________________
ભક્તામર શ્લોક ૪૩ मत्तद्विपेन्द्र-मृगराज-दवानलाहिसंग्राम-वारिधि-महोदर-बंधनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।४३।।
ભાવાર્થ :
જે બુદ્ધિમાન મનુષ્ય તમારા સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધન એ આઠથી ઉત્પન્ન થયેલો ભય જાણે પોતે જ ભય પામ્યો હોય તેમ શીધ્ર નાશ પામે છે. // ૪૩||
શ્રી ભક્તામર સ્તોત્રના તેતાલીસમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને કોઈપણ પ્રકારનો ભય સતાવી શકતો નથી. તે વ્યક્તિથી જાણે કે ભય પોતે જ ભયભીત થઈને ભાગી જાય છે અથવા નાશ પામે છે. એમ પણ કહેવાયું છે કે જેઓ આ સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેમને હાથી, સિંહ, સાપ, અગ્નિ, યુદ્ધ, સમુદ્ર, જલોદર, બંધન એ આઠમાંથી એકેનો ભય રહેતો નથી. અર્થાત્ આ આઠેય ઉપર તે સ્વાભાવિક રીતે જ વિજય પ્રાપ્ત કરે છે. આમ, અગાઉના શ્લોકોમાં આપણે જે રીતે વિચાર્યું તે રીતે એમ કહી શકાય કે પરમાત્માનું સ્મરણ કરનારને અહંકારરૂપી હાથી કે સંસારના દાવાનળ કે સંસારસાગર કે જીવનનો રણસંગ્રામ ભવનો રોગ કે ભવનું બંધન બાંધી શકતા નથી તેનો તેને ભય લાગતો નથી અને ઉલ્ટાનું ભય પોતે જ ભયભીત થઈ તેનાથી ભાગી જાય છે.
વાળ્યો છે દાટ બુદ્ધિ અભાગણીએ અહીં પ્રારંભમાં એમ જણાવ્યું છે કે જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રના નિરંતર પાઠ કરે છે તેનાથી ભય પણ દૂર ભાગે છે. એનો અર્થ એ છે કે જે મનુષ્ય બુદ્ધિમાન હોય છે. તે જ તમારા સ્તોત્રનો પાઠ કરે છે. જેની પાસે સુબુદ્ધિ હોય છે તે જ તમારા સ્તોત્રનો પાઠ કરે છે. આના માટે એક કવિએ એમ કહ્યું છે કે :
ચરણો લથડી પડે છે દુશ્મનની છાવણીએ વાળ્યો છે દાટ બુદ્ધિ અભાગણીએ. ” અહીં કવિ એમ કહેવા માંગે છે કે જ્યારે માણસની બુદ્ધિ કુમતિ હોય કે
10 - 1
Jain Education International
For Prvates & Wersonal Use Only
www.jainelibrary.org