________________
પહેલી ક્ષણમાં જ એ અનુભવ આવી શકે છે કે પોતે ત્રિકાળી મુક્ત શુદ્ધ આત્મદ્રવ્ય છે. આને એક દષ્ટાંતથી સમજીએ, વન-જંગલમાં એક એવું પક્ષી હોય છે કે જે ઝાડની ડાળ ઉપર પોતાના પગ બરાબર ભરાવી ધરતી તરફ ઊંધુ મસ્તક રાખી લટકતું હોય છે. આ પંખી હંમેશા એમ માને છે કે જો પગ ડાળી ઉપરથી છૂટી જશે તો ઊંચેથી પડી જવાને કારણે ખૂબ વાગે અથવા મરી પણ જવાય. આશ્ચર્ય એ છે કે પંખીને પાંખો પણ છે. ઉડવાની ક્ષમતા પણ છે. પણ ઝાડ સાથે લટકતું હોવાથી પંખીનું મન એવી ભ્રાંતિમાં, એવા બંધનમાં છે, તે એ ભ્રમમાં જ લટકેલું રહે છે કે ડાળ છૂટી જશે તો નીચે પડી જવાશે અને મરી જવાશે. વન-જંગલના આ પંખીમાંથી એકાદ પંખી પણ જો ડાળથી છૂટું પડે છે તો પાંખ ફફડાવીને ઉડી જાય છે અને મુક્ત દશાનો અનુભવ કરે છે.
બસ આ જ રીતે મોહના બંધનમાં, અહંકારના બંધનમાં, કષાયોના બંધનમાં ફસાયેલો જીવ દૃઢતાથી માને છે કે બંધનમુક્ત થવું શક્ય જ નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ જે આત્મા કર્મ-સ્વભાવથી વેદે જે પોતાના સ્વરૂપમાં પ્રીતિ કરે, જે પોતાનું છે તેને પોતાનું માને અને પારકું છે તેને પોતાનું ના માને અર્થાત્ એક આત્માને પોતાનું માને અને દેહાદિક સહિત સર્વપરપદાર્થને પારકા ગણી તેમાંથી પોતાની રુચિ અને પ્રીતિને નિર્મૂળ કરી પોતાના સ્વરૂપમાં રમણતા કરી, પોતાના સ્વભાવમાં સ્થિર થાય તો તે કર્મથી નિવૃત્ત થાય છે. કર્મની નિર્જરા થાય છે. કર્મનો ક્ષય થાય છે. અને છેવટમાં આત્માની પ્રીતિમાં ડૂબેલો જીવ આ રીતે પ્રભુના સ્મરણમાં ડૂબેલો જીવ છે. અને જે પ્રભુના સ્મરણમાં ડૂબેલો જીવ છે તેને મોહ આસક્તિ, અહંકાર કે કષાયોરૂપી બેડીઓ ના બંધન તડાતડ તૂટી જાય છે. સર્વ બંધનોથી તે મુક્ત થાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી પરમાત્માપદને પામે છે.
આમ, બંધન અને મુક્તિની રહસ્યપૂર્ણ વાત આચાર્ય ભગવંતે બેતાલીસમાં શ્લોકમાં આપણને જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૬૪).