈ જાય છે. /૪રા પરમાત્માનું નામ સ્મરણ બંધનમાંથી મુક્તિનો ઉપાય છે. શ્રી ભક્તામર સ્તોત્રના બેતાલીસમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે પગથી મસ્તક સુધી મોટી સાંકળો દ્વારા જેમને બાંધવામાં આવ્યો હોય અને જેમના સાથળ આવી બેડીના બંધનને કારણે અત્યંત ઘસાતા હોય અને તેના કારણે તે ખૂબજ વેદના અને પીડા ભોગવતા હોય તેવા બંધનમાં બંધાયેલા મનુષ્યો પણ હે સ્વામી, જો આપના નામરૂપી મંત્રનું સ્મરણકરે તો તે આવાં બંધનથી મુક્ત થઈ અને ભયરહિત થઈ જાય છે. આ શ્લોક દ્વારા પણ એ જ પ્રકારનો સૂક્ષ્મતત્ત્વબોધ આપણને સાંપડે છે કે કોઈપણ પ્રકારના બંધનમાં ફસાયેલ વ્યક્તિ બંધન મુક્ત થવા માટે જો પરમાત્માના નામનું સ્મરણ કરે તો તે બંધન ગમે તેવું હોય તો પણ તેનાથી મુક્ત થઈ શકે છે. અહીં બંધનનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પગથી મસ્તક સુધીના બંધનનો છે. અને બંધનના કારણે સાથળ પણ ઘસાતા હોવાથી થતી તીવ્ર વેદનાની પણ વાત કહી છે. જીવનો અવળો પુરુષાર્થ બંધન પ્રગાઢ બનાવે છે જીવને થયેલો બંધનયોગ અને તેમાંથી મુક્ત શી રીતે થયું તે સનાતન પ્રશ્ન છે. આપણે આગળ પણ જે રીતે જણાવ્યું છે તે રીતે જૈનદર્શને આત્માની સ્વતંત્રતાની ઘોષણા કરેલી છે. આત્મા પોતે કોઈપણ પ્રકારનું કાર્ય કરી તે કાર્યના ફળ ભોગવે છે. તેને શુભ કાર્યોનું શુભ ફળ અને અશુભ કાર્યોનું અશુભ ફળ મળે છે. જીવો પોતે અનુભવથી એમ જાણે છે કે જેમ જેમ તે બંધન મુક્ત થવા (૧દર) Page #178 -------------------------------------------------------------------------- ________________ તે ઇચ્છે છે તેમ તેમ કોણ જાણે કેમ પણ તે બંધનમાં વધારે ને વધારે જકડાતા જાય છે. પોતે માનેલા સુખની પ્રાપ્તિ માટે જીવ નિરંતર પુરુષાર્થ કરે છે. તેની ઇચ્છા પ્રમાણેનું સુખ પ્રાપ્ત થતા તેને અધિક સુખની ઝંખના જાગે છે. પોતાને જે સુખ જોઈએ છે તે સુખ તે બીજાના ભોગે પણ પ્રાપ્ત કરે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય ને બળીયાના બે ભાગ તેવો જગતનો ન્યાય છે. દરેક સુખની પ્રાપ્તિ સાથે જીવની મહત્ત્વાકાંક્ષા અને તૃષ્ણા વધતી જાય છે. સફળતાનો વિજય તેને અહંકારી બનાવે છે. અને નિષ્ફળતાનો પરાજય તેને ક્યાં છંછેડે છે અને બમણા જોશથી વિજય માટે મહેનત કરે છે અથવા તે ખૂબ જ હતાશ અને નિરાશ થાય છે. આમ, મનુષ્ય પોતાના મનના સંકલ્પો અને વિકલ્પો તેમજ તેને પાર પાડવાના તેના પુરુષાર્થ અને તેમાં મળતી સફળતા અને નિષ્ફળતાને કારણે સુખી કે દુઃખી હોય છે. એમ કહેવાયું છે કે, “ મનઃ વ મનુષ્યળાં તારાં વંધ મોક્ષયોઃ ।।'' 66 મનુષ્યનું મન જ બંધન અને મુક્તિનું કારણ છે. પોતાની આજની સ્થિતિ માટે વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે. પોતાની જીત-હાર, પોતાની સફળતાપોતાની નિષ્ફળતા, પોતાનું સુખ, પોતાનું દુઃખ, પોતાનું માન, પોતાનું અપમાન, જે કંઈપણ પ્રાપ્ત થાય છે કે જે કંઈપણ અનુભવ થાય છે તેના માટે જગતનું કોઈ પરિબળ જવાબદાર નથી. જવાબદાર કેવળ વ્યક્તિ પોતે જ છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે તમામ જવાબદારી પોતાની હોવા છતાં વર્તમાન હાલત માટે વ્યક્તિ હંમેશા બીજાને જવાબદાર ગણે છે. નિષ્ફળતા, દુઃખ, અપમાન વગેરે માટે હંમેશા દોષનો ટોપલો તે બીજાને માથે ઢોળી દે છે. અને ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા, સુખ-સફળતા વિગેરે મેળવે છે ત્યારે સફળતા માટે પોતાના પુરુષાર્થ ને આગળ ધરે છે. બંધનમાંથી મુક્ત થવાનું રહસ્ય આમ જીવ કર્મ કરે છે તેથી તેને કર્મનું ફળ ભોગવવું પડેછે. શુભ કર્મથી પુણ્ય બાંધેછે. અશુભ કર્મથી પાપ બાંધેછે. શુભ અને અશુભ ના ફળ તે ભોગવે છે. તે પોતે જે જે કર્મ ભોગવે છે તે તે કર્મો વખતે, તે કર્મના ભોગવટાની સ્થિતિ વખતે તેમાં અત્યંત તલ્લીન થતો હોવાથી ફરી-ફરી નવા કર્મો બંધાતા જાય છે અને જન્મ-મરણનું ચક્કર અને ભવભ્રમણ ચાલ્યા કરે છે. જીવ બંધાયો છે પોતાના કર્મથી અને છૂટી શકે છે કર્મની નિર્જરા કરીને. પોતે જે જે કર્મ બાંધ્યા હોય તે તે કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેને સમતા ભાવે વેદે અને સમભાવની સાધના કરે અંતર્મુખ થાય સ્વરૂપની રમણતાની પ્રીતિ થાય તો સ્વાનુભવની Page #179 -------------------------------------------------------------------------- ________________ પહેલી ક્ષણમાં જ એ અનુભવ આવી શકે છે કે પોતે ત્રિકાળી મુક્ત શુદ્ધ આત્મદ્રવ્ય છે. આને એક દષ્ટાંતથી સમજીએ, વન-જંગલમાં એક એવું પક્ષી હોય છે કે જે ઝાડની ડાળ ઉપર પોતાના પગ બરાબર ભરાવી ધરતી તરફ ઊંધુ મસ્તક રાખી લટકતું હોય છે. આ પંખી હંમેશા એમ માને છે કે જો પગ ડાળી ઉપરથી છૂટી જશે તો ઊંચેથી પડી જવાને કારણે ખૂબ વાગે અથવા મરી પણ જવાય. આશ્ચર્ય એ છે કે પંખીને પાંખો પણ છે. ઉડવાની ક્ષમતા પણ છે. પણ ઝાડ સાથે લટકતું હોવાથી પંખીનું મન એવી ભ્રાંતિમાં, એવા બંધનમાં છે, તે એ ભ્રમમાં જ લટકેલું રહે છે કે ડાળ છૂટી જશે તો નીચે પડી જવાશે અને મરી જવાશે. વન-જંગલના આ પંખીમાંથી એકાદ પંખી પણ જો ડાળથી છૂટું પડે છે તો પાંખ ફફડાવીને ઉડી જાય છે અને મુક્ત દશાનો અનુભવ કરે છે. બસ આ જ રીતે મોહના બંધનમાં, અહંકારના બંધનમાં, કષાયોના બંધનમાં ફસાયેલો જીવ દૃઢતાથી માને છે કે બંધનમુક્ત થવું શક્ય જ નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ જે આત્મા કર્મ-સ્વભાવથી વેદે જે પોતાના સ્વરૂપમાં પ્રીતિ કરે, જે પોતાનું છે તેને પોતાનું માને અને પારકું છે તેને પોતાનું ના માને અર્થાત્ એક આત્માને પોતાનું માને અને દેહાદિક સહિત સર્વપરપદાર્થને પારકા ગણી તેમાંથી પોતાની રુચિ અને પ્રીતિને નિર્મૂળ કરી પોતાના સ્વરૂપમાં રમણતા કરી, પોતાના સ્વભાવમાં સ્થિર થાય તો તે કર્મથી નિવૃત્ત થાય છે. કર્મની નિર્જરા થાય છે. કર્મનો ક્ષય થાય છે. અને છેવટમાં આત્માની પ્રીતિમાં ડૂબેલો જીવ આ રીતે પ્રભુના સ્મરણમાં ડૂબેલો જીવ છે. અને જે પ્રભુના સ્મરણમાં ડૂબેલો જીવ છે તેને મોહ આસક્તિ, અહંકાર કે કષાયોરૂપી બેડીઓ ના બંધન તડાતડ તૂટી જાય છે. સર્વ બંધનોથી તે મુક્ત થાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી પરમાત્માપદને પામે છે. આમ, બંધન અને મુક્તિની રહસ્યપૂર્ણ વાત આચાર્ય ભગવંતે બેતાલીસમાં શ્લોકમાં આપણને જણાવી છે. (૧૬૪). Page #180 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૪૩ मत्तद्विपेन्द्र-मृगराज-दवानलाहिसंग्राम-वारिधि-महोदर-बंधनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।४३।। ભાવાર્થ : જે બુદ્ધિમાન મનુષ્ય તમારા સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધન એ આઠથી ઉત્પન્ન થયેલો ભય જાણે પોતે જ ભય પામ્યો હોય તેમ શીધ્ર નાશ પામે છે. // ૪૩|| શ્રી ભક્તામર સ્તોત્રના તેતાલીસમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને કોઈપણ પ્રકારનો ભય સતાવી શકતો નથી. તે વ્યક્તિથી જાણે કે ભય પોતે જ ભયભીત થઈને ભાગી જાય છે અથવા નાશ પામે છે. એમ પણ કહેવાયું છે કે જેઓ આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેમને હાથી, સિંહ, સાપ, અગ્નિ, યુદ્ધ, સમુદ્ર, જલોદર, બંધન એ આઠમાંથી એકેનો ભય રહેતો નથી. અર્થાત્ આ આઠેય ઉપર તે સ્વાભાવિક રીતે જ વિજય પ્રાપ્ત કરે છે. આમ, અગાઉના શ્લોકોમાં આપણે જે રીતે વિચાર્યું તે રીતે એમ કહી શકાય કે પરમાત્માનું સ્મરણ કરનારને અહંકારરૂપી હાથી કે સંસારના દાવાનળ કે સંસારસાગર કે જીવનનો રણસંગ્રામ ભવનો રોગ કે ભવનું બંધન બાંધી શકતા નથી તેનો તેને ભય લાગતો નથી અને ઉલ્ટાનું ભય પોતે જ ભયભીત થઈ તેનાથી ભાગી જાય છે. વાળ્યો છે દાટ બુદ્ધિ અભાગણીએ અહીં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રના નિરંતર પાઠ કરે છે તેનાથી ભય પણ દૂર ભાગે છે. એનો અર્થ એ છે કે જે મનુષ્ય બુદ્ધિમાન હોય છે. તે જ તમારા સ્તોત્રનો પાઠ કરે છે. જેની પાસે સુબુદ્ધિ હોય છે તે જ તમારા સ્તોત્રનો પાઠ કરે છે. આના માટે એક કવિએ એમ કહ્યું છે કે : ચરણો લથડી પડે છે દુશ્મનની છાવણીએ વાળ્યો છે દાટ બુદ્ધિ અભાગણીએ. ” અહીં કવિ એમ કહેવા માંગે છે કે જ્યારે માણસની બુદ્ધિ કુમતિ હોય કે 10 - 1 For Prvates & Wersonal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ જે બુદ્ધિ સ્વયં પોતે ભાગ્યહીન અર્થાત્ અભાગણી હોય તે બુદ્ધિ જીવનસંગ્રામમાં વ્યક્તિને હેરાન-હેરાન કરી નાંખે છે. ખોટે રસ્તે દોરવે છે. અને દુશ્મનની છાવણી પાસે લઈ જાય છે. જેમ શરાબી નશામાં ભાન ભૂલેલો હોવાથી તેને ક્યાં જવું છે તેનું ભાન હોતું નથી તેવી રીતે કુબુદ્ધિવાળો માણસ દુશ્મનની છાવણીમાં શરાબીની જેમ લથડી પડીને આવી ચડે છે. અને પોતાની છાવણી સમજી તેમાં દાખલ થાય છે. પછી દુશ્મનો તેની સાથે કેવી રીતે વર્તશે તે તો ફક્ત કલ્પનાનો વિષય રહે છે! ઘોર રણસંગ્રામ ખેલાતો હોય ત્યારે દુશ્મનની છાવણીમાં કોઈ રડ્યો પડ્યો શરાબી સૈનિક જઈ ચડે તે માની શકાય. પરંતુ નશારહિત કોઈ મહાવિરલ યોદ્ધાઓ સિવાય આખુને આખું સન્ય શરાબના નશામાં ચકચૂર થઈ દુશ્મનની છાવણીમાં ઘુસી જાય તો તેની શી વલે થાય! બસ આવી સ્થિતિ જ સંસારમાં સામાન્ય માનવીની છે. મોહરૂપી મદિરા પીધેલો માનવી કષાયોરૂપી દુશ્મનની છાવણીમાં સામા પગલે શિકાર થવા જાય છે. આ ઘટનાચક્ર અનંતકાળથી અનંતાજીવો માટે આમ જ ચાલતું આવ્યું છે. જીવ હંમેશા જડમાં ચેતનપણાનો આરોપ મૂકી અથવા ભ્રાંતિથી તેને ચેતન માની જડની સાથે એકત્વ બુદ્ધિ કરતો રહ્યો છે. તેમાં જ રુચિ અને પ્રીતિ કરતો રહ્યો છે. શરાબીને જેમ બેહોશીમાં સાચી વસ્તુસ્થિતિનું ભાન નથી હોતું તેવુ જ આ જીવનું છે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના જીવો પરસુખમાં, વિષયસુખમાં, કામભોગમાં આનંદ માનતા આવ્યા છે અને તેને ભોગવતા આવ્યા છે. જગતના બાહ્ય સુંદર પદાર્થો અને સ્વરૂપવાન દેહાદિકમાં તેના રૂપમાં તેની સુંદરતામાં મોહાંધ થતા આવ્યા છે. વિભિન્ન પ્રકારના સ્વાદો અને તેના રસમાં લોલુપ બનેલા જીવો અતિરેકથી સ્વાદિષ્ટ ભોજનરસમાં ડૂબે છે. અતિ માદક સુગંધી દ્રવ્યોની સુગંધ તેમના ચિત્તને પ્રસન્ન કરે છે. આમ સ્પર્શ, રૂપ, સુગંધ, રસ વગેરે ખરેખર તો જડ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુના તે બનેલા છે. જડ તત્ત્વ વાસ્તવમાં તો અજીવ છે તેથી તે તેનામાં જીવને નિમંત્રણ આપવાની કે જીવને લોભાવવાની કોઈ શક્તિ નથી. એટલું જ નહીં પણ કોઈ જીવ જડ સ્વરૂપવાન દેહ તરફ આકર્ષાય કે માદક સુગંધ તરફ આકર્ષાય તો તે જડ દેહ કે માદક સુગંધને તેનું જ્ઞાન પણ નથી થતું કે ખબર પણ નથી પડતી કે કોઈ તેના તરફ આકર્ષાયું છે. આમ જડદ્રવ્યોનો સ્વભાવ જ આવો છે તો જડ તરફ આકર્ષાવાનું કામ ચેતન કરે છે. ચેતનની મોહ બુદ્ધિ કરે છે, કે જે બુદ્ધિને આપણે પ્રારંભમાં અભાગણી કરી ચૂક્યા છીએ. આવી અભાગણી બુદ્ધિ જે કુમતિ છે. તે સ્પર્શ, રસ, રૂપ, સુગંધ અને કષાયોમાં ભૂલી પડે છે. અજ્ઞાનરૂપી અંધકારના સહારે તે કષાયરૂપી દુશ્મનની છાવણીમાં અનંતકાળથી અથડાયા For Private Personal Use Only (૧૬૬) Page #182 -------------------------------------------------------------------------- ________________ કરે છે. સંસાર ખારો ઝેર લાગે – સુબુદ્ધિ જાગે તો સઘળા ભય ભયભીત થઈને ભાગે. આ શ્લોકમાં પ્રભુનું સ્મરણ કરનાર હાથી સિંહ, દાવાનળ, સમુદ્ર વગેરે આઠ શત્રુઓના ભયથી મુક્ત છે તેમ જણાવેલ છે તે ખરેખર યથાર્થ છે. અનંતાભવ ભ્રમણમાં થાકેલા જીવને જ્યારે સંસાર ખારો ઝેર જેવો લાગે અને જગતના કોઈપણ પદાર્થ તેને સર્વથા નિરર્થક લાગે. આ સર્વેથી ત્રાસેલા એવા તેને સર્વની નિરર્થકતાનો યથાર્થ નિર્ણય થયા પછી સાચા અને શાશ્વત સુખની ઝંખના જાગે ત્યારે જીવ અંતર્મુખ થાય છે. પરમાત્માનું શરણ લે છે. પરમાત્માના દિવ્ય ગુણોનો તેને મહિમા આવે છે. અને એક વખત જ્યાં પ્રભુનો સાચો મહિમા આવે ત્યાં સાચી પ્રીત જાગે છે. પરમપદથી તેને ઓછું કાંઈ ખપતું નથી. પ્રભુનાં ચરણમાં તે સમર્પિત થાય છે. અને પ્રભુનાં ચરણ જે જ્ઞાન માર્ગ ઉપર ચાલી પરમાત્માપદને પામ્યા તે જ માર્ગે ચાલી તે પોતે પણ પરમપદની પ્રાપ્તિને ઝંખે છે. આ જ મનુષ્ય સાચો બુદ્ધિમાન છે. આ જ સુબુદ્ધિ છે. આમ, જેને અંતરમાં સાચા સુખની પ્રાપ્તિ થાય છે. અંતરમાં રહેલા નિધાનની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યને મોહરૂપી સર્પ કાંઈ કરી શકતા નથી. આખરે તો કર્મો સ્વયં પણ જડ છે. હાથી, સિંહ, દાવાનળ, યુદ્ધ, સર્પ, સમુદ્ર, જલોદર અને બંધન એ જાણે કે કર્મની આઠ મુખ્ય પ્રકૃતિના પ્રતીક હોય તેવા જણાય છે. તેમનું જોર મૂછવાન જીવનો પુરુષાર્થ પણ મૂછમાં છે અને તેથી પુરુષાર્થની મૂછ કે નબળાઈના કારણે તેઓ જોમવંતા જણાય તેમ બને પરંતુ ચેતન જ્યારે જાગે ભગવાન-આત્મા પોતે જ્ઞાતા દષ્ટારૂપે જાગે ત્યારે કર્મની આ આઠે મુખ્ય પ્રવૃતિઓ ઊભી પૂંછડીએ ભાગે. આમ, આ તેંતાલીસમા શ્લોકમાં પણ રહસ્યપૂર્ણ બોધ આપવામાં આવ્યો છે. રીડ રીડ રીડ For Priv(qe gjonal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૪૪ स्तोत्रसजं तव जिनेन्द्र ! गुणौर्निबद्धां, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं ; तं मानतुड्गमवशा समुपैति लक्ष्मी : ॥४४।। ભાવાર્થ : હે જિનેશ્વર! મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગુંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપી માળાને આ જગતમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે તે ચિત્તની ઉન્નતિવાળા પુરુષને અથવા માનતુંગસૂરિને કોઈને વશ નહીં થયેલી એવી રાજ્ય-સ્વર્ગ અને મોક્ષ સંબંધી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. II૪૪ રાજ્ય-સ્વર્ગ-મોક્ષ લક્ષ્મી કોને પ્રાપ્ત થાય? શ્રી ભક્તામર સ્તોત્રના ચુમ્માલીસમાં શ્લોકમાં એમ જણાવ્યુ છે કે હે પ્રભુ આ સ્તોત્ર દ્વારા આપને સમર્પિત થયેલો એવો હું ભક્તિના રસમાં તરબોળ થવાથી આપની જે સ્તુતિ કરી છે. તેમાં જ્ઞાનદિ ગુણોને ગૂંથ્યા છે. અક્ષરોરૂપી મનોહર પુષ્પો વાળી આ અદ્દભુત અને ચમત્કારી ફૂલમાળા છે. અર્થાત્ આ સ્તોત્રને જે મનુષ્યો નિરંતર ભક્તિપૂર્વક ગાય છે. તેના ઉપર ચિંતન, મનન, અને પાલન કરે છે. તેનું ચિત્ત ઉન્નત દશાને પામે છે. તેથી તેવા મનુષ્યો અને મારા સહિત દરેકને રાજ્યલક્ષ્મી, સ્વર્ગ લક્ષ્મી અને મોક્ષસંબંધી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે આ લક્ષ્મી કોઈને વશ થતી નથી. પરંતુ જે આ સ્તોત્રરૂપી પુષ્પમાળાને નિરંતર કંઠમાં ધારણ કરે છે, તેને તે પ્રાપ્ત થાય છે. માતાની જેમ પ્રભુ સમર્પિત ભક્તની કાળજી લે છે. શ્રી ભક્તામર સ્તોત્રનો આ છેલ્લો શ્લોક છે. ચારે આમ્નાયમાં આ સ્તોત્ર માન્ય છે. અને દરેક આમ્નાયના સ્તોત્રમાં આ અંતિમ શ્લોક છે. આ સ્તોત્રની રચના આચાર્ય ભગવંતે પૂર્ણભક્તિભાવથી કરેલી છે. ભક્તિમાર્ગ એ ત્રણે કાળમાં પરમાત્મા સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. તરતના જન્મેલા નવજાત શિશુને પોતાને કોઈ જાતનું ભાન હોતું નથી. હાથ-પગ હલાવીને ચાલતા સુધી કે નિશાળે જાય ત્યાં સુધી તેના વિકાસની અને તેની સર્વ આવશ્યકતાની પૂરેપૂરી (૧૬ ૮) Page #184 -------------------------------------------------------------------------- ________________ કાળજી તેની માતા લે છે. નવજાત શિશુને જન્મ વખતે તે ભાન નથી કે પોતે કોણ છે. તો મોટો થઈને પહેલી જ વખત નિશાળે ભણવા જાય ત્યારે પણ તેનું સમર્પણ માતા તરફ હોય છે. અને તે કાંઈ જ નહોતો સમજતો ત્યારે અને થોડું ઘણું સમજતો થાય છે ત્યારે દરેકે દરેક સમયે તેની પૂરેપૂરી કાળજી માતા લે છે. માતાના ગુણ અને મહિમા અપરંપાર છે. મનુષ્યના જગતમાં જો માતાનું આવું વિરલ સ્થાન હોય તો જે મનુષ્ય બુદ્ધિમાન હોય, શાસ્ત્રોને ભણેલો હોય, સંસારી હોય કે ત્યાગી હોય તે ગમે તે અવસ્થામાં કે ગમે તે સ્થિતિમાં હોય પણ પોતાનો અહં ભૂલી તેને સર્વથા વિસ્તૃત કરી પરમાત્માના ચરણનું શરણ લેતો પરમાત્માને જાત સોંપી દેવામાં આવે પછી આપણા કલ્યાણની જવાબદારી પરમાત્મા સ્વીકારી લે છે. અહંકારયુક્ત જીવ અહં શુન્યતાનો માર્ગ પસંદ કરી પરમાત્માનું શરણ સ્વીકારે છે ત્યારે બીજો કોઈ પરમાત્મા નહીં પરંતુ તેની પોતાની અંદર રહેલા આત્મા તેને પરમાત્મપદ સુધી લઈ જાય છે. આ રીતે આ સ્તોત્રના રચનાકાર આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી સમર્થ કવિ છે, પ્રખર જ્ઞાની છે, અને પ્રભુને સમર્પિત હોવાથી પરમભક્તિવાળા છે. પ્રભુ તરફ તેમના હૃદયમાંથી જે ભક્તિગંગા વહી છે તેના કારણે આ શ્લોકની રચના થઈ છે. વળી તેઓ એમ જણાવે છે કે તેઓ આ સ્તોત્રરૂપી પુષ્પમાળા જ્ઞાનાદિ ગુણ વડે તેમણે ગૂંથેલી છે. અહીં પણ તેમની વિનમ્રતા અને પરમાત્મા તરફ ભક્તિ પ્રગટ થાય છે કે જ્યારે તેઓ પ્રભુ તરફ સમર્પિત થયા ત્યારે જ્ઞાનાદિ ગુણની જે અનુભવ ધારા પ્રગટી તે અનુભવ ધારામાંથી અદ્દભુત ગૂંથણી કરીને તેમણે આ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્રનો પાઠ કરનારને તે કલ્પવૃક્ષની જેમ જે માગે તે આપે છે. આ સ્તોત્રને તેમણે મનોહર અક્ષરોરૂપી પુષ્યોવાળી માળા કહી છે. પુષ્પો અત્યંત કોમળ હોય છે અને પુષ્પ પરમાત્માને ચડાવવામાં આવે છે. પુષ્પ જે રીતે પ્રભુને સમર્પિત થાય છે તે રીતે આ પુષ્પમાળારૂપી સ્તોત્રને ધારણ કરી પ્રભુને સમર્પિત થવાનું સૂચન કવિ આપે છે. આ અક્ષરોરૂપી પુષ્પમાળા સ્તોત્રરૂપે અમર થઈ ગઈ છે. દરેક ભાવિકજનોના હૃદયમાં તેનું સ્થાન છે. જૈન કુળમાં જન્મેલા દરેકેદરેકને શ્રી ભક્તામર સ્તોત્રનો પરિચય પણ છે અને તેના તરફ ભક્તિભાવ પણ છે. આ ભક્તામર સ્તોત્રના નિરંતર સ્મરણ પઠન પાઠનથી થતાં વિવિધ પ્રકારોના લાભોનો અનુભવ પણ ઘણાએ કરેલો છે. આચાર્ય ભગવંત એમ જણાવે છે કે આ સ્તોત્રરૂપી પુષ્પમાળા નિરંતર કંઠમાં ધારણ For PT gessonal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ કરવાથી તે ચિત્તની દશાને ઉન્નત કરે છે. અહીં નિરંતર કંઠમાં ધારણ કરવાનો અર્થ સ્થળ અને સૂક્ષ્મ રીતે અલગ અલગ થાય છે. આ સ્તોત્રને ભક્તિભાવપૂર્વક નિરંતર રટણ કરનારને પ્રતિકૂળતા અને વિપત્તિઓ નડતી નથી. અને આ જગતની અંદર રિદ્ધિ-સિદ્ધિ, સુખ, સમૃદ્ધિ વગેરે મળે છે. આ રીતે ભક્તામર સ્તોત્રની આરાધના કરનાર જીવ પોતે તેના પ્રભાવે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. પરંતુ વાત કે રહસ્ય આટલેથી અટકતું નથી. એક કથામાં એવું આવે છે કે દેશાવર જવા નીકળેલા ત્રણ સાથીમાંથી પહેલાને તાંબાની ખાણ મળતા રોકાઈ જાય છે. બીજા બે આગળ જવાથી કંઈક વધુ સારું મળશે તે આશાએ આગળ જાય છે તો તેમને સોનાની ખાણ મળે છે અને તેનાથી સંતુષ્ટ થઈને બીજો સાથી અહીં રોકાઈ જાય છે અને તેમનો છેલ્લો સાથી સોનાથી પણ સંતુષ્ટના થતાં કંઈક વધુ મૂલ્યવાન મેળવવા પોતાનો પુરુષાર્થ અને મુસાફરી જારી રાખે છે તો તેને હીરા અને રત્નોની ખાણ મળે છે. આ જાણીતી લોકકથા અહીં ઘણી જ બંધબેસતી થાય છે. ભાવવિભોર થઈ ભક્તિરસમાં ડૂબેલો જીવ આ સ્તોત્રનો પાઠ કરે છે ત્યારે તે નિરંતર પાઠ કરતો હોવાથી તેને પૃથ્વીલોકના સુખ સાધનો અને સામગ્રી સહજપણે પ્રાપ્ત થાય છે ત્યારે બીજી કોઈ વ્યક્તિ પોતે આ સ્તોત્રનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક નિરંતર પાઠ કરે તો તેનામાં પ્રગટ થયેલા ધનાદિગુણો વગેરેને કારણે તે આ લોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. અને વિપુલ પુણ્યબંધના કારણે તે સ્વર્ગલોકના સુખને પણ પ્રાપ્ત કરે છે . અંતે આનાથી પણ આગળ વધેલો આત્મા કંઠમાં આ સ્તોત્રને પુષ્પમાળા તરીકે એ રીતે ધારણ કરે છે કે જેમ કોઈ યોગી પોતાની સર્વનાડીઓનું વિશુદ્ધિકરણ કરતાં-કરતો વિશુદ્ધચક્ર, આજ્ઞાચક્ર, સહસ્ત્રાર તરફ આગળ વધે અને તે પણ યોગીની યોગ પ્રક્રિયા દ્વારા નહીં પરંતુ ભક્તિમાર્ગના પરમ શુદ્ધ સમર્પણ દ્વારા અહંકારનો નાશ કરી આત્માના પ્રદેશ-પ્રદેશે આત્મગુણોની ભક્તિ સિવાય જેને બીજુ કંઈ હોય નહીં તેવા વિરલ આત્માઓ જિતેન્દ્રિય થઈ વીતરાગતા પ્રાપ્ત કરી પરમપદને અને મોક્ષને પામે છે. આમ આ સ્તોત્રના અંતિમ શ્લોકમાં અત્યંત રહસ્યપૂર્ણ બોધ અને શિક્ષાવચન દ્વારા મહાકવિએ જણાવ્યું છે કે આ એક જ સ્તોત્રનો તમે જે ભક્તિભાવથી અને ઉત્કંઠતાથી પ્રયોગ કરશો, જેવા તમારા ઉપયોગ અને પરિણામ હશે તે પ્રમાણે દરેક ભક્તને ઇહલોકની રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી જે સ્વયં કોઈને વશ નથી થતી, તે આ સ્તોત્રને નિરંતર કંઠમાં ધારણ કરનારને સહજપણે અને અનાયાસે પ્રાપ્ત થાય છે. For Private Personal Use Only ૧ ૦૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ 3. સ્તોત્રની મહિમાવંતી કથાઓ શ્લોક નં. ૧-૨ ની વાર્તા બંધનમાંથી મુક્તિ જૈન ધર્મનો જયજયકાર ઉજ્જૈન નગરીમાં તે સમયે રાજા ભોજ રાજ્ય કરતા હતા. તે શૈવધર્મી હતા. રાજ્યસભામાં જે પંડિતો હતા. તેમાંના ઘણાં લોકો જૈન ધર્મ તરફ પૂર્વગ્રહ રાખતા હતા. રાજાને પણ જૈન ધર્મ તરફ કોઈ ખાસ પ્રીતિ ન હતી. તે સમયે નગરમાં દેવચંદ શેઠ નામે એક ધર્મિષ્ઠ વેપારી શ્રાવક રહેતા હતા. દેવચંદ શેઠને ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. અને શ્રાવક ધર્મનું ઉત્તમ રીતે પાલન કરતા હતા. વળી, તેમને શ્રી ભક્તામર સ્તોત્ર ઉપર પણ અનન્ય શ્રદ્ધા હતી. તેમની ખ્યાતિ એક ઉત્તમ ધાર્મિક પુરુષ તરીકે નગરમાં ફ્લાયેલી હતી અને વખત જતાં તે રાજાના દરબાર સુધી પણ પહોંચી હતી. ભોજ રાજાના શૈવધર્મી પંડિતોએ કાનભંભેરણી કરવાથી જૈનધર્મની પરીક્ષા કરવાના હેતુથી રાજાએ સેવકો દ્વારા દેવચંદ શેઠને દોરડાઓથી મુક્ટાટ બાંધીને નગરમાં પૂર્વદરવાજે આવેલા પાણી વિનાના એક અંધારા કૂવાના તળીયે ઉતારી દીધા. દેવચંદ શેઠ તો આ આપત્તિના સમયે એકાગ્રતાથી ભક્તિભાવપૂર્વક ભક્તામર સ્તોત્રના પહેલા અને બીજા શ્લોકનું સ્મરણ કરવા લાગ્યા. શેઠની ધર્મ શ્રદ્ધા ગજબની હતી. પાપનો ઉદય અને કર્મફળ સમજીને જરાપણ ચલિત થયા વિના આ સ્તોત્રના તે બંને શ્લોકના સતત જાપ કરતા. ત્રણ દિવસનો અઠ્ઠમ તપ થઈ ગયો. ત્યારે મધ્યરાત્રીએ અંધારા કૂવામાં પ્રકાશના તેજપુંજ રેલાયા. શ્રી ઋષભ તીર્થંકર પરમાત્માના શાસનદેવી ચકેશ્વરી માતા પ્રગટ થયાં. પરમાત્માના ભક્તને બંધનમાંથી મુક્ત કર્યા અને કિંમતી વસ્ત્ર તેમજ સુવર્ણ અને રત્નના અલંકારોથી માતાએ તેમની શ્રદ્ધાની જાણે કે પ્રશંસા કરી ! એક તરફ આમ બન્યું તો બીજી બાજુ કોણ જાણે કેમ રાજા ભોજ કોઈ વ્યાધિથી પીડાવા લાગ્યા. આ સમયે સેવકોએ રાજાને જણાવ્યું કે આનો ઉપચાર તો ધર્મપ્રેમી શેઠ દેવચંદ જ જાણે છે આથી રોગમુક્ત થવા માટે રાજાએ સેવકોને દેવચંદશેઠ પાસે મોકલ્યા. તેમને કૂવામાંથી બહાર કાઢી માન-પાનસહિત લાવવા જણાવ્યું. રાજાના કહેવાથી સેવકો દેવચંદ શેઠ પાસે આવ્યા ત્યારે તેમને શેઠને બંધનમુક્ત હાલતમાં અને કિંમતી વસ્ત્રોથી સજ્જ થયેલા જોઈ બધાને જૈન ધર્મ પર શેઠની શ્રદ્ધાના કારણે થયેલા ચમત્કારની ખાતરી થઈ. રાજાએ પણ આ For Privagonal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વાત જાણી અને ત્યારપછી શેઠે મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રના પહેલા અને બીજા શ્લોકનું અત્યંત ભાવપૂર્વક સ્મરણ કરી શાસનદેવીને યાદ કરી તેનાથી અભિમંત્રિત કરેલું જળ રાજા ભોજ ઉપર છાંટતા રાજાનો રોગ તે જ સમયે ચમત્કારિક રીતે ગાયબ થઈ ગયો. આમ, દેવચંદ શેઠની બંધનમાંથી મુક્તિ અને રાજાભોજની રોગમાંથી મુક્તિ એમ બેવડા ચમત્કારના કારણે આખી ઉજ્જૈનીમાં જૈન ધર્મનો જય-જયકાર થઈ ગયો. શ્લોક નં. ૩-૪ ની વાર્તા ગરીબમાંથી તવંગર રોડપતિમાંથી કરોડપતિ ! જૂનાસમયની વાત છે. ઉજ્જૈન પાસે એક નાના ગામમાં ધર્મે શ્રદ્ધાળુ શ્રાવક વીરચંદભાઈ રહેતા હતા. કર્મની ગતિ વિચિત્ર કે તેમને જીવનમાં ધનનું કોઈ સુખ મળ્યું ન હતું. ઘણાં પ્રયત્ન અને નાના-નાના અનેક ધંધા કરવા છતાં દરેક વખતે નુકશાન થતું અને દરિદ્રતા તેમને જાણે કે આજીવન વરેલી હતી. એક દિવસ તેમના ગામમાં આચાર્ય ભગવંતની પધરામણી થઈ. વ્યાખ્યાન સાંભળવા સૌની સાથે વીરચંદભાઈ પણ ગયા. પૂજ્યશ્રીએ આપેલા ઉત્તમબોધના કારણે ભાવિક ભક્તોએ તેમનો અને જૈન ધર્મનો જય-જયકાર કર્યો. ત્યારપછી વીરચંદભાઈ આચાર્ય ભગવંતને વંદન કરવા ગયા અને લાગણીવશ થયેલા એવા તેમને રડતા હૃદયે પૂજ્યશ્રીને પોતાની કરુણ કથની કહી. આચાર્ય ભગવંતે તેમને ઘણી સાંત્વના આપી. ધર્મ અને કર્મનું રહસ્ય સમજાવ્યું અને મહાપ્રભાવક શ્રીભક્તામર સ્તોત્રના ત્રીજા અને ચોથા શ્લોકની ભક્તિપૂર્વક આરાધના કરવા જણાવ્યું. આથી શ્રાવક વીરચંદભાઈ દ૨૨ોજ ગુરુ આજ્ઞા પ્રમાણે તે શ્લોકોની આરાધના કરતા હતા. એક દિવસ વેપાર અર્થે ગામના મોટા વેપારી વહાણ લઈને પરદેશ જતા હતા. તેમની સાથે તેમને વિનંતી કરી તેથી તેઓ પણ તેમના પ્રવાસમાં જોડાયા. સમુદ્રમાં વહાણો આગળ વધતાં હતાં ત્યારે અચાનક થયેલા દરિયાઈ તોફાનમાં વહાણ તૂટી ગયું. તેમાંના પ્રવાસીઓ દરિયામાં તણાવા લાગ્યા. આવા કઠિન કાળમાં પણ વીરચંદભાઈએ ભક્તામર સ્તોત્રનું આરાધન ખૂબ જ ભાવપૂર્વક ચાલુ રાખેલું. દૈવયોગે તમેના હાથમાં પાટીયું આવી જતાં તે સમુદ્ર કિનારે પહોંચ્યા. આવા કપરા કાળમાં પણ તેની અવિચળ ધર્મ શ્રદ્ધા અને શ્રી ભક્તામર સ્તોત્ર ઉપરની અત્યંત ભક્તિથી પ્રસન્ન થઈ; શાસનદેવીએ પ્રગટ થઈ તેમને દર્શન આપ્યાં. તેમનું દારિદ્ર દૂર કર્યું. ઝવેરાતથી મઢી દીધા અને અનેક બહુમૂલ્ય રત્નની ભેટ આપી. પછી તેઓ હેમખેમ પોતાના વતનમાં પાછા આવ્યા. (૧૭૨) Page #188 -------------------------------------------------------------------------- ________________ ગરીબમાંથી તવંગર બનેલા તેમણે દયાદાનના કાર્ય કર્યા અને રોડપતિમાંથી કરોડપતિ બનેલા તેમણે જીવનપર્યત શ્રીભક્તામર સ્તોત્રની આરાધના કરી, શ્લોક નં. ૫-૬-૭ ની વાર્તા હાથના કર્યા હૈયે વાગ્યાં! સત્યનો જય : આ કથા પટણા શહેરની છે. ત્યાં ધનાવહ નામે એક અત્યંત ધર્મિષ્ઠ જૈન શ્રાવક થઈ ગયા. તે ઘણા ભદ્રિક જીવ હતા. તેમણે ઘણી સાધર્મી ભક્તિ કરી હતી. એક સુંદર દેરાસર પણ તેમણે બંધાવ્યું હતું. શેઠ પોતે ત્યાં નિયમિત હંમેશા સેવા-પૂજા કરતા હતા. અને દેરાસરમાં ભક્તામર સ્તોત્રના પાઠ સાથે ૫-૬-૭માં શ્લોકની વિશિષ્ટ આરાધના પણ કરતા હતા. તેમની ધર્મ શ્રદ્ધા અવિચળ હતી. અને દાનાદિક માટે તેઓ જાણીતા હતા. એક સમયની વાત છે. પટણામાં ધૂલીપાત નામે એક વેષધારી સાધુ આવ્યો. તે પોતે તાંત્રિક અને કામણ ટ્રમણનો જાણકાર હોવાથી નાનાં-નાનાં ચમત્કારો દ્વારા લોકોને ઝડપભેર આકર્ષવા લાગ્યો.. અને પોતાની જાતને મહાન માનવા લાગ્યો. એક દિવસ કોઈએ કાનભંભેરણી કરી કે જૈનધર્મી ધનાવહ શેઠ આવા ચમત્કારોમાં માનતા નથી. તેથી પરચો બતાવા માટે તેણે પોતાની વિદ્યાના સહારે શેઠના મકાન ઉપર ધૂળ-કાંકરા અને માટીના ઢેફાંનો વરસાદ વરસાવ્યો. અચાનક આવી પડેલી આ આપત્તિથી જરાપણ વિચલિત થયા વિના ધનાવહ શેઠે શ્રીભક્તામર સ્તોત્રના ૫-૬-૭ શ્લોકનું વિધિવત આરાધન કરતાં ટૂંક સમયમાં જ શાસનદેવી તેમની વહારે આવ્યા. ભક્તની પીડા હરી. અને સઘળી વિપત્તિ ધૂલીપાતના ત્યાં પાછી મોકલી દીધી. હવે તો ધૂલીપાતને હાથના કર્યા હૈયે વાગ્યાં. તેણે ઘણાં કામણટ્રમણ અને મંત્રની આરાધના કરવા છતાં તેની વિપત્તિ ઉત્તરોત્તર વધતી ગઈ ત્યારે હારી-થાકીને શાસનદેવીની માફી માંગી તેમનું શરણ સ્વીકારી ફરી કોઈને આવી રીતે હેરાન નહીં કરવાનું વચન આપ્યું. ત્યારે દેવીએ તેને માફ બક્ષી. ધૂલીપાત પટણામાં હંસીપાત્ર બન્યો તેને નગર છોડવું પડ્યું. શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા અચિંત્ય છે. જેને જેવી શ્રદ્ધા હોય તેને તેવું ઉત્તમ ફળ મળે છે. આ સ્તોત્રનું આરાધન ભૌતિક વિપત્તિ દૂર કરે છે. અને આત્માર્થી સાધકના કર્મ ક્ષયમાં સહાયક થઈ મુક્તિપંથે લઈ જાય છે. (૧૦૩). Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્લોક નં. ૮-૯ ની વાર્તા આફ્ત ટાળી ઐશ્વર્ય આપે. વસંતપુર નામે નગરમાં કેશવદત્ત નામે એક દરિદ્ર શ્રાવક રહેતો હતો. તે શહેરમાં રહેતા બીજા ધનવાનોને જોઈ પોતાની દરિદ્રતાનું તેને ઘણું દુઃખ થતું. તેને એમ થતું કે નીતિવાન દરિદ્ર રહે છે. અને અનીતિ કરે તે ધનવાન થાય છે. તેની આવી માન્યતાના કારણે તેની ધર્મ શ્રદ્ધા પણ ડગમગી ચૂકી હતી. તે સમયે તે ગામમાં એક જૈન મુનિ પધાર્યા હતા. લોકો દૂર-દૂર થી તેમના વ્યાખ્યાન સાંભળવા જતા હતા. પોતે જૈન હોવાથી લોકલાજે મનેકમને વ્યાખ્યાન સાંભળવા ગયો. મુનિશ્રીનો ધર્મ બોધ અને કર્મ પ્રકૃતિના તાંડવ અને રહસ્યની વાત જાણી તેને ધર્મની સાચી સમજની પ્રાપ્તિ થઈ. મુનીશ્રીની અનન્ય ભક્તિ કરતાં તેમણે તેને ૮-૯ શ્લોકનું નિયમિત આરાધન કરવા જણાવ્યું. એક તરફ તેની ધર્મશ્રદ્ધા વધી અને બીજી તરફ તેમને ધીમે-ધીમે થોડું ધન પણ મળ્યું. વિશેષ ધન કમાવા માટે સાહસિક કેશવદત્ત પરદેશ જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં જંગલમાં તેને એક ઠગ મળ્યો. તેણે ઘણી લોભામણી વાતો કરી. ઠગના કહેવા મુજબ જંગલમાં એક એવો કૂવો હતો કે જેમાં વિશિષ્ટ પ્રકારનો રસ ભરેલો હતો. તે રસ લોખંડ ઉપર ચોપડવાથી લોખંડ સોનું થઈ જતું. આ રસની પ્રાપ્તિ માટે તે બંને જણા કૂવા પાસે ગયા. પછી ઠગે કેશવદત્તને દોરડું બાંધી એક હાથમાં તૂંબડું પકડાવી દોરડાના સહારે કૂવામાં ઉતાર્યો અને કેશવદત્ત રસથી ભરેલું તૂંબડું લઈ ફરી કૂવાની બહાર આવી જવા તૈયાર થયો, ત્યારે ઠગે રસનું તૂંબડુ હાથમાંથી લઈ લીધું અને ઠગે દોરડું છોડી દેવાથી કેશવદત્ત ફરી કૂવામાં પટકાયો. ઠગ તુંબડુ લઈને ભાગી ગયો. દૈવ યોગે કેશવદત્તને ખાસ વાગ્યું નહતું. એકાંત જંગલમાં કૂવામાં પડેલા તેણે શ્રી ભક્તામરના શ્લોક ૮૯નું ખૂબજ ભાવપૂર્વક આરાધન કરતાં સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈ તેને આફતમાંથી ઉગાર્યો અને ખૂબજ સુવર્ણ અને રત્નો સાથે તેને હેમખેમ વસંતપુર પહોંચાડ્યો. આમ શાસનદેવીએ તેની આફત ટાળી ધન વૈભવ અને ઐશ્વર્ય પણ આપ્યું. સાચી શ્રદ્ધાનો હંમેશા જય થાય છે. શ્લોક નં. ૧૦-૧૧ ની વાર્તા કામધેનુનો ચમત્કાર આ વાત અણહિલપુર પાટણની છે. જૂના જમાનામાં ત્યાં પરમ શ્રદ્ધાવંત કમદી નામના શેઠ રહેતા હતા. જૈન ધર્મનું તેઓ સુંદર રીતે પાલન કરતા હતા For Priva(૧ ૭૪)nal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ અને શ્રી ભક્તામરસ્તોત્રના આરાધક હતા. તેમને આ સ્તોત્રના ૧૦, ૧૧મા શ્લોકમાં ઘણો ભક્તિભાવ રહેતો હતો. સવાર-બપોર અને સાંજ તેઓ આ સ્તોત્રના આ શ્લોકનું આરાધન કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ એક વખત રવયં શાસનદેવી પ્રગટ થયા અને તેમણે તેમને કહ્યું આજે તારે ત્યાં કામધેનુ ગાય આવી જશે. તે તારે ત્યાં ૩૧ દિવસ રહેશે. તું તેને દોહીને જે ઘડામાં દૂધ ભરીશ તે દૂધ સ્વયં સોનું થઈ જશે. પછી ખરેખર તે જ પ્રમાણે જ બન્યું. કમદી શ્રાવક રોજ ભક્તામરની આરાધના કરતા અને રોજ એક ઘડો ભરી સોનું મળતું હતું. છેલ્લા ત્રણ દિવસ અઠ્ઠમ કર્યો. ફરીથી દેવી પ્રસન્ન થઈ પ્રગટ થતાં શેઠે એક દિવસ વધુ કામધેનુને રાખવા વિનંતી કરી અને તેના કારણમાં જણાવ્યું કે ૩૨માદિવસે મારે કામધેનુના દૂધમાંથી ખીર બનાવી નગરને જમાડવું છે અને ધર્મનો જય જયકાર કરવો છે. દેવી તથાસ્તુ કહી અંતર્ધાન થયાં. બીજા દિવસે કામધેનુના દૂધમાંથી નગરના રાજા સહિત તમામ નગરજનોને અલૌકિક ખીરનું ભોજન કરાવ્યું અને શ્રીભક્તામરના આરાધનથી પોતાને પ્રાપ્ત થયેલા ધનની સઘળી વિગત રાજાને જણાવી. રાજા અતિ પ્રસન્ન થયા. જૈન ધર્મ તરફ સહુનો સભાવ ખૂબ જ વધ્યો. સાધાર્મિક ભક્તિ અને સારા કામોમાં ખૂબ જ ધન વાપરી કમદી શ્રાવકે શેષ જીવન ધર્મમય અને શાંતિપૂર્વક વીતાવ્યું. શ્રી ભક્તામર સ્તોત્ર એક સ્વયં કામધેનુ સમાન છે તેની પાસે જે માંગો તે મળે તેમ છે. પોતાના અહંકારને શૂન્ય કરી પરમાત્માને સમર્પિત થનાર ભક્તને ભક્તામરરૂપી કામધેનુ દ્વારા સ્વયં શિવરમણી વરે છે. અર્થાત ભક્તિવંત આત્મા અંતર્મુખ થઈ સમર્પિત થઈ સમ્યગ દર્શન અને મોક્ષને પામે છે. શ્લોક નં. ૧૨ ની વાર્તા માયાવી વિધાનો પરાજય જૂના સમયની વાત છે. તે વખતે ચંપાનગરીમાં કર્ણ રાજા રાજ્ય કરતા હતા. તેના પ્રધાનનું નામ સુબુદ્ધિ હતું. તે જૈન ધર્મ પાળતા હતા અને ભક્તામર સ્તોત્રના આરાધક હતા. એક વખતની વાત છે, રાજા સભા ભરીને બેઠા છે. તેવામાં ત્યાં એક જાદુગર આવ્યો અને પોતાના જાદુઈ પ્રયોગો અને કળા દર્શાવવાની રજા માગી. રાજાની અનુમતિ મળતાં વિવિધ પ્રકારના અનેક ખેલો રજૂ કરી તેણે સભાજનોનું મનોરંજન કર્યું. જેમ-જેમ લોકો ખુશ થતા ગયા તેમ-તેમ જાદુગર વધુ ખીલ્યો For Private Personal Use Only ૧ ૦૫) Page #191 -------------------------------------------------------------------------- ________________ અને ત્યારપછી તેણે જુદા-જુદા દેવ-દેવીના વેશ ધારણ કરી એવા ખેલો રજૂ કર્યા કે જેમાં તે દેવ-દેવીની હાંસી-મશ્કરી થતી અને સભાજનો પણ તેવા વેશધારી દેવ-દેવીની ઠેકડી ઉડાવવામાં ઘણા ખુશ થતા હતા. આ જાતના ખેલો તરફ પેલા પ્રધાન સુબુદ્ધિને નારાજગી થઈ. જાદુગરે રામ કૃષ્ણ-શંકર વગેરેના પણ ખેલ કર્યા. તેથી, પ્રધાને આવા ખેલો નહીં કરવા સૂચના આપી પરંતુ સભાનું મનોરંજન થતું હતું તેથી, ત્યારપછી જાદુગરે જૈનસાધુ વગેરેના ખેલ દ્વારા તેમની પણ હાંસી ઉડાવી આથી, શ્રદ્ધાવંત પ્રધાન સુબુદ્ધિએ તરત જ ભક્તામર સ્તોત્રના બારમા શ્લોકનું અત્યંત ભક્તિપૂર્વક આરાધન કરતાં અને મનોમન શાસનદેવીને આ પ્રયોગ અટકાવવા પ્રાર્થના કરતા એક ચમત્કાર થયો. શાસનદેવીએ તે સભામાં પ્રગટ થઈ જાદુગરને એક જોરદાર તમાચો મારતા તેનું મોં વાંકુ થઈ ગયું અને લાખ કોશિષ કરવા છતાં જાદુગરની કોઈ કારી ફાવી નહીં. શરમથી તેનું મસ્તક ઝૂકી ગયું અને આખી સભા જાદુગરની હાંસી ઉડાવવા લાગી. આવી કપરી પરિસ્થિતિમાં તે દયાળુ પ્રધાનની વિનંતીને સ્વીકારી શાસનદેવીએ જાદુગરને માફ કર્યો, તેનું મોં હતું તેવું જ થઈ ગયું. તેણે પણ શાસનદેવીની અંતઃકરણપૂર્વક માફી માંગી અને સભામાંથી નતમસ્તકે વિદાય લીધી. દુર્લભ એવો મનુષ્યભવ વારંવાર મળતો નથી. મહાપુણ્ય યોગે મનુષ્ય અવતાર મળે ત્યારે પણ પોતે જ રચેલી કર્મરૂપી માયાવી જાળમાં મનુષ્ય જાતે જ ફસાતો જાય તો તેને કોણ બચાવી શકે? આ વાર્તામાં જેમ જાદુગરે પોતાના ખેલ દ્વારા સભાનું મનોરંજન કરેલ પરંતુ અભિમાનમાં ભાન ભૂલતાં તેની જે વલે થઈ તેવી સ્થિતિમાંથી બચવા માટે જો જીવ ભક્તિપૂર્વક આરાધના કરે, અભિમાનનો ત્યાગ કરે અને કર્મની નિર્જરા કરે તો તેનું મનુષ્ય જીવન સાર્થક થાય. શ્લોક નં. ૧૩-૧૪ ની વાર્તા શિયળ રક્ષક મંત્રઆરાધના અણહિલપુર પાટણમાં સત્યવાન નામે જૈનધર્મી ભક્તિવંત શ્રાવક રહેતો હતો. તેની શ્રી ભક્તામરસ્તોત્ર ઉપર ઘણી શ્રદ્ધા હતી. તેથી તે આ સ્તોત્રનું ત્રિકાળ આરાધન કરતો હતો. તેને એક પુત્રી હતી તેનું નામ ડાહી હતું. નામ પ્રમાણે જ તેના ગુણ હતા. પિતાનો સંસ્કાર વારસો પામેલી ડાહી પણ શ્રી ભક્તામર સ્તોત્રની ભક્તિપૂર્વક નિત્ય આરાધના કરતી હતી. વખત જતાં ડાહીનું લગ્ન થયું. તેનું સાસરું ભરૂચ શહેરમાં હતું. લગ્ન ૧૦૬). Page #192 -------------------------------------------------------------------------- ________________ થતાં ડાહીને સાસરે વળાવી. તે ઘણાં માણસો સાથે ભરૂચ તરફ જતી હતી ત્યારે ત્યાં અચાનક લૂંટારાઓની એક ટોળી ધસી આવી તેથી, ભયભીત થયેલા લોકો આમતેમ નાસભાગ કરવા લાગ્યા. આવી વિકટ સ્થિતિમાં ડાહીના ચારિત્ર્ય રક્ષણ માટે ભય ઉભો થયો ત્યારે શિયળવંતી ડાહીએ શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તામર સ્તોત્રના ૧૩મા અને ૧૪મા શ્લોકનું આરાધન કરી શાસનદેવીને પોતાના રક્ષણ માટે પ્રાર્થના કરી. અને અંતઃસ્કુરણા થતાં પોતાની પાસે પડેલા જળ ભરેલા પાત્રમાંથી જળ લઈ તેનો લૂંટારાઓ પર છંટકાવ કરતાં તે લૂંટારાઓ પોતે જે સ્થળે ઉભા હતા ત્યાં જ ધરતી