________________
નાશ કરનાર એવા સૂર્યના બિંબ જેવું ખૂબ જ શોભે છે. તે ૨૮ !
ભક્તામર બ્લોક ૨૯ સિંહાસને મણિમયૂખશિખાવિચિત્રો, વિભ્રાજવે તવ વપુઃ કનકાવદાતમ્ | બિમ્બ વિયદિલસદંશુલતાવિતાન,
તો દયાદ્રિશિરસીવ સહસ્રરમે : ૨૯ રત્નોકેરા કિરણ સમૂહે ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન પર પ્રભુ આપનો દેહ રાજે; વિસ્તાર છે રૂપ ગગનની મધ્યમાં જેમ ભાનુ,
ઊંચા ઊંચા ઉદયગિરિના શિખરે તેમ માનું. / ૨૯ || ભાવાર્થ :
હે ભગવાન્ ! રત્નના કિરણોના અગ્રભાગથી વિવિધરંગવાળા સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવું સુંદર શરીર ઊંચા ઉદયાચલ પર્વતના શિખર ઉપર જેનાં કિરણોનો સમૂહ આકાશમાં શોભી રહ્યો છે એવા સૂર્યના બિંબ જેવું શોભે છે. |૨૯ો
ભક્તામર બ્લોક ૩૦ ફ દાવદાચ લચામરચાશો ભં, વિભ્રાજવે તવ વપુઃ કલધૌતકાન્તમ્ | ઉદ્યચ્છશાશુચિનિર્ઝરવારિધાર - મુચ્ચ સ્ત૮ સુરગિરિવ શાતકૌભમ્ II ૩૦ શોભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું, વિંઝે જેને વિબુધ જનતા ચામરો એમ માનું; દીસે છે જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય,
મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય? | ૩૦ || ભાવાર્થ :
મોગરાના ફૂલ જેવા સફેદ વીંઝાતા ચામરો વડે સુંદર શોભાને ધારણ કરનારું અને સુવર્ણ જેવી કાંતિવાળું તમારું શરીર ઉદય પામેલા ચંદ્રમાના જેવા પવિત્ર ઝરણાના પાણીની ધારાઓથી સુશોભિત મેરુ પર્વતની સુવર્ણમય ભૂમિ જેવું શોભે છે. તે ૩૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૫)