________________
તે
ઇચ્છે છે તેમ તેમ કોણ જાણે કેમ પણ તે બંધનમાં વધારે ને વધારે જકડાતા જાય છે. પોતે માનેલા સુખની પ્રાપ્તિ માટે જીવ નિરંતર પુરુષાર્થ કરે છે. તેની ઇચ્છા પ્રમાણેનું સુખ પ્રાપ્ત થતા તેને અધિક સુખની ઝંખના જાગે છે. પોતાને જે સુખ જોઈએ છે તે સુખ તે બીજાના ભોગે પણ પ્રાપ્ત કરે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય ને બળીયાના બે ભાગ તેવો જગતનો ન્યાય છે. દરેક સુખની પ્રાપ્તિ સાથે જીવની મહત્ત્વાકાંક્ષા અને તૃષ્ણા વધતી જાય છે. સફળતાનો વિજય તેને અહંકારી બનાવે છે. અને નિષ્ફળતાનો પરાજય તેને ક્યાં છંછેડે છે અને બમણા જોશથી વિજય માટે મહેનત કરે છે અથવા તે ખૂબ જ હતાશ અને નિરાશ થાય છે. આમ, મનુષ્ય પોતાના મનના સંકલ્પો અને વિકલ્પો તેમજ તેને પાર પાડવાના તેના પુરુષાર્થ અને તેમાં મળતી સફળતા અને નિષ્ફળતાને કારણે સુખી કે દુઃખી હોય છે. એમ કહેવાયું છે કે, “ મનઃ વ મનુષ્યળાં તારાં વંધ મોક્ષયોઃ ।।''
66
મનુષ્યનું મન જ બંધન અને મુક્તિનું કારણ છે. પોતાની આજની સ્થિતિ માટે વ્યક્તિ પોતે જ જવાબદાર હોય છે. પોતાની જીત-હાર, પોતાની સફળતાપોતાની નિષ્ફળતા, પોતાનું સુખ, પોતાનું દુઃખ, પોતાનું માન, પોતાનું અપમાન, જે કંઈપણ પ્રાપ્ત થાય છે કે જે કંઈપણ અનુભવ થાય છે તેના માટે જગતનું કોઈ પરિબળ જવાબદાર નથી. જવાબદાર કેવળ વ્યક્તિ પોતે જ છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે તમામ જવાબદારી પોતાની હોવા છતાં વર્તમાન હાલત માટે વ્યક્તિ હંમેશા બીજાને જવાબદાર ગણે છે. નિષ્ફળતા, દુઃખ, અપમાન વગેરે માટે હંમેશા દોષનો ટોપલો તે બીજાને માથે ઢોળી દે છે. અને ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા, સુખ-સફળતા વિગેરે મેળવે છે ત્યારે સફળતા માટે પોતાના પુરુષાર્થ ને આગળ ધરે છે.
બંધનમાંથી મુક્ત થવાનું રહસ્ય
આમ જીવ કર્મ કરે છે તેથી તેને કર્મનું ફળ ભોગવવું પડેછે. શુભ કર્મથી પુણ્ય બાંધેછે. અશુભ કર્મથી પાપ બાંધેછે. શુભ અને અશુભ ના ફળ તે ભોગવે છે. તે પોતે જે જે કર્મ ભોગવે છે તે તે કર્મો વખતે, તે કર્મના ભોગવટાની સ્થિતિ વખતે તેમાં અત્યંત તલ્લીન થતો હોવાથી ફરી-ફરી નવા કર્મો બંધાતા જાય છે અને જન્મ-મરણનું ચક્કર અને ભવભ્રમણ ચાલ્યા કરે છે. જીવ બંધાયો છે પોતાના કર્મથી અને છૂટી શકે છે કર્મની નિર્જરા કરીને. પોતે જે જે કર્મ બાંધ્યા હોય તે તે કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેને સમતા ભાવે વેદે અને સમભાવની સાધના કરે અંતર્મુખ થાય સ્વરૂપની રમણતાની પ્રીતિ થાય તો સ્વાનુભવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org