સાથે તેમના પગ ચોંટી ગયા. એવો ગજબનો ચમત્કાર થયો કે કોઈ પોતાનું એકપણ અંગ સહેજે હલાવી શકતું નહોતું. આ શિયળવંતી ડાહીની મંત્ર આરાધનાનો પ્રભાવ હતો! ત્યારપછી ડાહીએ નાસભાગ કરતા પોતાના સગાંઓને બૂમ મારી પાછા બોલાવ્યા. લુંટારાઓનો સરદાર આ ચમત્કારથી ઘણો જ ભયભીત થઈ ગયો હતો. તેણે ડાહીની તેમજ સહુકોઈની ક્ષમા માંગી, ફરીથી કોઈ જાનને નહીં લૂંટવાની પ્રતિજ્ઞા લીધી તેથી, દયાળુ ડાહીએ ફરીથી મંત્ર આરાધન કરી શાસનદેવીને વિનંતી કરી ફરીથી જળ છાંટતા તે લૂંટારાઓનું હલનચલન શક્ય બન્યું, સહુની ફરીથી ક્ષમા માગી સૌ વિદાય થયા અને ભરૂચ શહેરમાં આ ચમત્કારની વાત વાયુવેગે ફેલાતાં જૈન ધર્મનો જય-જયકાર થયો. અનંતકાળથી જીવને કામ-ક્રોધ અને મોહરૂપી લૂંટારાઓ લૂંટતા આવ્યા છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનતાના કારણે આમ બને છે. તેથી, જે જીવ ભક્તિપૂર્વક પરમાત્માને સમર્પિત થાય છે તેમનું રક્ષણ બાહ્ય-અભ્યતર શત્રુઓથી નિત્ય નિરંતર થાય છે. શ્લોક નં. ૧૫ ની વાર્તા પિશાચની પીડામાંથી મુક્તિ ચંપાનગરીમાં તે વખતે ઘુરસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નામ પ્રમાણે જ ગુણવાળા ગુણચંદ્ર પ્રધાન હતા. રાજા અને પ્રજા બધી વાતે સુખી હતા. હવે એક વખત એવું બન્યું કે એક મહાભયંકર પિશાચ રાજાને વળગ્યો. તેમના શરીરમાં અનેક પ્રકારના ઉત્પાત કરવા લાગ્યો. પ્રધાનમંત્રી અને પ્રજાજનો ખૂબ જ મૂંઝાયા. અનેક ઉપાયો કરવા છતાં રાજાની સ્થિતિ યથાવત હતી. એક વખત ચંપાનગરીમાં એક મહાપ્રતાપી તપસ્વી જૈનમુનિનું આગમન થયું. તેમના પ્રભાવથી લોકોની જૈનધર્મમાં શ્રદ્ધા વધતી જતી હતી. આ વાત For Priyaog)sonal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ નરૂા. જાણતા એક દિવસ ગુણચંદ્ર કેટલાક સજ્જનો સાથે મુનિશ્રીને મળ્યા. ભક્તિભાવપૂર્વક વંદન કરી, રાજાને માથે આવેલી આપત્તિની વાત કરી અને રાજાને દુઃખમુક્ત કરવા વિનયપૂર્વક પ્રાર્થના કરી. | મુનિશ્રીને પણ આ વાત જાણી દયા આવી. તેમણે પ્રધાનને બીજે દિવસે રાજાને લઈ ફરી મળવા આવવાનું કહ્યું. રાત્રે મુનિશ્રીએ શ્રી ભક્તારમસ્તોત્રની આરાધના કરી અને તેમાં પણ ૧પમા શ્લોકની વિધિવત આરાધના કરી તેથી શાસનદેવી પ્રગટ થયાં. મુનિશ્રીએ રાજાને પિશાચની પીડામાંથી મુક્ત કરવાનો ઉપાય બતાવવા વિનંતી કરી ત્યારે દેવીએ કહ્યું કે, “૧૫માં શ્લોકની આરાધના કરી આ રાખ વડે રાજાના કપાળમાં તિલક કરવાથી તે પિશાચની પીડામાંથી મુક્ત થશે.” બીજે દિવસે ગુણચંદ્ર રાજાને પ્રતિષ્ઠિત નગરજનો સાથે ઉપાશ્રય લઈ આવ્યા. મુનિશ્રીએ દેવીની સૂચના પ્રમાણે રાજાના કપાળમાં તિલક કરતાવેંત તે પિશાચની પીડામાંથી સદાને માટે મુક્ત થયા. ચંપાનગરીમાં આ વાત વાયુવેગે લાતા પ્રજાજનોના આનંદનો પાર ન રહ્યો. જૈનધર્મનો મહિમા અને જયજયકાર વધ્યા. દરેક મનુષ્યને મોહરૂપી પિશાચ જ્યાં સુધી વળગેલો હોય છે ત્યાં સુધી તે મોહબ્ધ થઈ ન કરવાના કામો કરે છે અને ચારે ગતિમાં અનંતકાળ સુધી જીવ ભટક્યા કરે છે. આ મોહરૂપી પિશાચની પીડામાંથી જેને મુક્ત થવું હોય તેણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. પ્રભુ સાથેની પ્રીત અને પ્રભુ તરફનું સમર્પણ એ જ મોહરૂપી પિશાચની પીડામાંથી મુક્ત થવાનો રામબાણ ઉપાય છે. શ્લોક નં. ૧૬-૧૭ ની વાર્તા દુરાચારીમાંથી સદાચારી સારંગપુર નામે એક શહેર હતું. ત્યાં સગર નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને દેવીસિંહ નામે એક પુત્ર હતો. રાજા પોતે ધર્મપરાયણ અને સદાચારી હતા પરંતુ જેમ દીવા પાછળ અંધારું હોય છે તે રીતે રાજપુત્ર દેવીસિંહ દુરાચારી હતો. તેનામાં બધા દુર્ગુણો અને અપલક્ષણો હતા. તે ખુશામતપ્રિય અને ઘમંડી હતો. દેવીસિંહ તેની આવી પ્રકૃતિ અને પ્રવૃત્તિના કારણે લોકોમાં અપ્રિય હતો. પ્રજાજનો તેનાથી ડરતા. રાજાને તેની ઘણી ફરિયાદો મળતી. સગર રાજાએ અનેક પ્રકારે અનેક પ્રયત્નો કરવા છતાંય દેવીસિંહના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. એક વખતની વાત છે. દેવીસિંહ તેના મિત્રો સાથે ઉદ્યાનમાં ફરવા (૧૭૮). Page #194 -------------------------------------------------------------------------- ________________ માટે ગયો હતો. ત્યાં તેણે એક ધ્યાનમગ્ન મુનિને જોયા. તે ત્યાં રોકાયો અને તેમને પરેશાન કરવાની વિચારણા કરી. ધ્યાનપૂર્ણ થતાં જાગેલા મુનિને તેણે અનેક કુવચનો કહ્યાં, “સ્વર્ગ કે નર્ક જેવું કાંઈ નથી, તમે અજ્ઞાન લોકોને ઠગો છો” આવાં અનેક વચનો સાંભળીને મુનિને એવો ભાવ થયો કે આને બોધ આપવો જોઈએ. તે મુનિએ મૌનપણે ભક્તિભાવથી ભક્તામર સ્તોત્રના ૧૬મા અને ૧૭મા શ્લોકનું આરાધન કરતા અને રાજકુમારને સાચો બોધ મળે તેવી ભાવના ભાવતા એક ચમત્કાર થયો. મુનિ ધ્યાનમગ્ન થયા અને રાજકુમાર બેભાન થઈ ગયો. બેભાન અવસ્થામાં રાજકુમારે ચિત્રવિચિત્ર દશ્યો જોયા, યમરાજને જોયા, નારકીના મહાભયંકર દુઃખોને ભોગવતા અનેક જીવોને તે સાક્ષાત જોઈ રહ્યો. આ બધું જોતાં તેણે ભાગવાની કોશિશ કરી ત્યારે યમરાજે તેને પડકાર્યો. તેના દુષ્કૃત્યોનો ઇતિહાસ તેને પકડી રાખી સમજાવ્યો. અને નારકીના દુઃખો તેણે ભોગવવા પડશે જ તેમ કહ્યું. આથી, રાજકુમારે અત્યંત ભારે પશ્ચાતાપ કર્યો અને મનોમન દઢ સંકલ્પ કર્યો કે, “સગર રાજાથી પણ હવે સવાયો સદાચારી થઈ જીવન વિતાવીશ.” ખરો, ચમત્કાર હવે થયો. મુનિશ્રી ધ્યાનમાંથી જાગ્યા. દેવીસિંહ મોહમૂછમાંથી જાગૃત થયો તેને સઘળું યાદહતું. તે મુનિશ્રીના ચરણમાં પડ્યો. તેમને ગુરુપદે સ્થાપી બાકીના જીવનમાં ઉત્તમ સદાચાર સેવ્યો. આથી, એ બોધ મળે છે કે જે પુરુષના ચરણને સેવે છે તેની મોહનિદ્રા ભાગે છે. શ્લોક . ૧૮ ની વાર્તા શ્રીસંઘની સામૂહિક આરાધનાથી વિપત્તિ ટળી આ વાત કુમારપાળ મહારાજાના સમયની છે. ખંભાત અને પાટણ ગુજરાતની ધર્મનગરી તરીકે પ્રસિદ્ધ થયેલી હતી. પાટણ પંડિતો અને વિદ્વાનોની નગરી તરીકે ખૂબ જ જાણીતી હતી. પાટણમાં સમૃદ્ધ જ્ઞાનભંડાર હતો. કુમારપાળ મહારાજા પોતે ધર્મપરાયણ જૈન ધર્મી હતા. તેમના મહામંત્રી અંબડ હતા. અંબડ પણ બુદ્ધિશાળી અને ધર્મપરાયણ જૈન ધર્મી હતા. એક વખત અંબઇમહામંત્રીએ ધર્મયાત્રાએ જવાનો નિર્ણય કર્યો. પોતાની માતા, વિશાળ પરિવાર અને અનેક શ્રાવકો સાથે પોતે સંઘપતિ થઈ પાટણથી ભદ્રેશ્વરનો સંઘ કાઢ્યો. તે જમાનામાં સંઘ માટે મુસાફરીનું વાહન ગાડાં હતાં. આ રીતે શ્રી સંઘ નિર્વિને આગળ વધતો હતો ત્યારે એક વખત મજાની ચાંદની રાતે ડેરા તંબુ ઉઠાવી આગળ પ્રયાણ કરવા વિચાર્યું. ડંકા નિશાન ધણધણી For Private Peysonal Use Only ૧ ૭૯) Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉઠ્યા. ગાડાઓની લાંબી હારમાળા સાથે શ્રીસંઘના પ્રયાણની શરૂઆત થઈ. હવે અહીં એક કૌતુક બન્યું. કોઈ મિથ્યાત્વીદેવ આ સંઘની મુસાફરીમાં વિઘ્ન કરવા આવી ચડ્યો. તે જૈન ધર્મનો તેજોદ્વેષી હતો. તેથી, તેણે પોતાની કઠિન શક્તિ દ્વારા શ્રીસંઘને આગળ વધતો અટકાવી દીધો. બધા જાણે ધરતી સાથે ચોંટી ગયા. આવી વિકટ સ્થિતિમાં મહામંત્રી અંબડની ધર્મપરાયણ સુશ્રાવિકા માતાએ પોતે શ્રી ભક્તામરસ્તોત્રના ૧૮મા શ્લોકનું આરાધન શરૂ કર્યું અને સમસ્ત સંઘને પણ તે પ્રમાણે આરાધન કરવા જણાવ્યું. આ પ્રમાણે સામૂહિક આરાધન થતાં સ્વયં શાસનદેવે સહાય કરી. શ્રી સંઘને આફતમાંથી ઉગાર્યો. મિથ્યાત્વીદેવ ને ભગાડી મૂક્યો ત્યારપછી નિર્વિઘ્ને યાત્રા કરી શ્રી સંધ પાટણ પાછો ફર્યો. કુમારપાળ મહારાજા અને પાટણના નગરજનોએ શાસનદેવની ચમત્કારિક સહાયની આ ઘટના જાણી જૈન ધર્મનો જય-જયકાર કર્યો. જે રીતે, મિથ્યાત્વી દેવની આફતમાંથી શાસનદેવે સૌને ઉગાર્યા તે જ રીતે મિથ્યાત્વની પકડમાંથી જેને છૂટવું હોય, જેને ઉગરવું હોય, જેને સમ્યગ્ દર્શન જોઈતું હોય તેણે જીવ-અજીવના સૂક્ષ્મ વિવેક દ્વારા જડમાં જડની અને ચેતનમાં ચેતનની બુદ્ધિ ધારણ કરી હૃદયમાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો યથાર્થ મહિમા લાવી જે કોઈ વીતરાગ પરમાત્માને સમર્પિત થાય છે તે મિથ્યાત્વમાંથી મુક્ત થઈ મોક્ષમાર્ગને પામે છે. શ્લોક નં. ૧૯ ની વાર્તા ચંદ્રકાન્ત મણિની વાર્તા ભરતક્ષેત્રની વિશાળા નગરીમાં લક્ષ્મીકાન્ત નામે એક શ્રાવક રહેતા હતા. તે ધર્મપરાયણ જૈન શ્રાવક સરળ અને ભક્તિ વાળા જીવ હતા. ધર્મમાં તેમને અડ્ગ શ્રદ્ધા હતી. દ૨૨ોજ સામાયિક કરવાની અને ભક્તામરસ્તોત્ર ગણવાનો તેમનો નિયમ હતો. એક વખત લક્ષ્મીકાન્ત શેઠ સામાયિક કરતા હતા ત્યારે કોઈ દેવે તેમના ગુમાસ્તાનું રૂપ ધારણ કરી તેમની દુકાનમાં આગ લાગી હોવાનો સંદેશ આપ્યો. તે સંદેશ સાંભળવા છતાં શ્રદ્ધાળુ શેઠ સામાયિકમાં સ્થિર રહ્યા. બીજી વખત આ દેવે અન્ય ગુમાસ્તાનું રૂપ ધારણ કરી શેઠનો વહાલસોયો પુત્ર ત્રીજે માળથી પડી જવાના અને તેને ખૂબ વાગ્યું હોવાના સમાચાર આપ્યા. તો પણ આવા સમાચાર સાંભળીને શેઠેને તેની અસર ના થઈ. તેમની ધર્મશ્રદ્ધા બળવાન હતી. આથી, છેવટે દેવે પ્રગટ થઈ શેઠની ધર્મભક્તિની અનુમોદના કરી તેમને ચંદ્રકાન્ત મણિ (૧૮૦) Page #196 -------------------------------------------------------------------------- ________________ ભેટ આપ્યો. આ લક્ષ્મીકાન્ત શેઠ એક વખત વેપાર અર્થે ઘણા માણસોને લઈ પરદેશ ગયા. ત્યાં તેઓ ઘણું ધન કમાયા. નવો માલ પણ ખરીદ્યો. અને તેઓ સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે એક જંગલમાં અડધે રસ્તે સાંજ પડી ગઈ. આ જંગલ તેના લૂંટારાઓ માટે જાણીતું હતું. શેઠે ધીરજપૂર્વક વિચાર કરી ભક્તામર સ્તોત્રનો ૧૯માં શ્લોકનો પાઠ કરી દેવે આપેલા ચંદ્રકાન્તમણિને હવામાં ઉછાળ્યો. આ મણિ ચમત્કારિક અને મહાતેજસ્વી હતો. હવામાં અદ્ધર રહેલા ચંદ્રકાન્તમણિએ ચંદ્ર જેવો શીતળ અને ધવલ પ્રકાશ ચોમેર લાવી દીધો. એ આકાશમાં રહી મણિ શેઠના માણસો સાથે ચાલવા લાગ્યો. આમ, ચાંદની જેવા મણિના તેજમાં જંગલનો રસ્તો નિર્વિને કપાઈ ગયો. હવે શેઠે ફરી શ્રી ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકની આરાધના કરી તે ચંદ્રકાન્ત મણિને પોતાની પાસે મેળવી લીધો અને હેમખેમ તેઓ પોતાને વતન આવ્યા. ( વિશાળા નગરીના લોકો અને રાજાએ જ્યારે આ ચમત્કારિક મણિ અને શ્રી ભક્તામર સ્તોત્રની આરાધનાનો પ્રભાવ જાણ્યો ત્યારે સહુનું માન જૈનધર્મ તરફ વધ્યું અને ઘણા લોકો આ સ્તોત્રની આરાધના કરવા લાગ્યા. સંસારની મુશ્કેલીઓ અને આફતોમાં પણ જે સમતાને ધારણ કરે છે અને જેની ધર્મશ્રદ્ધા અડગ રહે છે તે ધર્મપરાયણ જીવ મોક્ષ માર્ગના સાચા અધિકારી છે. શ્લોક નં. ૨૦ ની વાર્તા રાજાની સંતાન ચિંતા ટળી. નાગપુર નામે એ સુંદર મજાનું રળીયામણું નગર હતું. ત્યાં મહિપતસિંહ નામે પ્રજાપ્રેમી રાજા રાજ્ય કરતા હતા. નગરજનો પણ સુખી હતા. આમ, રાજ્યમાં બધી વાતે શાંતિ હતી. - એક વખતની વાત છે. રાજા રાજ્યસભામાં બિરાજમાન હતા. સભામાં પંડિતો, વિદ્વાનો, જ્યોતિષીઓ, સેનાધિપતિ અને મહામંત્રી પણ હાજર હતા. તે વખતે રાજાના ચહેરા ઉપર ઉદાસીની એક લકીર ફરકી ગઈ. ચકોર પ્રધાનમંત્રીથી આ વાત છાની ના રહી. તેણે વિનયપૂર્વક રાજાને તે વિશે પૂછ્યું; ત્યારે રાજાએ કહ્યું કે “મારી વૃદ્ધાવસ્થા નજીક છે અને અમારે ત્યાં સંતાન જન્મનો સમય નજીક આવે છે. તે સંતાન પુત્ર હશે કે પુત્રી તે જાણવાની મને ઇચ્છા છે. જો પુત્રી જન્મે તો રાજ્યનો વારસદાર કોણ થાય તેની મને ચિંતા થઈ જે તમે પકડી પાડી.” For Privac?)onal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ રાજાની આ ચિંતાને ચતુરાઈપૂર્વક પ્રધાનમંત્રીએ સભાસમક્ષ રજૂ કરી અને તેમણે એમ પ્રશ્ન કર્યો કે, “આપણા રાજાજીને ત્યાં પુત્ર જન્મ થશે કે પુત્રી તેનો જવાબ સભામાંથી કોઈ પણ સભાજન આપી શકે છે.” સભામાં મન છવાયું. સહુએકબીજાના મોં જોવા લાગ્યા. કોણ જાણે કેમ પરંતુ ભરી સભામાંથી પ્રત્યુત્તર નહીં મળતા રાજાએ ફરમાન કર્યું કે, “જો ૨૪ કલાકમાં આનો સાચોઉત્તર નહીં આપી શકે તો પંડિતો, વિદ્વાનો અને જ્યોતિષીઓને દેશનિકાલની સજા થશે.” ખૂબ મૂંઝાયેલા સભાજનો છેવટે નગરમાં રહેતા એક મહાજ્ઞાની જૈન મુનિ પાસે ગયા, અને પોતાની મૂંઝવણ જણાવી. મુનિશ્રીએ સૌને સાંત્વના આપ્યું અને ખાત્રી આપી કે, “આવતી કાલે તેઓ પોતે સભામાં આવીને રાજાના પ્રશ્નનો ઉત્તર આપશે.” આથી, સહુ ખુશ થયા અને પોતપોતાના ઘરે ગયા. તે જ દિવસે રાત્રે શ્રીભક્તામર સ્તોત્રના ૨૦ શ્લોકની વિધિવત્ આરાધનાકરી મુનિશ્રીએ શાસનદેવી પાસેથી આ પ્રશ્નનો સાચો ઉત્તર મેળવી લીધો અને બીજે દિવસે સભામાં હાજર રહી રાજાને જણાવ્યું કે “હે રાજનું! આજથી બારમા દિવસે દેવકુમાર જેવા પુત્રરત્નનો આપને ત્યાં જન્મ થશે અને તે જ દિવસે આપના હાથીખાનામાં રહેલ “પટ્ટહસ્તી' નામના હાથીનું અવસાન થશે.” રાજાનું ચિત્ત પ્રસન્ન થયું. આખું નગર આતુરતાપૂર્વક આ આગાહી સાચી જ પડશે તેમ માની આનંદમાં આવી ગયું. રાજાએ પણ પુત્ર જન્મની ખુશાલીની તૈયારી કરવા માંડી. અને ખરેખર “મુનિશ્રી' એ કહ્યું હતું તે મુજબ બારમા દિવસે રાણીએ દેવરત્ન જેવાપુત્રને જન્મ આપ્યો અને પટ્ટહસ્તી નામના હાથીનું અવસાન થયું. આ પ્રમાણે આગાહી સાચી પડતાં સમસ્ત નગરજનોનો અને રાજાનો પૂજ્યભાવ “મુનિશ્રી તરફ ખૂબ વધ્યો. જૈનધર્મ તરફ પણ અહોભાવ વધ્યો અને કોઈએ જૈન ધર્મ અંગીકાર કર્યો ને શ્રીભક્તામરસ્તોત્રની ભાવપૂર્વક આરાધના શરૂ કરી. સંતપુરુષોના ચરણની સેવા કરવાથી અને સંતોના સમાગમમાં રહેવાથી ક્રોધ-માન જેવા કષાયો ક્રમે ક્રમે ઉપશાંત થઈ ચિત્ત નિર્મળ અવસ્થાને ધારણ કરે છે. શ્લોક નં. ૨૧ ની વાર્તા जैनं जयति शासनम् ગુજરાત રાજ્યમાં સુંદરપુર નામે એક ગામ હતું. ર ગામમાં એક દિવસ (૧૮ ૨) Page #198 -------------------------------------------------------------------------- ________________ દેવસૂરિ નામના જૈન મહારાજ વિહાર કરતા-કરતા આવી ચડ્યા. ગામમાં આવ્યા પછી તે પવિત્ર મહાત્માને ખબર પડી કે પૂર્વે આ ગામમાં ઘણાં જૈનોના ઘર હતા. પરંતુ આ ગામ વિહારના માર્ગમાં નહીં આવતું હોવાથી ધીમે-ધીમે જૈનો પોતાનો સ્વધર્મ ભૂલી અન્ય મતપંથમાં જોડાયા હતા. આથી, દેવસૂરિ મહારાજે અહીં થોડો સમય રોકાઈ ગામલોકોને બોધ આપવા વિચાર્યું. અને ગામમાં જૈન ઉપાશ્રય નહીં હોવાથી એક શિવાલયની વિશાળ જગ્યા હતી ત્યાં સ્થિરતા કરી. ગ્રામજનોને આ ખબર પડતાં એમ કૌતુક થયું કે જૈન સાધુ શિવાલયમાં ઉતરે? આથી, જિજ્ઞાસા વશ ઘણા લોકો ત્યાં આવી ચડ્યા. મહારાજ પાસે આ બધા લોકો આવીને તેમનો બોધ સાંભળવા શાંતિથી બેસી ગયા. તેથી, યોગ્ય તક સમજીને મહારાજશ્રીએ જુદા-જુદા ધર્મોની તુલનામાં જૈન ધર્મ કેવી રીતે ચડિયાતો છે તેનો બોધ દાખલા, દલીલો અને મનોહર કથાઓ દ્વારા આપ્યો. આથી, સભામાં બેઠેલા બ્રાહ્મણોને એમ થયું કે લોકો જૈનધર્મી બનશે અને આપણું નાક કપાશે? તેથી, આ બ્રાહ્મણોએ ઉશ્કેરાઈને સભામાં ભંગાણ પાડી મહારાજને પણ ઢસડવાની કોશિશ કરી. અચાનક આવી પડેલી આ આપત્તિ વખતે દેવસૂરિ મહારાજે શ્રી ભક્તામર સ્તોત્રના ૨૧મા શ્લોકનો ભાવપૂર્વક પાઠ કર્યો. અને ચમત્કાર એવો થયો કે અનેક બ્રાહ્મણોએ તેમને ઢસડવાની કોશિષ કરી; પણ તેમના શરીરને એક ઈંચ જેટલું ખસેડી શક્યા નહીં. આથી, ક્રોધે ભરાયેલા તે બ્રાહ્મણોએ મોટા દોરડા વડે તેમને બંધનમાં નાખવાની કોશિશ કરી. મહારાજશ્રીનો પાઠ ચાલુ હતો અને બીજો ચમત્કાર થયો કે દોરડા આપોઆપ તૂટી જવા લાગ્યા. આ ચમત્કારોના કારણે બ્રાહ્મણો ગભરાયા, શરમિંદા બન્યા અને મહારાજશ્રીની ક્ષમા માગી. શિવાલય છોડી નીકળી ગયા. મહારાજશ્રીથી પ્રભાવિત થયેલા લોકોને તેમણે સાચો બોધ આપી ફરી જૈન ધર્મ અંગીકાર કરાવ્યો. આમ, જૈન ધર્મનો જય-જયકાર થયો. પવિત્ર પુરુષો અને મહાત્માઓ વિપત્તિમાં પણ ચલાયમાન થતા નથી અને પરમાત્મા તરફની ભક્તિ તેમનું રક્ષણ કરે છે અને શાસનનો જયજયકાર થાય છે. શ્લોક નં. ૨૨ ની વાર્તા જૈન ધર્મ શ્રેષ્ઠ સાબિત થયો કુન્દનપુર નગરમાં દેવધર નામે રાજા રાજ્ય કરતા હતા. તે વિદ્વાનોને માન આપતા અને સત્ય જાણવાની જિજ્ઞાસુ હતા. એક વખત તેમની સભામાં બૌદ્ધ સાધુ પ્રજ્ઞા કર અને જૈનમુનિ મહિસાગર વચ્ચે પોતપોતાના ધર્મની શ્રેષ્ઠતા For Pri(923)onal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરવા ચર્ચા ચાલી. જૈનમુનિએ શ્રી ભક્તામરસ્તોત્રના ૨૨મા શ્લોકનું આરાધન કરી શાસનદેવની આશિષ મેળવી વિવાદનો પ્રારંભ કર્યો અને એકાંતે આત્માને અનિત્ય કહેનાર ભિક્ષુ પ્રજ્ઞાકરની સામે જૈનધર્મના અનેકાંતવાદની પ્રબળ રજૂઆત કરી ચર્ચામાં ખરેખર, બૌદ્ધ સાધુને હરાવ્યો. રાજાનું જૈનધર્મ તરફ માન વધ્યું. તે પછી મુનિ વિહાર કરી ગયા અને બૌદ્ધ ભિક્ષુક પરાજયની વૈરની આગમાં દૂરધ્યાન કરી બીજા જન્મમાં યક્ષ રૂપે તે જ નગરમાં રહેવા લાગ્યો. તેના ચમત્કારો અને પ્રભાવથી રાજાએ એક યક્ષમંદિર પણ બંધાવ્યુ આ યક્ષ જૈનોને રંજાડતો હતો. એક વખત ફરીથી જૈનમુનિ મહિસાગર વિહાર કરતા-કરતા કુન્દનપુર આવી ચડ્યા. યક્ષ દ્વારા થતા જૈનો ઉપરના ત્રાસની વાતો એમણે જાણી. તેથી, ફરીથી વિધિવત ભક્તામર સ્તોત્રના ૨૨મા શ્લોકનું આરાધન કરી શાસનદેવ પાસેથી સાચી વિગત જાણી તેઓ તે યક્ષના મંદિરમાં ગયા અને તેમને આવેલા જોઈ યક્ષે તેમને અનેક રીતે ભયભીત કરવા કોશિશ કરી. પરંતુ તેનું કંઈ જ ચાલ્યું નહીં. રાજાને આ વાતની ખબર પડતા જૈનમુનિને પકડવા માટે માણસો મોકલ્યા તો મંદિર પાસે આવતા-આવતા તેઓ આંધળા થઈ ગયા. ફરીથી રાજાએ ક્રોધે ભરાઈને બીજા માણસોને તેમને મારવા મોકલ્યા. ત્યાં તો બીજો ચમત્કાર થયો કે લોકો કોરડાથી મુનિને મારતા હતા ત્યારે મુનિને સહેજે ઈજા થતી નથી અને તે કોરડા રાજાના શરીર ઉપર વાગી તેને ખૂબ પીડા આપતા હતા. આથી, ગભરાયેલા રાજાએ સાચી વસ્તુસ્થિતિ જાણી પોતાની ભૂલ કબૂલી યથાયોગ્ય માનપાન સહિત મુનિશ્રીને આદર આપ્યો, તેમની ભક્તિ કરી અને મુનિશ્રીએ જ્યારે યક્ષના પૂર્વજન્મની વાત કરી અને આ યક્ષ તે જ પૂર્વજન્મનો બૌદ્ધસાધુ પ્રભાકર હતો તેમ જણાવ્યું. આ બધી વાત જાણી રાજાનો જૈન ધર્મ તરફ ખૂબજ આદર વધ્યો, ઘણા લોકોએ જૈનધર્મ અંગીકાર કર્યો અને રાજાએ પણ તે દેવવિમાન જેવા એક દેરાસરનું નિર્માણ કરાવ્યું. આમ, જૈનધર્મનો જય જયકાર થયો. - ઉજ્જૈની નગરીની પૂર્વ દિશામાં શહેરથી બે માઈલ દૂર ચંડિકાદેવીનું મંદિર અને ધર્મશાળા આવેલા છે. ચંડિકાદેવી ઉપર ત્યાંના લોકોને ઘણી શ્રદ્ધા હતી અને દેવીની કોઈ સંકલ્પ પૂર્ણ કરવા માટે બાધા પણ રાખતા હતા. આ નિમિત્તે ત્યાં ઘણી હિંસા થતી, પશુઓના બલિદાન લેવાતા અને ચોતરફ આજુબાજુમાં માંસ, હાડકાં, લોહીથી જગ્યા ઘણી દૂષિત અને ગંદકીવાળી હતી. એક વખત કોઈ જૈનમુનિ તેમના બે શિષ્યો સાથે ઉજ્જૈની તરફ આવી For Private Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા ત્યારે આ મંદિરની નજીક પહોંચ્યા ત્યાં સુધીમાં સંધ્યાકાળ થવાથી આગળ વિહાર કરી શકાય તેમ નહોતો તેથી, નાછૂટકે તેઓ ધર્મશાળામાં એક રાત રોકાયા. રાત્રિના સમયે ધ્યાનસ્થ મુનિને પોતાની જગ્યામાં પ્રવેશેલા જોઈ તે મિથ્યાત્વી દેવીએ તેમને વિવિધ પ્રકારે ઉપસર્ગ કરવાની કોશિશ કરી. વાઘ, સિંહ અને સર્પના જુદા-જુદા રૂપ ધારણ કરી તે તેમને હેરાન કરવા મથી પરંતુ મુનિશ્રીએ શ્રી ભક્તામર સ્તોત્રના ૨૩મા શ્લોકનું ભક્તિભાવપૂર્વક આરાધન કરતા તેમની હારે શ્રી ચક્રેશ્વરી માતા પધાર્યા. આથી, ક્રોધાવેશમાં તલવારનો ઘા કરવા ચંડિકા આગળ વધી પરંતુ ત્યાં તો ચમત્કાર થયો તેની તલવારના ટુકડેટુકડા થઈ ગયા. શાસનદેવીના પ્રભાવ સામે મિથ્યાત્વીદેવી ચંડિકાએ હાર કબૂલી, જૈનમુનિની ક્ષમા માગી અને જૈનમુનિએ પણ તે વખતે તક જોઈ ચંડિકાદેવીને પ્રતિબોધ આપી તેના ભક્તો દ્વારા થતી હિંસાખોરી અને પશુવધ આદિ બંધ કરવા જણાવ્યું. અને બસ, તે દિવસથી દેવી ચંડિકાના મંદિરે થતો રક્તપાત અને જીવહિંસા બંધ થઈ ગયા. જૈનમુનિની ધર્મભાવના અને જીવદયાના કારણે થતી ઘોર હિંસા બંધ થતા એક મહાન પુણ્યનું કામ થયું અને લોકોનો પણ જૈનધર્મની જીવદયા અને અહિંસા તરફ ઘણો ભાવ વધ્યો. આમ, જૈન શાસનનો મહિમા સુંદર રીતે વધ્યો. શ્લોક નં. ૨૪-૨૫ ની વાર્તા હસવામાંથી ખસવું તે આનું નામ સૂર્યપુર નગરના રાજા અજિતસિંહ હતા. તે પ્રજાપ્રેમી રાજા હતા. હરવાફરવાના શોખીન હતા. તેમને ઘણી રાણીઓ હતી. એક વખત વસંતઋતુમાં રાજા તેમની બધી રાણીઓ સાથે એક વિશિષ્ટ ઉદ્યાનમાં ફરવા માટે ગયો હતો. રાણીઓ માટે ખાસ બનાવેલો બગીચો હતો. રંગબેરંગી ફૂલો અને સુંદર વૃક્ષોથી તે બગીચો શોભતો હતો. વસંતમાં કોયલના કેકારવ સાથે પોતાની રાણીઓ સાથે રાજા ખૂબજ આનંદ-પ્રમોદમાં હતા. તે વખતે ખૂણામાં પડેલા એક પત્થર ઉપર મજાકમાં રાજાની એક રાણીએ પાનની પિચકારી મારી. મોજમસ્તી અને મજાકનું પૂછવું જ શું? એક રાણી એ જે પત્થર ઉપર પાનની પિચકારી મારી તેજ પત્થર ઉપર બીજી રાણીઓએ વારાફરતી પાનની પિચકારી મારી. રાણીઓ માટે હસી મજાકની વાત હતી તેમને ખબર નહોતી કે તે પત્થરમાં એક વ્યંતરનો વાસ હતો. રાણીઓની આ પ્રકારની મજાક મશ્કરીથી ક્રોધે ભરાયેલો તે વ્યંતર દરેક રાણીઓને વળગ્યો. અને પછી For P (204)rsonal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ તો વાતાવરણ બદલાઈ ગયું. રાણીઓ ગાંડાની જેમ ગોળ-ગોળ ફરવા લાગી અને હસવા લાગી, ગાંડપણનો આ ક્રમ વધતો જોઈ રાજાને કશુંક અજુગતું બન્યાનો ખ્યાલ આવી ગયો. રાજાને તેમના માણસોએ પણ વળગાડ બાબતે ઇશારો કર્યો. પછી તો ભૂવા આવ્યા, તાંત્રિકો આવ્યા અને ઘણા ઘણા ઉપાયો કર્યા પરંતુ વળગાડની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહીં. ત્યારપછી, ભૂવાની શોધમાં ફરતા અનુચરે રાજાને જણાવ્યું કે અહીંથી થોડેક જ દૂરકોઈ શાંતિકીર્તિ નામે જૈન મુનિ તેમના શિષ્યો સાથે બેઠેલા છે તે જરૂર મદદરૂપ થઈ શકે. આથી રાજા પોતે મુનિશ્રી પાસે પહોંચી ગયા અને વિનયપૂર્વક તેમની સામે તેમણે જે કાંઈ બન્યું હતું તેની વાત કરી. તેથી મુનિશ્રીએ તેમને સાંત્વન આપ્યું અને શ્રી ભક્તામર સ્તોત્રના ૨૪-૨૫ શ્લોકની આરાધના કરી તે શ્લોકની ભાવના આપી અભિમંત્રિત કરેલું જળ આપ્યું તે જળનો દરેક રાણીઓ ઉપર છંટકાવ કરવાથી તરત જ ચમત્કાર થયો! રાણીઓનો વળગાડ દૂર થયો અને સહુ કોઈની જૈન ધર્મ તરફ શ્રદ્ધા વધી. આ જગતમાં જીવ સુખના દિવસોમાં હસી-મજાકમાં જીવન વિતાવે છે પરંતુ તેને મિથ્યાત્વરૂપી વ્યંતર વળગેલો હોવાથી સુખ પછી દુ:ખ ઘણું ભોગવવું પડે છે. જીવ જો સંતપુરુષના ચરણ પકડે અને તેમના ચીંધેલા માર્ગે ચાલે તો જ મિથ્યાત્વરૂપી વ્યંતરના વળગાડમાં થી છૂટે. શ્લોક નં. ૨૬ ની વાર્તા ધનમિત્ર કેવી રીતે ધનવાન બન્યો. પાટલીપુરનગરમાં ધનમિત્ર નામે શેઠ રહેતા હતા. તે ધર્મપરાયણ, સંસ્કારી શ્રાવક હતા. તેમની અટક શેઠ હતી પરંતુ ખરેખર તે શેઠ નહોતા, ગરીબ હતા. અને દરિદ્રતા દૂર કરવા ખંતથી મહેનત કરતા હતા પરંતુ, પ્રારબ્ધ સાથ નહોતું આપતું. એક વખત તે નગરમાં વિહાર કરતા કરતા વિજયદેવસૂર નામે એક જૈન આચાર્ય પધાર્યા. તેમના વ્યાખ્યાનો સાંભળવા ખૂબજ લોકો આવતા હતા. ધનમિત્ર પણ ત્યાં રોજ જતા હતા. એક વખત વ્યાખ્યાનમાં “બ્રહ્મચર્યનો ખૂબજ મહિમા બતાવાયો તેથી, બધા લોકો ગયા પરંતુ ધનિમત્ર ત્યાં જ બેસી રહ્યા. તેમણે મહારાજશ્રી પાસેથી બે નિયમો ધારણ કર્યા જેમાં. ૧. પરસ્ત્રીને માતા સમાન ગણવાનો હતો અને ૨. શ્રી ભક્તામરસ્તોત્રનો પાઠ કર્યા પછી ભોજન લેવાનો હતો. તેમને એવી શ્રદ્ધા થઈ કે આ બે નિયમના પાલનથી તેમની ઉન્નતિ પણ થશે (૧૮૬) Page #202 -------------------------------------------------------------------------- ________________ અને દારિદ્ર પણ દૂર થશે. એક વખત ધનમિત્ર ધન કમાવવા માટે બહારગામ જવા નીકળ્યા. રસ્તામાં તે વસંતપુર નામના નગરમાં આવી ચડ્યા. વિશ્રાન્તિ માટે તે એક સ્થળે બેઠા. તે સમયે રૂપરૂપના અંબારસમી એક નવયૌવનાએ તેમને પરદેશી જાણી પોતાને ત્યાં આવવા નિમંત્રણ આપ્યું. થોડા ખચકાટ પછી તે તેના નિવાસે ગયા. ત્યાં તેમને ઘણું માન આપી બધાજ પ્રકારના સુખભોગની લાલચ આપી તે રૂપવતી સ્ત્રીએ કાયમ તેમને ત્યાં જ રહેવા આગ્રહ કર્યો. તે છટકી ન જાય તે માટે મકાનમાં રહેલા માણસોએ દ્વાર બંધ કરી દીધા. આ વિકટ સ્થિતિમાં ધનમિત્રએ એક ચિત્તે શ્રી ભક્તામર સ્તોત્રના ર૬મા શ્લોકનું આરાધન કરતા થોડી જ વારમાં તેની સમક્ષ એક દેવ પ્રગટ થયા. અને ધનમિત્રએ આંખો ખોલી દેવને ભક્તિભાવપૂર્વક નમન કરી ચોતરફ નજર કરી તો તે મકાન, અનુચરો ને રૂપવતી સ્ત્રી બધું અદશ્ય થઈ ચૂક્યું હતું. પછી દેવે જણાવ્યું કે ધનમિત્રની કસોટી કરવા તેમણે આ પ્રકારની રચના કરી હતી. કસોટીમાંથી પાર ઉતરેલા ધનમિત્રને દેવે પાંચ અત્યંત મૂલ્યવાન રત્નો આપી તેમનું દારિદ્ર દૂર કરી તેને ધનવાન બનાવી દીધો. આમ, જે ધર્મશ્રદ્ધાળુ લીધેલા નિમયનું પાલન કરી કસોટીમાંથી પાર ઉતરે છે તે આ લોકમાં અને પરલોકમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. બ્લોક નં. ર૭ ની વાર્તા શ્રદ્ધાનું ળ - પુત્ર રત્નની પ્રાપ્તિ પૈઠણપુર નગરમાં હરિસિંહ નામે રાજા રાજય કરતા હતા. તે ન્યાયપરાયણ અને લોકપ્રિય રાજવી હતા. પરંતુ તેમને ત્યાં શેર માટીની ખોટ હતી. આથી, સંતાન નહીં હોવાથી રાજા ઘણા જ ચિંતાતુર રહેતા હતા. રાજાની આ ચિંતા દૂર થાય તે માટે તેમના ચતુર પ્રધાને નગરના દરેક દરવાજે પોતાના માણસો ગોઠવી દીધા અને શહેરમાં પ્રવેશતા દરેક સાધુ-સંત વિશે તેને માહિતી આપવા જણાવ્યું. પ્રધાનનો આશય એ હતો કે કોઈ સાધુ-સંતના આર્શીવાદ કે કૃપાથી રાજાને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થાય. ઘણો સમય વીત્યો અને ઘણા સંતોને મળવાછતાં પ્રધાનની આશા ઠગારી નીવડી. છેવટે એક વખત અનુચરો એક ખુશખબર લઈને આવ્યા કે “સુઘોષા” નામના મહાન પ્રતાપી જૈન મુનિ નગરમાં પધાર્યા છે. તરત જ પ્રધાને મુનિશ્રીને મળી રાજાના દુઃખની સઘળી વાત જણાવી. શાંત ચિત્તે આ બધું સાંભળી મુનિશ્રીએ રાજાને લઈ બીજે દિવસે ફરી મળવા આવવા જણાવ્યું. બીજે દિવસે રાજા, પ્રધાનમંત્રી અને પ્રખ્યાત નગરજનોને લઈને મુનિશ્રી (૧૮) Page #203 -------------------------------------------------------------------------- ________________ પાસે આવ્યા. તેમને ભક્તિપૂર્વક વંદન કરી પોતાના દુઃખનો ઉપાય પૂછયો ત્યારે મુનિશ્રીએ કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. વળી, શ્રદ્ધાના ફળનો મહિમા પણ સમજાવ્યો અને એક ચિત્તે ભક્તામર સ્તોત્રની આરાધના સાથે પોતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે ૨૭મા શ્લોકની આરાધના કરવા જણાવ્યું. રાજાએ પણ ખૂબજ ભક્તિપૂર્વક સળંગ ૩ માસ સુધી તે પ્રમાણે આરાધના કરતા એક વખત સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈ તેમની ઇચ્છા પૂરી કરવા માટે તેમને એક ફૂલની માળા ભેટ આપી અને રાણીને ગળામાં પહેરાવવા સૂચના આપી. શાસનદેવી તરફથી આ માળા રાણીએ ગળામાં ધારણ કર્યા પછી તેમને ત્યાં યોગ્ય સમયે દેવકુમાર જેવા પુત્રની પ્રાપ્તિ થઈ. પૈઠણપુરના દરેક જિનાલયમાં મહોત્સવો ઉજવાયા, પૂજાઓ ભણાવી અને જૈન ધર્મનો પ્રભાવ વધ્યો. ધર્મ શ્રદ્ધા બળવાન હોય તો જીવનો પુરુષાર્થ કર્મની પણ નિર્જરા કરી શકે છે. પરંતુ તે કનત્રયની આરાધના દ્વારા જ થઈ શકે. શ્લોક નં. ૨૮-૨૯ ની વાર્તા પ્રચંડ પાપનું ફળ આ ભવમાં જ મળે ધારાનગરીમાં તે વખતે વિજયપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાને રૂપરૂપના અંબાર જેવી એક પુત્રી હતી તેનું નામ રૂપકુમારી હતું. એક તો રાજાની કુંવરી અને તેમાં પાછી ખૂબ રૂપાળી એટલે તેના અભિમાનનો પાર નહીં! તે બધાને ધુત્કારતી અને વાતવાતમાં બધાને ઉતારી પાડતી. ખરેખર તે ખૂબ ઘમંડી હતી. એક વખતની વાત છે. તે પોતાની સખીઓ સાથે ધારાનગરીમાં તેના માટે બનાવેલા ખાસ ઉદ્યાનમાં ફરવા ગઈ હતી. ત્યાં તેણે ધ્યાનમાં મગ્ન એક મુનિરાજને જોયા. અને તે તેમના તરફ અનેક પ્રકારના તિરસ્કારયુક્ત વચનો બોલવા લાગી. પરંતુ મુનિની શાંત મુખમુદ્રામાં કોઈ પરિવર્તન ના થયું. તેથી, તેમને ચીડવવા માટે તેમના ઉપર નાની-નાની કાંકરીઓ અને ધૂળ ફેંકવા લાગી અને એમ કરતાં-કરતાં ધ્યાનમગ્ન મુનિનું શરીર ધૂળ અને કાંકરાથી ભરાઈ ગયું. આવી રીતે, મુનિરાજની ક્રુર મશ્કરી કરી, કુંવરી સખીઓ સાથે ઘેરા પાછી ફરી. તે ઘમંડી કુંવરીના પ્રચંડ પાપનો બદલો તેને તરત જ મળ્યો.જે રૂપનું તેને અભિમાન અને ગૌરવ હતુ તે નાશ પામ્યું એટલું જ નહીં પરંતુ તેનું અંગેઅંગ કુરૂપ અને બેડોળ થઈ ગયું. નાના પ્રકારના રોગોથી ઘેરાયેલું તેનું શરીર બિહામણું બની ગયું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી અને એક ધ્યાનમગ્ન મુનિને For Privata & Personal Use Only ૧ ૮૮ ) Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજકુંવરીએ સતાવ્યા છે એમ જાણ્યું. ત્યારે રાજાને ખૂબ દુ:ખ થયું. રાજા તરત જ તેના સેવકો સાથે તે ઉદ્યાનમાં પહોંચી ગયા. મુનિશ્રીની હાલત જોઈ તેની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. ધુળ-કાંકરાથી ખરડાયેલા શરીરને સ્વચ્છ કર્યું અને ધ્યનમાંથી મુનિશ્રી જાગ્યા ત્યારે વારંવાર તેમની ક્ષમા માંગી, બનેલી હકીકતની જાણ કરી. મુનિશ્રી એ કહ્યું “ પ્રચંડ પાપના ફળ આ ભવમાં જ ભોગવવા પડે છે છતાં, હે રાજન! તમે હું કહું તેમ કરજો.' પછી મુનિશ્રીએ શ્રીભક્તામરસ્તોત્રના ૨૮-૨૯ શ્લોકની વિધિવત્ આરાધના કરી તેનાથી અભિમંત્રિત કરેલું જળ ૩ દિવસ સુધી કુમારીને છાંટવામાં આવશે તો સારું થઈ જશે. અને ખરેખર, તેમજ બન્યું. મુનિશ્રીએ કહ્યા પ્રમાણે ભક્તિભાવપૂર્વક સઘળી વિધિ કરવાથી રાજકુમારીના સઘળા રોગ, બેડોળપણું અને કુરૂપતા નાશ પામ્યા અને ફરીથી તેનું અસલ રૂપ પાછું મળ્યું. અભિમાન દુર્ગતિ આપે છે, નમ્રતા સદ્ગતિ આપે છે અને સમ-વિષમ અવસ્થામાં રાખેલી સમતા ભવાન્તરે મોક્ષ આપે છે. શ્લોક નં. ૩૦-૩૧ ની વાર્તા રંકમાંથી રાજા બન્યો. સિંહપુર નામે એક નગર હતું તેની નજીક એક નાનકડુ જંગલ હતું. આ જંગલમાં ‘વીરા’ નામે એક ભરવાડ રહેતો હતો. વીરો બહુ સંતોષી જીવ હતો. તેનું થોડું પશુધન જે હતું તેને સાચવવું, ઉછેરવું અને કુદરતના ખોળે શાંતિથી જીવવું આ તેનો નિત્યક્રમ હતો. એક દિવસ કોઈ માર્ગ ભૂલેલા મુનિરાજ શારીરિક થાક અને અશક્તિના કારણે તેની ઝૂંપડી પાસે ચક્કર આવતા ત્યાં જ પડી ગયા. વીરાએ દોડતા આવી મુનિશ્રીની ઉત્તમ પ્રકારે સારવાર કરી અને તેમને ખૂબ ભક્તિભાવપૂર્વક વૈયાવચ્ચ કરી આપી, પ્રસન્ન થયેલા તે મુનિએ વીરાને શ્રી ભક્તામરસ્તોત્રના ૩૦-૩૧ શ્લોકની વિધિવત્ આરાધના સૂચવી. તે પછી મુનિને વીરાએ જંગલની બહાર નીકળવાનો સાચો માર્ગ બતાવ્યો અને પાછા આવી દ૨૨ોજ આ સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. એમ કરતાં-કરતાં ૬ માસ વીતી ગયા. હવે બન્યું એવું કે સિંહપુરના રાજાનું અવસાન થયું તેને કોઈ સંતાન ન હતું. તેથી, પરંપરા પ્રમાણે રાજાની હાથણી જેના ઉપર કળશ ઢોળે તેને રાજા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ હાથણીએ નગરમાં કોઈની ઉપર કળશ ન ઢોળ્યો અને તે જંગલ તરફ ચાલવા લાગી. ત્યાં તેણે વીરા ગોવાળ ઉપર કળશ ઢોળતાં લોકો તેને પકડીને ગામમાં લાવ્યા. અને રાતોરાત તે સિંહપુરનો (૧૮૯) Page #205 -------------------------------------------------------------------------- ________________ રાજા બની ગયો તેનું નામ વીરસેન રાખવામાં આવ્યું. સિંહપુરના રાજાના મરણના સમાચાર સાંભળી શત્રુરાજાએ સિંહપુર ઉપર ચડાઈ કરી ત્યારે વીરસેન સૈન્ય સાથે લડવા તૈયાર થઈ ગયો. શ્રીભક્તામર સ્તોત્રના ૩૦-૩૧મા શ્લોકનું ભાવપૂર્વક આરાધન કરતા શાસનદેવીએ પ્રગટ થઈ લડાઈમાં તેને વિજય મળવાના શુભાશિષ આપ્યા અને વીરાની ભક્તિથી ખુશ થયેલા તેમણે જ તેને રાજા બનાવ્યો હતો તે વાત પણ કરી. લડાઈમાં વીરસેને અદ્ભુત પરાક્રમ બતાવ્યું. શત્રુ રાજાની હાર થઈ. સિંહપુરના લોકોએ રાજાનો જયજયકાર કર્યો. જ્યારે વીરાના મનમાં તો ભક્તામર સ્તોત્રનો મહિમા અપરંપાર વધ્યો. તેણે પોતે જૈનધર્મનો પ્રભાવ વધાર્યો. - સંતોની સેવા કરવાથી કેવા સુંદર ફળ મળે છે! વીરો જંગલના માર્ગનો જાણકાર હતો અને સાધુ મોક્ષમાર્ગના જાણકાર હતા. નાની સરખીપણ ભાવપૂર્વક કરેલી સેવા આ લોક અને પરલોકમાં સુખ આપનાર છે અને યોગ્ય પુરુષાર્થ કરવામાં આવે તો તે મોક્ષ અપાવનાર છે. શ્લોક નં. ૩૨-૩૩ ની વાર્તા મદનસુંદરી ખરેખર મદનસુંદરી બની માળવા દેશમાં જયસેન નામે રાજા હતા. તેમની રાણીનું નામ મદન સુંદરી હતું. પરંતુ તે નામ પ્રમાણે રૂપવતી સુંદરી નહોતી. મદન સુંદરી ખરેખર તો કુરૂપ હતી અને કેટલાક રોગોથી પણ પીડાતી હતી. જો કે, જયસેન રાજા પોતે ધર્મપરાયણ હોવાથી રાણી ઉપર તેમને ખૂબ લાગણી હતી અને તેને સારું થઈ જાય તે માટે અનેક ઉપાયો કરતા હતા. ઘણા વૈદો તેમજ મંત્ર-તંત્રના જાણકારો દ્વારા કરવામાં આવેલો એકપણ ઉપચાર આજ સુધી કામયાબ નહોતો નીવડ્યો. એક વખત તે નગરમાં વિહાર કરતાં-કરતાં ધર્મસેન નામના જૈન આચાર્ય પધાર્યા. તેમના વ્યાખ્યાન સાંભળવા ઘણા લોકો જતા હતા. તેથી, એક વખત પોતાના રસાલા સાથે રાજા જયસેન પણ તે વ્યાખ્યાન સાંભળવા ગયા અને તેમના ઉપર તેમની વાણીની ખૂબ જ સારી અસર થઈ. પછી તો તેઓ નિયમિત વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યા. એક વખત તેમણે મહારાજશ્રીને મદનસુંદરીની કુરૂપતા અને રોગની વાત કરી તેથી, તે દયાળુ આચાર્યશ્રીએ તેમને એક ઉપાય બતાવ્યો. ચાંદીના પતરા ઉપર શ્રી ભક્તામર સ્તોત્રના ૩૨ અને ૩૩મા શ્લોકને કોતરાવી તેની વિધિવત્ આરાધના કરી અને નિર્મળ જળથી તે ચાંદીના પતરાને ધોઈ તેનું અડધું પાણી રાણીને પીવડાવવાનું કહ્યું અને બાકીના (૧૯૦) Page #206 -------------------------------------------------------------------------- ________________ અડધા પાણીથી રાણીના શરીરને રોજ ધોવાનું કહ્યું. રાજાએ ખૂબજ શ્રદ્ધાપૂર્વક સળંગ ૧૦૮ દિવસ સુધી આ પ્રયોગ કરતા રાણીના બધા રોગો મટી ગયા અને તેની કુરૂપતા પણ નાશ પામી. હવે તો તે ખરેખર નામ પ્રમાણે મદન સુંદરી બની! આમ, શ્રી ભક્તામર સ્તોત્રના ચમત્કારિક પ્રભાવનો અનુભવ થતાં રાજા-રાણીએ જૈનધર્મ અંગીકાર કર્યો. નગરજનોની પણ જૈનધર્મ તરફ શ્રદ્ધા ખૂબ વધી અને ક્રમે-ક્રમે જૈનશાસનનો જય-જયકાર તે નગરમાં વર્તાવા લાગ્યો. જીવને પોતાના કરેલા કર્મો પ્રમાણે સારું કે નરસું ફળ મળે છે. મદનસુંદરીનો રોગ અને કુરૂપતા કોઈ દૂર ન કરી શક્યું તે તેની ધર્મ-શ્રદ્ધા અને ભક્તિભાવનાને કારણે મટ્યા. તેથી, પાપનો ઉદય જીવનમાં આવે ત્યારે અપમાન થાય, રોગ આવે, દરિદ્રતા આવે એમ સંસારના એક યા બીજા પ્રકારના દુઃખો આવે અને આવે જ પરંતુ જે ધર્મપરાયણ જીવ પાપના ઉદય વખતે સમતા રાખે છે, ધર્મ ઉપર અડગ શ્રદ્ધા રાખે છે અને ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે તે છેવટે સાચા સુખને પામે છે. બ્લોક નં. ૩૪-૩૫ ની વાર્તા દેહનો રોગ ભવ રોગના નાશનો નિમિત્ત બન્યો ગંગા નદીના કિનારે આવેલા પાંતલપર નગરમાં ભીમસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તે ધર્મપ્રેમી અને પ્રજા વત્સલ હતા. તેમણે ઘણી લોકચાહના મેળવી હતી. કાળક્રમે એક વખત દેવયોગે ભીમસેન દાહજ્વરથી પીડાવા લાગ્યા. રાજાના તાવનો ઉપચાર કરવા અનેક વૈદ્ય, હકીમો આવી ગયા પરંતુ આ જ્વર તો ખસવાનું નામ નહોતો લેતો. તમામ ઉપાયો નિષ્ફળ ગયા પછી દાહજ્વરથી કંટાળેલા ભીમસેને જીવન આકરું લાગવાથી દેહત્યાગનો નિર્ણય કર્યો. મંત્રી, નગરજનો અને આગેવાનોની ઘણી સમજાવટ છતાં આ અસાધ્ય વ્યાધિથી કંટાળેલા રાજાએ તેમની મક્કમતા નછોડી. અંતે, એક દિવસ નગરની ઉત્તર દિશાએ ચિતા ખડકાણી. કલ્પાંત કરતા નગરજનો સાથે રાજા ત્યાં આવી પહોંચ્યા. તે જ સમયે બીજા શહેરમાંથી વિહાર કરતા-કરતા કોઈ જૈનમુનિ ત્યાં પધાર્યા. સઘળી વિગત જાણી તેમણે રાજાને આત્મહત્યાના પાપથી ભવિષ્યના જન્મોમાં ભોગવવા પડનાર દુ:ખોની વાત કરી અને ઉત્તમ ધર્મબોધ આપ્યો. અને તે જ સ્થળે તેમણે શ્રી ભક્તામર સ્તોત્રના ૩૪-૩પમાં શ્લોકના આરાધન દ્વારા અભિમંત્રિત કરેલું જળ રાજાના શરીર ઉપર છાંટ્યું તેથી તેને શાતા થઈ; For Pi (129) sonal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ પછી નગરજનો સાથે રાજા પાછા ફર્યા. મુનિશ્રીએ રાજાને એકદિવસમાં દરરોજ ત્રણ વખત તેમની પાસે આવવા જણાવ્યું. ત્રણ દિવસ સુધી રાજા ઉપર અભિમંત્રિત જળનો છંટકાવ કરતા તેમનો દાહ જ્વર સંપૂર્ણ મટી ગયો. રાજાની જૈનધર્મ તરફ અત્યંત શ્રદ્ધા વધી. તેણે બારવ્રત અંગીકાર કર્યા. નગરમાં જૈનધર્મનો જય-જયકાર થયો. એક દિવસ નમતી સંધ્યાએ મહેલની અટારી ઉપરથી રાત્રિના અંધકારના આગમનને જોઈ રાજાને પોતાની જીવનસંધ્યા અને મૃત્યુનો વિચાર આવતા તે તીવ્રવિચારધારાએ રાજાને રાજપાટ છોડી ચારિત્ર અંગીકાર કરવા પ્રેર્યા. પુત્રને ગાદી સોંપી ભીમસેન રાજાએ દીક્ષા લીધી અને માનવજીવનને સાર્થક કર્યું. જીવનમાં આવતા અસહ્ય દુઃખો સામે જ્યારે મનુષ્ય હારી જાય ત્યારે કર્મશૃંખલા આગળ વધે છે અને ભવભ્રમણ ચાલુ રહે છે. પરંતુ આવા સમયે જો તે સતપુરુષનો આશ્રય ગ્રહણ કરે તો પરંપરાએ ભીમસેન રાજાની જેમ ભવનો પણ અંત આવે છે. શ્લોક નં. ૩૬ ની વાર્તા ધર્મ જ આપત્તિમાંથી ઉગારી શકે વસંતપુર નામે એક નગર હતું. તેમાં જિનદાસ નામે એક શેઠ રહેતા હતા. તે ધર્મપરાયણ જૈન શ્રાવક હતા. કર્મની ગતિ ન્યારી છે. સુખના દિવસ કાયમ રહેતા નથી. જિનદાસ શેઠને ધંધામાં નુકશાન થવાથી કાળક્રમે તેમની સ્થિતિ તવંગરમાંથી ગરીબ જેવી થઈ ગઈ. આથી, જિનદાસ શેઠ નગર છોડી ધન કમાવવા માટે પરદેશ જવા નીકળ્યા. ગામે-ગામ ફરતા-ફરતા આબુના પહાડ ઉપર આવી ચડ્યા. ત્યાં એકાંતમાં ધ્યાન કરતા મુનિની તેમણે ઘણા દિવસ સુધી સેવા ભક્તિ કરી. એક દિવસ તે મુનિને વંદન કરવા એક ધનાઢ્ય શેઠ આવ્યા હતા. તેમને જોતા પોતાના પૂર્વજીવનની સ્મૃતિ થવાથી તે શેઠ ગયા પછી જિનદાસની આંખમાં બે અશ્રુબિંદુ આવી ગયા. પછી મુનિશ્રીએ પૂછતા પોતાની સઘળી વિગત જણાવી તેથી તે કૃપાળુ મુનિશ્રીએ જિનદાસ શેઠને શ્રીભક્તામર સ્તોત્રના ૩૬મા શ્લોકની વિધિવત્ આરાધના શીખવી. એક દિવસ ત્યાંથી પસાર થતા વણઝારાની સાથે મુનિશ્રીની રજા માગી તે પણ વસંતપુર જવા નીકળ્યા. અનેક પશુઓ ઉપર તે માલસામાન લાદીને વણઝારો અને જિનદાસ શેઠ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જંગલમાં આગ લાગી. વણઝારો ખૂબ ગભરાયો. આગ એવી હતી કે જાણે તેમાં લપેટાઈને ત્યાં જ (૧૯૨) Page #208 -------------------------------------------------------------------------- ________________ બધાનું મૃત્યુ નિશ્ચિત હતું. તેથી, શેઠે ધીરજપૂર્વક આવી આપત્તિના સમયે શ્રી ભક્તામર સ્તોત્રના ૩૬માં શ્લોકનું આરાધન કર્યું. તેથી, પ્રસન્ન થયેલા શાસનદેવે પ્રગટ થઈ શેઠને એક જળ ભરેલો ઘડો આપ્યો. ચતુર વણિક સાનમાં સમજી ગયો. આગની જ્વાળાઓ ઉપર તે જળના ટીપાંનો સ્પર્શ થતા વેત બધી આગ બુઝાઈ જતી હતી તેથી થોડું-થોડું જળછાંટતા જંગલની આગ બુઝાવતા-બુઝાવતા જિનદાસ શેઠે વણઝારાને હેમખેમ તેના પશુધન અને માલસામાન સહિત જંગલની બહાર લાવી દીધો. આથી, પ્રસન્ન થયેલા તે વણઝારાએ પોતાની કમાણીમાં શેઠનો અડધો ભાગ રાખ્યો. આમ, ફરીથી નસીબનું પાંદડુ ફરતાં દૈવયોગે જિનદાસ શેઠ ધનવાન થયા. આમ, ગમે તે સ્થિતિમાં જે સંતની સેવા કરે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખે છે તેને તેના શુભકર્મનું ફળ અવશ્ય સારું મળે છે. બ્લોક નં. ૩૭ ની વાર્તા ફ્લીધર નાગ ક્લનો હાર બન્યો. દેવપુર નગરમાં સીરચંદ નામે જૈન શ્રાવક રહેતા હતા. તેને સુવ્રતા નામે એક ગુણીયલ અને ધર્મપરાયણ પુત્રી હતી. એક વખત તે નગરમાં વેપાર માટે બહારગામથી વિદ્યાચંદ્ર નામે વેપારી આવ્યો. તે ઘણો માયાળુ સ્વભાવનો હતો. તેથી, તેને ઘણા લોકો સાથે ગાઢ સંબંધ બંધાયો અને નગરમાંથી વેપાર કરી ઘણું ધન પણ કમાયો. વિદ્યાચંદ્રના પ્રગાઢ સંબંધના કારણે સીરચંદે શૈવધર્મી હતો છતાં તેની સાથે તેણે પોતાની પુત્રી સુવ્રતાને પરણાવી. પછી વિદ્યાચંદ્ર સુવ્રતાને લઈ પોતાના વતન પાછો આવ્યો. સાસરામાં શૈવધર્મની પ્રધાનતા હતી અને સુવ્રતા ચુસ્ત જૈનધર્મી હતી તેથી, સાસરામાં તેની એક યા બીજી રીતે અવગણના થવા લાગી. વળી, વિદ્યાચંદ્રના બીજા લગ્ન તેના માતાપિતાએ વસુમતિ નામની કન્યા સાથે કરાવ્યા. આમ, ગુણીયલ અને ધર્મપરાયણ સુવ્રતા જૈન હોવાથી ક્રમે-કમે તે બધાના તિરસ્કાર અને અવગણનાનો ભોગ બની. વિદ્યાચંદ્ર પણ તેની બીજી પત્ની વસુમતિનો કહ્યાગરો કંથ બન્યો. સુવ્રતાને રહેવા જુદી ઓરડી આપી દીધી. વસુમતિની ઇચ્છા સુવ્રતાનું કાસળ કાઢી નાખવાની હતી. તેથી, તેણે જે યોજના ઘડી તે પ્રમાણે વિદ્યાચંદ્ર સુવ્રતાને મારી નાંખવા માટે ગારૂડી પાસેથી એક ઝેરી સાપ લાવી એક ઘડામાં તેને પૂરી વસુમતિ અને વિદ્યાચંદ્ર સુત્રતાની ઓરડીએ ગયા અને સુવ્રતા તરફ દંભપૂર્વક ખૂબ પ્રેમભાવ દર્શાવવા લાગ્યા. ભોળી સુવ્રતા હર્ષઘેલી થઈ. તે વખતે વિદ્યાચંદ્ર For Priva( ? C3) nal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ તેને સૂચવ્યું કે પોતે ઘડામાં એક હાર લાવ્યો છે તે સુવ્રતા પહેરી લે. પતિની આજ્ઞા માની સુવ્રતા ભક્તિપૂર્વક શ્રી ભક્તામરસ્તોત્રના ૩૭મા શ્લોકનું આરાધન કરી આનંદવિભોર થઈ તે હાર પહેરવા ગઈ તો ઘડામાંથી ખરેખર, એક સુંદર હાર નીકળ્યો જે તેણે પહેરી લીધો. વસુમતિ અને વિદ્યાચંદ્ર આ ચમત્કાર જોઈ અંદરથી ખૂબ ગભરાયા. સુવ્રતાએ તે હાર પતિના ગળામાં પહેરાવવા કોશિશ કરી તે જ ક્ષણે શાસનદેવે પ્રગટ થઈ તેમના કાવતરાનો ભંડો ફોડી નાખ્યો. આથી, સત્ય નો વિજય થતાં અને કાવતરાખોરોને પસ્તાવો થતાં દેવની ક્ષમા માગી તેમણે જૈનધર્મ અંગીકાર કર્યો. આમ, આ કથા મુજબ શ્રદ્ધાના બળ ઉપર ફણીધર નાગ પણ ફૂલની માળા બન્યો. તેજ રીતે, ગમે તેવા કર્મો પણ સમ્યફ શ્રદ્ધા અને પુરુષાર્થ દ્વારા ખરી શકે છે. શ્લોક નં. ૩૮-૩૯ ની વાર્તા કોણ ચડે ? રણકેતુ કે ગૃહવમ ? મિથિલા નગરીમાં રણકેતુ નામે એક વિલાસી રાજા રાજ્ય કરતા હતા. તે હંમેશા રાણીઓ સાથે રંગરાગ અને મોજમસ્તીમાં રચ્યા-પચ્યા રહેતા હતા. રાજ્યનો કારોબાર રાજાના નાના ભાઈ ગૃહવર્મા ચલાવતા. તે એક જૈન યતિને ખૂબ જ માન આપતા હતા અને તેમની પાસેથી શ્રી ભક્તામર સ્તોત્રના ૩૮૩૯ શ્લોકની વિધિવત્ આરાધના પણ શીખ્યા હતા. એક વખત રાણીઓ દ્વારા થતી સતત કાન-ભંભેરણીને સાચી માની ગૃહવર્મા પોતાનું રાજ્ય પડાવી ન લે તે હેતુથી ઉશ્કેરાઈને રણકેતુએ તેને સદા માટે દેશનિકાલની સજા કરી. ધર્મપરાયણ ગૃહવર્મા નગરથી ખૂબ દૂર એક પર્વત પાસે ગુફામાં રહી ધર્મધ્યાન કરવા લાગ્યા. એક વખત લડાઈના હેતુથી લાવલશ્કર સાથે નીકળેલા રણકેતુની સેનાએ તે પહાડ પાસે જ રાત્રિ રોકાણ કર્યું. ત્યાં અનુચરો દ્વારા ગૃહવર્માના સમાચાર મળતા રાજાએ તેને મારી નાખવા માટે કેટલાક ચુનંદા સૈનિકોને મોકલ્યા. આ તરફ ગૃહવર્માએ અચાનક થયેલા આ હુમલાથી ધીરજ ગુમાવ્યા વિના શ્રીભક્તામરસ્તોત્રના ૩૮-૩૯મા શ્લોકનું વિધિવત્ આરાધન કરતાં શાસનદેવની સહાય મળી. ગૃહવર્માને મારવા આવેલા તે બધા જ સૈનિકો આંધળા થઈ ગયા. આ હકીકતની જાણ થતાં ખુદ રણતુ ગૃહવર્મા પાસે આવ્યા. તેનામાં સદ્બુદ્ધિ પણ આવી નાના ભાઈની ધર્મપરાયણતા અને ચમત્કારથી અંજાયેલા રણકેતુને પણ ધર્મ તરફ ઊંડી શ્રદ્ધા જાગી. અને તીવ્ર મનોમંથનના અંતે તેમને સંસારની અસારતા સમજાતા ૧૯૪) Page #210 -------------------------------------------------------------------------- ________________ રાજ્યનો કારોબાર ગૃહવર્માના હાથમાં સોંપી સંસાર છોડી તેમણે દીક્ષા લીધી અને એ રીતે, પોતાના મનુષ્ય જન્મને સાર્થક કર્યો. જીવનભર ભોગવિલાસ અને રંગરાગમાં ડૂબેલા જીવને તેની નિરર્થકતાનો સાચો અનુભવ થતો હોય છે. સાચો પસ્તાવો થતાં મહાપાપી મહાપુણ્યશાળી બને છે. રણકેતુનું પણ તેમજ બન્યું. સંસારના સુખોનો પૂરેપૂરો આસ્વાદ લીધા પછી તે જીવને જ્યારે સંસાર ખારા ઝેર જેવો લાગે ત્યારે સંસારના બંધનો આપોઆપ તૂટે છે અને મુક્તિપંથે પ્રયાણ થાય છે. શ્લોક નં. ૪૦ ની વાર્તા દેવીને રીઝવી હિંસા બંધ કરાવી. તીરપુર નામે એક બંદર હતું. ત્યાં ધર્મપરાયણ સુશ્રાવક વિજયશેઠ રહેતા હતા. તેમનો ખૂબજ બહોળો વેપાર હતો. દેશ દેશાવરમાં તેમની ખ્યાતિ હતી. તે શ્રીભક્તામરસ્તોત્રના પરમ આરાધક હતા તેમાં પણ ૪૦મા શ્લોકની હંમેશા વિશિષ્ટ આરાધના કરતા હતા. ધર્મક્રિયામાં તેઓ ખૂબજ ચુસ્ત અને નિયમિત હતા. એક વખત વેપાર અર્થે ઘણા વહાણો લઈ તેઓ પરદેશ ગયા. ત્યાં તેઓ ખૂબ ધન કમાયા. ત્યાંથી ખરીદેલો નવો માલ વહાણમાં ભરી પોતાના વતન તરફ પાછા આવવા નીકળ્યા. ત્યાં સિંહલદ્વીપથી આગળ એકાએક બધા વહાણો થંભી ગયા. ખારવાઓને પૂછતા તેમણે જણાવ્યું કે, “અહીં જે દેવીનું સ્થાનક છે તેને ભોગ ધરવામાં આવે તો જ વહાણ આગળ ચાલી શકે.” વિજયશેઠ તો દયાળુ હતા અને આવી હિંસા તેમને ગમતી નહોતી. તેથી, તેજ સ્થળે તેમણે ૩ દિવસનો અઠ્ઠમનો તપ કર્યો. શ્રીભક્તામરસ્તોત્રની આરાધના અને ૪૦માં શ્લોકની આરાધના ચાલુ રાખી જેના પ્રભાવે તે સ્થાનની વ્યંતર દેવી પોતે પ્રગટ થઈ અને હોઠની ધર્મપરાયણતાથી ખુશ થઈ તેને જે જોઈએ તે માગવા કહ્યું. ત્યારે શેઠે પ્રત્યુત્તરમાં અહિંસા ધર્મનો મર્મ જણાવી તે સ્થળે વહાણો રોકી તે નિમિત્તે થતી હિંસા બંધ કરાવવાની વિનંતી કરી. શેઠના નિર્મળ વચનથી ખુશ થયેલી દેવીએ તેમની વિનંતી સદાને માટે માન્ય કરી. આમ, ભારે હિંસા બંધ કરાવી શેઠે કાયમ માટે જીવદયા પળાવી જૈન ધર્મનો મહિમા વધાર્યો. આમાના અનંતાગુણોમાં અહિંસા પણ એક ગુણ છે, અહિંસા પરમ ધર્મ છે. દરેકને પોતાનો જીવ વ્હાલો હોય છે. તેથી, જે જીવ જીવદયા ઉત્કૃષ્ટ રીતે પાળે છે તેનું ઉત્કૃષ્ટ કલ્યાણ થાય છે અને તે ઉત્તમ ગતિને પામે છે. For Private & Resonal Use Only ૧ પ Page #211 -------------------------------------------------------------------------- ________________ બ્લોક નં. ૪૧ ની વાર્તા આપકર્મી કે બાપકર્મી કૌશાંબી નગરીના રાજા જયશેખરને વિમળા નામે ગુણવાન રાણી હતી. તેનાથી વિજયસિંહ નામે બુદ્ધિશાળી પુત્ર પ્રાપ્ત થયો. દૈવયોગે વિજયસિંહ નાનો હતો ત્યારે વિમળારાણીનું અવસાન થતાં કમળા નામની બીજી રાણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેને એક પુત્ર થયો. સાવકી માતાને વિજયસિંહની ચતુરાઈ અને બુદ્ધિની અદેખાઈ થતી. એવામાં એકવાર શત્રુઓ ઉપર વિજય મેળવવા જયશેખર સેના સાથે બહાર જુદા-જુદા પ્રદેશો જીતવા નીકળ્યા. તેમની, ગેરહાજરીમાં સાવકીમાતાએ ભોજનમાં ખાસ પ્રકારની ઔષધિઓ ખવડાવવાથી વિજયસિંહને જલોદરનો મહાન વ્યાધિ થયો. સાવકી માના આવા ખરાબ કામની વિજયસિંહને ગંધ આવી જતા તે નગરછોડીને ફરતો-ફરતો હસ્તિનાપુર શહેરમાં આવી ચડ્યો. હસ્તિનાપુરમાં એક ધર્મશાળામાં તે રહેતો હતો ત્યાં આવી પહોચેલા એક જૈનમુનિને પોતાના સઘળા દુઃખની વાત કરતાં તે દયાળુ મુનિએ શ્રીભક્તામર સ્તોત્રના ૪૧મા શ્લોકની વિધિવત્ આરાધના શીખવી. તે નગરના રાજાને ત્રણ પુત્રીઓ હતી. તેમાં શીલવતી નામની ત્રીજી પુત્રીએ રાજાને એક પ્રત્યુત્તરમાં પોતે આપકર્મી હોવાનું જણાવતાં તેના પર ક્રોધે ભરાઈ નગરમાંથી મહારોગી એવા વિજયસિંહને શોધી કાઢી તેની સાથે શીલવતીને પરણાવી દીધી. શીલવતી ધર્મિષ્ઠ હતી. પતિની સારી સેવા કરતી હતી. ફરીથી એક વખત તેજ ધર્મશાળામાં પેલા મુનિ આવી પહોંચ્યા ત્યારે નમ્ર અને કોમળ વચનો વડે શીલવતીએ મુનિશ્રીને પ્રસન્ન કરી શ્રી ભક્તામરના ૪૧મા શ્લોકની આરાધના વિધિવત રીતે શીખી લીધી. તે પછી લાગલગાટ ૧૧ દિવસ સુધી તે મંત્રથી મંત્રેલું જળ વિજયસિંહને આપવાથી તેનો રોગ સદાને માટે ગયો. આ બધા સમાચાર જાણી હસ્તિનાપુરના રાજાએ તે બંનેને બોલાવી માનભેર પોતાની પાસે રાખ્યા. બીજી તરફ અનેક વિજયો પ્રાપ્ત કરી કૌશાંબી પાછા ફરેલા જયશેખરે વિજયસિંહને નહીં જોતા તેની શોધખોળ કરી પોતાના અનુચરો દ્વારા હસ્તિનાપુરમાંથી તેને શોધી કાઢી શીલવતી સહિત માનભેર પોતાના રાજ્યમાં બોલાવ્યો. પિતાપુત્રનું મિલન થયુ. ઘેર-ઘેર આનંદ છવાયો. શ્લોક નં. ૪૨ ની વાર્તા લોખંડી જંજીરોને ધર્મશ્રદ્ધાએ તોડી નાંખી. તે વખતે અજમેરમાં રાજા નરપાળ રાજ્ય કરતા હતા. તેમને એક પુત્ર For Private Jonal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ રણધીર નામે હતો. તે અજમેર પાસે આવેલા પલાશપુર નગરનો વહીવટ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. રણધીર જૈનધર્મી હતો. અને શ્રી ભક્તામરસ્તોત્રનો આરાધક હતો. અજમેરના મજબૂત કિલ્લાને તોડવા દીલ્હીનો બાદશાહ ઘણી વાર લશ્કર મોકલતો પરંતુ બહાદુર રણધીર પલાશપુર પાસેથી જ તેને હરાવી પાછો મોકલી દેતો. આથી, ક્રોધે ભરાયેલા બાદશાહે એક વખત જંગી લશ્કર સાથે સીધી પલાશપુર ઉપર ચડાઈ કરી અને ત્યાંના સૈન્યને હરાવી રણધીરને કેદ કરી દિલહી લઈ ગયો. બાદશાહે જેલની તોતીંગ દિવાલો પાછળ રણધીરને જંજીરોથી જકડી પૂરી દીધો. ત્યાં રણધીરે શ્રીભક્તામર સ્તોત્રનું આરાધન કરતા તે સઘળા બંધનથી મુક્ત થયો. તેની બેડીઓ તડાતડ તૂટી ગઈ. આ વાત બાદશાહે જાણતાં તેને બીજીવાર બેડીઓ પહેરાવી ફરી કેદમાં પૂરી દીધો. ફરીવાર એ જ ભક્તિથી મંત્ર આરાધન કરતા બીજીવાર પણ બેડીઓ તૂટી ગઈ. આ ચમત્કારની બાદશાહને જાણ થતાં તેમણે તેને માનભેર કેદમાંથી મુક્ત કરી પલાશપુર પાછો મોકલ્યો તેથી પિતા અને અજમેરના રાજા નરપાળને તેમજ પલાશપુર અને અજમેરના નગરજનોને અત્યંત આનંદ થયો. બંને નગરમાં તેના ઉત્સવ ઉજવાયા. જૈન ધર્મનો પ્રભાવ વધ્યો અને તેનો જય-જયકાર થયો. જે ભક્તિવંત જીવો પરમાત્માના શરણમાં સમર્પિત થઈ પ્રભુએ ચીધેલા માર્ગે ચાલે છે અને તેમના ગુણોને પોતાના હૃદયમાં પ્રગટ કરે છે તેઓ, લોખંડી જંજીરો કરતાં કરોડો ગણી બળવાન કર્મની બેડીઓને તોડી મુક્તિમાર્ગના આરાધક બને છે. (૧૯૭) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્લોકના મંત્રવિધિ અને ફ્ળ ભક્તામર શ્લોક ૧ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धि ॐ ह्रीं अर्ह नमो अरिहंताणं नमो जिणाणं, हाँ ही हूँ हूः सिआसा अप्रतिचक्रे फुट् विचक्राय झाँ झाँ स्वाहा । मंत्र - ॐ ह्रीं ह्रीं हूँ श्रीं क्लीं लूं ॐ ह्रीं नमः । આ પ્રથમ ગાથામાં ઋદ્ધિમંત્ર અને મંત્ર ભક્તિભાવ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમ જ દિવાળીમાં શ્વેત વસ્ત્ર પહેરી પૂર્વ દિશાએ મુખ રાખી સવા લાખ જાપ જપવાથી સકલ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને લક્ષ્મીનો લાભ થાય છે. ભક્તામર શ્લોક ૨ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धि : ॐ ह्रीं अर्ह णमो ओहि जिणाणं । मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं ब्लूं नमः । આ બીજા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી નજર બંધ થાય. પૂર્વ સન્મુખ બેસી, શ્વેત વસ્ત્ર પહેરી, શ્વેત માળાથી ૨૧ દિવસ દ૨૨ોજ ૧૦૮ વાર આ મંત્ર ગણવાથી મંત્રસિદ્ધિ થાય છે. ભક્તામર શ્લોક 3 ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धि ॐ ह्रीं अर्ह नमो परमोहि जिणाणं । : मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं सिद्धेभ्यो बुद्धेभ्यः सर्व सिद्धि दायकेभ्यो नमः । આ ત્રીજા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી તથા ૨૨ દિવસ પાણી અને રેતને મંત્રવાથી દુશ્મનની નજરબંધી થાય અને દુશ્મન કંઈ કરી શકે નહીં. ભક્તામર શ્લોક ૪ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धि : ॐ ह्रीं अहँ नमो सव्वोहि जिणाणं । मंत्र : ॐ ह्रीं श्रीं क्लीं जलदेवताभ्यो नमः । For Privonal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આ ચોથા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી તેમજ ૨૧વાર કાંકરીઓને પાણીમાં નાખવામાં આવે તો માછલી જાળમાં ફસાઈ જાય નહીં અને દયા થાય. ભક્તામર શ્લોક ૫ હદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ही अहँ नमो अणंतोहिजिणाणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं क्ी कौं सर्वसंकट निवारणेभ्यः सुपार्श्वयक्षेभ्यो नमोनमः स्वाहा - આ પાંચમા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમ જ યંત્ર પાસે રાખવાથી તેમજ ૨૧ વાર પતાસા મંત્રી તેનું પાણી પીવરાવવાથી આંખના સર્વ વિકારો મટે છે. ભક્તામર શ્લોક ૬ દ્ધિ - મંત્ર અને ऋद्धि : ॐ हीं अहँ नमो कुट्ट बुद्धीणं ।। मंत्र : ॐ ही श्रां श्रीं धूं श्रः हंसं यः यः ठः ठः सरस्वती भगवती विद्याप्रसादं कुरु कुरु स्वाहा । આ છઠ્ઠા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્ત થાય છે. ભક્તામર શ્લોક ૭ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धि : ॐ ही नमो बीयबुद्धिणं ।। मंत्र : ॐ ह्रीं श्रीं हं सौं श्रां श्रीं क्रौं क्ी सर्व दुरित संकट क्षुद्रोपद्रव कष्ट निवारणं कुरु कुरु स्वाहा ।। આ સાતમા શ્લોકના ઋદ્ધિ અને મંત્ર, શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ આ યંત્રનું માદળિયું કરી ગળે બાંધવાથી સર્પનું ઝેર ઉતરે છે. તેમજ ૧૦૦૮ વાર કાંકરી મંત્રી સર્પના માથા ઉપર તે કાંકરીઓ નાંખવામાં આવે તો સર્પનું ઝેર ચઢે નહીં. For Priface Jonal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૮ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो अरिहंताणं नमो पयाणुसारीणं ।। मंत्र : ॐ हाँ ही हूँ हू: अप्रतिचक्रं फट् विचक्राय झौं झै स्वाहा ।। (૩% હૈં નમી - રામવન્દ્રત્યેનમ:) આ આઠમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા મીઠાની કાંકરીઓ ૧૦૮ વાર મંત્રીને ઝાડવાથી ચામડી વગેરેના રોગ મટે. ભક્તામર શ્લોક ૯ દ્ધિ - મંત્ર અને ળા ऋद्धि : ॐ ही अहँ नमो अरिहंताणं नमो संभिन्नसोयाणं हाँ ही हुँ हूँ फुट् स्वाहा ।। मंत्र : ॐ ह्रीं श्रीं क्रौं क्ी २ : २ : २ हं हं नमः ।। આ નવમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી તથા મીઠાની કાંકરીઓ ૧૦૮ વાર મંત્રી ચારે દિશાએ નાંખવાથી ચોર ચોરી કરી શકે નહીં. ચોરી કરનાર ચોર થંભી જાય. ભક્તામર શ્લોક ૧૦ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धि : ॐ हीं अहँ नमो पत्तेअबुद्धिणं ॥ मंत्र : ॐ हाँ ही हूँ हौं हूँ श्रीँ श्रीं यूँ श्रः सिद्धि बुद्धि कृतार्थो भव-भव वषट् संपूर्ण स्वाहा ।। આ દશમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી, શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા આ મંત્રથી પાણી મંતરી પીવડાવવાથી હડકાયા કૂતરાનું ઝેર ચડે નહીં. તેમ જ કાંકરી મતરી કરડ્યા ઉપર ઘસવાથી પીડા શાંત થાય. ભક્તામર શ્લોક ૧૧ - મંત્ર અને ળા ऋद्धि : ॐ हीं अहँ नमो अरिहंताणं नमो सयंसंबुद्धाणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं की श्राँ श्रीं श्रौं कुमतिनिवारणे महामायायै नमः स्वाहा ।। For Priv(200)onal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ આ અગિયારમા શ્લોકના ઋદ્ધિ અને મંત્રી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતાપૂર્વક ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી પવિત્ર થઈ ૧૦૮ વાર જાપ જપવાથી જે સાધના કરવા ધારીએ તે થાય. ભક્તામર શ્લોક ૧૨ દ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो बोहीय बुद्धीणं स्वाहा ।। मंत्र : ॐ श्रीं अं अं अ अ सर्व राजा प्रजा मोहिनी | સર્વજ્ઞાન વરચું રુ સ્વાહા // આ બારમાં ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર જાપ જપી મંતરેલું પાણી હાથી ઉપર છાંટવાથી હાથીનો મદ ઉતરે. ભક્તામર શ્લોક ૧૩ અદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ हीं अहँ नमो उज्जुमईणं । मंत्र : ॐ ह्रीं श्रीं हंसः हौ औ हा ही ड्रॉ द्रीं द्रों द्रः मोहिनी सर्व जन वश्यं कुरु कुरु स्वाहा ।। આ તેરમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર કાંકરીઓ મંત્રને ચારે બાજુ ફરે તો ચોર ચોરી કરવા આવે નહીં, ભૂત પ્રેત આદિનો ભય રહે નહીં. ભક્તામર બ્લોક ૧૪ બદ્ધિ - મંત્ર અને ફળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो विउलमईणं । मंत्र : ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा । આ ચૌદમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી આંધી વંટોળનો ભય ટળે. ૨૧ વાર કાંકરીઓ મંત્રી વંટોળ અગર શત્રુની સામે નાંખવામાં આવે તો શત્રુનો ભય ટળે, તેમજ જુદા-જુદા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય. (૨O૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૧૫ હદ્ધિ - મંત્ર અને ફળ ऋद्धिः ॐ हीं अहँ नमो दसपुवीणं ।। मंत्र : ॐ नमो भगवती गुणवती सुसिमा पृथ्वी वज्रशृंखला मानसी महामानसी स्वाहा ।। આ પંદરમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ૨૧ વાર તેલને મંત્રી તે તેલ મોઢા ઉપર ચોપડે તો ફરિયાદમાં જીત થાય તેમજ રાજદરબારમાં માન મળે. ભક્તામર શ્લોક ૧૬ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्री अहँ नमो चउदसपुब्बीणं । मंत्र : ॐ नमो सुमंगलासुसीमा वज्रशृंखलानाम देवी सर्व समीहितार्थं कुरुकुरु स्वाहा ॥ આ સોળમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ પીળું વસ્ત્ર પહેરી ઉત્તર સન્મુખ બેસી ૧૦૮ વાર જાપ જપવાથી દુમનનો પરાજય થાય અને રાજદરબારમાં જય થાય. ભક્તામર શ્લોક ૧૭ દ્ધિ - મંત્ર અને ફળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो अटुंगमहानिमित्त कुसलाणं मंत्र : ॐ नमो नमिऊण अट्टे मट्टे क्षुद्र विधट्टे क्षुद्रपीडांजठर पीडां भंजय भंजय सर्व पीडान् निवारय निवारय सर्वरोग निवारणं कुरु कुरु स्वाहा ।। આ સત્તરમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ ૨૧ વાર પાણી મંતરી પીવડાવવામાં આવે તો પેટની વ્યાધિ મટે. ભક્તામર શ્લોક ૧૮ ટદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो विउव्वण इड्ढि पत्ताणं ॥ For Privé 202 )onal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ मंत्र: ॐ नमो भगवते जये विजये मोहय मोहय स्तंभय स्तंभय स्वाहा ॥ આ અઢારમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી અને ૧૦૮ વાર જપવાથી શત્રુ સ્થંભિત થાય અને ફરિયાદમાં જિત થાય. ભક્તામર શ્લોક ૧૯ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो विज्जाहराणं । मंत्र: ॐ हाँ ह्रीं हूँ ह्रः यः क्ष: ह्रीं वषट्फट् स्वाहा ॥ આ ઓગણીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી કોઈનું કામણ ટૂમણ કરેલું ચાલે નહીં. ભક્તામર શ્લોક ૨૦ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो चारणाणं । મંત્ર ૐ હૈં શ્રા શ્રી શ્રૃં શ્રઃ ૩ઃ ૐ ૐ સ્વાહા || આ વીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ ૧૦૮ વાર તેનો જાપ જપવામાં આવે તો દુશ્મન જૂઠો પડે અને રાજદ૨બારમાં જિત થાય. ભક્તામર શ્લોક ૨૧ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो पण्णसमणाणं । मंत्र: ॐ नमः श्री माणिभद्र जये विजये अपारजिते सर्व सौभाग्यं सर्व सौख्यं कुरु कुरु स्वाहा || આ એકવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્વ માણસો વશ થાય તેમજ ત્રણ કાળ, ૨૧ દિવસ સુધી ૧૦૮ વાર જાપ જપવામાં આવે તો સર્વ સિદ્ધિ યોગ થાય. (૨૦૩) Page #219 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૨૨ દ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो अरिहंताणं नमो आगासगामीणं । मंत्र : ॐ नमो श्री वीरेहिं ज॑भय मुंभय मोहय मोहय स्तंभय स्तंभय अवधारणं कुरु कुरु स्वाहा ।। આ બાવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ હળદરનો ગાંઠિયો ૨૧ વાર આ મંત્રથી મંતરી ખવડાવવામાં આવે તો ભૂત, પિશાચ, ચુડેલ વિગેરે જે નડતર હોય તે દૂર થાય તેમજ આ મંત્રના યંત્રનું માદળીયું બાંધવામાં આવે તો દુશ્મનનો પરાજય થાય. ભક્તામર શ્લોક ૨૩ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो आसीविषाणं । मंत्र : ॐ नमो भगवतिजयवति मम समीहितार्थं मोक्षसौख्यं कुरु कुरु स्वाहा આ ત્રેવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા ૧૦૮ વાર આ મંત્રને બોલવાથી શરીરની રક્ષા થાય તેમજ આ મંત્ર ભણી ઉતારવાથી ભૂત, પિશાચનું દુઃખ દૂર થાય. ભક્તામર શ્લોક ૨૪ અદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँनमो अरिहंताणं नमो दिह्रिविसाणं ॥ मंत्र : ॐ नमो भगवते वद्धमाण सामिस्स सर्वं समीहितं कुरु कुरु स्वाहा - આ ચોવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા ૨૧ વાર રાખ મંતરી નાંખવાથી માથાની પીડા મટે. ભક્તામર શ્લોક ૨૫ બદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो उग्गतवाणं ।। (૨૦૪). Page #220 -------------------------------------------------------------------------- ________________ मंत्र : ॐ नमो भगवते जये विजये अपराजिते सर्वं सौभाग्यं सर्वं सौख्यं कुरु ગુરુ સ્વાહ | આ પચીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય ટળે. ભક્તામર શ્લોક ૨૬ હદ્ધિ - મંત્ર અને ળ ઃિ ૩હૈં ઝર્દ નમો હિત્તતવા | मंत्र : ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं कली हूँ ह्र : परजन शांति व्यवहारे जयं कुरु कुरु स्वाहा ।। अथवा ॐ नमो भगवति ॐ ह्रीं श्रीं कली हूँ ह्र : पुरुष स्त्रीजन जन्म जीवआर्ति पीडा निवारणं कुरु कुरु स्वाहा ।। આ છવ્વીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તથા ૧૦૮ વાર મંત્ર ભણી તેલને સોમવારે માથે ચોપડવામાં આવે તો આધાશીશી દૂર થાય તેમજ મસ્તક દોષ દૂર થાય. ભક્તામર શ્લોક ૨૭ અદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ही अहँ नमो तत्ततवाणं ।। मंत्र : ॐ नमो चक्रेश्वरी देवी चक्रधारिणी चक्रेणानुफूलंसाधय साधयशत्रुन् उन्मूलय उन्मूलय स्वाहा ॥ આ સત્યાવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી શત્રુનો ભય દૂર થાય. ભક્તામર શ્લોક ૨૮ બહદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो महातवाणं ।। मंत्र : ॐ नमो भगवते जये विजये जम्भय जम्भय मोहय मोहय सर्व रिद्धि सिद्धि संपत्ति सौख्यं कुरु कुरु स्वाहा ।। આ અઠ્ઠાવીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ For Prif zouļonal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય. વ્યાપારમાં લાભ થાય. ઝઘડા-ટંટા દૂર થાય. આી સૌભાગ્ય પ્રાપ્ત થાય. દરેક પ્રકારે સુખ થાય. ભક્તામર શ્લોક ૨૯ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो धोरतवाणं ॥ मंत्र : ॐ नमो नमिऊण पास विसहर फुलिंग मंतो सवसिद्धेसमीहेड जो समरंताणं मणे जाणइ कप्पदुम्म सर्व सिद्धि ॐ नमः स्वाहा ।। આ ઓગણત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર મંત્રથી પાણી મંતરીને પીવરાવવામાં આવે તો ઝેર ઉતરે. સર્વ પ્રકારનાં ઝેરો નાશ પામે. ભક્તામર શ્લોક ૩૦ દ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँ नमो धोरणगुणाणं ।। मंत्र : ॐ नमो श्री पार्श्वनाथाय ही धरणेन्द्र पद्मावती सहिताय अट्टे मट्टे (क्षुद्र-विधट्टे) क्षुद्रान् स्तंभय स्तंभय रक्षां कुरु कुरु स्वाहा ।। આ ત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ચોરનો ઉપદ્રવ થાય નહીં. ચોર, મૂઠ વિગેરે અસર ન થાય તેમજ સિંહ, વાઘ વિગેરેનો ભય ન થાય. ભક્તામર શ્લોક ૩૧ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो धोरगुण परक्कमाणं ॥ मंत्र : ॐ उवसग्गहरं पासं पासं वंदामि कम्मधणमुक्कंविसहर विसनिन्नासं मंगल कल्लाण आवासं ॐ हीं नमः स्वाहा ।। આ એકત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ અઠ્ઠમતપ કરી સાડાબારસોવાર જાપ કરવામાં આવે તો રાજદરબારમાં સન્માન પામે. આ મંત્ર વશીકરણ મંત્રી છે. For Privezos hnal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર બ્લોક ૩૨ - મંત્ર અને ળ ऋद्धिः ॐ ह्रीं अहँ नमो विप्पोसहि पत्ताणं मंत्र : ॐ ह्रीं श्रीं कलिकुंड दंडस्वामिन् आगच्छ आगच्छ आत्ममंत्रान् आकर्षय आकर्षय आत्मामंत्रान् रक्ष रक्ष पर मन्त्रान् छिन्द छिन्द मम समीहितं कुरु कुरु स्वाहा ॥ આ બત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ ૧૨ હજારવાર જાપ રાતા ફૂલથી કરી યંત્રનું પૂજન કરવામાં આવે તો રાજદરબારમાં જય થાય અને વિવિધ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ભક્તામર શ્લોક ૩૩ બદ્ધિ - મંત્ર અને ળા સદ્ધિઃ હૈં મર્દ નમો સવોટિપા f મંત્ર : નમો ભાવતી પ્રતિવર્દી : 8: 8: સ્વાદા | આ તેત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી આ મંત્રથી ૨૧ વાર પાણી મંતરીને પોતાના મુખ પર છાંટવામાં આવે તો દુર્જન બીક ટળે. તેનો કોઈ ઉપદ્રવ કામ ન આવે. ભક્તામર શ્લોક ૩૪ ત્રાદ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँ नमो मणबलीणं ।। मंत्र : ॐ नमो भगवते अष्टमहानाग कुलो चाटनी, कालदंष्ट्रमृतकोत्थापिनी परमंत्र प्रणाशिनी देवी शासन देवते ही नमो नमः स्वाहा ॥ આ ચોત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ઘણા દ્રવ્યનો સંચય થાય તેમ જ હાથીને વશ કરી શકાય. ભક્તામર શ્લોક ૩૫ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो वयणबलीणं ।। मंत्र : ॐ नमो एषु दत्तेषु वद्धमाणतत्त तव भयहर वृत्ति वर्णायेषु मंत्रा: पुनः For Prif 200}onal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ पुनः स्मर्तव्या: अत्तो ना परमंत्र निवेदनाय नमः स्वाहा ॥ આ પાંત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પ અને સિંહનો ભય ટળે. ભક્તામર શ્લોક ૩૬ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्हं नमो कायबलीणं ॥ मंत्र: ॐ ह्रीं श्रीं कर्ली हाँ ह्रीं अग्नि उपशमनं कुरु कुरु स्वाहा ॥ આ છત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૨૧ વાર પાણીને મંતરી તે પાણીની ધારા ઘરની ચારે બાજુ ક૨વામાં આવે તો અગ્નિનો ભય ટળે. ભક્તામર શ્લોક 39 ઋદ્ધિ મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो क्षीरासवीणं ॥ मंत्र: ॐ नमो श्रां श्रीं श्रं श्रः जलदेव्या पद्मह्रद निवासनी पद्मोपरिसंस्थिते सिद्धि देहि मनोवांछितं कुरु कुरु स्वाहा ॥ આ સાડત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્રનું પૂજન કરવાથી રાજદરબારમાં જય થાય ભક્તામર શ્લોક ૩૮ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो सव्वोपसवाणं || मंत्र: ॐ नमो नमिउण विसहर विस प्रणाशन रोग-शोक दोषग्रह कप्पदुमञ्च जायइ सुहनाम गहण सकल सुहदेवी ॐ नमः स्वाहा ॥ આ આડત્રીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી યુદ્ધનો ભય ટળે છે આમ આ મહાપ્રભાવક મંત્ર છે. (૨૦૮)nal Page #224 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૯ દ્ધિ - મંત્ર અને ળ ऋद्धिः ॐ हीं अहँ नमो महुआसवीणं ।। मंत्र : ॐ नमो चक्रेश्वरीदेवी चक्रधारिणी जिनशासन सेवाकारिणी, जीनशासन शुद्रोपद्रवविनाशिनी धर्म शांतिं कुरु कुरु स्वाहा ॥ આ ઓગણચાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્રનુ પૂજન કરવાથી રાજદરબારમાંથી દ્રવ્યની પ્રાપ્તિ થાય, યુદ્ધનો ભય ટળે. ભક્તામર શ્લોક ૪૦ વરદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो अमीआसवीणं ॥ मंत्र : ॐ नमो रावणाय विभीषणाय कुंभकरणाय लंकाधिपतये महाबल पराक्रमाय मनश्चितितं कार्यं कुरु करु स्वाहा ।। આ ચાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી સમુદ્રનો ભય ટળે છે. ભક્તામર શ્લોક ૪૧ બદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ह्रीं अहँ नमो अक्खीण महाणसीणं ।। मंत्र : ॐ नमो भगवती क्षुद्रोपद्रवशांतिकारिणी रोगकष्ट ज्वरोपशमंशांतिं कुरु ગુરુ સ્વા | આ એકતાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી મહાભય ટળે છે. સર્વ રોગ જાય. ભક્તામર શ્લોક ૪૨ હદ્ધિ - મંત્ર અને ળા ऋद्धिः ॐ ही अहँ नमो सिद्धादयादमाणं ।। मंत्र : ॐ नमो ह्रीं श्रीं हूँ हँ हौं ठः ठः ठः जः जः क्षां क्षीं क्षं क्षौ क्षः स्वाहा For Private Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ આ બેંતાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્રનું પૂજન કરવાથી જેલનો ભય ટળે. રાજ્ય તરફથી ભય ન થાય. ભક્તામર શ્લોક ૪૩ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्ह नमो नमोवढ्ढमाणाणं मंत्र: ॐ नमो हाँ ह्रीं ह्रीं ह्रः यः क्षः श्रीं ह्रीं फट् स्वाहा ॥ આ તેંતાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી ૧૦૮ વાર ભણીને ઘોડેસવારી કરવામાં આવે તો જે માટે સવારી કરી હોય તેમાં જય મળે. વૈરી વશ થાય, શસ્ત્રનો ઘા લાગે નહીં. ભક્તામર શ્લોક ૪૪ ઋદ્ધિ - મંત્ર અને ફ્ળ ऋद्धिः ॐ ह्रीं अर्हं नमो भयवं महावीर वह्नमाणं हाँ ह्रीं ह्रीं हूँ हूँ असियाउसा झ झ स्वाहा ॥ मंत्र : ॐ नमो बंभचेर धारिणस्स अठारस सहस्स शीलागरथ धारणेभ्यो નમઃ સ્વાહા ।। આ ચુંમાલીસમી ગાથા તેમજ તેના ઋદ્ધિ મંત્ર વિગેરે શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક એકાગ્રતાથી ગણવાથી તથા યંત્ર પાસે રાખવાથી, ૧૦૮ વાર નિત્ય જપવામાં આવે તો દિવસ ૪૫માં સર્વ કાર્યની સિદ્ધિ થાય. (૨૧૦) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી ભક્તામર મહાપૂજન વિધિ જે ભક્તને અમર બનાવે છે તે ભક્તામર વર્તમાન કાળમાં શ્રીભક્તામર પૂજન અન્ય પૂજનોની જેમ ભણાવાય છે - જે મહાપ્રભાવક છે. સ્તોત્રની દરેક ગાથાની અલગ અલગ તાંબાની પ્લેટ આ પૂજનમાં મૂકાય છે. એક થાળામાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજી અને આ પ્લેટનું દરેક ગાથાના પૂજન વિધિસર રીતે અષ્ટપ્રકારી પૂજન થાય છે. દરેક પ્લેટ ઉપર ગાથા અને તે ગાથાના ઋદ્ધિ અને મંત્ર કોતરેલા હોય છે. અષ્ટપ્રકારી પૂજન કર્યા પછી શ્રી આદિનાથ ભગવાનને દરેક વખતે ફૂલની માળા ચડાવાય છે. પૂજનમાં ધ્યાન ખેંચે છે ભૂમિ ઉપર અનાજથી તૈયાર કરેલ માંડલુ – આ માંડલુ રાયણ વૃક્ષની પ્રતિકૃતિ છે. નીચેના ભાગમાં ભગવાનની પાદુકા છે જેનું પૂજન થાળામાં ભગવાનની પાદુકા મૂકી અને માંડલામાં ૩રમી ગાથાના પૂજન વખતે કરાય છે. શ્રી ભક્તામર પૂજનમાં રાયણવૃક્ષનું માંડલુ બનાવાય છે કારણકે પૂર્વે જે- જે તીર્થંકર પરમાત્માઓ ગિરિરાજ પર પધાર્યા તે સર્વ રાયણવૃક્ષની નીચે જ સમવસર્યા છે અને ભવિષ્યમાં જે તીર્થંકર પરમાત્માઓ ગિરિરાજ પર પધારશે તે રાયણ વૃક્ષની નીચે જ સમવસરશે. આ રાયણ વૃક્ષનો સંપૂર્ણ મહિમા સમજાવવા માટે અલગ સ્વતંત્ર લેખ લખવો પડે. અત્રે પ્રસંગાનુસાર નોંધ લીધી પૂજનની શરૂઆત કરતાં સૌ આરાધકોને ૧૨ નવકાર ગણવાનું કહેવાય છે. તે પછી શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિને “અહંન્તો ભગવંતો' ની સ્તુતિ બોલાવાય છે. સ્તુતિ કર્યા બાદ શ્રી આદિનાથ પ્રભુનું સ્તોત્ર કે મહાપ્રભાવિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું સ્તોત્ર (કિ કપુરમય....) બોલાય છે. નીચે દર્શાવેલ છે પદો સમૂહમાં ત્રણ વાર બોલાવાય છે. | છે હૈં નમો અરિહંતi | | 30 ઈં નમો સિધ્ધUT | | || 30 હૈં નમો મારિચાઈi || છે ! હ્રીં નમો ઉવાયાdi | | 30 હૈ નમો નોસવ્વસાહૂi || 30 é શ્રી બદ્રિનાથાય નમઃ | (૨૧૧) Page #227 -------------------------------------------------------------------------- ________________ આ પદો બોલાયા બાદ જે ભૂમિ ઉપર પૂજન ભણાવવાનું છે, તેની શુદ્ધિ અર્થે મંત્રો બોલાય છે તે આ પ્રમાણે છે. પ્રથમ ભૂમિ શુદ્ધિ માટે વાયુદેવનો મંત્ર બોલાય છે. ॐ ह्रीं वातकुमाराय विध्नविनाशकाय महीं पूतां कुरु कुरु स्वाहा । મેઘકુમાર દેવને જલનો છંટકાવ કરવા નીચેનો મંત્ર બોલાય છે. ॐ ह्रीं मेघकुमाराय धरां प्रक्षालय प्रक्षालय हूँ फुट् स्वाहा । નીચેનો મંત્ર બોલી ચંદનનાં છાંટણા કરવા : ॐ भुरसि भुतधात्रि सर्व भूतहिते भूमिशुद्धिं कुरु कुरु स्वाहा । તે પછી નીચેનો મંત્ર બોલવો : ॐ नमो विमलनिर्मलाय सर्वतीर्थजलाय पां पां वां वां ज्वी ज्ची अशुचि शुचिर्भवामि स्वाहा । સર્વ પાપોના દહન અર્થે પોતાની બંને ભુજાઓને સ્પર્શ કરી આ પ્રમાણે મંત્ર बोलवो : ॐ विद्युतस्फुलिंगे महाविद्ये सर्व कल्मषं दह दह स्वाहा । આ મંત્રો બોલાયા બાદ અંગરક્ષાની ક્રિયા થાય છે. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલ છે. પૂર્વના જ્ઞાની પુરુષોએ આ પંચમહાભૂતોના બીજા ક્ષર મંત્રો નક્કી કર્યા છે તે આરોહ અવરોહમાં ત્રણ વાર બોલી શરીરના પંચ અંગો (ઢીંચણ, નાભિ, હૃદય, મુખ અને લલાટ) ઉપર બંને હાથ સ્થાપી બોલાય છે. ।। क्षि प ॐ स्वा हा - हा स्वा ॐ प क्षि ।। આ ક્રિયા કર્યા પછી – આત્મ રક્ષા માટે વપંજર સ્તોત્રનો પાઠ કરાય છે. q४५४२ स्तोत्र : (२।। - ४२वारी आन) ॐ परमेष्ठीनमस्कारं सारं नवपदात्मकम् । आत्मरक्षाकरवज्र - पंजराभं स्मराम्यहम् ।। १ ।। ॐ नमो अरिहंताणं, शिरस्कंशिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुख्ने मुखपटं वरम् ।। २ ।। ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम् ।। ३ ।। ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । ऐसो पंचनमुक्कारो, शिला वज्रमयी तले ।। ४ ।। सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः ।। मंगलाणं च सव्वेसिं खादिरागारखातिका ।। ५ ।। (२१२) Page #228 -------------------------------------------------------------------------- ________________ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवई मंगलं । वप्रोपरि वज्रमयं, पिधानं देह रक्षणे ॥ ६ ॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता कथिता पूर्वसूरिभिः ॥ ७ ॥ यश्चैवं कुरुते रक्षा, परमाष्ठपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि राधिश्चापि कदाचन ॥ ८ ॥ હવે પૂજનમાં બેઠેલા સૌ આરાધકોને રક્ષાપોટલી આપવામાં આવે છે. તે સૌએ નિયમ ધારણા કરી રક્ષાપોટલી બાંધવાનો મંત્ર બોલાય એટલે સૌએ રક્ષા પોટલી હાથે બાંધવાની હોય છે. , તે પછી તે થાળીમાં શ્રીઆદિનાથ પ્રભુના પ્રતિમાજી બિરાજમાન કર્યા છે તે થાળાને સ્પર્શ કરીને નીચેનો મંત્ર બોલવો : ॐ ह्रीं श्रीं अर्ह गोमुख - चक्क्रेश्वरी प्रमुखदेवादिसहितः श्री आदिनाथ प्रभो अत्र अवतर अवतर संवौषट् नमः श्री आदिनाथाय स्वाहा । સ્થાપન મુદ્રાએ આ પ્રમાણે મંત્ર બોલવો ઃ ॐ ह्रीं श्रीं अर्ह गोमुख-चक्क्रेश्वरी प्रमुखदेवादिसहितः श्री आदिनाथ प्रभो अत्र तिष्ठ तिष्ठ ठः ठः नमः श्री आदिनाथाय स्वाहा । સંનિધાન મુદ્રાએ આ પ્રમાણે મંત્ર બોલવો ઃ : - - ॐ ह्रीं श्रीं अहं गोमुख - चक्क्रेश्वरी प्रमुखदेवादिसहितः श्री आदिनाथप्रभो मम सन्निहितो भव भव वषट् नमः श्री आदिनाथाय स्वाहा । સંનિરોધ મુદ્રાએ આ પ્રમાણે મંત્ર બોલવો : २. 3. ॐ ह्रीं श्रीं अर्ह गोमुख - चक्केश्वरी प्रमुख देवादि सहितः श्री आदिनाथ प्रभो पूजां यावद अत्रैव स्थातव्यम् नमः श्री आदिनाथाय स्वाहा । અવગુંઠન મુદ્રાએ નીચેનો મંત્ર બોલાય છે : ॐ ह्रीं श्रीं अर्ह गोमुख चक्क्रेश्वरी प्रमुख देवादि सहितः श्री आदिनाथ प्रभो परेषाम दृश्यो भव भव फट् नमः श्री आदिनाथाय स्वाहा । પૂજન મુદ્રાએ અંજલી કરી નીચેનો મંત્ર બોલી પૂજન કરાય છે ઃ ॐ ह्रीं श्रीं अर्हं गोमुख चक्क्रेश्वरी प्रमुख देवादि सहितः श्री आदिनाथ प्रभो इमां पूजां प्रतीच्छ प्रतीच्छ नमः श्री आदिनाथाय स्वाहा | १. આ રીતે પૂર્વતૈયારી થઈ. હવે શ્રી ભક્તામર પૂજન ગાથાઓનું પૂજન થાય છે. ६२९ गाथाना पू४ननी श३आतमां " नमोईतू'.... जोसावाय छे. પછી ગાથા બોલાય છે. ગાથા બોલાયા પછી તે ગાથાના ઋદ્ધિ અને મંત્ર બોલાય છે. (२१3) M Page #229 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રી ભક્તામરનો મૂળ મંત્ર 30 દૈ નમો રદંતાને રિસાનું પૂરા उवज्झायाणं साहुणं मम ऋद्धि वृद्धि समृद्धिसमीहितं कुरु कुरु स्वाहा । બોલાવાય છે. તે જ સમયે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજીને તથા ગાવાના યંત્રની અષ્ટપ્રકારી પૂજા થાય છે. ૩ હ્રીં શ્રીં મરનાથાય નમ: ની માળા ગણાય છે. દરેક ગાથાએ માંડલામાં દીપક મૂકાયછે. ૪૪ દીપક આ રીતે માંડલાની ફરતે મૂકાય છે. આ પ્રમાણે ૪૪ ગાથાના પ્લેટ પર પૂજન થાય છે. તે પછી માંડલામાં બનાવેલ બાકીની ત્રણ દેરીમાં નીચેના મંત્ર દ્વારા શ્રીફળ મૂકાવી પૂજા થાય છે. ॐ ह्रीं अनंतानंत गुरु पादुकाभ्य स्वाहा । ॐ ह्रीं श्री गौमुखाय स्वाहा । ॐ ह्रीं श्री चक्नेश्वर्यै स्वाहा । પૂજન પછી દેવ વંદન - ૧૦૮ દીવાની આરતી; મંગળદીવો અને શાન્તિ કળશ થાય છે. ક્ષમાપનાના શ્લોક બોલી -વિસર્જન મંત્ર બોલી શ્રી ભક્તામર પૂજનવિધિ સમાપ્ત થાય છે. રજૂકર્તા :- જશવંતલાલ સાંકળચંદ (વિધિકાર) આઈ-૯ ઘનશ્યામનગર, સુભાષબ્રીજ કોર્નર, અમદાવાદ ૩૮૦૦૨૭. ફોન : (R) ૭૫૬૭૨૦ For Private & Persgnal Use Only (૨૧૪) Page #230 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ શ્રી ભક્તામર સ્તોત્રના અન્ય ચાર શ્લોકનું વિવેચન ભક્તામર શ્લોક ૩૨ गम्भीरतार - स्वपूरित - दिग्विभाग - स्त्रैलोक्यलोक - शुभसंगमभूतिदक्षः । सद्धर्मराज - जयघोषण - घोषक: सन् , ख्खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।३२।। ભાવાર્થ : હે પ્રભુ, તમે જ્યારે સમવસરણમાં બિરાજો છો ત્યારે દેવો આકાશમાં દુંદુભી વગાડે છે. તેનો ગંભીર નાદ દશે દિશાઓમાં ગુંજી ઊઠે છે. દુંદુભીનો આ અવાજ ત્રણેય લોકના પ્રાણીઓને આહ્વાન કરીને કહે છે કે હે પ્રાણીઓ, અહીં આવો અને સાચા કલ્યાણને પ્રાપ્ત કરો. વળી આપ દ્વારા સધર્મની જે પ્રરુપણા થાય છે તેનો જય-જયકાર પણ બધી જ દિશામાં ગુંજી ઊઠે છે. દુંદુભી નાદનું કારણ શ્રી ભક્તામર સ્તોત્રના બત્રીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે સમવસરણમાં પ્રભુ બિરાજે છે ત્યારે દેવો આકાશમાં દુંદુભીનો નાદ કરે છે જે દશે દિશાઓમાં પ્રસરી જાય છે. આ નાદ દ્વારા દેવો પ્રભુનો જય-જયકાર કરે છે. તેમની વીતરાગતા અને સર્વજ્ઞતાની આ ધ્વનિ દ્વારા ઘોષણા કરે છે અને ત્રણે લોકના સર્વ જીવોને ધ્વનિ દ્વારા જાણે કે નિમંત્રણ આપે છે કે જે પોતાનું કલ્યાણ ઇચછતા હોય તે સર્વે પ્રાણીઓ ભલે તે ગમે તે યોનિના હોય તો પણ આ નિમંત્રણનો સ્વીકાર કરી સમવસરણમાં પધારી શકે છે. સુભાગી અને દુર્ભાગી જીવો. પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યોમાંના આ એક પ્રાતિહાર્યછે. કેવળજ્ઞાનનો વીતરાગ પરમાત્મા જે પરમોચ્ચદશાને પામે છે તે વખતે તેમના સર્વાધિક બળવાન પુણ્યયોગને કારણે આ અતિશયોની રચના દેવો દ્વારા થતી હોય છે. દુંદુભી નાદ દ્વારા સમવસરણમાં પધારવાનું સમસ્તલોકના પ્રાણીઓને નિમંત્રણ મળે છે. (૨૧૫) Page #231 -------------------------------------------------------------------------- ________________ અહીં રહસ્ય એ છે કે પ્રભુના પુણ્યના અતિશય એવો આવો નાદ દશે દિશાઓમાં ગાજતો હોવા છતાં જે પ્રાણીઓ પ્રગાઢ મોહનિદ્રામાં ડૂબેલા હોય કે તેના કાને આ ધ્વનિ પડતો નથી અને નિદ્રામાં કદાચિત પડખું બદલવારૂપ જાગૃતિની તે તંદ્રાની થોડીક ક્ષણો આવી જાય તો પણ પ્રાણી આ દિવ્યધ્વનિને સાંભળ્યા ન સાંભળ્યા બરાબર કરી હાથમાં આવેલી અણમોલ તકને ચૂકી જાય છે. એક કવિએ એમ કહ્યું છે કે : સમયનીએ જ સરતી પળને તક કહે છે સૌ, સુભાગી જેને ઝડપે છે દુર્ભાગી વિચારે છે.” ઉપરના શ્લોકના અનુસંધાનમાં આ પંક્તિ દ્વારા એમ કહી શકાય કે પ્રગાઢ મોહનિદ્રામાં સૂતેલ જીવ કાં દુંદુભીનાદ સાંભળતો નથી, કાં સાંભળવાનો અણસાર જણાય તો પણ પ્રમાદને વશ થઈ સમવસરણમાં જતો નથી. એથી પણ આગળ વધીને એમ કહી શકાય કેમિથ્યાત્વમાં ડૂબેલો જીવ આદુંદુભીનાદને સાંભળતો હોવા છતાં તેની પોતાની ખોટી પકડને કારણે તે દુર્ભાગી છે કે તે પ્રભુના સમવસરણમાં જવાની તક ઝડપી શકતો નથી કેમકે સાંભળવા છતાં મિથ્યાત્વને કારણે તેને મિથ્યા અર્થાતુ ખોટા વિચાર આવે છે તેથી દુંદભીનાદ તરફ તે લક્ષ આપતો નથી કે ત્યાં જતો નથી. પરંતુ કેટલાક સુભાગીજીવો જેને પ્રભુ સ્મરણમાં પ્રીતિ છે, જેને આત્મરુચિ છે, તે આવો દિવ્યનાદ સાંભળતા તેના મહત્ત્વને સમજી લઈ આવેલી તકને ઝડપી લઈ સીધા પ્રભુના સમવસરણ તરફ જવા ચાલી નીકળે છે. આમ આ સંસારમાં પ્રગાઢ મોહ નિંદ્રાવાળા જીવો છે. મિથ્યાત્વવાળા જીવો છે. અને સમ્યફ પુરુષાર્થ કરતા જીવો છે. તેમાં જેનો સમ્યફ પુરુષાર્થ હોય છે, તેવા જીવો દશે દિશામાં ગુંજતા દુંદુભીના આ અત્યંત પ્રલોભનકારી નાદને સાંભળીને મુરલીના નાદથી જેમ સાપ ડોલી ઉઠે તે રીતે પોતાના માટે મહાકલ્યાણકારી, મંગલકારી પળ આવી છે તેમ સમજી પરમાત્માન સમવસરણ તરફ પ્રયાણ કરે છે. આત્મનાદ સાંભળી અહીંથી પણ શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં જઈ શકાય છે. આ શ્લોકનું બીજુ રહસ્યપૂર્ણ અર્થઘટન એમ પણ થઈ શકે છે કે બ્રહ્માંડની અંદર જે સમસ્ત વિભિન્ન તત્ત્વો રહેલા છે; તે એક યા બીજી રીતે દેહધારી મનુષ્યના પિંડમાં પણ રહેલા છે. તેથી જ એમ કહેવત પડી છે કે, “જો પિંડે સો બ્રહ્માંડે” આ સંદર્ભમાં વર્તમાનમાં જો કોઈ જીવ એમ વિચારે કે પરમાત્માના For Priyate & Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં દુંદુભીનાદ દ્વારા જવાનું મને નિમંત્રણ મળ્યું હોત તો મારું કલ્યાણ થઈ જાત. હવે તો આ કાળમાં આવો નાદ ક્યાંથી સાંભળવા મળે? હવે ભરતક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા જ હાલ નથી તેથી આપણા કલ્યાણનો માર્ગ હવે કેમ મળે? આ અને આવા વિચારો કરતા જીવન માટે પિંડે સો બ્રહ્માંડની વાત કરી છે. વર્તમાનમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પરમાત્મા બિરાજમાન છે. પોતાના આત્મપુરુષાર્થ દ્વારા અહીંથી મૃત્યુ પામીને આત્મા ત્યાં જઈને પરમાત્માના સમવસરણમાં બિરાજી યથાર્થ પુરુષાર્થ દ્વારા કેવળજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. આ બ્રહ્માંડમાં જેટલા જીવ-અજીવ તત્ત્વ અને ચારગતિના જીવ અને તેના અર્થાત્ બ્રહ્માંડના જે રહસ્ય રહેલા છે તેવા જ રહસ્યો અને સંસ્કારી અનંતકાળથી ભવભ્રમણ કરતા જીવની સાથે રહેલા છે. જે રીતે સમવસરણમાં દેવોએ દુંદુભીનાદ દશે દિશામાં પ્રસરાવ્યો છે. તે રીતે જીવ જ્યારથી જન્મમરણના ફેરા કરે છે. તેની પહેલી ક્ષણથી આત્માની અંદર આત્મનાદનું ગુંજન નિરંતર અને સતત રહેલું છે. આ નાદને સાંભળવાનો પુરુષાર્થ જે જે જીવો એ કર્યો છે તેઓ બહિંમુક્ત થઈ સહજપણે વિમુખ થઈ અંતર્મુખ થયા છે. અને તે દિવ્યનાદનું શ્રવણ કરતા-કરતા અંતર્મુખતા આગળ વધીને તેમને આત્મામાંથી પરમાત્મપદ સુધી લઈ ગઈ છે, લઈ જાય છે અને લઈ જશે. આત્માના આ દુંદુભી નાદ તરફ જે ઉપેક્ષા કરે છે અથવા પ્રમાદ વશ તેના તરફ જે બેધ્યાન રહે છે અથવા મિથ્યાત્વને કારણે તેનો સ્વીકાર કરતા નથી કે પ્રગાઢ મોહ નિંદ્રા કે મૂછને કારણે જે નાદને તે સાંભળતા જ નથી તે પોતાનું આત્મ કલ્યાણ સાધી શકતા નથી. આમ, પરમાત્માના અષ્ટપ્રાતિહાર્ય પૈકી આ પ્રાતિહાર્ય દ્વારા, દુંદુભીના નાદ દ્વારા જીવોને જાણે સતત એમ સૂચના મળતી હોય કે “જાગો-જાગો” એમ પ્રતિપાદિત થાય છે. આમ, આ શ્લોક દ્વારા પણ આત્મજાગૃતિ માટેનો એક પડકાર આત્માને સમયે-સમયે થતો હોય તેમ જણાય છે. આ પડકારને સાંભળી અને આત્મકલ્યાણ કરવું કે મિથ્યાત્વમાં ડૂબેલા રહેવું તે તો જીવ ના સવળા કે અવળા પુરુષાર્થ ઉપર નિર્ભર રહે છે. " (ર૧૭) Page #233 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૩ - મન્તાર – સુન્દર - નમેરુ - સુરિનાત सन्ताकादिकुसुमोत्कर वृष्टिरुद्धा | ગન્ધોવિન્દ્ર - શુમમત્વ - મરુદ્રપાતા, વિધ્યા વિવઃ પતિ તે વવમાં તિર્વા રૂા – ભાવાર્થ : હે પ્રભુ, આપના સમવસરણમાં દેવો જ્યારે પારિજાત આદિ વિવિધ દિવ્યવૃક્ષોના સુગંધી પુષ્પોની આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે મંદ-મંદ પવન સાથેની આ પુષ્પવૃષ્ટિ આપના શ્રીમુખેથી વચનરૂપે દિવ્ય પુષ્પો વર્ષાવી રહ્યા છે. શ્રી ભક્તામર સ્તોત્રના તેત્રીસમા શ્લોકમાં એમ જણાવ્યુંછે કે પરમાત્મા જ્યારે દેશના આપે છે અને સમવસરણમાં ગણધર ભગવંતો, સાધુ-સાધ્વી અને ચારેગતિના જીવો જ્યારે આ દેશના સાંભળતા હોય છે ત્યારે દેવો દ્વારા આકાશમાંથી અતિસુંદર, મનોહર વિવિધ પ્રકારનાં પુષ્પોની વૃષ્ટિ થતી રહે છે. શીતલ સુગંધી વાયુ વાતો હોય છે. એક તરફ પુષ્પ વૃષ્ટિ હોય છે તો બીજી તરફ પરમાત્માના મુખમાંથી ધ્વનિ દ્વારા જે ઉપદેશ વહે છે તે જાણે દિવ્ય પ્રકારના ફૂલો રૂપીવાણી નિર્ઝરતી હોય તેમ જણાય છે. પુષ્પવૃષ્ટિ થાય છે ત્યારે પુષ્પના મુખ હંમેશા ઉપરની તરફ રહેલાં હોય છે તે તેની વિશિષ્ટતા છે. અનેરી શાંતિનો અનુભવ આ શ્લોક દ્વારા આપણને વિશેષ પ્રકારનો બોધ પ્રાપ્ત થાય છે. આપણો બધાનો સ્વાનુભવ છે કે વાતાવરણ શાંત અને સુંદર હોય, પ્રાકૃતિક સ્થળ હોય અને મંદ-મંદ ઠંડો પવન વાતો હોય ત્યારે આપણે અનેરી શાંતિનો અનુભવ કરીએ છીએ. અહીં પણ એ રીતે ઘટાવી શકાય કે પરમાત્માના સમવસરણમાં બિરાજેલા ચારેગતિના જીવો શીતળ મંદ સુગંધી વાયુના કારણે તેમજ સવસરણમાં થતાં દર્શનને કારણે પૂર્વે કદી ના અનુભવી હોય તેવી શાંતિ અને સમતાનો અનુભવ કરે છે. આ શાંતિ અને સમતા તેમનામાં રહેલા જાતિ વૈરના સ્વભાવને પણ તે સમયે શાંત કરી દે છે. આ એક જબરજસ્ત ચમત્કાર છે. અને આ રીતે મંદ પવન વાતો હોય છે ત્યારે તેઓ શાંત અને એકાગ્ર ચિત્ત હોવ થી દેશનાના રસાસ્વાદમાં નિમગ્ન થાય છે. (૨૧૮) Page #234 -------------------------------------------------------------------------- ________________ પુષ્પનો જીવન સંદેશા પરમાત્માની દેશના વખતે જે પુષ્પવૃષ્ટિ થાય છે તે પુષ્યોના મુખ ઉપરની તરફ રહેલા હોય છે, તે એમ સૂચવે છે કે દેવ નિર્મિત હોવા છતાં આ પુષ્પો આકાશમાંથે. જ્યારે વર્ષે છે ત્યારે અધોમુખ થી પરમાત્માની વાણીનો અનાદર નથી કરતાં પરંતુ ઊર્ધ્વ મુખે આકાશમાંથી વરસતા-વરસતા તેમની વૃષ્ટિ ધર્મસભામાં જે રીતે થાય છે તે એમ સૂચવે છે કે આ પુષ્પ પણ પરમાત્માની દિવ્યવાણી સાંભળતા-સાંભળતા ચારે ગતિના જીવ તરફ જાણે કે પ્રેમ વર્ષા કરી રહ્યા છે. આ પુખો દિવ્ય છે અલૌકિક છે. નેત્રહારી છે. રંગબેરંગી છે. તે અતિશય કોમળ અને સ્વાભાવિક રીતે જ અલ્પ આયુષ્યવાળા છે. આકાશમાંથી વરસતા આ પુષ્પો એમ બોધ આપે છે કે અમારું જીવન ક્ષણિક હોવા છતાં અમે પ્રેમપૂર્ણ છીએ. હે જીવો, તમારા ઉપર અમે પ્રેમની વૃષ્ટિ કરીએ છીએ. અને પરમાત્માને સમર્પિત થયેલાં એવા અમે તમને એમ વિનંતી કરીએ છીએ કે તમે પણ પ્રેમપૂર્ણ બની જગતમાં સર્વે જીવો તરફ પ્રેમપૂર્ણ વહેવાર કરો. આયુષ્ય લાંબુ હોય કે ટૂંકું પ્રેમ ભરપૂર જીવન જીવો. અમારી જેમ પ્રેમમાં ડૂબો અને સૌને પ્રેમમાં ડૂબાડો અને પરમાત્માને સમર્પિત થાવ તો આત્માના સાચા પ્રેમ અને શાશ્વત શાંતિનો અનુભવ થશે. પુષ્પો અત્યંત કોમળ હોય છે. તે દરેક જીવોને જાણે કે સર્વ પ્રત્યે કોમળતા ધારણ કરવાનો બોધ આપે છે. વિવિધરંગી મનોહર પુષ્પો મનને પ્રસન્ન કરે તેવી વિવિધ પ્રકારની સુગંધવાળા હોય છે. તે એમ સૂચવે છે કે પુખનો સ્વભાવ સુગંધ પ્રસરાવવાનો છે. સુગંધનો ઉપભોગ કે લાભ રસ્તેથી પસાર થતો દુરાચારી લે, સંત લે, કે રાજા લે, ગમે તે તેની સુગંધનો લાભ લે કે કોઈપણ તે રસ્તેથી પસાર ના થાય અને કોઈ જ સુગંધનો લાભ ના લે તો પણ પુષ્પ સુગંધ પ્રસરાવ્યા કરે છે. કોઈના પસાર થવાથી કે ન થવાથી ફૂલ ફોરમ આપતું અટકી જતું નથી. આકાશમાંથી થતી પુષ્પવૃષ્ટિ પણ આ જ પ્રકારે કોઈપણ જાતના ભેદભાવ સિવાય એક જ સરખી થઈ રહી છે. તટસ્થ સ્વ-નિરીક્ષણ ઉન્નતિની પ્રથમ શરત છે. અહીં એમ પણ જણાવ્યું છે કે પરમાત્માની વાણી વહેતી હોય ત્યારે જાણે કે ફૂલ ઝરતાં હોય તેવું જણાય છે. પરમાત્માની વાણીના ધ્વનિના સૂરને એક પ્રકારના પુખની વર્ષા થતી હોય તેમ જણાવ્યું છે. અહીં એમ અભિપ્રેત છે કે પરમાત્માની વાણી એક સરખી રીતે એક સરખી કરુણા સાથે દેશના સાંભળનાર સર્વે જીવો તરફ ભાવ સાથે, કરુણા સાથે તે દિવ્ય ધ્વનિ નીકળતો હોવાથી તેનો (૨૧૯) Page #235 -------------------------------------------------------------------------- ________________ લાભ પોતપોતાની ક્ષમતા અને પુરુષાર્થ પ્રમાણે ચારે ગતિના જીવ લેતા હોય છે. અહી સૂક્ષ્મ વિચારણા કરીએ તો એમ પણ વિચારી શકાય કે પુષ્પ જેવી કોમળતા, પુષ્પ જેવો પ્રેમપૂર્ણ સ્વભાવ, પુષ્પ જેવું પરમાત્મા પ્રત્યેનું સમર્પણ જીવમાં પ્રગટે ત્યારે પરમાત્મપદની યાત્રાનો આરંભ થયો ગણાય. ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીસ ભવમાં પહેલો ભવ નૌશાર નો હતો. તેમાં તેમને ઋજુ સ્વભાવી, કોમળ હૃદયવાળા અને ન્યાય પરાયણ જણાવ્યા છે. જેને આત્મ કલ્યાણ સાધવું છે, જેને માર્ગની પ્રાપ્તિ જોઈએ છે તેને આ વાત શાંતિથી વિચારવાની જરૂર છે કે પોતાના હૃદયમાં ઋજુતા, કોમળતા અને ન્યાય પરાયણતા કેટલાં ખીલ્યાં છે? ફૂલ જેમ પ્રેમરૂપ ફોરમની વર્ષા એક સરખી રીતે બધા ઉપર કરે છે તેમ આપણો વ્યવહાર પક્ષપાત રહિત સર્વ તરફ પ્રેમપૂર્ણ છે કે સ્વાર્થના પાયા ઉપર રચાયો છે? તે અંતર્મુખ થઈને જીવ વિચારે નહીં અને પોતાની જાતે પોતાનાં સ્વપરીક્ષણમાં ઉતીર્ણ ન થાય ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ કેવી રીતે સંભવે? પુષ્પનું સમર્પણ જેવી રીતે પરમાત્મા તરફ છે તેવી રીતે આ આત્મા પરમાત્મા તરફ સમર્પિત થાય તો તેને જરૂરી માર્ગ પ્રાપ્ત થાય, માર્ગ પણ તૈયાર છે અને પરમાત્મપદ પણ તૈયાર છે. જરૂર છે અહંકાર શૂન્ય થઈમાર્ગ અને પરમાત્મપદનો યથાર્થ મહિમા લાવી તેના તરફ સમર્પિત થવાની. આમ, આ શ્લોકમાં પુષ્પવૃષ્ટિ દ્વારા જીવનને ઉન્નત બનાવા માટે આત્મકલ્યાણનો ઉત્તમ બોધ આપેલ છે. (૨૦). Page #236 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૪ शुम्भत्प्रभावलय - भूरिविमा विभोस्ते, लोकत्रये - द्युतिमतां द्युतिमाक्षिपन्ती । प्रोद्यद् - दिवाकर -निरन्तर भूरिसंख्या, दीप्त्या जयत्यपि निशामपि सोम - सौम्याम् ।। ३४।। ભાવાર્થ : હે પ્રભુ, આપની આસ્થા જે અત્યંત પ્રકાશવાન તેજસ્વી, ભામંડળ છે તે સમસ્ત સંસારની કોઈપણ પ્રભાવક વસ્તુથી અધિક પ્રભાવક છે. આ ભામંડળની વિલક્ષણતા તો એ છે કે ઉદય પામતાં અનેક સૂર્યો કરતાં તે અધિક પ્રચંડ અને તેજસ્વી હોવા છતાં તે પૂર્ણિમાના ચંદ્રથી અધિક શીતળતા અને શાંતિ આપનાર છે. || ૩૪ છે. ભામંડળનો પ્રભાવ અને રહસ્ય શ્રી ભક્તામર સ્તોત્રના ચોત્રીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે પરમાત્માની ઉપર એક દિવ્ય ભામંડળની રચના દેવો દ્વારા કરવામાં આવે છે. આ ભામંડળ પણ અષ્ટ પ્રાતિહાર્યમાંનું એક છે. તે વર્તુલ આકારે હોય છે અને અત્યંત તેજસ્વી હોય છે. સર્વ કર્મનો ક્ષય કરી શ્રી તીર્થંકર પરમાત્મા પરમ વીતરાગતા અને સર્વજ્ઞતા ને પામે છે ત્યારે સર્વકર્મ બળથી રહિત થયેલું તેમનું ઔદારિક શરીર પણ અત્યંત તેજસ્વી હોય છે. આ ભામંડળનો પ્રકાશ હજારો સૂર્યના પ્રકાશ કરતાં પણ વધુ તેજસ્વી હોય છે અને છતાં તે પ્રકાશ ઉગ્ર ગરમી વાળો કે દાહક નથી હોતો પરંતુ તેમાં પૂર્ણિમાના ચંદ્રના તેજ કરતાં પણ વધુ શીતળતા અને શાંતિ હોય છે. ભામંડળના પ્રકાશને કારણે સમવસરણમાં એક સરખો પ્રકાશ રહેતો હોવાથી દિવસ કે રાત્રિ જેવું કાંઈ હોતું નથી પરંતુ સર્વે સ્થળે, સર્વે સમયે એક સરખો તેજસ્વી શીતળ પ્રકાશ રેલાતો હોય છે. એમ કહેવાય છે કે પરમાત્માના ભામંડળ તરફ દષ્ટિપાત કરી જીવો પોતાના ત્રણ પૂર્વ ભવનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને વર્તમાન ભવનાં જ્ઞાન ઉપરાંત ભવિષ્યના ત્રણ ભવનું જ્ઞાન પણ તેમને તે ભામંડળના દર્શન કરતાં જણાય છે. આ પુસ્તકમાં આપણે અગાઉ વેશ્યાઓની વાત કરેલી છે. છ લેગ્યામાં શુક્લ ધ્યાનમાં રમણતા કરતાં જ્ઞાનની આસપાસ પણ તેજોમાહિ શુક્લ લશ્યાનું વર્તુળ રચાતું હોય છે. અહીં તો શ્રી તીર્થંકર પરમાત્માના ભામંડળની વાત છે (૨ ૨૧) Page #237 -------------------------------------------------------------------------- ________________ અને ભામંડળ પણ તેમના ઔદારિક શરીરની આસપાસ વર્તુળાકારે છે. કેવળજ્ઞાની વીતરાગ પરમાત્માના જ્ઞાનમાં ત્રણેય કાળના, ત્રણેય લોકના સર્વજીવોની પર્યાય વર્તમાનવત્ ઝડપે છે. તો તેની આસપાસ રચાયેલા તેજોમય ભામંડળમાં સંભવછે કે ચારે ગતિના જીવો પોતે પોતાના ઉપર જણાવ્યા પ્રમાણે સાત ભવનું દર્શન કરી શકતા હોય. બીજી રીતે એમ પણ કહી શકાય કે જ્ઞાનીની આસપાસ રહેલી શુક્લ લેશ્યાનું પૂર્ણ વિકસિત સ્વરૂપ તે પરમાત્માનું ભામંડળ છે. આ શ્લોકમાં એમ પણ જણાવ્યું છે કે તીર્થંકર પ્રભુનું ભામંડળ હજારો સૂર્ય કરતાં તેજસ્વી હોવાં છતાં તેમાં દાહકતાને બદલે ચંદ્રની શીતળતા રહેલી છે આ કથન પણ યથાર્થ જણાય છે. કેમ કે જીવ જ્યારે સત્સંગમાં જ્ઞાનીની પાસે જાય છે ત્યારે તે તેમની શુકલ લેશ્યા કે આભામંડળને નહીં જોઈ શકતો હોવા છતાં જ્ઞાનીના સાનિધ્યમાં તેને શાંતિનો અનુભવ થતો હોય છે. આ પ્રગટ અનુભવ એમ સૂચવે છે કે સમવસરણમાં દેશના સમયે પરમાત્માના ભામંડળના તેજને કારણે તેમાંથી નીકળતા પ્રકાશમય શીતળ કિરણોને કારણે જીવોને અનેરી શાંતિનો અનુભવ થાય. આધિ-વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત જીવો પોતાના સઘળાં દુઃખો ભૂલી જઈ આભામંડળના તેજમાં પરમશાંતિને વેદે છે અને જાતીસ્મરણજ્ઞાનનો દિવ્ય અનુભવ પણ કરે છે. ભામંડળના તેજ વિશે વિચારણા અહીં કોઈને એમ પ્રશ્ન થાય કે આભામંડળ હજારો સૂર્યથી વધુ તેજસ્વી હોવા છતાં તેમાં ચંદ્રની શીતળતા કરતાં પણ અધિક શીતળતાનો અનુભવ કઈ રીતે થાય? આ પ્રશ્ન તર્કની દૃષ્ટિએ ઊભો થઈ શકે તેવો છે પણ તે પ્રશ્ન ઊભો કરનાર બુદ્ધિ સ્વયં અજ્ઞાનીની બુદ્ધિ છે. કારણકે પરમાત્માના તેજની જે વાત અહીં કરવામાં આવી છે તે તેજનું વર્ણન કરવા માટે કોઈપણ પદાર્થ જગતને વિશે યોગ્ય ગણાતો નથી. વળી તે ભામડંળની શોભા અને તેજનું વર્ણન બુદ્ધિના વિષયની બહારની વાત છે. ઇન્દ્રિયો કે બુદ્ધિ દ્વારા કોઈ પદાર્થ આ વર્ણનની તુલનામાં આવી શકે તેમ નથી. એટલા માટે સૂરજ અને ચંદ્ર બેના સમન્વય દ્વારા ભામંડળના તેજની વાત કરી છે. આપણે ધોમ ધખતા તાપમાં મધ્યાહ્ન કાળના એક જ સૂરજના પ્રખર તાપની સામે જોઈ શકતા નથી તો અહીં તો હજારો સૂરજના પ્રકાશ જેવા પ્રકાશની વાત કરવામાં આવી છે. અને તે પ્રકાશ દાહકતારહિત અને શીતળતાવાળો છે તેમ જણાવ્યું છે. આમ, ભામંડળના પ્રકાશનું વર્ણન ઇન્દ્રિયાતીત વિષય છે. છતાં તેને સમજાવા માટે બે પદાર્થોના For Private Personal Use Only (૨૨૨) Page #238 -------------------------------------------------------------------------- ________________ સમન્વય કરી સમજાવાની કોશિશ કે ઇશારો કરવામાં આવેલ છે. આત્માને પોતાને પોતાના સ્વાનુભવના બળ ઉપર જ્યારે સંસારના પદાર્થો સર્વથા નીરસ જણાય અને સંસારમાં કોઈ પ્રકારે લેશ માત્ર પણ સુખ ના જણાય ત્યારે તે સંસાર તરફની બહિર્મુખતાને છોડી સાચા સુખની શોધમાં અંતર્મુખ થાય છે. તેની અંતર્મુખતાની આ યાત્રા આત્મજ્ઞાનની સાધના છે. તેને જેમ જેમ આત્માની અંદર આનંદ અને શાંતિનુ વેદના થાય છે તેમ તેમ તે નિરંતર તેમાં ને તેમાં પોતાના ઉપયોગ અને પરિણામને જોડે છે. રત્નત્રયીની આરાધનામાં આ રીતે આગળ વધતો સાધક આત્માના અપૂર્વ સુખ અને ગુણોના પરિચયમાં આવે છે. અને ઉગ્ર પુરુષાર્થ દ્વારા જ્યારે તે પરમપદને પામે છે ત્યારે તેને પ્રકાશ કઈ રીતે સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને ચંદ્ર કરતાં વધુ શીતળ હોય છે તેની અનુભૂતિ થાય છે. આ અને આ પ્રકારના બીજા અનુભવો મોક્ષમાર્ગના સાધકને થતા જ રહે છે. આત્માના અનંતાગુણોમાં તે ગુણો પ્રગટ થતા તેનો તેને વિશિષ્ટ અનુભવ થાય છે. આ બધા ગુણો વર્ણન કરી શકાય તેવા હોતા નથી. આમ આત્મજ્ઞાની પરમપદને પામે ત્યારે ઇન્દ્રિયાતીત અનુભવોમાં તે સઘળાં રહસ્યોને જાણી લે છે અને આત્માના સ્વપરપ્રકાશક સ્વભાવનું પૂર્ણજ્ઞાન થઈ સર્વકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામે છે ત્યારે તેની આસપાસ પણ વિશિષ્ટ પ્રકારનું આભામંડળ રચાતું હોય છે. આમ, આ શ્લોકમાં તીર્થંકર પરમાત્માના ભામંડળ દ્વારા આત્મજ્ઞાનનો વિશિષ્ટ બોધ પ્રાપ્ત થાય છે. (૨૨૩). Page #239 -------------------------------------------------------------------------- ________________ ભક્તામર શ્લોક ૩૫ स्वर्गापवर्गगम - मार्ग -विमार्गणेष्ट : सद्धर्मतत्वकथनैक - पदुरित्रलोकया । दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व - भाषास्वभाव - परिणामगुणैः प्रयोज्य: ॥३५।। ભાવાર્થ : હે ભગવાન, આપનો દિવ્ય ધ્વનિ પ્રત્યેક જીવોને સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવે છે. સમસ્ત પ્રાણીઓને સત્ય ધર્મનું રહસ્ય સમજાવે છે. આપની વાણી ઘણી અર્થગંભીર હોવા છતાં ખૂબ જ સ્પષ્ટ છે અને તેને જગતના દરેક જીવો (ત વાણી) પોત પોતાની ભાષાને અનુરૂપ તે પરિણમતી હોવાથી દરેક સમજી શકે છે. રૂપા દિવ્ય ધ્વનિ વિશે વિચારણા શ્રી ભક્તામર સ્તોત્રના પાંત્રીસમા શ્લોકમાં પરમાત્માના દિવ્ય ધ્વનિ અને ઉપદેશની વાત આવે છે. સમવસરણની અંદર ચારે ગતિના જીવો બિરાજમાન હોય છે અને પરમાત્માનો ઉપદેશ કોઈપણ પ્રકારની ઇચ્છા વિના આત્માનો સ્વભાવ સ્વયં કરુણાશીલ હોવાને કારણે કરુણા તે આત્માના અનેક ગુણો પૈકી એક છે.) પરમાત્માની દિવ્ય દેશના ‘ૐ’ ના દિવ્ય ધ્વનિ દ્વારા નીકળતી રહે છે. અહીં એમ પણ કહેવાયું છે કે દરેક જીવ પોતપોતાની ભાષામાં પરમાત્માના બોધને ગ્રહણ કરી લે છે. એમ કહેવાય છે કે પરમાત્માની વાણી સવારે, બપોરે, સાંજે અને રાત્રે સહજપણે દેશનારૂપે નીકળતી હોય છે. ગણધર ભગવંતોએ આ વાણીને ઝીલીને તેના ઉપર વિસ્તારપૂર્વક જીવોને સમજણ આપવા દ્વાદશાંગીની રચના કરી છે. દિવ્ય ધ્વનિનું અર્થઘટન સહુ પોતાની ક્ષમતા પ્રમાણે કરે છે. આ શ્લોક દ્વારા અર્થગંભીર અને રહસ્યપૂર્ણ બોધ આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પ્રથમ તો એ વાત આવે છે કે પરમાત્માની વાણી ફક્ત ૩કારના દિવ્ય ધ્વનિ દ્વારા નીકળતી રહેછે છતાં તે વાણી દ્વારા જગતના દરેક જીવો પોતપોતાની ભાષામાં જે ઉપદેશ અપાય છે તેને સમજી શકે છે. જો કે પરમાત્માના દિવ્ય (૨ ૨૪) Page #240 -------------------------------------------------------------------------- ________________ ધ્વનિમાંથી નીકળતો ઉપદેશ દરેક જીવ પોતાની ક્ષમતા અને યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરે છે અને તેનું અર્થઘટન પણ પોતાની રીતે કરે છે. જ્યારે આ જ દિવ્ય ધ્વનિના આધારે દ્વાદશાંગીની રચના દ્વારા ગણધર ભગવંતોએ સમસ્ત મોક્ષમાર્ગની પ્રરુપણા કરી છે. આજનું આગળ વધેલું વિજ્ઞાન અને તેની શોધો દ્વારા આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદમાં જુદા જુદા દેશના જે પ્રતિનિધિઓ હાજર હોય છે તેઓ વક્તાના ભાષણને પોતપોતાની ભાષામાં સમજી લેછે. શ્રોતાઓએ કાન ઉપર લગાવેલા ઇયરફોનમાં આધુનિક વૈજ્ઞાનિક શોધને કારણે એવી યાંત્રિક રચના કરવામાં આવી હોય છે કે વક્તા રશિયન ભાષામાં બોલતા હોય તો પણ પ્રતિનિધિ પોતાની રાષ્ટ્રીયભાષામાં તે ભાષણ સાંભળી શકે છે. આ સંદર્ભમાં વિચારીએ તો પરમાત્માના દિવ્ય ધ્વનિની વાત તો અનેક રીતે આશ્ચર્યકારક અને ચમત્કારિકછે. આજના આધુનિક યુગમાં તો એક ભાષામાં બોલેલ ભાષાનું વધુમાં વધુ ચાલીસ કે પચાસ ભાષામાં રૂપાંતર થાય છે, પરંતુ પરમાત્માની દેશના જે દિવ્ય ધ્વનિ દ્વારા થતી હતી તેનું રૂપાંતરણ થતા ચારે ગતિના દરેક જીવ તે બોધને પોતાની ભાષામાં સમજી શકતા હતા. ખૂબ જ મોટા આશ્ચર્યની વાત એ છે કે આજનાં યુગમાં હજારો શબ્દો દ્વારા જુદી-જુદી ભાષામાં રૂપાંતર થાય છે જ્યારે પરમાત્માનો બોધ ૐકારના ફક્ત એક જ શબ્દના દિવ્યધ્વનિ દ્વારા આવતો હતો અને તેનું રૂપાંતરણ ગણધર ભગવંતો જેવાએ ખૂબ જ વિસ્તૃત સમજૂતી આપીને ભિન્ન-ભિન્ન વિષયોની પ્રરુપણા કરી દ્વાદશાંગી દ્વારા દર્શાવ્યું છે. દિવ્ય ધ્વનિ જેવું બળવાન નિમિત્ત છતાં જીવ પોતાના ઉપાદાન પ્રમાણે પામી શકે છે. અહીં કોઈપણ પ્રશ્ન કરે તે પહેલાં જ ખુલાસો કરી દઈએ કે ૐકારનો દિવ્યધ્વનિ અવિરતપણે ૫૨માત્માની વાણીમાંથી નીકળે છે. પરમાત્માનું ઔદારિક શરીર સર્વકર્મબળથી રહિત પૂર્ણ વીતરાગતા યુક્ત કેવળજ્ઞાનીનુંછે. કારના દિવ્યધ્વનિ દ્વારા જે આત્મબોધ પ્રગટે છે. તે આત્મબોધ સમવસરણના જીવ ગમે તે યોનિમાં હોય તો પણ નિયમથી આત્માના બોધને દરેક આત્મા ગ્રહણ કરે છે. તેનું રહસ્ય એ છે કે પરમાત્માની વાણી સાતિશય યુક્ત છે. આત્માના અનંતાગુણોના પૂર્ણ પ્રગટપણા પછી તેમાંથી વહેલી શુદ્ધજ્ઞાન ધારા છે. આ શુદ્ધજ્ઞાન ધારાને જે દિવ્ય ધ્વનિ દ્વારા પરમાત્માએ વહાવી છે તેને દરેક જીવો પોતપોતાની ભાષામાં, પોતપોતાની રીતે સમજી શકે છે.કોઈપણ જીવ For Private & Rersonal Use Only (૨૨૫) Page #241 -------------------------------------------------------------------------- ________________ પોતાની યોગ્યતા અને તિતિક્ષા મુજબ તેનું અર્થઘટન કરે છે. ચારે ગતિમાં જીવોની દૃષ્ટિએ પોતપોતાની રીતે કયાં સ્વર્ગ સુખ ઉત્તમ છે, ક્યાં મોક્ષ સુખ ઉત્તમ છે. તેથી સમવસરણમાં બેઠેલા કેવળજ્ઞાની સુધીના ઉચ્ચ આત્માઓ તેને મોક્ષમાર્ગના સંદર્ભમાં તે ગ્રહણ કરે છે જ્યારે દેહબુદ્ધિવાળા બહિર્મુખી જીવો તેને સ્વર્ગસુખના સંદર્ભમાં ગ્રહણ કરે છે. આમ છતાં એક વાત નિશ્ચિત છે કે અશુભ પ્રવૃત્તિમાં રોકાયેલા જીવને પણ શુભનું આચરણ ગ્રાહ્ય જણાય છે. જયારે આત્માર્થીને આ જ દિવ્યધ્વનિમાંથી પરમશુદ્ધ આત્મતત્ત્વનો બોધ મળે છે. આમ દિવ્યધ્વનિ દ્વારા અત્યંત ઉત્તમ અને સાચા સુખનો બોધ મળતો હોવા છતાં જીવ તેને પોતાની સમજ પ્રમાણે ગ્રહણ કરે છે. તેથી હવે તે સમજાશે કે કયા જીવોને ભવભ્રમણ ચાલુ રહે છે અને કયા જીવોને મોક્ષ મળે છે તેનો ખરો આધાર તો દિવ્ય ધ્વનિમાંથી મળેલા બોધનો પોતે કેવું અર્થઘટન કર્યું છે, તેના ઉપર રહેલો આથી એ પણ ફલિત થાય છે કે વર્તમાનમાં પણ જે જીવો ભવભ્રમણ કરે છે તેમાનાં પરમાત્માની દેશના સાંભળીને આવેલા જીવ પણ તે વખતની પોતાની બર્ણિમુખી દૃષ્ટિ અને સ્વાર્થના સુખના લોભમાં તે બોધનું તે રીતે અર્થઘટન કર્યું હોય તો આજે પણ તેમનું ભવભ્રમણ તે જ કારણથી ચાલુ રહે તેમાં કાંઈ જ વિશેષ આશ્ચર્ય નથી. પરમાત્માના દિવ્ય ધ્વનિ દ્વારા સમવસરણમાં ઉપસ્થિત ચારે ગતિના જીવો માટેના કલ્યાણ માટે તે વાણી વહેતી રહી. પરંતુ તેનો ઉપયોગ અને ગ્રહણ દરેક જીવે પોતપોતાની રીતે કર્યો. પવિત્ર ભાગીરથી ગંગા ઘણે સ્થળેથી વહે છે લોકો તેનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. કોઈ ત્યાંનું જળ પીવે છે, કોઈ ત્યાં સ્નાન કરે છે. કોઈ લોટો લઈને આવ્યું હોય તો લોટામાં સમાય તેટલું જળ લઈ જાય છે અને કોઈ ટેન્કર લઈને આવ્યું હોય તો તેટલું લઈ જાય છે. ગંગા તો નિરંતર વહેતી રહે છે. વહેતી ગંગામાંથી કોણ કેટલું પાણી લે છે, શા માટે પાણી લે છે, પાણીનો કેવો ઉપયોગ કરે છે તેમાં તેને કોઈ રસ નથી. ગંગાનો પ્રવાહ વહ્યા કરે છે. જેને જેટલો જે રીતે જે ઉપયોગ માટે લાભ લેવો હોય તે પોતાની મરજી મુજબ લાભ લે છે. પરમાત્માના સમવસરણમાં હિંસક પ્રાણીઓ પણ હતાં. મનુષ્યો અને દેવો હતા, ચારે ગતિના જીવો હતાં, દરેક તેમના બોધને પોતાની રીતે પોતાની શક્તિ મુજબ અને પોતાની સમજ મુજબ ગ્રહણ કર્યો અને પોતે સૌથી ઉત્તમબોધ ગ્રહણ કર્યો છે તેમ પોતાની રીતે માન્યું. આમ, પરમાત્માની વાણી ગંગાની ધારા જેવી હતી. તેનો લાભ દરેકે પોતપોતાની રીતે લીધો. તેથી અહીંપણ તે સ્પષ્ટ પણે ફલિત થાય છે કે આત્મા પરમાત્માના સમવસરણમાં પૂર્ણપણે સ્વતંત્ર હતો. પરમાત્માની દેશના અને For Private & Perşonal Use Only (૨ ૨૬) a Page #242 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ જેવા ઉત્તમ નિમિત્ત મળવા છતાં તે બોધને ગ્રહણ તો સૌએ પોતાની ઇચ્છા મુજબ, શક્તિ મુજબ અને સમજ મુજબ કર્યો. તેથી ૐ કારના એક જ દિવ્ય ધ્વનિમાંથી કોઈએ સ્વર્ગ પ્રાપ્તિ માટે તેનું અર્થઘટન કર્યું તો કોઈએ મોક્ષપ્રાપ્તિ માટે તેનું અર્થઘટન કર્યું. આમ આ દિવ્ય ધ્વનિ દ્વારા આપણને એ બોધ મળે છે કે જીવ સવળો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગને પામે છે અને બહિર્મુખ રહી અન્ય પુરુષાર્થ કરે તો સ્વર્ગના સુખો મળે તો પણ તેનું ભવભ્રમણ ચાલુ રહે છે. શ્લોકમાં પરમાત્માના દિવ્ય ધ્વનિની જે વાત કરી છે તે દ્વારા આપણને સાચા મોક્ષ સુખની પ્રાપ્તિનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. આ * * * (૨૨૭) Page #243 -------------------------------------------------------------------------- ________________ પાના નં. શ્લોક પંક્તિ ૧ ૧ ૫ ૬ ૭ ८ ८ ८ ૧૧ ૧૨ ૧૪ ૧૬ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૧ ૧ ૭ ૭ ૯ ૧૧ ૧૪ ૧૫ ૧૫ ૧૬ ૨૨ ૨૪ ૨૭ ૩૧ 2 26 ૩૮ ૩૯ ૪૨ ૪૩ ૫ ૬ ૫ ૧ ૧ ૧ ૩ ૫ ૪ શુધ્ધિપત્રક ८ અશુધ્ધ મુદ્યોતક મુકટમણિ શેષમાશું ચિતવૃત્તી રાખે દરવા સપૂર્ણ નીતં માનપિ મન્દાર વર્તિર દાતિ બ્રહ્માણી સ્તવં ઉપરતો ઉઘદિવાકર સ્વાદ મુરુશ્રૃંગલ મારું શુધ્ધ મુદ્યોતકં મુકુટમણ શેષમાશુ ચિત્તવૃત્તી રાખો દા સંપૂર્ણ નીતં મનાપિ મન્દરા વરિ દતિ બ્રહ્માણ સ્ત્ય પ્રભુ ઉપર તો ઉઘદિવાકર સ્વત્પાદ મુરુશ્રૃÜલ તારું Page #244 -------------------------------------------------------------------------- ________________ લેખક ' લેખક નો પરિચય ગુ જરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં આવે લા પાલી અને પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૉ. શ્રી રમણીક એ મ. શાહે લખે લી આ ગ્રંથની પ્રસ્તાવનામાં થી લેખકના પરિચય વિશેના કેટલાક અંશો નીચે જણાવ્યા છે. મનુભાઈ દોશી શ્રી મનુભાઈ દોશી સાચા અર્થમાં ખરેખર સાધક રહ્યા છે. છેલ્લા કેટલાંય વર્ષોથી તેમણે નિરંતર જ્ઞાન સાધનાનો એક લઘુયજ્ઞ આરંભ્યો છે. મનુષ્યોના શરીરના વીમા ઉતારતા-ઉતારતા તેઓને આત્માના વીમાની વધારે જરૂર લાગી. તેમાંથી શરૂ થઈ આધ્યાત્મિક ચિંતનની મથામણ અને પરિણામ સ્વરૂપે આપણી પાસે આવે છે આ પુસ્તક. ( આમ તો, શ્રી મનુભાઈ મારા બાલ સહાધ્યાયી હતા અને બચપણથી તેઓ સાહિત્ય રસિક અને કવિ હોવાનું મને સ્મરણ છે. તેઓ જીવન વીમા નિગમમાં ડેવલપમેન્ટ ઓફિસર હતા ત્યારે તેમના સંગઠનમાં વિભાગીય મહામંત્રી અને રાષ્ટ્રીય કારોબારીના સભ્ય હોવાના નાતે એક પ્રખર વક્તા તરીકે તેમની જોશીલી જબાન અને સિંહ ગર્જનાવાળી વાણી સાંભળવા દેશભરના તેમના સાથીઓ ઉત્સુક રહેતા. આ ઉપરાંત " નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પામિસ્ટ્રી એન્ડ એસ્ટ્રોલોજી”ના તેઓ આદ્યસ્થાપક અને " એસ્ટ્રોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ગુજરાત''ના મહામંત્રી હતા. તેમને વિવિધ સંસ્થાઓ દ્વારા જ્યોતિષની અનેક પદવીઓથી નવાજવામાં આવ્યા છે. પરંતુ ન્યાય વિજય વિદ્યોત્તેજક ટ્રસ્ટ દ્વારા આજ સુધી ગુજરાતમાં બે જ જ્યોતિષીઓનું બહુમાન કરવામાં આવ્યું છે (તેમાનાં તે એક છે). ફળાદેશ ઉપરની અદ્ભુત પક્કડ અને સચોટતાના કારણે ટ્રસ્ટ દ્વારા તેમને “જ્યોતિષ ફલિત શિરોમણિ'ની પદવી આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. મારી જાણ પ્રમાણે છેલ્લા 12-13 વર્ષથી તેમણે અનેક સાધુ, સાધ્વીજી મહારાજોને તત્ત્વજ્ઞાનના ઊંડા ગ્રંથોનો સ્વાધ્યાય કરાવ્યો છે. અને જ્યોતિષ વિદ્યા પણ શીખવી છે. ( આ પુસ્તકમાં શ્રી મનુભાઈએ ભક્તામરના પ્રત્યેક શ્લોકની છણાવટ કરી તેમાં રહેલા રહસ્યને ખોલી આપવા પ્રયત્ન કર્યો છે. શ્રી મનુભાઈનું હૃદય એક ભક્તનું નિર્મળ હૃદય છે. આવા નિર્મળ આયના જેવા હૃદયમાં ઝીલાયેલા ભક્તામરસ્તોત્ર જેવા સર્વકાલીન ઉત્તમ સ્તોત્રનું પ્રતિબિંબ આ પુસ્તક દ્વારા અનેક ભાવિકો ઝીલશે અને લાભાન્વિત થશે તેની મને ખાતરી છે. Jain Education inte mational